________________
૫૮]
ગુજરાતનો ઇતિહાસ ધંધો કરનારા કેળીઓની વસ્તી ૫૦૦૦૦ જેટલી છે. ચાંપાનેરના મુસલમાને જે વધુ પ્રમાણમાં ફેજી અને જમીનદાર હતા તે ખેતીનું અને કઠિયારાનું કામ કરે છે. ત્યાં થોડા મુસલમાન ઘાંચી વહોરા પણ છે. ખ્રિસ્તી લેકે એ દાહોદમાં પિતાનું કેન્દ્ર બનાવ્યું છે. ત્યાંની જમીન કાળી છે. અને કેઈક ઠેકાણે લાલ પણ છે. મકાઈ ૧૬૧ ચો. માઈલ, બાજરી ૧૮૧ ચો. મા, ડાંગર ૬૭ ચો. મા, ચણા ૬૫ ચો. મા. અને તેલ ૬૫ ચોરસ માઈલ જમીનમાં થાય છે. ત્યાંના બળદ સારા નથી. ઘડા પણ નીચા કદના છે. ત્યાં ત્રણેક હજાર કૂવા અને ત્રણ તળાવ છે. આ જિલ્લામાં ઘણું જંગલો છે, જ્યાં સાગની પેદાશ બહુ જ છે. અંગ્રેજોએ એનો કબજો લઈ ત્યને વેપાર પિતાને હાથ કર્યો હતો. ફક્ત ઈ. સ. ૧૯૦૩–૪માં જ દોઢ લાખ ન થયો હતો. આ જિલ્લામાં લોઢું, કાચ અને મેંગેનીઝ મોટા પ્રમાણમાં થાય છે. હાલ તાલુકામાં શિવરાજપુર અને જાંબુઘોડામાં લોઢાની ખાણો બહુ જ જોવામાં આવે છે. અફસોસની વાત છે કે એને કોઈ બહાર કાઢતું નથી. પરંતુ હાલમાંથી એક યુરોપિયન કંપની મેંગેનીઝ બહાર કાઢી બહુ જ નફો મેળવે છે. અસલ દિલ્હી સુધી જવાને રસ્તો પણ હતો, પરંતુ જમાનાને અનુસરીને એને ફેરફાર થયો છે. આ જિલ્લાની આયાત તંબાકુ, મીઠું, લોઢું, કપડાં, નાળિયેર છે અને એની નિકાસ અનાજ, સાગ અને તેલીબિયાં છે. ઈ. સ. ૧૮૪૫, ૧૮૫૩, ૧૮૫૭, ૧૮૬૧, ૧૮૬૪, ૧૮૭૭ ૧૮૯૯, ૧૯૦૩ અને ૧૯૦૪ની સાલમાં એ દુકાળપીડિત રહ્યો. ઈ. સ. ૧૮૯૯ના ગુજરાતના મશહૂર છપ્પનિયા દુકાળની રાહત માટે સરકારે ખેડા અને પંચમહાલમાં ૮૮ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો અને ૩૫ લાખ રૂપિયા માફ કર્યા હતા. - ચાંપાનેરની પાસે ચંપાનાં પુષ્કળ ઝાડે છે, તેથી તેનું નામ “ચાંપાનેર” (ચંપાનગર) પડયું હતું એમ માનવામાં આવે છે; અને રોમ પણ કહેવાય છે કે વનરાજના ચાંપા નામના પ્રધાનને લઈને ત્યાં