________________
હિંદુઓને સમય
[ ૮૧ લેખ છે તેમાં નીચેની સાલ આપવામાં આવી છે. વિ. સં. ૬૨, વિક્રમ સંવત ૧૩૨૦, વલભી ૯૪૫, સિહ ૧૫૧. આ ઉપરથી માલુમ પડે છે કે વલભી સં. ઈ. સ. ૩૧૯ થી શરૂ થાય છે. અને આ જ સંવત ગુપ્તને પણ છે. આ ઉપરથી સાફસાફ માલુમ પડી જાય છે કે એણે ગુપ્ત સંવત ઈખ્તિયાર કરી લીધો છે અને સંવતને છેડે વલભી શબ્દ વધારી દીધો છે. અબુરીહાન બીરૂનીને પણ એ જ અભિપ્રાય છે કે વલભી અને ગુપ્ત એ બંનેની સાલ એક જ છે. અને જેવી રીતે આજકાલ અંગ્રેજો ફક્ત પિતાના જ ઈસ્વીસનનો ઉપયોગ કરે છે, પરંતુ રૈયત પિોતપોતાના સંવત જેમકે હિજરીને, વિક્રમને ઉપયોગ કરે છે તેવી જ રીતે એ જમાનામાં પણ રેયત ગુપ્ત સંવતનો જ ઘણું કરીને ઉપયોગ કરતી હતી, જેમકે મોરબીના શિલાલેખ ઉપરથી માલુમ પડે છે. (જાઈ, દેવનું તામ્રપત્ર) તે ઉપર ગુપ્ત સંવત ૧૮૮ લખવામાં આવ્યો છે. અને એ વાત નિર્વિવાદ છે કે એ સાલમાં વલભીના રાજાઓ હતા અને ગુપ્ત નહતા. વસ્તી અને તેની આર્થિક સ્થિતિ –
આ શહેરની વસ્તી વિશે ખાત્રીપૂર્વક કંઈપણ કહી શકાય નહિ. માત્ર એમ કહેવાય કે એક મોટું શહેર હોવાથી એની વસ્તી પણ વધારે હશે. અને શહેરનાં ખંડિયેરે તથા અવશેષો ચાર પાંચ માઈલ સુધી મળે છે તે ઉપરથી માનવામાં આવે છે કે જે શહેર ચાર માઈલને ઘેરાવામાં હતું તેમાં ખચીત વસ્તી વધારે પ્રમાણમાં હશે. આની પુષ્ટિ હ્યુતસંગને સફરનામા ઉપરથી મળે છે. તે લખે છે કે વસ્તીનું પ્રમાણ વધારે છે. વળી તે ઉમરાવોની સંખ્યા સેંક-- ડેની બતાવે છે. પાઠશાળાઓ, મઠે અને મંદિર પણ સંખ્યાબંધ હતાં. ધર્મોપદેશકે હજારોની સંખ્યામાં હતા. એ તો ખુલ્લે ખુલી, વાત છે કે ઉપદેશ સાંભળનારા લાખોની સંખ્યામાં હોય તે જ તે શહેરમાં ઉપદેશ કરનારા હજારબંધ હોય. ઉપરની વાત ધ્યાનમાં.
૧. તારીખે હિંદ ભા. ૪, પૃ. ૧૨૮, અલીગઢ