________________
૨૪]
ગુજરાતનો ઈતિહાસ પણ ઘણું ફેરફાર થયા છે. હરેક પ્રાંતની એક ખાસ ભાષા હતી. હિંદી, વ્રજ, મારવાડી, બંગાળી, મરાઠી, અને ગુજરાતી ભાષાઓની ઉત્પત્તિ થઈ હતી. મારવાડી ભાષા અને ગુજરાતી ભાષા અથવા તે પશ્ચિમી હિંદી પાંચ વર્ષ ઉપર એકરૂપમાં હતી. ભાષાઓમાં પણ પ્રાંતની ભાષાની ખાસિયતો માલૂમ પડતી હતી. હરેક ભાષા સુધરી સાફ થવા માંડી. તેવી જ રીતે આપણું અર્વાચીન રસિક ગુજરાતી ભાષાની ઉત્પત્તિ થઈ જે શુમારે એક કરોડ માણસની માતૃભાષા છે. તેમાં એની કેટલીક અસલી ખાસિયતો કાયમ છે અને નવી ખાસિયત અને જુદી જુદી ભાષાઓની ખાસ ખાસ બાબતો તેની સાથે વખતોવખત ઉમેરાતી ગઈ છે. ગુજરાતીની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી થયેલી અને આ જ સબબથી ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષાની ખાસિયતોથી ભરેલી છે. ગુજરાતી ભાષામાં સંખ્યાબંધ સંસ્કૃત શબ્દો છે. આ શો બે જાતના છે. તેમાંના કેટલાક એવા શબ્દો છે જેને પહેલા પ્રકાર સાથે નિસ્બત છે, અને તે પિતાના અસલ સંસ્કૃત રૂપમાં છે; બાકીના શબ્દો બીજી જાત સાથે સંબંધ ધરાવે છે. વ્યુત્પત્તિના નિયમો જોતાં તેમાં કંઈક ફેરફારો થયા છે, છતાં તે શબ્દો સંસ્કૃતમાંથી આવેલા છે. જેને સંબંધ પહેલા પ્રકાર સાથે છે તેમની સંખ્યા મેટી છે; તેમાંથી કેટલાક શબદો ઉદાહરણ માટે નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે તે બધા શબ્દોની ગણત્રી કરવી એ એક શબ્દકેશ તૈયાર કરવા જેટલું મુશ્કેલ છે. અહીં જે શબ્દો સામાન્ય રીતે દાખલ થઈ ગયા છે તે જ પસંદ કર્યા છે અને તે આ છે:
સંગીત, વિદ્યા, બુદ્ધિ, મુખ, શરીર, આનંદ, મનુષ્ય, ઈશ્વર, પશુ, પંક્તિ, શાસ્ત્ર, અલંકાર, સંસ્કાર, નારી, નદી, લક્ષ્મી, પુસ્તક, મસ્તક, જન્મ, નામ, વિદ્વાન, પંડિત, ભક્તિ, શિષ્ય, દંપતી, વગેરે.
એમાંના ઘણા શબ્દોમાં એક અક્ષર બીજાથી બદલાય જાય