________________
૪૦ ].
ગુજરાતનો ઈતિહાસ પંડે માણભટ્ટ હતો. એ કથાને માટે કાવ્ય લખતો અને મોટી મંડળી આગળ ગાતો હતો. મહાભારત અને ભાગવતમાંથી વિષયો લઈને ખુદ આખ્યાન અને કથા પદ્યમાં લખતો હતે. રણયજ્ઞ, ઓખાહરણ, નળાખ્યાન વગેરે આ જાતના એના ગ્રંથ છે. એમાંના વિષયો પુરાણની કથામાંથી લેવામાં આવ્યા છે. એના તમામ ગ્રંથમાં નળાખ્યાન લેકેને બહુ જ પસંદ છે. એ સર્વનો માનીતો ગ્રંથ છે એટલું જ નહિ પરંતુ ગુજરાતી પદ્યગ્રંથોમાં એ સર્વથી ઉત્તમ ગણાય છે. ચિત્ર મહિનામાં “ઓખાહરણ” વાંચવાનો રિવાજ હરેક ઘરમાં નહિ તો કરીબ કરીબ હરેક ગામ અને કસબામાં તે જરૂર જ જોવામાં આવે છે. સમાજનાં રસમો અને રિવાજો, ચળ અને અચળ ચીજોની શબ્દમાં તસ્વીર અને પુરુષ અને સ્ત્રીઓનાં લક્ષણે વગેરેથી પૂર્ણ પ્રેમાનંદનાં આખ્યાને ઉપમા અને અલંકારથી ભરપૂર છે. એમાં એનો કોઈ પણ કવિ હરીફ થઈ શકતો નથી. એ સ્વતંત્ર રીતે ગુજરાતી જબાન ઉપર હકૂમત કરે છે. પ્રેમાનન્દની ભાષા અતિ મધુર અને નાજુક છે. આજ પર્યત કેઈ શમ્સ એની શિલીની સાચી નકલ કરવામાં કામિયાબ થયો નથી. તેણે કાવ્યમાં ઈશ્વરસ્તુતિ તેમજ ઘણું મહાન પુરુષોની તારીફ કરી છે. નરસિંહના જીવનચરિત્ર વિશે તેણે ઘણું લખ્યું છે. ઉત્તમ કોટિની શારીમાં પ્રેમાનન્દ શ્રેષ્ઠ છે.
- શામળભટ પ્રેમાનન્દની પછી થયા. અમદાવાદની નજીકમાં આવેલા (જે હાલમાં ગોમતીપુર કહેવાય છે.) વેજલપુર વતની હતા. કવિ તરીકે પ્રેમાનન્દના મુકાબલામાં બીજા નંબરને ગણાય છે. પ્રેમાનન્દને પુરાણુ પુરાણમાંથી વિષય પસંદ કરવાની આદત હતી, જ્યારે શામળ જૂની લેકકથાઓ પદ્યમાં બનાવતો હતે. શામળ ગુજરાતી સાહિત્યમાં વાર્તાલેખનનો રિવાજ જારી કર્યો હતું. જે એને ગુજરાતને સૂફી કહીએ તો કંઈ ખોટું નથી. વાર્તા એ નવલકથાઓનો ડેરે છે. શામળના વિષયમાં સ્ત્રી પાત્રો