________________
૪૮]
ગુજરાતનો ઈતિહાસ કર્યું છે, કૃત્રિમ ડોળને બદલે સાદાઈ છે. અસહકારની ચળવળે ઘણું કાબેલ લેખકે પેદા કર્યા છે. બીજી રીતે કહીએ તો આ ચળવળ સાહિત્ય ઉપર નવી રોશની ફેકી છે. આ નવી તરહના ખાસ લેખક સ્વરાજ્યની ચળવળના આત્મા આપણા પૂજ્ય મહાત્મા ગાંધીજી હતા. આજકાલના ગદ્યલેખકેમાં એઓ પ્રથમ છે. જે પ્રમાણે તેમનું જીવન પવિત્ર, સાદું અને ભક્તિભાવવાળું હતું તે જ પ્રમાણે તેમની ભાષા પણ સાફ સાદી અને ઉચ્ચ કેટિની છે. એમણે ગુજરાતી ભાષામાં એક નવી જ શાખા ખોલી આપી છે.
શાએરી પણ ઉચ્ચ દરજજા પર પહોંચી ગઈ છે. દલપતરામ કવિના કાબેલ પુત્ર નાનાલાલ આજકાલના સાહિત્ય આસ્માનના ચાંદ હતા, જેને ફાયદો ઘણુએ શિખાઉ શારેએ ઉઠાવ્યો છે. ઉત્તમ શાએરેમાં એમની ગણત્રી થાય છે. એમની કવિતા ચાંદની રાત્રિની જેમ દિલચસ્પ અને દિલફરેબ છે. એમણે પણ શારીમાં નવી શાખા ઉદ્દભાવી છે. એમનાં કાવ્યોની ખાસિયત પ્રાસ રહિત કવિતા છે (જેને અંગ્રેજીમાં “ ન્ક વર્સ” કહેવામાં આવે છે.). એમનાં નાટકે પણ આ જ શૈલીમાં એમણે લખ્યાં છે. એમના રાસ ગુજરાતમાં બહુ મશહૂર છે.
અરદેશર ફરામજી ખબરદાર એક બીજા સાએર છે. જોકે પોતે પારસી છે છતાં એની કવિતા પાક અને સાક્ષરી છે. સ્વદેશાભિમાનનાં એમનાં કાવ્યાએ ગુજરાતીઓના દિલમાં હિંદમાં પિતાનું
સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રોફેસર બળવંતરાય કલ્યાણરય ઠાકારનાં વિદ્વત્તા અને ફિલસૂફી ભરેલાં કાવ્યો ઉચ્ચ કોટિના લેકે વાંચે છે. મસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ આધુનિક અંગ્રેજી ને ગુજરાતી પા સાથે એકત્ર કરવામાં કામિયાબી હાસિલ કરી હતી. કુદરતની ખૂબીની તારીફમાં લખવામાં આવેલાં એમનાં કાવ્ય આનંદથી વંચાતાં હતાં. આ ઉપરાંત નાના નાના કવિઓની એક મોટી સંખ્યા ગુજરાતના ગુલિસ્તાનમાં વિહાર કરે છે.