________________
હિંદુઓને સમય
[૭૩ સ્થાપી. હિંદુસ્તાનના પશ્ચિમ ભાગની મશહૂર રાજધાની ભિન્નમાલ, ઉજજેન, વલભીપુર અને કલ્યાણી હતી. આગળ વધી એની ઘણીએ શાખાઓ થઈ, (વસ્તીનું પ્રમાણ જોતાં લગભગ ૬૨ જાત આજે છે); પરંતુ ચાર જાત ઘણી મશહૂર છેઃ ચાલુક્ય, પરમાર, ચૌહાણ અને પ્રતીહાર.
સોલંકી એ ચાલુક્યની એક શાખા છે. એણે પ્રથમ કલ્યાણી અને ત્યારપછી અણહીલવાડ પાયતખ્ત બનાવ્યું. તે જમાનામાં ઈ. સ. ૫૦માં બૌદ્ધ અને બ્રાહ્મણે વચ્ચે સખત લડાઈ ચાલતી હતી. આ બન્નેએ વિજેતાઓને પિતાની તરફ આકર્ષવાની ઈચ્છા કરી, પરંતુ આ વિજેતાઓને બૌદ્ધ ધર્મ માફક આવે એમ નહતું. બ્રાહ્મણોએ પિતાના ધર્મમાં એમને સામેલ કરી દીધા. આબુ પહાડ ઉપર અગ્નિ દેવતા વડે પવિત્ર કર્યા ત્યારપછી એમને “રાજપૂત” નામ આપવામાં આવ્યું અને એમની એક જાત બનાવવામાં આવી. આથી હિંદુઓએ આ વિજેતા અને રાજ્યકર્તાઓની મદદથી હિંદુસ્તાનમાંથી બૌદ્ધ ધર્મ બહાર કાઢી ફરીથી પિતાના બ્રાહ્મણ ધર્મને પ્રચાર કર્યો અને તેને ઉન્નતિના શિખરે પહોંચાડ્યો. શરૂઆતમાં માળવા એમનું કેન્દ્ર હતું. ત્યારબાદ ખુદ ગુજરાતમાં એમની રાજધાની નાંદોદ અને ભરૂચ રહી. સિક્કા અને તામ્રપત્રો ઉપરથી તેમના રાજાઓનાં જે નામો મળી આવ્યાં છેતે નીચે પ્રમાણે છે:
દદ, જયભટ, દદ બીજે, જયભટ બોજો, દદ ત્રીજે, જયભટ ત્રીજે.
ચીની મુસાફર હ્યુએનસંગ સાતમી સદીના મધ્યમાં શીલાદિત્ય રાજા (કનોજ)ના સમયમાં ખુદ ગુજરાતમાં આવ્યું હતું. તે લખે છે કે ભરૂચ બંદર હવાથી આજુબાજુવાળાઓની એના ઉપર નજર રહે છે. (અર્થાત બીજા રાજાઓ એને જીતી લેવાનું કે છીનવી લેવાનું ચાહે છે.) ભરૂચની આસપાસની જમીને “લાર” કહેવાય છે.
મહેર વંશ –આ ખાનદાન ઈરાનથી બલુચિસ્તાનમાં થઈ હિંદુસ્તાનમાં આવ્યું અને ત્યારપછી તે સૌરાષ્ટ્રમાં પહોંચ્યું. સ્કંદ