________________
૩૨]
ગુજરાતને ઇતિહાસ કલકત્તાની વેપાર કરનારી કામોમાં ઘણે મોટે ભાગ ગુજરાતીઓને છે. ગુજરાતમાં આપણે ઘણા લોકોને બંગાળી ભાષાને અભ્યાસ કરતા જોઈએ છીએ. ગુજરાતી શબ્દ “મહાશય” જે અંગ્રેજી શબ્દ “ સર (sir)"ની બરાબર છે તે સંસ્કૃત શબ્દ બંગાળીમાં ખાસ વપરાય છે, જેને આપણે ત્યાં વપરાશ શરૂ થયો છે.
હવે આપણે જોઈશું કે હાલની કોર્ટ (અદાલતી) ભાષા એટલે કે અંગ્રેજી ભાષાની ગુજરાતી ભાષા ઉપર કેટલે અંશે અસર થઈ છે. અંગ્રેજ લેકે હિંદુસ્તાન ઉપર દોઢ સદીથી હકૂમત કરી રહ્યા છે. અંગ્રેજી શિક્ષણના સંબંધમાં કેટલાક કાયદા ૧૮૩૩માં હિંદુસ્તાનમાં કરવામાં આવ્યા હતા. હિંદુસ્તાનના વતનીઓને અંગ્રેજી શિક્ષણ આપવાની યોજના કરવામાં આવી અને તેમને કારકુન અને ગુલામ બનાવવા માટે માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અંગ્રેજી ભાષા મારત આપવાની તજવીજ કરવામાં આવી હતી. અને એ પ્રમાણે આજ પર્યત તમામ વિદ્યાઅભ્યાસની સંસ્થાઓમાં ચાલુ છે. લોર્ડ મેકૅલેએ અંગ્રેજી ભાષા મારફત શિક્ષણ આપવા બાબત પોતાના વિચારે વ્યક્ત કર્યા હતા. એમણે શરૂઆતમાં જ જાહેર કર્યું હતું કે આ યોજનાથી હિંદુસ્તાનમાં ખ્રિસ્તી વિચારેનો રસ્તો મોકળો થશે. અને ખરેખર એમ જ બન્યું. શિક્ષણ માટે માતૃભાષાને બદલે રાજ્યક્તની જબાનને પસંદ કરવામાં આવી. અને આવી રીતે દેશની ભાષા બળજબરીથી દબાઈ ગઈ આ પ્રમાણે ઘણાએ અંગ્રેજી શબ્દો વાતચીતમાં અને વ્યાખ્યાનમાં, વિજ્ઞાન, ઈતિહાસ અને ભૂગોળને લગતા ગુજરાતી શબ્દકોશમાં દાખલ થયા. વિજ્ઞાન (સાયન્સ)ના વિષયના લગભગ તમામ શબ્દો અંગ્રેજી ભાષાના છે. એ જ પ્રમાણે એજીનિયરિંગને લગતા શબ્દોનું પણ છે. આનું કારણ એ છે કે તમામ વિજ્ઞાન પશ્ચિમ સાથે જ સંબંધ ધરાવે છે. આ અર્વાચીન શોધો માટે ગુજરાતી ભાષામાં પોતાના શબ્દો નથી. આનાથી એક ફાયદો એ થયો કે શબ્દકોશની વૃદ્ધિ થ દ. જે શબ્દ દરરોજના વપરાશમાં આવ્યા