________________
૩૮ ]
ગુજરાતના ઇતિહાસ
અખા:–અમદાવાદના એક માલદાર સેસનીએ સમાજથી કંટાળી જઈ પેાતાની તમામ જિંદગી “સદ્ગુરુ”ની શોધમાં ખપાવી દેવાના દૃઢ નિશ્ચય કર્યાં. જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં તે સાધુઓની જમાતમાં ગયા ત્યાં ગુરુ સારી હાલતમાં જણાયા નહિ. એને કાઈ સદ્ગુરુ મળી શકયો નહિ. એની ખાહિશ એક એવા સદ્ગુણી ગુરુને હાસિલ કરવાની હતી કે જે તેને સાચેા રસ્તા બતાવે. એ એ જ શેાધમાં બહાર નીકળી પડયો. કાશી અને પ્રયાગની જાત્રાએ જતી વખતે રસ્તામાં એણે ગાકુળમાં ગાસ્વામી ગાકળનાથજીને ત્યાં મુકામ કર્યાં જે વૈષ્ણવના વલ્લભાચા'ના સંપ્રદાયના વડા હતા. એ તવંગર હતા તેથી એનું પુષ્કળ માનપાન કરવામાં આવ્યું. પરંતુ આ જ્ઞાનપિપાસુને જ્ઞાનનો તૃપ્તિ એમની પાસેથી થઈ નહિ. એની અંતરની અભિલાષા અતૃપ્ત હતી. એક કાબેલ ગુરુને મેળવવામાં એ કામિયાબ ન થયા. એક વખત કાશી નજીક એક ઝૂ’પડીમાં એણે એક સ’ન્યાસીને એક જ ચેલા આગળ વેદાંતના સિદ્ધાંતા બ્યાન કરતા જોયા. એક આવા પવિત્ર શહેરમાં જ્યાં એક સાધારણ ગુરુ પણ એક સેા ચેલા જમા કરી શકતા હૈાય ત્યાં આ એક અસાધારણ બનાવ હતા. ખેાધ અપાતી વખતે અખા ઝૂ‘પડીની પાતળી દીવાલેાની પાછળ છુપાઈ રહીને એને ખેાધ બહુ જ ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા. આવી રીતે કેટલાક દિન પસાર થયા. ચેલાને! એ શિરસ્તા હતા કે શબ્દોના જવાબ ધીમેથી કે શિર હલાવી આપવા. પરિણામે તેની હિંમતમાં વૃદ્ધિ થતી રહે. વળી આથી ચેલાનું ચિત્ત અને ગ્રહણશક્તિનું માપ રહે. આ તમામ કેાશિશે હેાવા છતાં આ ખાસ Àાતા રાજ નિદ્રાને વશ થઈ જતેા હતેા અને ગુરુની દિલચસ્પી કાયમ રાખવાનું જરૂરી હાવાથી દીવાલ પાછળથી અખા જવાબ આપ્યા કરતાં હતા. આથી ગુરુજી સાવધાન થયા અને તપાસ કરતાં માલૂમ પડયું કે એ અખા છે. તેમણે આવા વમાનના વિચિત્ર તરીકાનું કારણ પૂછ્યું. અખાએ જે કંઈ બન્યું હતું એનું મ્યાન કર્યું અને પેાતાને શિષ્ય તરીકે સ્વીકારવાની