________________
ભાગ ૧ લે-ઉપદુધાત
[૫૫
તેનું પાણી ખારું છે. ધોળકામાં મલાવ અને વીરમગામમાં મુન્સર તળાવ છે.
(૨) ખેડા–એનું ક્ષેત્રફળ ૧૫૯૬ ચો. મા. છે, જેની ઉત્તરે સાબરકાંઠા એજન્સી, પશ્ચિમમાં અમદાવાદ અને પૂર્વે અને દક્ષિણે વડોદરાનું રાજ્ય છે, અને મહી નદી પણ છે. આ જિલ્લામાં મધ્ય ભાગ ચરોતર ઘણો જ ફળદ્રુપ છે. ત્યાં અસંખ્ય ફળાઉ ઝાડે છે. મહી, વાત્રક, સાબરમતી, શેઢી, ખારી, મેશ્વો અને મહોર નદીઓ છે, જે આ જિલ્લાને પાણી પૂરું પાડે છે.
મહુડાં, લીમડ, આંબો, સીતાફળ, રાયણુ અને અરડૂસો આ જિલ્લામાં થાય છે.
શિયાળ, ડુક્કર, હરણ, સસલાં, બતક, ઝેરી સાપ, અને માછલી આ જિલ્લામાં થાય છે.
ત્યાં ૩૪ ઈંચ જેટલો વરસાદ થાય છે. સામાન્ય રીતે ૧૧૬° ગરમી પડે છે અને વધુમાં વધુ ઠંડી ૪૩° જેટલી હોય છે. સજાનીમાં સયદ મુબારકને રેજે છે. ખુદ કપડવંજમાં એક ખૂબસૂરત મિહરાબ, એક કુંડ, એક મસ્જિદ, અને મહાદેવનું એક મંદિર છે. જેન લેકનું એક નવું મંદિર છે. આ જિલ્લામાં અગિયાર શહેર અને ૫૯૮ ગામ છે. ૮૫ ટકા હિંદુ, ૯ ટકા મુસલમાને અને ચારેક હજાર જેટલા ખ્રિસ્તી ત્યાં રહે છે. આ જિલ્લામાં ૬૭ ટકા ખેડૂત છે. અહીં પણ ભૂરી, કાળી અને તરેહ તરેહની જમીન છે, પરંતુ સૌથી ઉત્તમ કિનારાની જમીન છે. ૩૧૩ ચો. માઈલ જમીનમાં બાજરે, ૧૬૨ ચો. માઈલમાં કોદરા, ૧૧૫ ચો. માઈલમાં ડાંગર, ૯૧ . માઈલમાં જુવાર અને ૧૮ એ. માઈલમાં ઘઉંની ઊપજ છે, અને ૨૪ ચો. માઈલમાં તંબાકુ પેદા થાય છે. ઈ. સ. ૧૮૩૭ પહેલાં અહીં ગળીની પેદાશ વધારે થતી હતી. ત્રણ ટકા એટલે કે ૩૭૦૦૦ ચો. માઈલ જમીનમાં નહેરનો લાભ મળે છે. અગિયારેક હજાર જેટલા કૂવા અને ૧૩૯૧ તળાવ છે; પરંતુ ઉના