________________
ભાગ ૧ લે-ઉપોદ્દઘાત
[ ૫૯ શહેર વસ્યું હતું તેથી અને તેના નામથી “ચાંપાનેર” પાડવામાં આવ્યું હતું.
ઈ. સ. ૧૪૮૩માં મેહમ્મદાબાદ વસાવવામાં આવ્યું હતું. ત્યાં રેશમનાં કપડાં વણવામાં આવે છે. ત્યાંની લોની તલવારની બનાવટ સુંદર છે. ત્યાં પણ એક ભદ્ર છે, જે શહેરની મધ્યમાં છે. બાગે, મહેલ અને તળાવો વગેરે જેવા લાયક છે. પહાડના ઝરામાંથી પાણી લાવી તળાવમાં પાડવામાં આવતું હતું. દાહોદ જે ઔરંગઝેબની જન્મભૂમિ છે તે બીજા સુલતાન મુઝફફરે આબાદ કર્યું હતું. અહમદશાહ પહેલાએ ત્યાં એક સરાઈ બંધાવી હતી.
અટક દરવાજે, મોતી દરવાજે, સદનશાહ દરવાજે અને એ પછી એક ચે દરવાજો હતે. (૪) ભરૂચ જીલ્લો – - સીમા –ઉત્તરે મહી નદી, પૂર્વ અને દક્ષિણમાં વડોદરા, દક્ષિણે કીમ નદી પશ્ચિમે અરબી સમુદ્ર અને ખંભાતના અખાત છે. ભરૂચ શહેર “ ભૃગુ ઋષિએ વસાવ્યું કહેવાય છે. શરૂઆતમાં આ ઋષિનો ત્યાં આશ્રમ હતો. હાલમાં ફક્ત એનું મંદિર શહેરમાં છે. આ શહેરને “ભૃગુપુરી” કે ફક્ત “પુરી” પણ લોકો કહે છે. આ જિલ્લે ૫૪ માઈલ લાંબો અને ૨૦ થી ૪૦ માઈલ જેટલો પહોળો છે. નર્મદા અને ઢાઢર એ બે નદીઓ ખંભાતના અખાતમાં જઈ અરબી સમુદ્રમાં મળી જાય છે. ત્યાંની જમીન કાળી છે અને કપાસને ખૂબ માફક છે; આથી ત્યાં રૂની પેદાશ પુષ્કળ થાય છે. હિંદુસ્તાનમાં એનાથી ઉત્તમ રૂ બીજે કઈ ઠેકાણે થતું નથી.
વનસ્પતિ–આ જિલ્લામાં જંગલ ન હતાં, આથી સરકારે ૧૬૧ એકર જમીનમાં બાવળનાં ઝાડો રોપાવ્યાં છે અને વધુ કેટલાક એકર જમીન ફક્ત આને જ માટે અલગ રાખવામાં આવી છે. આબો આમલી અને જામફળ ત્યાં વધુ પ્રમાણમાં થાય છે. ભરૂચ પાસે આવેલા બેટમાં કબીરવડ છે, જે વિશે કહેવાય છે કે