________________
[ ૩૭
ભાગ ૧ –ઉપોદ્દઘાત અને બાકીના લાંબ છે.
ગુજરાતી પદ્ય –ગુજરાતી ભાષામાં પદ્યવિભાગ પણ બહોળો છે. ઈસ્વી પંદરમી સદીથી માંડીને આજ પર્યતમાં ઘણુએ ગુજરાતી કવિ થઈ ગયા છે. નરસિંહ, મીરાં (સ્ત્રી) અને ભાલણ ગુજરાતીના પુરાણા કવિઓ હતા.
નરસિંહનો સમકાલીન કવિ ભાલણ નામનો હતો. જો કે નરસિંહ અને મીરાં જેટલું મશહૂર ન હતો તે છતાં એ વિદ્વાન હતો. જે જમાનામાં કોઈ પણ પ્રાંતિક ભાષા સંસ્કૃત ગ્રંશેના તરજૂમા માટે મગરૂર ન હતી તે સમયે ભાલણે સંસ્કૃતના મશહૂર બાણ ભટ્ટની કાદમ્બરીને સારાનુવાદ જૂની ગુજરાતી ભાષામાં પદ્યમાં કર્યો હતો. એ તો નિઃસંશય છે કે સંસ્કૃત પદ્યને તરજુમો ગુજરાતી પદ્યમાં કરે એ એક ઘણું મુશ્કેલ કામ છે. ભાલણે પુષ્કળ ગ્રંથ રચ્યા છે. એ જમાનામાં બીજા કેટલાક કવિઓ પણ હતા, જેમકે ભીમ (ઈ. સ. ૧૪૮૪) અને પનાભ વગેરે. પદ્મનાભે એક એતિહાસિક કાવ્ય લખ્યું હતું જેનું નામ “કાન્હડદે પ્રબંધ” છે. એ ગુજરાતી સાહિત્યમાં અદ્વિતીય ગણાય છે. એમાં અલ્લાઉદ્દીન ખલજીની ગુજરાત ઉપર ચડાઈ એને પિતાના મુલકમાંથી પસાર થવા દેવાની કાન્હડદેની મનાઈ અને ત્યાર પછી થયેલી લડાઈ કાન્હડદેના પુત્ર વીરમ અને શાહજાદી વચ્ચે પ્રેમની શરૂઆત અને જેની કુચનું વિગતવાર વર્ણન, શહેર ઉપર મેળવેલી ફતેહ, પિતાની હાર માટે મુસલમાન ઓરતોએ કરેલો કલ્પાંત, શાહજાદી ફીરોઝાની નિરાશા આ તમામ બનાવો તફસીલવાર અને જોરદાર રીતે ખ્યાન કરવામાં આવ્યા છે. એ જબાન વધારે પુરાણું માલુમ પડે છે. સબબ એ છે કે આ કાવ્ય વ્યાપક નહિ થવાથી તેના અસલ રૂપમાં ઝાઝો ફેરફાર થવા પામ્યો નથી.
સેળમી સદીને અને સત્તરમી સદીનો સમય ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉત્તમ ગણાય છે. ફિલસૂફ અખો, પ્રેમાનન્દ અને શિવદાસ (વાર્તાકવિ) જેવા મહાન શાએરોએ એ જ સદીમાં પ્રગતિ કરી છે.