________________
૮૪ ]
ગુજરાતના ઇતિહાસ
ખીજા લેખમાં તેને ઈલ્કાબ પરમ ઉપાસક' છે જે ઉપરથી એમ જણાય છે કે ત્યારપછી બૌદ્ધમાગી થઇ ગયા હતા. તેની ફાઇએ એક બૌદ્ધ મઠ્ઠ સ્થાપ્યા હતેા. ખુદ આ રાજા પણ દાનવીર હતા. ધરસેન બીજો ઃ—ઈ. સ. ૫૬૭ થી ૫૮૯ ૫યત. આ સમયના પાંચ શિલાલેખ મળ્યા છે. તેમાંથી ત્રણ ઉપર વલભી રપર (ઈ.સ.૫૭૧) અને ચેાથા ઉપર વલભી ૨૬૯ (ઈ. સ. ૫૮૮) અને છેલ્લા ઉપર ૨૭૦ (ઇ. સ. ૧૮૯) છે. પહેલા ત્રણ ઉપર તેના વિશે “મહારાજ” અને ત્યાર પછીના એ ઉપર મહા સામ’ત ” લખવામાં આવ્યું છે, તે ઉપરથી એમ જણાય છે કે છેવટના ભાગમાં કાઈ ખીજા રાજાના તાબામાં થઈ ગયા હતા. તેને ઇલ્કાબ “ પરમ માહેશ્વર” છે તેથી એમ સમજાય છે કે તે શિવને માનનારા હશે.
'
શીલાદિત્ય પહેલા ઃ—ઈ. સ. ૧૪૪ પ ́ત. તેનું બીજું નામ ધર્માદિત્ય હતું. તામ્રપત્ર ઉપરથી માલૂમ પડે છે કે તે શિવમાગી હતા, પરતુ બૌદ્ધધર્મી એને બહુ જ દાન કર્યુ હતું, તેથી એમ માનવામાં આવે છે કે બૌદ્ધમાગી એ તરફ તેની માનવૃત્તિ બહુ જ હતી. આખરે તેણે તેના વારસ માટે ગાદીત્યાગ કર્યાં હતા અને પોતે આત્મસયમી બની ઈશ્વરની ભક્તિમાં મશગૂલ રહેવ લાગ્યા હતા.
ખરગ્રહ પહેલા ઃતામ્રપત્ર ઉપરથી ફક્ત એટલું માલૂમ પડે છે કે તેને શીલાદિત્ય પહેલાએ પેાતાની નજર આગળ ઈ. સ. પ્ માં તખ્તનશીન બનાવ્યા હતા.
ધરસેન ત્રીજો : —ઈ. સ. ૬૧૫થી ઈ.સ. ૬૨૦ પ ત. તેના વિશેની કાઈપણ બાબતની માહિતી નથી એ અસાસની વાત છે.
ધ્રુવસેન બીજો :( ઇ. સ૬૨૦ થી ઇ. સ૬૪૦. ) એ ધરસેન ત્રીજાનેા ભાઈ છે તેનું બીજું નામ બાલાદિત્ય” છે. તેના સમયમાં ચીની મુસાફર હ્યુએ તસંગ વલભીપુરમાં આવ્યા હતા. કેટલાંક તામ્રપત્રા ઉપરથી માલૂમ પડે છે કે એણે ધણી જીતા મેળવી હતી અને સલ્તનતના વિસ્તારમાં વૃદ્ધિ કરી હતી. પરંતુ જે તામ્રપત્ર