________________
૩૦ ]
ગુજરાતનો ઈતિહાસ અટકયા વગરે વાપરે છે. આ ફારસી અને અરબી શબ્દ બેલચાલમાં તે લખાણમાં એટલા સાધારણ થઈ ગયા છે કે તેમને ત્યાગ કરો બિલકુલ નિરર્થક છે અને વ્યાવહારિક રીતે સંભવિત નથી. આવી રીતે ખરાબ કરવાની તજવીજનો ખ્યાલ કરવો એ પણ મજાક કરવા જેવી વાત છે. ઉપરાંત ખુદ ગુજરાતના મુસલમાન પણ પિતાના ઘરમાં ગુજરાતી બોલે છે. એમની ઉર્દૂ જબાન પણ અતિ
ખરાબ છે અને તે એક ગુજરાતી ઉર્દૂ જબાન બની ગઈ છે. આવી રીતે ગુજરાતની હિંદુ અને મુસલમાન બંને કોમોએ એક સામાન્ય જબાન બોલવાનું શરૂ કર્યું અને તેઓએ સુધારાનાં અતિ મળતાવડાં રહસ્યો અને રિવાજે અખત્યાર કર્યા છે. આ બંનેના મેળાપથી એમના કોમી ઈબ્લાસને પોષણ મળ્યું છે. ઇરાની ખાસિયતો ગુજરાતના લોકોમાં અને જબાનમાં જોવામાં આવે છે. સંબંધી સર્વનામ “કે” ફારસી જબાનમાંથી આવ્યું છે. ગુજરાતની અદાલતો અને કચેરીઓમાં વપરાતા તમામ શબ્દ ફારસી અથવા અરબી જબાનમાંથી આવ્યા છે. નિયમ છે કે કેઈ વિદેશી પ્રેમ બીજી કોમ ઉપર હુમલો કરે છે ત્યારે હુમલો કરનારી કામ ઈન્સાફની વ્યવસ્થામાં ઘણુંખરા શબ્દ પિતાની જબાનના દાખલ કરે છે. શરૂઆતમાં નવી હકૂમતની સંભાળને આધાર ફક્ત તેની ફેજ અને અદાલત ઉપર હોય છે. જે શબ્દો તેમાં વપરાય છે તે કારસી કે અરબી જબાનમાંથી લેવામાં આવ્યા છે. તે જમાનાને અદાલત ખાતાને શુદ્ધ મુસલમાની પોશાક હતો, તેનું એક કારણ ઉપર જણાવવામાં આવ્યું છે અને બીજું કારણ એ છે કે જે પેશાક કમર સુધી પહેરવામાં આવે છે તે મુસલમાનના વખતની બક્ષિસ છે. મસ્લિમ હકુમતના સમયમાં જે હિંદુઓ વજીર અને પ્રધાનના ઊંચા
ધ્ધા ઉપર હતા તેઓ નાગર કે કાયસ્થ જાતના હતા. હિંદુઓ હિસાબ-ખાતામાં ચાલાક હતા. નાગર અને કાયસ્થનું વલણ રાજકીય બાબતે તરફ વધારે હતું તેથી તેને સંબંધ અદાલતે અને દરબારો