________________
પ્રકરણ ૧ લું હિંદુઓને સમય
.:૧:
આર્યોનું રાજ્ય ગુજરાતનું અસલ નામ:-હિંદુસ્તાનને પુરાણે ઈતિહાસ મેળવવા જેટલું જ ગુજરાતને પુરાણો ઇતિહાસ લખવાનું કામ મુશ્કેલ છે, પરંતુ અટકળ કરવાથી માલૂમ પડે છે કે પથ્થર અને લોહન યુગ પછી આ મુલ્કમાં મોટી સંખ્યામાં દ્રાવિડોની વસ્તી હતી. એ એક સુધરેલી કેમ હતી. એ લેકાએ ભરૂચ બંદરેથી દૂર દૂર સુધી વેપારી કારેબાર ફેલાવ્યો હતો. એ પછી બીજે નંબર ભીલને આવતો હતો. એઓ આખા પ્રદેશમાં ફેલાયા હતા. એ સમયને આ મુલકના નામ વિશે ઇતિહાસ શાંત છે અને હરેક બાજુ અંધકારને પડદો પડે છે. કાલ્પનિક વાત સિવાય કોઈ સત્ય બાબતે મળતી નથી. જ્યારે ઉત્તર હિંદુસ્તાન તરફથી આર્યો આબુના રસ્તે ગુજરાતમાં દાખલ થયા ત્યારે આ પ્રદેશમાં નવી ક્રાંતિ પેદા થઈ એટલે કે એ પ્રાંતના અસલ રહેવાસી ધીમે ધીમે પાછળ હઠતા ગયા; એટલે સુધી કે તમામ ફળદ્રુપ પ્રદેશ વિજેતા માટે ખાલી કર્યો અને પહાડો અને જંગલમાં વસવાટ કર્યો. આ હરેક જગ્યાએ જઈ રાજ્યકર્તા થઈ બેઠા. આય કેમ પિતાની સાથે વિદ્યા, કળા કૌશલ્ય અને રીતભાત લાવી. ધંધામાં ચાલાક હોવાથી વેપારમાં પણ ઉન્નતિ પામી. અસલના આર્ય લેકે વધુ પ્રમાણમાં પાણીની નજીક વસવાટ કરતા હતા. તેથી માનવામાં આવે છે કે એમણે પણ આ મુલકમાં સૌથી પહેલાં ખંભાત અને ભરૂચના ઈલાકા વસાવ્યા હશે. આ આવ્યા એ પહેલાં આ પ્રાંતને ક્યા નામથી ઓળખતા હતા, એ