________________
ભાગ ૧ –ઉપઘાત
[ ૨૪ ભાષા હોવી જોઈએ. આ દેશની તેમજ પરદેશની ઘણી ભાષાઓ તે સમયની સંસ્કૃત ભાષા સાથે મળી ગઈ અને આ તમામ ભાષાઓની આપસમાં એક બીજા ઉપર અસર થઈ આવી રીતે આ ભાષાઓમાંની હરેકને પરભાષામાંથી કંઈક અંશે ફાયદો કે ગેરફાયદો થયે; અને જે કંઈ ગ્રહણ ન કરી શકાયું તે છોડી દીધું. બ્રાહ્મણ તેમજ ઉચ્ચ કેટીના લેકેને સામાન્ય રીતે સંસ્કૃતનો અભ્યાસ કરવાનો હક મળ્યો હતો. અન્ય જાતિના લોકોથી બુદ્ધિમાં વિકાસ કરનારી આ ભાષાનો સામને કરી શકાય નહિ. કેળવણી અને ખિલવણીને અભાવ, ઉચ્ચારની મુશ્કેલી અને ઊતરતી કેમોની અજ્ઞાનતાને લઈને સંસ્કૃત ભાષા સામાન્ય વર્ગના લોકોમાં પ્રવેશ કરી શકી નહિ, અને સ્વતંત્ર કે સામાન્ય રીતે તેને સ્વીકાર થયે નહિ. જ્ઞાનવિકાસના ઉપાસકે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરતા હતા. તે વખતના સુધરેલા સમાજની ભાષા સંસ્કૃત હતી. સમાજના કેટલાક લેકે તૂટી ફૂટી પ્રાકૃત–સંસ્કૃત બોલતા હતા. હવે સંસ્કૃત પિતાનું નામચીન સ્થાન ગુમાવવાની શરૂઆત કરી. આ વખતે આર્યોનું રહેઠાણ હિંદુસ્તાનના ઉત્તર ભાગમાં જ માત્ર ન હતું, પરંતુ તેઓ ગુજરાત અને બીજા દક્ષિણના પ્રાંત તરફ પણ વધ્યા હતા. આર્યોની ગુજરાત અને બંગાળા જેવા દૂરદૂરના ભાગો તરફ રવાનગી, મુસાફરીની મુશ્કેલીઓ, જુદી જુદી આબેહવા, અને દેશી અને પરદેશીઓની આપસમાં મુલાકાત થવાથી નતી એ આવ્યો કે સંસ્કૃતની ભિન્ન ભિન્ન શાખાઓ નીકળી : પ્રાકૃત, પાલિ, માગધી, અર્ધમાગધી વગેરે સંસ્કૃતની જુદી જુદી શાખાઓ છે. એ ઉપરાંત પ્રાકૃત પંડે પણ બગડતી ચાલી અને તેમાંથી એક જુદી જ ભાષા “અપભ્રંશ” નામથી નીકળી. અપભ્રંશ મધ્યકાળમાં ગુજરાતની ભાષા હતી. સિદ્ધરાજ જયસિંહના વખતમાં હેમચંદ્રસૂરિજીએ (પિતાના પ્રાકૃત વ્યાકરણને અંતે) અપભ્રંશ ભાષાના નિયમો લખ્યા હતા. તે વખતે હિંદુસ્તાનના કાઈ બીજા ભાગની ભાષાઓમાં કેઈને આ ગર્વ પ્રાપ્ત થયો ન હતો. અપભ્રંશમાં