________________
૬૪]
ગુજરાતનો ઈતિહાસ તે આગળ આવશે.
રાંદેર–સુરત નજીક રાંદેર એક મોટું પુરાણું બંદર હતું. અને ઈસુખ્રિસ્તના અવસાન પછી ભરૂચ જેવાં બંદરે હોવા છતાં આ જગ્યા રેનકદાર હતી.
અબુરહાન બીરૂનીએ (ઈ. સ. ૧૦૩૧) લખ્યું છે કે ભરૂચ અને રાહનજેર (રાંદેર) આ મુલકનાં પાયતન્ત (મોટાં બંદર) બહુ જ રોનકદાર છે.
ઈ. સ. ૧૩૦૦ (હિ. સ. ૭૦૦)માં મુસલમાનોએ જેનો પાસેથી લઈ તાબે કર્યું હતું. પિચુગીઝ મુસાફર બાર્બાસા લખે છે કે રાંદેર બહુ જ સુંદર જગ્યા છે. એનો વેપાર મલાક્કા, બંગાળા, તાનાસરિમ (બર્મા), પંગુ, મર્તબાન, સુમાત્રા, અને જાવા સાથે હતા.
આ મુલ્કથી મશાલા, રેશમ, કસ્તૂરી, માટીનાં વાસણ, લેબાન અહીં આવતાં હતાં. ઇ. સ. ૧૫૩૦માં પોર્ટુગીઝોએ સુરત લૂંટી રદિર પર પિતાને કબજો જમાવ્યો. આ સમયથી રદિરની અગત્ય કમ થતી ગઈ અને સુરતની વસ્તી અને મહત્તામાં વૃદ્ધિ થતી રહી. હાલમાં રાંદેર એક નાના કસબા જેવું છે, જ્યાં સુન્ની વહોરા વેપારી સંખ્યાબંધ રહે છે, ને તેમાંના ઘણાખરા માલદાર છે. અહીંની જામે મસ્જિદ, મિયાંની મસ્જિદ, ખારવાની મસ્જિદ અને મુનશીની મસ્જિદ જેવા લાયક છે. અરબીની ઘણુ મસા અને એક મોટી લાયબ્રેરી છે. રાંદેર તૂટવું અને સુરત મંડાયું. એ મોગલોના જમાનામાં ઉન્નતિના શિખર ઉપર હતું. એની અસલ રોનક મરાઠાઓની લૂંટફાટથી ઘટવા માંડી હતી તે સાથે દુકાળ આગ અને પાણીએ પણ એની બરબાદીમાં મોટો ભાગ ભજવ્યો. ઈ. સ. ૧૮૩૭માં એપ્રિલમાં ત્રણ દિવસ એવી આગ લાગી કે એ ૧૦ માઈલ સુધી ફેલાઈ ગઈ ૧૦૦૦૦ મકાન બળીને ખાખ થઈ ગયાં, અને ૪પ લાખ રૂપિયાનું નુકસાન થયું. વળી એ જ સાલ તાપી નદીમાં એવી રેલ ચડી કે સુરતવાસીઆને ૨૫ લાખ રૂપિયાનું નુકસાન થયું. ઇ. સ. ૧૮૩૮માં ચોથા