________________
૪૪]
ગુજરાતનો ઇતિહાસ ભક્તિ હોવાથી છોકરીઓ કોઈ પણ જાતના વાંધા સિવાય પોતાની માતાની આગળ ગાઈ શકે છે. દયારામની ગરબી મશહૂર છે. ઈશ્વર ઉપર પિતાને અનંત શ્રદ્ધા હતી. એના ગુરુ ઈચ્છારામ ભટ્ટને એ નરસિંહને બીજો અવતાર માનતો હતો. એણે ઘણું ગ્રંથ રચ્યા છે. એની જબાન મીઠી અને દિલચસ્પ છે. એની લેખનશૈલી બહુ જ સાફ છે. એ સ્વતંત્ર મીજાજને અને સત્યને ચાહનારે હતો. એના સ્વભાવની ઝલક એની નઝમોમાં દીપી નીકળે છે. તે ગુજરાતને “બાઈરન” કહેવાય છે. પુરાણું જમાનાને તે ઉત્તમ શાએર હતો. આધુનિક જમાનાની શરૂઆત દયારામ પછી થાય છે.
એ સમય પછી બ્રિટિશ હકૂમત મજબૂત થઈ ગઈ. મરાઠાઓ ગુજરાતમાંથી ચાલ્યા ગયા હતા. પશ્ચિમની તાલીમની શરૂઆત થઈ ચૂકી હતી. મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ ગઈ હતી. ગુજરાતના પાયતન્ત અમદાવાદમાં પણ કેળવણીનો પ્રસાર થઈ ગયું હતું. કેટલુંક સાહિત્ય ધન પણ થયું હતું. અંગ્રેજ મિશનરીની મદદથી ગુજરાતી ભાષાનું વ્યાકરણ લખવામાં આવ્યું હતું. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. કવિ દલપતરામ ડાહ્યાભાઈ આ સોસાયટીના ખાસ વ્યવસ્થાપક હતા. તે આધુનિક જમાનાના પ્રથમ અને મુખ્ય કવિ છે. કાવ્યનું કેન્દ્ર, ધર્મ હતું તે બદલવામાં આવ્યું. હવે કવિતાના વિષય તરીકે જિંદગીની તમામ પ્રકારની બાજૂ પસંદ કરવામાં આવતી હતી. દલપતરામના સમકાલીન નર્મદાશંકર સુરત શહેરમાં ઈ. સ. ૧૮૩૩ થી ૧૮૮૬ માં થઈ ગયા હતા. સાહિત્યના મેદાનમાં આ બંને શાએરે એકબીજાના હરીક હતા. અને પરિણામે સાહિત્યને વિવાદ થતો હતો. હોંશાશથી સમાજને બહુ જ ફાયદો થયો. દલપતરામ પુરાણુ ધર્મમર્યાદામાં માનતા હતા અને નર્મદાશંકર સમાજ-સુધારક હતા. એ કંઈક અંગ્રેજી ભણ્યા હતા. હરેક પુરાણી ચીજ તરફ નર્મદાશંકરને નફરત હતી. એ બંને સમાન હતા, પરંતુ એમ્બીજાની હરીફ શક્તિઓ