________________
ભાગ ૧ –ઉપઘાત
[૫૩ ગેહિલવાડ (ક્ષેત્રફળ ૨૮૬૦ ચો. મા.), (૮) ઉડસરવૈયા (ક્ષેત્રફળ ૧૬૦ ચો મા.), (૯) કાઠિયાવાડ (ક્ષેત્ર ૪૦૦૦ ચો. મા.), (૧૦) ઓખામંડલ ( ક્ષેત્રફળ ૩૦૦ ચો. મા.).
તેમાં હિંદુ મુસલમાનની મોટી સંખ્યામાં નાની મોટી રિયાસતો હતી એ વિશે આગળ વિગતવાર લખવામાં આવશે. - વડેદરાઃ–એક મોટો પ્રાંત છે. રાજ્યના કુટુંબનું મરાઠી નામ ગાયકવાડ છે. રિયાસતની રાજ્યવ્યવસ્થા માટે પ્રાંતના ચાર વિભાગો કરવામાં આવ્યા છે, એટલે કે ચાર તહસીલ બનાવવામાં આવી છે, જ્યાં એક કમિશ્નર (સૂબો) રહે છે. આ મહાલે વડોદરા, કડી (હાલમાં એ મહેસાણું મહાલના નામથી ઓળખાય છે.), નવસારી, અને અમરેલી (આ અમરેલીની નજીક કેડીનાર છે).
કચ્છ-સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના વાયવ્ય ખૂણામાં કચ્છ આવેલું છે. આ બંને વચ્ચે કચ્છની ભૂશિર અને નાનું રણ આવેલાં છે. કચ્છની રાજધાની ભૂજ છે, એનું બંદર માંડવી એક મશહૂર જગ્યા છે.
કચ્છને અર્થ સમુદ્ર કિનારાની જમીન થાય છે. અહીંથી આરસપહાણને પથ્થર, ફટકડી અને ખાર નીકળે છે. અહીંનું ચાંદીનું નકશીકામ વખણાય છે; લેઢાનું કામ પણ સુંદર થાય છે. છરી મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. . (૧) અમદાવાદ જિલ્લામાં હિંદુઓની વસ્તી વધુ પ્રમાણમાં છે. એટલે કે ૮૪ ટકા હિંદુ અને ૧૧ ટકા મુસલમાન છે. ચારેક હજાર જેટલા ખ્રિસ્તી છે. આ જિલ્લાના લોકોમાં પાટીદાર કણબી ખેડૂતોનું પ્રમાણ વધારે છે, જેની સંખ્યા એક લાખથી વધુ છે.
આ જિલ્લાના કુદરતી ત્રણ હિસ્સા થાય છે: (૧) પ્રાંતીજ, (૨) વિરમગામ, સાણંદ, દસક્રોઈ, ધોળકા, ધંધુકા, (૩) ઘોઘા. આ જિલ્લાની જમીન કાળી અને ભૂરી એમ બે જાતની છે. કાળી જમીનમાં કપાસ વધુ પ્રમાણમાં પાકે છે અને બીજીમાં અનાજ થાય