________________
હિંદુઓના સમય
[ ૬૯
હતા જે “ગુજર”નું અરખી રૂપ છે. અને “ગુજર” એ “ગુજર”માંથી આવેલું ટૂંકું રૂપ છે. ત્યારપછી હિ'દુસ્તાનના તુકી વિજેતાએ (ગુલામવંશ) એ “ગુઝરાત”માંથી ગુજરાત બનાવ્યું. અને આ જ નામ અત્યારે વ્યાપક છે. આર્યાએ ઉત્તર રાષ્ટ્રનેા કબજો લઈ ભરૂચને મુખ્ય કેન્દ્ર બનાવ્યું અને દક્ષિણ રાષ્ટ્રમાં રાંદેર એમની રાજધાની થઈ. આ શહેર તાપી નદીને કિનારે આવેલું છે અને સુરત નજીક છે. અગાઉના વખતમાં આ મારું બંદર હતું. જૈન લેાકાનાં પુસ્તકામાંથી પુરાતન કાળની તેની હકીકતા મળી આવે છે. તે વખતે સુરતના પત્તો પણ ન હતા. આ પ્રજાએ ગુજરાત પર કયારે અને કેવી રીતે બજો કર્યાં એ વિશે કઈ માહિતી મળતી નથી. મનુના વશે એના ઉપર લાંખા વખત સુધી રાજ્ય કર્યું, પરંતુ અફ્સાસ કે એમના રાજાએ વિશે ક ંઇ કહી શકાતું નથી.
મહાભારતમાંથી જે કઈ મળે છે તે નીચે પ્રમાણે છે:
જાદવ વશઃ-દ્વારકામાં જાદવ વંશનું રાજ્ય હતું, એમાં કૃષ્ણે બહુ જ બહાદુર, અકલમ અને તત્ત્વજ્ઞાની હતા. એમની જ તદખીરથી મહાભારતના જંગમાં કામિયાબી હાસિલ થઈ. એમ અટકળ કરવામાં આવે છે કે એમના લશ્કરમાં માટી સંખ્યા ભીલેાની હતી. એમના સમયમાં જાદવે મેાજમઝામાં પડી ગયા અને શરાબની લતમાં ખેંચાઈ ગયા. આમ ધણા સમય એ મદહેારા રહેતા અને નાની નાની બાબતેામાં લડી પડતા હતા; એટલે સુધી કે એક વખત તમામ જાદવા મેડામાંહે લડી મર્યા અને ખાનાખરાબી થઈ ગઈ.
ભગવદ્—ગીતા કૃષ્ણની યાદગાર છે. તેમાં એક જ ઈશ્વર ઉપર ભાર મૂકવામાં આવ્યેા છે. જાદવ લેાકા જ્યારે આપસમાં લડીને તારાજ થઈ ગયા અને આ ખબર જ્યારે અર્જુનને થઈ ત્યારે તે અહીં આવ્યા. જે લેાકેા બચ્યા હતા તેમાંથી કેટલાક ઉત્તર હિ ંદુસ્તાન તરફ એમની સાથે ચાલ્યા ગયા. અર્જુન કૃષ્ણના બનેવી થતા હતા. પાછા ફરતી વખતે કાળીઓએ તેને બહુ સતાવ્યા હતા; કૃષ્ણની