________________
૨૮]
ગુજરાતનો ઈતિહાસ જ્યારે રોષ આવે છે ત્યારે જાણી જોઈને કે અસ્થાને હિંદીમાં પિતાને ગુસ્સો જાહેર કરે છે.
ગુજરાત વેપારનું મશહૂર ક્ષેત્ર છે. હિંદુસ્તાન તમામ આલમના વેપારનું કેન્દ્ર ગણાતું હતું અને સારી દુનિયા માટે એ માલ અને અસબાબ તૈયાર કરતું હતું. હિંદુસ્તાનનો બીજા દેશે સાથે સંબંધ સાધારણ રીતે જળમાર્ગો હતો અને ગુજરાત એ માર્ગોની ચાવી હતું. અસલના જમાનામાં સુરત ભરૂચ ખંભાત ગુજરાતનાં મુખ્ય બંદરે હતાં. ગુજરાતનું એટલું જ નહિ પણ હિંદુસ્તાનનું વેપારનું કામકાજ આ જ બંદરોથી ચાલતું હતું. સૌથી પ્રથમ પુરાણા જમાનામાં પરદેશી સોદાગરમાં અરબ લેકાએ હિંદુસ્તાન સાથે વેપાર-સંબંધ બાંધ્યો હતો.
હિંદુસ્તાન અને અરબ વેપારીઓ વચ્ચે વેપારને સંબંધ ઈસુ ખ્રિસ્તની પહેલાં હતો. આથી કેટલાક અરબ સોદાગરોએ ખંભાત અને ગુજરાતનાં બંદરો ઉપર પોતાનું રહેઠાણુ પસંદ કર્યું. ખંભાત અરબનું ખાસ કેન્દ્ર હતું, અને તેથી ગુજરાતી ભાષા ઉપર અરબી જબાનની અસર થાય એ સ્વાભાવિક છે. આ સંબંધ મુસલમાનોની હકૂમત આદ તેથી પણ વધારે ગાઢ થયો. ઈસ્વી સાતમી સદી પછી મુસલમાને હિંદુસ્તાનના ઘણાં જુદા જુદા ભાગોમાં વધારે ને વધારે પ્રમાણમાં વસતા ગયા. પઠાણ, તુર્ક, મેગલ, અરબ અને ઘણું બીજી મુસલમાન કેમેએ હિંદુસ્તાન ઉપર હુમલા કર્યા તેની અસર ગુજરાત ઉપર થઈ. આ અસરથી એ બચી શકે એમ નહતું. મહમૂદ ગિઝનીએ હિંદુ રાજા ભીમદેવના જમાનામાં ગુજરાત ઉપર સવારી કરી; પરંતુ ત્યાં વસવાટ કરવાને બદલે તે સોમનાથ મહાદેવનું મેટું મંદિર લૂંટી ત્યાંથી ચાલી ગયો. તેના પછી શિહાબુદ્દીન ગારીએ “ભોળા ભીમદેવ ”ના વખતમાં ગુજરાત લૂંટવાની બનતી કોશિશ કરી, પછી પરંતુ અંગત ટંટાને લઈને અલાઉદ્દીન ખિલજીએ આખરી હિંદુ રાજા કરણદેવ પાસેથી તે જીતી લીધું. એ વખતે ગુજરાતની