________________
૭૬ ]
ગુજરાતને ઈતિહાસ અને જયસિંહવર્મા એના તાબામાં હતો. ત્યારપછી થોડા સમય પછી વિક્રમાદિત્યે પિતાના નાના ભાઈ “સિંહ” વર્માને ગુજરાતને રાજ્યકર્તા બનાવ્યો. સિંહવર્માના પુત્રને શિલાલેખ જે નવસારીમાં છે તે ઉપરથી આ વાતને સમર્થન મળે છે, અને “પરમભટ્ટારક”ના ઇલ્કાબ ઉપરથી પણ માલૂમ પડે છે કે તે આઝાદ અને ખુદ-મુખત્યાર હતો. નવસારી એનું પાયતખ્ત હતું. એ શિલાલેખ ઉપરથી એમ પણ માલુમ પડે છે કે લાંબી ઉમર પર્યત
એ આવ્યો હતો, અને બહુધા એની હયાતી દરમ્યાન તેનો પુત્ર તખ્તનશીન થયો હતો. જયસિંહવર્માને પાંચ પુત્ર હતા. તેના સમયમાં “ફૂટક” સંવત ચાલુ હતા. એમણે આસ્તે આસ્તે દક્ષિણથી ઉત્તર તરફ મુલ્ક જીતવાનું શરૂ કરી દીધું. ગુજર રાજાને દબાવવા પણ લાગ્યો. ગુજર રાજાની હકૂમત કોંકણ સુધી હતી, પરંતુ જેમ જેમ ચાલુક્યો એમને દબાવતા ગયા તેમ તેમ એમણે પીછેહઠ કરી અને આખરે ભરૂચ સુધી પહોંચી ગયા. ત્યારપછી વલભીપુરની મદદથી કે ચાલુક્યને તાબે થવાથી એને કબજે ભરૂચ ઉપર રહ્યો, કારણ કે ભરૂચનો આખરી ગુજર રાજા “જયભટ” ઈ. સ. ૭૩૪-૭૩૫ પર્યત હયાત હતા. એ બાદ ચાલુકય તે છડી ઉત્તર ગુજરાત તરફ વળ્યા, અને દૂર સુધી મુલ્ક છતી લીધા, કારણ કે આપણે જોઈએ છીએ કે તેને પુત્ર “બુદ્ધવર્મા” ખેડા ઉપર હકૂમત કરતે નહતો, એ એક શિલાલેખ ઉપરથી માલૂમ પડે છે.
તેના પછી નીચે પ્રમાણેના રાજાઓ થયાઃ શીલાદિત્ય યુવરાજ ઈ. સ. ૬૯૧, વિનયાદિત્ય મંગલરાજ ઈ. સ. ૭૩૧, અને પુલકેશી જનાશ્રય ઈ. સ. ૭૩૮. એના જમાનાનો એક શિલાલેખ નવસારીથી મળ્યો છે જેમાં લખ્યું છે કે અરબ લશ્કર જે સિન્ડથી આવ્યું તેણે કચ્છ, સૌરાષ્ટ્ર, ચાવડા, મૌર્ય (ચિડ) અને ભિન્નમાલની સલનતને બહુ પજવી હતી. એ બાદ આ ખાનદાનને આખરી રાજા વિજયરાજ” ઈ. સ. ૭૪૦માં થયો. તેની પાસેથી રાષ્ટ્રકૂટોએ