________________
ભાગ ૧ –ઉપોદઘાત
[૪૧ કમળ, ભણેલાં અને રમૂજી છે. શામળના કિસ્સાઓમાં નાચનારીએનું પ્રમાણ વધારે છે, ને ધાર્મિક જમાત વિશે એને કંઈ ભેદભાવ નથી. એ સમાજના આપ આપના સંબંધની પરવા કરતો નથી પણું નીતિશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર ચાલે છે. એક વાણિયો કંઈ પણ વાંધા સિવાય કઈ પણ નાચનારી સાથે લગ્નસંબંધ બાંધે છે અને એને ચારિત્ર્યને કંઈ પણ ડાઘ લાગતું નથી; એઓ પણ એની ખિદમતમાં કોઈપણ જાતની કમી રાખતી નથી. ત્યારે સ્ત્રીઓ આપસમાં એક બીજીને બહેન તરીકે ગણે છે. એઓ મર્દોની માફક બહાદુર અને નીડર હોય છે. મરદને અસલ સ્વભાવ ઓરતમાં બતાવવામાં આવ્યા છે. શામળનાં સ્ત્રી પાત્રો જુવાન છે, પણ બુદ્દાઓના જેવાં અક્કલવાળાં છે. જ્યારે એઓ એક બીજાનાં આશક થાય છે ત્યારે એમાં મરદ અને સ્ત્રી પાત્રોના મનોવિકાર પણ એવા જ હોય છે. અને એમના ઈશ્કને અંજામ હંમેશાં લગ્ન હોય છે. ફક્ત ખૂબસૂરતી, સાચે પ્રેમ કે જુસ્સાને લઈને એઓ લગ્ન કરે છે, પરંતુ ઘણી વખત માબાપની મરજી વિરુદ્ધ હોય છે. “અંગદવિષ્ટિ” “પદ્માવતી”, “નંદબત્રીસી” અને “સિંહાસન બત્રીસી” “સૂડાબહેત્તરી”, એનાં બહુ જ સુંદર કાવ્ય છે. એની જબાન સાદી છે, પરંતુ બહુ જ લાગણી ઉત્પાદક છે. એણે ગુજરાતી ભાષા ઉપર ઊંડી છાપ પાડી છે. એના છપ્પાએ એને અમર બનાવ્યો છે. એની લખાણની શૈલી અદ્વિતીય છે, અર્થાત “સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક,” એવાં માલૂમ પડે છે. જે સાદી ભાષામાં શિખામણ આપી શકે છે તે જ સાચો કવિ છે. રખીદાસ એક માલદાર, કણબી પટેલ શામળને આશ્રયદાતા હતા. તે સદીના નાના નાના કવિઓની સંખ્યા અતિ નાની હતી.
અમદાવાદમાં આ સમય દરમ્યાન એક વલ્લભભટ્ટ ધેળા નામનો કવિ થઈ ગયો છે, જે મહાદેવને મહાન ભક્ત હતો. એણે બહુચરા માતાના ઘણુ ગરબા લખ્યા છે. એ ભણેલ ગણેલ ન હતો.