________________
S
ભાગ ૧ –ઉપઘાત
[૬૫ ભાગ પણ ન રહ્યો. ઈ. સ. ૧૮૮૩માં ફરીથી રેલ આવી અને ૨૦ લાખ રૂપિયાનું નુકસાન થયું. ૧૮૮૯માં ફરીથી આગ લાગી અને આર્મેનિયન ચર્ચ તૂટી પડયું. મોગલના જમાનામાં ત્યાંની વસ્તી બાર લાખથી પણ વધારે હતી. પરંતુ એ અંગ્રેજોના તાબાના મુડમાં દાખલ થવાથી એની પડતીની પ્રગતિ થતી રહી, એટલે સુધી કે ૧૭૯૭માં એની વસ્તી આઠ લાખની રહી ગઈત્યારપછી ૧૮૧૧માં અઢી લાખ થઈ, ૧૮૧૬માં એક લાખ ચોવીસ હજાર, અને ૧૮૪૭ માં ૮૦૦૦૦ સુધી પહોંચી ગઈ. અંગ્રેજોએ મુંબઈને બંદર બનાવ્યું ત્યારથી સુરતનું બંદર બંધ થઈ ગયું. એનું બંદર તરીકે મહત્ત્વ જતું રહ્યું, હવે ફક્ત શહેર હોવાના કારણે એની ફરીથી ઉન્નતિ શરૂ થઈ, પરંતુ અતિમંદ ગતિથી; એટલે સુધી કે ૧૮૫૧માં એની વસ્તી ૯૦૦૦૦, ૧૮૭રમાં એક લાખ આઠ હજાર, ૧૮૮૧માં એક લાખ દસ હજાર અને ૧૯૦૧માં એક લાખ વીસ હજાર થઈ. ત્યાં બે આલીશાન મસ્જિદ જેવા જેવી છે. આ જિલ્લાની વસ્તી ૭ લાખ જેટલી થઈ હતી એમાં ૮૬ ટકા હિદુ, ૮ ટકા મુસલમાન, ૨ ટકા પારસી, ૧૫૦૦૦ વહોરા અને ત્રણ હજાર ખ્રિસ્તી છે. આ જિલ્લામાં આઠ શહેર અને ૭૭૭ ગામ છે. ૧૫૩ ચે. માઈલમાં ડાંગર, ૧૭૨ ચો. માઈલમાં જુવાર, ૧૫૪ ચો. માઈલમાં કપાસ, ૩૭ સે. માઇલમાં તુવેર અને ૭૪ એ. માઈલમાં વાલ થાય છે. પથ્થર અને અકીક પણ ત્યાંથી નીકળે છે. ત્યાંના હુન્નરમાં સોના ચાંદીનું કામ, સોનાના તેમજ બીજી ધાતુના તાર ખેંચવાનું જરી-કામ મશહૂર હતું. ગેંડાની ઢાલ આફ્રિકાથી લાવી અહીં સુંદર પોલીસ કરવામાં આવતું હતું. એમાં રૂપાની મેખ લગાવી એટલી ઉમદા બનાવતા હતા કે ૩૦ થી ૫૦ રૂપિયા જેટલી કીમતથી વેચાતી હતી. જહાઝ બનાવવાનું કામ અહીં બહુ ઉચ્ચ કોટિનું થતું હતું. આ કામમાં પારસી બહુ હોશિયાર હતા. એક જહાઝ ૨૮૦૦૦ મણ જેટલે માલ લઈ જતું હતું.