________________
ભાગ ૧ –ઉપોદઘાત
[ ૪૩ . જે કવિ આ જમાનામા થયો તે એક ખાસ ધાર્મિક જમાત સાથે નિસ્બત ધરાવતો હતો. જે વિદ્યાથીઓ તેમના ગ્રંથોને અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમણે સૌથી પ્રથમ આ જુદી જુદી જમાતોને અભ્યાસ કરવો જોઈએ અને એમની જુદી જુદી માન્ય તાઓ સમજવી જોઈએ. આ પ્રમાણે જ આપણે આ સંબંધ ધરાવતી વિવિધ જમાતથી વાકેફ થઈએ ત્યારે જ આ કવિઓનો સંપૂર્ણ રીતે અભ્યાસ કરી શકીએ. જે તે બાબતનું આપણને પૂરેપૂરું જ્ઞાન ન હોય તો આપણે આ કવિઓમાંથી એકેને ઈન્સાફ આપી શકીએ નહિ. આપણે યોગ્ય રીતે સમજ્યા સિવાય આપણું પુરાણ શાએરેને અભ્યાસ કરી શકતા નથી. વળી એ માટે માનભરી રીતે તેની જમાતની માન્યતા ઉપર વિચાર કરવો ઘટે છે. જે આપણે ધર્મચુસ્ત રહીને આવું કામ કરીએ તે જરૂર એમની તરફ ગેરઇન્સાફી કરીશું. નરસિંહને અને દયારામને સમજવા માટે વેષ્ણવવૃત્તિ વિશે વાકેફ થવું જરૂરી છે. મીરાંના અનુયાયી થવા માટે મીરાં જેવા થવું જોઈએ.
પુરાણા જમાનાના સૌથી આખરી અને ગુજરાતના ઉત્તમ કવિ આપણુ રંગીલા “દયારામ” હતા. - કવિતા દયારામને કુદરતી બક્ષિશ હતી. બચપણથી જ તે નાની નાની કવિતા લખતે હતો. એમ કહેવાય છે કે તેણે તેની જવાનીમાં કેટલાંક “પદ” બનાવ્યાં હતાં જેમાં મુખ્યત્વે કૃષ્ણની લીલા ગાઈ છે. તેણે લગ્ન કર્યું ન હતું અને આખી જિંદગી કુંવારી અવસ્થા પસાર કરી વૃદ્ધાવસ્થામાં તે અવસાન પામ્યો હતો. હિંદુસ્તાનની પવિત્ર સ્થળની એણે પગપાળા જાત્રા કરી હતી, જેમાંથી એણે વિવિધ જાતના અનુભવો હાસિલ કર્યા હતા. તે હિંદુસ્તાનના તમામ પ્રાંતની જનતાથી વાકેફ હતો. એ ખૂબસૂરત અને દિલફરેબ હતો. એની બોલીમાં મધુરતા હતી. એ વૈષ્ણવ ધર્મ માનતો હતો. એની ઉત્તમ અને સુંદર ગરબીઓને વિષય શ્રીકૃષ્ણની ભક્તિ છે. દયારામની ગરબીમાં પ્રેમની વાતનું પ્રમાણ અધિક છે, પરંતુ એને વિષય