________________
હિંદુઓને સમય
[ ૭૯ અરબ મુસાફરોએ એના વિશે કંઈ લખ્યું નથી. એ જમાનાનાં મોટાં મોટાં શહેશથી આ અલગ પ્રકારનું નામ છે, તેનાથી એ સૂચન થાય છે કે એ એક સ્વતંત્ર અને આલીશાન શહેર હતું. નહિ તો મેટાં શહેરેને લોકો સામાન્ય રીતે “પત્તન” કહેતા હતા. પુરાણા ચીની મુસાફર હ્યુએનસંગનું બયાન છે કે લારેકા (લાર અર્થાત્ ભરૂચ) દેશની ઉત્તરમાં એ આવેલું છે. બીરૂની કહે છે કે અણુહીલવાડથી દક્ષિણ તરફ ૩૦ જે જન (એક જજનના આઠ માઈલ) પર છે. ઇલિયટના કહેવા પ્રમાણે હાલના ભાવનગર રાજ્યથી ૨૦ માઈલે અને છેલ્લા બંદર પાસે આવેલું છે. આધુનિક સંશોધનથી પણ લગભગ આ જ પ્રમાણે માલુમ પડે છે કે ઘેલે નદીના કિનારે “વળા” નામના ગામ પાસે “વલબા” કે “વલભી” નામનું એક નાનું સરખું ગામ આવેલું છે જે આ શહેરની યાદગાર તરીકે ગણુય. હમણું સુધી એક ગોહીલના ઠાકરના તાબામાં રહ્યું છે. એની ઉત્તર અને પશ્ચિમમાં પીલુનાં ઝાડોનું એક જંગલ છે. તેની બધી બાજૂએ સડક બનાવવામાં આવેલી છે. તેમાં વલભીપુરનાં ખંડિયેર મોજુદ છે. વર્ષા ઋતુમાં સિક્કા વગેરે ઘણુ પુરાણી ચીજો મળી આવે છે. કેટલાક લેકે મકાનમાં વપરાતી ચીજો બહાર ખોદી કાઢે છે.
વલભીની સલ્તનતની સીમા –એની સીમા વિશે કંઈ કહી શકાય એમ નથી. પરંતુ ચીની મુસાફરોના જમાનામાં (ઈ. સ. ૬૪૦) એનું ક્ષેત્રફળ ૬૦૦૦ “લી” હતું. જે ત્રણ “લી બરાબર એક માઇલ ગણવામાં આવે તે એ હિસાબે ૨૦૦૦ માઈલ થાય છે. એ એક ટૂંકું નિરૂપણ છે જેની સવિસ્તર હકીક્ત કેટલાક ઉત્કીર્ણ લેખો ઉપરથી મળી આવે છે. કેટલાક ઉત્કીર્ણ લેખ જે મોરબી અને વેરાવળથી મળી આવ્યા છે તે ઉપરથી ધારી શકાય છે કે સૌરાષ્ટ્રનો પૂર્વ અને ઉત્તરનો ભાગ એમના કબજામાં હતું. શરૂઆતમાં એ ગુજરાનું કેન્દ્ર “ભિન્નમાલ” હતું અને ત્યારપછી માળવા થયું; તેથી ખરેખર સંપૂર્ણ ઈખ્તિયાર પછી આખે ગુજરાત એમના તાબામાં