________________
ભાગ ૧ –ઉપોદઘાત
[ ૩૫ આદમી તે સ્ત્રીઓને પડદા વગર પૂરાં આભૂષણ અને સંપૂર્ણ આઝાદી સહ ગુજરાતનાં શહેરો અને કસબાની ગલીકૂચીમાં ગરબા ગાતાં જુએ છે ત્યારે તે સુંદર દેખાવ નિહાળી હેરત થઈ જાય છે. ગુજરાતના ગરબાનું ખાસ સાહિત્ય રહેલું છે. ગરબાનો ઉદ્દેશ દેવીની તારીફમાં રાગ અને આલાપથી ગાવાનો હોય છે. વલ્લભ ધોળાએ બહુચરાજી માતાની તારીફમાં ગરબા લખ્યા છે. એના પછી તે વિષયના ઉત્તમ કવિ દયારામ હતા. એમણે એમના ગરબામાં રાધા અને કૃષ્ણની લીલા અને પ્રેમના કિસ્સા બતાવ્યા છે. જોકે એ વધારે પસંદ છે અને ઘણી ખરી સ્ત્રીઓ એ ગરબા દિલથી ચાહે છે. નવાયુગમાં કવિ નાનાલાલ રાસ અને ગરબાના ઉત્તમ કવિ થઈ ગયા છે. અત્યાર સુધી ગરબાને વિષય આધ્યાત્મિક પ્રેમ હતું તેમાં એમણે ઐહિક પ્રેમને ઉમેરો કર્યો છે. ગરબા ગુજરાતની એક ખાસિયત છે. ગુજરાતી ભાષાના પ્રકારે
તમામ ગુજરાતમાં ગુજરાતી ભાષા એક જ રીતે બોલાતી નથી, પરંતુ જુદી જુદી જગ્યા માટે વિવિધ ઉચ્ચાર છે. ગુજરાતી ભાષાના ત્રણ મુખ્ય પ્રકાર ગણી શકાય – - (૧) અમદાવાદી–એ ગુજરાતી બોલી છે જે ખાસ કરીને અમદાવાદ અને એની આસપાસ બોલાય છે.
(૨) કાઠિયાવાડી –જે કે ગુજરાતી બોલી છે, પરંતુ એના ઉચ્ચારણમાં ફેર છે. સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના લોકોના ઉચ્ચાર સાંકડા હોય છે. તેઓ “સ” ને બદલે “હ” જેવું બેલે છે.
(૩) કચ્છી –જે કે કચ્છ ગુજરાતમાં છે પરંતુ ત્યાંની બોલી બિલકુલ જુદી જ છે. તેના ઉપર સિધી જબાનની વધુ પ્રમાણમાં અસર છે. અમદાવાદી કે બ્રાઠિયાવાડી લેક કચ્છી ભાષા સમજી શકતા નથી. આ ફરક હોવા છતાં તમામ લેકેની વેપારવાણિજ્યની ભાષા સામાન્ય ગુજરાતી બોલાય છે તે જ છે. સાહિત્ય પણ મળતું આવે છે. કચ્છી ગુજરાતી ભાષા કરતાં સિંધીની એક શાખા છે. અને તે એવી