________________
પ૪]
ગુજરાતનો ઈતિહાસ છે. ૨૨૮ . મા. માં ઘઉં, ૩૮૦ ચો. મા. માં જુવાર, ૨૨૮ એ. મા. માં બાજરી અને ૪૮૦ ચે. મા. કપાસ થાય છે. મેદના ચેખા દસક્રોઈ તાલુકામાં ઉમદા થાય છે. ધોળકામાં સુંદર દાડમ અને જામફળ થાય છે. ધંધુકાની ગાય ઘણું દૂધ આપે છે. ખુદ અમદાવાદમાં કાઠિયાવાડ, સિંધ, અને કચ્છના ઘડા બહુ વેચાય છે. અમદાવાદમાં ચૂને બહુ જ ઉમદા હોય છે. ઘોઘા તાલુકામાંથી લેઢાની ધાતુ નીકળે છે. રંગ, દીવાસળી, તેલ, સાબુ અને કપડનાં કારખાનાં પુષ્કળ છે. દેશી કાગળ પણ અહીં તૈયાર થાય છે. એલ્યુમિનિયમનું કારખાનું, પિત્તળનાં વાસણનું કારખાનું કાલુપુરમાં ચાલુ છે.
- ઈ. સ. ૧૭૧૭માં અમદાવાદમાં પ્લેગ આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં માણસ મરણ પામ્યાં હતાં.
અમદાવાદમાં જેનોનાં નાનાં મોટાં થઈ ૧૨૦ દેરાસર છે. અમદાવાદમાં અહમદશાહની મસ્જિદ, હેબતખાન, સૈયદ આલમ, મલેક આલમ સેરી, શીદી સૈયદ, કુબશાહ, સિયદ ઉસ્માન, મિયાંખાન હન્શી, શીદી બશીર, માહાફિઝખાન, અછૂતબોબી, દસ્તૂરખાન, અને મેહમમ્મદ ગોસ ખાનની, અને જુમા મસ્જિદ જેવા લાયક છે. અહમદશાહની કબર, રાણુને હજીરે, દરિયાખાનને ઘુમ્મટ, આઝમખાનની કબર, મીર અબુની કબર, શાહ વજીહુદીનની દરગાહ, સરખેજની દરગાહ, બટવા, શાહ આલમ, અને પીર મેહમદશાહની દરગાહ મુસલમાનોની મશહૂર પવિત્ર જગ્યાઓ છે. સ્વામિનારાયણનું મંદિર, હઠીસીંગનાં દહેરાં અને શાંતિનાથનું કહેવું હિંદુ અને જેનેની મશહૂર પવિત્ર જગ્યાઓ છે. હરીહર (દાદાહરી)ની વાવ, માતા ભવાનીની વાવ, કાંકરિયું તળાવ, ત્રણ દરવાજા, શાહીબાગ, આઝમખાનને મહેલ, મલેક શાબાનનું તળાવ, અને ચંડોળાનું તળાવ (જેને ઘેરાવો બાર માઈલ છે) મશહૂર જગ્યાએ છે. આ ઉપરાંત અમદાવાદથી ૩૭ માઇલ ઉપર નૈઋત્ય દિશામાં ૪૯ ચો. માઈલનું એક મોટું “નળ” નામનું તળાવ છે, પરંતુ