________________
ભાગ ૧ લો-ઉપઘાત
[૪૫ એકબીજા સાથે જંગ ખેલતી હતી. આ શાએરેના સ્વભાવનું દર્શન એની રચનાના દર્પણમાં માલુમ પડે છે. દલપતરામ ઉન્નતિમાં માનતા હતા અને નર્મદાશંકર સમાજ સુધારણાના કામ માટે ઇન્કિલાબી ખયાલે ધરાવતા હતા. અને એ ન્યાતજાતની વ્યવસ્થાનું કામ એકદમ રદ કરવા માગતા હતા. દલપતરામ કહેતા હતા કે સમાજની ઉન્નતિનું કામ આસ્તે આસ્તે અને રફતે રફતે કરવું જોઈએ. આ ચાલુ જંગથી સાહિત્ય ઉપર કાયદાકારક અસર થઈ.
નર્મદાશંકર અને દલપતરામ ગુજરાતી સાહિત્યના સંમાન્ય કવિ ગણાવા લાગ્યા. દલપતરામે આપણું સાહિત્યમાં ઘણું વધારે કર્યો છે. એની ભાષા વિચારશીલ, માર્મિક, સાદી અને રસિક છે. એના દોહરા અને છેદે આ બાબતની સાબિતી આપે છે. એણે કેટલાક ગરબા પણ બનાવ્યા છે. કવિતા શીઘ્રતાથી બનાવવાની એનામાં કુદરતી બક્ષિશ હતી. તે સાદા સ્વભાવવાળા અને વિશ્વાસુ હતા. રાજ્યના તેમજ સામાન્ય વર્ગના માણસો એને ચાહતા હતા. નર્મદાશંકર દુરાગ્રહી, તરંગી અને સુધારક હતા. નવજુવાને એને કવિ તરીકે બહુ ચાહતા હતા. એનાં કાવ્યોમાં જુસ્સો છે અને એના વીરરસની કવિતા આપણને બહાદુરી શીખવે છે. કામ શરૂ કર્યા બાદ કોઈ પણ રીતે ખતમ કરવાની એને ધગશ હતી. નર્મદાશંકર ગુજરાતી સાહિત્યમાં ગદ્યની શરૂઆત કરનાર પ્રથમ હતા. એને માતૃભૂમિ માટે બહુ મોહબ્બત હતી. એની કવિતા “જય જય ગરવી ગુજરાત ” એવું એક સ્વદેશભાવનાથી ભરેલું ગીત છે. નર્મદાશંકર ગુજરાતી શબ્દકોશ તૈયાર કરનારે પહેલા જ હતા.
- ભોળાનાથ સારાભાઈએ ગુજરાતી સાહિત્યમાં “ઈશ્વરભક્તિના કાવ્યનો પાયો નાંખ્યો. કઈ એવો ગુજરાતી છે કે જેણે કાઠિયાવાડમાં આવેલા લાઠીના ઠાકોર સાહેબ સુરસિંહજી ગોહીલનું નામ નહિ સાંભળ્યું હોય ? તે એક જ દષ્ટાંત છે કે પોતે રાજા તેમજ કવિ પણ હતો. એનું તખલ્લુસ “કલાપી” હતું. એ કાવ્યનો સૂર