________________
ભાગ ૧ -ઉધરસ
[ પt રામાનંદી, જવામાં આવે છે. પરંતુ વધારે સંખ્યા શ્રી વૈષ્ણવ, અને સ્વામિનારાયણ, વલ્લભાચાર્ય, અને રામાનંદના અનુયાયીઓની છે. મારો વિચાર હરેક ધર્મ વિશે ટૂંકમાં કંઈક લખવાને હતો પરંતુ જાણી જોઈને મેં એ બાબત પડતી મૂકી છે, અને એ કાંટાળા સંજોગોમાંથી છટકવાની મેં કેમશિશ કરી છે. મારા ગ્રંથમાં અગર કઈ એવું વાક્ય કાઈપણ મઝહબની ખિલાફનું મળી આવે તો તે અજાણપણે અને શુભેચ્છાથી છે, કારણ કે મારી ઈચ્છા વિરોધમાં લખવાની કદી નથી.
ગુજરાતના રાજકીય વિભાગ–ઉપરની વાત ઉપરથી હવે માલૂમ પડે છે કે ગુજરાત અસલની પેઠે હાલમાં એક અલગ સૂબો નથી, પરંતુ મુંબઈ ઈલાકાને એક ભાગ છે. ગુજરાતના જુદા જુદા વિભાગો છે, જ્યાં જુદી જુદી પ્રકારના અમલદારે હકૂમત કરે છે. એક ભાગ ખાસ મુંબઈ સરકારના કબજામાં છે. બીજા ભાગમાં વડોદરા રિયાસત છે. ત્રીજે મુલ્ક એવો છે કે જેમાં નાનાં મોટાં સંસ્થાને છે અને ત્યાં નાના મોટા દેશી રાજાઓ અને નવાબોની હકૂમત છે. તેઓ અયોધ્યાના તાલુકદારે જેવા હોય છે. પરંતુ સરકારે તેમને રાજકર્તાઓની ફેહરિસ્તમાં દાખલ કરી તેમના હક્કો અને ઈખ્તિયારેને સ્વીકાર કર્યો હતો.
પ્રથમ મુંબઈ સરકારના કબજાના જિલ્લાઓનું ખ્યાન કરીશ. ત્યારપછી રિયાસતો અને વડોદરાના જિલ્લાઓ વિશે જણાવીશ.
ગુજરાતને મુંબઈ સરકારનો ભાગ છ જિલ્લામાં વહેંચાયેલો છેઃ
(૧) અમદાવાદ, (૨) ખેડા, (૩) પંચમહાલ, (૪) ભરૂચ.. (૫) સુરત, (૪) થાણુ.
એમાં થાણા જિલ્લો અડધે તે મહારાષ્ટ્રમાં છે. પરંતુ બ્રિટિશ ગવર્નમેન્ટે મુલ્કી સગવડ ખાતર એને ગુજરાતમાં સામેલ કર્યો હતો. આથી આ પ્રમાણે ગણતાં ગુજરાતના અસલ પાંચ જિલ્લા છે. ' ... અમદાવાદ— જિલ્લાના નવ તાલુકા (તહસીલ) છેઃ (૧)