________________
૮૨ ]
ગુજરાતનો ઈતિહાસ રાખી કહી શકાય કે તે શહેરમાં લાખની વસ્તી હશે. આ શહેરની આર્થિક સ્થિતિ ઘણી સારી હવી. હ્યુએંતસંગથી માંડી છેલ્લા અરબ મુસાફર એનાં ધનદોલતના ગુણ ગાય છે. વેપારધીધે પણ ધમધોકાર ચાલતું હતું. તમામ બંદ તિજારતી માલથી ભરપૂર હતાં. દીવ, ખંભાત, ભરૂચ, ચેમૂર, સોપારા, અને થાણું મેટાં બંદર હતાં. ચીની મુસાફર લખે છે કે દૂર દેશાવરની દલિત અહીં જમા થવાને આવતી હતી. ચીની મુસાફર એમ પણ લખે છે કે એ શહેરમાં માલદાર ખાનદાન ઘણું છે. એકસોથી વધુ કરોડપતિઓ અહીં રહે છે. રાજ્યક્તએ વિશેની હકીકતે –
અફસોસની વાત છે કે હિંદુસ્તાનના લેકેના શોક અને ઝેકના અભાવે આ કામ વિશેને અહેવાલ કોઈપણ ઇતિહાસમાંથી મળી શકતો નથી, તે વિશે કંઈક જાણવાનું સાધન ફક્ત ખંડિયેરે, અલગ અલગ જગ્યાએથી મળેલા ઉત્કીર્ણ લેખે અને સિક્કા છે. ઉત્કીર્ણ લેખે ઉપરથી ઘણી કીમતી બાબતો જાણવા મળી છે. આ લેખો સાધારણ રીતે તાંબાના છે. તેમાં કેટલાક ફરમાનના રૂપમાં છે. ગુજરાતમાં એ “તામ્રપત્ર” કહેવાય છે. તેના બે ભાગ હોય છે અને તે કડીથી જડવામાં આવેલા હોય છે. કડીની પાસે રાજાની છાપ જેવું હોય છે, જેમાં “નંદી’ની મહેર હોય છે. હિંદુઓ શંકરના પિઠિયાને “નંદી'ના નામથી ઓળખે છે. “નંદીની નીચે ભટાર્કનું નામ વલભીપુરના સ્થાપક તરીકે લખાયેલું હોય છે. એમાંનું લખાણ સંસ્કૃત ગદ્યમાં હોય છે. આ ફરમાનમાં નીચે પ્રમાણેનાં નામે ખાસ કરીને આવે છે: “ખેરાત કરનારનું નામ, ખેરાત લેનારનું નામ, સાલ, ને વસ્તુ આપવામાં આવી હોય તેનું નામ, લેખકનું નામ, સિફારીશ કરનારનું નામ, જે જગ્યાએથી ફરમાન બહાર પાડવામાં આવ્યું હોય તેનું નામ, રાજાની પૂરી વંશાવળી, મકાન કે મિલક્ત કે જમીન, જે આપવામાં આવ્યાં હોય તો તેની સીમા, સાલ, મહિને, દિવસ, અને આખરે રાજાને ઇલ્કાબ, અને તેની સહી.” રાજાની