________________
ભાગ ૧ લા–ઉપાધ્ધાત
[ ૪૭
અસર થાય એવું ચાહતા હતા. ગેાવનરામ આ રસાકસીમાંથી કામિયામીથી પસાર થયા. એણે અંગ્રેજી સંસ્કૃત અને ગુજરાતીની ખાસિયતે। ખૂબીથી ઇખ્તિયાર કરીને એકબીજા સાથે મેળવી દીધી. તેની આખરી નવલકથા “સરસ્વતીચંદ્ર” ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉત્તમ ગ્રંથ છે. એને ચાર ભાગમાં છપાવવામાં આવ્યા છે. ગાવધનરામે એમની વિદ્વત્તાના ખજાના એ ગ્રંથમાં ખતમ કરી દીધા છે. એનાં પાત્રા ઘણી જ ઉચ્ચ કાટિનાં છે. એ એક મહાન મધ્યમ દરજ્જાના ભણેલા ખાનદાનની સામાજિક નવલકથા છે.
કુમુદ, કુસુમ (એની બહેન), સરસ્વતીચંદ્ર, વિદ્યાચતુર, બુદ્ધિધન વગેરેને આપણે આપણી આંતરિક નજર આગળ જોઇ શકીએ છીએ. ગુજરાતી સમાજ ઉપર આ નવલકથાની સુંદર છાપ પડી છે. ટૂંકમાં ગુજરાતી સમાજ સરસ્વતીચંદ્ર જેવા થઈ ગયા છે. એમણે મહાન ગુજરાતી કવિઓનાં જીવનવૃત્તાંતા અંગ્રેજીમાં લખ્યાં છે. એ ઉપરાંત એમણે પાતાનાં કાવ્યાને સંગ્રહ છપાવ્યા છે જેનું નામ ‘‘સ્નેહમુદ્રા” રાખ્યું છે. એમના ગદ્યની નકલ અતિ પ્રમાણમાં કરવામાં આવે છે. એમનું અવસાન ઈ. સ. ૧૯૦૭માં થયું હતું.
હવે આપણે આપણા જમાનામાં પ્રવેશ કરીએ છીએ. અર્વાચીન ગુજરાતી કવિ અને લેખા વિશે લખવામાં આવે તે કદાચ એ વિષય ટીકાપાત્ર થઈ જાય તેથી એ કામ ભવિષ્યના લેખકાને મેં હવાલે કર્યું છે. પરંતુ ખતમ કરતા પહેલાં ગુજરાતી સાહિત્યની ચાલુ હાલત વિશે ટૂ ંકમાં કઈ કહીશું. ગુજરાતી ભાષાની ઘણી ઉન્નતિ થઇ ગઈ છે. ધણાંએ માસિકા બહાર પાડવામાં આવે છે. કોલેજોમાં પણુ ગુજરાતી શીખવવામાં આવે છે. ગુજરાતી સાહિત્યની દરેક શાખા ઉપર ઘણાએ વિદ્વાને લખનારા છે. નવલકથાઓ પણ લખવામાં આવે છે. કનૈયાલાલ મુનશી અને નારાયણ ઠકકુરે સમાજસુધારક નવલકથાઓ લખી છે. ગદ્ય સાહિત્ય સાફ, સૂતરું અને સુંદર છે. આજકાલ ભાષાની સાદાઈએ સાહિત્યમાં એક સ્વત ંત્ર સ્થાન. હાસિલ