________________
ગુજરાતને ઇતિહાસ મહાત્મા કબીરે દાતણ કરી રોપી દીધું હતું. તેનાં ત્રણ હજાર નાનાં અને ૩૫૦ મોટાં થડ છે. તેની જડે ૨૦૦૦ ચો. મા. જમીન ઘેરી લીધી છે. આ ઝાડ નીચે સાત હજાર આદમી આરામ લઈ શકે છે. નર્મદામાં પાણીના તોફાનથી કેટલાંક થડ પડી ગયાં છે (જો કે આ વાત સત્ય લાગતી નથી).
જાનવર –હરણ, વરુ, ડુક્કર, બતક, અને માછલીનું પ્રમાણ ત્યાં વધારે છે. ગરમી ૪૬° થી ૧૧૨° સુધી જાય છે.
સાધારણ રીતે ૩૫ ઈંચ જેટલે વરસાદ પડે છે. ગુપ્ત, ગુજર, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, અને પાટણના રાજાઓની પોતપોતાના સમયમાં તેના ઉપર હકૂમત રહી હતી. ઇ. સ. ૧૨૯૨માં મુસલમાનો આવ્યા. ઈ. સ. ૧૩૯૧માં દિલ્હીના સૂબેદાર એના ઉપર સત્તાધારી રહ્યા. ફરીથી ઇ. સ. ૧૩૯૧ થી ૧૫૭૨ સુધી એ ગુજરાતના સુલતાનના હાથ નીચે રહ્યું. એ બાદ ઈ. સ. ૧૭૩૬ સુધી દિલ્હીના સૂબેદારની હકૂમત રહી. ઈ. સ. ૧૭૩૬ થી ૧૭૭૨ સુધી ભરૂચના નવાબોના - કબજામાં એ રહ્યું. એ જ સાલ અંગ્રેજોએ ૧૬ર ગામ સાથે એના ઉપર. કબજાની જમાવટ કરી. ઈ. સ. ૧૭૮૩માં એ મરાઠાઓને સોંપી દેવામાં આવ્યું. અને ૧૮૦૩માં એ ફરીથી અંગ્રેજોના કબજામાં આવ્યું. ઈ. સ. ૧૮૧૮માં મરાઠાઓએ એ કબજાની સંમતિ આપી. ઈ. સ. ૧૮૫૭માં મુસલમાનો અને પારસીઓ વચ્ચે મામૂલી ટટ થયો. ત્યાંની જેન કારીગરીથી બનાવેલી જામે મસ્જિદ જેવા જેવી છે. અગાઉ ત્યાં કેટ હતો, પરંતુ હવે નથી. ત્યાંની વસ્તી ૩ લાખ ૭ હજારની છે, પરંતુ હવે ઈ. સ. ૧૯૪૦માં ૩ લાખ ૩૪ હજાર એકસો સત્તર છે. ભરૂચનો કિલે પહેલવહેલાં સિદ્ધરાજે અને ત્યારપછી ઈ. સ. ૧૫૨૬માં અહમદશાહે બનાવ્યો હતો. એ નર્મદાના કિનારાને ભાગ છે. બાકીના તમામ તૂટી ગયો. ત્યાં આજકાલ (૧૯૪૦)માં ૭૫ હજાર મુસલમાન છે. ત્યાં ૨૨ ટકા મુસલમાન અને ૬૭ ટકા હિંદુ છે. વહોરાની વસ્તી ઘણી છે. થોડા