________________
ભાગ ૧ –ઉપોદઘાત
( 36 દરખાસ્ત પેશ કરી......... પોતાની આ ખાહિશની સાબિતી માટે એણે પાછલા બાર મહિનામાં સાંભળેલી તમામ કથા કહી બતાવી. સ્વામીજીને ખાત્રી થઈ કે અખાને એમનામાં પુષ્કળ શ્રદ્ધા છે. એણે એને પિતાને શિષ્ય બનાવ્યો. અખાએ વેદાંત ઉપર કાબૂ હાસિલ કર્યો.
આ દુનિયાની દગલબાજીથી એ કંટાળી ગયો હતો. એણે આ દુનિયાને, સાચી હસ્તીની તલાસમાં તિલાંજલિ આપી. એણે ઘણી કવિતા લખી છે જેમાં દુનિયા અને એના રીતરિવાજોને લગતા ઘણું બેધદાયક પાઠો એણે શીખવ્યા છે. એણે વેદાંત સિદ્ધાંતને પદ્યમાં લખવાની કોશિશ કરી હતી. ખરેખર આ એક કઠણ કામ હતું. એવા વિષયને પદ્યમાં લખવામાં એની શિલી મેહક થઈ હશે. એની ભાષા પણ શુદ્ધ છે; લયબદ્ધ નથી. એમાં કમળતા અને સુંદરતા નથી. જબાન ઉપર એને કઈ ખાસ પ્રીતિ નથી. કવિ કહેવડાવવાની તેની ઉમેદ ન હતી.
પ્રેમાનંદ –ઈ. સ. ૧૬૩૬થી ૧૭૦૪ દરમ્યાન વડોદરામાં એક બીજે ગુજરાતી સાહિત્યમાં નિષ્ણાત કવિ થઈ ગયો. ગુજરાતની ભાષા અને સાહિત્યને ગુલામીના કીચડમાંથી બહાર ખેંચી કાઢનાર ખરેખર એ જ હતો. નરસિંહની માફક એ ૧૪ કે ૧૫ સાલની ઉમર પર્યત વિદ્યાભ્યાસથી વેગળો રહ્યો હતો. એનું નામ પ્રેમાનંદ હતું. એ સમયે પુરાણનો અભ્યાસ કરનારે એક વર્ગ હતો, પરંતુ અત્યારના જેવી સ્થિતિમાં નહિ. તેઓ ગાગરિયા ભટ્ટના અને “માણભટ્ટના નામથી ઓળખાતા હતા. આ લોકો બ્રાહ્મણ હોય છે. તેઓ વાંચતી વખતે તાલ દેવાને એક સાંકડા મની તાંબાની ગાગર કે માણુ વગાડે છે. આવી કથા સમજતી અને ખ્યાન સાથે જ સાદી અને દિલચસ્પ જબાનમાં ગલીઓમાં મંડળી આગળ વાંચવામાં આવે છે. આમ વર્ગના લેકે ઉપર આ કથાની અસર બહુ જ થતી હતી. આવી રીતે પુરાણનું જ્ઞાન આપવામાં આવતું હતું. મહાભારત અને રામાયણનું જે થોડું ઘણું જ્ઞાન સામાન્ય વર્ગને છે એ માણભટ્ટને લીધે જ છે. પ્રેમાનંદ