Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
Catalog link: https://jainqq.org/explore/004901/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 0 ]] Tી ની સંપાદક : સુનંદાબહેન વોહોરા Page #2 -------------------------------------------------------------------------- ________________ : સંપાદક : સુનંદાબહેન વોહોરા સ્વાધ્યાય શીલા સુનંદાબહેન, ધર્મલાભ. ધ્યાનાદિ માટે તમોને આજ્ઞા છે. સ્વાધ્યાયમાં ગ્રંથશ્રય' જેવા ગ્રંથોના અર્ક સમો ચાલુ રાખશો. આશિષ. યશો..... (પૂ. ભક્તિયોગાચાર્યશ્રી યશોવિજ્યસૂરીજી) , 0000 સ્વરૂપ અવલોકન Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક : સ્વરૂપ અવલોકન સંપાદકઃ સુનંદાબહેન વોહોરા પ્રકાશક: પાર્થ ઈન્ટરનેશનલ શૈક્ષણિક તથા શોધનિષ્ઠ પ્રતિષ્ઠાન - અમદાવાદ. ફોન : ૨૬૭૪૯૨૨૦ હ. શ્રી પ્રીતમબહેન સજ્જનસીંગ સિંઘવી પ્રથમ આવૃત્તિ: ઈ.સ. ૨૦૧૧, વિ.સંવત ૨૦૬૮ વીર સંવત ૨૫૩૮ નકલઃ ૭૫૦ પ્રાપ્તિ સ્થાન : સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : (૦૭૯) ૨૬૫૮૭૯૫૪ સમયઃ સાંજે ૫ થી ૭ મુદ્રક: પરાગભાઈ શાહ શાલિભદ્ર ઓફસેટ પ્રિન્ટર્સ ગંજબજાર, જુના માધુપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોનઃ (૦૭૯) રર૧ ૨૧ ૦૨૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ 000000000000000 પ્રસ્તુત પ્રકાશન પ્રસંગે અનંતકાળના પ્રવાહમાં નવું શું અને જૂનું શું? છતાં આપણે કાળને અનુસરવું પડે છે. આ પુસ્તક પ્રકાશન પ્રસંગે પુરાણી ઘટના સ્મરણમાં આવે છે. લગભગ ૬૦ વર્ષ પહેલાં એટલે લગભગ ૧૯૫૦માં મુંબઈમાં અમે સ્વર્ગસ્થ પંડિતવર્યશ્રી પાનાચંદ શાહ પાસે પ્રથમ કર્મગ્રંથનો અભ્યાસ કરતા હતા. પૂ. પંડિતજીની શિક્ષણ પદ્ધતિ ગ્રંથની ગાથા કે ગાથાર્થ સુધી સિમીત ન હતી, કે ગાથાઓ મોઢે કરવા પૂરતી ન હતી, પરંતુ તે ગાથાર્થમાંથી બોધની સરવાણી વહેતી. તે વિધેયક અને નિષેધક બંને પાસાથી વિસ્તારપૂર્વક સમજાવતા. તેઓ અભ્યાસ સાથે જીવનની અંતરંગદશામાં કેવી રીતે સુધારણા થાય તેને મહત્વ આપતા હતા આથી આ લેખનમાં ગાથા કે ગાથાર્થને ગૌણ કરી અંતર અવલોકનની મુખ્યતા રહી છે. તેમાં કયાંક પુનરાવર્તન જણાશે તે બોધને લૂંટવાની પદ્ધતિ છે. આ પ્રકાશનમાં ગાથા અને ભાવાર્થ વિસ્તારના ભયથી ગૌણ કર્યા છે. અનેકવિધ પાસાઓથી જીવનની વાસ્તવિકતાઓનો ઉલ્લેખ થયો છે. તે જોતાં આ લેખનમાં તત્ત્વરૂપ વિચારણા સાથે સ્વરૂપ અવલોકનની વિશેષતા છે. જે આજે ૬૦ વર્ષે જોતાં પણ જણાય છે કે જ્ઞાનીજનો ત્રણે કાળને વિષે જીવનવિષયક કેવું ઉંડાણ ધરાવતા હોય છે. તેમાં ગુરુપરંપરાનું માહભ્ય છે. પૂ. પંડિતજી અભ્યાસ કરાવતા ત્યારે હું તેની નોંધ કરતી હતી. પછી રાત્રે શ્રી ભરતભાઈ અને નિર્મળાબહેન આવતા ત્યારે તેનું પુનરાવર્તન કરતા. પછી અમારા જીવનમાં કેટલાક પ્રવાહો બદલાયા. પૂ. પંડતજી અવસાન પામ્યા. એકવાર ભરતભાઈ કહે તમે આ બધુ લખાણ વ્યવસ્થિત કરો. લગભગ ૧૫૪માં મેં આ લખાણ વ્યવસ્થિત કર્યું જે લગભગ ૨૫૦ પાના જેવું થયું. તે મેં ભરતભાઈને સોંપ્યું. પછી અન્ય પ્રવૃત્તિઓને કારણે એ વાત પણ વિસારે પડી. વળી ૨૦૦૮માં નિર્મળાબહેનને તેમના ઘરના પુસ્તકાલયમાંથી આ લખાણ મળ્યું તે તેમણે મને મોકલી આપ્યું. વધારાના કાગળ સમજી મેં સ્વરૂપ અવલોકન Page #5 -------------------------------------------------------------------------- ________________ તેને મૂકી રાખ્યું. એકવાર આ ફાઈલ હાથમાં આવી. આ કાગળો જરૂરના નથી તેમ માની ફાડી નાંખવા વિચારતી હતી. પણ તે પહેલા આ કાગળો મેં બે ત્રણ બહેનોને વાંચવા આપવા તેઓ કહે કે અમે આ લખાણ વાંચ્યું તમે આજે જે સ્વાધ્યાય આપો છો તેમાં આ લખાણનો રણકાર અને સંસ્કાર તાર્દશ્ય થાય છે. સ્વરૂપ અવલોક્ત જણાવતું આ લખાણ માર્મિક છે. તેમાં સત્સંગી પ્રીતમબહેન કહે તમે આ લખાણનું પ્રકાશન કરો અને મને લાભ આપો. તેઓ કોઈ સત્સંગી અનુભવી બહેનની શોધમાં હતા. કોઈ આચાર્યશ્રીના કહેવાથી તેમણે મને શોધી કાઢી, પણ જાણે પુરાણો પરિચય હોય તેમ તેઓ અમારી સાથે ભળી ગયા છે. તેઓ ઉદારચિત્ત અને તત્ત્વબોધના ગ્રાહક છે, લેખક છે. તેઓ મને વારંવાર પૂછે કે તમે કેવી રીતે તત્ત્વબોધ પામ્યા અને જીવન વિકાસ કર્યો. એવો વિકાસ મારો કયારે થશે ? હું કહેતી પ્રીતમ ! આમા મારું કંઈ નથી. દેવગુરુકૃપા, પૂ. આચાર્ય ભગવંતોનું તત્ત્વરૂપ કૃપા પ્રદાન, પૂ. પંડિતવર્યોના યોગનું આ પુણ્યપરિણામ છે. તેમણે મારી મંગલયાત્રા વાંચી છે તેથી ખૂબ આદર ધરાવે છે. આમ આદાન પ્રદાન પૂરાણુ હોય તેવું પ્રતીત થાય છે. પુનઃ પૂછે કે આટલા પુસ્તકો છપાવ્યા અંતે આ કેમ રહી ગયું ? માટે સત્વરે પ્રકાશન કરો. તેમાં વળી અન્ય સત્સંગી બહેનોએ સાથ આપ્યો અને આ લેખન પ્રકાશિત થવાની તક મળી. તમારા સૌના વરદ હસ્તમાં પુસ્તક આવશે. આ લેખનના પ્રકાશન સમયે જયારે ભૂતકાળમાં નજર કરું છું ત્યારે એ ધટનાની તાર્દશ્યતા અનુભવું છું. પૂ. પંડિતવર્ય પાનાચંદભાઈ બેઠી દડીનો બાંધો. ધોતિયા ઉપર ખમીશ, લાંબો કોટ, માથે કાળી ટોપી પહેરતા. તેમના મુખ પર સરળતા, ગંભીરતા, નિર્લોભતા અને મધ્યસ્થતા જેવા ગુણોનું દર્શન થતું. તેથી હાર્દિકતાયુક્ત તેમની બોધની સરવાણી અમને શીતળતા આપતી. મારા જીવનના કપરા, દુઃખદાયક દિવસોમાં ખરેખર આ સ્વાધ્યાય મારે માટે અત્યંત આશ્વાસનરૂપ હતો. ત્રણ વાગવાની સવારથી રાહ જોઉં કે પૂ. પંડિતજી કયારે આવે અને મારું મન હળવું બને. એટલે અભ્યાસ સાથે મારે મન આ પુણ્યસંયોગનું મહત્વ હતું. આજે પણ તેનું સંવેદન અનુભવું છું. અને કાળનું અંતર વિસરી જાઉં છું. ૪ સ્વરૂપ અવલોકન Page #6 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસુઓના સહયોગથી જયારે આ પુસ્તક પ્રકાશન થઈ રહ્યું છે તેમાં મને પૂ.પંડિતજીની ઋણમુક્તિનો આનંદ છે. આ પ્રકાશનમાં મુખ્ય સહયોગ પ્રીતમબહેનનો છે તેમને અભિનંદન આપું છું. બીજા સહયોગી બહેનોનું અભિવાદન કરું છું. શ્રી પરાગભાઈએ અંગત રસ લઈને પુસ્તકને પ્રેમપૂર્વક વ્યવસ્થિત રીતે પ્રકાશન કર્યું તે બદલ ધન્યવાદ આપું છું. પૂ. આચાર્ય ભગવતંશ્રીના શુભાશીષ માટે ઋણી છું. તેમના શુભાશીષને પાત્ર થવા ભાવના રાખું છું. તે કાળના તદૃન પ્રાથમિક ધોરણે થયેલા અભ્યાસના આ લેખનમાં ક્ષતિ થઈ હોય તો ક્ષમાયાચના. પૂ. આચાર્યશ્રીના શુભાશીષ છે તે રીતે સૌ આ પ્રકાશનને આવકારશો તેનો આનંદ છે. વિનીત, સુનંદાબહેન - શુભાષ જ 'સુનંદાબહેન એક શુભવિચારની છાબ લઈને આવ્યા છે આપણે સૌ તેને સુસ્વાગતમ્ કહેવાનું છે. પ્રેમભર્યો આવકાર આપવાનો છે. - આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી (હૃદયપ્રદીપના અજવાળામાંથી) સ્વરૂપ અવલોકન Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત પ્રકાશનમાં પ્રોત્સાહિત કરનાર સહકારી સ્વાધ્યાયશીલ બહેનો શ્રી પ્રીતમબહેન સજ્જનસીંગ સિંઘવી, અમદાવાદ, શ્રી દર્શના દીલીપકુમાર, અમેરીકા. શ્રી યોગીની આનંદકુમાર, અમેરીક. શ્રી સુધા હસમુખભાઈ શાહ, અમેરીકા. શ્રી અવનીબહેન પંજ્જભાઈ શેઠ, અમેરીકા. શ્રી ચંદ્રિકાબહેન મહેન્દ્રકુમાર પુનાતરમુંબઈ શ્રી શ્રીદેવી અનિલભાઈ શાહ, અમદાવાદ. સ્વ. શ્રી જ્યોતિબહેન લ્યાણભાઈના સ્મરણાર્થે હ. નલિનીબહેન વિજ્યકુમાર કોટવાલ, અમદાવાદ. શ્રી સ્નેહા દીપ મહેતા, નાસિક. શ્રી સવિતાબહેન કૈલાસચંદ્ર ધ્રુવ, અમદાવાદ. શ્રી લ્પનાબહેન શાહ, લોસ એન્જલીસ. - અર્પણ : ! જેમના સાન્નિધ્યમાં આ ઉત્તમ આધ્યાત્મિક બોધ મળ્યો તેમની ઋણમુક્તિ માટે પ્રસ્તુત પ્રકાશન | સ્વ. પૂ. પંડિતવર્ય શ્રી પાનાચંદભાઈને અર્પણ કરું છું. -સુનંદાબહેન | .org Tr) Page #8 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ પૂર્વેની વિચારણા સૃષ્ટિના પેટાળમાં અનેક પદાર્થો સમાયેલા છે. તે સર્વે સ્વયં પરિણામી છે. અર્થાત સૃષ્ટિની રચના કે સંચાલકબળ સ્વયંભૂ છે. આ સૃષ્ટિનો ક્રમ કોઈ વ્યક્તિવિશેષ બનાવતી નથી કે બગાડતી નથી. સામાન્ય માનવીની બુદ્ધિમાં આ હકીકત સમજાય તેવી નથી. સૂક્ષ્મ જ્ઞાન ધરાવતા જ્ઞાનીજનો સૃષ્ટિનું સ્વયંભૂ પરિણમન જાણી શકે છે. જેમ કોઈ કેરી કે ગોટલી-બીજ બનાવી શકતું નથી પણ બીમાં એવી પરિણમન શક્તિ છે કે તેને સહાયક નિમિત્તો મળે તે વૃક્ષરૂપે પરિણમે છે ત્યારે તેના પર ફળ બેસે છે. બીજ કે કેરી કોઈ બનાવી શકતું નથી. તો કેરી બની કેવી રીતે ? તે ગોટલીનું પરિવર્તન છે. ગોટલી બની કેવી રીતે કેરીમાં તે ધારણ થઈ છે. એમ સૃષ્ટિની રચના પહેલી કે પછી એમ નથી પણ અનાદિથી છે. માણસ કેવી રીતે પેદા થયો સ્ત્રી-પુરૂષના શોણિત અને વીર્યના સંયોગથી પિંડ બંધાયો તેમાં જે જીવનું પ્રારબ્ધ હતું તે તે પિંડમાં ધારણ થયો. આમ ફળાદિ કે મનુષ્યાદિને કોઈ બનાવતું હોય તો તે બનાવનારને કોણે બનાવ્યો ? આ પ્રશ્નનો ઉકેલ સંભવ નથી. કારણકે વિશ્વની આ તમામ રચના સ્વયંભૂ છે. દરેક પદાર્થનું પરિણમન જૈનદર્શનના સર્વજ્ઞ પરમાત્માએ પોતાના પૂર્ણજ્ઞાનમાં જેવું જોયું તેવું જણાવ્યું છે બનાવ્યું નથી. વળી, તે પરિણમનનું રહસ્ય પરમાત્માએ ત્રિપદીથી પ્રગટ કર્યું કે દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના સિદ્ધાંતને આધીન છે. દરેક પદાર્થ મૂળરૂપે રહે છે તેની અવસ્થામાં ઉત્પાદ વ્યય થાય છે, બદલાય છે. જેમકે ગાયે ઘાસ ખાધું, તેમાંથી દૂધરૂપે પરિણમન થયું. દૂધ દહીં રૂપે, દહીંમાંથી ઘી બન્યું, ઘીના લાડુ બન્યા, લાડુ મનુષ્યનો આહાર થયો, તે આહાર વિષ્ટારૂપે પરિણમ્યો. તે વિષ્ટા ખાતરરૂપે પરિણમી અને બીજનો સંયોગ થતા વળી ઘાસાદિ ઉત્પન્ન થયા આમાં કોણે શું બનાવ્યું ? પદાર્થ પદાર્થરૂપે રહ્યો તે ધ્રૌવ્ય, પરિણમન તે ઉત્પાદ અને વ્યય. દૂધનો વ્યય, દહીંનો ઉત્પાદ આમ પદાર્થ ટકીને બદલાય છે તે સ્વતંત્ર પરિણમન છે તેમાં સ્વરૂપ અવલોકન ૭ Page #9 -------------------------------------------------------------------------- ________________ યુવાન વૃદ્ધ આદિ થી તે ઘવ્ય સ્વતંત્ર અનેક નિમિત્તો સહકારી છે. પણ વ્યક્તિ વિશેષ પદાર્થો બનાવતી નથી. તે રીતે મનુષ્ય જન્મ્યો, બાળ યુવાન વૃદ્ધ આદિ અવસ્થાઓ પામ્યો, આત્મારૂપે ટકયો ધ્રૌવ્ય, અવસ્થાઓમાં ઉત્પાદ અને વ્યય થયા તે સ્વતંત્ર પરિણમન છે. કોઈ યુવાન કે વૃદ્ધાવસ્થા બનાવતું નથી - યદ્યપિ દરેક દર્શનના દષ્ટાઓ મેઘાવી હતી. છતાં તેમણે જેટલી અને જેવા દૃષ્ટિકોણથી સૃષ્ટિના રહસ્યો જોયાં તે પ્રગટ કર્યા. જૈનદર્શનના સર્વજ્ઞ પરમાત્માએ વિશ્વને-લોકાલોકને પૂર્ણ જ્ઞાન વડે જેવું જોયું તેવું જણાવ્યું. તેને આ લેખનમાં મર્યાદિતપણે કર્મના સિદ્ધાંતથી આપણે સમજવા પ્રયત્ન કરવાનો છે. જો કોઈ ઈશ્વર સૃષ્ટિનું સર્જન કરે તો ઈશ્વરને કોણ બનાવે? વળી સંસાર એટલે સુખ-દુઃખની અવસ્થાઓ છે. ઈશ્વર એટલે શુદ્ધ તત્વ, વળી પરમ કરૂણામય છે. તે સંસારમાં દુઃખનું સર્જન શા માટે કરે? જે જીવ જેવા કર્મ બાંધે તેવા ઉદયમાં આવે તે ભોગવે છે. અને વળી કર્મથી મુક્ત થઈ સ્વંતત્રપણે સિદ્ધપણું પામે છે. જે પુનઃ જન્મ ધારણ કરતાં નથી. આવા રહસ્યોને વિશેષપણે આગળ લેખનમાં વિચારીશું. તત્ત્વોનું-પદાર્થોનું સ્વતંત્ર પરિણમન અને તેની સૂક્ષમ અવસ્થાઓ તથા આત્માના શુદ્ધ સ્વરૂપનું, નિર્વાણપદ સુધીનો ક્રમ જૈનદર્શનમાં છે તેવી સૂક્ષ્મતા અન્ય દર્શનમાં જાણ મળશે નહિ. જૈન હોવાથી આ હકીકત સત્ય માનવાની છે તેવું નથી. પરંતુ વસ્તુનું સ્વરૂપ સૂમ અને શુદ્ધપણે જણાવ્યું છે તે જાણવું દુર્લભ છે. તેની વિચારણા આ લેખનમાં કંઈક મળી રહેશે. તેમાંથી બોધ ગ્રહણ કરી જીવે સ્વરૂપ પ્રાપ્તિ માટે સત્પુરૂષાર્થ કરવાનો છે. જીવ માનવદેહ મળે સત્કાર્ય કરી શકે છે, તે પણ મહાભાગ્યે જ બને છે. જયારે કેવળ અધ્યાત્મ માર્ગ છે, તેમાં સત્કાર્ય ગૌણ છે, ભૂમિકા પ્રમાણે વિચાર કરવો. પરંતુ આખરી માર્ગ તો શુદ્ધધર્મ છે. જે કર્મગ્રંથના આધારે કંઈક જાણવા મળશે. કર્મ સિદ્ધાંતની સામાન્ય રૂપરેખા : અનાદિકાળથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આધારિત જગતના પદાર્થોનું પરિણમન થયા કરે છે. જડ અને ચેતનનો સંયોગ વિયોગ એ કર્મની વિચિત્રતા સ્વરૂપ અવલોકન Page #10 -------------------------------------------------------------------------- ________________ છે. તેને પૂર્વ પ્રારબ્ધ માનવામાં ન આવે તો સંસારમાં એક જીવ સારાં કર્મ કરવા છતાં વર્તમાનમાં દુઃખી જોવામાં આવે છે. અને એક જીવ પાપ કરીને અધમ રીતે જીવવા છતાં સુખી જોવામાં આવે છે તે કેમ બને? તેથી એમ સમજાય છે કે આ વિચિત્રતા એ પૂર્વજન્મનું ફળ છે. દરેક કર્મનું ફળ શીધ્રભાવિ ન હોય. યથાકાળે કર્મફળ પરિણામી થાય છે. અધ્યાત્મમાર્ગમાં આવા કર્મવાદને સ્વીકારવો પડશે. આત્માર્થીએ જગતની વ્યવસ્થાના વાદવિવાદમાં પડવાની જરૂર નથી. તીર્થકર જેવા પરમજ્ઞાનીના સમયમાં પણ આત્માની શ્રદ્ધા ન થવાને કારણે જીવો વાદવિવાદમાં પડીને ભવભ્રમણને પામ્યા છે. આ કાળમાં પ્રત્યક્ષ પૂર્ણ જ્ઞાનીના વિરહમાં ઘણા અંતરાયો છે. જીવે જગતના કુવ્યવહારથી અલિપ્ત થઈ પોતાનો માર્ગ નક્કી કરવાનો છે કર્મ બંધનથી આત્માને મુક્ત રાખી અધ્યાત્મ માર્ગને ગ્રહણ કરવાનો છે. સ્વરૂપની રુચિ અને આત્માના ગુણનો આદર તે અધ્યાત્મ છે. સંસાર અને વૈરાગ્ય, કર્મબંધ અને મુક્તિ, દેહ અને આત્માનો ભેદ સમજી આત્માર્થને સાધી જે સ્વનું કલ્યાણ કરી શકે તે જ અન્યનું કલ્યાણ કરી શકે. અથવા કલ્યાણ માટે નિમિત્તભૂત બની શકે. જગતનો વ્યવહાર કર્મના સિદ્ધાંત પર નભી રહ્યો છે. કર્મનો સામાન્ય અર્થ કર્તવ્ય કે ક્રિયા થઈ શકે. મૂળ અર્થમાં શુભ અશુભ વૃત્તિઓનું વિભાવમાં પરિણમવું તે કર્મ છે. જયાં સુધી જીવ કર્મ રજથી બંધાયેલો છે ત્યાં સુધી વિભાવથી કર્મનો કર્તા અને ભોક્તા છે. મન અને ઈદ્રિયોને વશ જીવ દ્રવ્ય ક્રિયા કે બાહ્ય ક્રિયા દ્વારા ભાવકર્મથી ક્ષણે ક્ષણે કર્મ બાંધે છે અને તેનાં ફળ ભોગવે છે. આ કર્મવાદ છે. તેનાથી મુક્ત થવાનું લક્ષ તે આત્મવાદ છે. જડ એવાં કર્મો ચેતનના સંયોગે ફળ પરિણામી બને છે. મોહ અને અજ્ઞાનને કારણે જીવ કર્મનો કર્તા બને છે. કત્વના અભિમાનથી સંસારના ભ્રમણને પામે છે. ચેતનદ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છે. કર્મના સંયોગીપણાને લીધે મલિનતા પામ્યો છે. ચેતન જો પોતાના સ્વભાવમાં સ્થિર રહે તો જડકર્મ કંઈ ફળ આપી શકતા નથી. કર્મ કે તેનાં પરિણામ કેવળ ચર્મચક્ષુ દ્વારા, અજ્ઞાનવશ જાણી શકાતાં નથી. પૌગલિક પદાર્થો રૂપી અને નિરંતર પરિવર્તનવાળા છે તેની સૂક્ષ્મતા જાણી શકાતી નથી. પરપરિણતિને લીધે અજ્ઞાનવશ ક્ષણે સ્વરૂપ અવલોકન Page #11 -------------------------------------------------------------------------- ________________ ક્ષણે જીવ પુદ્ગલોને ગ્રહે છે અને તજે છે. પૂર્વસંચિત એવા કર્મના ઉદયકાળે જીવ દ્રષ્ટાપણે રહે તો કર્મ નિર્જરી જાય છે. દ્રષ્ટપણે જીવતા દેહધારી જીવો સંસારમાં રહેવા છતાં સમભાવે પ્રારબ્ધને વેદે છે. તે ગૃહસ્થ છતાં સાધુસમાન છે. સંસારથી મુક્ત થવાને લીધે પ્રારબ્ધને ભોગવે છે. આ નિર્જરા સકામ અને અકામ બંને પ્રકારે હોય છે. દા.ત. ક્ષત્રિય પ્રકૃતિવાળો જીવ સમતાથી શરીરકષ્ટ સહન કરી લે. મારો, કાપો તોય હુંકારો ન કરે. વીરતાના ભાનથી સહન કરે. અજ્ઞાનપણે કર્મને ભોગવી લે તે અકામ નિર્જરા છે. મૂઢતા કે દેખાવથી કષ્ટ સહન કરી લેવું તે અકામ નિર્જરા છે. કારણકે તેમાં આત્મગુણ પ્રગટતો નથી. સમપરિણામી કે સમ્યગ દૃષ્ટિ જીવ કર્મને યથાસ્વરૂપે જાણે છે, જુએ છે છતાં દ્રષ્ટાભાવે સહી લે છે તે સકામ નિર્જરા છે. કારણકે સમપરિણામ આત્મગુણને પ્રગટ કરે છે. સમ્યગુ દષ્ટિ-જ્ઞાની આત્માઓ પૂર્વ પ્રારબ્ધને ઉદયમાં આવતાં જ ખેરવી નાંખે છે. જ્ઞાની સંવરભાવમાં રહેવાથી નવાં કર્મોને રોકે છે. મિથ્યાષ્ટિ જીવ પૂર્વ સંચિત કર્મના ઉદયકાળે કર્તા ભાવથી કર્મ ફળ ભોગવે છે અને નવાં ગ્રહણ કરે છે. શુભભાવ હોય તો પુણ્યનો સંચય થાય છે અને અશુભભાવ હોય તો પાપનો સંચય થાય છે. પુણ્યમાં અનુકૂળતા હોવાથી જીવ તેને ગ્રહણ કરવા પ્રેરાય છે. પાપકર્મમાં પ્રતિકૂળતા હોવાથી તેનાથી દેહભાવે છૂટવા પ્રેરાય છે. મુમુક્ષુ કે આત્માર્થી જ્ઞાની પુણ્ય અને પાપ બંનેને આશ્રવભાવે જુએ છે, બંનેને બંધન અને બાધક માને છે. અજ્ઞાનવશ જીવ પુણ્યને ધર્મ માની લે છે. અને ધર્મને નામે અનેક ક્રિયાઓ કરે છે. શુભ કે અશુભ ભાવથી થતી ક્રિયામાત્ર કર્મરૂપે જ પરિણમે છે. કેવળ સ્વભાવ ધર્મથી જ કર્મ છૂટે છે. જે ક્રિયાથી કર્મની નિર્જરા થાય તે ધર્મ છે. મુક્તિ તરફ લઈ જાય તે ક્રિયા ધર્મ છે. પુણ્ય અને પાપ બંને સંસારફળ છે. જેનાથી બંધ કે આસવ થાય તે જ કારણથી નિર્જરા ન થાય. જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મને ગ્રહણ થવામાં ભાવકર્મની પરિણતિ નિમિત્ત છે. ભાવકર્મથી જ કર્મનું બંધાવું અને છૂટવું થાય છે. આત્મા દ્રવ્યથી, શુદ્ધ છે તેવી દઢ શ્રદ્ધા કરે, સંસારને દ્રષ્ટાભાવે નિહાળે, તો કર્મનું કર્તૃત્વ ભોકતૃત્વ છૂટે. પોતે પરમાત્મા, જ્ઞાની થવાને યોગ્ય જ છે. તીર્થકરાદિ દેવોએ સર્વજીવોને મોક્ષના અધિકારી જાણીને માર્ગ બતાવ્યો છે. ભવ્ય ૧૦. સ્વરૂપ અવલોકન Page #12 -------------------------------------------------------------------------- ________________ જીવો તરવાના કામી હોય છે. તે આ માર્ગને ગ્રહણ કરી લે છે. પરમજ્ઞાનીની વાણીમાં શ્રદ્ધા રાખી જીવે સત્ પુરુષાર્થ કરવાનો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને આ કાળે જે દેહ-સંઘયણ આદિ મળ્યા છે. તેની શક્તિ પ્રમાણે ધર્મની આરાધના કરે તો જીવ આત્મઆરાધના કરી શકે છે. જ્ઞાનીઓએ ધર્મશાસ્ત્રોમાં એવાં ક્રિયાઅનુષ્ઠાનો દર્શાવ્યાં છે. તે શાસ્ત્રઆજ્ઞાનું આલંબન લઈ જીવ ધર્મ આરાધન કરે તો નિરાલંબ સ્થિતિને પામે. આત્મા સ્વયં પોતાના કર્મોનો કર્તા ભોક્તા છે. અને હર્તા છે. તે માટે માર્ગ નિશ્ચિત કરી તેને યોગ્ય પુરુષાર્થ કરવાનો છે. પ્રારબ્ધની રાહ જોઈ બેસી રહે કે ભવસ્થિતિ પરિપકવ થશે એટલે મુક્ત થઈશું તો ભ્રમણ ટળે નહીં. ચેતનના ઉપયોગ દ્વારા થતી એકએક ક્રિયા ફલવતી છે. જીવ આ કર્મની વિચિત્રતાને નિહાળતાં શીખે તો બોધ પામે કે મિથ્યાત્વ કે અજ્ઞાનથી બાંધેલાં કર્મોનું શું પરિણામ આવે છે. જડ પદાર્થો ચેતનરૂપે પરિણમતાં નથી. પણ તેનું નિમિત્ત પામી જીવ રાગાદિરૂપે કે ભાવકર્મરૂપે પરિણમે છે. જીવ મિથ્યાત્વના (અશુભ) અધ્યવસાયોને ત્યજી દે, અનાદિથી સેવેલી ભ્રાંતદશાને ત્યજી દે, તો આત્માના શુદ્ધ સ્વભાવનો કંઈક અનુભવ થાય. શુદ્ધ ક્રિયા દ્વારા તે અનુભવને વધુ દૃઢ કરે તો કર્મબંધન થતાં નથી. અને જીવ પૂર્વ કર્મથી મુક્ત થતો જાય છે. જયાં ફરી બંધન નથી. ધર્મને બહાને પુણ્યનાં ફળ આપનારી ક્રિયામાં અટકવાથી સંસારદશા છૂટતી નથી. ધર્મ જેવી લાગતી ક્રિયાઓ ધર્માભાસ છે તેમાં જીવનું કલ્યાણ નથી. ધર્મ એ આત્મ દ્રવ્યનો શુદ્ધ સ્વભાવ છે. અણુમાત્રની મલિનતા કે મિશ્રભાવને ત્યાં સ્થાન નથી. સત્ દેવ, ગુરુ, ધર્મનું શુદ્ધ આરાધન જ શુદ્ધ માર્ગનું, મોક્ષમાર્ગનું અવલંબન છે. જાગૃત્તિ એ શુદ્ધ ક્રિયા છે. ધર્મગ્રંથોનું કેવળ અધ્યયન, સ્મૃતિ, સામાન્યજ્ઞાન તે જ્ઞાન નથી. તે સાધન તરીકે સહાયક છે. તેનાથી ક્ષયોપશમભાવ રહે છે, કેવળ ધર્મગ્રંથોનો અભ્યાસ જ મોક્ષદાયી હોત તો ગ્રંથોનોજ મોક્ષ સંભવી શકે. ધર્મશાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે આચરણ કરવામાં સાચી આરાધના છે. તેમાંથી દઢ થતા સંસ્કારો સંસારના તાપથી છૂટવામાં સહાય કરે છે. કેવળ શાસ્ત્રજ્ઞાનથી ગર્વ ન લેવો. પોતે જાણે છે તે તો ઘણું જ અલ્પ છે અને સ્વરૂપનું જ્ઞાન સ્વરૂપ અવલોકન ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ તો અચિંત્ય, અનંત, અમાપ, અમૂલ્ય છે. પૂર્વસંચિત દેહાદિ દ્રવ્યકર્મમાં ઉદયકાળે ભાવકર્મનો રસ મળતો નથી તો દ્રવ્યકર્મને નિર્જરી મુક્ત થવું પડે છે. પાંચ ઈદ્રિય અને મન ચેતનના ઉપયોગ વગર જડ છે, તેને પોતાની કોઈ ક્રિયાનું જ્ઞાન નથી. દ્રવ્ય કર્મના સંયોગમાં ભાવમનની ચેષ્ટા પર પદાર્થમાં પોતાપણાનો ભાસ સેવે છે. ક્રમે કરીને એવા સંસ્કારોની પ્રબળતા આત્માને પરવશ બનાવે છે. અને ભાવમનની વૃત્તિઓ એવી પ્રબળ બને છે કે ક્ષણે ક્ષણે જીવ કર્મને ગ્રહણ કરે છે. શુદ્ધ ઉપયોગ, સતતુ જાગૃતદશા અવલોકન જ એ બંધનથી મુક્તિ અપાવી શકે. ઈંદ્રિયોના વિષયોનું આકર્ષણ : ચેતન ઉપયોગ દ્વારા મન અને પાંચ ઈદ્રિયોની સહાયથી વિષયોને જાણે છે. સ્પર્શના સંયોગથી પદાર્થના સુંવાળા કે ખરબચડા વગેરે ગુણને જાણે છે. રસના વડે પદાર્થના પરસને જાણે છે. ભાવ મન આ વિષયોમાં સારું ખોટું અનુભવે છે. સુખદ છે તે ફરી ફરીને મેળવવાની અને દુઃખદ છે તેનાથી ભાગી છૂટવાની વૃત્તિ સેવે છે. કોઈ પદાર્થ જીવમાં પેસી શકતો નથી. પણ મને તેમાં હર્ષ-શોક અનુભવે છે. અને કર્મથી બંધાય છે. વળી નાક વડે પદાર્થને સૂંઘે છે. સુગંધ, દુર્ગધ પારખવી તે ધ્રાણેન્દ્રિયનો વિષય છે. સુગંધ તરફ રુચિ અને દુર્ગધ તરફ અરુચિના ભાવો કરી મન સુખદુઃખ અનુભવે છે. ચક્ષુ તે દશ્યદર્શક ગુણ ધરાવે છે. ચેતનની પ્રેરણા વગર તે કેવળ કાચના ટુકડા સમાન જ છે. પરંતુ દેશ્યને જોવામાં પોતે કંઈક જાણે છે ગમતા દેશ્યને જોવા માટે ફરી ફરીને વૃત્તિ ઊઠવી તે બંધનો હેતુ છે. શબ્દનું, અવાજનું સાંભળવું તે શ્રવણેન્દ્રિયનો ગુણ છે. પોતાને પ્રિય એવા શ્રવણમાં આનંદ થવો અને પ્રારબ્ધયોગે કડવું વેણ સાંભળવાનો સંયોગ બને ત્યારે વિષાદ થવો તે બંધનો હેતુ છે. શબ્દો કાનમાં ભરાઈને બેસતા નથી. પણ અહમ્ મનને આવા ભાવોનું વેદન કરાવે છે. અને તેમાંથી કષાયો ઊઠે છે, તે કર્મબંધનો હેતુ છે. આમ પાંચે ઈદ્રિયો અને મને એ સાધનો છે. ઈદ્રિયો વિષય ગ્રહણ કરે ત્યારે સાક્ષીભાવ રહે તો આ સાધનો સાધનામાં સહાયક બને છે. પરંતુ વિષયોને આધીન થવાથી ઉપયોગ મલિન થાય છે. આવા શુભ અને અશુભ ઉપયોગ દ્વારા તેવા પ્રકારનાં સ્વરૂપ અવલોકન ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ કર્મોનું ઉપાર્જન થાય છે અને તેવા જ ફળના આપનારા થાય છે. આમ ગાઢ થયેલી અનાદિની પરિણતિ મહા પુરુષાર્થ વડે ફેરવી શકાય છે. સો મણ ઘાસની ગંજી એક જ દીવાસળી ચાંપવાથી બળીને ખાખ થાય છે. તેમ અનાદિના કર્મો આત્મભાન થતાં, સત્ દેવ, ગુરુધર્મની શ્રદ્ધાના બળે નાશ પામે છે. આ કર્મોનો બંધ ચાર પ્રકારે થાય છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. તેમાં રસ મહત્ત્વનો ભાગ ભજવે છે. કષાયજનિત આ રસ મંદ પડે તો ચાર પ્રકારમાંથી સ્થિતિ અને બંધ બંન્નેમાં મંદપણું આવે. આત્મસુખના, મોક્ષના શાશ્વત સુખના કામીએ કર્મોનો સર્વ પ્રકારે નાશ કરવો પડે. પૂર્વ પ્રારબ્ધને તો ભોગવવું પડશે. પરંતુ સમભાવે ભોગવે તો તે પૂર્વક મુક્તિદાતા બની શકે. અજ્ઞાનદશામાં બંધાયેલાં કર્મો જ્ઞાનીઓને ભોગવવાં પડ્યાં છે. ઈદ્રિય વિષયોમાંથી મનને આત્મા ઉપયોગમાં વાળવાનું છે. શાસ્ત્રોમાં દર્શાવેલ કર્મના ગણિતાનુવાદનો શ્રદ્ધાપણે વિશેષ અભ્યાસ કરવો. કર્મની પ્રકૃતિને સમજી તેનાથી દૂર રહેવાનો પુરુષાર્થ કરવો. ઈન્દ્રિયના વિષયોની આસક્તિમાં ક્રોધાદિ કષાયો ભળે છે. તે કર્મબંધનાં મુખ્ય કારણ છે. સર્વ કષાયોમાં ક્રોધ અગ્રસ્થાને છે. તેનું આવાગમન ત્વરિત હોય છે. ક્રોધની પ્રકૃતિ જદી જાણી શકાય છે. ક્રોધને શાંત કરવા ઉત્કૃષ્ટ ક્ષમાભાવ હોવો જોઈએ. અક્ષમ્ય એવા ઋણાનુબંધો જીવે પોતે જ ઉપાર્જન કર્યા છે. તેથી ઉત્કૃષ્ટપણે ક્ષમાવાન થવાનો પુરુષાર્થ કરવો. દરેક કષાયો સામે પ્રબળ પુરુષાર્થ કરવાનો છે. તપ, જપ ઈત્યાદિ તેના અનુષ્ઠાનો છે. ઉપવાસાદિ જેવા કઠિન તપથી જો કષાયો શાંત ન થાય તો સંશોધન કરવું અને કારણ જાણી લેવું. તપાદિ ક્રિયાઓને પુણ્યનું સાધન બનાવી સંસાર ચાલુ ન રાખવો. તપ નિજગુણ સાધ્ય અનુષ્ઠાન છે, તે આત્મસ્વરૂપની આરાધનામાં વેઠ કે કષ્ટ નથી. સ્વરૂપની વિસ્મૃતિને કારણે અઘરું થઈ પડ્યું છે. દેહાદિના વિષયોમાં સુખની કલ્પના કરી છે. પરંતુ તે સુખ ઈદ્રિયગમ્ય હોવાથી તેવાં જ ફળને આપે છે. જે ક્ષણિક અને પરાધીન છે. ઉપયોગ એ ધર્મ : કર્મના ઉદયકાળે જીવ તે ફળવિપાકમાં પોતાના દોષને ન જુએ અને સ્વરૂપ અવલોકન ૧૩. Page #15 -------------------------------------------------------------------------- ________________ તેમાં બીજાનો દોષ જુએ કે વિહ્વળતા અનુભવે તો નવાં કર્મને ગ્રહણ કરે છે. કરોળિયો પોતાની જ લાળથી પોતાનું જાળું ગૂંથી તેમાં ફસાય છે તેમ જીવ કર્મની પરંપરાને સર્જે છે. ગૃહસ્થદશામાં પોતાના કર્મના દોષનો સ્વીકાર કરી યથાશક્તિ કીડી વેગે સાચો પુરુષાર્થ કરે તો પણ યથાસ્થાને પહોંચી શકે છે. તત્ત્વજ્ઞાનીઓએ ચિંધેલા માર્ગ પ્રમાણે આચરણ કરે તો સંસાર ઘટે છે. સ્વમતિ કે મિથ્યાષ્ટિએ પુરુષાર્થ કરે તો શુભ પરિણામે શુભફળને અને અશુભ પરિણામે અશુભફળને ભોગવતો જીવ સંસારમાં ભમે છે. ધર્મ કરીને સ્વર્ગના સુખની ઈચ્છા કરવી તે ધર્માભાસ છે. ઉત્તમ પાંચ અનુત્તર દેવલોક સિવાય નીચેના સ્વર્ગલોકમાં એકાંત સંવેદનસુખ નથી. એ દેવોમાં ઈર્ષાદિ વૃત્તિઓ હોય છે. આયુષ્યકાળ પૂરો થતાં મિથ્યાત્વાદિ કારણે તિર્યંચાદિ નીચી ગતિમાં તેઓ જન્મ ધારણ કરે છે. ત્યાં મનુષ્યના જેવો વિવેકધર્મ પામવાની યોગ્યતા નથી. મનુષ્ય જીવનમાં પુણ્ય અને પાપના ઉદયને કેવી રીતે ભોગવવા તેની સ્વંતત્ર શક્તિ હોય છે. તિર્યંચાદિ ગતિમાં તેવું બળ ભાગ્યે જ કોઈ પરમજ્ઞાનીના યોગે પ્રાપ્ત થાય છે. સંસાર સુખની આશાતૃષ્ણામાં જીવ ફસાય એટલે નીચેનનીચે પડતો જાય છે. આશાતૃષ્ણા એ અજ્ઞાનનું મૂળ છે. ઉપયોગ અજ્ઞાન તરફ વળ્યો એટલે આશા બળવત્તર બનતી જાય છે. સંસાર દુઃખનું મૂળ હોવા છતાં જીવ સંસારમાં સુખની જ ઈચ્છા સેવે છે. અને તે સુખ મેળવવા અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. તેનું રક્ષણ કરે છે. રક્ષણ અંગે થતા પ્રયત્નો ચિંતાનું મૂળ હોવાથી કાળે કરીને તે જ સાધનો કે ભોગો ગુણનું ભક્ષણ કરે છે. અને દેહ રોગાદિથી પીડાય છે. મનુષ્ય જીવન પામી આત્માના શુદ્ધ અને સ્વતંત્ર જ્ઞાનના ઉપયોગ વડે જીવે તો તે આત્મસ્વરૂપના સુખનો સ્પર્શ કરી શકે. ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. સિદ્ધના આઠગુણો અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતચારિત્ર, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલધુ, અવ્યાબાધ સુખ અને અનંતવીર્ય છે. જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજામાં તે આઠ ગુણોની ભાવના થઈ શકે. સિદ્ધના આ ગુણોનું અવલંબન લઈ જીવ માત્ર સિદ્ધ ગતિને પામી શકે છે. નિરાલંબન સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. સંસારમાં રહેવા છતાં જીવ પૂર્વ પ્રારબ્ધને સમભાવે વેદે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. તેમાં જ્ઞાન સહાયક છે. ૧૪ સ્વરૂપ અવલોકન Page #16 -------------------------------------------------------------------------- ________________ એવું જ્ઞાન ગુરુગમથી પ્રાપ્ત કરવું. આત્મસ્વરૂપનું જ્ઞાન નિજેચ્છાએ પ્રાપ્ત થતું નથી માટે ત્યાં જ્ઞાની ગુરુનો સહારો લેવો. જ્ઞાની ગુરુના આશ્રયે આશાતૃણાઓ સહજ રીતે દૂર થાય છે. હૃદયની કોમળતા અને સરળતા ગુણને ગ્રહણ કરે છે. ચિત્તની કઠોરતા ગુણને ગ્રહણ કરવા દેતી નથી. આથી અવગુણના આવરણ જીવને બંધનમાં નાંખે છે. જગતના તમામ પદાર્થો શિક્ષણરૂપ છે. ગુણગ્રાહી જીવ તૃણમાંથી પણ બોધ મેળવે છે. એમ ક્રમે ક્રમે જીવ ગુણાનુરાગી થતાં ધર્મ તરફ વળે છે. જે ધર્મ સંસારની ગતિમાં ભ્રમણ કરાવે તે ધર્મ નથી. ધર્મનું ફળ મુક્તિ છે. સંસાર એ કષાયનું ઘર છે. આમ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે ઝોલાં ખાતો જીવ અનંતકાળથી રખડે છે. પુદગલને બદલે છે. ફકત ઉપયોગને આત્મભાવમાં સ્થિર રે તો રખડવાનું છૂટે. ધ્યેય ઃ અજ્ઞાનને કારણે જીવ અશાતાના ઉદયને રડીને ભોગવે છે. જ્ઞાની તેવા પ્રસંગે ધીરજથી કર્મને વેદે છે. એટલે કર્મરજ સમતાભાવને કારણે ધૂળની જેમ ઊડી જાય છે. જીવે ઉપયોગને ફેરવવાનો છે. જીવનની રીતિને બદલવાની છે. ધ્યેય વગર વૃથા મહેનત કરવાથી ધ્યેયની પ્રાપ્તિ થતી નથી. મુક્તિ માટે નિર્ણય કરવો પડશે. ક્ષણિક વૈરાગ્ય કે મોહગર્ભિત વૈરાગ્યથી કરેલો સંકલ્પ ટકતો નથી. મુક્તિના નિર્ણયને આત્મા સાથે એક કરવાનો છે. આવી શ્રદ્ધા પછી મુમુક્ષુએ વિચારવાનું છે કે આગમશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે આ કાળે આ દેહે મુક્તિ નથી. તેથી તેને યોગ્ય મહવિદેહ જેવા ક્ષેત્રે પહોંચવાની યોગ્યતા મેળવવી પડશે. આ કાળે મનથી સર્વાશે ઈચ્છા વિરોધ કરવાને તું શક્તિમાન ન હો તો ક્રમે ક્રમે આગળ વધ. છ બાહ્ય અને છ અત્યંતર તપાદિથી વૃત્તિની વાડ બાંધી દે. એ રીતે અભ્યાસ થવાથી પુરુષાર્થની પ્રબળતા થશે. યથાશક્તિથી પણ નિશ્ચિત ધ્યેય હશે તો જ્ઞાનનો યોગ મળી રહેતાં ભ્રમણ ટળશે. કેવળ નિશ્ચયનયને આધારે એમ જ માની લે કે આત્મા તો શુદ્ધ જ છે, હવે કોઈ પુરુષાર્થની કે વ્રતાદિની જરૂર નથી તો સ્વચ્છંદતા આવશે. આત્માનો જે વર્તમાન પર્યાય છે તેને જેવો છે તેવો જાણી લે. વર્તમાનની મલિન પર્યાયનો (ઉપયોગનો) સ્વીકાર નહિ કરે તો જીવ સ્વછંદે ચઢીને જગતમાં આદરવાના સદાચાર જેવા ગુણોને પણ વિસરી જશે. માટે ક્ષણે સ્વરૂપ અવલોકન ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ ક્ષણે ઉપયોગ રાખી કર્મના રસને મંદ કરતો જા. જેથી આહારાદિ જેવી ક્રિયા પણ આત્મગુણને પ્રગટાવવા સહાયક બને. આહાર જેવી ક્રિયામાં અસાવધ રહેવાથી રસાસ્વાદની વૃત્તિને કારણે જીવ કર્મબંધનમાં ન પડે, કેવળ દેહના નિર્વાહ માટે જ તેનો ઉપયોગ છે, તેમ સાક્ષીભાવે રહે. અનાદિથી આત્માના શુદ્ધ ઉપયોગમાં અંતરાયને કારણે જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. અને તેથી તેની પ્રાપ્તિ દુષ્કર લાગે છે. ઈદ્રિય વિષયોમાંથી ભાવમનને દૂર રાખી ઉપયોગને આત્માપણે સ્થિર રાખે તો રસ વૃત્તિ શિથિલ બને. આશાતૃષ્ણાનું બળ શાંત થશે. જે મન સંસારભાવને સહાયક હતું તે જ મન મોક્ષમાર્ગના સાધનમાં સહાયક બનશે. દર્શનજ્ઞાનરૂપી ઉપયોગ એ આત્માના ગુણ છે તેનું સ્મરણ રાખ. જેથી ચારિત્ર ગુણ સહજ ભાવે પ્રગટે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયની આરાધના તે શુદ્ધ વ્યવહાર છે. તે ગુણોની દશા તે નિશ્ચય છે. ત્રણેનું અભેદ પરિણમન તે મોક્ષમાર્ગ છે.. પૂર્વકર્મના ઉદયકાળે દુઃખના પ્રસંગે જીવ કષાયો કરે અને અન્યને તેની વૃત્તિમાં પ્રેરે તાં બંને કર્મબંધનમાં પડે છે. નિકાચિત કર્મો છૂટતાં પહેલાં પ્રબળ પુરુષાર્થ, સમભાવ અને ધીરજની આવશ્યકતા છે. તેવાં કર્મો સામાન્ય પુરુષાર્થથી દૂર થતાં નથી. કર્મના ઉદયકાળે નવા કર્મને રોકવા પુરુષાર્થ કરવો પડે. ઉપયોગ પૂર્વક આસવદ્વાર બંધ થઈ શકે. સંવરભાવને કારણે નવાં કર્મોનો બંધ નથી થતો. મોક્ષ માર્ગના ધ્યેય વગર જીવ દ્રવ્ય સંવરભાવમાં અટકી દ્રવ્ય નિર્જરા સુધી પહોંચી શકે. ભાવ નિર્જરા એટલે વિચાર કે વિકલ્પ માત્રનું અતિશય શાંત થવું. તેવી સકામ નિર્જરા વગર જીવ મુક્ત થઈ શકતો નથી. યદ્યપિ આ દશાના અધિકારી અપ્રમત્ત મુનિજનો છે. જૈનકુળમાં જન્મેલો જીવ વ્રતાદિ કે ચારિત્ર ગ્રહણ કરી માની લે કે પોતે સમકિતી છે તો તે એક ભ્રમણા છે. નિશ્ચયથી દેહ-આત્માની ભિન્નતાની પ્રતીતિ અને વ્યવહારની સતદેવગુરુધર્મતત્વની શ્રદ્ધા તે સમકિતનું મૂળ છે. સમકિત ગુણ પ્રગટવા માટે ચારિત્રની આવશ્યકતા છે. જીવની અંતરદશાના કષાયોની તીવ્રતા કે મંદતા પ્રમાણે ગુણ પ્રગટે છે. સામાયિક આદિની ભૂમિકાને સમજી તેનું શુદ્ધ અનુષ્ઠાન કરે તો ફળદાયી બને છે. સ્વરૂપ અવલોકન ૧૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ તપ, પ્રતિક્રમણ, સામાયિક કે પૂજા વગેરે આત્માર્થે થાય તો જ મુક્તિને આપનારા બને છે. મન, વચન ને કાયાના આરંભનો સંયમ થશે તો તે તે ઈદ્રિયના વિષયોની મંદતા થશે. તેવી દશામાં આત્મવિચારણાની સંકલના કરી પોતાનાં કાર્યોને એક ચિત્તે નિહાળવાં. જયાંથી વિરમવા જેવું લાગે ત્યાં દેઢ નિર્ધાર કરી ત્યજવા જેવાં કાર્યોને ત્યજી દેવાં અને ચિત્તમાં શુદ્ધભાવે એકાગ્ર થવું. જેથી કર્મસમૂહ શાંત થશે. જયારે ઈદ્રિયો પોતાના વિષયમાં ઉત્તેજિત ન હોય ત્યારે તેમનો લાભ લઈ સંયમમાં મનની સંકલના કરી આદરેલા વ્રત ઈત્યાદિમાં દઢતા રાખવી. સંસારના દુઃખ અને સંતાપથી કંટાળી જીવ એમ વિચારે કે મને હવે કોઈ અશુભ પ્રસંગ કે વિચાર ન આવે. પણ એવું બનતું નથી. શૂન્યવત બેસી રહેવું તે એકાગ્રતા નથી. કોઈ વિચારે કે કશું કર્તવ્ય કરવું નહિ જેથી કર્મ ન બંધાય. પણ માનસિક ક્રિયા જ એવી છે કે તે ઈચ્છા અનિચ્છાએ ચાલ્યા જ કરે છે. તેમાં જે રાગદ્વેષની પરિણતિ છે, તેજ બંધનું કારણ છે. જડવત્ બેસી રહેવાથી મુક્ત ન થવાય તો તો બધા જડ પદાર્થો મોક્ષગામી જ કહેવાય. સમભાવી જીવ કર્મના ઉદયકાળે નિર્લેપભાવે કર્મને વેદે છે. વર્તમાનમાં આત્મા પર્યાયે મલિન છે, કર્મથી બંધાયેલો છે. પરંતુ હવે કર્યભાર ન વધે તે માટે પોતાના દોષભાવને નિહાળી તે તરફની વૃત્તિને શાંત કરવાનો નિર્ણય કરવો જોઈએ. પરિણતિ ફરે તો ભ્રમણ ટળે. બાહા શુદ્ધાચાર અને ક્રિયા તે બાહ્યયોગ છે. તેની સહાયથી આંતરયોગને સાધી શકાય છે. ઈદ્રિયો દ્વારા થતી ક્રિયાઓને ગૌણ કરી મનને આત્મા પ્રત્યે વાળવું જોઈએ. ઈદ્રિય વિષયોથી પાછું વળેલું મન આત્મચિંતન તરફ વળશે. તો જ આત્માર્થ પ્રગટશે. આત્માની શુદ્ધ જ્ઞાનગુણદશા તે ઈશ્વરરૂપશુદ્ધ તત્ત્વ છે. જગતનું કર્તાપણું તે ઈશ્વરનું શુદ્ધ સ્વરૂપ નથી. ઈશ્વર કોઈને તારી દેશે તેવી ભ્રાંતિમાં ન પડવું. સદ્ગુરુગમે આગમોના આધારે પોતાના શુદ્ધ સ્વભાવનું આલંબન નિરાલંબનને પ્રગટ કરે છે. આ કાળે એવી દશાના સંયોગની કઠિનતા છે મુનિજનોને પણ દુર્લભ છે. છતાં ધ્યેય તો તેવી દશાનું જ રાખવું. કર્મના બંધન વડે સંસાર છે. માટે કર્મના રહસ્યને જાણવાની જીવને આવશ્યકતા છે. કષાયોને કારણે જડ પુદ્ગલો કર્મરૂપે પરિણમી જીવની સ્વરૂપ અવલોકન ૧૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ સાથે સંયોગમાં આવે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, યોગ તે આસ્રવ ના મૂળ છે. તેમાં મિથ્યાષ્ટિ-વિપરીતષ્ટિ તેનું ઉગમસ્થાન છે. મિથ્યા દેવ, કુગુરુ, કુધર્મની શ્રદ્ધા, સદેવ, સગુરુ, સતુધર્મમાં અશ્રદ્ધા, આત્મા અને દેહનો અવિવેક મિથ્યાદેષ્ટિના લક્ષણો છે. મિથ્યાદેષ્ટિ જીવ ધર્મ સમજીને જે જે શુભ ક્રિયા કરે છે તે બધી જ મિથ્યા પરિણામ આપે છે. એવો જીવ સદાચારી હોય તો પણ તે શુદ્ધ ધર્મને પામી શકતો નથી. સમ્યફદૃષ્ટિ જીવ શુદ્ધધર્મ પામે છે. ધ્યેયની દૃઢતા માટે શાસ્ત્રાભ્યાસ જરૂરી : જગતના જીવ અજવાદિના ભેદ પ્રભેદ જ્ઞાન માટે અભ્યાસ જરૂરી છે. જ્ઞાનીનો યોગ ન મળે તો પ્રમાદ રહિત થઈ સત્ શાસ્ત્રનો આધાર લેવો. આત્મગુણને પ્રગટાવે તે સલ્ફાસ્ત્ર છે. જીવને તેવા અભ્યાસની રુચિ ન હોય ને શાસ્ત્રને ખોટા ઠરાવે તો તે મિથ્યાત્વ છે. તીર્થકરોની સતવાણીને ગણધરોએ ગૂંથી, શ્રુત કેવળીઓએ પ્રરૂપણા કરી, જ્ઞાની આચાર્યોએ તેનાં શાસ્ત્રો રચ્યાં અને લોક કલ્યાણ માટે શાસ્ત્ર ઉપદેશ કર્યો. આ શાસ્ત્રોમાં કેવળ સ્વમતિ કલ્પના ન હોય. પરમ વિતરાગની વાણીને લોકભોગ્ય કરનાર એવા જ્ઞાની આચાર્યોએ શાસ્ત્રો રચ્યાં તેનો શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવાથી કર્મ અને ધર્મના રહસ્યને જાણી આત્માર્થી-સમ્યગુવાન જીવ પરિવર્તન લાવી શકે. શાસ્ત્રાભ્યાસના પાંચ પ્રકાર બતાવ્યા છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા. વાચના-સરૂનો બોધ. પૃચ્છના-પ્રશ્નથી તત્ત્વનું સમાધાન મેળવવું. પરાવર્તના-પુનરાવર્તન કરે અને સમજ પ્રમાણે વર્તે. અનુપ્રેક્ષા-વારંવાર ભાવનાથી ભાવિત થાય. ધર્મકથા-જેનાથી ધર્મ પમાય તેવી અન્યોન્ય કથા કરે. આ રીતે પંચવિધ સ્વાધ્યાય કરે તો જીવનની સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત થાય. ગૃહસ્થપણાના કર્તવ્ય કરવા માંથી પ્રમાદરહિત થઈ, નિરર્થક સમય વેડફી ન નાંખતાં આવી રુચિ કેળવવી. લોકોની વૃત્તિ ઉશ્કેરાય તેવી વિકથા કે ભાષણોમાં ન પડવું. તેમાં સ્વપર કોઈનું કલ્યાણ નથી. સમક્તિની ૧૮ સ્વરૂપ અવલોકન Page #20 -------------------------------------------------------------------------- ________________ રુચિવાળા જીવે એવા મિથ્થા સંભાષણથી બચવું. બાહ્યાચાર કે વ્યવહારમાં ગૃહસ્થને એવા પ્રસંગ આવે તોય વિવેકપૂર્વક દૂર રહેવું. આહારદિશુદ્ધિ : મિથ્યાદષ્ટિ કે વિધર્મીની સોબતથી બાધ આવવાનો સંભવ છે. આહારાદિની ક્રિયાના સિદ્ધાંતોની સમજ ન હોવાથી શુદ્ધ ક્રિયામાં બાધ આવે છે. અને તેવી સોબતની શરમથી વૃત્તિઓ શિથિલ થાય છે. બાહ્યાચારમાં પણ એવી સોબતથી દૂર રહેવું. ધર્મઆરાધનામાં એવી શિથિલતા ચાલે નહિ. ક્રિયા શુદ્ધિ માટે આહારશુદ્ધિ અને સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ઉત્કૃષ્ટ સાધક અને યોગબળવાળાને બાધક ન થાય તોપણ વિવેક તો જરૂરી છે. સાધુજનો પણ નિમિત્ત મળતાં ચળી જાય છે. તેને માટે શાસ્ત્રમાં અનેક દૃષ્ટાંતો બતાવ્યાં છે. ગૃહસ્થ તો તે અવશ્ય પાળવાનાં છે. કારણકે ગૃહસ્થજીવનમાં વધુ અનુકૂળતા હોવાથી પ્રમાદ થવા સંભવ છે. ઈદ્રિયો બળવત્તર થાય તે પહેલાં સંયમ કરવો. આહારની અસર દેહ, ઈદ્રિય અને મન પર અવશ્ય થાય છે. કેટલાક પદાર્થો વિકાર અને તમસને ઉત્તેજિત કરે છે. અને આહારમાંથી બનતાં હાડમાંસ, મજજા, લોહીમાં તેની અસર પડે છે. આમ આહારની અસર પ્રમાણે વિચારો ઊઠે છે અને પ્રેરણા મળે છે. કોઈપણ બહાના હેઠળ આહારની વિષમતા ચલાવી ન લેવાય. તેમાંથી ઊભાં થતા વિકારો અને કષાયો આત્મગુણને પ્રગટવા દેતા નથી. હિંસક પદાર્થો ખાનારનાં શરીર જ સશક્ત રહે અને લાંબુ જીવે તેવું નથી. તેમ માંસાહારી વ્યક્તિ વિકારી જ હોય તેવું પણ નથી. છતાં દેહધર્મ શક્ય તેટલી અહિંસાથી બજાવાય અને નિર્વાહ અર્થે સાત્ત્વિક આહાર લેવો જરૂરી છે. એકવારના આહારથી ચાલે તો બીજીવાર આહાર ન લેવો અથવા છેવટે સુધા હોય તેનાથી થોડા ઊણાં રહેવું. અલ્પહારમાં હિંસા તો રહેલી છે. અંતિમ મુકતાવસ્થા અનાહારક દશા છે. - કેવળજ્ઞાનીને મનાદિ યોગ હોવાથી પહેલે સમયે કર્મ બંધાય છે બીજે સમયે ભોગવાય ત્રીજે સમયે નિર્જરી મુક્ત થાય છે. એ ક્રમથી છેવટે પરમાણુ માત્રના ઋણાનુબંધ પૂરા થવા, કે તમામ કર્મરજનો નાશ કરવા કેવળી સમુદ્રઘાત કરી જગતના તમામ પરમાણુઓને સ્પર્શી કર્મ ખપાવી દે છે. પછી શૈલેશીકરણની ક્રિયા કરી અનાહારકદશાને પામે છે. સ્વરૂપ અવલોકન ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ પછી સિદ્ધ, બુદ્ધ અને જૈન કોણ : મુક્ત થાય છે. ગૃહસ્થે નીતિથી દ્રવ્ય ઉપાર્જન કરવું જોઈએ, અને ઓછી જરૂરિયાતથી જીવનનિર્વાહ કરવો જોઈએ. શરીરના અને અન્ય સાધન વડે મોક્ષ સાધનાનો અભ્યાસ કરવો જોઈએ. દેહાદિ મારાં નથી, આત્મ સાધન માટે તે મળ્યા છે તેવી શ્રદ્ધા કરવી તે મનુષ્યદેહની સાર્થકતા છે. તે માટે જૈનદર્શનના સિદ્ધાંતનો મૌલિક અભ્યાસ કરવો જરૂરી છે. રાગદ્વેષ રહિતતા તે વિતરાગ. આવી વિતરાગતાને આરાધે તે જૈન. પોતાના અંતરકષાયોને જીતે તે જિન. એવા જિનને આરાધે તે જૈન. દેહમાં આત્મબુદ્ધિ થવી તે મિથ્યાજ્ઞાન છે. તે અજ્ઞાન જ છે. દેહ મન વગેરેના અણુએ અણુની શુદ્ધતા કરવી પડશે. જ્ઞાનગુણની પરિણતિ સિવાય અજ્ઞાન દશા દૂર થતી નથી. આજે દેહાદિ સાધનની અનુકૂળતા મળી છે તે પાપાનુબંધી પુણ્યનું ફળ છે. જો પુણ્યનો ઉપયોગ આત્માર્થે નહિ થાય તો તે પુણ્ય પણ પાપમાં પરિણમશે. મુમુક્ષુએ જ્ઞાનીના વચન અને અનુભવ પર શ્રદ્ધા રાખી ધર્મ અનુષ્ઠાનોની સહાયથી માર્ગનો નિર્ણય કરવાનો છે. યુવાનીમાં કે દેહાદિની અનુકૂળતામાં જ જ્ઞાન આરાધનની વૃત્તિ તરફ વળે દૃઢતા વધે. ભોગાદિમાં શક્તિ વેડફાઈ ગયા પછી કે વૃત્તિને આધીન થયા પછી તેમાંથી બહાર નીકળવું દુર્લભ થતું આપણે જોઈએ છીએ. અને અનેક પ્રકારના અંતરાયો ઊભા થાય છે. દંઢ આરાધના પછી વૃદ્ધાવસ્થા કે અશાતાના ઉદયમાં જીવ સમતાથી સ્વકર્મને વેદે છે. ન જૈન ધર્મને પામેલી વ્યક્તિ શાંત અને સંતોષી હોય. બાહ્યાચારમાં દંભ ન હોય. સદાચારીના અંતરગુણો વિકસે છે. અને દોષો સહજ રીતે દૂર થાય છે. કારણકે પોતાના દોષનું મૂળ શોધ્યા વગર તેને ચેન પડતું નથી. જ્ઞાનીના આશ્રયે તેમણે કહેલા માર્ગે જ્ઞાનનો અભ્યાસ કરે તો કષાયો શાંત થાય છે. રત્નત્રય : મિથ્યાત્વની મુખ્યતાથી રાગદ્વેષ અને ક્યાયોની પરિણતિથી ક્ર્મબંધ થાય છે. તે શુદ્ધ સાધનથી નષ્ટ થાય છે. તેનાં ત્રણ સાધન છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યચારિત્ર. આ ત્રણે આત્માના ૨૦ સ્વરૂપ અવલોકન Page #22 -------------------------------------------------------------------------- ________________ ગુણો છે. ત્રણેનું એક્ત તે મુક્તિ છે. જડ અને ચેતનની ભિન્નતાનું જ્ઞાન તે સમ્યગજ્ઞાન છે. તે જ્ઞાનની શ્રદ્ધા તે દર્શન છે. અને તે ગુણોમાં સ્થિર થવું તે ચારિત્ર છે. આ ઉપરાંત આ ગુણોના અનેક ભેદ છે. મિથ્યામતિ ટળે એટલે આ ગુણો પ્રગટે છે. બાહ્યાચાર કે સાધનમાં ઉપિયોગની શુદ્ધિ હોય તો સરળતા થાય છે. તપ એ નિર્જરાના હેતુ માટે છે. આહારાદિથી થતી હિંસા, તેમાં જીવ રોકાઈ રહેતો દેહ જ અંતરાય છે, તપ આરાધનથી અંતરાય દૂર થવાથી નિર્જરા થાય છે. અને આહારાદિમાં વૃત્તિ સંક્ષેપને કારણે સંયમ સહજ બને છે. આથી પુદ્ગલો સાથે વેરાનુબંધ મંદ થાય છે. આરંભના કાર્યમાં રોકાતો સમય સ્વાધ્યાયમાં ગાળવાથી જ્ઞાનનો વિકાસ થાય છે. તપ ફળની આકાંક્ષા વગર થવું જોઈએ. અનુકરણથી કરેલા તપથી નિર્જરા થતી નથી. નિષ્કામભાવે તપ કરવું. જૈન એટલે આરાધક. કર્મોની નિર્જરા કરે તે આરાધક-જૈન. રાગ અને દ્વેષ, મમત્વ અને અહમ્ એ અજ્ઞાનના સહાયક અંગો છે. અને અજ્ઞાનની જડ છે. રાગ દ્વેષ મંદ પડે ત્યારે મિથ્યાત્વ શિથિલ થાય છે. જેમ જેમ તત્ત્વ શ્રદ્ધા-રુચિ-અપૂર્વતા વધતી જાય તેમ તેમ સમક્તિનો સ્પર્શ થાય છે. તેના સ્પર્શ પછી પરભાવમાં જીવવું દુષ્કર છે. તેની રક્ષા માટે ત્યાગ, સંયમ અને સતત જાગૃતિ જોઈએ. સમક્તિના પાંચ પ્રકાર છે. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સાસાદન અને વેદન. ઉપશમ અને ક્ષયોપશમ સુધી પહોંચ્યા પછી છેક અગિયારમેથી જીવ પાછો પડે છે. કારણકે સાતથી અગિયાર સુધીના ભાવો અલ્પ પરિણામી હોય છે. ક્ષાયિક-ક્ષપક શ્રેણીવાળો આઠમેથી જ્ઞાનીના વચનના કે પૂર્વના જ્ઞાનના આશ્રયે જીવ ચઢતો ચઢતો બારમે પૂર્ણ વિતરાગદશા પામીને ચૌદમે મુક્તિને વરે છે. ક્ષપક શ્રેણીના આશ્રયે જીવ ગુણસ્થાનકને વમતો નથી. આ કાળે શયોપશભાવને અને ઉપશમભાવને સાધવાનું સામર્થ્ય રહ્યું છે. તેમાં સ્થિર થયેલો જીવ ભાવથી ક્ષાયિકભાવને પામે છે. ઔદાયિક તો દરેક જીવને વર્તે છે. સમયે સમયે ઉદય થાય અને જાય છે. તે મોક્ષસાધન માટે ઉપયોગી નથી. માટે ક્ષાયિક સમક્તિનું લક્ષ્ય કરવું. કર્મના પુદ્ગલ પરમાણુને ભાવમન દ્વારા ઉપયોગ ગ્રહણ કરે છે. તેવા કર્મોથી છૂટવા સમ્યગુચારિત્રની જરૂર છે. જ્ઞાન દ્વારા કર્મની પ્રકૃતિ - ૨૧ સ્વરૂપ અવલોકન Page #23 -------------------------------------------------------------------------- ________________ સમજમાં આવે છે. સમક્તિના સ્પર્શ પછી આત્માનું સામર્થ્ય વધે છે. પોતાના ધ્યેયને પહોંચવા પુરુષાર્થી બને છે. પૂર્વસંચિત કર્મોના ઉદયકાળે શિથિલતા કે પ્રમાદ આવે તોય લક્ષ છૂટતું નથી. સમ્યજ્ઞાનાદિના શુદ્ધભાવને કારણે ધર્મધ્યાનને આરાધી સ્વયં આત્મતત્વનો અનુભવ મેળવે છે. જીવન સુધી સંસારના સુખદુઃખ જીવ અનુભવે છે. મૃત્યુ પછી શું થશે તે જીવ જાણતો નથી, છતાં જ્ઞાનીના આશ્રયે પુરુષાર્થ દ્વારા પોતાનો નિશ્ચિત માર્ગ પ્રાપ્ત કરી શકે છે. આવી શકયતા કેવળ મનુષ્યયોનિમાં જ સંભવિત છે. તીર્થકરાદિના સ્વરૂપનું ધ્યાન તે આલંબનરૂપ છે. જ્ઞાનીના સ્વરૂપના ચિંતનમાં આત્મસ્વરૂપના દર્શનની શકયતા છે. એવા અવલંબનના અભાવે જીવ માર્ગથી વંચિત રહે છે. ભક્તિ એ શ્રદ્ધાનું અંગ છે. જીવનાં પરિણામો સ્થિર અને શુદ્ધ થવા માટે આધારભૂત છે. શુદ્ધ શ્રદ્ધા તે સમક્તિનું સાધન છે. ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન એ કર્મમુક્તિના ઉપાયો છે. તેમાં સાધકને કસોટી આવે છે, અંતરાયો ઊભા થાય છે. તેમાં સમભાવે, રહી જીવ વિકાસ સાધે છે. મનને અંતર્મુખ કરવાનું છે. જીવનમાં અનુકૂળ સાધનો મળ્યાં છે તેનો લાભ લઈ માર્ગસ્થ થાય તો અજ્ઞાનદશા મંદ પડે છે. આત્માનું અસ્તિત્વ : કેટલાક જીવો આત્માના અસ્તિત્વને કે તેના સાતત્યને સ્વીકારતા નથી. દેહના નાશ થવા સાથે આત્માનો નાશ માની દેહના સુખભોગમાં જીવન પૂરું કરે છે. પણ સુખ દુઃખાદિ અનુભવનાર તેનું સ્મરણ રાખનાર તત્ત્વ કોણ છે. ? પદાર્થને જાણનાર તત્ત્વ જ ચૈતન્ય, આત્મા છે. વળી જીવનની સુખદુઃખાદિ વિચિત્રતા પૂર્વજન્મનાં સંચિત કર્મોનું ફળ છે તે આત્માનું સાતત્ય દર્શાવે છે. દરેક દર્શનમાં આ અંગે મતભેદ છે. જેને દર્શનના સિદ્ધાંતોમાં વ્યવસ્થિત પ્રરૂપણા જણાય છે. જીવ અનાદિથી છે. વર્તમાન પર્યાય અશુદ્ધ છે. દ્રવ્ય શુદ્ધ તત્ત્વ છે. તેથી મુક્ત થઈ શકે છે. સિદ્ધાંતોના અંતર્ગતભેદે કરીને દરેકના મતે આત્મતત્ત્વનો સ્વીકાર થયેલો છે. આત્મા છે કે નથી એવું વદનાર કોણ છે? હું છું તેમાં જ તેનો સ્વીકાર રહેલો છે. આત્માના અસ્તિત્વને માનનાર આસ્તિક અને ન માનનાર નાસ્તિક તે સ્થૂળ અર્થ છે. સર્વ જીવમાં સમાનભાવે વર્તનાર ખરો આસ્તિક છે. કેવળ ૨ ૨ સ્વરૂપ અવલોકન Page #24 -------------------------------------------------------------------------- ________________ આત્માના અસ્તિત્વને માને અને બાહ્યાચારમાં દંભથી જીવે તેવા જૈનો આજે હાંસીને પાત્ર થયા છે. અહિંસાના પરમ ઉપાસક મહાવીર પ્રભુ કંઈ કાયર ન હતા. અભય તે મહાન ગુણ છે. અહિંસાના નામે ઉપર ઉપરનો ધર્મ પાળી જૈનો કાયર થતા જાય છે. નાના જીવોની હિંસા પાળી મોટા જીવો પ્રત્યે દયાભાવ ન હોવાને કારણે ધર્મ હાંસીને પાત્ર બનતો જાય છે. જીવે અજ્ઞાનવશ કરેલાં કર્મા તેજસ કાર્પણ શરીરરૂપે ભવાંતરે આત્માની સાથે જ જાય છે. મૃત્યુ પર્યત બાકી રહેલી વાસનાઓ જ મતિ અને ગતિને સિદ્ધ કરે છે. સંસારી જીવ પુગલ સંબંધોને છોડી શકતો નથી અને દેહને રાખી શકતો નથી. તેવી દશા જીવને ફરી ફરી જન્મ લેવરાવે છે. અને કરેલાં કર્મો ભોગવવાં જ પડે છે. આત્માના અસ્તિત્વનું સાતત્ય તેમાં સિદ્ધ થાય છે. મુક્તિને વરેલા જીવો સિદ્ધ થઈ સિદ્ધશીલા પર વાસ કરે છે. આત્માના અસ્તિત્વના સિદ્ધ થવાનાં કારણો સાત પ્રકારે છે. સ્વસંવેદન, બાધક પ્રમાણનો અભાવ, વિધિનિષેધથી કર્તાનું પ્રમાણ. તર્ક, જ્ઞાનીઓનો અનુભવ, આધુનિક વિજ્ઞાનનો મત, અને પુનર્જન્મ. (૧) સ્વસંવેદન સ્વ-પોતાનો. જ્ઞાનથી થતો અનુભવ. શરીર એ આત્મા નથી. તેને થતાં સુખદુઃખાદિના ભાવો ચેતના ગ્રહણ કરે છે. ચેતના રહિત શરીરને પીડા થતી નથી. આત્માના ઉપયોગ વડે શરીર વેદન અનુભવી શકે છે. ઉપયોગનો મૂળ હેતુ આત્મજ્ઞાન માટે છે. ઈદ્રિયોના પ્રયોજન માટે નથી. જો કે ચેતનના ઉપયોગ વગર ઈદ્રિયને માટે વિષયોનું જ્ઞાન સંભવતું નથી. ઉપયોગ દ્વારા થતો અનુભવ તે સ્વસંવેદન છે. ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. (૨) બાધક પ્રમાણનો અભાવ હું નથી તેવું ભાન કોઈને નથી. પ્રાણીમાત્રને સંજ્ઞાદિથી એવું ભાન રહે છે કે પોતે છે. શરીરમાં આત્માનો વાસ છે તેવું સમજાય છે. તે બાધક પ્રમાણનો અભાવ છે. (૩) વિધિનિષેધથી પોતાના કર્તાપણાનો સિદ્ધાંત હું નથી તેમ નિષેધ કરનાર કે કહેનાર કોણ છે? હું કોણ તે જ વિધિ પોતાપણાને સિદ્ધ કરે છે. (૪) તર્કઃ ન્યાયશાસ્ત્રનાં અનેક પ્રમાણોથી આત્મા સિદ્ધ થાય છે. (૫) અનુભવી જ્ઞાનીઓના પ્રમાણ : જ્ઞાની પુરુષોએ પોતાના સ્વરૂપને અનુભવ્યું છે અને પ્રકાશ્ય છે. સ્વરૂપ અવલોકન ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ (૬) આધુનિક વિજ્ઞાનના મતે : વિજ્ઞાનને અનેક પ્રયોગ કરી વનસ્પતિ આદિમાં જીવના હોવાપણાને સિદ્ધ કર્યું છે. કેવળ ભૌતિક કે પદાર્થજ્ઞાનને કારણે જીવોની ઉત્પત્તિના કાર્યકારણભાવને તેઓ સિદ્ધ કરી શકયા નથી કારણ કે આત્મા તે પ્રયોગાત્મક કે બુદ્ધિગમ્ય નથી. સ્વભાવધર્મના કાર્યકારણભાવને ન્યાય આદિ શાસ્ત્રમાં પ્રમાણ કરેલો છે. (૭) પુનર્જન્મ : વર્તમાનકાળમાં જાતિસ્મરણાદિ જ્ઞાન કવચિત જાણવા મળે છે. છતાં સ્મૃતિ, સંસ્કાર આદિની તીવ્રતા મંદતામાં પુનર્જન્મનાં પ્રમાણ મળી રહે છે. પ્રેમ અને વેરની તીવ્રતા મંદતાથી પણ પુનર્જન્મના સંસ્કારનું પ્રમાણ મળે છે. બાકી રહેલી વાસનાઓ ફરી ફરીને જન્મ અપાવે છે. અને પોતાના કર્મઅનુસાર જન્મ મળે છે. આત્મસ્વરૂપ : સર્વ જીવો મોક્ષની આરાધના કરે અને સર્વ જીવો મુક્ત થઈ જાય તો સંસાર કેમ ચાલે તેવો પ્રશ્ન કોઈને ઊઠે છે. જીવ માત્રનાં એવાં ઉત્કૃષ્ટ શુદ્ધ પરિણામ થવાં જ દુષ્કર છે કે સૌ સંસારના બંધનથી મુક્ત થઈ જાય. વળી જગતમાં અનેક યોનિઓમાં અનંત જીવ રાશિ પડી છે. તેમાં અનંત જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે. એટલે અનંત જીવો મોક્ષે ગયા તોય સંસાર ચાલે છે અને અનંતજીવો મોક્ષે જશે તોય સંસાર ચાલશે. માટે સંસારમાં જીવવાનું વહાલું લાગે તેને ચિંતા કરવાની જરૂર નથી પણ જેને મોક્ષ વહાલો લાગ્યો છે તેને પ્રમાદ કરવાની જરૂર નથી. એક ક્ષણનો પ્રમાદ ભવભ્રમણને નોતરે છે. સ્વરૂપનું સંવેદન આત્માના ચૌદમા ગુણસ્થાનક સુધી રહે છે. જીવમાત્રને સંવેદન હોય છે તે કેવળ ચેતનના હોવાપણાને કારણે છે. બાહ્ય અને આંતરયોગના સમત્વનું સંવેદન જાગૃત દશાવાળા જીવને હોય છે. વિભાવદશામાં સમત્વનું સ્વસંવેદન નથી. વિભાવ દશામાંથી ઉત્પન્ન થતા જડકર્મને પ્રમાદી જીવ જાણી શકતો નથી. અસંખ્ય પુદ્ગલ પ્રદેશોના સમૂહને તે જાણી શકે છે. જેમકે શરીરની વ્યાધિ ઈત્યાદિમાં વેદનાને જાણી શકે છે. જ્ઞાનીપુરુષો સૂક્ષ્મ એવા કર્મ પરમાણુને જાણી શકે છે. આત્મસ્વરૂપને જાણી શકે છે. કેવળજ્ઞાનીનું જ્ઞાન સ્વપર પ્રકાશક છે. આત્મસ્વરૂપ સ્વપર પ્રકાશક છે. દીપક જેવો તેનો ગુણ છે, દીપક પોતે પ્રકાશે છે અને બીજા પદાર્થોને પણ પ્રકાશ આપે છે. સ્વરૂપનું જ્ઞાન જ ૨૫ અવલોકન Page #26 -------------------------------------------------------------------------- ________________ મુક્ત થવાનો આધાર છે. મન ઈંદ્રિયાદિ પરાધીન છે. જડ અને ચેતન બંને પોતાને સ્થાને સ્વતંત્ર દ્રવ્યો છે. ચેતનનું અને જડપુદ્ગલોનું તેના સ્વભાવગુણે કરી પરિવર્તન થયા કરે છે. આખું જગત પરિવર્તનશીલ છે. અનાદિકાળથી પદાર્થોનું અસ્તિત્વ છે. જ્ઞાનીપુરુષોએ રચેલાં શાસ્ત્રો પર શ્રદ્ધા રાખી આત્માર્થે વૃત્તિઓને વાળવી. ૫૨મ કરુણા કરીને જ્ઞાનીઓએ ધર્મની પ્રરૂપણા કરી છે. લૌકિકભાષામાં પણ કહેવાય છે સત્કાર્ય કરશો તો બીજાભવે સુખ મળશે. અનાદિથી જીવે સંસારના ભોગની તૃષ્ણા રાખી છે તેથી તેનાં ફળ તેવાં જ મળે છે. પૂર્વ સંસ્કારને વર્તમાનમાં ફેરવી શકાય છે. સમભાવે તે તે કર્મના ઉદયને ભોગવી લે અને કેવળ મુક્તિની અભિલાષાએ જ લક્ષ રાખે તો સંસ્કારનું શોધન થઈ શકે છે. સંસારના ફળની પ્રાપ્તિ કર્મબંધને કારણે છે. તેમાં કાળ અને ગતિનો સંયોગ થાય છે. આત્મા સાથે કર્મનો સંયોગ થવા છતાં કર્મ વિપાક અસમર્થ કેમ નીવડે છે ? આત્માનો બળવાન પુરુષાર્થ અને શુભ ઉપયોગ કર્મ વિપાકને અસમર્થ બનાવે છે. આત્મા ઉદયમાં આવતાં કર્મોનો કર્તા કે ભોક્તા બને તો સંસાર પુનરાવર્તન પામે છે. કર્મવાદના શાસ્ત્રથી તેની વિચારણા કરી, નિરંતર મનન કરી, જીવ કર્મબંધથી કેવી રીતે મુક્ત થાય. કર્મની કઈ પ્રકૃતિ છે ? કેવો રસ છે ? ઉદયકાળ પહેલાં જ તેને કેવી રીતે ખાળી શકાય તે પુરુષાર્થ કરવાનો છે. કર્મ પ્રકૃતિની વિવિધતાને કારણે આત્મા કર્મના સંબંધમાં આવે છે અને પરિભ્રમણ કર્યા જ કરે છે. જીવ જયારે દેહને છોડે છે ત્યારે એવી વિલક્ષણ અને બેભાન દશામાં હોય છે કે જન્મીને ફરીને પુરુષાર્થ કરવો પડે છે. દરેક જીવોનાં કર્મો સ્વતંત્ર હોય છે, સંયોગ વિયોગ એ તેનું પરિણામ છે. જેને કર્મની વિચિત્રતાનો ખ્યાલ નથી. શાસ્ત્રના સિદ્ધાંતોમાં શ્રદ્ધા નથી તે જીવો આશ્ચર્ય અનુભવે છે. અસત્ કે અશુભ કર્મો જીવને તેવા સંયોગમાં ખેંચી જાય છે અને સત્કર્મો કે શુભ કર્મો જીવને તેવી રુચિ તરફ લઈ જશે. મનુષ્યજીવન કેવળ ભોગ માટે નથી. ત્યાગ વિરાગ વગર છૂટકો નથી ત્યાગ એ મહાનદાન છે. સર્વ ધર્મ ક્રિયા તેમાં સમાયેલી છે. જ્ઞાનીની આજ્ઞાએ પુરુષાર્થ કર્યા વગર સંચિત કર્મો નષ્ટ થતાં નથી, કે સ્વરૂપ પ્રાપ્તિ થતી નથી. સ્વરૂપ અવલોકન ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ યોગ : આત્માની સાથે મન વચન શરીરાદિનું કાર્યકારણભાવે જોડાવું તે બાહ્ય પૌદ્ગલિક યોગ છે. તેમાંથી કર્મનું ઉપાર્જન થવું તે આશ્રવ છે. આ કર્મોનાં દ્વાર બંધ કરવાં નવાં કર્મોને રોકવાં તે સંવર છે. અને પ્રબળ પુરુષાર્થ કરી નિર્જરાદશાએ જવું તે ઉત્ક્રાંતિ છે. બારમા ગુણસ્થાનક સુધી સતત જાગૃતિ, સતત પુરુષાર્થ, જ્ઞાનીના વચનનો આશ્રય રાખવા પડે છે. કષાયરહિત જીવન સાથે માનસિક-અંતરયોગની પ્રબળતા જોઈએ. આવા સત્તાધન વગર અને પુરુષાર્થ વગર જીવ પહેલા અને ક્ષાયોપશમિક ચોથાગુણસ્થાનક સુધીનાં ચાર પગથિયાં ચઢ ઉતર કરે છે. અને તેવું અનંતકાળ સુધી બન્યું છે. જીવન ક્રમમાં ઉત્ક્રાંતિ લાવે, ચોથે દૃઢ રહે તો ક્રમે કરીને આગળનાં પગથિયાં ચઢી જાય છે. આઠમેથી સ્વભાવભૂત દશાનો પ્રબળ આશ્રય મળી રહેતાં બારમે પહોંચી જાય છે. પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરી તેરમા અને ચૌદમા ગુણસ્થાનને પહોંચી મુક્ત થાય છે. માટે પ્રથમ સમકિતને દૃઢ કરો, પછી કોઈ અશક્યતાઓ નથી. યોગ સિદ્ધિ માટે મંત્ર કે પ્રાણાયામ જેવી ક્રિયાઓ થતી હોય છે. તેમાંથી દેહાદિભાવે થતી સાધનાને કારણે જે કંઈ સિદ્ધિ થાય છે તે સંસાર ફળને આપે છે. મંત્રાદિથી મનનો સંયમ થાય, દેહાદિનો વિકાસ થાય પરંતુ સૂક્ષ્મ એવી વૃત્તિ રહે તો સંસાર યોગ ચાલુ રહે છે. ક્ષણે ક્ષણે પોતાની વૃત્તિ, ક્રિયા અને પરિણતિ પર વિચારણા કરી કર્મ સંયોગને યથાર્થ સમતાભાવે વેદે તો આત્મગુણ પ્રગટે. તીર્થંકર ભગવાનો સત્ પુણ્ય ઉપાર્જનને કારણે એક વરસ સુધી દાન આપીને પુણ્યયોગને પૂરું કરે છે. તે દાન સમયે કોઈ વૃત્તિ નથી હોતી તેથી લેનાર અને આપનાર બંને મુક્ત થાય છે. તીર્થંકરના જીવો ત્રણ જ્ઞાન સહિત જન્મ ધારણ કરે છે છતાં પોતે શાની છે તેવું માનીને પુણ્યના ઉદય સમયે ઉતાવળા નથી થતા. પૂર્વભાવી સંયોગો ઉદયમાં આવે તેમ વેદે છે. અને અંતરયોગમાં સ્થિરભાવે વર્તે છે. રાજય છોડયા પછી, બાહ્ય સંસાર છોડયા પછી, કર્મોની અતિ નિર્જરા પછી જ કેવળજ્ઞાન પ્રગટે છે. આ ભવે મુક્તિ છે તે જાણે છે છતાં, ધીર, ગંભીર અને સમભાવે ઉપસર્ગ પરિષહોને સહન કરી, ક્રમે કરીને જ જ્ઞાનને પામ્યા છે. આ કાળે જીવ થોડી સિદ્ધિ પ્રાપ્ત કરે, થોડો ત્યાગ સંયમ કરે એટલે ૨૬ સ્વરૂપ અવલોકન Page #28 -------------------------------------------------------------------------- ________________ સંત કે જ્ઞાની કહેવડાવવા ઉતાવળા બની જાય છે. તેવા ગુરુઓ પોતે તરતા નથી અને બીજાને તારી શકતા નથી. લાકડાની નાવ હોય, યોગ્ય નાવિક હોય, તો યાત્રીઓ સામે પાર સરળતાથી પહોંચી જાય છે. તેમ જ્ઞાની ગુરુ હોય તો સાધક ધર્મને આરાધી શકે છે. કાગળની હોડી વડે અવિરતિ સંતમહાત્મા પોતે તરતા નથી અને બીજાને તારી શકતા નથી. મહાવીર જેવા આજન્મ સિદ્ધ પુરુષે પણ સાડાબાર વર્ષ મૌન રાખી, ઉપસર્ગ, પરિષહોના ઉદયને પૂર્ણ કર્યો હતો. પોતે આ જન્મે તીર્થકર થવાના છે જાણીને સંયમ ત્યાગ છોડયા ન હતા. કે બાહ્ય પુણ્યના ઉદયનો અંશમાત્ર ઉપભોગ કર્યો ન હતો. પુણ્યયોગનાં સાધનો તેને સ્થાને હતાં પોતે આત્મસ્વરૂપે રહ્યા હતા. વરસીદાન જેવાં કાર્યો પૂર્વના ક્ષુણાનુબંધને પૂર્ણ કરવા અર્થે જ હતાં. સમ્યગદશાનું સ્વરૂપ : પાંચ લક્ષણો છે. પ્રશમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. પ્રશમ : પરમશાંતદશા, ક્રોધાદિભાવથી વિરમેલો જીવ. સંવેગ : સંસારને દુઃખરૂપજ જાણે. રાગદ્વેષાદિ રહિત પરમ શાંત દશાને ઈચ્છે. બાહ્ય પદાર્થો તરફથી, ઈદ્રિય વિષયો તરફથી જેણે બધી જ વૃત્તિઓને અંતર્મુખ કરીને સંયમમાર્ગે વાળી છે. (મોક્ષનો અભિલાષ) પરમ વૈરાગ્યદશા નિર્વેદઃ છે. સંસારમાં મને મોહ નથી તેમ કથન કરવું, કે સંસાર અસાર છે તેમ કહેવું અને સંસારમાં રહેવું તે નિર્વેદ દશા નથી. કેવળ વેશ બદલવાથી સંવેગ કે નિર્વેદભાવ આવતો નથી. બાહ્ય સંયમથી કેવળ લોકેષણામાં પડી પોતાને અને અન્યને ઠગવા જેવું થાય છે. લોકોના મનોરંજન જેવાં ક્રિયાકર્મ કરાવવાથી કે કરવાથી પણ આત્માર્થ નથી. સાચો વૈરાગી- ધર્મના વાદવિવાદમાં પડતો નથી. આત્માર્થને સાધતો સંયમી સાધુ નિર્વેદપણું પામે છે. સંસારથી થાક અનુભવે છે. આસ્થા : પોતાના સત્ ધર્મમાં શ્રદ્ધા અને અન્ય ધર્મમાં સમભાવ કે વિવેક એવી અસંકુચિત દૃષ્ટિ તે આસ્થા છે. પોતાને ધર્મી કહેવડાવવા બીજાને હલકા પાડવા તે ધર્મની આસ્થા નથી. ધાર્મિક ક્રિયાઓમાં લાભ અને લોભની આકાંક્ષા રાખે પણ આત્માર્થને ન સાધે, તે આસ્થા નથી. જિનેશ્વર દેવોએ મુક્તિ માટે પુરુષાર્થનો માર્ગ બતાવ્યો તેમાં પ્રમાદ સેવે. સ્વરૂપ અવલોકન ૨૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ પૂજાદિ કરીને સંસારના સુખભોગની ઈચ્છા રાખે તે આસ્થા નથી. પરંતુ વિચારશીલ થઈ વિવેકપૂર્વક સત્ દેવ ગુરુ ધર્મની આરાધના કરે તો સાચી આસ્થા સ્થિર થાય. બાહ્યસંયમ વાદરૂપ છે. અંતરસંયમ-ભાવસંયમ મુક્તિ તરફનું લક્ષ છે. અનુકંપા : કોઈજીવને થોડી ઘણી મદદ કરી પોતે છુટકારો મેળવે કે ઉપકાર કર્યાનો સંતોષ માને તે અનુકંપા નથી. જે જીવ પોતાની રાગાદિની પીડાની દયા નથી કરી શકતો અને સંસાર વધારે છે તે બીજા જીવની દયા કરી શકતો નથી. દયા દાન કરી પોતે વધુ અનુકૂળ સાધનો ઈચ્છે તો સંસાર વધે છે. સાચી અનુકંપાથી જીવ પોતે સંતોષી બને છે અને બીજાને આત્મ લાભ થાય છે. પ્રશમાદિ ગુણો દ્વારા નિર્મળ થયેલો જીવ અનુકંપા દ્વારા સ્વનું અને પરનું કલ્યાણ કરી શકે છે. જે જીવ પોતે સંસારભાવથી મુક્ત નથી થતો તે અન્યને કેવી રીતે કરી શકે? પુણ્ય મેળવવાની આશાએ કરેલું દાન મુક્તિદાતા નથી. કાર્યકારણભાવે પુણ્ય મળે પણ તોય તે સંસારની વૃદ્ધિ કરનારું છે. એવું દાન લેનારની પણ સંસાર વિષેની આસક્તિમાં વૃદ્ધિ થશે. આમ બંનેની આત્મ સંપત્તિ લૂંટાઈ જશે. જેને દાન-અનુકંપા જેવા સાચાભાવને સેવવા છે તેણે જીવનની નીતિ-રીતિમાં ભારે ઉત્ક્રાંતિ કરવી પડશે. અનીતિથી એકઠું થયેલું ધન પરોપકારાર્થે વાપરીને પણ તેનાથી મુક્ત થવાતું નથી. જેવું દાન તેવું પાત્ર. આમ અજ્ઞાનવશ થયેલું દાન અંતરાયને દૂર નથી કરતું. આજે સ્વામીવાત્સલ્ય જેવા સમારંભો યોજાય છે તેમાં એવી આશા રાખવામાં આવે છે કે કોઈ જ્ઞાની પાત્ર જીવ આવશે અને સુપાત્રે દાન થવાથી પોતાને મોટો લાભ થશે. અનીતિના ધનથી, હેતુ સહિત ભાવથી લાભની આકાંક્ષાથી કરેલું દાન સુપાત્રે થતું નથી. મૂળમાં જ મલિનતા હોય પછી સુપાત્રનો યોગ મળે કયાંથી ? જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે તો નીતિનું ધન, વાસનારહિત દાન સુપાત્રને યોગ્ય છે. અને મન વગેરેને પ્રભુની ભક્તિમાં અર્પણ કરી દેવા તે મહાન દાન છે. સ્વામીવાત્સ્ય જેવા સમારંભો કરીને સર્વ જીવમાં સમાન ભાવ ન થાય તો, મોટા આરંભ કરીને જીવ કર્મબંધનમાં પડે છે. આવાં શુભ અનુષ્ઠાનોમાં પોતાની લાલસાઓ સેવીને જીવ અધોગતિને નોતરે છે. અને આવી બાહ્ય ક્રિયાઓ દ્વારા | સ્વરૂપ અવલોકન ૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ ધર્મને સહેલો કરી મૂકે છે. માટે સ્વામીવાત્સલ્યના મૂળ મર્મને સમજવો જેથી આત્મલાભ થાય. દેહ : દસ દષ્ટાંતે દોહ્યલું એવું મનુષ્યપણું પામીને મુક્તિગામી થવાનો નિશ્ચય ન થયો તો નીચેની ગતિ તો છે જ. પશુયોનિમાંથી આવ્યો હશે ને તેવી જ યોનિમાં જવાનું થશે. આ જન્મની સર્વશક્તિનો સંયમના હેતુએજ ઉપયોગ કરી આત્માર્થને જ સાધે કે આ ભવ પછી હવે ભવ નહિ, કદાચ શેષકર્મ રહેતો મનુષ્યભવ જ હોય, આવો નિશ્ચય કરી જ્ઞાની પુરુષોએ અનુભવેલા સ્વસ્વરૂપનું જ લક્ષ રાખે. અને તેને યોગ્ય જીવન જીવે. સર્વ ધર્મ ક્રિયા, પુરુષાર્થ કેવળ આત્માર્થે જ કરે તો વાસનાઓનું બળ ઓછું થશે, સંયમ સહજ થશે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને યથારીતિએ જાણી વિના પ્રમાદે આરાધના કરવી જોઈએ. જીવ જો આશ્રવભાવમાંજ અટકયો તો સંસારથી છૂટી શકશે નહિ. ઈદ્રિય વિષયોમાં જીવ કયાં ફસાયો છે, કયાં ઊંધો પુરુષાર્થ કરે છે, તેને જાણી લે અને ઉપયોગને આત્મલક્ષ તરફ વાળી લે તો સંવરભાવ પ્રગટે. સંસાર સુખનાં સાધનો કેમ સચવાય? કેમ વધે? તેની જ ચિંતા સેવે તો જીવ ઉત્ક્રાંતિ સાધી શકે નહિ. અન્ય કરતાં હું કેમ વધારે સાધનો મેળવું? તેવી સ્પૃહા સ્પર્ધા અને ઈષ મનને દુષ્કૃત્ય તરફ દોરી જાય છે. અને તેમાંથી શોષણ થાય છે. મોટા મોટા રાજયોમાં આવી નીતિ ચાલે છે. અને ગુલામગીરી વધી પડી છે. મનુષ્ય પોતે વૃત્તિનો ગુલામ બને છે.અને આવડી મોટી ગુલામી ઊભી કરે છે. પરાધીન દશાવાળો મનુષ્ય અન્યને કેવી રીતે સ્વાધીન કરી શકે? અને પરાધીન જીવો ધર્મારાધન શું કરી શકે? આવા કળિયુગમાં અકાળે મોત તો માથે ભમે છે. એક ક્ષણ કે ઘડીનો ભરોસો નથી. સર્વ મૂકીને ચાલ્યો જતો જીવ ક્યાંથી આવ્યો અને કયાં જશે તે જાણતો નથી. છતાં કયા સુખ માટે જગતમાં આવા પ્રપંચને આચરે છે? વિચારશીલ જીવે સત્વગુરુના આશ્રયે સશાસ્ત્ર દ્વારા જ્ઞાનઆરાધન કરવું જોઈએ. સાચી શ્રદ્ધાથી મેળવેલું સત્વજ્ઞાન જગતના ગમે તે ખુણે ઉપયોગમાં આવશે. તેના વડે જ પોતે કોણ છે કયાં જવું છે તેનો નિશ્ચય કરી શકાશે. શાસ્ત્રોમાં કષાયો અને કર્મો દ્વારા થતી મંદ-જડ ગતિનું અને ત્યાગ વૈરાગ્ય સ્વરૂપ અવલોકન ૨૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ દ્વારા આત્મોન્નતિનું જ્ઞાન પ્રગટ થયેલું છે. આહારાદિની તીવ્રતા પશુયોનિનું લક્ષણ છે. જીવ તેવી ગતિમાંથી આવે અને તેવી જ ગતિમાં જાય. સરળ સ્વભાવી, સમભાવી જીવ મનુષ્ય ગતિમાંથી આવ્યો હોય અને ઉચ્ચગતિને પ્રાપ્ત કરે કે મુક્તિને પામે. પુણ્યભોગને પ્રાપ્ત કરનાર અને સુકૃત્યો કરનાર દેવગતિમાંથી આવે અને તેવી ગતિને પામે. અસંખ્ય હિંસાદિમાં કે અસત્ પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહેનાર જીવ નરકગામી બને. આવી ગણના કરીને જીવ પોતાની ગતિને જાણી શકે છે. ચારેય ગતિ સંસાર ભ્રમણ જ છે. ચારે ગતિથી નિવૃત્ત થવું તે પાંચમી ગતિ છે, મુક્તિ છે. આ કાળે આ ક્ષેત્રે ભવિજીવો જન્મ લેવા કેમ ઈચ્છે ? કારણકે જીવન નિર્વાહ માટે પણ તેઓને હિંસા અને અસત્યના ભાજન થવું પડે. છતાં પૂર્વ પ્રારબ્ધ આ કાળે આપણને જન્મ મળ્યો છે તો પ્રમાદ સેવવા જેવો નથી. અજ્ઞાનથી જીવતાં અનંત ભવો ગયા અને જશે તે આપણે જાણીએ છીએ. છતાં આપણે નિશ્ચિંત બેસી રહીએ તે મોટું આશ્ચર્ય છે. શ્વાસોશ્વાસની ગતિએ જીવે જાગૃત રહેવા જેવું છે. દરેક ક્ષણે શક્તિ અને સમય ઘટતા જાય છે. હંમેશ પ્રભાતે ઊઠીને વિચારવું જોઈએ કે તું કયાંથી આવ્યો, અને કયાં જવાનો છે ? પોતે શું કરી રહ્યો છે ? શું કરવાનું છે ? મૃત્યુથી નિશ્ચિત એવા આ જન્મને તું જીવિત માને છે ? માર્ગના નિર્ણય વગરનું જીવન પુરુષાર્થહીન છે. સત્ પુરૂષાર્થ વડે અંતર્મુખ થઈ સ્વરૂપ પ્રાપ્તિ કરવી તે જીવન કર્તવ્ય છે. ૩૦ સ્વરૂપ અવલોકન Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ આધારિત સ્વાધ્યાય (સ્વ. પંડિતવર્ય શ્રી પાનાચંદ શાહના સાન્નિધ્યમાં) (૧૯૫૦ થી ૧૫૩ માં કરેલી નોંધનો સંગ્રહ) મંગલ સ્તુતિ : ગ્રંથની પ્રથમ ગાથામાં શ્રી વિરપ્રભુને નમીને કર્મગ્રંથનો આરંભ કરવામાં આવ્યો છે. “શ્રી' એ મંગળસૂચક શબ્દ છે. શ્રી એટલે અંતરંગ લક્ષ્મી અને શ્રી એટલે મોક્ષરૂપી લક્ષ્મી એમ બે અર્થ છે. એ રીતે શ્રીનું સ્થાન ઘણું ઊંચું છે. તીર્થકર ભગવંતોને અશોકવૃક્ષાદિ પ્રતિહાર્ય રૂપી બાહ્યલક્ષ્મીનો યોગ હોય છે. અને અનંતજ્ઞાન દર્શનાદિ, અંતરંગ લક્ષ્મી તેઓને વરેલી હોય છે. જગતની અંદર દાનવીર, કર્મવીર, ધર્મવીર એમ વીરતાના સ્વામી ઘણા પ્રકારે હોય છે. કર્મની પ્રબળતા જેણે આતંત્યિક્ષણે ક્ષીણ ક્રી છે તેવા વીરપ્રભુ તે મહાવીરસ્વામી છે. વીરજિન, કર્મરૂપી શત્રુને જેણે જીત્યા છે તે જિન છે. રાગદ્વેષ રહિત છે તે જિન છે. પોતે તીર્થકર હોવા છતાં ગોશાલક આદિનો વ્યવહાર જોઈ ઉદાસીન જ રહેતા. આવી નિર્મળ સિદ્ધિને કારણે તીર્થકર દેવોની દિવ્ય દેશના સમયે જીવો જન્મજાત વેરભાવને ભૂલીને દેશના સાંભળતા અને ભવભ્રમણથી મુક્ત થતા. અથવા કર્મબંધનોને શિથિલ કરતા અને કષાય રહિત થવાની ભાવના કરતા. આવા સામર્થ્યવાન અંતિમભવી તીર્થંકરદેવોના જન્મ, દીક્ષા આદિ કલ્યાણકો સમ્યગુદૃષ્ટિ દેવો વગેરે દ્વારા થતાં. માનવો તેમાં ભાગ લેતા. એવા ઉત્તમકાળે જે જીવો કેવળ આનંદ પામતા કે આજ્ઞાપાલન કરતા તેઓ તે પ્રમાણે બોધ મેળવતા. કોઈ જીવો કોરા પણ રહી ગયા. જીવને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ થયો હોય પણ તે કાળે પ્રમાદવશ જ્ઞાનીનો પૂર્ણ પરિચય ન પામવાને કારણે ભવભ્રમણ ટળ્યું નથી તેથી આપણે હજી કર્માધીન જીવીએ છીએ. જીવનજાગૃતિ : ગાઢ મોહરૂપી નિદ્રાને કારણે જીવની વિભાવદશા ટળી ન હોવાથી સન્શાસ્ત્રનો મતિ કલ્પનાએ અર્થ ગ્રહણ થયો છે. નિદ્રા અને સ્વપ્નદશા સ્વરૂપ અવલોકન ૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ જાગૃતિ ટળ્યા પછી અંતરંગ જાગૃતિ (ઉજાગરતા) જીવ પ્રાપ્ત કરે તો ધર્મ માર્ગ ગ્રહણ થાય છે. આ કાળમાં તદ્ભવ મોક્ષ સાધ્ય નથી પરંતુ મોક્ષના ધ્યેયથી સંસાર પ્રત્યે ઉદાસીનભાવે રહે તો અનંતકાળનું ભવભ્રમણ મર્યાદામા આવી જાય. મિથ્યાત્વાદિ તથા કષાયોની મંદતા થયે સમ્યગ્દર્શન પ્રગટ થતાં અર્ધપુદ્ગલ પરાવર્તન કાળની મર્યાદામાં આવે અને પુરુષાર્થની તીવ્રતા હોય, જ્ઞાનીનો યોગ હોય તો ત્રણ ભવે મોક્ષગામી થઈ શકે. આ કાળે જીવ પૂર્ણપણે યોગને સ્વાધીન ન કરી શકે તો પણ અતિ સંબંધોથી સંક્ષેપ કરવો. કષાયોને વધવાનું કારણ જગતના ગાઢા સંબંધો અને તેમાં થતાં રાગાદિ પરિણામો છે. મનને જીતવું, ક્ષણે ક્ષણે જાગૃત રહેવું તે સાધુજનોએ પણ દુષ્કર કહ્યું છે. આનંદધનજીએ પોતાનાં પદો દ્વારા તે ભાવ વ્યક્ત કર્યો છે, નપુસંક કહેવાતું મન ભલભલા વીરોથી પણ દુ:સાધ્ય છે. મનને વશ આણવું દુર્લભ છે. તેમાંય આ કાળના નબળા સંઘયણ, મનના દોષિતભાવો ટૂંકું આયુષ્ય આદિ જીવને આ કાળે સામર્થ્ય પ્રગટ થવા દેતા નથી, જીવને સમયે સમયે કર્મબંધન થયા કરે છે. ભાવનિદ્રા અને જીવનની સ્વપ્ન દશામાં આશ્રવદ્વાર ખુલ્લું જ રહે છે. કર્મનાં દળો વધતાં જાય છે. હવે કેટલા કાળ ભમવું છે તેનો હે જીવ ! વિચાર કર અને જાગૃત થા. નિગ્રંથ-ભાવમુનિને સાતમે ગુણસ્થાનકે અપ્રમત્તદશામાં અંશે ઉજાગર દશા હોય છે. પૂર્વ પ્રારબ્ધના યોગને ઉદાસીનભાવે વેદે છે. સંસારના સુખદુઃખમાં તેમને કંઈ આશ્ચર્ય નથી. સંસાર અને મુક્તિમાં સમભાવે રહે છે. મુક્તિ એ આત્માનો સહજ ગુણ છે. જયાં સુધી સર્વ ઈચ્છા નિરોધ નથી થયો ત્યાં સુધી મુક્તિનું ધ્યેય લક્ષમાં રાખવાનું છે. તે માટે સમર્થ જ્ઞાની મુનિઓને પણ આંતરિક જંગ ખેલવો પડે છે. એક ક્ષણના પ્રમાદથી, તીવ્ર રસબંધથી અનંત ભ્રમણ વધે છે. તેથી તેઓ પ્રમાદરહિત હોય છે. વંદન-એટલે જેને વંદન કરવું છે તેનામાં તદાકાર વૃત્તિ, કર્તવ્યની પ્રતિજ્ઞા તે ભાવવંદન છે. જેને વંદન કરો છો તે વિતરાગની વિતરાગતા સ્થાપિત કરવાની છે. અંતર્મુખતા વગર તે ભાવ જન્મતો નથી. દ્રવ્યશુદ્ધિ એટલે ક્રિયા શુદ્ધિ પ્રત્યેક ક્ષણે શુદ્ધતાને અનુભવવી તે ભાવ શુદ્ધિ છે. આસન, શબ્દ, અર્થ, ભાવ વગેરે આલંબન છે. આ કાળે આ ક્ષેત્રે, ૩૨ સ્વરૂપ અવલોકન Page #34 -------------------------------------------------------------------------- ________________ આ દેહથી નિરાલંબન સ્થિતિએ ન પહોંચાય તેથી નિરાશ ન થવું. કર્મોરૂપી જે સંસ્કારો બાંધ્યા છે, તે જન્માંતરમાં સાથે આવે છે. તેને તોડવા માટે પુરુષાર્થ કરવો પડશે. તેમાં સહાય મેળવવા વીરજિનને વંદન હો જીનવંદનમાં ભાવની પૂરી અર્પણતા હોય છે તે વિનય છે. તે મંગળકારી છે. કર્મોને બે પ્રકારે પણ જોઈ શકાય. પુષ્ય અને પાપરૂપે. જે ક્રિયા ધર્મરૂપ હોય પણ પુણ્યના ફળ આપનારી હોય તો તે મુક્તિને બાધક છે. અશુભ ક્રિયા પાપજનિત છે. શુદ્ધ લક્ષ હોય તો પુણ્યનો ક્ષય થઈ શકે છે. અને જીવ શુભાશુભ બંને ભાવથી ઉપર ઊઠે છે. વાસના એ ભાવકાયા છે. સુખની વાસના હશે ત્યાં સુધી આશ્રવ થશે. પુણ્યમાં સંતોષ માને તો તે બંધન છે. શુભ કે અશુભ બંને દ્રવ્ય અને ભાવથી છોડવાનાં છે. ધર્મક્રિયાનો નિષેધ નથી પરંતુ મુક્તિના લક્ષે ક્રિયા થાય તો નિર્જરા થાય. તે માટે સત્સમાગમ અને સત્શાસ્ત્રનું અવલંબન લેવું. જ્ઞાનની શુદ્ધ દશાના ઉપયોગથી કર્મમળ નાશ પામે છે. ચારિત્રથી જ્ઞાન દીપે છે. શ્રાવકે માર્ગાનુસારીપણાનું આરાધન શરૂ કરીને અશુદ્ધતાને ટાળવાની છે. જે નિશ્ચિત માર્ગે પ્રયાણ કરે છે તે લક્ષે પહોંચે છે. ઉજાગરદશામાં આત્મા અને દેહની ભિન્નતાનું જ્ઞાન છે ત્યાં દેહ હોય તોય બંધન નથી. આ જીવે પૂર્વે આત્મસાધન નથી કર્યું, તેથી અજ્ઞાનદશા પ્રવર્તે છે, માટે જીવે આ જન્મ આત્મલક્ષ કરવાનું છે. તે માટે સુવિચારણા અને આત્મિક બોધની જરૂર છે. માર્ગસ્થ થવા પરભાવની ઉપાધિથી મુક્ત થવાનું છે. જગતના જીવો ધનને લક્ષ્મી માની તેને મેળવવા કેટલાં દુઃખ સહે છે? લક્ષ્મીની કૃપા એ પૂર્વ પુણ્યનું ફળ છે તેનો સુયોગ હોય તો તે લક્ષ્મી કર્મબંધનું કારણ નથી થતી. પણ તેના સવ્યયની ભાવના રહે છે. અંતરંગ લક્ષ્મી એ પૂર્ણ અને અનંતજ્ઞાનાદિનું સામર્થ્ય છે, જે કેવળી ભગવંતોને હોય છે, અને બાહ્ય લક્ષ્મીનો યોગ તીર્થંકર દેવોને દિવ્યધ્વનિ ભામંડલ જેવા અતિશયોથી હોય છે. આ લક્ષ્મી કલ્યાણરૂપ છે સ્વપુરુષાર્થ વડે જેણે મોહાદિ ભયંકર શત્રુને જીતી લીધા છે તેવા જિનેશ્વરદેવોની તે દાસી બનીને ધન્યતા અનુભવે છે. એવી લમી સંસારી પાસે ચંચળ થઈને રહે છે. પૂર્વના પુણ્ય આવે છે. પુણ્ય પૂરું થતાં અદૃશ્ય થાય છે. કથંચિત પાપનું કારણ બને છે. સ્વરૂપ અવલોકન ૩૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ કર્મ શું છે ? : જીવનો કર્મ સાથે અનાદિ સંબંધ છે. ભવસ્થિતિ પરિપકવ થતાં સંસાર બંધનથી છૂટવાનો જીવને વિવેક જાગે છે અને તેને ચેતન તથા જડની ભિન્નતા સમજાય છે. જ્ઞાનીના પરિચયે જ્ઞાન અને તપ દ્વારા કર્મને મૂળથી નાશ કરીને શુદ્ધ સ્વરૂપને પ્રગટાવે છે. જે કર્મબંધનથી આત્માની આવી શક્તિનો હ્રાસ થયો છે તેની પ્રકૃતિ સમજી લેવી. તે માટે આવા કર્મગ્રંથનું અધ્યયન કરી જ્ઞાનની આરાધના કરવી. સામાન્ય રીતે કર્મનો અર્થ કાર્ય, કર્તવ્ય કે ક્રિયા થાય છે. અહીં કર્મપુદ્ગલની વ્યાખ્યા જુદી છે. આખા લોકમાં કર્મવર્ગણા તેના સ્વભાવ પ્રમાણે પડેલી છે. જીવ જયારે વિભાવદશામાં હોય છે ત્યારે તે વર્ગણા જીવને વળગે છે. અને પછી તે સત્તામાં રહે છે. જયારે તેનો વિપાક થાય છે ત્યારે તે કર્મ ઉદયમાં આવે છે. વૃક્ષ પર બેઠેલા ફળને તોડવામાં ન આવે તો તે પાકીને ખરી પડે છે, અને અંતે નાશ પામે છે તેમ સત્તામાં રહેલા કર્મ યોગ્ય સમયે ઉદયમાં આવે છે તેમાં નવો રસ ન ઉમેરાય તો તે ભોગવાઈને નાશ પામે છે. પરંતુ અનાદિનો અધ્યવસાય કર્મોને ઉદયમાં આવતાં જોઈ તેની સાથે ભળી તેમાં નવો રસ રેડી દે છે. આવા કર્મરસને દૂર કરવા મહાન પુરુષાર્થ જોઈએ. ઈશ્વર કર્મનું ફળ આપ્યા જ કરે તો કર્મની પરંપરા ચાલુ રહે, અને જગતના વેર આદિ ભાવનો અંત ન આવે. ઈશ્વર કેવળ શુદ્ધ સ્વભાવ છે. અને તેથી સૌ જીવો તેમના સાન્નિધ્યમાં વેરભાવ ભૂલી જાય છે. ખરેખર ઈશ્વરને ફળ આપવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. જીવ જેમ વિભાવથી કર્મબંધ કરે છે, તેમ સ્વભાવમાં રહે તો બંધ ક્ષીણ થાય છે. અનંત જન્મે ભોગવી ન શકાય તેવા પુણ્યનો પણ તીર્થંકર દેવો ક્ષય કરી નાંખે છે. અને જ્ઞાનાદિ અનંતગુણોમાં જ રમણ કરે છે. કર્મના ઉદયકાળે જાગૃતિ જોઈએ છે. પ્રમાદવશ સમકીતિ ગુણને વમીને અનંતકર્મોને નોતરે છે. ઉપયોગ એ જીવન બને તો ભવભ્રમણ ટળે. જ્ઞાનીઓએ જે સ્થિતિ પ્રાપ્ત કરી તેને અત્યંત કરુણાભાવે જીવોના કલ્યાણ માટે તે સ્થિતિ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે. તે માર્ગે ચાલવાથી તે માર્ગ જીવને મુક્તિ દાતા બને છે. ૩૪ સ્વરૂપ અવલોકન Page #36 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાય અને મન-વચન-કાયાના યોગ દ્વારા જીવ કર્મજન્ય પુદ્ગલદ્રવ્યને ગ્રહણ કરે છે તે કર્મ છે. રૂપ, રસ, ગબ્ધ, સ્પર્ધાદિ વગેરેથી પુદ્ગલ બને છે. પુગલનો સૂક્ષ્માતિસૂક્ષ્મ રજ તે કમર છે, તેનું જ્ઞાન ઈન્દ્રિયાતીત છે. પરમ જ્ઞાનીજનો તેને જાણી શકે છે. જીવનો કર્મ સાથે અનાદિ અનંત અને અનાદિસાંત સંબંધ છે. - મિથ્યા સમજ, મિથ્યા મતિ, અવિરતિ વ્રત રહિતપણું પ્રમાદઅજ્ઞાનદશા, કામક્રોધાદિ જેવા કષાય, અને મન વચન કાયાના અશુદ્ધ યોગને કારણે જીવ કર્મ બાંધે છે. આ સર્વ પ્રમાદ વશ થાય છે માટે શ્રી મહાવીર ભગવાને સંદેશો આપ્યો છે કે સમય ગોયમ મા પમાએ' હે ગૌતમ ! એક સમયનો-ક્ષણનો પણ પ્રમાદ ન કર. નિરંતર આત્મરમણતા એ મુનિનો ધર્મ છે. ત્યાં પ્રમાદને સ્થાન નથી. અનાદિથી ઈદ્રિયાભિમુખ જીવવા ટેવાયેલું મન વૃત્તિઓને પાળવા કે પોષવા બુદ્ધિથી બાંધછોડ કરી દેતાદિના સંસ્કારોને દઢ કરતું જાય છે. ધર્મ આરાધનનો કોઈ નિશ્ચિત માર્ગ આરાધવાને બદલે સર્વધર્મ સરખા છે. એમ માની મુર્ખ શુદ્ધ સાધન સ્વીકારતો નથી અને જે પૂર્વનો સંસ્કાર મળ્યો છે તેમાં પ્રમાદ સેવે છે. મૂળ તત્ત્વ સર્વધર્મનું એકજ હોય પણ સત્યને સત્ય દર્શાવે તે ધર્મ સત્ય ગણાય. જૈનદર્શનના પ્રત્યેક અંગમાં (શાસ્ત્રમાં) જીવની ક્રમિક અને સ્વતંત્ર દશા બતાવી છે. જીવની સ્વાધીનતા મુક્તિ સુધી લઈ જાય છે, મુક્તિ પછી પાછો અવતાર નથી. આવા સુંદર અને સ્વાધીનમાર્ગને નિરીશ્વરવાદ કે કર્મવાદની ઉપમા આપી ધર્મની પડતી આણીએ છીએ. ખરેખર તો સમભાવ સધાય તો સર્વધર્મ સમભાવ સહજ છે. અજ્ઞાનદશામાં જીવની બંધનવૃત્તિ પ્રબળ હોય છે. પરંતુ તે કર્મોના ઉદયકાળ પહેલાં તેના વેગને મંદ કરવાની કળા જ્ઞાનીઓ દર્શાવી ગયા છે. જેથી આત્માના ગુણનો ઘાત ન થાય. ઉદયમાં આવતાં કર્મોને ટાળી શકાતાં નથી પણ સમભાવી પરિણામથી તેની ઉગ્રતા મંદ કરી શકાય છે તે યૌગિક ક્રિયા છે. દૈહિક યોગજીવનમાં મુખ્ય તત્વ ગૌણ બની જાય છે. ગમે તે ક્રિયામાં દેહાદિની મુખ્યતા છોડવાની છે. અહિંસા જ પરમ યોગ છે, ચિત્તસમાધિ પણ તે જ છે. તે દર્શન જ્ઞાન અને ચારિત્રના ગુણે કરી સ્વરૂપ અવલોકન ૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ સાધ્ય છે. એ ધર્મમાં સમભાવ છે. દુન્યવી ધર્મો જન્મ-મરણનો વિસામો આપી શકતા નથી. આત્મધર્મની જેને જિજ્ઞાસા જાગી છે તેને બાહ્યક્રિયાઓ આનંદ આપી શકતી નથી. મન અને ઈદ્રિયોને વશ કરવાથી ઘણાં કર્મો આવતાં અટકે છે નવાં કર્મોનું અટકવું તે યોગબળ છે સંવર છે. ક્ષયોપમિક ભાવ એટલે સત્તામાં રહેલા કર્મો દબાય, ઉદયમાં આવેલા નાશ પામે, તેવા જીવોને પણ ઉદય, બંધનો ભય છે. માટે કર્મના હર્તા બની તેને દૂર કરવું. તે માટે અંતરબાહ્ય શુદ્ધિની આરાધના કરવી. આહાર શુદ્ધિ : દરેક જીવ દુઃખથી કે કર્મથી છૂટવા અને સુખ મેળવવા ઈચ્છે છે. પણ સાચું સુખ કયાં છે તેનું ભાન નથી. કર્મની પ્રકૃતિને જાણે, જીવ તેમાં કયાં બંધાઈ રહ્યો છે તેને જાણે, અને છૂટવાનો પ્રયત્ન કરે તો બંધન ઢીલું થાય. અનાદિથી જીવે બહિર્મુખતા સેવી છે. તેથી પ્રથમ આહાર શુદ્ધિ દૃઢપણે કરવી. આહારશુદ્ધિ પણ મહત્ત્વનું અંગ છે. આહારમાંથી જ દેહ માંસ મજ્જા વિચારો અને વિકારોનું સર્જન થાય છે. આહાર શુદ્ધિની પરાકાષ્ઠા એ અનાહારક દશા છે. તેથી જૈનશાસનમાં આહારનું આવું સૂક્ષ્મ શાસ્ત્ર રચાયું. શુદ્ધ આહાર, ખાઘાખાદ્યનો વિવેક જ જીવને અનાહારક થવાની શક્તિ આપે છે. અને તેથી આહાર સાથે અહિંસાભાવને ખૂબ મહત્ત્વ અપાયું. દેહધારણ માટે આહાર જરૂરી છે, પણ ઓછામાં ઓછી હિંસા વડે જીવવું તેમ મહાત્માઓએ કહ્યું છે, અને કંદમૂળાદિનો ત્યાગ તેથી સૂચવ્યો. ખૂબજ ઉપયોગપૂર્વક જરૂરિયાત હોય તેવો આહાર લેવો તેમાંય સંયમને સ્થાન આપ્યું. આવી આહાર શુદ્ધિ દેહધર્મને લક્ષમાં રાખીને અધ્યાત્મ તરફ લઈ જાય છે. આ દેહ મોક્ષમાર્ગનું સાધન છે. પણ તે લક્ષ ગૌણ કરી આહારથી દેહનું પોષણ થયું તો શુદ્ધિ શકય નથી. દેહનો અણુએ અણુ શુદ્ધિ માંગી લે છે, તે પછી મનશુદ્ધિ અને ભાવશુદ્ધિ થાય છે. આહાર અને આત્માને કંઈ સંબંધ નથી તે ખોટી માન્યતા છે. આહારમાંથી નીપજેલા વિકારો અને વિચારો આત્મગુણના અવરોધો છે. કેટલા ખાદ્ય પદાર્થો શરીરમાં વ્યાધિ અને વિકારો ઉત્પન્ન કરે છે તે આપણે અનુભવ્યું છે. એ વિકારો કષાયોની પ્રબળતા વધારે છે, અને છેવટે કર્મપ્રકૃતિને દૃઢ કરે છે. માટે ૩૬ સ્વરૂપ અવલોકન Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસ્ત્રમાં ભક્ષ્યાભઢ્યની વિવેચના ખૂબ સૂક્ષ્મ રીતે જોવા મળે છે. આહારમાં સોનું સપ્રમાણ ન હોય અને કેવળ સ્વાદ મુખ્ય બની જાય તો તે રસો રોગ અને મૃત્યુને નોતરે છે, દેહધર્મને ટકાવવા સ્થૂલ કે સૂક્ષ્મ હિંસા અનિવાર્ય પણે બને છે છતાં ઓછામાં ઓછી હિંસાથી કેમ જીવાય, તેનો ઉપયોગ રાખવો. તેની તરફ બેદરકારી ન સેવવી. દરેક ઈદ્રિયના વિષયમાં રસાદિ ઓછા કરવા. આહારનું નાનામાં નાનું વ્રત ઉણોદરી છે. આ કાળે ઘણું સુલભ છે. પરંતુ પેટભરીને જમવા ટેવાયેલા હોવાથી ઉદર ઉણું રાખવું પણ મુશ્કેલ લાગે છે. દેહના ધારણ પોષણ માટે કેટલાય જીવોની હિંસા થાય છે. પૃથ્વી આદિ પાંચ ભૂત અને વનસ્પતિ આદિના ઉપયોગ એવી હિંસાથી આપણો નિર્વાહ થાય છે. આજે જૈનકુળમાં જન્મ ધારણ થવા છતાં કહેવાતા જૈનોમાં આ આચાર રહ્યા નથી. હિન્દુ આદિ અન્ય ધર્મની અસરથી આહારના નિયમોનો લય થતો જાય છે. અને ગૃહસ્થ આશ્રમ જેવી પ્રણાલિકાનો અણસમજભર્યો વિનિયોગ રે છે. ગૃહસ્થાશ્રમનો ઉપયોગ સંસારાશ્રમ રવા માંડયો છે. પોતે જ સંસારની લીલાનો નટ લઈ નાચવા અને રાચવા માંડયો છે. તીર્થકર આદિ પૂર્વ પ્રારબ્ધના યોગે ગૃહસ્થાવાસમાં રહ્યા. પણ તેઓ સંયોગોને વશ થઈને ન રહ્યા. ત્યાં પણ સંયમ જીવનનું લક્ષ હતું. તેથી તો તે જ ભવે સ્વસ્વરૂપને પામ્યા. આપણે તેવા જ આત્માઓ છીએ. ગૃહસ્થપણું કેટલો કાળ લંબાવવું છે? સાચો સમક્તિધારી જીવ સંયમ-નિયમથી અળગો ન રહે. પોતાની ભૂલોને સૂક્ષ્મ રીતે નિહાળે, પોતેજ પોતાથી અનુકંપા, સ્વદયા અનુભવે. શ્રાવકે આહારની શુદ્ધિનું ધ્યાન રાખવું જોઈએ. જેથી પોતાના સંગમાં આવતા સાધકો અશુદ્ધિથી બચે. અને સાધુ-સાધ્વી મહારાજોને અનુકૂળતા રહે. તેઓને શુદ્ધ આહાર ન મળે, ગમે તેવા આહારાદિનું સેવન કરે તો તેમને પણ વિકાર થવા સંભવ છે. સાધુજનોને અનુકૂળ આહારનો ગૃહસ્થ ઉપયોગ કરવાનું રાખે તો શ્રાવકાચાર સહેજે પાળી શકાય. આચાર અને વિચારનો વિવેક ભ્રાંતિને ટાળે છે. આચાર વિચારની શુદ્ધિ માટે આહારશુદ્ધિ પણ જરૂરી છે. ઘણા અણુઓ એકઠા થવાથી કેવો સ્વરૂપ અવલોકન ૩૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ વિસ્ફોટ થઈ શકે છે તે આજે વિજ્ઞાને પુરવાર કર્યું છે. તો અશુદ્ધ અણુઓનું ગ્રહણ આત્મપ્રદેશને કેટલું નુકસાન પહોંચાડી શકે તે વિચારવું. માટે જૈન શાસ્ત્રમાં આહાર વિષયક ખૂબ ઝીણવટ જોવામાં આવે છે. કોના હાથનું જમવું, પદાર્થોનું કેવું મિશ્રણ કરવું, કેટલી માત્રામાં આહાર લેવો, કયારે લેવો, કેવી રીતે પકવવો વગેરેની ઉપયોગિતા સમજાવી છે. આહારની ચિત્ત પર અસર પડે છે. દુર્ગુણીની અસરથી સદ્ગણી જાગ્રત ન રહે તો દુર્ગણોને નોતરી લે છે. પણ દુર્ગુણી પોતાની પ્રકૃતિથી એવો ગ્રસિત થયો હોય છે કે સદ્ગુણીની સોબતે પણ ગુણો કેળવી શકતો નથી. આહારમાંથી માંસ, મજ્જા, વિચારો બંધાય છે માટે સાધકને બહારનું અને અન્ય ઘરનું ભોજન ત્યાજ્ય ગયું છે. આહારથી ઉપજતી વિકૃતિ મનુષ્યના શરીરમાં વધુમાં વધુ થાય છે. એકેન્દ્રિય જીવમાં ફકત સંજ્ઞાબળ હોવાથી વિકૃતિ અને વિકાસની મર્યાદા છે. મનુષ્યમાં ત્રણ યોગનું બળ હોવાથી આહારની અસર શરીર, મન, બુદ્ધિ, વિચાર અને આચાર સર્વત્ર પડે છે. ઈદ્રિયોને વશ કરી છે એવા યોગી સંયમીને તીવ્ર રસયુક્ત આહાર કદાચ પોષણ આપે તો પણ સંયમ ટકાવવો સહેલો નથી. તેને મન કાંજી અને ખીર લેવામાં અને પચાવવામાં સમાન છે. કારણ કે ઈદ્રિયોના રસો બળીને શુષ્ક થયા છે. ક્રોધી તપશ્ચર્યા કરી અન્ય રસોને શુષ્ક કરે તો પણ સમજદાર કે વિચારવાન ન હોય તો ક્રોધનો આવેશ શમતો નથી. તેના આહારાદિ તેની ક્રોધવૃત્તિને ઉત્તેજિત કરે છે. જ્ઞાનીના યોગે તેને પોતાની આ ક્રોધવૃત્તિનું દર્શન થાય તો તેમાં મંદતા આવે. કર્મવિવશતા : જયાં સુધી મનના વિકારોનો નિરોધ થતો નથી ત્યાં સુધી આચાર શુદ્ધિ શકય નથી. આંતર અને બાહ્યવૃત્તિઓ આત્માની અનંત શકિતને આવરણ કરે છે. અને કર્મપ્રકૃતિ બળવત્તર બને છે. આ કર્મની મુખ્ય પ્રકૃતિ આઠ પ્રકારે છે. કર્મો તો અનંત પ્રકારનાં છે. ઈદ્રિયજન્ય વિષયોની અનંત વાસના, તેમાં સેવાતો રસ, કર્મની પ્રકૃત્તિને તીવ્રતામંદતા આપે છે. મનનો વેગ ભયંકર હોય તો કર્મ કઠિન બંધાય છે. અને મનનો વેગ સૌમ્ય હોય તો પ્રકૃતિ કેવળ પ્રદેશબંધ કરે છે. તેથી તે કર્મ હળવું હોવાથી ઓછા પ્રયત્ન નિવારી શકાય છે. પણ રસ-વેગ વધુ હોય ૩૮ સ્વરૂપ અવલોકન Page #40 -------------------------------------------------------------------------- ________________ તો કર્મ ચીકણાં બને છે, તે ભોગવવામાં ઘણો કાળ વહી જાય છે. કર્મબંધથી છૂટવા માટે જે ક્રિયા સાધો તેનાં સાધનોની શુદ્ધિ આવશ્યક છે. દર્શન શુદ્ધ હશે તો જ્ઞાનશુદ્ધ રહેશે. તે ચારિત્રની શુદ્ધિને ખેંચી લાવશે. બાહ્યાચારની શુદ્ધિ પણ જોઈએ. તેથી સદાચારને મહત્ત્વ અપાયું. સમકિતી જીવના વાણી વર્તન અને વ્યવહારમાં પરિવર્તન આવે જ. ત્રણે યોગની શુદ્ધિનાં દર્શન થાય. તેને પરપદાર્થમાં સુખની ભ્રાંતિ થતી નથી. દુન્યવી વ્યવહારમાં પૂરેપૂરી સભાનતાથી જીવે છે અને વ્યવહાર ચલાવે છે. કર્મબંધન ચાર પ્રકારે છે. પ્રકૃતિ, સ્થિતિ અને પ્રદેશ ત્રણે રસને કારણે જીવ સાથે રહી શકે છે. અનંતાનંત પરમાણુઓ જે જે પ્રકૃતિના હોય તે ભેગા થાય ત્યારે પ્રદેશબંધ થાય છે. ક્રોધ જેવી પ્રકૃતિને વ્યક્ત થવામાં અનંતાનંત પરમાણુ મળી સ્કંધ થાય ત્યારે આત્મ પ્રદેશો સાથે ભળે છે. તેમાં જે સમય જાય છે તે તેની સ્થિતિ છે. અને જેટલું રસનું બંધન તીવ્ર તેટલો ઉશ્કેરાટ વધુ હોય છે. જાગૃતિ જ આવી પ્રકૃતિને શાંત કરી શકે છે. અસંયમી જીવ તો બંધના રસમાં પૂર્તિ કરે છે. રસને તોડી શકતો નથી. જ્ઞાન દ્વારા ઉદયમાં આવતાં કર્મોને દૂર કરી શકાય છે ક્ષણે ક્ષણે બદ્ધ થવાની ટેવને કારણે પરિસ્થિતિ નિવારી શકાતી નથી. દર્શન જ્ઞાનમય ઉપયોગથી બંધને ટાળી અને સુધારી શકાય. રસબંધથી મનને થોડું સુખચેન મળે, ગુમાવવાનું ઘણું છે. સમકિતિના ભાવો જ્ઞાનમય હોય છે તેથી બંધ મંદ પડે છે, પ્રાયઃ શુભ પડે છે. મન વચન ને શરીરની ટેવો અને ક્રિયાઓને બદલવી પડે છે. બાહ્ય સુખની કલ્પના માત્ર બંધન છે. અંતરની સમજ વગર દુન્યવી વ્યવહાર કેમ સુધરશે? ધર્મની ભાવનામાં મોહને સ્થાન ન હોય, મોહજનિત વૃત્તિઓ સને બદલે અસહુને ગ્રહણ કરે છે. જ્ઞાનીના પરિચય વગર સતુ-અસત્વનો નિર્ણય થવો કઠણ છે. જ્ઞાનીના ગુણના વિચાર માત્રથી, સેવનથી જ્ઞાનીના સ્વરૂપમાં વૃત્તિ તદાકાર થવાથી જીવની વૃત્તિઓ શાંત થાય છે. કર્મના ભેદ : કર્મબંધ ચાર પ્રકારે છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. મૂળ પ્રકૃતિ આઠ પ્રકારે જ્ઞાનાવરણ, દર્શનાવરણીય ઈત્યાદિ છે. એક એક જીવ સાથે અનંત પ્રકારનાં કર્મો જોડાયેલાં છે. કર્મો અનંત પ્રકારનાં છે. જીવની વૃત્તિઓને, વેશ્યાઓને લીધે ગ્રહણ થયેલા કર્મપુદ્ગલોનો સ્વરૂપ અવલોકન ૩૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન ભિન્ન સ્વભાવ તે પ્રકૃતિબંધ છે. કર્મપુદ્ગલોનું જીવ સાથે અમુક કાળ જોડાયેલું રહેવું તે સ્થિતિ બંધ છે. ગ્રહણ થયેલા કર્મપુગલોની તરતમાતાને અને તેની સાથે જોડાતા ભાવને ફળ દેવા ન્યૂનાધિક શક્તિ ઉત્પન્ન થાય તે રસબંધ છે. તેને અનુભાગ બંધ પણ કહે છે. આત્માની સાથે ન્યૂનાધિક પરમાણુવાળા કર્મસ્કંધનો સંબંધ થાય તે પ્રદેશબંધ. ટુંકમાં કર્મયુગલના સ્વભાવને પ્રકૃતિ કહે છે. કાળની મર્યાદાને સ્થિતિ કહે છે. અનુભાગને રસ કહે છે. અને દલિકોની સંખ્યાને પ્રદેશ કહે છે. આત્માની સાથે ગ્રહણ થયેલાં કર્મ પુદ્ગલોમાં આત્માના ગુણને ઘાત કરવાની શક્તિ હોય છે. કોઈ કર્મ પુદ્ગલો ગુણોને ઢાંકી દે છે કોઈ સામર્થ્યને ઢાંકી દે છે. તેની વિશેષ વિગત આગળ વિચારશું. દરેક પદાર્થને કાળ મર્યાદા હોય છે. તેની સ્થિતિ પૂરી થતાં પ્રકૃતિને છોડી દે છે. શુભ કે અશુભ કર્મ વધુમાં વધુ સિત્તેર ક્રોડાકોડી સાગરોપમ કે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત સુધી રહે છે. એવી રીતે ભિન્ન ભિન્ન કર્મો ભિન્ન ભિન્ન સ્થિતિમાં પોતાનો સ્વભાવ છોડ્યા વગર આત્માની દેહાવસ્થા સાથે ઉત્પન્ન થાય છે. કાળ પરિપકવ થતાં કર્મ આત્માથી ભિન્ન થઈ જાય છે. કર્મદલોની ન્યૂનાધિકતા પ્રમાણે વિવિધ પ્રકારની તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ કે મંદ, મંદતર, મંદતમ વૃત્તિ પ્રમાણે શુભ-અશુભ કર્મો ઉત્પન્ન થાય છે. તે રસ બંધ છે. શુભકર્મના ઉદયકાળે જીવ સુખ અનુભવે છે, અને અશુભ કર્મના ફળથી જીવ દુઃખી થાય છે. કોઈ કર્મ પુદ્ગલોમાં પરમાણુનું પ્રમાણ વધુ કે ઓછું હોય છે. તે પ્રદેશબંધ છે. સંખ્યાત અસંખ્યાત અથવા અનંત પરમાણુથી બનેલા સ્કંધને જીવ ગ્રહણ કરતો નથી. અનંતા અનંત પરમાણુથી બનેલા સ્કંધને જ ગ્રહણ કરે છે. કર્મના મુખ્ય ભેદને મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે, નાના પ્રકારના ભેદને ઉત્તર પ્રકૃતિ કહેવામાં આવે છે. જીવ અનેક પ્રકારના કષાયોથી કર્મના બંધને તૈયાર કરે છે. તેના રસ અને સમય પ્રમાણે કર્મ ટકે છે. જો કર્મબંધ અનંતાનુબંધી ચતુઃસ્થાનીય (ક્રોધ માન માયા લોભ) ન હોય તો ઉદયકાળ મંદ હોય છે. નરકાયુષ્યગામી જીવ જ્ઞાનીના આશ્રયે બોધ પામી ઉદયમાં આવતા કર્મને હળવું બનાવી શકે છે. ઉદય સમયે પરિણામો મંદ ૪૦. સ્વરૂપ અવલોકન : Page #42 -------------------------------------------------------------------------- ________________ થયા છતાં પૂર્વના કર્મ ઉદયને ટાળી શકાતા નથી, ભોગવટામાં સમતાભાવ રહે તો ભાવિ કર્મબંધન અલ્પરસવાળા બંધાય છે. શ્રેણિક મહારાજાએ યુદ્ધાદિમાં ઘોર હિંસા કરી તેમાં રસની પ્રબળતાને કારણે પહેલી નરક-ગતિનું આયુષ્ય બાંધી લીધું. મહાવીર પ્રભુનો સાક્ષાત યોગ થતાં ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પણ કર્મ પ્રબળ હોવાથી અને આયુષ્ય બંધ થયો હોવાથી ગતિ નિવારી ન શકાઈ. અજ્ઞાનાવસ્થામાં બાંધેલું કર્મ જ્ઞાનીને પણ ઉદયમાં આવે છે. તે ટાળી શકાતું નથી. છતાં સમકિતીની જાગૃત દશા હોવાને કારણે નરકનું આયુષ્ય પણ સમભાવપૂર્વક પૂર્ણ કરે છે. - પરિવર્તન જરૂરી છે. કે ધાર્મિક ક્રિયામાં રૂઢતાને કારણે જીવ કર્તવ્ય કરે છે પરંતુ પરિવર્તન જણાતું નથી. વિભાવમાંથી સ્વભાવ તરફ જવામાં જીવની દિશા બદલવાની છે. આ પુદ્ગલ ચેતનની મદદથી જ ચાલે છે. તે સિવાય તો શબ છે. પુદ્ગલને નિભાવવા પુદ્ગલો ગ્રહણ કરવાં પડે છે. માટે જીવનમાં જરૂરિયાત ઓછી કરવી. અને પુગલના સંબંધોથી કેમ છૂટાય તેનો જ વિચાર કરવો. પોતે શું કરી રહ્યો છે તેની સતત જાગૃતિ રાખવી. રૂઢતાને કારણે ધર્મમાં આશાતનાનો ભય પણ હોય છે. આ શરીરનું અણુએ અણુ મલમૂત્રથી ભરેલું છે. ધર્મક્રિયામાં પવિત્રતા જાળવવા ધૂપ દીપાદિથી વાતાવરણને શુદ્ધ કરી પોતાના સ્વાધ્યાયાદિ નિયમોને જાળવવા, પણ પ્રમાદ ન સેવવો. રાજુલ અને નેમનાથના નવ ભવના સંબંધોમાં ક્રમે ક્રમે સંયમ તરફ પ્રયાણ હતું. એ સંબંધ એટલો સંયમમય હતો કે નવમા ભવે પ્રાણીઓના પોકારનું નિમિત્ત મળતાં પોતાના ધ્યેયને પકડી લીધું. અને બંને શિવપદને વર્યા. આજે લગ્નજીવનમાં સંયમને સ્થાન નથી રહ્યું. એક બીજાના સહારે ધર્મભાવના કેળવવાનું અંતર પડી ગયું છે એટલે જીવન પશુવતું બનતું જાય છે. બીજાના નિમિત્તનું બહાનું કાઢી સ્વબચાવ કરવો તે મોહ છે પોતાની ઈદ્રિયો વશ ન કરી શકે તે વ્યામોહ છે. ઈદ્રિયોને વશ કરવાને બદલે પોતે તેનાથી જિતાઈ ગયો છે. શરીરમાં પ્રવેશેલા કર્મ પુદ્ગલો જેમ જેમ પરિવર્તન પામે છે તેમ તેમ તેની અસર થાય છે. આત્મા તેને અનુભવે છે. સૂક્ષ્મ પરમાણુ ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. પણ તેની અસરથી વાણી વગેરે બદલાય છે. આ કર્મ સ્વરૂપ અવલોકન ૪૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ પુલોના પ્રકારને સમજવામાં આવે તો કષાયો વધે ઘટે તેનો જીવને ખ્યાલ આવે. જીવ કર્મને ગ્રહણ કરે છે ત્યારે મન અને શરીરની પ્રવૃત્તિ તે તરફ થાય છે. હાસ્ય, અરતિ, રતિ, ભય વગેરેથી તે જણાય છે. કર્મ જેમ ઉદયમાં આવે છે તેમ તેનું એક નાટક ચાલે છે. જ્ઞાનના સ્વાશ્રયથી તેને દૂર કરી શકાય છે. શરીર મનનો આ અંતરવ્યાપાર જાણીએ તો પ્રકૃતિનું શોધન થઈ શકે. જેવું સુખ જોઈએ તેવા પ્રયત્ન કરવા. સમકિતીને સંસાર સુખના પ્રયત્નો રુચતા નથી તે સ્વરૂપ સુખ ઈચ્છે છે. જે કર્મ ઉદયમાં આવે તેના વિકારને પોષી તેને વશ થવું તે ઠીક નથી. આત્મા સતત ઉપયોગમાં રહેવા પ્રયત્ન કરે તેટલો વખત કર્મ ફળ આપવામાં નિષ્ફળ જાય છે. અને જો ઉપયોગ ન રહ્યો તો નવાં કર્મો ચઢી બેસે છે. અનંતાનુબંધની ચોકડીમાંથી દૂર રહેતાં શીખો. અંતરનો પુરુષાર્થ હોય તો બાહ્યસંયોગો અનુકૂળ બને છે. પોતાની અંતરવૃત્તિઓને સમજે તો તેમાં સુધારણા થઈ શકે. પ્રયત્નનો થાક લાગે તોય પુરુષાર્થમાં રહેવું. તે માટે કષ્ટ વેઠવું. તપાદિ સમજપૂર્વક કરવાં ઉપવાસાદિ કરીને આહાર તરફનો રસ મંદ પડવો જોઈએ આહારગ્રહણ કરતાં સંયમ રાખવો જોઈએ. આપણામાં હાલ મતિ અને શ્રુતજ્ઞાન વર્તે છે. તે શુદ્ધ હોવા જોઈએ. તે શુદ્ધ થવાથી ઈદ્રિયાદિના વિષયોનો રસ ઓછો થશે. મિથ્યાત્વદશાનું શોધન ન થાય ત્યા સુધી સત્યની સમજ કે શ્રદ્ધા વગર કોનું શોધન કરવું? વ્યવહાર ચલાવવા જેમ વ્યવહારને અનુકૂળ કેળવણી આપવામાં આવે છે. તેમ આત્મતત્ત્વ પામવા તત્ત્વજ્ઞાનની કેળવણીની જરૂર છે. જ્ઞાનની આરાધના અને ઉપયોગ દ્વારા જ્ઞાનાવરણ કર્મ ઓછું થાય છે. ઉપયોગમય એક કલાક ગાળવાથી ઘણાં કર્મોને રોકી શકાય છે છતાં તેવીસ કલાક કર્મોની ગ્રહણ થવાની ક્રિયા કરીએ તો આ એક કલાક કંઈ ગણતરીમાં ન આવે. સંસારની ક્રિયામાંથી નિવૃત્ત થઈ પંચવિધ સ્વાધ્યાય કરવો. વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, નિદિધ્યાસન આદિ પંચવિધ પ્રકારો છે. માત્ર જૈનકુળમાં જન્મેલો જેન નથી. જૈન એટલે જગતથી વિરકત, જેનું ચિત્ત શાંત અને સ્થિર છે તે જૈન છે. ચોરાશી લાખ યોનિ ફર્યા પછી આ ઉત્તમ દેહ મળ્યો છે. કર્મની પરંપરામાં ઘેરાઈ ગયો તો ફરીને આ દેહ નહિ મળે. કર્મ ઉદયમાં આવતાં પહેલાં શાંતિ અને સમતા કેળવવાં ૪૨ સ્વરૂપ અવલોકન Page #44 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. અપૂર્વતા લાવવી જોઈએ. ત્યાં દૈહિક શક્તિ કામ લાગતી નથી. ચક્રવર્તીની દાસીમાં હીરાને ચપટીમાં મસળીને પાવડર બનાવવાની શક્તિ હોય છે. આવા ચક્રવર્તીનું પણ કર્મ આગળ શું ચાલે ? જગતમાં મારા તારાના ભાવમાં જીવન પૂરું થઈ જાય છે. એ મોહરૂપ શત્રુને જ્ઞાનના શિક્ષણથી જાણી શકાય છે. અભ્યાસથી સાધનામાં અનુભવ થાય છે. આત્માની સ્વતંત્રતા જ્ઞાનીઓએ દર્શાવી છે. તેનાં સાધન બતાવ્યાં છે. જ્ઞાનાદિ સત્તાધન મૂકીને જગતના જૂઠા સાધનમાં આનંદ ન આવે ત્યારે વિકાસ થાય. ક્રોધાદિ કષાયોથી જીવ વારંવાર ઘાત પામ્યો છે. દરેક ક્રિયા સાથે ઉપયોગ રાખી જીવનને સરળ બનાવવું. યોગ્ય ગુરુ મળે પોતાના દોષો પ્રગટ કરવા તેનું પ્રાયશ્ચિત કરવું. એની એજ ભ્રાંતિ ને ભૂલો વારંવાર ન થાય તેની જાગૃતિ કેળવવી. સમકિતીની ક્રિયા સમાં પરિણમે છે છતાં ક્ષાયિક સમ્યકત્વ ન પ્રગટે ત્યાં સુધી સતત ઉપયોગમય જીવન જીવવું પડે. માણસ ધનના જોરે મુસાફરી કરી લાંબાં દેશાટન કરે છે. પણ નજીક્ની પોતાની અંતરયાત્રા કરવી મુશ્કેલ થઈ પડી છે. પોતે સવારથી સાંજ શું કરી રહ્યો છે તેનું શું ફળ આવશે તેની તેને ખબર નથી. સંસાર છોડીને સાધુ થયા પછી સાધુદશામાં શું ઉપાધિ હોય ? આ કાળમાં ત્યાંય ખટપટ વધી છે. જૈનશાસન એ કારણે નબળું પડતું જાય છે. આજ શાસનમાં અષાઢાભૂતિ જેવા નટો મુક્તિને પામ્યા છે. ઉદય બંધનનો ખેદ નથી કરવાનો, તેને સમજો, વિચારો અને મુક્ત થાવ. અધ્યાત્મયોગ શીખવાડયો શીખાતો નથી, અનુભવથી સમજાય છે. જ્ઞાનીઓએ તેનો માર્ગ મોકળો કર્યો છે, તે માર્ગની ઉપેક્ષા કરવાથી માર્ગ સરળ બનતો નથી. શુદ્ધ સાધન દ્વારા તે સાધ્ય કરી શકાય. પાપના પુદ્ગલ પરમાણુઓ ભારે હોય છે તેનું ગ્રહણ થયા પછી જલ્દીથી છૂટા પડતા નથી. પુણ્યના પુદ્ગલ પરમાણુઓ હળવા હોય છે. તે જલ્દી છૂટા થઈ શકે છે. એટલે પુણ્યશાળી જીવ સંસારથી જલ્દી મુક્ત થઈ શકે છે. જેમ સુગંધ અને દુર્ગંધ સાથે પ્રસરશે તો દુર્ગંધની તીવ્રતા વધુ સમય રહેશે. સુગંધની તીવ્રતા રહેશે પણ જલ્દી ઓસરી જશે. જગતની આવી વિષમ પરિસ્થિતિમાં ઉપયોગ રાખે તો જ ધર્મ પ્રાપ્ત થાય. જેમ જેમ જીવનની શુદ્ધતા થાય તેમ તેમ તેનું રક્ષણ પણ કરવું પડશે. કારણકે સ્વરૂપ અવલોકન ૪૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ ઘણીવાર જીવ માને છે કે પોતે ધર્મ કરે છે. પરંતુ તે ધર્મ અનુષ્ઠાનોથી જીવનમાં શું અસર થઈ તે જાણે નહિ તો અધકચરું જ્ઞાન સાધન શુદ્ધિ ન કરી શકે. ધર્મસાધનથી વિભાવ દૂર થવો જોઈએ. ધર્મસાધન કરવા છતાં કર્મવ્યાપાર હળવો ન થાય તો વિચારો, ફરી ફરી ને વિચારો. નહિ તો નિર્જરાનું કાર્ય આશ્રવ સંભાળી લેશે અને ધર્મ કરવા છતાં અનર્થ થશે, કારણકે શુભભાવ એ શુભાશ્રવ છે. તે પણ છોડવાના છે. મુમુક્ષુતા : ધર્મક્ષેત્રે દરેકને મુમુક્ષુ કહેવરાવવું રુચે છે. પણ મુમુક્ષુતા ગ્રહણ કરવી અઘરી લાગે છે. અનંત ભવથી મિથ્યાત્વ સેવ્યું છે. હવે મુમુક્ષુતા જીવવી છે, તેને માટે મહા પુરુષાર્થ જોઈએ. દેવગુરુ પ્રત્યે અહોભાવથી કંઈ થોડું આરાધન કર્યું પણ ત્યાં સંતોષ માની અટકી ન જવું. શરીરમાં રોગ કે દુઃખની પીડા વર્તાય છે તેને દૂર કરવા કેવો પ્રયત્ન કરીએ છીએ ? આ ભવરોગ મટાડવા કેવો પ્રયત્ન કરશું ? તેને લાયક સત્તાધન આદરવું પડશે. એક આત્મભાવના જ દેઢ કરો અને જીવન પર્યંત તેને વળગી રહો. જડવાદના ભ્રમમાં આત્માને જડ માની લીધો છે, આત્માના શુદ્ધ બુદ્ધ ચૈતન્યધનની પ્રતીતિ થવી જોઈએ. બોધબીજ પ્રાપ્ત થાય તો જ્ઞાન સમકિતરૂપે પરિણમે. કર્મનો છેદ ઉડાડવા શુદ્ધિ જોઈએ. સ્વર્ગાદિફળની આશા કરે તો તેવું ફળ મળે. તેનો પણ છેદ કરવો પડશે. ચક્રવર્તી જેવા પણ સંયમી હોય તો જ મુક્ત થાય નહિ તો નરકગામી જ થાય. બાહ્યસંયમમાં મુક્તિ મેળવવાનું સામર્થ્ય નથી. જ્ઞાનીનો માર્ગ અંતર પરિણામી થાય તો મુક્તિ સાધી શકાય. કેવળ આત્મનિંદામાં ન પડો પણ આત્માની શક્તિ પ્રગટે તેવો પુરુષાર્થ કરો. વિચારથી વિચારશુદ્ધિ થાય. ક્રિયાથી ક્રિયા શુદ્ધિ થાય. પ્રમાદથી કર્મબંધ થાય. અને કર્મનું પુનરાવર્તન પરિભ્રમણનું કારણ બન્યું છે. માટે હવે સ્વબળ, સ્વપુરુષાર્થ કરી યોગી બનો, તે પછી ક્ષેત્રાદિનો ભય નથી રહેતો. મરચાંનું નાનું સરખું બી જમીનમાંથી પોતાને અનુકૂળ પુદ્ગલો ગ્રહણ કરી કેવું તીખું બને છે ? લીમડાનું એક નાનું સરખું બી જમીનમાં પોતાને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી કેવું મોટું વૃક્ષ બને છે ? અને આખાયે વૃક્ષના થડ પાંદડાં ફળ દરેકમાં કડવાશ કેવી વ્યાપ્ત બની જાય છે ? તેમ અનંતાનુબંધી કે અપ્રત્યાખાની ક્રોધાદિ વિકારને જીવ ગ્રહણ કરી લે છે ૪૪ સ્વરૂપ અવલોકન Page #46 -------------------------------------------------------------------------- ________________ અને દેહના અણુને તેવા પુદ્ગલોથી ભરી દે છે, એટલે જગતના વ્યવહારમાં જીવ તેવા કષાયજન્ય વ્યવહાર કરીને વધુ તીવ્ર કર્મબંધન કરતો જાય છે. તેના આચાર વિચાર સો તેવા ક્ષાયજન્ય પ્રકૃતિમાં પરિણમે છે. જીવન અંધકારમાં અટવાઈ જાય છે. ક્રોધાદિ પ્રકૃતિની અસરમાં ઈદ્રિયો અને મન ટેવાઈ જાય છે. તે પછી તેનો સંયમ કરવો કે પરિવર્તન કરવું ખૂબ મુશ્કેલ થઈ પડે છે. છતાં સમ્યક સમજ સાથે તપ-ત્યાગ, વૈરાગ્યની આરાધનાથી ક્રોધાદિના રસોને શુદ્ધ કરી શકાય છે. છતાં તેની અસર લાંબો વખત રહે છે. ઉગ્ર પરિશ્રમ જ તેને મોળાં પાડી શકે. આત્મગુણને ઘાત કરનારા આવા ઉગ્ર વિકારો આત્માને સ્વભાવથી વિમુખ કરી દે છે. ઢંકાયેલા સ્વરૂપને પ્રગટ કરવા જ્ઞાનીના આશ્રયે સાધના કરવી જરૂરી છે. ત્યારે મુમુક્ષતાની સાચી દિશા મળે છે. આત્માની અનંત શક્તિ છતાં જીવે ઈદ્રિયવિષયોનું અને કષાયોનું સેવન કરી તેમાં રસમય થઈ તાદાભ્યપણું કર્યું છે તેથી આત્મશક્તિને આવરણ આવી ગયું છે. અને આત્મસ્વભાવ પ્રગટ થતો નથી. સ્વરૂપપ્રાપ્તિ થવા આ કર્મની પ્રકૃતિને દૂર કરવાની છે. અજ્ઞાનદશાને ટાળવાની છે. જડ ચેતન દ્રવ્યોની ભિન્નતાને ન સમજે તો પરિણતિ પરિવર્તિત થતી નથી. આજે તો વિજ્ઞાન પદાર્થના ગુણધર્મને પુરવાર કરી તેના પરિવર્તનો સિદ્ધ કરી બતાવે છે. અનાદિકાળથી જ્ઞાની પુરુષોએ બંને દ્રવ્યને જેવા છે તેવા જોઈને તેનું કથન કર્યું છે. આપણી પાસે વિચારશક્તિનું બળ નથી. અશુદ્ધતા, અજ્ઞાનતા ઠાંસીને ભરી છે. એટલે લૌકિક મતે દોરવાઈ જઈએ છીએ. તેથી ભવિ જીવને માટે જ્ઞાનનો યોગ અને ઉત્તમક્ષેત્રની મહત્તા બતાવી છે. તેવા યોગમાં પ્રગટેલી સાત્ત્વિકતાને રક્ષણ મળે છે. તપશ્ચર્યાદિથી પ્રથમ વિકારો શાંત થાય તે પછી શાંતિનું સામર્થ્ય વધે છે. દગ્ધ થયેલાં વિકાર બીજો વારંવાર ઉપયોગને કારણે નષ્ટ થશે. બાહ્ય તપ સાથે અંતરતા હશે તો સાધ્ય શુદ્ધ રહેશે. રોગની પીડાથી સમજાય છે કે દર્દ ક્યાં છે ? તેમ ક્રોધાદિ વૃત્તિને નિહાળતાં તેની પરિણતિ સમજાય છે. પરંતુ નામધારી પુદ્ગલ તરફ ભાવ હોવાથી માનાદિ વૃત્તિઓ પોષાતી જાય છે. એવી વૃત્તિઓને સમજવા માટે જ્ઞાનીઓએ શાસ્ત્રોની રચના કરી પરોપકાર કર્યો છે. દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને સમજીને સ્વરૂપ અવલોકન ૪૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ જીવ ઉપયોગથી વર્તે તો દોષો ઉપશમ પામે. ક્રિયાને જોવાને બદલે કર્મને જોતાં શીખો. જગત વ્યવસ્થા તેની કાળમર્યાદા પ્રમાણે ચાલે છે. તેના વિવાદમાં ન પડવું પણ જ્ઞાનીના કથન પર વિશ્વાસ રાખવો. દરેક પદાર્થો પોતાના ગુણધર્મને આધીન છે. ઉપયોગ રાખવાથી કર્મને મંદ કરી શકાય છે. રોગીષ્ટ શરીરને કેફી પદાર્થ આપી રોગને દાબી શકાય છે. પણ ઉપયોગ રહિતપણે જીવવાથી જ્ઞાન દબાઈ ગયું તો કર્મો બળવત્તર બનશે. અને સમયે સમયે અઘાતી-ઘાતી આઠે કર્મોનું બંધન થશે. પૂર્વ પ્રારબ્ધવશ મળેલી પ્રકૃત્તિને પરિવર્તિત કરી શકાય તો સ્વસ્થ જીવન પ્રાપ્ત થાય તે માટે જીવે વિચારશીલ બનવું. દરેક ઈદ્રિયોને પોતાની મર્યાદા છે. રસનો સ્વાદ જીભના અગ્રભાગે છે. મોઢામાંથી ઝરતા રસો તેને પ્રેરે છે. ગળે ઉતરી ગયા પછી સ્વાદની કંઈ અસર જણાતી નથી. છતાં મનમાં સ્વાદની અસર રહી જાય છે તે રસોને ઉત્તેજિત કરે છે અને ફરીને તે પદાર્થ મેળવવાની વાસના જાગે છે. એક વસ્ત્ર પરિધાન જેવી ક્રિયા પણ મન પર કેવી અસર ઉપજાવે છે ! પોલીસ સાદા વેશમાં હોય ત્યારે અને ગણવેશમાં હોય ત્યારે કેવી અસર ઉપજાવે છે ? આપણે પોતે પણ ઘરમાં રહીએ ત્યારે અને બહાર નીકળીએ ત્યારે વસ્ત્ર પરિધાનમાં કેવું લક્ષ્ય રાખીએ છીએ. જેવાં વસ્ત્રો તેવા વિચારોમાં પરિવર્તન આવે છે. ગૃહસ્થ કે મુમુક્ષુ સંયમી હોય તોપણ સાધુવેશની મહત્તા બતાવી છે. છતાં જો સાધુમાં આચાર ન હોય તો વેશનો કંઈ ઉપયોગ નથી. શાસ્ત્રનું માહત્મ્ય : જૈનદર્શનમાં શાસ્ત્રના સિદ્ધાંતો સુસ્પષ્ટ છે. માર્ગ અઘરો છે. જો તેમાં બતાવેલા માર્ગ માટે જ્ઞાનીના આશ્રયે પોતાના જીવનનો ક્રમ ગોઠવે તો આનંદ પ્રગટે છે. પણ જીવને કર્મના મારથી કે દુઃખ સમયે સુધરવાની ટેવ પડી છે તેથી સીધો માર્ગ ગ્રહણ કરવાને બદલે અવળો દોરવાઈ ગયો છે. પોતાની માન્યતા પ્રમાણે કર્મને દૂર હડસેલવા માંગે તો પણ કર્મ ફળ આપ્યા વગર દૂર જતું નથી. માટે કર્મના ઉદયકાળ પહેલાં જ સમજ કેળવવી અને જગતનાં અન્ય સાધનોની સોબત ત્યજવી, જગતના પદાર્થોનો ઉપયોગ દવાની જેમ કરવો. પણ ઉદયને આધીન ન થવું. બાહ્ય સાધનના યોગથી અંતરને શોધવું. આ કાળમાં વિષમ સંયોગો ૪૬ સ્વરૂપ અવલોકન Page #48 -------------------------------------------------------------------------- ________________ છે. સહજ સ્વરૂપતા અઘરી થઈ ગઈ છે. જીવો ધર્મથી વિમુખ જઈ રહ્યા છે. શાસ્ત્રોની જાણે હાટ મંડાઈ છે. ત્યારે કયાંથી શું મેળવવું ? કેમ લેવું? તેનો વિવેક આત્માએ કરવાનો છે. નહિ તો વિષમ સંયોગથી કર્મસંયોગ જ થશે. - સમકિતી જીવની સમતા : જીવને એક સરખી જ શાતા કે અશાતા વેદનીય વર્તે તેવું નથી હોતું. અશાતા વેદનીયના ઉદયમાં સમતાભાવે રહે તો અશાતા હોય છતાં શાતા વેદે છે. પરંતુ શાતાવેદનીયના ઉદયમાં પણ સુખ માટે ફાફાં મારીને દુઃખ વહોરતો હોય તે જીવ અશાતાના ઉદયમાં શું કરે ? સમકતી જીવ બંને સમયે સમભાવે સ્થિર રહે છે. ચારિત્રની ઊણપની અસ્થિરતા આવે છે. દર્શનની જેટલી શુદ્ધતા તેટલી જ્ઞાનની શુદ્ધતા. શાસ્ત્ર સ્વાધ્યાયનું અવલંબન તે શુદ્ધિમાં સહાયક છે. જીવમાં સમકિતગુણ પ્રગટયો ન હોય તો જડતા જલ્દી ઘર કરી જાય છે. સમકિતી પાપાનુંબંધી પુણ્ય ઉપાર્જન નહિ કરે. પૂર્વ પ્રારબ્ધયોગે પુણ્ય ઉદયમાં આવે તોય તેનો ક્ષય કરી શકે છે. કારણ કે તેનો સહેજે ત્યાગ કરી લે છે. પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તો તેને દેવગતિમાં જવું પડે છે. ત્યાં તેત્રીસ સાગરોપમ જેવો લાંબો કાળ નીકળી જાય છે. સમકિતી તેને પણ બંધન માને છે. આસક્તિપૂર્વકનાં અનુષ્ઠાનોથી બંધાયેલા પુણ્યને કારણે સંસાર પરિભ્રમણ ચાલુ રહે છે. જેમકે અનીતિથી મેળવેલા ધનથી દાન ઈત્યાદિ કરે. કપટથી અનુષ્ઠાન કરે તે પાપાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે. એટલે પાછું પુણ્ય ભોગવીને પાપ-દુઃખ તો ઊભું રહે છે. અને અનીતિ અને કપટ આધારિત બાંધેલાં કર્મો ઉદયમાં આવે છે. ત્યારે પુનઃ તેવી જ વૃત્તિઓ પેદા થાય છે. સમકિતગુણ વિકસ્યા પછી પણ પુરુષાર્થ મંદ પડે તો જીવ સમક્તિને વમી દે છે. અને જ્ઞાનીના યોગ વગર ચઢ-ઉતર ચાલ્યા કરે છે એટલે ક્ષાયિક સમ્યકત્વ અર્થાત તે તે કર્મની પ્રકૃતિનો આત્મપ્રદેશો પરથી ક્ષય થવો તે ક્ષાયિક સમ્યક્ત છે. તે ન પ્રગટે ત્યાં સુધી સતત ઉપયોગ રાખવો પડે. ક્ષાયિક ભાવ વડે આત્મા સ્વરૂપસ્થ થાય છે. તેવા મહાન જીવો ગમે તેટલા ચક્રવર્તીના સુખનો પણ ક્ષણ માત્રમાં ત્યાગ કરી શકે છે. ભરત ચક્રવર્તીને રાજપાટ ત્યજી દેતાં ક્ષણમાત્રનો વિલંબ ન થયો. સમકિતને સ્વરૂપ અવલોકન Page #49 -------------------------------------------------------------------------- ________________ કારણે તેમને નવો બંધ થતો નથી અને પૂર્વ બંધ ખપી જાય છે. પછી આત્મા ઉત્તરોત્તર જ્ઞાનાદિ ગુણે યુક્ત થાય છે. ગમે તેટલા રાજભોગાદિ હોવા છતાં જ્ઞાની પરભાવથી નિઃસહાય બની એકલા જ ચાલી નીકળે છે ત્યારે જ આત્મબળ પ્રગટે છે તે મુનિપણું છે, ત્યાં કૈવલ્યની શરૂઆત છે. અને પૂર્ણતા પણ પામે છે. મનુષ્યનો જન્મ ફકત શરીરની લેણદેણ પૂરી કરવા નથી. તે તો પૂર્વ પ્રારબ્ધ છે. જયાં વિલાસ છે ત્યાં વિકાસ નથી. કેવળ બાહ્ય સાધનથીજ ધર્મ થતો હોત, જ્ઞાન પ્રગટ થતું હોત તો મહાવીર પ્રભુએ એક વરસ અઢળક દાન કર્યું ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટ થાત. સમકિતી જીવ સિવાયને તો એવા સાધન પરિભ્રમણના કારણભૂત છે. અજ્ઞાનવશ કર્મબંધન દૂર થઈ શકતાં નથી. ક્રિયાનો નિષેધ નથી પણ યથા સ્વરૂપે, જ્ઞાનીની આજ્ઞાએ કે શાસ્ત્રાનુસારી જો ક્રિયા કરવામાં આવે તો સત્ શ્રદ્ધા બળવાન થાય. જીવ સ્વતંત્ર છે તેમ કર્મ પુદ્ગલો સ્વતંત્ર છે. જીવની પરિણતિ બહારના દ્રવ્ય સાથે રાગાદિથી જોડાય ત્યારે તે સંબંધમાં આવે છે. જીવ વારંવાર દોષને જોતો જાય, દોષને ટાળતો જાય તો બંધ મંદ પડે. જીવ પોતાની પ્રકૃતિને જાણે, તેના વિષયોને સમજે. ઈદ્રિયોના ગુણધર્મને સમજે તો બંધન સમયે પણ સ્વતંત્ર રહી શકે. સમકિતિ જેમ બંધને સમતાભાવે વેદે છે તે સ્વાધીનતા છે. બંધનો સમય ખૂબજ સંભાળવા જેવો છે. અને બંધ તો સમયે સમયે થાય છે. માટે પ્રભુએ પ્રકાશ્ય છે કે એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો. તેમાંય સમુદાયભાવે કર્મબંધ થાય છે ત્યારે તો ખૂબ જ સંભાળવા જેવું છે. સમુદાયમાં જીવ ગતાનુગતિક જોડાય છે ત્યાં ઉપયોગની મંદતા છે. ઉત્કટ વાતાવરણમાં આંદોલનો કે હિંસા જેવી ક્રિયામાં જીવ પણ ઉત્સાહમાં આવીને જોડાય છે અને ભારે કર્મને બાંધે છે. જો તે સમયે વિવેક કે મધ્યસ્થભાવ રહે તો રસબંધ મંદ પડે છે. શાસ્ત્રમાં જીવોની દશા ત્રણ પ્રકારે કહી છે. ભવ્ય, અભવ્ય અને દુર્ભવ્ય. ભવ્ય જીવને યોગ મળતાં કાર્ય સાધી સ્વરૂપદશાને પામે છે. અભવ્ય જીવ અનંતકાળ ભમે છે. ભમ્યા જ કરશે. સ્વરૂપ સિદ્ધિને પામવા તે જીવ યોગ્ય નીવડતો નથી. દુર્ભવ્ય જીવની દશા તો બુરી છે છતાં પણ અનેક પરિભ્રમણ કરીને ચઢ ઉતર કરતાં કરતાં કોઈ કાળે જ્ઞાનનો યોગ સ્વરૂપ અવલોકન ४८ Page #50 -------------------------------------------------------------------------- ________________ મળી જતાં ભવસ્થિતિ પાકે છે, ત્યારે તથા ભવ્યત્વના બળે સમક્તિ પામી દીર્ઘકાળે મુક્તિ પામવાની સંભાવના છે. કર્મની મૂળ પ્રકૃત્તિ આઠ છે તેના ઉત્તરભેદ એકસો અઠ્ઠાવન છે. જ્ઞાનાવરણીયના-પ, દર્શનાવરણીયના-૯, વેદનીયના-૨, મોહનીયના-૨૮, આયુષ્યના-૪, નામના-૧૦૩, ગોત્રના-૨ અને અંતરાયના-૫, કુલ-૧૫૮. ચેતના એ આત્માનો ગુણ છે. તે ગુણના પર્યાયને ઉપયોગ કહે છે, અથવા આત્માનું લક્ષણ ઉપયોગ છે. તે જ્ઞાન સાકાર ઉપયોગ અને દર્શન નિરાકાર ઉપયોગ એમ બે પ્રકારે છે. જો ઉપયોગ પદાર્થોના વિશેષ ધર્મોના જાતિ, ગુણ, ક્રિયા વગેરેને ગ્રહણ કરે તો તેને જ્ઞાન કહે છે. અને સ્વરૂપને જાણે છે તેને સ્વજ્ઞાન કહે છે. જે ઉપયોગ પદાર્થોની સત્તાને જ ગ્રહણ કરે છે, તેને દર્શન કહે છે. આત્મસત્તાને ગ્રહણ કરે છે ત્યારે સ્વદર્શન કહે છે. કર્મ પ્રવૃત્તિ : જે કર્મ આત્માના જ્ઞાન ગુણનું આવરણ કરે તે જ્ઞાનાવરણીય કર્મ છે. આત્માનું સ્વરૂપ યથાતથ્ય ન જણાય તે જ્ઞાનાવરણીય કર્મ છે. આત્માના ગુણનો સામાન્ય બોધ પ્રગટ ન થવા દે તે દર્શનાવરણીય કર્મ છે. શાતા અશાતારૂપે ઉદયમાં આવે તે વેદનીય કર્મ છે. જે કર્મ સ્વરૂપની સ્થિરતામાં વિદન પહોંચાડે છે, સ્વ-પરનો વિવેક થવા દેતું નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન ન થવા દે. સમ્યકત્વ ગુણના કે ચારિત્રના ગુણને ઘાત કરે તેવું કષાય જનિત મોહનીય કર્મ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય ચાર કર્મ પ્રકૃતિ આત્મગુણનો ઘાત કરવાવાળી હોઈ ઘાતકર્મ કહેવાય છે. બીજી ચાર પ્રકૃતિ અઘાતી છે જે શુભાશુભ છે. જે કર્મના ઉદયથી દેહપર્યાયમાં ચેતન અમુક કાળ સુધી અસ્તિત્વ ધરાવે છે તથા તે કર્મના અસ્તિત્વમાં જીવ જીવે છે તે આયુર્ભ છે. જે કર્મના ઉદયથી જીવ નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ, તીર્થકર આદિ નામ કર્મધારણ કરે છે, તે નામ ર્મ છે. જે કર્મ આત્માના દેહપર્યાયને ઉચ્ચનીચ ગોત્રમાં ઉત્પન્ન કરાવે છે. પ્રકૃતિ પ્રમાણે ઉચ્ચનીચપણું પામે છે તે ગોત્ર કર્મ છે. સ્વરૂપ અવલોકન ૪૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ જે કર્મ જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગમાં અને પુરુષાર્થમાં અંતરાય કરે છે તથા આત્મશક્તિને પ્રગટવા દેતું નથી તે અંતરાય ર્મ છે. કેવળી ભગવંતને રાગાદિ દશાનો આત્યંતિક ક્ષય હોવાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય આ ચાર ઘનધાતી કર્મ પ્રકૃતિ નષ્ટ થઈ હોય છે. પરંતુ દેહાદિ યોગને કારણે નામ, ગોત્ર, વેદનીય, આયુ, ચાર અઘાતી પ્રકૃતિનો ઉદય હોય છે પણ તે બંધનરૂપ ન હોવાથી આયુષ્ય પૂર્ણ થતાં સહજપણે બાકીની ચાર પ્રકૃત્તિ નાશ પામે છે. પોતાના સ્વપુરુષાર્થથીજ અસત્ ભાવે જીવ આઠે પ્રકૃત્તિના આવરણને ગ્રહણ કરે છે. અને સ્વભાવનો આશ્રય છોડી દે છે. આ કર્મ જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ એમ પાંચ કારણોથી ગ્રહણ કરે છે. આત્મા સ્વભાવે જ્ઞાનાદિ ગુણથી વ્યાપ્ત છે. જ્ઞાન જ તેનું મૂળ લક્ષણ છે. તે ગુણે કરીને તેના ગુણ, ક્રિયા વગેરે જણાય છે. તે જણાતાં પહેલાં જે ભાન થાય છે તે દર્શન છે. ગુણ તે ગુણીની સાથે જ રહે છે. અને પર્યાય પરિવર્તિત છે. જ્ઞાનગુણ વગર જીવ પદાર્થને જાણી શકતો નથી. પરંતુ જડ પદાર્થને પોતાના માને છે તે અજ્ઞાન છે. તે અજ્ઞાન બંધન કરે છે. જે અજ્ઞાન બંધનમાં કામ લાગે છે તે ધર્મમાં કામ ન લાગે. ધર્મ તે આત્માનો ગુણ છે. ગુણ ગુણરૂપે રહે છે. કષાયની ઉત્તેજનાને જીવ શમાવે, મુક્તિ માટે કઈ ક્રિયા કામ આવે તેનો વિવેક કરે. દેહ મળ્યો છે પણ તે મુક્તિધર્મ માટે જ છે તેવો નિર્ણય થાય તો જીવનો ઉપયોગ કે ક્રિયા તેની ઉપાસના તરફ જ વળે. તેની આહારાદિની સર્વ ક્રિયા એક જ લક્ષ્યથી હોય તો પૂર્વ પ્રારબ્ધ નષ્ટ થતું જશે અને નવું પ્રારબ્ધ રસબંધ વગરનું રહેશે. પણ ઉપયોગ ચૂકયો તો પરલક્ષે શુભાશુભ બંધ થાય. દેહના સુખનું લક્ષ્ય રાખે, રસનાને પોષવા આહાર લેવાય ત્યાં ઉપયોગ થતાં અજ્ઞાનવશ કર્મબંધ પડે. તે જ પ્રમાણે વ્યવહારની બધી જ ક્રિયા માટે જ સમજવું. દર્શનગુણ ઉપયોગથી કર્મબંધ મંદ પડે છે. પણ જ્ઞાનના ઉપયોગથી કર્મના બંધનને નષ્ટ કરી શકાય છે. દેહાદિ દરેક ક્રિયામાં ઉપયોગ વગર વ્યવહાર થતો નથી. એ ઉપયોગને આત્મલક્ષે લેવાથી પ્રારબ્ધકર્મ પુરું થાય છે. દેહાદિ દુ:ખમાં કોઈ ભાગ પડાવી શકે તેમ નથી. આંતરવેદના ૫૦ સ્વરૂપ અવલોકન Page #52 -------------------------------------------------------------------------- ________________ પણ કોઈ લઈ શકે તેમ નથી. સમકિતી કર્મથી મુક્ત થતો જાય છે. ક્ષાયિક સમકિતી કર્મના મૂળને બાળીને ખાખ કરી દે છે. મિથ્યાત્વી માનવ જન્મ છતાં પશુવત્ વૃત્તિને આધીન જીવે છે. વૃત્તિઓનું ઘર મન છે તેની પ્રથમ સુધારણા કરવી. જીવ સંસારના પદાર્થો મેળવવામાં દુઃખો સહન કરશે. તેને સાચવવા પરિશ્રમ કરશે. જેમાં સુખ મળવાની ખાત્રી નથી તેમ છતાં તેમાં સુખ માનીને જીવે છે. બાળપણથી જ આપણને સાચા સુખની કેળવણી મળી નથી. યુવાવસ્થામાં જવલ્લે જ કોઈ વિરલ જીવની રુચિ આત્મભાવ તરફ વળે છે. વૃધ્ધત્વ આવતાં પુરુષાર્થ થતો નથી, એમ આયુષ્ય પૂરું થાય છે. જ્ઞાનનો વિચાર જ્ઞાનનાં સાધનોથી જ થાય. તેમાંથી સમક્તિ ગુણ પ્રગટ થાય. જ્ઞાનનું સાચું સાધન જ્ઞાનીનો સંપર્ક છે. મહાવીર પ્રભુ માતાપિતા અને પછી ભાઈના આગ્રહથી કાર્યકારણભાવને જાણીને ગૃહવાસમાં રહ્યા, પરંતુ તે પહેલાં જ સંસારભાવ તો વિરામ પામ્યો હતો તેથી ગૃહવાસ છતાં મુનિ જેવા હતા. જગતના કોઈ કર્તવ્યમાં તેમને આગ્રહ કે રસ ન હતો. પૂર્વ પ્રારબ્ધ ખપાવી દેવાની એ સાધના હતી. જન્મસિદ્ધ સંયમ સહજ હતો. સાંસારિક સુખભોગમાં શક્તિની ક્ષીણતા જ થશે. આત્માને આવરણ કરતાં દોષો દૂર કરવા. આત્મગુણને પ્રગટ થવા દેવા. અનંતકાળ સંસાર સુખ અર્થે જ ગયો છે. પ્રતિકૂળતાને કારણે ધર્મની શોધ માટે નીકળે તો કૃત્રિમ ધર્મ હાથ આવે છે. મૂળ સંસ્કાર આત્માર્થનો હોય તો સર્વ ક્રિયા આત્માર્થે પરિણમે. આત્મા અને દેહની ભિન્નતા સમજ્યા વગર કે શ્રદ્ધા વગર છૂટકો નથી. દેહથી દેહનું, ક્રિયાથી ક્રિયાનું જુદાપણું કેળવે તો ભેદ સમજાય અને મૃત્યુનો ભય મંદ પડે. જેમ જીર્ણ વસ્ત્ર ત્યજીને જીવ નવું વસ્ત્ર ધારણ કરે છે તેમ આયુષ્ય પૂર્ણ થતાં જીવ આ દેહને છોડીને નવો દેહ ધારણ કરે છે. આવી વાત સમજાય તો મૃત્યુ કોનું થાય છે તેનું ભાન થાય. જે જે સદ્ભાવ છે તેને અંતરમાં ઉતરવા દો, જો તે ભાવ બહારની ક્રિયામાં પડશે તો પુણ્યમય એવા પૌલિક સુખમાં ભૂલા પડી જવાશે. સદ્ભાવને ઉત્કૃષ્ટ થવા ઉપવાસાદિ વ્રત સાથે પૌષધવ્રતનું નિરૂપણ કર્યું છે. એકાંત સ્થળે રહીને નવતત્ત્વાદિનો સ્વાધ્યાય કરવો અને જીવ તથા અજીવ સ્વરૂપ અવલોકન ૫૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ વિષે ચિંતન કરવું. જીવનો બાહ્ય ઉપયોગ જગતનાં દ્રવ્યો તરફ જાય છે ત્યારે આશ્રવ સ્વયં જીવને આવરણ કરે છે. મનથી ઊઠતા વિકલ્પો આશ્રવને નોતરે છે. આ કર્મની પ્રકૃતિ એવી સૂક્ષ્મ છે કે તે શેષ રહે તો તીર્થકર ભગવંતોને છેલ્લા સમયે સમુઘાત કરીને નાશ કરવી પડે છે. વરાહ નામનું પશુ વિફરે ત્યારે સિંહ કરતાં પણ વિકરાળરૂપ ધારણ કરે છે. તે રીતે અજ્ઞાન દશામાં આવેગથી બાંધેલાં કર્મ ઉદયમાં આવે છે ત્યારે વિકરાળરૂપ ધારણ કરે છે. તે કર્મો ભોગવ્યા વગર કોઈનો છૂટકો થતો નથી. માટે ધીરજ અને સમભાવ જેવા ગુણો કેળવવા જોઈએ. આત્મા સહજપણે જ્ઞાનાદિ ગુણમય છે. ઉપયોગની શુદ્ધતાનું મુખ્ય લક્ષ કરવાનું છે. વ્યામોહને કારણે બંધ અને તેનાં ફળ ઉપાર્જન થાય છે. કાળે કરીને તે પરિપકવ થાય ત્યારે કર્મને કોઈની શરમ અડતી નથી. કર્મ એ પર્યાય હોવાથી પરિવર્તિત છે. આત્મા નિત્ય છે. તે કર્મને જાણે છે પણ વિભાવદશા તેને કર્મ પ્રમાણે ફેરવે છે. જીવ ભખ્રિત થઈ ભટકે છે. આત્મા મોક્ષસ્વરૂપ છે. પરંતુ ભ્રમ ન ભાંગે ત્યાં સુધી સંસાર છે. ભ્રમ મટી જાગૃત થઈએ તો કર્મબંધન શિથિલ થાય છે. અનુક્રમે ક્ષય પામે છે. પુણ્ય પુદ્ગલ પરમાણુમાં શુભતત્વ હોવાથી તે હલકા છે. અને પાપજન્ય પુદ્ગલમાં અશુભ તત્ત્વ હોવાથી ભારે છે. આથી શુભ યોગમાં જીવને અનુકૂળતા લાગે છે, અને અશુભયોગમાં જીવ દુઃખથી અકળાય છે. પુષ્ય અને પાપ વિરોધી તત્ત્વ છે. પુણ્યબળે શુભયોગ મળ્યા પછી પૂર્વના અશુભભાવે પાપપ્રકૃતિની ઉગ્રતા આવે તો તે કષાય છે. છતાં પુણ્યબળ સાથે હોવાથી જાગૃતિ થઈ તે જ ભવમાં કર્મને ભોગવી લે છે. દઢપ્રહારી જેવા હિંસક જીવે પણ તે જ ભવમાં સહન કરીને ગાઢ કર્મબંધને નષ્ટ કર્યા હતા. જીવ સમયે સમયે સાત કે આઠ પ્રકૃતિનો બંધ કરે છે. એક કર્મની પ્રકૃત્તિનું બંધન સહેલું છે. પણ આઠ કે સાત પ્રકૃતિનો એકસાથે બંધ થાય છે ત્યારે તે ગાઢ બને છે. છતાં ઉદય સમયે જાગૃત હોય તો કર્મ પ્રકૃતિને મંદ કરી શકે છે. કોઈપણ રીતે કષાયનું શમન કરવું. ઉગ્ર તપસ્વી પણ શ્રાપ આપીને તપની શક્તિનો અસત્ ઉપયોગ કરી ભવભ્રમણ વધારે છે. માટે સૌ પ્રથમ જ્ઞાની ગુરુના યોગે સમકિતને પ્રાપ્ત કરવું. કે જેથી અનંતાનુબંધી રસબંધ ન પડે. અને કર્મના ઉદય કાળે તે કર્મો સમભાવે ૫૨ સ્વરૂપ અવલોકન Page #54 -------------------------------------------------------------------------- ________________ ભોગવી લેવાય. ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ પહેલાં કર્મબંધ પડયાં હોય તો તે ઉદયમાં આવે, પરંતુ પરિણામે તો તેની નિર્જરા થઈ મુક્તિનું જ કારણ બને. ભરત-બાહુબલી યુદ્ધમાં ઉતર્યા પણ તે યુદ્ધ બાહુબલીજીના સંયમનું કારણ બન્યું. છેવટે માન નડયું. તપાદિથી કર્મબંધન એવાં શિથિલ થઈ ગયાં હતાં કે માનનું ભાન થતાં પગ ઉપાડતાં જ કેવળજ્ઞાન પ્રગટયું. અને ભરતજીને તો અરીસા ભવનમાંજ કેવળજ્ઞાન પ્રગટયું. રાજપાટ એક ક્ષણમાં ત્યજી દેવાનું સામર્થ્ય તે જીવો ધરાવતા હતા. પૂર્વ પ્રારબ્ધ જે રીતે જે કાળે આવવાનું હોય તે નિમિત્ત બને અને તેવા ક્ષાયિક સમકિતી જીવો તે જ નિમિત્તથી મુક્તિ પામે. પુણ્યાનુંબંધી પુણ્યના સંચયને દેવલોકમાં જઈને અનંતો કાળ ગાળીને ત્યાં ભોગવવાં પડે. નિમિત્તવાસી જીવની દશા ઘડીકમાં પ્રકૃતિને ફેરવી દે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, દીક્ષાપર્યાયમાં કાઉસગ્ગધ્યાને હતા. તદ્ભવ મુક્તિગામી હતા. ધ્યાનદશામાં મગ્ન હતા. છતાં સુભટોને મુખે પુત્રના દુઃખની વાત સાંભળી વૈચારિકપણે ઉગ્રભાવે યુદ્ધમાં ઉતર્યા. એક ક્ષણમાં નરકગામી, થોડીક્ષણો પછી સ્વર્ગગામી અને એક ઘડીમાં તો મોક્ષગામી થયા. ક્ષાયિક સમ્યક્ત્વનું કેવું સામર્થ્ય કે પૂર્વયોગે કે નિમિત્તથી જીવ ચૂકે તોય તે સામર્થ્ય તેને તરત જ ત્યાંથી ઊંચકી યોગ્ય સ્થાને મૂકી દે છે. તેમના દેહ પણ ઋષભનારાચ સંઘયણ હોય છે, તે કાળે પાંચમી છીણદ્ધિ નિદ્રાવાળા જીવ એવું સંઘયણ ધરાવે છે પરંતુ અનંતાનુબંધી કષાયની પ્રબળતાથી તે દેહનો ઉપયોગ ઊંધો કરે છે. ઊંઘમાં હાથી જેવા જાનવરને તે હાથ વડે મારી શકે છે. અને છતાં નિદ્રાવશ હોય છે. આવું ભયંકર બળ શરીરનું હોય છે. તે જીવ પ્રાયઃ નરકગામી હોય છે. જ્ઞાની કે અજ્ઞાની પુણ્ય કે પાપ કર્મના નિકાચિતપણાને ભોગવીને જ ખપાવી શકે છે. જ્ઞાની હોય પણ અજ્ઞાનદશામાં બાંધેલા કર્મનો ઉદયકાળ આવે છે, તે ધીરજપૂર્વક ભોગવી લે છે. શાંતિનાથ પ્રભુ તે જ ભવમાં ચક્રવર્તી હતા, ચક્રવર્તીના પુણ્યબંધને લાવેલા પણ આગળના જન્મોથી તેઓ સમકિત સહિત હોવાથી કષાય પરિણામો મંદ હતાં. તેથી એ જ ભવમાં ચક્રવર્તીપણું ભોગવ્યું છતાં તીર્થંકર થઈ મુક્તિગામી થયા. સ્વરૂપ અવલોકન ૫૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ મહાવીરપ્રભુને ત્રણ કલ્યાણક થયા પછી પણ ઉપસર્ગો પરિષહો સહન કરવા પડયા. આમ કર્મ સ્વતંત્ર તત્ત્વ છે, તે સ્વયં પરિણમે છે. કોઈપણ કર્મનો ઉદય બે ઘડી રહે છે પછી પરિવર્તન પામે છે, પણ વર્તમાનમાં જીવ તેમાં રસ, વેગ વગેરેને નાંખીને બંધન બળવાન બનાવે છે. પ્રમાદવશ કે ઓઘદશાવશ કર્મ પ્રકૃતિની સમજ રહેતી નથી. ચેતના આત્માનો ગુણ છે, ઉપયોગ એ ગુણનો પર્યાય છે, તેથી નિમિત્તાધીન ઉપયોગ શુદ્ધ-અશુદ્ધ થયા કરે છે. બંધનકાળ સમયે ઉપયોગ પર્યાયરૂપે છે. અગિયારમા ગુણસ્થાનક પછી બારમે કે આગળની દશાએ પહોંચેલા જીવનો ઉપયોગ શુદ્ધ રહે છે. પ્રમાદ દશામાં સમકિત સત્તામાં જ રહે છે, અને ત્યાં સુધી કર્મનો કોઈ ઉકેલ આવતો નથી. જૂના કર્મો ઉદયમાં આવી નવા ને નોતરે છે. જ્ઞાન અને ધ્યાનમાં શુદ્ધ ઉપયોગ અને સમતાભાવ જોઈએ. ઉપયોગનો અંતરાય કષાય છે, તેને નષ્ટ કરવાથી જ્ઞાનાંતરાય આદિ દૂર થતાં આત્મગુણ પ્રગટે છે. પરંતુ સંસારવાસનાને કારણે જીવ લાભાંતરાય વગેરેથી ભમે છે. આ અંતરાયો દૂર કરવા જીવે મરણાંત કષ્ટ વેઠવાં પડે છે. સંસારમાં જીવ કષ્ટ ભોગવે છે છતાં પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે જ સુખ દુઃખાદિ મળે છે. વિવેકથી ધર્મ પ્રાપ્ત થાય છે. તીર્થંકર, ગણધરાદિ મહાન જીવોને તેમ કરવું પડયું તો આ કાળે આપણે પામર પ્રાણીઓ પ્રમાદ કરીએ તો શું દશા થશે ? ઈંદ્રિય વિષયોમાં નીરસતા હશે તો સત્તામાં રહેલા કર્મના ઉદયકાળે કર્મનો ઉકેલ થશે, કર્મ ઉદયમાં આવે અને ભોગવાઈ જાય તેવી અકામ નિર્જરા તો એકેન્દ્રિયાદિ જીવો પણ કરે છે. મનુષ્યનું કર્તવ્ય તો સકામ નિર્જરાનું છે, કે કર્મના ઉદયકાળે નવો કર્મબંધ ન પડે. પૂર્વ કર્મની પ્રકૃતિઓ ઉદયમાં આવતાં પહેલાં પોતાના જ્ઞાન ઉપયોગ દ્વારા પરિવર્તન કરી લે કે ઉપશમ કરી લે. પ્રમાદવશ જીવ અંતરાયને કારણે પ્રથમથી જ મતિ અજ્ઞાનને સેવે છે. અને તેવા તિ અજ્ઞાનના ઉપયોગ વડે ઈંદ્રિયાદિના વિષયોમાં સુખ માણે છે. અને તેથી આત્મજ્ઞાનની વિસ્મૃતિ થાય છે. કોઈપણ ઈંદ્રિય વિષયને ગ્રહણ કરે ત્યારે ઉપયોગ તો રાખવો પડે છે. આ ગ્રહણ ક્રિયા આંખની કે કાનની કોઈપણ વિષયની હોય તે ખૂબ શીઘ્રતાથી થાય છે, ૫૪ સ્વરૂપ અવલોકન Page #56 -------------------------------------------------------------------------- ________________ સમયે સમયે ક્રિયા થતી હોય છે. જો જ્ઞાનમય ઉપયોગ ન હોય તો આવરણો જ થતાં રહે છે. જ્ઞાનમય ઉપયોગથી ધારણા રહે છે અને તેથી ઈદ્રિયો વિષયોને ગ્રહણ કરી લે ત્યારે જીવ જ્ઞાતા રહી શકે છે. ધર્મની આરાધના અરિહંતની સાકારરૂપે અને સિદ્ધની નિરાકારરૂપે થઈ શકે. તેના સ્વરૂપના જ્ઞાનનું આરાધન કરવાથી વિતરાગ સિવાય બીજા દેવના આરાધનનું લક્ષ થતું નથી. અન્ય દેવના આરાધનમાં ઈશ્વરને નામે સંસારની લીલા, ગૃહસ્થાશ્રમ આદિ સ્ત્રી પરિવારમાં ફસાવવાનું થાય છે. અને એમ જીવ ભ્રમણામાં પડે છે. જ્ઞાનની ઊણપને કારણે ઈશ્વરને સત્વરૂપે ન માનતાં જગતકર્તા માની જીવો ઠગાય છે. અને પોતાના સંસ્કારયોગે મળેલા વિતરાગધર્મને વિસરી જાય છે. એમ મળેલા માર્ગથી દૂર નીકળી જવું તે જ્ઞાનાંતરાય છે. અનંત ભવની આવી ભુલભુલામણીથી જીવ સદ્ગરના યોગે વિવેકને પામે તો મતિ અને શ્રુતજ્ઞાન શુદ્ધ થાય, અને પરિણામે સમકિત પામે. જ્ઞાનસ્વરૂપને યથાર્થ જાણે પછી બધી જ ક્રિયામાંથી તે જ્ઞાનને જ ગ્રહણ કરશે. સંસારમાં પ્રમાદવશ એક પગથિયું ચૂકી જતાં મૃત્યુ જેવાં સંકટ આવે છે. તો આ માર્ગે મૂળધર્મનું પગથિયું ચૂકી જતાં ભવભ્રમણ મળે છે. એકવાર કુમતિ ઉપજી પછી પાછા વળવામાં ઘણી શક્તિ અને સમય વેડફાય છે. જ્ઞાનમાર્ગમાં સૂક્ષ્મ વિચારણા જોઈએ. પરંતુ જો એકવાર વિષયાંતર, ધર્માતર કે જ્ઞાનાંતરાય થાય તો ત્યાર પછી અશુભના ઉદય કાળે પાછા વળવું મુશ્કેલ થઈ પડે છે. મહાવીર પ્રભુના શાસનકાળ પછી એક હજારવર્ષ ઉપરાંત સમય સુધી શાસ્ત્ર લખાયાં નહિ તે કાળે ગણધરો અને શ્રુત કેવળી, કંઠસ્થ રાખતા આ કાળે આચાર્યો, આદિની દેશનાથી અને જ્ઞાનથી શાસન ટકયું. તે પછી એવા મહાત્માઓનો સમુદાય પણ અલ્પ થયો. સ્મૃતિ ઘટવા માંડી, પછી શાસ્ત્ર રચના થઈ તેમાં વાદવિવાદ, મતમતાંતર અને પંડિતાઈ વધવા માંડયા. સંપ્રદાયો વધ્યા અને તે પ્રમાણે ધર્મની અલગ અલગ પ્રક્રિયાઓ અસ્તિત્વમાં આવી. મહાવીરસ્વામીના કાળ પહેલાં અહિંસા, સત્ય, અદત્ત અને અપરિગ્રહ તેમ ચાર વ્રત હતાં. અપરિગ્રહમાં સ્ત્રી આદિ પણ વજર્ય થઈ જતા. સ્વરૂપ અવલોકન પપ Page #57 -------------------------------------------------------------------------- ________________ સમયનાં પરિબળો બદલાયાં, શિથિલતા અને નિર્બળતા વધી. વળી સ્ત્રી આ રીતે માલિકીની ચીજ એટલે જડ પદાર્થની જેમ જ ગણાતી. મહાવીર પ્રભુએ બ્રહ્મચર્ય વ્રત અલગ કરીને પાંચ મહાવ્રતનું સ્થાપન કર્યું. પ્રતિજ્ઞા કે વ્રત તે બંધન કે દમન નથી, તે તો આત્મસ્વરૂપ પામવાના સ્વતંત્ર કારણ છે. વ્યવહાર અને નિશ્ચય બન્નેમાં સમજ કેળવવી જોઈએ. કેવળ એક નયથી જોવાથી એકાંતે નિર્ણય થશે. નિશ્ચયથી સાધના મોક્ષમાર્ગની હોય પણ સંયમ માટે વ્રતાદિની આવશ્યકતા છે. જરૂર પડશે ત્યારે ગ્રંથો તપાસી લઈશું તેવો પ્રમાદ કરી જ્ઞાન આરાધન ન કરવું તે પ્રમાદ છે. મૂળ મૌલિક ગ્રંથો છે તે કેવળ બુદ્ધિના વિષયો નથી. તેનાં ભાષાંતરો કે ટીકા દરેક પોતાની મતિ પ્રમાણે કરે તો તેની મૌલિકતા નહિ રહે. અને જ્ઞાનને બદલે જ્ઞાનાભાસ થશે. મતિ-શ્રુતજ્ઞાનની શુદ્ધતા હોય તો શાસ્ત્રાભાસમાં શુદ્ધતા રહે બુદ્ધિમાં અહમ્ આદિ વિકાર હશે તો અતિશ્રુત અજ્ઞાનભાવે પરિણમે. માટે પ્રથમ વિવેકપૂર્વક જ્ઞાનની આરાધના કરવી. ૫૬ સ્વરૂપ અવલોકન Page #58 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનના પ્રકાર : આ કર્મ પ્રકૃતિના મુખ્ય આઠ પ્રકાર છે. તેમાં પ્રથમ જ્ઞાનાવરણ. જ્ઞાનના પાંચ અને અજ્ઞાનના ત્રણ ભેદ છે. આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન હોવાથી પ્રથમ જ્ઞાનના આવરણને બતાવ્યું છે. જ્ઞાનના આવરણને સરળતાથી દૂર કરી શકાય છે. મતિજ્ઞાનના ૨૮, શ્રુતજ્ઞાનના ૧૪, અવધિજ્ઞાનના ૬, મન:પર્યવજ્ઞાનના ૨, કેવળજ્ઞાનના ૧, ભેદ છે. જ્ઞાનના મુખ્ય પ્રકારો : (૧) ઈદ્રિય અને મનની સહાયતાથી જે જ્ઞાન થાય છે તે જ્ઞાન મતિજ્ઞાન કહેવાય છે.. (૨) શાસ્ત્રોના વાંચનથી, શ્રવણથી અર્થશાન બોધ થાય તે શ્રુતજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન દ્વારા શબ્દ તથા અર્થની પર્યાયલોચના જેમાં હોય તે શ્રુતજ્ઞાન છે. જેમ કે ઘડો જોયો તે મતિજ્ઞાન છે તેનો શબ્દ કાને પડતાં ઘડાની આકૃતિ, તેની પ્રક્રિયા તેના બનાવનાર વગેરેનો બોધ થાય તે શ્રુતજ્ઞાન. (૩) ઈદ્રિય તથા મનની સહાયતા વગર મર્યાદાથી પણ દૂરદર્શી રૂપી પદાર્થોનું જ્ઞાન થાય તે અવધિજ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન છે. (૪) ઈદ્રિયો અને મનની સહાયતા વગર મર્યાદાથી અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી જીવોના મનના ભાવો જણાય તે મન:પર્યવજ્ઞાન છે. (૫) સમગ્ર વિશ્વનું ત્રિકાળનું અને સર્વપદાર્થની સર્વ અવસ્થાઓનું એક સાથે જ્ઞાન થવું તે કેવળજ્ઞાન છે. (૬) મતિ અજ્ઞાન (૭) કુશ્રુત (૮) વિર્ભાગજ્ઞાન મતિ અને શ્રુતજ્ઞાન નિશ્ચયથી પરોક્ષજ્ઞાન છે. વ્યવહારથી તે પ્રત્યક્ષ જ્ઞાન છે. અવધિ, મન:પર્યવ દેશ પ્રત્યક્ષ અને કેવળજ્ઞાન પૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન છે મતિ શ્રુતમાં ઈદ્રિયોની અપેક્ષાએ પરોક્ષ છે. અવધિ, મન:પર્યવમાં દેશે અપેક્ષા છે અને કેવળ જ્ઞાનમાં મન અને ઈદ્રિયોની અપેક્ષા નથી. લૌકિક દૃષ્ટિએ મતિજ્ઞાનની વ્યાખ્યામાં ફરક છે. મતિ એટલે બુદ્ધિ જ માત્ર સમજાય છે, મન અને ઈદ્રિયો દ્વારા જયાં જયાં આત્મ પ્રદેશોનો સ્વરૂપ અવલોકન પ૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ પદાર્થને જાણવાનો ઉપયોગ રહે છે, તે સૂક્ષ્મ ક્રિયા છે. સામાન્ય રીતે બુદ્ધિનાં મર્મસ્થાન હૃદય અને મગજ કહેવાય છે. આ બે જો કામ કરતાં અટકે તો આખું શરીરનું યંત્ર ખોટકાઈ જાય છે. કે નાશ પામે છે. હૃદય એ લોહીનું ભ્રમણ-સંચાલન કરનાર છે. તેની ગતિમાં શ્વાસોશ્વાસની જરૂર પડે છે. દેહ સાથે પૃથ્વી આદિ સૂક્ષ્મ તત્ત્વો ભળેલાં હોય છે. જીવ જો કષાયોથી આવરિત હોય છે તો આ તત્ત્વો વિકૃતરૂપે ગ્રહણ થાય છે. આથી સૂક્ષ્મ ક્રિયામાં પણ જ્ઞાનના ઉપયોગનો જ આધાર છે. કષાયના તીવ્ર વેગથી ક્રોધાદિ થાય છે. અને આત્માના ક્ષમાદિ ગુણોને આવરણ થાય છે, તેથી જ્ઞાનની વક્રતા થાય છે. કોમળ પરિણામ હોય તો અહિંસાદિના કારણે કર્તવ્ય-પરાયણતા રહે છે. માન જેવા દોષની સામે માર્દવ ગુણ વિકસાવવો જેથી મનની વક્રદશાને કારણે થતું અજ્ઞાનનું આવરણ મંદ પડે. એકવાર કષાયોએ મન પર કબજો જમાવ્યો કે પછી હાસ્યાદિ નોકષાય (કષાય જેવા અન્ય) પણ તેને મદદ કરે છે. ક્રોધથી થતો ફેરફાર જણાય છે પણ માયાની પ્રકૃતિ પ્રગટ નથી થતી તેથી તે વધુ આવરણ કરે છે. તેને માટે સરળતાનો ગુણ જોઈએ. લોભને દૂર કરવા સંતોષ જોઈએ. પોતાનો કરી શકાય તેવો જગતમાં કયો પદાર્થ છે? નિકટવર્તી દેહ પોતાનો નથી તેનું ભાન થાય તો સમજાય કે સર્વ પદાર્થો પરાયા છે. તે મેળવવા માયા કે લોભ શા માટે ? મળેલા દેહધર્મને સવ્યવહારથી નભાવવો તે માનવનું કર્તવ્ય છે. ક્રોધથી ઉગ્રતા આવે, માન-અભિમાનથી ઉગ્રતા આવે, માયાથી વક્રતા આવે, લોભથી દૃષ્ટિ સંકુચિત થાય. આમ પરિણામે આત્મગુણને પ્રગટવાનું સામાÁ રહેતું નથી અને મોહનીયકર્મની પ્રબળતા વધી જતાં જીવને અનંત ભ્રમણ કરવાનું થાય, તે પહેલાં મતિઅજ્ઞાનને જાણી લઈ ઉપયોગથી જીવન જીવવું. વસ્તુના સ્વરૂપને સાચી રીતે જાણી લેવું. મતિજ્ઞાનથી સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત ન થાય પણ તેનાથી માર્ગચિહ્ન મળી રહે છે. મતિજ્ઞાન દ્વારા જીવનનું આચરણ શુદ્ધ બનતું જાય તો આત્મા જ્ઞાનનો અધિકારી બને, ધર્મધ્યાનના માર્ગે વળી શકે. મતિશ્રત પરોક્ષજ્ઞાન છે. છતાં તેની સાધના જાણવી જરૂરી છે. મન અને ઈદ્રિયોની સહાયથી થતું મતિજ્ઞાન આત્માર્થે ન સમજાય તો ભોગનાં ૫૮ સ્વરૂપ અવલોકન Page #60 -------------------------------------------------------------------------- ________________ સાધનોમાં આસક્ત થઈ જવાય, અને તેનું જ્ઞાન તે કુમતિ કે મતિઅજ્ઞાન છે. પૌદ્ગલિક સંબંધોને ત્યાગવા, પૂર્વ પ્રારબ્ધને આસક્તિ રહિત પૂરું કરવું, અને આત્માર્થે ઉપયોગ રાખવો તે જ્ઞાન છે. અજ્ઞાન એ બંધનનું દ્વાર છે. પુણ્ય અપેક્ષાએ હેય હોવા છતાં તેનાથી શુદ્ધ લક્ષ્ય તરફ સહેલાઈથી જવાય છે. તેથી કથંચિત ઉપાદેય છે. તો પણ કર્મ ખપાવવા માટે પુણ્ય પણ જ્ઞાનીઓએ ત્યાજ્ય ગણ્યું છે. એકેન્દ્રિયાદિ જીવોને પૂર્વની સંજ્ઞાથી આહારાદિ હોય છે. જીવને કષાય અને મિથ્યાત્વનો સંબંધ અનાદિથી છે. જાતિસ્મરણ જેવા જ્ઞાનથી મતિજ્ઞાન નિર્મળ થાય છે. તેથી વ્રત પત્યાખ્યાનાદિનો ઉદય થાય છે. પણ ચૌરિન્દ્રિયાદિ જીવો શું કરી શકે? દીર્ઘકાળની સ્મૃતિ પૂર્વધર કે શ્રુતધરને હોય છે. તિર્યંચોને તેવી સ્મૃતિ ન હોય કે જ્ઞાનનો બોધ ન હોય છતાં અપવાદરૂપે તીર્થકર પ્રભુના યોગમાં જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તિર્યંચ પંચેન્દ્રિય હોવા છતાં પણ જીવનમાં પરિવર્તન લાવી શકે છે. મન સાથે જ્ઞાનનો સંબંધ છે. દ્વ્યમન કરતાં ભાવમન વધુ સૂક્ષ્મ છે. ઈદ્રિયો દ્વારા પદાર્થનું ભાન મનને થાય છે. તેથી દરેક પદાર્થનું જ્ઞાન સમ્યક પ્રકારે થવું જોઈએ તો નિર્મળતા પ્રગટે. મતિજ્ઞાનથી પદાર્થનું જ્ઞાન થાય અને શ્રુતજ્ઞાનથી વિવેક જ્ઞાન થાય. તે પછી આહાર, વિહાર, આચાર સર્વ ક્રિયા વિવેકથી થાય. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન મંદ થાય. જગતના પદાર્થો મેળવવાની આકાંક્ષા ઘટે. સમજ વગરની ધાર્મિક ક્રિયાથી નિર્જરા થતી નથી. પદાર્થ-દર્શનથી તેના ભોગની ઈચ્છા જાગે તો સમયભાવ ન રહે. એકવાર સમક્તિની સ્પર્શના થાય પછી સર્વ ક્રિયામાં પ્રેરણા મળે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તે મિથ્યાત્વનાં પ્રેરક બળો છે. સમક્તિ અશુભ ધ્યાનની ચોકી કરીને તેને પ્રવેશ આપતાં રોકે છે. મહાવીર પ્રભુના પૂર્વભવોનું શ્રવણ-મનન કરવું. યોગ્યતા પ્રાપ્ત કરવા જીવ કેટલી અથડામણ જીવ અનુભવે છે. એક નાનામાં નાનો દોષ આત્મગુણને અવરોધ કરે તો ત્યાંથી પાછા વળો. જીવ-માત્રનો સમક્તિ ગ્રહણ કર્યા વગર છૂટકો નથી. એક જીવન તેમાં ખર્ચાઈ જાય તેવો નિર્ણય કરે તો અનંતભવ ભ્રમણ ટળે. કર્મબંધનની શિથિલતા થાય પછી ભવભ્રમણ સ્વરૂપ અવલોકન પ૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ બાકી રહે તો પણ શુભયોગ મળે જ. જેથી પરમાર્થની સામગ્રી મળે. સમકિતી જગતના અભિપ્રાયને ન સાંભળે પણ સ્વરૂપ રમણતામાં રહે. ક્ષયોપશમભાવથી આરાધના કરે તો દેશ કાળ પ્રમાણે માર્ગ કાપી શકે. માટે માર્ગ ટૂંકો કરવો તેનો પુરુષાર્થ યોજવો. આંખથી જે કંઈ દર્શન કરો તે સત્યને આધારે કરો. બાહ્યથી બાહ્યને અને અંતરથી અંતરને સને આધારે જોવું. ક્ષયોપથમિક સમકિતી જીવ પણ કષાયને વશ થઈ માર્ગ ચૂકી જાય છે. માટે જ્ઞાનીના યોગે ધર્મમાર્ગ પામવો. મતિજ્ઞાનના પ્રકારો : અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા મતિજ્ઞાનના પ્રકારો છે. મન અને ઈદ્રિયોથી આ જ્ઞાન થાય છે. અર્થાવગ્રહઃ પદાર્થના અવ્યકતજ્ઞાનને અર્થાવગ્રહ કહે છે. તે સમય કાલીન છે. ઈહા: જાણેલા પદાર્થની વિચારણાને ઈહા કહે છે. તેનો અંતર્મુહૂર્ત કાલ છે. અપાય : જાણેલા પદાર્થની વિચારણા પછી આજ પદાર્થ છે તેવો નિશ્ચય થવો તે. ધારણા : પદાર્થ વિષે નિશ્ચય થયા પછી વિસ્મરણ ન થાય તે ધારણા છે. તે દીર્ઘકાલિક છે. જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનનો પ્રકાર છે. આમ અર્થાવગ્રહ આદિને મન અને પાંચ ઈદ્રિયો એમ મળીને છ થી ગુણતાં ચોવીસભેદ થયા તેમાં ચાર ઉમેરતા કુલ ૨૮ ભેદે મતિજ્ઞાન કહ્યું છે. તેના એકવિધ બહુવિધ આદિએ જોતાં ઘણા ભેદ છે. તે શાસ્ત્રથી જાણવા. મતિજ્ઞાનના બીજા ચાર ભેદ આ પ્રમાણે છે. • ઔત્પાતિકી બુદ્ધિ - પૂર્વના કારણે એકાએક પ્રગટે છે. વનયિકી બુદ્ધિ - ગુરુની સેવાથી પ્રાપ્ત થાય છે. કાર્મિકી બુદ્ધિ - અભ્યાસથી પ્રાપ્ત થાય છે. • પરિણામીકી બુદ્ધિ - અનુભવથી પ્રાપ્ત થાય છે. દરેક જીવની મન અને ઈદ્રિયોની શક્તિમાં ભિન્નતા હોય છે. દરેક ઈન્દ્રિયને વિષયનું જ્ઞાન વ્યવસ્થિત હોય છે તેમાં સમયનો ક્રમ હોય છે. જેમકે ત્વચાને બરફનો સ્પર્શ થતાં તરત જ તેનું ભાન થાય છે. ઠંડકના અનુભવે નિર્ણય થાય છે કે બરફનો સ્પર્શ છે. પછી જયારે જયારે તેવો ૬૦ સ્વરૂપ અવલોકન Page #62 -------------------------------------------------------------------------- ________________ અનુભવ થાય ત્યારે આ બરફનો જ સ્પર્શ છે તેવી ધારણા રહે છે. તે જ રીતે સુખ અને દુઃખનું ભાન થાય છે ત્યારે પ્રિય અને અપ્રિયતાનો ખ્યાલ આવે છે. તેમાંથી કષાયો ઉત્પન્ન થાય છે. તેમાંથી અંતરાય બંધાય છે. સુખ દુઃખની ભ્રાંતિ આ રીતે મોહનીય કર્મ સુધી લઈ જાય છે. અને ઘાતી અઘાતી કર્મો તેની સત્તા જમાવે છે. પૌદ્ગલિક સુખનો અનુભવ થતાં ફરી તે મેળવવાનો નિર્ણય થાય છે અને તેવું સુખ ફરી મળે ત્યારે આ આમ જ છે તેવી ધારણા થાય છે. પણ જો પુદ્ગલનો સ્વભાવ વિનાશી છે તે સમજાય તો તેના સુખ દુઃખના સંયોગમાં ભાન રહે કે આ તો પૂર્વ કર્મનો ઉદય અને પુદ્ગલનો સ્વભાવ છે પછી તો દરેક પ્રસંગે તેની ધારણા પાકી થતી રહે કે આ પુદ્ગલ તો વિનાશી છે. અને આત્માનું સ્વરૂપ જ અવિનાશી છે. આથી પર્યાય આધારિત સુખને છોડીને જીવ ગુણ વૃદ્ધિના સુખની ઈચ્છા રાખશે. શારીરિક સુખ પછી દુઃખ આવે જ છે. અધ્યવસાય પ્રમાણે કષાય બંધ થાય માટે શારીરિક ઈચ્છાઓને શાંત કરવી. પ્રતિકૂળતા સહન કરવી. જેથી સાચા સુખનો નિશ્ચય થઈ શકે. શરીરધર્મને નિભાવવા ઓછી હિંસાથી ઉપયોગપૂર્વક જીવન ચલાવવું. શરીરધર્મથી માંડીને જિનપૂજા જેવી ધાર્મિક ક્રિયામાં પણ ઉપયોગ રાખવો. તીર્થંકરદેવોના સમવસરણમાં દેવકૃત અને માનવકૃત ફૂલ વગેરેની સજાવટ હોય છે. પરંતુ પરમ અહિંસક પ્રભુના પ્રભાવથી સર્વ જીવો સુખ અનુભવે છે. ત્યાં સૌનાં વેર શમી જાય છે. સુગંધિત વાયુ, પવનની શીતળતા વગેરે બાહ્ય વાતાવરણ મધુર હોય છે. તેની સૌ જીવોને અસર થતી હોય છે. એવા પ્રભુના પૂજનાદિમાં જો અહિંસાનો ઉત્કૃષ્ટ ભાવ કે શુદ્ઘ ઉપયોગ ન હોય તો બીજા જીવો દુભાય છે. ઉત્તમ જીવોને પુણ્યાનુબંધી પુણ્યો અને પુણ્યાનુબંધી પાપ વિરલ જીવોને હોય છે. મોટાભાગના જીવો પાપાનુબંધી પાપથી પીડાય છે. તેમાંથી નીકળે તો પાપનુબંધી પુણ્ય (જેમકે અન્યાયથી મેળવેલા ધનથી દાનાદિ કરે) સુધી પહોંચે. પ્રશમભાવે, સંયમથી સત્ સાધનથી પુણ્યાનુબંધી પુણ્ય વિરલ જીવો મેળવે છે અને ભોગવે છે. સંયમમાં સુખ છે તેનો દુઃખથી વિભાવ ન કરવો. પ્રત્યેક ઈંદ્રિયોનું શોધન કરવું. સ્વરૂપ અવલોકન ૬૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ મન ખૂબ ચંચળ છે. મન બહાર હોય અને અંતરમાં આત્મજ્ઞાન કવચિત હોઈ શકે. સુખ દુઃખની ભાવના સંયોગ વિયોગને આધારિત છે. તેમાંથી આર્ત અને રૌદ્રધ્યાન થાય. ભોગપભોગનાં સાધનોમાં સુખ લાગે છે. શાસ્ત્રમાં શ્રુતજ્ઞાનનો આધાર લઈ સાચા સુખનાં કારણો જાણવાં અને મુમુક્ષુ દશા કેળવવી. આર્તધ્યાન તે પદાર્થો મેળવવાની, સુખ સાધનો ભેગાં કરવાની વાસનાઓ છે. તે માનસિક પરતંત્રતા છે. તે જ્ઞાન દ્વારા ટાળી શકાય. પ્રથમ આહાર વિષયને લઈ રસનાનો સંયમ સમજી લીધો. તે પછી સ્પર્શેન્દ્રિયને સમજી લેવી તેથી અનુક્રમે તેની વાસના મંદતા પામે. પુદ્ગલ પદાર્થોને વ્યાપારી જેવા સમજવા. વ્યાપારી જેમ ગ્રાહકને માલ બતાવે ગ્રાહકને ગ્રહણ કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. તેવી રીતે વિષયો સામે આવે છતાં તેના સુખભોગની વાસના જીવ ગ્રહણ ન કરે. તો બંધાય નહિ. તીર્થકરોએ ક્રિયાથી ક્રિયાનો છેદ કર્યો. ક્રિયાને શૂન્ય કરી. પુદ્ગલો પુદ્ગલોને અસરથી સંઘર્ષ કરે ત્યારે ક્રિયા નકામી બને છે પણ તેમાં જીવને રસ પડે તો બંધન થાય છે. જ્ઞાની અંતર્મુહુર્તમાં અનંત કર્મોનો ઘાત કરે અને અજ્ઞાની એટલા સમયમાં અનંત કર્મોથી બંધાય છે. સ્પર્શેન્દ્રિય રસનાની જેમ બળવાન છે. સ્પર્શ સુખ ભોગવવા લાયક છે. તેનું ભાન જવું જોઈએ. સ્પર્શની અસર થવી તે જ અબ્રહ્મ છે. વળી જીવ સ્પર્શેન્દ્રિય રહિત ક્યારેય હોતો નથી તેથી સ્પર્શમુખની ઈચ્છા અનાદિની છે. વિષયની સ્મૃતિ, તેનો ભાવ, તેની આતાપના, સર્વ અબ્રહ્મ છે. તેથી સ્ત્રી બેસે તે જગા પર પુરુષને કે પુરુષ બેસે તે જગા પર સ્ત્રીને બેસવા માટે ૪૮ મિનિટનો સમયાંતર કહ્યો છે, જેથી પુગલ પરમાણુની અસર ન થાય. બ્રહ્મચર્યમાં આવા વ્રતનો સમાવેશ કર્યો છે તેમાં સૂક્ષ્મ વિજ્ઞાન છે. ઉપવાસાદિક તપનાં પણ ક્રમિક અનુષ્ઠાન ન કરે અને રસની લાલસા ઉદિપ્ત રહે તો આઠ દસ ઉપવાસને અંતે પણ લાલસા છોડી ન શકે અને ઉપવાસના દિવસોમાં આહારની સ્મૃતિ સતાવે. આમ અનાહારક સ્વભાવની દશા વિકાસ પામતી નથી. મતિ અને શ્રુતજ્ઞાન ઃ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સાથે જ હોય છે. સ્વરૂપ અવલોકન 8? international Page #64 -------------------------------------------------------------------------- ________________ આથી દરેક ઈંદ્રિય વિષયના અંશે અંશને શુદ્ધ કરવા. બાહ્યવ્રતથી આરાધન થાય પણ શમન ન થવાથી તે તરફનો ભાવ છૂટે નહિ. શુભયોગથી એવા દેવલોકમાં જાય કે ત્યાં આસક્તિમાં જીવે અને આર્ત રૌદ્રધ્યાન ત્યાં ય ન છૂટે. જયાં સુધી શરીરસંબંધી વિષયોનો ભાવ છે ત્યાં સુધી મન વિષયો ખેંચી લાવશે. ત્યાં જ સ્વરૂપને અંતરાય ઊભો થાય છે. દુઃખ આવે સ્વજન જેવાના વિયોગે ધર્મ સાંભરે તે ક્ષણિક ભાવ છે. જો મતિજ્ઞાન ઉદયમાં હોય તો તેવા સમયે એવું ભાન રહે કે તે જીવ ગયો તેમ આ જીવનું પણ મૃત્યુ નિશ્ચિત છે. ગત આત્મા પ્રત્યક્ષ નથી તેથી તેનું દુઃખ છે. બાહ્ય સંબંધ છૂટયા છે. પણ ઋણાનુબંધ તો સત્તામાં રહે છે. આથી એવો ભાવ રાખવો કે સૌ આત્મા સંસાર બંધનથી છૂટે. અને જયારે સંયોગ થાય ત્યારે સમભાવે સંસારથી તરવાની ભાવના રાખે. મિથ્યાશ્રુતને કારણે જીવો પાછા દેહસંબંધમાં પડી સંસારને વધારે છે. સમકિતીને મતિ શ્રુતજ્ઞાનની દૃઢતા અજ્ઞાનની અસરને તોડે છે. આત્મા સ્પષ્ટપણે સમજાય છે. ઉત્તેજના, ચિંતા વગે૨ે અજ્ઞાનજન્ય છે તેવું ભાન રહે છે. યુદ્ધ રાજાને જીતવાનું હોય છે પણ પૂર્વના ઋણાનુબંધે બધાના સંયોગ એકત્ર થાય છે. સમુદાય કર્મને કારણે પ્યાદા, લશ્કરો અંદર અંદર મારુ મારુ, મારો મારો કરીને લડી મરે છે અને સમુદાય કર્મ બાંધી પાછા એવા જ સમુદાયમાં મૃત્યુ પામે છે. માટે સમૂહમાં ઉત્તેજક ક્રિયાનો વિરામ કરવો. ગૃહસ્થીને કે સાધુને પ્રતિક્રમણ જેવી ક્રિયાઓમાં આવી ઉત્તેજના ટાળવા કહી છે. પહેલાં સામાયિક લઈ સમભાવ ધારણ કરવાનું પણ એટલા માટે જ કહ્યું. તે પછી અને રાત્રીના અને દિવસના થયેલા દોષોની આલોચના (પ્રતિક્રમણ) કરી પૂર્ણ પ્રાયશ્ચિત કરવાનું કહ્યું. જેથી ફરી ફરીને તે વિષયોની કે ક્રોધાદિભાવોની ઉત્તેજના ન રહે. અને કર્મનો ભાર હળવો થાય. આત્મા અનંત જ્ઞાનનો ધારક હોવા છતાં કર્મદળના ભારથી દટાઈ ગયો છે. તે માટે મતિ શ્રુતજ્ઞાનથી ક્રમિક આરાધન કરવું. કર્મના ઉદયકાળે તત્ક્ષણ વિષમતા આવે છે. તેથી વેગને શાંત કરવો. તપનો અહીં ઉપયોગ છે. બાહ્યતપ દ્રવ્યનિર્જરા સુધી લઈ જાય છે. તપ દ્વારા વૃત્તિ ક્ષીણ થતી જાય તો રસો સૂકાઈ જાય. તપરૂપી અગ્નિમાં કર્મો બળી જાય છે. આમ ભાવ નિર્જરા સુધી જવાય છે. તપ એ તો નિજગુણનું ધન સ્વરૂપ અવલોકન ૬૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ છે. આત્મામાં વાસ ક્રવાનું સાધન છે. તપ એ કેવળ કષ્ટ નથી. નાના વ્રતમાં પણ પૂર્ણપણે આહારની વૃત્તિ ક્ષીણ થાય તો ત્યાં ઉપયોગ શુદ્ધપણે પ્રવર્તે. આ માટે જ નવકારસી, મૂઢસી જેવાં તપો કહ્યાં અને રાત્રીએ ચૌવિહાર પચ્ચખાણ એટલે જ બતાવ્યા. પણ અન્નના આહારનો ત્યાગ સાથે બીજી ઈદ્રિયના વિષયોનો ત્યાગ થાય તો જ ઉપયોગ શુદ્ધપણે વર્તે. આહાર ત્યાગ હોય અને નિંદા, કુથલી કે ગામ ગપાટા કરે, નાટક ચેટક જુએ તો તે ચૌવિહાર યથાર્થ ના ગણાય. જાગરણ એટલે અધર્મથી જાગવું તે, વરસમાં પ્રસંગોપાત જાગરણ કરે પણ ધામધૂમ અને ઉત્તેજનાથી વર્તે તો જાગરણ ધર્મરૂપ નથી કે જે ધર્મ ધર્મધારારૂપે પરિણમે. ચૌવિહાર કરીને સ્વાધ્યાય, આત્મચિંતન કરવું, જાગરણમાં ધ્યાન સ્વાધ્યાય કરવાં જોઈએ. મતિ-શ્રુતજ્ઞાન મન ઈદ્રિયોની સહાયથી થાય છે. તે કષાયો વડે કુમતિ અને કુશ્રુત થાય છે. સમકિતીને સુશ્રુત હોય છે. ઓઘદૃષ્ટિએ કરેલી ક્રિયા મિથ્યાત્વમાં જાય છે. દા.ત. જિનપૂજા જેવી ધર્મ ક્રિયા ઘણા કાળથી કરે. છતાં પોતાને તેમાંથી શું ભાવો થયા, શું પરિવર્તન થયું ? કષાય મંદ થયા કે નહિ તેનું ભાન ન થાય, વૈરાગ્યનો ભાવ ન થાય તો આ ઓઘદૃષ્ટિ છે, ક્રિયા કરો જે થવાનું હશે તે થશે, તે ક્રિયા સાર્થક ન થાય. જેમકે જિનપૂજાનું અનુષ્ઠાન. જિનપૂજાનું હાર્દ : જિનપૂજા કરનારે તેના હેતુને લક્ષમાં રાખવો જોઈએ. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા શા માટે? અંગ પૂજાથી અને અગ્રપૂજાથી (ધૂપ, દીપ, આદિ) ભાવ પૂજા વગર લક્ષ સિદ્ધ ન થાય. જેમ પૂજાના ત્રણ પ્રકારો છે તેમ પૂજકની મન, વચન અને કાયાના યોગની ત્રણ અવસ્થા છે. જો આ ત્રણે અવસ્થા અશુદ્ધ હોય તો પૂજાનું પરિણામ શું આવે? ઉપયોગ પણ અશુદ્ધ હોય. આ ત્રણે યોગની શુદ્ધિ માટે સ્નાન, પાદ પક્ષાલન વગેરે કહ્યા. આ દ્રવ્ય વિધિની શુદ્ધિ પછી ઉપયોગમાં ભાવ શુદ્ધિની પ્રધાનતા છે. પ્રભુના અહિંસા, જ્ઞાન, દર્શન આદિ ગુણોનું ચિંતન કરે. વિદ્યમાન પ્રભુ જયાં જયાં વિચર્યા ત્યાં સહેજે સૌ સંયમ માર્ગે વળતા, એવા એવા કથા પ્રસંગોનું ચિંતન કરે તો મન સ્થિર થાય અને આત્મા શુદ્ધ સ્વરૂપને અનુભવે. વાણી એ સંજ્ઞા છે. તેમાં સંપૂર્ણતા નથી પણ અનંત ભાવવાળી છે. સ્વરૂપ અવલોકન ૬૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ એ વાણી દ્વારા ભાવમાં લીન થવાય છે. પ્રભુનું છેલ્લી કોટિનું સિદ્ધ સ્વરૂપ વિચારી તેમના અનંત ગુણોને સંભારી પૂજા શરૂ કરવી. તેનાથી ચિત્ત પવિત્રતા પામે છે. પૂજાનો નિષેધ ન હોય પણ આવી રીતે ભાવપૂર્વક પૂજા કરવી. બીજા કષ્ટ વેઠવા કરતાં ઈદ્રિયોને જિનપૂજામાં સ્થિર કરવી સરળ છે. આ કાળમાં તીર્થકર ભગવંતોનું પ્રત્યક્ષ દર્શન સંભવ નથી. આથી પ્રતિમાની અંદર પ્રાણપ્રતિષ્ઠા કરી, જિનભાવની સ્થાપના કરી ભાવથી શુદ્ધ થવું. જિન પ્રતિમા શ્રેષ્ઠ આલંબન છે. કેવળ સ્નાન, વસ્ત્રથી શુદ્ધ થઈને અંગપૂજા કરવા સાથે ઈદ્રિયોની શુદ્ધિ જરૂરી છે. બાળ સુલભ જ્ઞાનથી જ્ઞાનપૂજા ન થાય સદોષ કર્મમળ કાઢવા નિર્દોષ આલંબન જોઈએ. વિતરાગની પ્રતિમા જેવું નિર્દોષ આલંબન બીજું કયું હોઈ શકે? તિર્થંકર નામકર્મ ધારણ કરી પ્રભુએ જગત પર મહાન ઉપકાર કર્યો છે. લોકો આ કાળે પણ તે દ્વારા ધર્મ જાણી શકે છે. ધર્મના માર્ગે જઈ શકે છે. ધ્યાન જેવી ક્રિયામાં જવા માટે પણ જિનસ્વરૂપનું આલંબન નિર્દોષ છે. કોનું ધ્યાન કરવું છે તેનું જ્ઞાન ન હોય તો તે સમયે વિકલ્પ ઊઠશે. ત્યાગને બદલે ભોગ સતાવશે. માટે જિનપૂજા જેવા આલંબનથી અંશે શુદ્ધ થયેલું ચિત્ત ઘણા ભવને સુધારશે. શુદ્ધભાવના તો અડધો પંથ કાપી નાંખશે. જિનબિંબ અને જિનઆગમ મહાન સહવાસરૂપ છે. ભાવનાના પ્રબળપણાને કારણે કૃષ્ણ અને શ્રેણિક જેવાએ નારકીબંધની દશાને ઘટાડી અને સમભાવે વેદી શકાય તેવી દશા પ્રાપ્ત કરી. જિનપૂજા જેવી પૂજા કરતાં કરતાં કેટલી શુદ્ધિ થઈ તેનું અનુમાન થાય. ભાવ પ્રમાણે આચાર ન થાય તો તે તરંગ કહેવાય. તીર્થ સેવનથી શુદ્ધિ થઈ શકે. એકલવ્ય ગુરુની માટીની અસતુમૂર્તિની શ્રદ્ધાથી મહાન બાણાવળી થઈ ગયો. તો જિનપ્રતિમાનું સસાધન મેળવીને જ્ઞાન પ્રાપ્ત ન કરી શકીએ ? દુનિયામાં પ્રવૃત્તિ ધર્મ માટે થાય છે તેના કરતાં તે ધર્માભાસ વધુ ખડો કરે છે. અજ્ઞાનના માર્ગથી જ્ઞાનગુણ ઘાત પામશે. આ કાળે મુક્તિ થઈ શકે તેવાં સાધનો પ્રાપ્ય નથી પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે તો તેનો અન્ય ભવમાં સહવાસ મળી રહેશે. દર્શન કરવાને દર્શનગુણ છે. ભાવપૂજા તે ચારિત્રનો ગુણ છે. જો કેવળ ઓઘદૃષ્ટિ રહી તો પૂજન સ્વરૂપ અવલોન ૬૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ સમયે થતી ક્રિયામાં, અને તેમાં વપરાતાં સાધનોની પવિત્રતા નહિ જળવાય તો અહિંસાભાવના ગુણને બદલે હિંસાભાવ થઈ જશે. - જ્ઞાનગુણ વિકાસ માટે શ્રુતજ્ઞાનનો આધાર લેવો. કેવળ તર્કથી જ્ઞાનને પ્રમાણિત ન કરવું, અભવી કે અજ્ઞાની જ્ઞાનનો આડંબર રાખે, આચાર પણ પાળે અને લોકોને ભૂલાવે. મહાવીર સ્વામીના સમયમાં ગોશાલકે આવું જ કર્યું હતું. ત્યારે ભગવંતને કહેવું પડેલું કે તે તીર્થકર નથી અમે ચોવીસામાં અંતિમ તીર્થકર છીએ. પણ તે કાળે તો સાક્ષાત પ્રભુ વિરાજમાન હતા. આજે તો ઘણાં દર્શનો છે. નિર્ણય કેમ થઈ શકે? માટે શ્રુતજ્ઞાનના આધારે નિર્ણય કરવો. હાલ તીર્થકરનું શાસન ચાલે છે. મેળવવાની રુચિવાળાને માર્ગ તેમાંથી મળી રહેશે. - પૂજનાદિ સહેતુક કોઈપણ ક્રિયાનું ફળ આવવાનું. તેથી નિર્જરાભાવે દરેક ક્રિયા કરવી તેનાથી શુભયોગ પણ શુદ્ધભાવે પરિણમે પણ જો સ્પર્ધાથી, આગ્રહથી કે દેખાદેખી અને આડંબરથી આવાં સાધનો ગ્રહણ કરવામાં આવે તો તે અનંતાનુબંધી કષાયને નોતરે, કેવળ હિંસાભાવ હોવાથી કરેલો બધોજ શ્રમ ફોગટ જાય. આંગી વગેરેનાં દ્રવ્યોમાં કેટલાક જીવોનો ઉપયોગ લેવો પડે છે. અને તેમાંય જો સ્પર્ધા હોય તો તેનું શું પરિણામ આવે? મતિજ્ઞાન ઉપયોગ મન અને ઈદ્રિયથી જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે. પરંતુ તેમાં કષાય ભળવાથી તે મતિ અજ્ઞાનરૂપે પરિણમે છે જેમ કે સુધા લાગી તે વેદનીય કર્મના ઉદયને મતિજ્ઞાન વડે જાણ્યું પણ પદાર્થોની લોલુપતા તે અજ્ઞાન થયું. દેહને ધારણ કરવા જરૂરી આહાર આપી મુક્ત થવું. ઈદ્રિયોના વિષયોને સંકેલી લેવા તે આત્મબોધ છે. આહાર જેવી પૌદ્ગલિક ક્રિયામાં રસવૃત્તિ ભળવાથી અજ્ઞાન ઉપજે છે. તે રસો મેળવવા જે અનંતાનુબંધી કષાય થાય છે તે મિથ્યાજ્ઞાન ને નોતરે છે. તેને દૂર કરવું ઘણું કઠિન થઈ પડે છે. સમક્તિ હોઈને પણ ક્ષયોપશમ હશે તો તે ફરી જતાં વાર નહિ લાગે. ક્ષાયિક સમક્તિ ન થાય ત્યાં સુધી સતત જાગૃતિ રાખવી. ઈદ્રિય વિષયોમાંથી નિવૃત્ત થવા માટે ઉપયોગ રાખવો. સુખજનિત સંયોગોમાં કે દુઃખજનિત પ્રસંગોમાં લાગણીનો આવેગ વધી જાય ત્યારે શ્વાસોશ્વાસની ગતિ વધી જાય છે. આમ અણુએ અણુની | સ્વરૂપ અવલોકન Page #68 -------------------------------------------------------------------------- ________________ અથડામણો વધે છે. તેમાં શક્તિનો હ્રાસ થાય છે, પછી ચેતના પણ સુષુપ્ત બની જાય છે. અણુએ અણુના આમ ધક્કા ખાઈ, દેહ ક્ષીણ બનતાં છેવટે ચેતના દેહને છોડી દે છે. તેને મૃત્યુ કહીએ છીએ. નાનામાં નાની ક્રિયામાં અનુપયોગને કારણે કઠીન કષ્ટ વેઠે. પણ ઉપયોગનું લક્ષ ન રાખે. આથી આહારાદિમાં જ્ઞાનીઓએ વિધિ-નિષેધ બતાવ્યા પણ તેમાં ઘણો અતિરેક થયો. વિવેક વગર ઉપયોગ ન રહે. કેવળ રોજની ટેવોથી ચિત્ત ન શૂન્ય થઈ જાય છે ત્યારે પણ વિવેક કે ઉપયોગ નથી રહેતો. ઉપયોગનો ગુણ એવો છે કે જયારે, જેવો જે રીતે રાખવો હોય તેવી રીતે રહે. શુદ્ધ રાખે નિર્જરા થાય. એટલે ઉપયોગ એ ધર્મ કહ્યો છે. કર્મોને તેના કાળે ન દાબીએ તો ફરીફરીને વધ્યા કરશે. વિવેક વગરની ક્રિયામાં અજ્ઞાન જ છે. શરીર આત્માની પાસે જઈ શકવાનું નથી ઉપયોગ આત્મા પાસે જઈ શકે તેથી ઉપયોગને શરીરના લાલનપાલનમાં લઈ જવાને બદલે આત્મામય રાખવો. તેવા સંયમીનું સ્થાન સંસારવાસ ન હોય. મતિમાં અજ્ઞાન ક્યાં સુધી રહ્યું છે તેનું શોધન કરવું. ક્રિયા સમયે જ અનુભવ વો. આજે ક્રિયા અને કાલે અનુભવ તેવું ન હોય. ક્રિયામાં ફળ આપવાની તાકાત નથી. અજ્ઞાનથી ક્ર્મની તાકાત વધે છે. આર્તધ્યાન એ ર્મનું નિવાસ છે. ધર્મધ્યાન એ સંયમીનું નિવાસ છે. કર્મપ્રક્રિયા એ મહાસત્તા છે. કર્મવિપાક એ ગતજીવનનો પરિપાક છે. દરેક શુભ અશુભ યોગનું અવલોકન કરી શોધવું કે શાથી આવું બન્યું ? કેવળ કાર્ય સિદ્ધિ પાછળ ન દોડવું. વ્રત જેવી સાધના પછી શરીરભાવ ઘટતો જાય નહિ તો અંધ તપશ્ચર્યા થશે. અને તપને અંતે વધુ આરંભિક પ્રવૃત્તિ થશે અને વિક્રિયા થશે. માનહાનિની વૃત્તિ કે કશું મેળવવાની વૃત્તિ થશે. શુદ્ધ ઉપયોગ વગર મનના સૂક્ષ્મ ભાવો સમજી શકાતા નથી. તેથી અવ્યવસ્થા થાય છે. મન શરીરને સાચવી લે છે, શરીર મનને સાચવી લે છે. પછી ધ્યાન ધારણામાં બેસે તો શરીર અને મન પ્રધાન બને છે. ધ્યાન પ્રભુનું ધરવા છતાં વિષયાંતર થાય છે. અને પ્રમાદ થતાં આર્તધ્યાન સુધી પહોંચી જાય. માટે ખૂબ અભ્યાસ કરીને નિર્ણયાત્મક જ્ઞાન ગ્રહણ કરવું. તો મન પણ જ્ઞાનમાં સહાય કરશે. કોઈપણ ધર્મવિધિ પહેલાં તેનું જ્ઞાન અને શ્રદ્ધા જોઈએ. સ્તવનમાં પણ ભાવના રહેવી જોઈએ. કેવળ સ્વરૂપ અવલોકન ૬૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ શબ્દપ્રધાન રહે તો શબ્દજ્ઞાન સુધી જ પહોંચાય. એકાસનવ્રતમાં પણ જો કેવળ રસ જ ગ્રાહ્ય રહે તો આહારનો સંયમ ન રહે. મન વ્રતથી ટેવાઈ જાય તો ક્ષુધા સહન થાય પણ ઉપયોગ આત્માર્થે ન જળવાય. ઈદ્રિયોના વિષય સાથે જ્ઞાનનો સંબંધ હશે તો ઉદયની મંદતા કે ક્ષીણતા રહેશે. અને ઈદ્રિયો જ્ઞાનને આધીન વર્તશે. ભૂતકાળની ટેવો પ્રમાણે જીવે તો ત્રણે કાળ બાધિત થાય. વર્તમાનની શુદ્ધિ ત્રણે કાળને શુદ્ધ રાખે. વિષયોને ઈદ્રિયો ગ્રહણ કરે ત્યારથી ચિત્તનું રૂપાંતર થવા લાગે છે અને મન પ્રમાદ સેવે છે કે હજી સમય છે મનને પછી જીતશું. તપ કરીને મોટા તપસ્વી પણ નિયાણા બાંધી લે છે માટે ધર્મમાં કંઈ જ ફળ-આકાંક્ષા ન રાખવી. ધર્મક્રિયા સમયે પણ ભાન રહેવું જોઈએ કે મન કયાં ભમે છે? ચિત્તશૂન્યતા કે અનુપયોગથી શુદ્ધિ ન થાય. મૂળમાંથી જ અશુદ્ધિ જ દૂર કરવી. ઉપયોગ તે જ તેનો સબળ ઉપાય છે. જો શુદ્ધ ઉપયોગ સબળ થાય તો શ્રાવક બે ત્રણ ભવે કે સાધુ એક જ ભવે મુક્ત થાય. જયાં જયાં ઉપયોગ ચંચળ થાય ત્યાં અટકી જવું, અને ઉપયોગ પાછળ ઉપયોગને લગાવી દેવો. વિરતિધર્મનો બદલો બંધન ન હોય, નિર્જરા જ હોય. સમકિતનું પ્રદાન સમકિતી પોતાના ભાવો જાણી શકે છે. ભવભયથી ધીરજ રાખવી પડે. અષાઢામુનિને ભોગાવળી કર્મ બાકી હતું. દેવવાણીએ ચેતાવ્યા છતાં પ્રબળ ભાવનાને કારણે દીક્ષિત થયા. ક્ષેત્ર છોડીને દૂર ગયા. પરંતુ નિકાચિત કર્મયોગે પાછા ફર્યા અને પચ્ચીસ વર્ષ સંસારદશા ભોગવી. અંતે મુક્ત થયા. અભિમાન ટકાવવું અને શુદ્ધ ચેતનાને ટકાવવી તેમાં ઘણો ભેદ છે. સ્થૂલિભદ્ર જેવા ચોર્યાશી ચોવીશીમાં અપવાદરૂપે એક જ થાય. ભોગની પૂર્ણ સામગ્રી, ઈદ્રિયો ઉત્તેજના પામે તેવા આહારો, છતાં શુદ્ધ ઉપયોગમાં રહ્યા. એ ચેતનાનો ઉપયોગ હતો. ઈન્દ્રિયજન્ય શક્તિ પર આધારિત કેટલાય તપસ્વીઓ ઠગાઈ ગયા. તેનો પાયો અભિમાન હોય. સ્થૂલિભદ્ર તો કોશાના મોહજન્ય પ્રેમને બુઝવી મુક્ત કરવાના કરુણાભાવે તેના ગૃહ રહ્યા. સ્વયં તર્યા અને કોશાને તારી. અજ્ઞાનવશ કરેલું કર્મ નાનું જણાય પણ ઉદયમાં આવે ત્યારે જ તેની વિકરાળતા સમજાય. આપણી પાસે ભવિષ્યજ્ઞાન નથી પછી નિર્ણય સ્વરૂપ અવલોકન ६८ Page #70 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે કરીશું? પૂર્વ સંચિત પર તો બધો આધાર છે, તે નિકાચિત હશે તો ફેરવી નહીં શકાય પણ ઉપશમ થઈ શકશે. આત્માની અનંત શક્તિ હોવા છતાં તે ઢંકાઈ જાય. તેથી ઉપયોગને જ જાગૃત રાખવો. હતાશ ન થતાં પુરુષાર્થ થવું. મોક્ષનો જ હેતુ લક્ષમાં રાખી સર્વ ક્રિયા કરવી. હેય, ઉપાદેય જોયની રીતે વર્તવું. જૈન માર્ગની આ પદ્ધતિ અઘરી છે પણ તેનું ફળ મુક્તિ છે. મહેનતની કિંમત નથી. શુદ્ધિ અને સ્થિરતા સાચાં સાધનો છે. કદાચ થોડા ભવ થાય તો પણ તે સ્વ-પર કલ્યાણ અર્થે થાય. પ્રારંભમાં સ્વદયા ચિંતવે અને અજ્ઞાનથી મુક્ત થવા પુરુષાર્થ કરે. ચેતનાની ગતિ એવી ઝડપી છે કે વિવેક વિનાનો ઉપયોગ જ્ઞાનાભાસ ઊભો કરે છે. પર્યુષણ જેવા પર્વ ધર્મ વિષયક હોવા છતાં પક્ષવાદથી ભ્રમમાં પાડે, અનેક કષાયો ઊભા કરે. અને શોધન કાર્યના પર્વે સ્પર્ધામય બને છે. વર્ષોતે પર્વમાં વર્ષમાં બાકી રહેલું આત્માર્થનું લહેણું પૂરું કરવાનું છે. તેને બદલે જો વિરાધના થાય તો શોધન કાર્યનાં પર્વો ઉત્તેજના લાવે, કષાય મંદ ન થાય. જેન એટલે સમકિતી, તે શું પર્વમાં વિરાધના કરે ? જ્ઞાનીના સમાગમે વિવેકજ્ઞાન પામી પછી આલંબન ગૌણ કરી આત્માનું આલંબન ગ્રહણ કરે. પર્યુષણ પર્વના આઠ દિવસ વિશેષ ઉપયોગ રાખવો, અને પછી ગૌણ Wવો કે અનુપયોગે રહેવું તેમ જ્ઞાની કે શાસ્ત્રો હેતાં નથી. પરંતુ જયાં જયાં, જયારે જયારે અજ્ઞાનદશા થઈ હોય ત્યાં ત્યાં, ત્યારે ત્યારે તેનું શુદ્ધીકરણ ક્રવું. જેટલી જેટલી સુધારણા તેટલી તેટલી પ્રગતિ. તેમ ક્રીને ક્રમે ક્રમે આત્મા ઉચ્ચભાવી બને. પર્વમાં જ આરાધના થાય તેવી માન્યતા રહી તો નિત્યબંધથી કોણ મૂકાવશે ? પર્વમાં વિશેષ દઢતા રાખવી અને નિત્ય નિયમને ક્ષતિ વગર ગૌણ ક્રી દર્શન, જ્ઞાન, ચારિત્રની ઉત્કૃષ્ટતાએ સાધના દ્રવી મનુષ્યજીવનમાં ક્રવા જેવું કર્તવ્ય આ જન્મ નહિ થાય તો ક્યારે થશે? સંસ્કાર જયાંથી પ્રબળ ક્રીએ ત્યાંથી આગળ ચાલે. વિવેક અને સમભાવથી ઉપયોગનો યથાતથ્ય વિકાસ થાય. માણસ રોગશધ્યામાં પડે ત્યારે વિવેક કરે કે આજે સર્વ આરંભથી છૂટવાની વેળા મળી છે. અને શુભ ચિંતન કરે તો શાતાવેદનીય રહે. પણ અનુકૂળતામાં સ્વરૂપ અવલોકન ૬૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ એવો વિવેક થયો હોય તો જ રોગશધ્યામાં આવો વિવેક જન્મ. આર્તધ્યાન જ કર્યું હોય તો રોગશધ્યામાં અશાતાનો ઉદય વધી પડે. વિવેકીને રોગશચ્યા યોગશય્યા બને, નહિ તો રોગ મટે તો ય તેનું સંભારણું રાખી મિત્રો પાસે સંભાષણ કરે તો તેમાં દુઃખની જ ઉદિરણા થાય, તેને બદલે શરીરનો પુગલ સ્વભાવ સમજી લે કે શરીરને કોણ સાચવી શક્યું છે? વધુ સંયમ ન રહે તો પણ નિત્યનિયમાદિ સાચવે અને દઢ રહે તો રોગનું જોર શમે. નિયમની શ્રદ્ધા જ સમતા આપે. ગુણીજનને તો સંસાર ગુણરૂપ થઈ પડે. આ હકીકત વિષયની આસક્તિ ઓછો હોય તેને સમજાય. સ્વાધીન કિયા ન કરે તે ઉદયકાળે અકળાય. હાલ મોક્ષ જોય છે, સંસાર હેય છે એટલો નિર્ણય કરવો. વિચારની ધારા વિચારમાં રહે તો તત્ત્વ સંગત થાય. કાયોત્સર્ગમાં વિચારધારાથી પ્રસન્નચંદ રાજર્ષિ નરક, સ્વર્ગ બંનેનું ક્ષણિક ઉપાર્જન કરી અને શુદ્ધધારાએ મુક્તિ પામ્યા. એક એક તત્ત્વના વિષયને ગ્રહી વિચારને પૂર્ણ કરવા. વિચારધારા તૂટે ત્યારે તરંગ થાય. પુરુષાર્થથી વિચારધારાને ટકાવવી માત્ર શબ્દ ગ્રહણ થાય તો તે પુદ્ગલ હોવાથી પદ્ગલિક આનંદ જ આવે. માણસને અદ્ભુત વિચાર-શક્તિ મળી છે. તેનો સક્ષયોગ કરવો. માણસ પોતાના ઘરમાં સહજપણે રહે પણ અન્ય સ્થળે વિવેકથી વર્તે, અજાણ્યા સ્થળે સાવધ થઈને રહે તેમ આત્માર્થીએ બહાર ઉપયોગ લઈ જવા વિવેક આણવો અને સાવધ થઈને રહેવું. નાના સરખા દોષનો પણ પસ્તાવો કરી શુદ્ધ થવું. મુખમાંથી શબ્દને બહાર કાઢતાં વિવેક રાખવો. શબ્દ મંત્રરૂપે શક્તિ છે. એટલે તો મંત્રજપ કરી આત્મા સ્થિરતા પ્રાપ્ત કરે છે. મંત્રજપથી પુદ્ગલકર્મ ખરી જવા માંડે છે. એક શબ્દમાં મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનનું રહસ્ય સમજાય, તે જ્ઞાન શબ્દથી વહન થાય છે, છતાં અનુભવ જ્ઞાન શબ્દથી કહી શકાતું નથી. મતિ-શ્રુતજ્ઞાનના સમજવાથી કાર્ય સિદ્ધ થતું નથી. ક્ષાયિક જ્ઞાન ન હોય તો કયારેક અજ્ઞાનમાં પરિણમે. અને એ અજ્ઞાન ચૌદ લોકમાં ભમાવે. ક્ષાયિકજ્ઞાન એક રાજલોકમાં ભમાવી છૂટકારો કરે. અનાદિથી જીવ મિથ્યાત્વથી ઘેરાયેલો છે. અરિહંત જેવા મહાસામર્થ્યશીલ આત્માઓએ પૂર્વે અનંત ભ્રમણ કરેલું છે. છતાં પરમપદને સ્વરૂપ અવલોકન ૭૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ પામ્યા તે આપણા માટે પ્રમાણ છે. વળી પરમ કરુણાએ તેઓ માર્ગ ખુલ્લો મૂકતા ગયા છે. તેમને આરાધવાથી તેમના જેવા થવાય. સમકિતી જ્ઞાનીનો સંગ છોડે નહિ, શંકાશીલને જ્ઞાનીમાં આદર ન આવે, એટલે જ્ઞાની મળવા છતાં રોકાઈ જાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવે જેટલું શકય છે તેટલું સેવે, શુકલધ્યાન, ધ્યેય નિર્ણયરૂપે રાખી ધર્મધ્યાન સુધી પહોંચે. જો તેવો પુરુષાર્થ ન કરે તો ધર્મધ્યાનની દશા જતી રહે અને આર્તધ્યાનમાં જીવ ચાલ્યો જાય. આનંદઘનજીએ કહ્યું છે કે કાળને લઈને અનવસ્થિત છું. શક્તિ પ્રકટ કરવા સાધુદશાની પૂર્ણ સાધના કરું છું. કાળલબ્ધિને આશરે પંથે પડ્યો છું. આવા નરો જીવતા જાગતા છે. મોક્ષાર્થી એમ ના કહે કે આજે સંસારના રસ ચાખી લઉં કાલે સંયમ પાળીશ. સંયમ માટે તૈયાર થનારે પ્રારંભ જ સંયમથી કરવો પડે. ત્રણ યોગોનો સંક્ષેપ કરે, અને આત્મસ્થિરતા કેળવે. ગૃહસ્થદશામાં માર્ગાનુસારીપણાના ગુણ પ્રથમ જોઈએ. પછી સમક્તિની યોગ્યતા મેળવે. ભોગોને અને તેનાં સાધનોને ત્યાગમાં લઈ જાય. પૂર્વ પ્રારબ્ધ ભોગવવા છતાં આત્મબળ વધારે. અનંતભવોથી કરેલાં ક સમય માંગે. પણ ઉત્તરોઉત્તર ગુણ કેળવવાથી લક્ષ્મ દેઢ રહે. - શારીરિક સુખમાં રાચે, પણ રોગ સમયે કોઈ બચાવી શકતું નથી સંયમનું સુખ અનુભવનાર જાણે. શાસ્ત્ર ઈશારો કરે ઉપાદાન પોતાનું જોઈએ. વીરશાસન શાશ્વતું છે. તેનો આધાર લેવાથી ભવપંથ ટૂંકો થાય. માનવદેહનું મૂલ્ય : વનસ્પતિ આદિમાં જીવ નથી તેવી માન્યતાથી હિંસા વધી પડી છે. જેમ જીવો સુકોમળ અને સૂક્ષ્મ તેમ તેઓ અલ્પજીવી હોય છે. તેઓ અરસપરસની અથડામણ સહી ન શકે. અનેકવાર ત્યાંજ ઉત્પન્ન થાય અને ત્યાં જ મરે. એવા જીવોની ઉત્પત્તિ નરી નજરે જોઈ શકાતી નથી. આથી સાધુ મહારાજોએ પાત્રને રંગવા માંડયા. રંગને કારણે જીવોત્યત્તિ અટકે છે. અસલ તો જંગલમાં વિચરતા. આહાર સમયે વસ્તીમાં આવતા વિકૃત પદાર્થો ગ્રહણ ન કરતાં. કરપાત્ર કે કાચલી જેવું પાત્ર રાખતા જેમાં કશી વિકૃત્તિ ન થતી, દેશ કાળને અનુસરીને ઘણા ફેરફાર થયા. તે કાળે સંયમ માટે આવી પ્રક્રિયા હતી. અનંત જીવોમાંથી મનુષ્યપણું અલ્પ સંખ્યામાં હોય છે. જો સતત ૭૧ સ્વરૂપ અવલોકન Page #73 -------------------------------------------------------------------------- ________________ સાત કે આઠ ભવ મનુષ્યના મળે તો સિદ્ધિ થાય જ એમ જ્ઞાનીઓએ કહ્યું છે. અલ્પાયુષીએ આ ભવમાં સંયમ સાધવો, મોક્ષમાર્ગ પામવો, તે તલવારની ધાર પર ચાલવા જેવો માર્ગ છે. સમકિતી હોય તે એકાદ ભવ કરી ઉચ્ચગતિએ જાય. પુષ્ય તો તિર્યંચ શું કીડી જેવા જીવ પણ ભોગવે છે. કીડીઓના સમૂહમાં રાણી હોય છે તે પુણ્ય ભોગવે છે. મનુષ્ય જન્મ એ માત્ર પુણ્ય ભોગવવાનું સ્થાન નથી, પુણ્યનો ક્ષય કરી જ્ઞાન ભોગવવાનું છે. પોતાને જ્ઞાની માની લેવા તે અજ્ઞાન છે. અને અજ્ઞાન દ્વારા બીજાને સુધારવાની આકાંક્ષા રાખી પોતે બંધાય છે, તે અભિનિવેશ છે. જ્ઞાનીનો યોગ મળે પુરુષાર્થ કરે વૃત્તિઓને ફેરવી નાંખે તો આત્મગુણ પ્રગટ થાય. કુમારપાળ પૂર્વ જન્મ લૂંટારા હતા. હિંસક હતા. જ્ઞાનીના યોગથી દયાનો પાયો મૂળમાં જ પડયો. તે ભાવના એવી વિકસી કે માર શબ્દ પણ ન બોલતા, પૂજા કાજે ફૂલને પણ તોડતા નહિ, સહજભાવે નીચે પડેલા ફૂલો શુદ્ધ કરી ઉપયોગમાં લેતા. ટૂંકમાં ઉપયોગમય જીવન બની રહ્યું. ફૂલોથી પૂજા કરીએ અને જો દયાભાવ ન હોય તો તેમના ભોગે પુણ્ય ના મળે. ત્યાગથી દયા પ્રગટે. આજના જડવાદે વિજ્ઞાન દ્વારા શું શોધ્યું? વિજ્ઞાનથી ભૌતિક લાભ થયા પણ સાથે વિનાશ આદર્યો. હિંસા ચારેબાજુ વધી પડી. આજની કેવળણી તેની માહિતી છે. જ્ઞાન નથી તેથી તેમાંથી સંસ્કાર શું મળે? અસલ પણ તેજોવેશ્યા જેવી શક્તિ હતી મારણ હતું, વારણ પણ હતું. ધર્મસંકટ સમયે ઉપયોગ હતો, તોય પ્રાયશ્ચિત લેવું પડતું. આજે તો બીજાના મૃત્યુના ભોગે સમૂહનાં સમૂહ સુખ ઈચ્છે છે. આ કેવળ જડવાદ છે. મનુષ્યજન્મ પામીને મનુષ્યતા પામવાની છે. અને મુક્ત થઈ કલ્યાણ માર્ગ ચીંધવાનો છે. એટલા માટે જયવીરાય જેવા સૂત્રમાં પ્રભુની ભક્તિ માંગી છે. ભયથી કે દુઃખથી પાછો ન વળે પણ પોતાના કર્મઉદયને ભોગવી લે તેવું સાહસ તે જિનકલ્પ છે. આજે તેવાં દેહ બંધારણ નથી. પણ આદર્શ તો તે જ રાખવો. આજે પણ દિગંબરી સાધુઓ અસહ્ય આતાપના સહે છે ને ! સંન્યાસીઓ હિમાળે જઈ હાડ ગળી જાય તોય અડગપણે સાધના કરે છે. જૈનકુળે જન્મીને એક શ્રાવકપણે પાળી ન શકાય? શ્રાવકદશાની ભૂમિકા ન થાય અને સાધુપણું ગ્રહણ કરે તેથી સાધુસમાજમાં સ્વરૂપ અવલોકન ૭૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ પણ શિથિલતા આવી. શ્રાવકની અગિયાર પ્રતિજ્ઞાનું એક પછી એકનું પાલન કરી દઢ થવું. મનુષ્ય દુઃસાધ્યને સાધ્ય કરી શકે છે. એ દુઃસાધ્ય રાગ, મોહ ઈત્યાદિ છે. વીર પ્રભુએ ઈદભૂતિ જેવા મહાન વિદ્વાનના માન ગાળ્યા, પણ કલ્યાણભાવથી, પૂજાવા માટે નહિ. આ જ ધર્મની મહાનતા છે. પુણ્યને ત્યજી દેવું તે જૈનપણું છે. ઈદ્રિયો વિષયરસના સુખમાં જાય ત્યાં અટકી જવું, વિષયાંતર થઈ જવું. ક્રિયા છોડી દેવાની નથી. ઉપયોગની સુધારણા કરવાની છે. જિનપૂજામાં ભાવ ન આવે. જિનગુણની ભાવના કરતાં રોમાંચ ન થાય ત્યારે ફરી ફરીને વિચારણા કરવી, મતિ-શ્રુતજ્ઞાનનો અહીં ઉપયોગ કરવો. જીવને જયાં રૂપ, રંગ, સ્પર્શમાં રસ આવે છે ત્યાં રોમાંચ થાય છે, આ મહામિથ્થામતિ છે. તેને મંદ કરવા જ આવી પૂજા વગેરે કહ્યાં છે. ત્યાં કોઈ પ્રકારની મુક્તિ સિવાય યાચના ન હોય. સાધુ અનુક્રમે આચાર્યપદે પહોંચે ત્યારે લોકેષણાનો અંતર-અભિલાષ છોડે. કેવળી ભગવંતોએ પણ પૂર્વે એ કરવું પડ્યું છે, અને જ્ઞાની થયા પછી એક ક્ષણ પણ ઉપયોગ વગર નથી ગાળી, તો આ કાળે આચાર્યોએ કેવો ઉપયોગ રાખવો ઘટે? કેવળ પદના માનથી કામ ન સરે. પૂર્ણ સમય વિચારશીલ, ઉપયોગમય, ઉદાસીન રહી લોકોના કલ્યાણ માટે સમય ગાળે, કેવળ લોકપ્રવાહ ઓઘે ઓઘે આવે વંદન કરે જાય તે માત્ર કલ્યાણરૂપ નથી, લોકદષ્ટિથી અને અંતરથી ભયરહિત જીવન ગાળે. મરણાંત ઉપસર્ગમાં વિરપ્રભુએ શું કર્યું તે ભાવના વિચારે. અને ક્રિયા રહિત (ગુપ્તિ) થઈ અચળ રહે. એવા સાધુ જ અસાધ્યને સાધ્ય કરી શકે. મહાવીર પ્રભુના ચરિત્રમાંથી બોધ ન ઉપજે તો તે જ્ઞાન નથી, જ્ઞાનાભાસ છે. કર્મવર્ગણાને કારણે દેહ બદલા થવાના. આત્મા નટની જેમ ભવોભવ નાચ્યા કરવાનો. જ્ઞાનનું આવરણ ગાઢ હોવાથી સંશોધન થતું નથી. પુણ્યની ક્રિયાને ધર્મક્રિયા માનવાથી ભ્રમ થયો છે. પુણ્યનો પણ ક્ષય કરી અતિ નિર્જરા થાય તો તેનાથી નિવૃત્તિ થતાં, જીવ મુક્તિ તરફ આગળ વધે. પુણ્યમાં અનુકૂળતા લાગે અને પડયો રહે તો અનંતકાળ નીકળી જાય અને શુભયોગ પૂરો થતાં અશુભ જ ઉદય પામે. સંયમમાં તો પૂર્વની આરાધના જ કામ લાગે. તેની કચાશને કારણે બીજાં બંધનો ભોગવવાં ( ૭૩ સ્વરૂપ અવલોકન Page #75 -------------------------------------------------------------------------- ________________ પડે. પૂર્વે આરાધન ન કર્યું હોય તો વર્તમાનમાં ઉદય ન આવે અને વર્તમાનમાં ન કરે તો ભવિષ્યમાં એજ દશા થાય. મન અને ઈંદ્રિયની ચપળતા ઘણી છે. મતિ શ્રુતના સમ્યભાવથી ઉપયોગ રાખવો. ક્રિયા ત્યજી દેવી કે અભાવ ન કરવો. વિષયાંતર થવાય તો ત્યાં અટકી, સ્થિર થઈ સંશોધન કરી વળી ફરી ક્રિયા ચાલુ કરવી. એ રીતે વારંવાર પુરુષાર્થ કરવાથી ધર્મધ્યાન સુધી પહોંચી શકાય. એ રીતે જ્ઞાનાવરણ દૂર થાય પરિણામ શુદ્ધ થતાં આનંદ આવે. ફકત શાસ્રના સ્મૃતિજ્ઞાનથી આનંદ ન આવે. પરંતુ દરેક પ્રકારની ક્રિયામાં મતિશ્રુતને સાકાર કરવા. તેથી વિભાવદશા છૂટે. અને મન વચન કાયાના યોગો સ્થિર થઈ શુદ્ધભાવમાં રહે. દહેરાસર જેવા સ્થાનમાં અન્ય વિધિ કરવા કરતાં ધ્યાનસ્થ થવાય તો તે ઉત્તમ દશા છે. જૂના દહેરાસરોમાં ધ્યાન માટે ભોંયરાની રચના હતી. વચમાં આવતાં વિચારોને દૂર કરવા. પ્રભુના મહાચરિત્ર અને જિનદશામાં સ્થિર થવું. આમ આલંબન લેવાથી દ્રવ્ય ભાવનું કારણ થાય અને દુસાધ્ય તેવું આત્મધ્યાન સાધ્ય બને. મતિજ્ઞાનની વિશેષતા : મત્સ્યલક્ષવેધ કરતાં પણ કર્મવેધ ક્યૂરો છે. લક્ષવેધથી સંસારમાં ઉત્તમ સ્ત્રી પાત્ર મળે. કર્મવેધથી શિવલક્ષ્મી મળે. જિનબિંબનું આલંબન લઈ ઉપયોગને સ્થિર કરે, પુણ્ય-પાપનો ત્યાગ કરે, વચમાં આવતા વિષયોને અવાંતર કરે અને ચિત્તમાં શુદ્ધ અનુભવ સૃષ્ટિ ઊભી કરે. ઈંદ્રિયથી થતા જ્ઞાનને ભૂલી જઈ આત્મજ્ઞાનમાં લીન થવું. મુદ્રા, આસન, શ્વાસશુદ્ધિ, સ્થળ શુદ્ધિ સ્થિરતા માટે છે. પરંતુ જીવનના આહાર-વિહારમાં શુદ્ધિ અને સમ્યગ્ ઉપયોગ હોય તો જ ચિત્તની આવી ઉત્તમદશા નિર્માણ થઈ શકે. મૂર્તિમાં શું છે તે જડ છે તેવું કહેનારા ને માનનારા મિથ્યામતિને કારણે આત્મવંચના કરે છે. સ્ત્રી પુત્રાદિના રૂપરંગને ચાહનાર મોહથી બંધાય છે, અને ચારિત્ર મોહનીય ગાઢ થતું જાય છે. વિતરાગ જોતાં વિતરાગતા ન અનુભવે તો તે મિથ્યાશ્રુત છે. વિતરાગના સ્વરૂપમાં પોતાનું સ્વરૂપ જોવાનું છે. અનુષ્ઠાનો કારણ રૂપ છે તેમાંથી કાર્ય નિપજાવવાનું છે. વિતરાગ પાસે વિતરાગતા સિવાય કંઈ પણ યાચવું તે મિથ્યાત્વ છે. તીર્થમાં જઈને પ્રતિજ્ઞા છૂટે તેમ છૂટા ના થવાય. તીર્થની પ્રવર્તના શા માટે છે ? સંસારથી છૂટવા માટે છે પ્રતિજ્ઞાથી ૭૪ સ્વરૂપ અવલોકન Page #76 -------------------------------------------------------------------------- ________________ છૂટવા માટે નથી. મતિજ્ઞાનના અન્ય બાર ભેદ છે તેને મન અને ઈદ્રિય સાથે ઘટાવીને તે ગ્રંથ દ્વારા વિચારવા. જેમકે બુદ્ધિ દ્વારા કોઈ વિષયને જલ્દી જાણે, કોઈ મંદપણે જાણે, મનની ચંચળતાને કારણે બુદ્ધિ સ્થિર ન રહે, એક વિષયને વિચારતાં તો કયાંય પહોંચી જાય. આથી વિસ્મૃતિ થાય છે. અર્થાવગ્રહ વ્યંજનાવગ્રહ અને અપાય સુધી સ્મૃતિ મંદ હોય છે. જ્ઞાનની અસ્પષ્ટતા હોય છે. પણ ધારણા સુધી પહોંચાય તો તે જ્ઞાન દીર્ઘકાળ સુધી રહે છે. વધુ પુરુષાર્થથી તે જન્માંતરમાં પણ સાથ આપે છે. જેના કારણે જાતિસ્મરણ જેવું જ્ઞાન ઉપજે છે. મતિજ્ઞાનની આરાધના સહજ થાય છે. અને સંયમમાર્ગ ઉદયમાં આવે છે. બુદ્ધિ પછી આપણે શબ્દ શ્રવણથી વિચારીએ. મતિજ્ઞાનના ક્ષયોપશમ પ્રમાણે શબ્દ ગ્રહણ થાય. કોઈ શબ્દના ભાવને કે અર્થને શીધ્રપણે અને કોઈ મંદપણે ગ્રહણ કરે. શબ્દ પુદ્ગલ છે. વાયુ સાથે તેની ગતિ છે, રૂપ, રસ, ગંધવાળો છે. પરંતુ સૂક્ષ્મ હોઈ પકડી શકાતો નથી શબ્દ આડો અવળો થઈ પલકવારમાં તો લોકાંતે પહોંચી તેના સ્થાને આવે છે. આજના યુગમાં તેને યંત્ર દ્વારા ધક્કો મારવામાં આવતાં રેડિયો વગેરેમાં પકડાઈ પ્રસારિત થાય છે. સીધી ગતિમાં પુગલો વિખરાતા નથી પણ જયારે વાવાઝોડા જેવું હોય ત્યારે શબ્દ પુગલો વિખરાઈ જાય છે. આકાશતત્વમાં પડઘો થવાનો ગુણ છે. આથી શબ્દ પ્રવાહિત થાય છે. મનુષ્ય શબ્દાર્થને મંત્ર શક્તિથી કેળવી દિવ્યતા સાધી શકે છે. ધારણા ગુણથી આ થઈ શકે છે. મંત્રમાં રહેલી એ શક્તિ ભાવને કારણે દેવોને આકર્ષી શકે છે. દેવો પ્રત્યુત્તર આપે છે. ઋષિમુનિઓ મંત્રબળ દેવોને રક્ષણ કરવા બોલાવતા. પણ મંત્રનો કેવળ એવો ઉપયોગ કરવાથી આત્મકલ્યાણ નથી થતું. જૈનધર્મનું વિજ્ઞાન આત્મવાદી હોઈ મંત્રના અન્ય ઉપયોગથી નિવૃત્ત થવા ઉપદેશે છે. શબ્દને ગતિ હોવાથી મનમાં બોલાય તો ય તે તેની ગતિ થાય. વળી શબ્દ સાથે ચેતનની શક્તિ છે. જો ચેતનનો ઉપયોગ શુદ્ધ હોય તો લોકાંત સુધી પહોંચતાં આ શબ્દ સાથે ચેતન શક્તિ પહોંચે, આથી દેવોને પણ આકર્ષી શકે. પરંતુ આપણને આ શબ્દની શક્તિનું ભાન નથી. શબ્દ સાથે સ્વરૂપ અવલોકન ૭પ Page #77 -------------------------------------------------------------------------- ________________ તેનો ભાવ, અર્થ અને હેતુમાં આત્માની એકાગ્ર શક્તિ જોઈએ. તેમાં મતિ અને શ્રુતની શુદ્ધિ આવે તો આ કાળનો જીવ ભાવકેવળી થાય. પૂજયપાદ હેમચંદ્રાચાર્ય આ કાળના કળિકાળ સર્વજ્ઞ એ રીતે કહેવાયા ને? જેમણે પવિત્ર સાધુતાથી આ કાળનાં પરિબળોને ઓળખી ધર્મનું પ્રવર્તન કર્યું. જૈનશાસનને દઢ કર્યું. ઉન્નતિ કરી. મનાદિ યોગો સક્રિય થતાં આત્મપ્રદેશોમાં કંપન થાય, તે ક્રિયા સાથે ઈદ્રિયો, મન અને ભાવમન સર્વે જોડાય. તે સમયની વિભાવદશાથી ભાવ-હિંસા થાય. માટે જે ક્રિયાથી હિંસા થતી હોય ત્યાં અટકવુ. દેહ ધર્મ નિભાવવા હિંસા થવાની પરંતુ ત્યાં ઉપયોગ રાખવો. છતાં જે કંઈ કર્મ થાય તેને માટે પ્રતિક્રમણ જેવી આવશ્યક ક્રિયાઓ બતાવી. કેવળ નિયમ ખાતર જ કરવાથી કર્મ હળવાં ન થાય. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા વળવું, તે તો ચોવીસ કલાક માટે જ હોય. તેમાં શિથિલતા થવા સંભવ હોવાથી પ્રતિક્રમણ ક્રિયારૂપે પ્રયોજયું. જયાં કર્મની જ ગમ ન હોય ત્યાં પાપથી પાછા કેમ વળવું? એવી ક્રિયા મદદરૂપ પણ કેમ થાય? બાહ્યાચાર શુભભાવે કર્મનો ઉપશમ કરી શકે છે. તેમાં વિવેક અને બોધ હોય તો કર્મનો ક્ષય કેમ ન થાય? કેવળ વિધિ કે નિયમથી તે ન બને, કેવળ ભાવવશ થવાથી પણ ક્રિયા અશુદ્ધ બને. પુરુષાર્થને સિદ્ધ કરવો કેવળ ભાગ્ય પર આધાર રાખી બેસી ન રહેવું. પરંતુ સત્ પુરુષાર્થ કરવો. ગુરુજી પાસે પ્રગટ પ્રાયશ્ચિત્ત લેવામાં મન શુદ્ધ હોવું જોઈએ. કયાં કેવી ભૂલ હતી તે યથાતથ્ય જણાવવી. કેવળ સોહ જેવા ભાવથી નિર્વિચાર દશામાં જવાની હાલ યોગ્યતા નથી માટે શુદ્ધ વિચાર દ્વારા ધર્મધ્યાન સુધી પહોંચવું. ત્યાંથી સાચી જ્ઞાનદશા પ્રગટ થાય. આમ મતિજ્ઞાનના જે ભેદ કહ્યા તે સાધનરૂપે જોયા પછી કાર્ય કારણ પ્રગટ થાય કેવળ શ્રુત શબ્દ પરથી જાણી લેવાની સમજવાની બુદ્ધિ પ્રગટે છે. પરંતુ કારણ દશા કે જેમાંથી કાર્ય નિપજવાનું છે તેમાં અધુરાશ હોય તો મતિજ્ઞાનનો ઉદ્ધાર ન થાય. માટે જયાં જયાં જે સક્રિયા થાય ત્યાં મન અને ઈદ્રિયો દ્વારા મતિ સ્થિર રાખવી, ભાવમનને જોડવું, અભાવ કે અરુચિ ન થવા દેવા. છતાં જો તેવું થાય કે અનાદર થાય તો તેવી ક્રિયા બંધ કરવી અને ફેરફાર કરી પાછા સ્થિર થવું. સ્વરૂપ અવલોકન Page #78 -------------------------------------------------------------------------- ________________ અશુભ અને શુભ યોગની મતિજ્ઞાન પર છાયા પડે છે. માટે ભાવશુદ્ધિ કરવી. જો ઉપયોગ-ભોગમાં જશે તો પ્રથમથી જ મતિજ્ઞાન ભ્રાંતિરૂપ થશે. માટે પુણ્યને ત્યજીને સંયમમાં જવું. પુણ્યની નિવૃત્ત થયા વગર મુક્તિ નથી. મતિજ્ઞાન શુદ્ધ થયે જ્ઞાનના ક્ષયોપશમથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે પુણ્યાનુબંધી અને પાપાનુબંધી એમ બે પ્રકારે છે. પુણ્યાનુબંધી હોય તો ઉત્પન્ન થયે જીવને સંસારની અશરણ, અનિત્ય આદિ ભાવનાઓ દ્વારા ત્યાગ સંયમનો ભાવ થાય છે અને પાપાનુબંધી હોય તો પૂર્વના સંબંધો જોઈને જીવને વેર અને દ્વેષ ઉત્પન્ન થાય છે. તે પ્રકૃતિના સુધારનું સાધન જ્ઞાન છે. મતિશ્રુત પરોક્ષજ્ઞાન છે. તેની શુદ્ધતા ન હોવાથી આપણાં અનુમાનો સત્ય નથી હોતાં અને શાસ્ત્રની શ્રદ્ધા દેઢ થતી નથી. શાસ્ત્રનાં સૂત્રો અને શબ્દોના ઉચ્ચારની શુદ્ધતા જોઈએ. તેના તરફ મોહ ના થવો જોઈએ. દાન શીલ, તપ, ભાવ, પૂજા વગેરેથી ધર્મ થશે કે કેમ તેવી શંકા ન સેવવી. ન માનવદેહ મળવા માત્રથી મોહમાં પડવાનું નથી. આ શરીરથી સાધના કરવાનો દૃઢ નિર્ધાર કરવો પડે. બાળપણથી જ આ સંસ્કાર મળે તો શીઘ્ર વિકાસ થાય. શરીરની કે બુદ્ધિની કોઈ શક્તિથી મોહિત ના થવું અવધાન જેવી ક્રિયાનો ઉપયોગ બહારના દેખાવમાં ન કરવો. તેના વડે જ્ઞાન-શક્તિ વિકસાવવી. આત્માની અનંત શક્તિ પાસે અવધાન તે તો એક અલ્પ જ્ઞાન છે, કેવળ સ્મૃતિ છે. આ તો મતિ-શ્રુતજ્ઞાનની પરોક્ષ જ્ઞાન શક્તિની અલ્પ ઝાંખી છે. પૂર્ણજ્ઞાન માટે મનઃપર્યવજ્ઞાન પણ અપૂર્ણ છે. પૂર્વના આરાધન વગર બાળપણમાં સંસ્કાર વિકસતા નથી. માટે જીવે કયારેય તો ધર્મસાધન કરવું જ પડશે તો જ તે પૂર્વપૂર્વનું થશે. કેવળ બૌદ્ધિક કે વ્યવહારિક જ્ઞાનથી અજ્ઞાન દૂર થતું નથી. કર્મપ્રકૃતિઓની સમજ, સ્વરૂપની અને પર દ્રવ્યની સમજ તેની હેયતા અને ઉપાદેયતાનું જ્ઞાન-અજ્ઞાન દૂર કરે છે. શ્રાવકને કેવું જ્ઞાન જોઈએ ? નેમ રાજુલે આઠ ભવમાં શું કર્યું હશે ? કેવળ ભોગ ભોગવ્યા હોત તો નવમા ભવે ચારિત્રદશા ઉદયમાં ન આવત. એ આઠ ભવમાં મનુષ્યપણામાં સાધુધર્મ આરાધ્યો હશે. છતાં રાજુલને નેમનાથ પ્રત્યેના રાગમાંથી બહાર નીકળતાં કેટલો સમય સ્વરૂપ અવલોકન ૭૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ લાગ્યો? છતાં પૂર્વના બળવાન સંસ્કાર કાર્યકારી થયા અને રાજુલ મુક્તિને માર્ગે ચાલી નીકળ્યા. શ્રાવકે સંસ્કારનો આવો ક્રમ સેવવો જોઈએ. મનુષ્ય ધર્મ કરીને દેવોપાસનામાં પડયો છે, તપાદિ કરીને સ્વર્ગનાં સુખ ઈચ્છે તો તે સંસારનું ભ્રમણ જ છે. માનવદેહ આંટા ખાવા માટે નથી. આંટા ટાળવા માટે છે. આ દેહથી કામ સરવું જોઈએ. કર્મવાદની રીતથી એકેએક પ્રકૃતિ સુધારવી તે શ્રાવકનો ધર્મ છે. આત્માને જે સ્પર્શે તે ધર્મ છે. ઈચ્છાઓ વધે, તે તૃપ્ત ન થાય તેથી દુઃખ લાગે, તેમાં આર્તધ્યાન થાય, પ્રમાદ સેવાય. પણ ઈચ્છાઓનેજ રૂંધે તો તે વધતી અટકી જાય. અનુકૂળપ્રતિકૂળતાના કંઠમાં ન રહેવું. દોષો દૂર કરવા પ્રયત્ન કરીએ અને દોષો દૂર ન થાય એવું ન બને. ઉદયકાળ છે શું કરીએ તેમ નિર્બળ થઈએ તો કર્મ પ્રકૃત્તિ ચઢી બેસે. માટે તેના મૂળને દવા પ્રયત્ન કરો. શ્રુતજ્ઞાન : જેમા શબ્દ-અક્ષર-ભાષા, શાસ્ત્રજ્ઞાન સમાય છે તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મતિપૂર્વકનું હોય છે. કારણ કે શ્રુતજ્ઞાનમાં ઈન્દ્રિયોની શ્રવણ વિગેરેમાં સહાય છે. શ્રુતજ્ઞાનમાં તીર્થકર ભગવાનનો ઉપદેશ, ગણધરાદિનો ઉપદેશ તથા આગમ આદિ શાસ્ત્રોના અધ્યયયની વિશેષતા છે તેના વિવિધ ભેદો છે. દ્વાદશાંગી આ શ્રુતજ્ઞાનરૂપ છે. આગમાદિ શાસ્ત્રો શ્રુતજ્ઞાનનું અંગ છે. ગણધરોએ રચેલા અંગપ્રવિષ્ટ કહેવાય છે. અને મુનિશ્વરોના રચેલા અંગબાહ્ય કહેવાય છે. મુખ્યભેદ ૧૪ છે. મતિ શ્રુતજ્ઞાન જોડાયા છે. તેના વિવિધ ભેદ છે. તે જ્ઞાનની તરતમતા છે. સમકિતીજીવનું મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન સમ્યગુજ્ઞાન કહેવાય છે. મિથ્યાષ્ટિનું નવપૂર્વનું જ્ઞાન પણ મિથ્યા ગણાય છે. જ્ઞાન ઉપયોગ જીવનો છે. પરંતુ દૃષ્ટિભેદે તેના સમ્યગુ અને મિથ્યાજ્ઞાન એવા ભેદ પડે છે. સમ્યગુજ્ઞાન આત્મિક ગુણ હોવાથી જીવને મોક્ષસાધક છે અને મિથ્યાજ્ઞાન પરિભ્રમણનો હેતુ છે. જીવને શુદ્ધ સ્વભાવના આશ્રયે જ્ઞાન સમ્યગુપણે પ્રગટે છે. શ્રુત અજ્ઞાન : અધકચરા જ્ઞાનને જ્ઞાન સમજી પ્રવર્તાવવું અથવા તેવું લેખન ઈત્યાદિ કરવાં. જયાં “અ” શબ્દ પ્રયોગ છે તે અલ્પના અર્થમાં કે વિપરીત જ્ઞાન છે. મિથ્યાશ્રુતઃ મિથ્યાજ્ઞાનથી જે ક્રિયા કરો તે મિથ્યાશ્રુત છે. સત્તામાં ૭૮ સ્વરૂપ અવલોકન Www.jainelibrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ સમકિત હોવા છતાં ઉદયમાં મિથ્યાત્વ હોવાથી મિથ્યાશ્રુતને આરાધે છે. કુશ્રુત ઃ શ્રુતઅજ્ઞાન અને મિથ્યાશ્રુતથી પણ કુશ્રુત બળવાન છે. શ્રુતને બળાત્કારે કુશ્રુતમાં ખેંચી જાય છે. દેહને જ આત્મા સમજે છે. ઈંદ્રિયજન્ય જ્ઞાનને જ્ઞાન માને છે. કુશ્રુત સત્ત્નું ભાન જ થવા દેતું નથી. સત્તામાં રહેલા સમકિતને હડસેલી દે છે. કુશ્રુતમાં જનાર જીવ નિહવ છે. અનાદિ મિથ્યાત્વ : આ અનાદિ મિથ્યાત્વ શ્રુતમાં ઈંદ્રિયજન્ય કષાયોમાં અનંતાનુબંધીનો તીવ્ર રસ હોય છે. તેથી ઈંદ્રિયો વિષયરસમાં જ રાચે છે. અને એમ અનંતાનુબંધી કષાયોની પરંપરા ચાલે છે. અત્યંત પુરુષાર્થ વડે જીવ તેમાંથી બહાર નીકળી કંઈક દિશા શોધે છે. વળી કંઈ શુભ નિમિત્ત મળતાં ક્ષયોપશમ સમિકત તરફ વળે છે. ત્યાં પણ ટકી શકાતું નથી. પરંતુ વારંવાર ઊહાપોહ થયા પછી બોધ પ્રગટે છે. આત્મા છે ત્યાં જ્ઞાન ઉપયોગ છે, પરંતુ મન ન હોવાને કારણે એકેન્દ્રિયાદિ જીવો સંજ્ઞા વડે જીવે છે. સંજ્ઞામાં પૂર્વના સંસ્કારનું બળ હોય છે. તેમાં વિકાસબળ અત્યંત ગૌણ છે. તેથી જ્ઞાન અવ્યકત રહે છે. તીર્થંકરાદિની ઉપસ્થિતિમાં વનસ્પતિ પણ સુખ અનુભવે છે. તીર્થંકર વિહરે ત્યારે કાંટા ઊંધા થાય, પત્તા નીચા નમે છે. તે તેમની સંજ્ઞા છે. પંચેન્દ્રિય જીવો જ્ઞાનીના યોગમાં કષાયોનો ઉપશમ કરી શકે છે. આત્યંતિકપણે કષાયોનો ક્ષય કરી શકતા નથી. પરંતુ નિર્જરા કરી ઉચ્ચ ગતિ પામે છે. પરંતુ જ્ઞાનીના વિરહકાળમાં જીવો કુશ્રુતના કારણે એક જ જીવનમાં અસંખ્ય ભવો વધારી દે છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવો મન હોવાને કારણે સંજ્ઞી છે. પણ ભાવમન ન હોવાથી અસંશી છે. મનુષ્યને સંજ્ઞીમન હોવા છતાં વિષયકષાયમાં જ રત રહે તો પુદ્ગલસંગી બને છે. સમકિતદશા પ્રાપ્ત થયે આત્માને આત્મકલ્યાણની ભાવના દૃઢ થાય છે. મિથ્યાજ્ઞાનથી દર્શનમોહ ઉપજે છે. પૂજાદિ અનુષ્ઠાનો પણ લોકદૃષ્ટિએ કરે તેથી સંસાર જ વધે છે. શ્રુતનું પરિણામ સમ્યગ્ શ્રુત છે. સમકિતી હેતુ અને વર્તનમાં સમભાવે વર્તે છે. ધની માણસને દાનના અંતરાયના બળે ધનનો સદુપયોગ થઈ શકતો નથી તેમ સમકિતીને જો અંતરાય આવે તો વર્તનમાં તેનો ઉપયોગ ન રહે, સમકિત સત્તામાં પડયું રહે તેવું બને. આગમાદિ શાસ્ત્રનો અભ્યાસ કરવો તે સુશ્રુત છે. સમકિતી સ્વરૂપ અવલોકન ૭૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાશાસ્ત્રના શ્રવણમાંથી પણ બોધ ગ્રહણ કરે છે અને મિથ્યાત્વી સતુશાસ્ત્રમાંથી પણ મિથ્યાભાવ ગ્રહણ કરે છે. ગૌતમ જેવા પંડિતનું જ્ઞાન મિથ્યા ન હતું. તેમાં મિથ્યામતિનો આરોપ હતો. પ્રભુના સંયોગે તે જ જ્ઞાન સમ્યગુભાવે પરિણમ્યું. શાસ્ત્ર તે જ્ઞાનનું સાધન છે. કષાય તે અજ્ઞાન છે. શાસ્ત્રને ભણનારો જ્ઞાની, અજ્ઞાની કે મિથ્યાત્વી હોય તે પ્રમાણે જ્ઞાનને ગ્રહણ કરે. શ્રુતજ્ઞાનને અનુસરીને વાણીનો ઉપયોગ થાય તો તે અક્ષર શ્રુતજ્ઞાન ગણાય. જ્ઞાન તે સર્વ આત્માનો ગુણ છે. માત્ર શબ્દનું જ્ઞાન તે મિથ્યાશ્રુત છે. ઈદ્રિયના દરેક વિષયમાં વિવેક તે શ્રુતજ્ઞાન છે. અને વિષયની લોલુપતા તે શ્રુત અજ્ઞાન છે. ઓઘદૃષ્ટિ તે સમ્યકત્વ નથી. દેવગુરુમાં શ્રદ્ધા રાખી વિનય સાચવવો તે શ્રત છે. વસ્તુનો નિર્ણય દૃષ્ટિમાં છે. દર્શન શુદ્ધ હોય તો જ્ઞાન ઉપયોગમાં આવે છે. ચારિત્ર ઉદયમાં ન હોય તો ઈલાચી જેવા જીવો અપવાદરૂપે દર્શનના શુદ્ધ ઉપયોગથી અંતરદૃષ્ટિના પૂર્ણ સમ્યગુ યોગથી મુક્તિને પામ્યા છે. ત્યાં ભાવ ચારિત્ર હોય છે. આવાં દૃષ્ટાંત અપવાદરૂપે જ બને છે. ઈદ્રિય વિષયના નિમિત્તથી વૃત્તિઓને ઊઠવા ન દેવી, તેમાંથી કષાયો જન્મે છે. સમકિતી વિષયને વિષયરૂપે ન જોતાં સાક્ષીભાવે જુએ છે. મિથ્યાષ્ટિ કૃતનો ઉપયોગ કરે છે. તેને એવો ભાસ જન્મે છે કે પ્રભુ મને તારશે. પરંતુ અજ્ઞાનરૂપી દોષથી નિવૃત્ત થવાનો પુરુષાર્થ નથી કરતો. સમકિતી જાણે છે મારું અજ્ઞાન નિવૃત્ત થતાં જ્ઞાની પુરુષનો સંયોગ મળે તરવાનું મારાથી થશે જ. પ્રભુદર્શન આદિ ક્રિયામાં આલંબન લે છે પણ હેતુ આત્માર્થનો છે. જ્ઞાની ગુરુમાં શ્રદ્ધા રાખી વર્તે છે. મિથ્યાષ્ટિ ગુરુનો કદાચિત મેળાપ થાય તો સ્વચ્છેદે વર્તે છે. સમકિતી રાગાદિથી નિવૃત્ત થવાનો ઉપદેશ ગ્રહણ કરે છે. પહેલા ગુણસ્થાનકે સમકિત સત્તામાં હોય છે. ચોથે તે પ્રત્યક્ષ થાય છે. પ્રમાદવશ તરતમતા રહે છે. સાધક જીવ વિચારે કે આ ક્ષેત્રે આરાધના કરી મહાવિદેહમાં જાઉં જેથી ત્યાંથી મોક્ષ પ્રાપ્ત થાય. ઉચ્ચ ક્ષેત્રની અપેક્ષાએ અઠ્ઠાવીસ ક્ષેત્રમાંથી જીવ બીજે ગતિ તો કરે છે. માત્ર ચાર જ ક્ષેત્ર સિદ્ધત્વ પામવાને યોગ્ય છે. આત્મા જ પલટો મારે તો ક્ષેત્ર પલટો થવા મોટો સંભવ છે. વિરતિ ૮૦ સ્વરૂપ અવલોકન Page #82 -------------------------------------------------------------------------- ________________ જ ધ્યેય હોય, લક્ષ્ય પ્રબળ હોય તો મહાવિદેહના યોગ્ય ક્ષેત્રે જન્મ ધારણ કરી મુકિતને પામે. વિરશાસન ક્ષેત્રમાં એંસી વર્ષે ધર્મભાવના ન થાય તેને મહાવિદેહ મળે કયાંથી? અને મળે તો પણ ત્યાં શું કરે? શબ્દકૃતનો અને તેના ભાવનો મહિમા છે. તીર્થ પ્રવર્તાવે તે તીર્થંકર. તેઓ જયાં જયાં વિચર્યા તે તીર્થ થયા. તીર્થ આત્માને તારે. આથી ભવી જીવો સંઘ કાઢતા. આચાર્યોના માર્ગદર્શન હેઠળ છરી (છ પ્રકારનાં વ્રત) પાળતા યાત્રા થતી. તેમાં ઘણા જીવોનાં પરિણામ પરિવર્તન થતાં. આજે તો સાધનો વધ્યાં. સાધનામાં પણ શીઘતા આવી, આથી ભાવ પરિણામનું લક્ષ ઘટી ગયું. વિવેક ગયો. તીર્થમાં પહોંચ્યા પછી વિતરાગતા, વિતરાગ પ્રભુનું સ્વરૂપ કેવી રીતે પરિણમે? આહારાદિનો સંયમ કેવી રીતે રહે? પુલભાવ ગળે તો આત્મપરિણામ વધે. બાહ્ય કે આતંર સ્વરૂપને ન જાણે તે મિથ્યાશ્રુત કે અજ્ઞાન છે. જ્ઞાનની ક્રિયાને પોતાની મતિ કલ્પનાથી અજ્ઞાનરૂપ પરિણમાવે તે મિથ્યાશ્રુતજ્ઞાન છે. લબ્ધિ એ આત્માની શક્તિ હોવા છતાં ઈદ્રિય સુખમાં ભળી જાય તો ક્ષીણ થાય છે. શુદ્ધ ઉપયોગ દ્વારા જ લબ્ધિ સાધનરૂપ થાય છે. જ્ઞાનમય ઉપયોગ હોય તો વિષયની અભિલાષા થતી નથી. પુણ્ય અને પાપ આશ્રવરૂપ છે બંનેના સંવરભાવથી આત્માની શુદ્ધ દશાની પ્રતીતિ થાય છે. મિથ્યાત્વી દ્રવ્ય સંવર સુધી પહોચે છે. ભાવ નિર્જરા-સકામ નિર્જરા હોય તો જ ભાવ સંબધ ક્ષીણ થતા જાય છે. અને મોક્ષ દ્વાર ખૂલે છે. ચૌદમાં ગુણસ્થાનકે આત્માની નિર્જરા ક્રિયા ચાલે છે. સૂક્ષ્મયોગને પણ રુંધવા પડે છે. ત્યારે અયોગી દશા પ્રગટે છે. અંતિમ અણુ સંબંધોનો ક્ષય થતાં આત્મા દેહથી નિર્વાણ પામે છે. કોઈપણ શુદ્ધ ક્રિયાથી સકામ નિર્જરા થાય તો જ કર્મોનો ક્ષય થાય, અકામ નિર્જરાથી આત્મા પાછો વળે છે. સાતમા ગુણસ્થાનકે પ્રમાદ રહિત થાય છે. છઠ્ઠા સુધી આત્મા અને પુદ્ગલભાવની રમત ચાલ્યા કરે છે પાંચમે તો ભાવ પરિણમન પામ્યા કરે છે. ક્ષાયિક સમક્તિ ન થાય ત્યાં સુધી આત્મા અગિયારથી ચાર સુધી ચઢ ઉતર કર્યા કરે છે. મતિ શ્રુતજ્ઞાનના સમ્યપણે પાયાને મજબૂત કરવો. એટલે કે શુદ્ધ કરવો. અવધિજ્ઞાન તે અતિન્દ્રિય શક્તિ છે તેમાં શબ્દાદિની જરૂર નથી. સ્વરૂપ અવલોકન ૮૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ મનઃ પર્યવજ્ઞાનમાં ક્ષેત્રની મુખ્યતા નથી. મનની અતિ શુદ્ધતા છે. મનના ભાવો જાણી શકે છે. કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થ કે ભાવનું જાણપણું છે. ક્ષાયિકમાં વિષયો દૃષ્ટિગોચર થાય પણ ઉપયોગ પર્યાયરૂપ થતો નથી. દરેક તત્ત્વ આત્મોોપયોગે જ વર્તે છે. દેહ વાસનાથી જીવ દેહની રચના કરે છે : સામાન્ય આત્માએ શબ્દના અર્થને વિચારવા. પદાર્થજન્ય લક્ષણને વિચારવા. લબ્ધિ જેવાં બળોને જાણવાં જેથી આત્મભાવ ટકી રહે. ધર્મનાં અનુષ્ઠાનો પરલોકમાં ફળ આપનારાં છે તેવો ભાવ હશે ત્યાં સુધી તે લબ્ધિ પ્રધાન રહેશે. ઉપયોગનો હેતુ આત્મભાવે કરે તો લબ્ધિ દ્વારા કલ્યાણ થાય. પંચેન્દ્રિયધારી મનુષ્ય જે કાર્ય બે ઘડીમાં કરી શકે તે પુરુષાર્થ નિગોદના જીવો અનંત ભવે પણ ન કરી શકે. તેથી પાયામાં શ્રુતજ્ઞાનની ખૂબ જ જરૂર છે. અનંતદર્શનાદિનું તો એટલું બધું સામર્થ્ય છે કે તેમાં સાંસારિક સુખદુઃખાદિનો ભાવ નથી અને ભય નથી. તેવા ભાવો આવી શકતા જ નથી. કેવળ અખંડ સુખ સમાધિ છે. સૂક્ષ્મ નિગોદના જીવને દ્રવ્ય મન પણ નથી. જીવને જન્મ ધારણ કરવા કર્મોના સંસ્કાર રૂપ તેજસ કાર્યણ શરીર સાથે લઈ જવા પડે છે. ત્યારે જીવ નિયત સ્થળે જન્મ ધારણ કરે છે. સૂક્ષ્મ નિગોદના જીવોની લબ્ધિ (શક્તિ) અપર્યાપ્ત છે. કારણ કે ઈદ્રિયો અને મન ન હોવાથી આત્માની શક્તિને તે જીવો ધારણ કરી શકતા નથી. ત્રણે યોગવાળા જીવની લબ્ધિ-શક્તિ પ્રથમથી જ વિકાસ પામે છે. જેમકે ગર્ભજ, મનુષ્ય, તિર્યંચના જીવો, ઈંદ્રિયાદિનો વિકાસ ઝડપી હોય છે. સૂક્ષ્મ નિગોદના જીવોને ફકત આહાર સંજ્ઞા જ હોય તેથી શરીર બને પણ ઈંદ્રિયો ન બને. એવા સમૂહ શરીરમાં અનંત જીવો હોય સમયે સમયે કે બે ઘડી જીવે અને ત્યાંને ત્યાંજ ઉત્પન્ન થાય. અનાદિ મિથ્યાત્વ અને કુશ્રુતના કારણે આત્માવિકાસ સાધી શકાતો નથી. ઓઘબળે કર્મો ખપતાં સમયે સમયે જ્ઞાનનો અંશમાત્ર વધે. બાદર નિગોદમાં કુશ્રુતની કંઈક સ્પષ્ટતા રહે છે, સમુદાયમાં હોવા છતાં જીવને કંઈક સ્વતંત્રતાનો અંશ શરીરની ઉત્પત્તિમાં રહે છે. તે પછી એકેન્દ્રિયાદિ જીવો અનુક્રમે વિકાસ સાધે છે અને શક્તિ વિકસે છે. ૮૨ સ્વરૂપ અવલોકન Page #84 -------------------------------------------------------------------------- ________________ મતિ શ્રુતજ્ઞાનનું તાત્યર્ય જીવમાત્રને શ્રુતજ્ઞાન વિચારણીય છે. ઈદ્રિયનું જ્ઞાન ઉત્તેજના આપે છે. મતિજ્ઞાન સ્પષ્ટ હોય તો તેમાં શ્રુતજ્ઞાન ભળે, તે પણ સ્પષ્ટ રહે. બાદર નિગોદ જેવા જીવો ઓઘદૃષ્ટિએ અકામ નિર્જરા કરે છે તો પણ અનંતા ભવભ્રમણની ગણતરીમાંથી અસંખ્યની ગણતરીમાં આવી શકે છે. તે પછી એકેન્દ્રિયાદિ જીવોની ક્રમે ક્રમે ગણતરી ઘટતી જાય, તો માનવ આત્મા કેટલી ઝડપથી ક્રમને ઘટાડી શકે? આ બધો શ્રુતનો પ્રભાવ છે. માનવ જન્મ પામીને મતિજ્ઞાનનો ઉપયોગ મન અને ઈદ્રિયો દ્વારા સુખભોગમાં કરે અને શ્રુતજ્ઞાનનો, શાસ્ત્રશ્રવણનો ઉપયોગ માનમાં કરે તો તે પણ અવિકસિત જીવોની જેમ જ અસંખ્યાતા ભવ ભમે. આવરણથી આવરણ વધે તો પર્યાય શ્રુત સુધી જીવ વિકાસ પામે. આ ભવમાં સુશ્રુતનો સહારો પાકો કરી લેવો. શ્રુતજ્ઞાનની અવજ્ઞાથી અસત્ જ્ઞાન પેદા કરી પોતે જ પોતાનો ખાડો પડવા માટે ખોદે છે. અનાદિનામિથ્યાશ્રુતના કારણે પ્રમાદ થાય. તેમાં કુશ્રુત સહાયક બને. અને પાપબંધ ઘણો વધે. ત્યાં કદાચ થોડી નિર્જરા થાય તો પણ શું કામ આવે? એકેન્દ્રિયાદિ જીવો પણ તાડન, માન, પીડનથી સહન કરી નિર્જરા કરે છે, પણ તેથી ઝડપી વિકાસ ન થાય. માનવ આત્મા જ સુશ્રુતનો સંગી બની શકે, તેને કારણે દયા, સમતા, સરળતા, નમ્રતાના ગુણો વિકસે. કદાચિત પ્રમાદ થાય તો પણ કુશ્રુતમાં ન જાય, અલ્પશ્રુતમાં રહે. મૃતધર જેવા જ્ઞાનના માને કરી ઉન્મત્તદશાથી પ્રમાદમાં આવી જાય તો જ્ઞાનની વિરાધના થાય. જ્ઞાન ક્ષાયિકભાવે ન પરિણમે ત્યાં સુધી સદા જાગૃત રહેવું અને શ્રુતજ્ઞાનની આરાધના કરવી. તે માટે જ્ઞાનીઓએ સૂક્ષ્મ આરાધના બતાવી છે. પ્રમાદવશ રહીશું તો શું થશે તેનો અહર્નિશ વિચાર કરવો. માનવદેહમાં શ્રુતજ્ઞાન ક્ષાયિક થવા સુધીની સંભાવના છે, છતાં આપણે અજ્ઞાનમાં જીવીએ છીએ, જ્ઞાનના આવરણમાં રહીએ છીએ તેનું શોધન કરવું. શ્રુતજ્ઞાન ન પ્રગટયું તો દર્શન અને ચારિત્રને ગાઢ આવરણ થશે. આસનભવ્ય જીવને આ ચિંતન જરૂરનું છે. અભવ્યની દશા અતિ પ્રમાદી છે. શ્રુતજ્ઞાનથી ચુત થઈ સંસારમાં સુખ મળશે તેવી ભ્રાંતિથી જે સુખમાં સ્વરૂપ અવલોકન ૮૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ રાચે તો સ્વભાવસુખ ગુમાવે છે. જ્ઞાન એટલે જ સંસારસુખની કલ્પનાનો અભાવ. જ્ઞાન માટે જીવન ગાળે તો સાર્થકતા થાય. જ્ઞાની ચડતા અને પડતા બંને જીવોને જ્ઞાનમાર્ગ બતાવે છે, ચડતાને પણ એક ક્ષણ પ્રમાદ ન સેવવા કહે. પડતાને સંસાર પરિભ્રમણનાં કારણો, નરકાદિ દુઃખોનું ભાજન કેમ થવાય વગેરેનું દર્શન કરી પ્રમાદ મંદ થવા માર્ગ બતાવે છે. કષાય જ્ઞાનને ઘેરી લે છે. તે પણ પૂર્વકર્મનો ઉદય છે તેને જાણી લે અને જ્ઞાનમાર્ગને ન ચૂકે. સમ્યગ્ શ્રુત સત્તામાં હોય તેથી ક્ષયોપશમને કારણે ઉપયોગ ચૂકે ત્યારે મોહાદિ થાય. પુદ્ગલમાં સુખનો ભાસ થાય. પરંતુ ત્યારે ધીરજથી સમ્યગ્ શ્રુતનો સહારો ન મૂકે તો સકામ નિર્જરા આત્માને મોક્ષગામી બનાવે. શ્રુતજ્ઞાનની આરાધના પંચવિધ સ્વાધ્યાયથી કરવી. મનુષ્યદેહમાં સ્વતંત્રતા છે તેથી એક સાથે મહાવિકાસ કરી શકે. કેવળ એક જ અક્ષરનું ધ્યાન કરનાર મુક્તિ પામ્યા છે. એક અક્ષરને પણ સમ્યભાવે ગ્રહણ કરવો જોઈએ. કાર્યકારણ ભાવને સમજે તે પ્રમાણે વર્તે તે શ્રુત છે. ધાર્મિક ક્રિયામાં વિધિ-નિષેધના આગ્રહમાં જ રોકાઈ રહે તે અજ્ઞાન છે. ત્યાં પણ મારાપણાથી મમતા બંધાય છે. આ જ દેરાસર, આ જ મારા ભગવાન એની હું જ પૂજા કરું તેવો ભાવ તે મતિઅજ્ઞાન છે. કેવળ વિતરાગનું સ્વરૂપ વિચારી તેમાં પોતાના શુભભાવને સ્થિર કરે તો જ્ઞાનમય પૂજા થાય. કયાં ધર્મ છે કયાં અધર્મ છે તેનો વિવેક ન કરે અને અતિરેકમાં જઈ સર્વધર્મને સમાન માને તે પણ અજ્ઞાન છે. દરેક ધર્મનાં શાસ્ત્રોને તેના સિદ્ધાંતો પ્રમાણે સમજે. અને એકનો સિદ્ધાંત બીજા પર ન આરોપે તો શાસ્ત્રજ્ઞાનથી જ્ઞાનાવરણ દૂર થાય. ધાર્મિક પ્રવચન કરનાર, શાસ્ત્રના ભણનાર કે લખનારની મોટી જવાબદારી છે. એકે એક શબ્દથી સરળ જીવો કેવી અસરમાં આવશે ? શું આચરશે તે વિચારણીય છે. જ્ઞાન આરાધનાને બદલે અજ્ઞાનમાં ચાલી જાય અને પ્રમાદ વશ કષાયબીજ રોપાય. વર્તમાનમાં જાગૃત રહી ભૂતકાળની કુટેવોને છોડે તો ત્રણે કાળની સુધારણા થાય. પોતે જાણતો હોય કે આ ક્રિયા અજ્ઞાનમય છે છતાં લોકલજ્જાથી કે ભયથી પોતે કરે અને બીજા પાસે કરાવે, કરનારને પ્રેરણા આપે તેથી પોતે જ્ઞાનાવરણ બાંધે, બીજાને બંધાવે. માટે દરેકે વિવેક જાળવવો. પોતે કઈ રીતે ઉપયોગ સેવે છે, યોગો કાં વર્તે ૮૪ સ્વરૂપ અવલોકન Page #86 -------------------------------------------------------------------------- ________________ છે. આત્મભાવથી કયાં દૂર થવાય છે તેનો સતત ખ્યાલ રાખવો. શ્રુતને આરાધીને જીવો શ્રુતકેવળી થયા છે. કૈવલ્યનો પાયો શ્રુત બને છે. શાસ્ત્રઅધ્યયન કરીને પોતાને રુચતો કે ભોગ્ય અર્થ ગ્રહણ ન કરવો. વિરતિ દશાને ઉપાસવી. અંગોના-શાસ્ત્રોના અભ્યાસ પછી પણ પ્રમાદ કે માન જેવા કષાયથી જ્ઞાનાવરણ થાય છે. જ્ઞાન અને અજ્ઞાન સમીપજીવી છે. બહારની વસ્તુ નથી. આત્માનો ઉપયોગ છે. છતાં જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન ન હોય. પોતાનાં કર્મોનું પરિવર્તન પોતે જાણે ત્યારે તે કર્મોનું પરિવર્તન ગણાય. અથવા જ્ઞાનીનો નિર્ણય માન્ય કરવો. પ્રમાદ જેવું એકજ કર્મ વિષમદશા પેદા કરે છે, તો કર્મનો મોટો સમુદાય શું પરિણામ લાવશે? આ અજ્ઞાનને દૂર કરવાની ચાવી સમ્યગુશ્રુત છે, તેના બોધ પ્રમાણે આચાર રાખે તો દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ થવાય. ક્ષયોપશમને કારણે ભાવની તરતમતા રહે. મોક્ષ માર્ગની આરાધના તે જ્ઞાન છે. શુભ કર્મયોગને કારણે દેવાદિ ગતિમાં જવાથી તેટલો સમય મુક્તિનો અંતરાય રહે છે. નવગ્રેવેયક અને અનુત્તર વિમાનવાસી દેવો આત્મ સંવેદનાનું સુખ ભોગવે છે છતાં મનુષ્યભવને ઝંખે છે કારણકે મુક્તિનું એક સાધન માનવ દેહ છે. તેથી મનુષ્યને દેવનાં પ્રિય' કહ્યો છે. જીવ માત્રને શરીર મળે છે. મનુષ્યને મન મળે અને વિચાર શક્તિ મળે તેની મહત્તા છે, તે મોક્ષાર્થે થાય તો સાચી મહત્તા ગણાય. તીર્થકર, ગણધર, કેવળી ભગવંતો સૌ મનુષ્યજન્મ પામીને જ મુક્તિ પામ્યા છે. મહાવિદેહના ચાર વિજયમાં (દેશમાં) અખંડ મોક્ષમાર્ગ પ્રવર્તે છે. આ ક્ષેત્રે તીર્થંકર શાસન પ્રવર્તાવે છે, ચોથા આરાના અંત સુધી ભરતક્ષેત્રે એવું શાસન રહ્યું. પાંચમા આરામાં એવું પ્રત્યક્ષ શાસન નથી. છઠ્ઠામાં તો શાસનનો જ વિચ્છેદ છે. શાસન શરૂ થાય ત્યારે સાચું માનવપણું શરૂ થાય તેવું શાસન ચોથા આરા સુધી ટકયું. પાંચમા આરામાં એવું શાસન ન રહ્યું પણ મોક્ષ માર્ગની આરાધનનાં સાધનો રહ્યાં જે વડે મહાવિદેહ જેવા ક્ષેત્રે પહોંચવાનો માર્ગ પ્રાપ્ત થઈ શકે. પણ આ જન્મમાં તીર્થકરના શાસનકાળમાં હોવા છતાં પુરુષાર્થ ન કરે તો ભવ ભ્રમણ ચાલુ રહે. સ્વરૂપ અવલોકન ૮૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ મહાવિદેહ જેવા ક્ષેત્રનો યોગ દુર્લભ થાય. લૌકિક માનવતા કેવળ દયા કે સ્વમાન સુધી જ પહોંચી શકે સાચી માનવતા મુક્તિ સાધવામાં છે. જૈન શાસ્ત્રમાં મુક્તિની વ્યાખ્યા સ્વતંત્ર અને નિરપેક્ષ છે. કેવળ એક ઈશ્વર જ મુક્ત ગણાય તેવો એકાંત નથી. અનંત જીવો મોક્ષે ગયા અને જશે. દરેક આત્મા સ્વયં પરમાત્મ સ્વરૂપ છે. કેવળ એકાંતવાદ તે મિથ્યાશ્રુત છે. તેના સિદ્ધાંતોને સમ્યગુભાવે સમજે તો સુશ્રુતરૂપે પરિણમે. કોઈ પદાર્થનું અજ્ઞાન હોય તેના કરતાં મિથ્યાજ્ઞાન હોવું તે બંધનકર્તા છે. સામાન્ય રીતે શ્રુત એ પાણી જેવું છે તેમાં કુશ્રુત, મિથ્યા કે અજ્ઞાનનો આરોપ થતાં તે તે રૂપે પાણીમાં રંગ ભળે તેમ તે ભળી જાય છે, માટે શાસ્ત્રજ્ઞાન ખૂબ વિવેકપૂર્વક ગ્રહણ કરવું. પરિણામની ધારા શ્રતને જ્ઞાન કે અજ્ઞાનરૂપે ગ્રહણ કરે છે. ભક્તિના વિષયમાં કાવ્યરસના અતિરેકપણાને લીધે ભેળસેળ થયું છે. જૈન અને હિંદુ રીતિઓ પરસ્પરની અસર હેઠળ આવી છે. પ્રભુ પતિ, પોતે પ્રિયતમા, પોતે દાસી, પ્રભુ માલિક પોતે સેવક, પ્રભુ સ્વામી, આવા ભાવો કાવ્યમાં પ્રદર્શિત થાય છે. પ્રભુ એકાંતે તારનાર નથી. તેમની કરુણાને કારણે જીવો આભાસાધનામાં ઘણું બળ મેળવતા અને ગાઢ કર્મો સામે બાથ ભીડીને તેનો નાશ કરી શકતા તેમની આજ્ઞા અને ઉપદેશની તે નિર્મળતા હતી. વિતરાગ પ્રભુને તારવા-તરવાની ઈચ્છા માત્ર નથી હોતી. તેમની ઉપસ્થિતિ બંધન તોડવામાં પ્રબળ નિમિત્ત બને છે. ચંડકૌશિક સર્પના ઋણાનુબંધ પૂરા થવાના હતા. પ્રભુની અપાર કરુણાને કારણે “બુઝ' શબ્દથી તે બુઝાયો. પ્રભુએ તેને પૂરતો સમય આપ્યો. પણ પોતાનાં કર્મો ખપાવવા સર્પને પોતાને જ સહન કરવું પડ્યું. ભક્તિમાં વિનય હોય, દીનતા ન હોય. પરાભક્તિ સમાનતા લાવે છે, જેનું પ્રભુનું સ્વરૂપ છે તેવું જ દરેક આત્માનું સ્વરૂપ છે. સ્ત્રીલિંગ એ પૂર્વ સંચિત પ્રારબ્ધનો પર્યાય છે. પુરુષાર્થ કરે તે પુરુષ. રાજીમતિ જેવી સ્ત્રીએ પ્રભુ આજ્ઞાએ પ્રવજ્યા લઈ પુરુષાર્થથી ભવવેદોદય ટાળ્યો. અને રહનેમિ જેવા કામાતુર પુરુષને પણ તે માર્ગે વાળ્યો. રહનેમિને થોડો કાળ અશુભ ઉદય હતો, પણ તેને યોગ્ય બોધ મળતાં પાછો પુરુષાર્થ તરફ વળ્યો અને અશુભમાંથી બહાર નીકળી ગયો. તેની પાછળની દશા વિચારવી. ૮૬ સ્વરૂપ અવલોકન Page #88 -------------------------------------------------------------------------- ________________ ઘણાં શાસ્ત્રોમાં સ્ત્રી, નિંદાનું પાત્ર ગણાઈ છે. સ્ત્રી દેહ નિંદ્ય નથી તેમાં રહેલી માયા કપટ આદિ પ્રકૃતિ નિંદ્ય છે. નપુંસક પણ નિંદાને પાત્ર નથી. શ્રાપને કારણે પૂર્વસંચિતને ભોગવનાર તે જીવો કર્મનો ક્ષય કરીને પણ મોક્ષગામી થઈ શકે છે. | ગુરુગને શાસ્ત્રાર્થ જાણ્યા વગર અર્થઘટન ન કરવું. શ્રુતજ્ઞાનના ભેદ જાણીને પોતાને કર્મોથી અભેદ કરવાનો છે. શ્રુતજ્ઞાન વડે કાળાદિની વિચારણા કરી જ્ઞાનદષ્ટિએ સ્વરૂપને જાણી લે. આત્મસાક્ષાત્કાર માટે આત્મ શ્રદ્ધા દઢ કરવી. આત્મા વગર આત્મસાક્ષાત્કાર કોનો થશે ? તે પછી સદ્ગુરુમાં શ્રદ્ધા દઢ કરવી, નહિ તો ઉપદેશ સમયે જીવ તર્ક કે શંકામાં પડી જાય. જમાલિને સર્વજ્ઞની વાણીમાં શંકા થઈ હતી. પ્રભુને પહેલાં સર્વજ્ઞ માન્યા પણ પોતાના કષાયજન્ય જ્ઞાનને સત્ય ઠરાવવા કહેવા લાગ્યો કે કેવળી પણ ભૂલ કરે. તેમનું નિદાન ખોટું ઠરે, સાક્ષાત તીર્થકરનું ચારિત્ર જાણવું સમજવું દુર્લભ છે તો પછી સિદ્ધનું સ્વરૂપ કેમ સમજાય? ક્ષયોપશમ ભાવ ગમે ત્યાં ઘસડી જાય. માટે નિશ્ચયબળ વધારવું. આત્માની વર્તમાન દશા કર્માધીન છે, અનાદિથી આ દશા થઈ છે. તેમાંથી ગાઢ બનેલા સંસ્કારો અને ટેવો તેના આધારે સુખ શોધે છે. આપણે આહારમાં સુખ માનીએ. પશુપક્ષી માનવના નિહારમાં આહારનું સુખ માને તેમ જગતમાં અનંત પ્રકારના સુખોમાત્ર સુખાભાસ છે. અને અનંત સુખની વ્યાખ્યા એક આત્મસ્વરૂપમાં જ સમાય છે. આજના સંતો અને કેવળીને સરખા જ્ઞાની માનવા તે અજ્ઞાન ભરી કલ્પના છે. આચારની અતિશય શુદ્ધતા હોય, નીરોગી હોય તે મહાનતા છે. પણ કેવળી પ્રભુને નીરોગીતા તે અતિશયપણે હોય છે. તેમના શ્વાસોશ્વાસ સુગંધમય હોય. આહાર-વિહારની ગુપ્તતા હોય. તેમના લોહીના રજકણો શ્વેત હોય, આ બધી અતિશય રૂપી સિદ્ધિઓ સહજપણે વરેલી છે. પૂર્વ-સંચિત પ્રબળ પુણ્યના યોગોનો ઉદય છે તે સહજપણે પ્રગટે છે. તીર્થકર ભગવાનનું માહાભ્ય : નારક અને દેવોનાં શરીર વૈક્રિય છે. તીર્થકર, કેવળી ભગવંતોના શરીર ઔદારિક છે પણ અતિ શુદ્ધ છે. શરીરનો રોમરોમ શ્વાસોશ્વાસ નિયમબદ્ધ છે. તે શરીરની શક્તિ આગળ સામાન્ય માનવ પામર છે. સ્વરૂપ અવલોકન Page #89 -------------------------------------------------------------------------- ________________ કારણ કાર્યના સંદર્ભને સમજયા વગર આવા પ્રભુનું ચરિત્ર બાલવબોધ જેવું સમજાય છે. તીર્થકરનો જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાંની સાથે ત્રણ જ્ઞાન સહિત હોય છે. ત્રણ જ્ઞાનના ઉપયોગથી વર્તતા પ્રભુ બાળક્રીડા કરતા ત્યારે તે ક્રીડા સહજ ઉપદેશાત્મક હોય. સર્પને હાથથી પકડી દૂર કરવામાં પ્રભુનો ભયથી અભય થવાનો ઉપદેશ હતો. તેમ દરેક પ્રસંગોએ વિશેષતા ગ્રહણ કરવી. તેમને જીવન કે મરણનો ભય ન હોય. શ્રી મહાવીર પ્રભુએ જન્મ અભિષેક સમયે દેવોને પણ માનવ આત્માની આ શક્તિનું ભાન કરાવ્યું કે જગતના જડ પદાર્થ કંપને અનુસરે છે સ્વ-સ્વરૂપી આત્માઅકંપ છે. પૂર્વ પ્રારબ્ધના યોગે શાળાએ જવા વગેરે વ્યવહાર ક્રિયા કરી. નવું શીખવાનું કોઈ પ્રયોજન ન હતું. પ્રભુતામય પવિત્રતા પાસે પહોંચેલો એ આત્મા હતો. તેમનો પુણ્યયોગ પ્રબળ હતો. ગર્ભાવાસમાં આવતાંની સાથે બધી અસરો જણાવા માંડી. માતાનું મહાન સ્વપ્નોનું જોવું, જન્મ સમયે ધનધાન્યાદિક વૃદ્ધિ થવી, લોકોમાં પ્રેમનો આવિર્ભાવ થવો, તેમનાં આ અનન્ય લક્ષણો હતાં. આવા પ્રભુનું ચરિત્ર વાંચતાં તેમની ઉત્તમતાની વિચારણા કરવી. રાજીમતિ અને તેમનાથનું દષ્ટાંત એ કેવળ રાજારાણીનું કે નવ જન્મ કેવળ દેહાદિ દામ્પત્યનું દૃષ્ટાંત નથી. ઉત્તરોત્તર આત્માની ઉચ્ચ શ્રેણીની વિકાસ ગાથા છે. નેમિનાથ પ્રભુ ત્રણ જ્ઞાનના ધણી હતા. પોતાની ક્ષેત્રસ્પર્શતા જાણતા હતા. નવભવના સંબંધની અહીં પૂર્ણાહુતિ થવાની હતી. રાજીમતિના મોહને છોડાવવા સુધીનું એ કર્તવ્ય હતું. નવ જન્મોના ઋણાનુબંધને સખત આંચકો આપી ચાલી નીકળ્યા. રાજીમતિને પતિભાવમાંથી બહાર કાઢી. તે પણ તત્સવ મોક્ષગામી હતી. તેનાં આવરણો દૂર કરવાનું તેમનું એ હતું. નેમરાજુલના કેવળ રાસડા ગાવાથી આ આત્મશ્રેણી સમજમાં ન આવે. આત્મભાનથી જ આવા ચરિત્રમાં ભાવના દેઢ થાય. આ કાળે આ દેહથી મોક્ષ સાધ્ય નથી, પણ કર્મની મંદતા થઈ શકે. ઓછામાં ઓછા મતિ અને શ્રુત બે જ્ઞાન શુદ્ધ થઈ શકે. કેવળી ભગવંતનું અવધિજ્ઞાન શુદ્ધ છે. અન્ય જીવોનું આ જ્ઞાન જો અનઉપયોગ દશામાં પણ હોય તો કર્મ બંધમાં લઈ જાય. સાધુ-સાધક અવધિજ્ઞાનથી કુતૂહલ વશ પ્રસંગો ને જુએ તો દર્શમોહનીય બંધાય અને તે જ્ઞાનને વમી જાય. ૮૮ સ્વરૂપ અવલોકન Page #90 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામી ચારજ્ઞાનના સ્વામી હતા છતાં તેનો ઉપયોગ ન કરતાં. પ્રભુના વિશ્વાસ પર જ સર્વ કાર્ય સાધતા. આવાં દૃષ્ટાંતોમાંથી ઉપાદાનનું કારણ લેવું. માત્ર નિમિત્ત કારણ લેતાં તેનું રહસ્ય સમજાતું નથી. મુક્તિગામી જીવો ઘણી આતાપના અને પરિષહો વેઠયા પછી કર્મથી મુક્ત થયા છે. ગતિમાં મતિ અને શ્રુતનો ઉપયોગ શા માટે ? આત્માને આ જ્ઞાન ગુણરૂપે છે કે પર્યાયરૂપે તે સમજી લેવું. ગુણરૂપે હશે તો જ વિકાસક્રમ થશે. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે કેવી સંગતિ છે તે વિચારી લેવું અને તેમાં વિરતિનો ઉદય આવે તો શ્રુત પરિણામરૂપ થાય. અને જો અજ્ઞાનવશ થાય તો તિર્યંચ આદિ ગતિમાં જાય. શ્રુતનું કામ પરિસ્થિતિને સ્પષ્ટ કરવાનું છે. અને કેવળજ્ઞાન સુધી સહાયક થવાનું છે. મતિ શ્રુતની શુદ્ધતા અતિન્દ્રિય શકિતમાં લઈ જાય છે. પણ જો પ્રકૃતિમાં અશુદ્ધિ હશે તો તેનો ઉપયોગ પૌદ્ગલિક સુખમાં થશે. માટે મતિ શ્રુતજ્ઞાન સાથે વિરતિને જોડવી તે જ ધર્મ છે. ઉપવાસ દેહભાવથી કરે કે રોગ મટાડવા કરે તો રોગ મટે, પણ જ્ઞાન વગર ભવરોગ ન મટે. શરીર નીરોગી થતાં પાછું સુખ ઈચ્છે પણ ખરું. કારણ કે મૂળમાં દેહભાવ હતો. જ્ઞાન પર્યાયરૂપે હોય તો દેહ-જન્યભાવો રહે અને ગુણરૂપે હોય તો આત્મભાવ પરિણમે. ગુરુનું કર્તવ્ય જ્ઞાનનું ભાન કરાવવાનું છે. ગુણરૂપે જ્ઞાન આપવાનું છે. શિષ્યનું ક્તવ્ય આજ્ઞાપાલન કરવામાં છે. ઉદ્દેશ સાથે સમઉદ્દેશ રાખવો. એટલે જેવું જ્ઞાન તેવું આચરણ. અથવા ગુરુ જેવા ઉદ્દેશથી શિષ્યને ઉપદેશ આપે તેવું જ આચરણ રાખે તે સમઉદ્દેશ છે. આપ્તપુરુષ, તીર્થંકર ભગવાનના વચન ભવથી નિસ્તાર કરે તેવા રહસ્યમય છે. અવધિજ્ઞાન : અવધિજ્ઞાન જીવની જ જ્ઞાન અવસ્થા છે તે પાંચ જ્ઞાનમાં ત્રીજા પ્રકારે છે. અવધિજ્ઞાનના મૂળ બે ભેદ છે. (૧) ભવપ્રત્યય (૨) ગુણપ્રત્યય. ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવો અને નારકને જન્મથી હોય છે. ગુણપ્રત્યય, તપસ્યાદિજ્ઞાનની આરાધનાને લઈને મનુષ્ય અને તિર્યંચને અવધિજ્ઞાન પ્રગટ થાય છે તે ગુણપ્રત્યય છે. ગુણપ્રત્યયના છ ભેદ છે. અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અપ્રતિપાતિ અને પ્રતિપાતિ. સ્વરૂપ અવલોકન ૮૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ ગુણ પ્રત્યય અવધિજ્ઞાનના પ્રકાર : ૧. અનુગામી : એક જગ્યાએથી બીજી જગાએ જવા છતાં આંખની જેમ સાથે રહે તે. અવધિજ્ઞાની સંખ્યાત અસંખ્યાતા જોજન દૂરના ક્ષેત્રને સ્થળાંતરે જોઈ શકે છે. અનનુગામી : સ્થળાંતર થવાથી અદૃશ્ય થાય છે, ઉપયોગરૂપ નથી. ૩. વર્ધમાન : દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની મર્યાદાથી વધતું જાય. હિયમાન : પરિણામોની અહંકાર કુતૂહલ આદિ અશુદ્ધિથી ઘટતું જાય. અપ્રતિપાતિ : આ જ્ઞાન કેવળજ્ઞાનના એક મૂહૂર્ત પહેલા પ્રગટે છે ૪. ૫. અને કેવળજ્ઞાન પ્રગટ થતાં તેમાં સમાઈ જાય છે. પ્રતિપાતિ : પ્રગટ થાય ને તરત જ અદૃશ્ય થાય છે. ભવપ્રત્યય અવધિજ્ઞાનમાં તે તે નારક કે દેવોને ક્ષેત્રાદિની મર્યાદામાં હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાન દ્રવ્યથી : અવધિજ્ઞાન દ્વારા આત્મા અનંતા અનંતરૂપી દ્રવ્યો પૈકી અનંત દ્રવ્યોને જાણે છે, અને જુએ છે. સંપૂર્ણ દ્રવ્યોને જુએ તે પરમાધિ છે. ક્ષેત્રથી : અવધિજ્ઞાની અંગુલના અસંખ્યાતમાં સૂક્ષ્મક્ષેત્રનાં રૂપી દ્રવ્યોને જોઈ શકે અને વધુમાં વધુ અનંત ક્ષેત્રો પૈકી અસંખ્ય ક્ષેત્રને જાણે. કાલ : અવધિજ્ઞાની ઓછામાં ઓછા એક સમયથી વધારે કાલરૂપી દ્રવ્યોને જાણે, જુએ. અને વધારેમાં વધારે અતીત, અનાગત કાળનારૂપી દ્રવ્યોને જાણે અને જુએ. ૬. ભાવથી અવધિજ્ઞાન રૂપી દ્રવ્યોના અનંત પર્યાયને જાણે અને જુએ છે અને અધિકથી અનંત ભાવોને જાણે છે. મતિ અને શ્રુતજ્ઞાન મન અને ઈંદ્રિય સુધી મર્યાદિત છે, અવધિજ્ઞાન ઈંદ્રિયાતીત શક્તિ છે. મિથ્યાર્દષ્ટિનું આ જ્ઞાન વિભંગજ્ઞાન છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાનનો અધિકારી મુખ્યત્વે મુનિ છે. શુદ્ધ ઉપયોગના પરિણામે મુનિને અને કવચિત શ્રાવકને અવધિજ્ઞાન પ્રગટે છે. એ શ્રાવક ભાવસાધુપણે હોય છે. અવધિજ્ઞાન આત્મગુણને સહાયક છે. તીર્થંકર ભગવંતો જન્મથી અવધિજ્ઞાન સહિત જન્મે છે. દ્રવ્ય ક્ષેત્રાદિથી જ્ઞાનની મર્યાદા રહે છે તેથી જ્ઞાન ખરું પણ મર્યાદિત જ્ઞાન-અવધિજ્ઞાન મનુષ્યને પુરુષાર્થથી પ્રગટેલું ગુણપ્રત્યય છે. દેવોને પુણ્યનો ૯૦ સ્વરૂપ અવલોકન Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યય છે. નારકીને પાપનો પ્રત્યય છે. તેથી પાપની સ્મૃતિ થઈ આવે અને વધુ પાપ કરવા પ્રેરાય. ક્ષાયિક સ્પર્શના થઈ હોય પણ નિકાચિત આયુબંધને કારણે નરકગામી થયેલો જીવ કર્મોની ઉદીરણા કરી ઘણાં કર્મોનો ક્ષય કરે. અકામ નિર્જરા હોવા છતાં વિકાસ સાધે છે. ક્ષાયિક સમકિતને કારણે પાપ રસ મંદ રહે છે. નારકમાં વિર્ભાગજ્ઞાન હોય તે દૂરગામી ક્ષેત્રને જાણી શકે, છતાં પરિણામો અશુભ થાય. તપથી નિર્જરા થાય, ભાવ શુદ્ધ હોય તો આવરણ ટળે. જ્ઞાન આત્માનો ગુણ છે. તેના પર આવરણ હોય. તેને દૂર કરવા આત્મા સ્વતંત્ર છે, સદાચાર સહાયક થાય. શ્રાવકની કલ્યાણકારી જવાબદારી પોતાના પૂરતી છે. સાધુની જવાબદારી સ્વ-પર કલ્યાણની છે. પોતાના સંસ્કાર અને વર્તમાનની પરંપરાએ જે સાધન-ક્ષેત્ર મળ્યાં હોય તેમાં આગ્રહ મૂકી જ્ઞાનઆરાધન કરે તો તે ઉચિત છે. શ્વેતાંબર મૂર્તિપૂજક હોય, દિગંબર મૂર્તિપૂજક હોય, સ્થાનકવાસી સ્થાનકને માને, સત્ રીતે આરાધે તો દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના થાય. આત્માગણી છે, છતાં માર્ગ અજ્ઞાનનો ગ્રહણ કરે તો જ અજ્ઞાન બંધાય. મહાપૂર્વધર જેવાએ પણ અગિયારમા ગુણસ્થાનક સુધી જાગૃતિ રાખવાની છે. સાત સુધી તો અનંત ભવભ્રમણની કંઈ ગણતરી નથી. શાસ્ત્રના સિદ્ધાંતો, આચારો, અને ભેદોને ત્રિપદીથી જાણવા તે ઉત્પત્તિ, વ્યય અને ધ્રૌવ્ય. હેય, શેય અને ઉપાદેય. ક્ષાયિક સમકિતભાવે ન થાય ત્યાં સુધી શાસ્ત્રજ્ઞાન આ રીતે સહાયક થાય. નવ તત્ત્વોમાં કયા છોડવા જેવાં છે, જાણવા જેવાં છે અને આરાધવા જેવાં છે તેનો વિવેક સમજી લેવો. ઉત્તરોત્તર વિકસતા જ્ઞાનમાં પુરુષ પર્યાયને પ્રાધાન્ય અપાયું છે. સ્ત્રી દેહને સ્વભાવે કોમળતા, ગર્ભાધાન જેવા અંતરાયોને કારણે કેટલીક મર્યાદા રહી છે. અશુદ્ધ પુદ્ગલો બીજા દ્રવ્યને અશુદ્ધિની અસર પહોંચાડે છે. તેથી માસિક જેવા પ્રસંગે કેટલીક વિધિઓને વજર્ય ગણી છે. દેહને પણ શુદ્ધ કરવો પડે છે. તેની શુદ્ધિ જરૂરી છે. આવાં કેટલાંક કારણોસર ગૌણતા રહી છે. ભવ્યને અવધિજ્ઞાન ચારિત્રગુણમાં સહાયક બને છે. મતિ તથા શ્રુતજ્ઞાન સુધી કર્મની પ્રબળતા હોય છે. અવધિજ્ઞાનમાં ઉપયોગની કંઈક શુદ્ધતા રહે સ્વરૂપ અવલોકન ૯૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ છે. દેવોને પણ આ જ્ઞાન વડે શુભભાવના રહે છે. તે પણ જો વિભંગજ્ઞાની હોય તો ઉપદ્રવ કરે. મનુષ્ય અને તિર્યંચને લબ્ધિ-ગુણપ્રત્યય છ માસથી વધારે આ જ્ઞાન ન ટકે. સમ્યગુભાવ હોય તો ટકે છે અને તીર્થકરના કલ્યાણકોમાં ભાવપૂર્વક વૃદ્ધિ કરે છે. શુદ્ધ ઉપયોગને કારણે અવધિજ્ઞાન અનુગામી, વર્ધમાન અને અપ્રતિપત્તિ ત્રણે પ્રકારે વિકસતું રહે છે. અતિમુકત કુમારને ઈરિયાવહિયા પડિક્કમતા, ઉપયોગમય દશાને કારણે સાધુપણાનું આત્યંતિકપણે ભાન થયું. પ્રશ્ચાત્તાપ યુક્ત પરજીવની દયા ચિંતવી. પોતાની પણ દયા ચિંતવી. અને પુલનું મમત્વ છોડ્યું. કર્મક્ષય થતાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને વટાવીને કેવળજ્ઞાન પામ્યા. પોતાની દયા ચિંતવવાથી પાપકર્મોથી નિવૃત્તિ થાય, તેમાં પરદયા સમાઈ જાય. કેવળ પરદયાથી આત્મશુદ્ધિ થતી નથી. જેમ કે કોઈ અવધિજ્ઞાની દેવને કોઈ મનુષ્યની દયા આવે અને જમીનમાં દાટેલું ધન બતાવે તો તે દયાભાવ ખરો પણ તેમાં ગૃહસ્થને લૌકિક લાભ થાય તેથી હિંસાભાવ આવે. આવાં કારણોથી આ જ્ઞાન ઘટતું જાય. એક સમયમાત્રમાં કેટલાયે પુગલોનો ફેરફાર થાય. કેવળજ્ઞાની જાણે તેનાથી અનંતમા ભાગનું અવધિજ્ઞાની જાણી શકે. આ જ્ઞાન પદ્ગલિકરૂપી પદાર્થોને જણાવે છે. તે બધું જોઈને જીવ કુતૂહલમાં કે લાલસામાં જાય તો તે જ્ઞાન નમી જાય છે. જે ક્ષેત્રે આવે ત્યાં જ્ઞાન સતરૂપે ન રહે તો તે ક્ષેત્રવાસ જડતાભર્યો બને. લબ્ધિ અને ઉપયોગ જ્ઞાન સહિત હોય તો સક્રિયા થાય. લબ્ધિથી આવરણો દૂર ન થાય શુદ્ધ ઉપયોગથી જ આવરણો શુદ્ધ થાય. લબ્ધિવંત હોય, તપસ્વી હોય છતાં જે ઉપયોગમાં ચૂકે તો ઘણો કાળ ભ્રમણ વહોરી લે. વળી અવધિજ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન છતાં કેવળજ્ઞાનમાં તેની અપેક્ષા નથી. આથી ચાર જ્ઞાનના ધારકને પણ તીર્થકરાદિનું આજ્ઞાશરણ અને ભાવપૂજા કહી છે. ભલે નિરાકાર અવલંબન લે. સામાન્ય જીવને સાકાર અવલંબનમાં સ્થિરતા રહે. ઉત્તમ ભાવ ન જાગે તો વિષય સંબંધ ક્ષીણ ન થાય. વળી પ્રમાદમાં આવે અને આયુષ્ય પુરું થાય તો જન્માંતર થતાં સમકિતને બદલે મિથ્યાત્વ ઉદય પામે, તો જે શક્તિ કર્મ દૂર કરવામાં સ્વરૂપ અવલોકન Page #94 -------------------------------------------------------------------------- ________________ કામ આવતી હતી તે છૂટી જતાં જીવ કર્મ ભેગાં કરવામાં લાગી જાય. અને વળી ફરી મહેનત કરવી પડે. મતિ, શ્રુત શુદ્ધ હોય તો કર્મને સમજી બૂઝીને તેનાથી અલગ થઈ જાય. તેના દુઃખથી દૂર ભાગી જવાની મહેનત ન કરે તો તેનો ક્ષય થાય. પરંતુ કોઈ પ્રકારથી શરીરની વેદના જેવાં કર્મોને દાબી દે તો તે કર્મ અન્ય પ્રકારે ઉદયને પુરું તો કરે જ. કર્મ પણ સદાનું બંધાઈને આવતું નથી તેના કાળ પ્રમાણે વર્તીને નિર્જરી જાય છે. કોઈ કર્મનો સમય લાંબા કાળનો હોય ત્યારે ધીરજ રાખવી પડે. શ્રુતજ્ઞાનથી વિશ્વાસ કેળવી આત્માની શક્તિને પ્રગટાવે તો અનન્યભાવથી તે કર્મનો સમય ટૂંકો થાય કે સમભાવે વેદાય. જેને બંધન અઘરું લાગ્યું છે તેને કર્મથી છૂટવાનું રુચે છે. અવધિજ્ઞાન સુધી તો જીવ કેટલીયે વાર પહોંચ્યો. પરંતુ જયારે જયારે આત્મસ્વરૂપને સમજવાની વાત આવે ત્યારે નવું જ લાગે. મતિ શ્રુતજ્ઞાન પરોક્ષ છે, તેની શુદ્ધતા વગર અવધિજ્ઞાન ટકે નહિ, કે કર્મ શોધન માટે કામ ન આવે. મને ધર્મ શા માટે પ્રાપ્ત નથી થતો તેની વિચારણા કરવી. બાહ્યાચારથી લોકો મને ઓળખે છે તે હું નથી. ખરેખર ચિત્તની દશા કેવી છે તે વિચારવું. બાહ્યાચારના દંભમાં પડયો એટલે જીવ બહાર ફરવા નીકળ્યો. કષાયરૂપી મોહનીય કયાં છે તે વિચારવું. જ્ઞાન અને દર્શનાવરણ સાથે મોહનીય ભળે ત્યાં આત્માનું બળ દબાઈ જાય. આવા અંતરાયને કારણે અવધિજ્ઞાન શુદ્ધ ન થતાં વિર્ભાગજ્ઞાન થાય છે. સમકિતિ દેવો અવધિજ્ઞાનથી તીર્થકરાદિના કલ્યાણકોમાં ભાવથી જોડાય. મહદ્અંશે વ્યંતર દેવોને વિર્ભાગજ્ઞાન હોય. મન:પર્યવજ્ઞાન : અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી જીવોના મનના વિચારોને જાણે તે ચોથા મન:પર્યવજ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદ છે. બીજાના મનના ભાવોને સામાન્ય સ્વરૂપને જાણવું તે ઋજુમતિ છે. બીજાના મનના ભાવોને વિશેષ પણે વિવિધરૂપે જાણવું તે વિપુલમતિ છે. મન:પર્યવ તે આત્માનો ગુણ હોવા છતાં પ્રમાદ વશ મંદતા આવે. ઋજુમતિ કરતાં વિપુલમતિમાં વિશાળતા છે. મન:પર્યવજ્ઞાન સંયતિ મુનિને જ થાય છે. તે મુનિઓ જ્ઞાન તપ, લબ્ધિ વગેરે જુદા જુદા વિષય લઈ સ્વરૂપ અવલોકન ૯૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ સતત આત્મભાવમાં હોય છે. આ જ્ઞાનની શક્તિનો ઉપયોગ અન્યના ભાવ જાણવા માટે કરતા નથી. કવચિત કલ્યાણ અર્થે કરે. પોતાનાજ શ્રત આદિ વિષયની વિચારણા કરે. આ જ્ઞાન સાથે દિવ્ય લબ્ધિ ઉપાર્જન થાય છે, તે લબ્ધિને કારણે શ્રતધર કેવળી થાય છે. કેવળજ્ઞાન થતાં આ લબ્ધિઓ સહજ સમાઈ જાય છે. ગમે તેવી લબ્ધિઓ હોય તે પૌલિક છે. મન:પર્યવજ્ઞાન સાથે ચારિત્રગુણ અવશ્ય હોય. મનઃપર્યવજ્ઞાની તત્ભવ મોક્ષગામી હોય છે. પૂર્ણચંદ્ર સમાન કેવળજ્ઞાનમાં મન:પર્યવ જેવા જ્ઞાનની અપેક્ષા નથી. આ જ્ઞાન એ અપેક્ષાએ શુદ્ધ છે છતાં કેવળજ્ઞાનની અપેક્ષાએ અનંતમાં ભાગે છે. કેવળજ્ઞાન : આ જ્ઞાન પૂર્ણ છે ચાર ઘાતી કર્મોનો ક્ષય થવાથી વીતરાગદશાએ પ્રગટ થાય છે. જેમાં પૂર્વના ચાર જ્ઞાન સમાઈ જાય છે. તેરમું ગુણસ્થાન છે. જેમાં ત્રિકાળનું, ત્રણેલોકના, દરેક પદાર્થો-પરમાણુઓની તમામ અવસ્થાઓ યુપદ-એક સાથે જણાય છે. દેખાય છે. જેમાં જ્ઞાનનો ઉપયોગ મૂકવાની જરૂર નથી, સહજપણે જણાય છે. કેવળી ભગવાન પૂર્ણ વીતરાગ સ્વરૂપ હોવાથી કોઈ વિકલ્પ કે કુતૂહલ નથી. કેવળી ભગવાન તો સ્વસ્વરૂપમાં લીન છે. ઉપયોગ પૂર્ણ સુખ આનંદ સ્વરૂપ છે. કેવળી પરમાત્મા ચરમદેહી છે. ચૌદમું ગુણસ્થાનક પ્રાપ્ત કરી સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે. જન્મમરણ રહિત થઈ મુક્ત થાય છે. જ્ઞાનાવરણની વિશેષ સમજ : આત્મા સ્વયં જ્ઞાનપ્રકાશ છે, પરંતુ અજ્ઞાનરૂપી આવરણને કારણે પરિભ્રમણ થયું છે. આંખ પદાર્થને જોઈ શકે છે પણ જો આંખ પર પટ્ટી મારીએ તો જોઈ શકાતું નથી. તેમ પાંચે જ્ઞાનને આવરણને કારણે જ્ઞાનાવરણ હોય છે. જેમકે મતિજ્ઞાનના આવરણને મતિજ્ઞાનાવરણ કહે છે. દર્શનાવરણ દરવાન જેમ ઘરમાં જતા રોકે છે તેના જેવું છે. આ દર્શનાવરણના ચાર અને નિદ્રાના પાંચ મળીને કુલ નવ ભેદ છે. જ્ઞાનને આવરણ કરવાવાળા કર્મને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. જેવી રીતે આંખ પરની પટ્ટીને કારણે પદાર્થ જોઈ શકાતો નથી તેમ જ્ઞાનાવરણના પ્રભાવથી આત્માને સ્વરૂપ જાણવામાં અંતરાય આવે છે. છતાં કોઈ પ્રકારનું સ્વરૂપ અવલોકન Page #96 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ન જ હોય તેવું નથી. જેમ ગમે તેટલાં વાદળોમાં સૂર્ય છૂપાઈ જાય છતાં તેનો થોડો પ્રકાશ તો રહે છે જ અને તે પ્રકાશમાં પદાર્થ જણાય છે તે જ પ્રમાણે ગમે તેવાં ગાઢ કર્મો હોય તો પણ આત્માને અંશે પણ મતિ, શ્રુત જ્ઞાન હોય છે. આવરણની તરતમતા પ્રમાણે જ્ઞાનનો ઉઘાડ રહે છે. (૧) ભિન્ન ભિન્ન પ્રકારના મતિજ્ઞાનને આવરણ કરનાર ભિન્ન ભિન્ન જ્ઞાનાવરણીય છે. જેમ મતિજ્ઞાનના મુખ્ય અઠ્ઠાવીસ ભેદ છે. અને અંતર્ગત ત્રણસો ચાલીસ ભેદ છે. તેમ દરેક ભેદે આવરણની ભિન્નતા છે એક અસત્ શબ્દ માત્રથી મતિજ્ઞાનાવરણ ગ્રહણ થાય છે. શ્રુતજ્ઞાનના ચૌદ અને વીસ ભેદ છે તે રીતે શ્રુતજ્ઞાનાવરણ તે તે પ્રકારે છે. (૩) અવધિજ્ઞાનને આવરણ કરનાર અવધિજ્ઞાનાવરણ છે. (૪) મનઃ પર્યવજ્ઞાનના આવરણને મન:પર્યવજ્ઞાનાવરણકર્મ કહેવાય છે. (૫) કેવળજ્ઞાનનું આવરણ કરનારને કેવળજ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. આ પાંચ જ્ઞાનાવરણમાં કેવળજ્ઞાનાવરણકર્મ સર્વધાતી છે. પૂર્ણ ગુણને આવરણ કરે બીજા ચાર આવરણ દેશઘાતી છે. અલ્પ આવરણ હોય. દર્શનાવરણીય દ્વારપાળ જેવું છે. રાજાની ઈચ્છા હોય પણ દ્વારપાળ નારાજ હોય તો રાજાનો મેળાપ થતો નથી તે રીતે દર્શનાવરણ કર્મ જીવરૂપી રાજાની દર્શન શક્તિને બાધા પહોંચાડે છે. ઈદ્રિય વિષયોમાં ગાઢ સંબંધ થાય તેમ જ્ઞાનાવરણ ગાઢ થાય. માત્ર આંખથી જોયેલી ચીજ આંખને જ આસક્તિ નથી પહોચાડતી પણ તેની સાથે બીજી ઈદ્રિયો પણ ઉત્કટતા અનુભવે છે. આમ દશ્ય એ આંખનો વિષય હોવા છતાં ગૌણપણે બીજી ઈદ્રિયો તેમાં આસક્ત થાય છે. મન સાથે તેનો મુખ્ય સંબંધ છે. દશ્યનું દર્શન થવું તે ચક્ષુઈદ્રિયનો સંબંધ છે, પણ તેમાં મન રસ ન લે તો બીજી ઈદ્રિયો શાંત રહે છે. તેથી વિશેષ સંબંધ થતો નથી અને જ્ઞાન કે દર્શનનું આવરણ થતું નથી. સાક્ષીભાવ આવરણને રોકે છે. પદાર્થનો અને સ્વભાવનો વિવેક આવરણને અટકાવે છે. જ્ઞાનકર્મ બચાવે છે. મોહનીય કર્મના કારણે કષાયની વિકૃતિથી રસ ઉત્પન્ન થાય છે. અને ઘાતી કર્મને આશ્રયે અઘાતી કર્મનો ઉદય રહે છે. ગુણોની હીનતા હોય ત્યાં સુધી સમકિતની ઢાલ જોઈએ. બે ઘડીની જાગૃતિ સ્વરૂપ અવલોકન ૯૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ ભળતાં આવરણ દૂર થાય છે. ઉદયકર્મ ભોગવાઈ જાય. ઋષભદેવના સમયમાં (શિષ્યો) મનુષ્ય નિર્દોષ હતા. નટનો ખેલ જોવા રોકાયા. પ્રભુએ કહ્યું કે સાધુથી નરના ખેલ ન જોવાય. તરત જ તેઓ બોધ પામ્યા. તીવ્રરસ કે બીજી ઈદ્રિયોની ઉત્કટતા ન હોવાથી જ્ઞાનાવરણીય કર્મનું આવરણ બંધાય પણ મોહનીયકર્મ સુધીનું આવરણ ગ્રહણ ન કરે. મહાવીર સ્વામીના સમયના (શિષ્યો) મનુષ્યો વક્ર બુદ્ધિના હતા. મતિ, કલ્પનાની ઉત્કટતા જેવા રસોથી જ્ઞાનદર્શનનું આવરણ અને સાથે મોહનીયનું આવરણ ગ્રહણ કરતાં. કુતર્ક કરીને રસને પોષતા. જેમકે પ્રભુએ કહ્યું કે નટીનો ખેલ ન જોવો. તો નટનો જોવા રોકાયા. - આ યુગમાં મનુષ્યો નાટક સિનેમા વગેરે જુએ છે અને કહે છે કે તેમાં ઘણું શીખવાનું મળે છે. મનમાં કેવા વિકારો ઊઠે છે તે કોણ જાણે? તેવા પ્રસંગે દર્શનાવરણ અને જેવી વૃત્તિની ઉત્કટતા તેવું જ્ઞાનાવરણ બંધાય. જે જે વિષયમાં જેવો રસ, તે તે પ્રકારે વિવિધ ભેદે આવરણ થાય. સંસારરૂપી નાટકને જોઈ જીવ બોધ પામે તો આવરણ ઘટતું જાય. પણ એકાદ કલાકમાં પૂરા જીવનને જે નાટકાદિથી જોવાય તે જોવા વાસ્તવિક જીવનમાં ઘણાં વર્ષો ગાળવાં પડે તેવી ધીરજ કયાંથી રહે? કેવળ પોતેજ પોતાના કર્મનું નાટક જુએ તોય કેટલાં વર્ષો ચાલે. અને એ નાટક પણ વાસ્તવિક નથી. સિનેમાનાં દૃશ્ય તો કલ્પનાથી ઊભાં કરેલાં છે. તેનાં દશ્યોમાં મોહના રંગો હોય છે. તે શું શીખવે? તે તો આવરણ જ ખડાં કરે. ધર્મકથામાં બોધનો રંગ હોય છે તે આવરણ પાતળાં કરે. દરેક કર્મ તેના રસ પ્રમાણે કાળ અને સ્થિતિ પ્રાપ્ત કરે છે. અને કર્મ પુગલ પ્રદેશોને જીવ ગ્રહણ કરે છે. એ કર્મો ઉદયમાં આવે અને જીવને વિવેક જન્મે તો ઉદય સમયે ઉકેલ થશે. આવરણથી આત્મા સર્વ રીતે દબાઈ જતો નથી. મન અને ઈદ્રિયોના રસની પ્રબળતાને કારણે કર્મ ઉદયકાળ સમભાવ રહેતો નથી. એટલે કર્મ ભોગવાઈ જાય છે અને નવા ગ્રહણ થાય છે. તે અકામ નિર્જરા થાય છે. ઉપયોગ જાગૃત રહે તો સકામ નિર્જરા થાય. ઉપયોગ ન રહે અને કષાયોનો બચાવ કરે તો અતિચાર આલોચનાને બદલે ઉતરતો ઉતરતો અનાચાર સુધી પહોંચી જાય. અને પરાધીન થઈ મોટો ભોગ આપે. સ્વરૂપ અવલોકન Page #98 -------------------------------------------------------------------------- ________________ આવરણ જેવું ગાઢ તેવો પુરુષાર્થ પણ બળવાન જોઈએ. તીર્થકર આદિ જ્ઞાની મહાત્માઓ એક એક વિષયની અતિ સૂક્ષ્મ વિચારણા અહોરાત્ર કરતા. ઘડીક વિસામો લે તો પણ મૂળ વિષયને ન ભૂલે. દ્રવ્યમનથી બે ઘડી ટકે. પણ ભાવમનની સ્થિરતાને કારણે વળી વિચારણા આગળ ચલાવે. આવો સતત ઉપયોગ તેવા જ્ઞાનીઓને જ રહી શકે. ક્ષયોપશમીને બે ઘડી પણ ન રહે. વચમાં વિચારધારા તૂટે તો કેટલા કર્મ પુદ્ગલો આવી જાય. જીવ એક પળ પણ ઉપયોગ વગરનો નથી હોતો. માટે વિચારોની નિયમિતતા અને સ્થિરતા કેળવવી જે બાહ્ય કોઈપણ ક્રિયાની ધારાને રોકી ન શકે. શુભ અધ્યાવસાયથી અશુભને રોકી શકાય. તપ વગેરે કર્મોને પાતળા કરવા માટે છે, તપથી ઈદ્રિયોના રસો સુકાવા જોઈએ. તે સમયે વિતરાગના સ્વરૂપનું ચિંતન કરવું. મન અને ઈદ્રિયોને પણ તેનું ઐશ્વર્ય છે. વિષયલોલુપતાને કારણે નિર્બળતા મનાઈ છે. તેનું સંશોધન કરવું જોઈએ. નાનામાં નાનું ઈદ્રિય વિષયનું સુખ જીવને દર્શનાવરણ કરાવે છે. પ્રમાદથી બહાર નીકળવું તે શ્રાવકની દશા છે. નિત્ય જાગૃત દશા તે સાધુતા છે. જીવનમાં જે કંઈ અનુકૂળતા મળી તે સારી લાગવા માંડે તેમાં સાર્થકતા નથી. અને અનઉદ્દેશથી જીવનમાં કંઈ સાર નથી. ચૌદપૂર્વધર પ્રમાદમાં રહે તો આવરણ બંધાય, તો સામાન્ય જીવે કેવી રીતે જીવવું તે વિચારવું. મહા આરાધક તીર્થકર જેવા જીવ તો ગર્ભથી જ યોગીદશા ગાળે છે. સામાન્ય જીવ તો સતત્ કર્મ બાંધે છે. દેહ છૂટતાં વિગ્રહગતિ સમયે ૩ થી ૪ સમય માત્ર તેજસ અને કાર્પણ શરીર સહિત વિસામો ગણો કે કર્મ બળથી પ્રેરાઈને જીવ બીજી ગતિ ધારણ કરવા માટે નિસાસો લે છે તેમ ગણો. તરત જ બીજું શરીર ધારણ કરી કર્મની ગોઠવણમાં પાછો પડી જાય છે. વિષયમાં જતી એકે એક વૃત્તિ પ્રકૃત્તિનો થોડો થોડો ભાગ રોકે તો જ્ઞાનાવરણ છૂટે કયારે? નિત્ય તપોમયભાવ રાખે તો વૃત્તિઓ શિથિલ થાય. એક આહારની ગરજમાં સ્વાદ, ગમો, અણગમો આવે કષાયભાવ વધે તેનાથી કર્મબંધ થાય. આહારથી પોતાને ભિન્ન કરવાને બદલે તેની વિટંબણામાં પડ્યો. ખરેખર જરૂર કેટલી ? ઈદ્રિયોના દરેક વિષયનાં સુખો, નિદ્રા વગેરે માટે આવો વિચાર કરે છે શાને માટે જીવવું છે ? સ્વરૂપ અવલોકન Page #99 -------------------------------------------------------------------------- ________________ કર્મના કાર્યકારણભાવને જાણીએ તો તેના બંધને તોડી શકાય. કર્મની મૂળ અને ઉત્તર પ્રકૃત્તિને તોડવા પાંચે જ્ઞાનની વિચારણા લીધી છે. પ્રકૃત્તિ સાથે આત્માનું જોડાણ થવાથી કર્મપુદ્ગલપ્રદેશો આત્માને ઘેરી લે છે. રસ પ્રમાણે રસબંધ પડે છે. પછી કાળ નિયત થાય છે. માટે મૂળ પ્રકૃત્તિને જ દિશાંતર કરવી, જેથી કર્મને દાખલ થવાનાં આશ્રયદ્વાર ન મળે. દરેક જ્ઞાનીએ પણ પૂર્વે સત્-અસત્ અવસ્થાઓ ભોગવી હતી. છેવટે કર્મનો પરિપાક શું હતો ? કર્મનો છેદ કરતાં કરતાં કર્મનો પૂર્ણ ક્ષય કરી કેવળજ્ઞાનને વર્યા. જ્ઞાનથી જ કર્મ દૂર થાય. કેવળ કર્મગ્રંથ શીખે ગ્રંથિ ન ભેદાય. પરથી જુદો પડે તો ભેદજ્ઞાન થાય. આત્મપ્રેમ જાણે તેને પળે પળે તેનું જ રટણ રહે. જ્ઞાનભાવે પ્રકૃત્તિનું પૃથ્થકરણ કરે તો કર્મ પાતળાં પડે. પરમ શુદ્ધિ ક્ષાયિકભાવે થાય. અજ્ઞાનને વિચારવાથી અજ્ઞાન ન ટળે. જો લક્ષ ચોક્કસ ન થાય તો ઉદ્દેશ ન ફળે. જ્ઞાનીઓએ અનેક માર્ગ અને રીત બતાવ્યા તેમાંથી વિવેકપૂર્વક ધ્યેય નક્કી કરવું. અજ્ઞાનથી છૂટા કેમ થવાય ? જ્ઞાનીઓએ જ્ઞાન આરાધન માટે શાસ્ત્રો રચી આપ્યાં. તેના અભ્યાસથી રુચિ થાય તે પછી જ્ઞાનાનુભવ માટે વધુ પુરુષાર્થ કરવો પડે. આપણા હાથમાં શાસ્ત્રો શ્રુતરૂપે આવે છે. તેમાં ઊંડા ઉતરીએ તો આવરણ ઘટતું જાય. જીવ ગમે તે વિચાર વિકલ્પ તો કરતો જ હોય છે તો જ્ઞાનનો વિચાર કાં નથી કરતો ? ઈચ્છાનિરોધ માત્ર તપ છે. કોઈપણ વિચાર કે વૃત્તિ શ્રુતજ્ઞાનને, આત્માના સ્વગુણને પ્રકાશ કરનાર છે કે નહિ ? તેની સતત જાગૃત્તિ રાખવી. અને અજ્ઞાન તરફ જતી વૃત્તિને રોકવી. પ્રકૃત્તિ ગુણરૂપ થઈ શકે. તેનો બંધ તે વિરૂપ છે. મિથ્યાત્વના ઉદયમાં મિથ્યાભાવનો ઉપશમ કરી શકાય. ક્ષય ન થાય. ઉપશમમાં આવે શક્તિ વધે. જેમ જેમ જ્ઞાન આત્મગત થાય તેમ તેમ સ્પષ્ટતા થતી જાય. સંયમધર્મ પામે તે સુખ પામે. પૂર્વસંચિત જ્ઞાનનું આવરણ હોય ત્યારે શ્રુત આરાધનને બદલે શબ્દ આરાધન થાય. પંચવિધ સ્વાધ્યાય થાય તો આવરણ ઘટે. શાસ્ત્રાભ્યાસમાં કેવળ આનંદ માને આવરણ ન ઘટે. શ્રુતનો શુદ્ધ અભ્યાસી ન હોય તો તે અજ્ઞાન ફેલાવે. ૯૮ સ્વરૂપ અવલોકન Page #100 -------------------------------------------------------------------------- ________________ દર્શનાવરણ દર્શનને દ્વારપાળની જેમ રોકે છે. છતાં સમ્યફભાવે તેનો ઉકેલ આવે. પોતાના સ્વભાવને ન છોડે તો બધું ગોઠવાય. વિષયરોગ આંખને લાગતો નથી. આંખ તે દશ્યને ગ્રહણ કરે છે. અને મન તેમાં રસ લે છે પછી તેમાં રાગાદિભાવ કરી બંધાય છે. જગતના મિથ્યાજ્ઞાનથી આત્મજ્ઞાન બીજે છેડે છે, અજ્ઞાન એ જ્ઞાનનું આવરણ છે. અસત્ ઉપયોગને કારણે જ્ઞાન ઢંકાઈ જાય છે. આથી આત્મા વિભાવમાં જોડાઈ સમયે સમયે કર્મબંધ કરે છે. માટે શુદ્ધ દર્શન અને જ્ઞાનની જરૂર છે. બંધથી છોડવનાર ધર્મમિત્ર છે. આ જીવને આવરણ છે માટે આવરણને જાણવાની જરૂર છે. જેથી તેનાથી મુક્ત થવાય. દર્શનાવરણીસકર્મ વસ્તુના સામાન્ય બોધને આવરણ કરે તે. દર્શનાવરણના ચાર ભેદ છે. ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ દર્શન. (૧) આંખને કોઈપણ પદાર્થનો સામાન્ય બોધ ગ્રહણ કરવામાં આવરણ થાય તે ચક્ષુદર્શનાવરણ છે. (૨) ચક્ષુ સિવાયના ત્વચા, જીભ, નાક, કાન તથા મનથી પદાર્થનો સામાન્ય ભાસ થાય, તે અચક્ષુદર્શન છે તેના આવરણને અચક્ષુદર્શનાવરણ કહે છે. (૩) ઈદ્રિય અને મનની સહાય વગર આત્માને રૂપી દ્રવ્યના સામાન્ય ધર્મનો બોધ થાય છે તે અવધિદર્શન છે અને તેના આવરણને અવધિ દર્શનાવરણ કહે છે. (૪) સંસારના સંપૂર્ણ પદાર્થોનો સામાન્ય બોધ તે કેવળદર્શન છે તેના આવરણને કેવલદર્શનાવરણ કહે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય અને ત્રણઈન્દ્રિયધારી જીવોને, ચક્ષુદર્શનાવરણ હોય છે. અને તેથી તે જીવો તે યોનિમાં જ ઉપજે છે. ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના જીવોને ચક્ષુ હોવા છતાં રોગાદિથી ચક્ષુ કામ નથી આપતાં તે આવરણ છે. મન:પર્યવમાં દર્શનાવરણ નથી કારણ કે આ જ્ઞાન વિશેષ ભેદ કે ધર્મને જ ગ્રહણ કરે છે. મન:પર્યવજ્ઞાનની એટલી વિશુદ્ધિ છે કે વિશેષધર્મ ગ્રહણ કરે છે. તેમાં સામાન્ય બોધની અપેક્ષા નથી. સ્વરૂપ અવલોકન ૯૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન તો પૂર્ણ છે તેમાં સામાન્યબોધની જરૂર નથી. પરંતુ વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષ બે પ્રકારે હોવાથી કેવળ દર્શનાવરણ હોય છે. દર્શન પાંચે ઈદ્રિયથી થાય છતાં ચક્ષુને જુદુ પાડવાનું કારણ એ છે કે વ્યવહારમાં પણ ચક્ષુનું જોવું પ્રત્યક્ષ ગણાય છે. દૂર રહેલા પદાર્થનું પ્રતિબિંબ ઝીલી લે છે. બીજી ઈદ્રિયો પોતામાં જાણકારી ઉત્પન્ન કરે છે. દર્શનાવરણ ઈદ્રિયોની શક્તિને રુંધે છે. અને વિપરીત બુદ્ધિ કરાવે છે. દર્શનના ત્રણ પ્રકાર છે. સામાન્ય, લબ્ધિ અને શુદ્ધ-અશુદ્ધ ઉપયોગ. સામાન્ય દર્શનથી ઈષ્ટફળ ન આવે. વિતરાગદેવની મૂર્તિને જોઈને તેમાં ભાવ ન જોડાય તો આવા સામાન્ય દર્શનથી દ્રવ્ય આવરણ ન જાય. પ્રતિમા જોઈને વિતરાગ ભાવ ન આવે પણ રાગાદિ જન્મે તે લબ્ધિ શક્તિરૂપ ન થવાથી ભાવ આવરણ આવે. શક્તિ આવરણરૂપ નથી. પણ આવરણ થાય ત્યારે ઉપયોગ વિભાવરૂપ થાય. નિશ્ચયનયનો આધાર શુદ્ધિના કારણરૂપ છે. દર્શનની શુદ્ધિ બારમા ગુણસ્થાનક સુધી જાળવવાની છે, તે માટે શુદ્ધ ક્રિયા કહી. ઉપયોગ શુદ્ધ ન થાય ત્યાં સુધી આવરણ ન ખસે. નાના પ્રકારની ક્રિયાથી ઉપયોગની સ્થિરતા બતાવી. છ આવશ્યક ક્રિયાધર્મ : (પ્રસંગોપાત વિચારણા) પ્રતિક્રમણ એટલે સૂક્ષ્મ રીતે પોતાના દોષો જોઈને તેનાથી પાછા વળવું. જે સમયે જે દોષ લાગ્યો હોય તેનું પ્રાયશ્ચિત કરવું. તેમ જ આવશ્યકની વિધિને સમજપૂર્વક કરવી. તેના છ પ્રકાર છે. (૧) સામાયિક : પ્રથમ વિધિપૂર્વક સામાયિક લેવું. સવિશેષ સમભાવ ધારણ કરવો. સમભાવ વગર પોતાના દોષોને નિઃપક્ષપાતપણે જોઈ શકાય નહિ. અજ્ઞાનને કારણે પોતાના દોષો જોવા જાય તો પણ તે સ્પષ્ટપણે દેખાય નહિ. વિધિ સામાયિક સમભાવના અભ્યાસ માટે છે જે ૪૮ મિનિટ માટે સાવદ્ય ક્રિયાના ત્યાગરૂપ છે. (૨) ચઉસિચ્યો : લોગસ્સનો કાઉસગ્નમાં ચોવીસ તીર્થંકરની ભક્તિ સાથે ભાવ દેઢ કરવો. તેમના ગુણોનું રટણ આપણા દોષોને મોળા કરે. પરમાત્મસ્વરૂપ સાથે પોતાની વૃત્તિને જોડે જેથી ચિત્ત સ્થિર થાય, અને ક્રિયા સતરૂપે પરિણમે. (૩) વંદન : ઓઘે ઓધે જડવત્ ક્રિયા કરે તો વંદનનો વિધિ સમજાય સ્વરૂપ અવલોકન ૧૦૦ 900 nterational Page #102 -------------------------------------------------------------------------- ________________ નહિ. વંદનથી પોતાના દોષોને ટાળવા ગુરુની સહાય લેવાની છે. અને મન, વચન તથા કાયા વડે કે જે કંઈ દોષ થયા હોય તેનાથી મુક્ત થવા માટે વંદન કરે. (૪) પ્રતિક્રમણ : સદેવ, સદ્ગુરુ અને સામાયિકરૂપી સદ્ધર્મની આરાધના કરે. આ આરાધનામાં શુદ્ધિ થાય. આવા પ્રતિક્રમણની આરાધના કરનાર શ્રાવક દુરાચાર તો ન જ સેવે સદાચારી હોય. પાપકર્મથી પાછા વળવું, થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું તે પ્રતિક્રમણ છે. (૫) કાઉસગ્ગ ઃ પ્રભુના તપ અને ધ્યાનની સુવિચારણા કરે અને સામાન્ય પ્રકારના પરિષહોને સહન કરે. ઊભા ઊભા કાઉસગ્ગ કરે. ઠંડી અને તાપને સહન કરે. મચ્છરાદિના ઉપદ્રવને જાગૃતિના નિમિત્ત માને. આમ કાઉસગ્ગમાં ચિત્તની સ્થિરતા વધે તેવો ભાવ રાખે. દેહભાવનો ત્યાગ થવો તે કાઉસગ્ગ છે. (૬) પચ્ચખ્ખાણ : આવી પ્રતિક્રમણની સક્રિયા કર્યા પછી ઈંદ્રિયો અને મનને રસ પડે તેવું પ્રયોજન ન સેવે. આરંભ સમારંભ ન કરે. પુદ્ગલ ભાવમાં ન જાય કેવળ શાંત થઈ પોતાના સ્વરૂપનું ચિંતન કરે. સામાન્ય રીતે ચૌવિહાર જેવા નિયમ છે. આ રીતે રાત્રી અને દિવસની ચર્ચાને સુશ્રાવક પાપમુક્ત થવા આરાધે. મનની વૃત્તિઓ દોષિત હોય તેથી અતિચાર કે અનાચાર લાગે. પ્રતિક્રમણથી અતિચાર અને અનાચાર તરફથી પાછા વળવાનું છે. જે કર્તવ્યો રોજે કરવાનાં છે તેમાં તો વધુ શુદ્ધિની જરૂર છે. રાગ દ્વેષની વૃદ્ધિ એ કર્મની, ભવભ્રમણની વૃદ્ધિ છે. પાપથી પાછા વળવાનું જો એ ક્રિયામાંથી ન શોધાય તો કેવળ જડવત્ ક્રિયા થઈ ગણાય. દેહાદિને કારણે પૂર્વ સંચિત પ્રારબ્ધ અનુસાર ક્રિયા તો કરવી પડશે. તેમાં સમભાવે પર રહી ક્રિયા થાય તો નિર્જરા થાય. કોઈ સત્ ક્રિયા જ ન રે, અને નિશ્ચયની વાતો કરે તો જીવ અભિનિવેશમાં જાય. ઉણોદરી જેવા નાના વ્રતનાં સાધનો પણ સાધકને ઉપયોગી છે. ક્રિયાનો વિશેષ આગ્રહ એ ધર્મ નથી. તે શુભભાવ સુધી લઈ જાય. જ્ઞાન સહિત ક્રિયા જ શુદ્ધતા લાવે. યંત્રવત્ કરેલી ક્રિયા ભારરૂપ લાગશે. સમકિતી શું કરે ? જ્ઞાન દર્શન ગુણને ટકાવવા વારંવાર શુદ્ધ ક્રિયા કરે, અંતરાય આવે સ્વરૂપ અવલોકન ૧૦૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ તેને સમભાવે દૂર કરે. અને જે જે દોષ થયા હોય તેને પ્રતિક્રમણના સમયે પૂરી એકાગ્રતાથી આલોચે. આસન, મુદ્રા, વર્ણ, અર્થ આલંબન અને એકાગ્રતા વગર કેવળ શબ્દ રટણ કરવાથી સમય પસાર થાય અને જો ભાવમન જોડાય તો આત્માનો શુદ્ધ ઉપયોગ તેમાં સ્થિર રહે, તે મહાનિર્જરા છે. વિધિ કરવા છતાં તેના યથાફળથી વંચિત કેમ રહેવું? આવી ક્રિયામાં વૃત્તિ સ્થિર રાખવા સમૂહબળ કે સંઘબળનું પ્રયોજન સહાય કરે. પણ દરેકે જાગૃત પોતે જ રહેવાનું છે. સમૂહમાં પ્રમાદ ઓછો રહે પણ જો ટીકા ટિપ્પણમાં પડે તો મેળવવાને બદલે ગુમાવે. આવી સક્રિયામાં પણ ઉપયોગનું શુદ્ધ રહેવું અઘરું છે તો પછી અજાગૃતાવસ્થામાં શું થાય? દરેક ક્ષેત્રમાં રાગનું પ્રધાનપણું વર્તે છે. રાગીને રાગ મળે પછી વિતરાગતા કેવી રીતે પ્રગટે? વિતરાગની પૂજા કરવા જાય અને ચમત્કારમાં કે બાહ્ય આંગી વગેરેમાં રસ આવે તો ત્યાં રાગ થાય. ગુરુની આજ્ઞા પાળવાને બદલે મારાપણું થાય તો ત્યાં રાગ આવે. દેવ ગુરુને નામે થતી ક્રિયામાં પોતાની શ્રીમંતાઈનો દેખાવ થાય તો તેવી ધર્મ ક્રિયામાં પણ રાગ આવે. આમ વિતરાગતા ભજવાને બદલે રાગદશા વધે. પ્રબળ પુણ્યદશા હોય તો જ રાગદશાથી છૂટે, નહિ તો દેશગુરુમાં ભ્રમિત થઈ જાય. અંતરના કષાયો અને બાહ્ય સંયોગો જીવની વૃત્તિને ચલિત કરે છે. અને જ્ઞાનાવરણ-દર્શનાવરણ વધતું જાય છે. સ્વાધ્યાય તથારૂપ નથી થતો. પૂર્ણશુદ્ધિની અપેક્ષાએ ઉપશમભાવ કે શુદ્ધિનું લક્ષ રાખવું. આહાર જેવી લાલસાથી દર્શનાવરણ બંધાય. કારણકે તેમાં સુખ માન્યું, તે પછી બીજી ઈદ્રિયો પણ તેમાં રસ લે. મતિ શ્રુતને શુદ્ધ કરે તો દર્શન મોહ ઘટે. મતિશ્રુત મોહરૂપ નીવડયું પછી જ્ઞાન કેવી રીતે ટકે? ઈદ્રિયોની લબ્ધિ (શક્તિ) તે જ્ઞાનેન્દ્રિયમાં નિમિત્ત કારણ છે. જેમ કે ચક્ષુથી પદાર્થ જોયો, તે ચક્ષુ ઈદ્રિયનો સ્વભાવ છે પણ તેમાં વિકલ્પ કરી ઉપયોગ જોડે ત્યારે સુખ કે દુઃખ ઉપજે તે આવરણ કરે. આવા આવરણને દૂર કરવામાં વ્યવહાર કે નિશ્ચય-શાની જરૂર છે? વ્યવહારધર્મમાં પણ શુદ્ધિ જોઈએ. તેમાં ત્યાગ, સંયમ, તપ, ધ્યાન વગેરેની મુખ્ય આવશ્યકતા છે. નિશ્ચયથી આત્મા શુદ્ધ છે પણ હાલ તે જેવો છે તેવો સ્વીકારી તેને મુક્ત કરવા માટે શુદ્ધ વ્યવહારની કે ક્રિયાદિની જરૂર છે. Jain Edulo International સ્વરૂપ અવલોકન Vww.jainelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ આવરણ એટલે વસ્તુને ઢાંકે. ઈદ્રિય અને વિષય સંબંધની લોલુપતાને કારણે જ્ઞાનદશા પ્રગટતી નથી કારણકે ઉપયોગ ત્યાં રોકાયેલો રહે છે. ઈદ્રિયના આવા આવરણને કારણે અતિઈદ્રિય (શુદ્ધ જ્ઞાન) જ્ઞાન ન થાય. સદેવ ગુરુની શ્રદ્ધા દર્શનાવરણને દૂર કરે કારણકે સદેવ ગુરુની પરમ શુદ્ધ સ્વરૂપદશા સહાય કરે છે. ગાઢ આવરણ હોય તો લાંબો કાળ નીકળી જાય આત્માના જ્ઞાનગુણને આવરણ લાગેલું છે તે દૂર થાય કે ઘટતું જાય તો જ્ઞાનનો ઉઘાડ થતાં સમ્યગુ વિચારણા પ્રગટે. દર્શનાવરણના ચાર ભેદ અનેક પાસાથી સમજવા અને જીવનમાં ઉપયોગ રાખવો. મન:પર્યવજ્ઞાનીને વિશેષતા હોવાથી દર્શનાવરણ નથી હોતું. અવધિજ્ઞાનમાં સામાન્ય ધર્મને જુએ છે તેથી ત્યાં દર્શનનું આવરણ છે. કેવળજ્ઞાનમાં સામાન્ય અને વિશેષ ધર્મ છે તેથી ત્યાં દર્શનાવરણ છે. આ આવરણ ફકત સંપૂર્ણ જ્ઞાનની અપેક્ષા પૂરતું જ છે. આવરણ તે ભારે કસોટી છે. ભૂત ભવિષ્યની કલ્પના વર્તમાનને કેમ સુધારે? પૂર્વકર્મના ઉદયકાળે જો સમકિત દશા હોય તો સન્માર્ગ મળે. કર્મની પરાધીનતા ન આવે. ક્ષાયિક સમકિતી નરકના મહાદુઃખમાં પણ ધીરજ કેમ રાખતા હશે? પુણ્ય ક્ષીણ થતાં સુખ છૂટી ગયું. દુઃખ પણ પોતાના કર્મનું કારણ છે. પૌલિક સંબંધ છે. સમભાવે ભોગવી લે. પ્રકૃતિ તેના ગુણ પ્રમાણે ક્રમે કરીને આવશે. ત્યારે ધીરજથી કામ લેવું, તો કર્મ થાકીને છૂટાં પડશે. અથવા રસહીન થઈ જશે. સંયોગ અને વિયોગમાં જો વૃત્તિ સ્થિર હશે તો આનંદ ટકશે. નિકાચિત કર્મો સાથે નાનાં કર્મો ભોગવાઈ જાય છે. પૂર્વના અજ્ઞાનનું વર્તમાનમાં દર્શન થાય છે, અને તેવાં કર્મો ઉદયમાં આવતાં આશ્ચર્ય થાય છે. એ સંબંધોનું ઋણાનુંબંધ ચૂકવવામાં જો ભૂલ થઈ તો પાછો રાગ કે દ્વેષ થતાં જીવ પરવશ થશે, અને આવરણ વધશે. જ્ઞાનીઓએ આ સર્વ દોષો બતાવી તેનાથી છૂટવાનું કહ્યું છે. જ્ઞાનીઓએ આપેલી વ્યવસ્થા પ્રમાણે ન ચાલે અને પોતાની મતિ કલ્પના પ્રમાણે સ્વછંદ આચરે તો દુઃખ પામે. જ્ઞાનીનું કથન કાર્યરૂપ છે. આચરણ કરતાં અનુભવ આવે અને પુરુષાર્થ વધે. તે પછી બંધ થાય તો પણ તે પુણ્યનો થાય કે જે માર્ગમાં સહાય કરે. વર્તમાનમાં પ્રબળ પુરુષાર્થ ન થાય તો પણ સહનશીલતાનો માર્ગ લઈ શકાય. તેમાંથી બળ મેળવી સ્વરૂપ અવલોકન ૧૦૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ આવરણ ઓછાં કરે. તો માનવજન્મમાં આત્મશ્રેય થવાની શકયતા છે. માટે સાધકે પ્રમાદ ત્યજી સ્વરૂપ લક્ષ્ય કરવું. તે માટે ભૂમિકા અનુસાર અવલંબન લેવું. દર્શનાવરણના હવે બીજા પાંચ ભેદ કહે છે. (૧) નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા તથા પ્રચલા-પ્રચલા અને સ્ત્યાનધ્ધિ પ્રથમના ચાર ભેદ ઈન્દ્રિયની અપેક્ષાએ છે. આ પાંચ ભેદ નિદ્રા વિષયક છે. જેમાં આવરણ વિશેષ હોય છે. કુલ નવ ભેદ છે. (૧) નિદ્રા : સામાન્ય અવાજથી જાગી જાય તેવી નિદ્રાનું હોવું તે નિદ્રા કહે છે. તે નિદ્રાથી જે કર્મ ઉદયમાં આવે તે નિદ્રા છે. (૨) નિદ્રા-નિદ્રા : આ નિદ્રાવશ જીવને ઘણી મહેનતથી જગાડી શકાય તે નિદ્રા-નિદ્રા અને તેવી નિદ્રા જે કર્મથી ઉદયમાં આવે છે તેને નિદ્રાનિદ્રા કહે છે. (૩) પ્રચલા : ઊભા કે બેઠાં જે નિદ્રા આવે, તેને તથા તે કર્મના ઉદયને પ્રચલા કહે છે. (૪) ચાલતા કે ફરતાં જે નિદ્રા આવે તેને પ્રચલા પ્રચલા કહે છે. તે જે કર્મના ઉદયથી આવે તેને પ્રચલા પ્રચલા કહે છે. (૫) સ્ત્યાનધ્ધિ ઊંઘમાં પણ હિંસા જેવું કાર્ય કરી પાછો ઊંઘી જાય છતાં ખબર ન હોય કે આવું કામ કર્યું છે. તે વજ્રરૂપભાનારાચ સંઘયણ વાળો હોય. આ જીવ પ્રાયઃ નરકગામી હોય. દર્શનાવારણથી નિદ્રા અને નિદ્રા દ્વારા દર્શનાવરણ એમ ચક્ર ચાલ્યા કરે છે. નિદ્રાની અસર દરેક ઈંદ્રિય પર પડે છે છતાં ચક્ષુના બંધ થવા સાથે તે વડે તે સ્પષ્ટ જણાય છે. સામાન્ય રીતે જીવ નિદ્રાને સુખનું કારણ ગણે છે તેથી દર્શનાવરણ બંધાય છે. જે પ્રકારે બંધાયું હોય તે પ્રકારે ઉદયમાં આવે. સામાન્ય રીતે નિદ્રા ન આવવી તેને રોગ માનીને દવાના ઉપાયો યોજવામાં આવે છે. સમકિતી-મુનિ તે સમયને જાગૃતિનો કાળ ગણી પ્રભુ સ્મરણ કે આત્મ ચિંતન કરે છે. નિદ્રાના સુખનું ચિંતન ન કરે તો દર્શનાવરણ ઘટે. નિદ્રામાં ઉપયોગ પરનું આવરણ વધુ હોય છે. ચૌદ પૂર્વધર જેવા જ્ઞાનીઓ પણ નિદ્રાવશ થઈ પ્રમાદ સેવે તો દર્શનાવરણ બંધાય. કારણ કે નિદ્રાના સમયે આત્માનો મૂળ ગુણ ઢંકાય ૧૦૪ સ્વરૂપ અવલોકન Page #106 -------------------------------------------------------------------------- ________________ છે. કલ્પિત સુખ માત્ર આવરણ છે. સત્ ઉપયોગ તે જ સુખ છે. ભોગરૂપ સુખની ઈચ્છાને કારણે ઈદ્રિયો આવરણને નોતરે છે. કર્મના ઉદય સમયે ઈદ્રિયોની ઉત્તેજના મળતાં પ્રમાદ અને કષાયથી જીવ ઘેરાઈ જાય છે. અને જ્ઞાન દર્શન ગુણ ઢંકાઈ જાય છે. પુણ્ય જયારે પુરું થાય ત્યારે અધોગતિમાં જવું પડે છે. કે જયાં દેહનું સાધન હોય પણ સંજ્ઞાબળ કામ ન આપે. સામાન્ય રીતે આ કાળમાં જીવને નિદ્રાનું દર્શનાવરણ હોય પણ તે આગળ વધીને પ્રચલા કે પ્રચલા પ્રચલા સુધી ન પહોંચે તેની જાગૃતિ રાખવી જોઈએ. નિદ્રામાં પણ કર્મ છોડતાં નથી. સ્વપ્નાદિથી જીવ સતત સંકલ્પ વિકલ્પમાં રહે છે તે કર્મ. નિદ્રા સુખરૂપ લાગશે તો આવરણ કેમ ઘટશે ? કેવળ વિસામારૂપ માની નિદ્રા સમયે યોગી અવસ્થામાં રહેવું. યોગીને બધા યોગ નિયંત્રિત હોય છે અલ્પ નિદ્રાથી તેઓ વિસામો મેળવી લે છે. અને છેવટે ઉજાગરદશાને ચાહે છે. કારણકે ઉપયોગની શક્તિ આત્માની છે. તેમાં શુદ્ધતા હોય તો થાક કોને લાગે છે? છતાં શરીરની શક્તિ મર્યાદિત છે તેને થાક લાગે તે માટે કંઈ કલાકો સુધી નિદ્રાની જરૂર નથી ! આપણે તો જીવનમાં ત્રીજો ભાગ નિદ્રાવશ થઈને રહીએ છીએ. અને તેમાં સુખ માનીએ છીએ. એ જ મોટું આવરણ છે. ઘણી નિદ્રા એ તો ટેવનું કારણ છે. સંસારી જીવ બીજા દૈહિક સુખ ભોગવવા નિદ્રા ઓછી કરશે, પણ આત્માના કલ્યાણ માટે નિદ્રા જતી નહિ કરે. આહાર અને આચાર નિદ્રાને અસર કરનારાં કારણો છે. અતિ આહારથી પ્રમાદ-નિદ્રા વધે છે. અને વિકાર વધતાં અનાચાર તરફ જીવ વળે છે. પૃથ્વીકાય આદિ સ્થાવર પદાર્થોને જીવ જુદી જુદી રીતે ગ્રહણ કરે છે. તે જ પ્રમાણે આહારમાંથી અણુઓ ગ્રહણ કરીને ઈદ્રિયો વિકાર ગ્રહણ કરે છે. અને તે પ્રકારના પુદ્ગલ પરમાણુઓ મનુષ્યાદિના દેહને ગ્રહણ કરે છે. આથી પૂર્વજનિત સંસ્કારને કારણે શરીર કોમળ, શુષ્ક કે મજબૂત હોય છે. સમકિતી દિનચર્યાને વ્યવસ્થિત રાખે છે. નિદ્રાને સુખ ન માને. આહાર ઔષધવત્ ગણે. ઔષધ પ્રમાણસર લેવાય તેમ આહારને પ્રમાણસર લે છે. યુગલીયાના યુગમાં જીવો કલ્પવૃક્ષમાંથી એક ચણા જેટલો દાણો મેળવી તુષ્ટ થતાં. તે કાળ પૂર્ણ થતાં કાળક્રમે તેમાં પરિવર્તન થયું. ખોરાક સ્વરૂપ અવલોકન ૧૦૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ વધ્યો. અરે ઘણાંને તો ત્રણ કે ચાર વખત ખાવા છતાં ઉદરપૂર્તિ થતી નથી. ખરેખર તો એ આસક્તિરૂપ રોગ છે. મુનિ તો કવળાહારી હોય. તપ આહારના નિયમન માટે છે. તપ પછી એવો વિવેક જન્મે કે આહારનો સંયમ સહજ થાય. જીવ ઈંદ્રિયાદિ સાધનો દ્વારા વ્યવહાર કરે છે. શરીરાદિ આહારથી પોષાય છે. તે આહાર જો શુદ્ધ ન હોય તો જીવ પ્રમાદી થાય છે. અને તેથી દર્શનાવરણ જ્ઞાનાવરણ બંધાય. આ બે કર્મ તરફ જીવ જાગૃત રહે તો અન્ય કર્મ ગાઢ થતાં અટકે. યોગી આહાર એવા પ્રકારે લે છે કે સ્વાધ્યાયાદિમાં પ્રમાદ ન થાય. જગતના જીવોએ આહારને સુખનું સાધન માન્યું છે. તેમાંથી અનેક વૃત્તિઓ જાગે છે, પોષાય છે, વિકૃતિ થઈ આવરણ લાવે છે. સૌ પ્રથમ તો વિવેકશૂન્ય આહાર પ્રમાદ લાવે છે. આહાર પણ ઉણોદરી સહિત કરે તો તપરૂપ બને. ઉપયોગપૂર્વક શરીરના પોષણ પૂરતું લેવાય તો આહારની ક્રિયા બંધન કર્તા નથી થતી. જૈનેતર ઋષિ અને જૈન મુનિના માર્ગ કથંચિત એક હોવા છતાં વ્યવહાર જુદા છે. મુનિનો વ્યવહાર વધુ શુદ્ધ હોય છે. બંનેના તપમાં ફરક છે. ઋષિ શરીર નિભાવવા ખાય પણ કંદમૂળાદિ ખાય તેમાં આહારની શુદ્ધિ ન જળવાય તેવા ઋષિઓ યમ નિયમ સાધી શકયા, ધ્યાની બની શકયા પણ કષાય વિજયી બની ન શકયા. મુનિના આહારમાં શુદ્ધતા વધુ હોઈ કષાય વિજયી બની શકે. આહાર સાથે વૃત્તિઓનો ગાઢ સંબંધ છે. આથી આહારમાં ખોરાકની મીઠાશનો અનુભવ છૂટતો ગયો અને રસને માણવા ઉપરસ મસાલા આદિનું સેવન વધી પડયું. રસત્યાગનો સંયમ ઘટતો ગયો. આયંબિલ જેવા તપમાં પણ વિવિધતા આવી. રસના સંયમને બદલે વિસ્તાર થાય તો આવરણ કેમ દૂર થાય ? જેમ એક દૃષ્ટિનો વિકાર ચક્ષુ ઉપરાંત બીજી ઈદ્રિયોને આવરી લે તેમ સ્વાદેન્દ્રિયની વિકૃતિ બીજી ઈંદ્રિયોને સાથે લે. જીવ વધુ પ્રમાદી બને અને ઉપયોગ ચૂકે. ઉપયોગ રહિત યોગો ચૈતન્યની શું સેવા કરે ? ચૈતન્યની સાચી સેવા જ્ઞાની જ કરી શકે. પુદ્ગલભાવે પુદ્ગલની જ સેવા થાય. તો ય પુદ્ગલ સાચવી ન શકાય. વ્યવહારથી માનવ માનવની ચાકરી કરે પણ જો આત્માર્થી હોય તો તેના આત્માભાવનું સ્મરણ કરાવે, કે દેહ તો રોગનું સ્થાન છે જ. ૧૦૬ સ્વરૂપ અવલોકન Page #108 -------------------------------------------------------------------------- ________________ આત્માને રોગ થયો નથી. આમ સેવા લેનાર અને કરનાર બંનેનું કલ્યાણ થાય. બંને દેહ સમજીને રહે તો આત્મા મૂંઝાઈ જાય, વિસરાઈ જાય. આવા જ્ઞાનમય આત્માનો ઉપયોગ સમકિતી જ રાખી શકે, તેમાંય ઉપશમભાવતો બે ઘડી રહેવાવાળો છે અને ક્યારેક ક્ષયોપશમ ભાવ ટકવાવાળો છે ક્ષાયિક ભાવવાળાને નિરંતર શુદ્ધ ઉપયોગ રહે છે. આહાર જેવી ક્રિયામાં શાસ્ત્રના વચનને અનુસરવું, ત્યાં તર્કબળ ન ચાલે. તર્ક તો અનુકૂળ બારી શોધી આપે. આહાર કેવળ સ્વાદેન્દ્રિયનો વિષય છે. છતાં પણ ઔષધ સમાન ગણી સંયમભાવે લેવાનું જ્ઞાનીઓએ કહ્યું છે પણ આસક્ત જીવો બીજી ઈદ્રિયોને તેમાં રસ લેતી કરે છે. આંખને ગમવો જોઈએ, નાકને સુગંધ મળવી જોઈએ. કાનને કડક વસ્તુનો અવાજ ગમે અને સ્પર્શથી પદાર્થ સુંવાળો કે કડક હોવો જોઈએ તેવી વૃત્તિ પાંચે ઈદ્રિયોને મન સાથે એકાકાર કરે છે. જીવનો ઉપયોગ તેમાં રોકાય છે. અને દર્શન-જ્ઞાનાવરણથી માંડીને મોહનીય સુધીના અંતરાયો ગ્રહણ કરે છે. એક આહારનો વિષય જીવને આવો મૂંઝવે છે તો બીજા વિષયોનું બળવાનપણું જીવને કેવાં બંધનો કરાવે? માટે જ્ઞાનીઓએ ઉપયોગને જ ધર્મ કહ્યો. પછી આહારની ક્રિયા હોય, નિદ્રાકાળ હોય, વ્યવહાર હોય, ધર્મક્રિયા હોય, કે સેવાકાર્ય હોય, સર્વક્રિયામાં ઉપયોગ રાખવો પડે છે પણ તે આત્મભાવથી રસાયેલો હોવો જોઈએ. સમક્તિી વ્યવહાર રે પણ તેના બોલવા ચાલવા કે આહાર, નિદ્રા સર્વ ક્રિયા ઉપયોગમય, જ્ઞાનમય હોય છે. એવાં દૃષ્ટાંતો પણ છે કે આહાર લેવા છતાં તપસ્વી હોય, સંસારી છતાં બ્રહ્મચારી હોય, તેમાં વિવેક દર્શનની ખૂબી છે. સામાન્ય માણસ તેવું રવા જાય તો મિથ્યામતિ બને. કોઈ ભવિ જીવ જ તેમાંથી બોધ ગ્રહણ કરે. શાસ્ત્રનાં આવાં દૃષ્ટાંતો વિચારવંતને માર્ગ બતાવે છે. અવિવેકી સ્વચ્છેદ ગ્રહણ કરે તો તેનું ભ્રમણ વધે છે. ધર્મની ક્રિયામાં કે શાસ્ત્રશ્રવણમાં કેવળ સમય ગાળવા કે મનના આનંદ માટે જાય તો ત્યાં જ્ઞાનરસ ન મળે. કવચિત એવું બને કે શાસ્ત્રની કથાઓમાં વિવિધ રસ આવે તેમાંથી પોતાને ગમતા વિષયોમાં ઉત્તેજના મેળવે. અને ઈદ્રિયો ભોગરસને જ ગ્રહણ કરે. ચક્રવર્તીને પુણ્યને બળે સ્વરૂપ અવલોકન ૧૦૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ ચોસઠ હજાર રાણીઓ હોય, પણ ચક્રવર્તી કયાં તો એકાવતારી હોય અને કવચિત નરકગામી હોય તો તેના રહસ્યને સમજવાને બદલે રાણીઓનું સુખ કેવું મોટું તેની વિચારણા ચાલે. આમ વિવેકશૂન્ય જીવ શાસ્ત્રની કથા સુણીને પણ બોધ ન પામે. અને વિવેકી જીવ જો પ્રબળ પુરુષાર્થી હોય તો બે ઘડીમાં મુક્ત થઈ જાય તેવું શાસ્ત્રમાં વર્ણન છે. પોતે ધર્મ છે એમ માનવા લાગ્યો ત્યાં વિવેક ચૂક્યો. એક શબ્દનો ઉપયોગ પણ સભાનપણે કરવો. ધર્મ એ શૂરાનું કામ છે, સતત ઉપયોગ કોણ રાખી શકે? કાયરનું એ કામ નથી. આહાર અને નિદ્રાની સમાલોચના કરવાનું કારણ આ બંને આવરણમાં મુખ્ય ભાગ ભજવે છે. આહાર એ સર્વ ઈદ્રિયોનું પોષણ બળ છે. આહાર વગર આંખો ઊંડી ઊતરી જાય છે. શ્રવણમાં ધ્યાન રહેતું નથી. ભૂખ્યા શ્વાસ લેવામાં કષ્ટ પડે છે. અને શરીર શિથિલ થઈ જાય છે. અનિદ્રાનું પણ અસુખ લાગે છે. વધુ પડતો આહાર ઈદ્રિયોને ઉત્તેજિત કરી પ્રમાદ કરાવે છે. આથી આહાર અને નિદ્રા સપ્રમાણ સેવવા. જેથી સ્વાધ્યાયાદિમાં જીવ ઉપયોગથી વર્તી નિર્જરા કરી શકે. દર્શનાવરણ અને જ્ઞાનાવરણ ગાઢ બન્યું તો મોહનીય વગેરે તો જીવને ઘેરી જ લેશે. આહારમાં સંયમી બની કાળક્રમે અનાહારકનું લક્ષ રહેવું જોઈએ. આહાર અને નિદ્રાની આવશ્યકતા ખરી પણ તેમાં સુખ માનવું તે દર્શનશક્તિને આવરણ છે. સતુધર્મક્રિયાથી થાકવું કે ખેદ કરવો તે આવરણ છે. વ્યવહાર અને ધર્મ બંને આવરણરૂપ બને તો જીવ છૂટે કયારે? જીવ જ્ઞાન અને અજ્ઞાનનો નિર્ણય જ કરી શકતો નથી. આંખથી પદાર્થ જોવો તે માત્ર જ્ઞાન નથી. દ્રવ્યમનની લબ્ધિ-શક્તિનું તે કાર્ય છે. આંખનો ગુણ જોવાનો છે. તે ચૈતન્યના ઉપયોગને કારણે પદાર્થને જોઈ શકે છે. તે વ્યવહારિક જ્ઞાન થયું. નિશ્ચયથી તો શુદ્ધ ઉપયોગ દ્વારા તેના અર્થ તથા હેતુને જેવા છે તેવા જાણે તે જ્ઞાન છે. અશુદ્ધ ઉપયોગ, વિભાવભાવ, સંકલ્પ વિકલ્પ માત્ર અજ્ઞાન છે. કેવળ શુદ્ધ ઉપયોગ જ્ઞાનમય છે. કર્મ તે બંધ છે અનધ્યવસાય તે અજ્ઞાન છે તેનાથી છૂટવું તે જ્ઞાન છે. સંસારીને અજ્ઞાન સહજ છે તેમાં પરિવર્તન કરી જ્ઞાન પ્રગટાવવા પુરુષાર્થ કરવાનો છે. વિષયોમાં ઈદ્રિયોની લબ્ધિ-શક્તિ અને મનનો સહારો હોય છે. સ્વભાવગત જ્ઞાન પ્રગટવા લાગે છે ત્યાર પછી અવધિજ્ઞાન જેવી શક્તિ ૧૦૮ સ્વરૂપ અવલોકન Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય. ઈઢિયાધીન જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. અને તેથી તેની ગમે તેટલી શક્તિ હોય તો પણ અજ્ઞાન રહેવાની શક્યતા છે. કારણ કે ઈદ્રિયો બાહ્ય વિષયને ગ્રહણ કરે છે તેથી તેના સંકલ્પ-વિકલ્પમાં પડતા રાગદ્વેષ જેવા ભાવો ઊઠે છે. જીવ આશ્રવ જન્ય વિભાવમાં પડે છે. સંવર ક્રિયાથી જીવ કંઈક ધર્મમાં આવે છે, અને ત્યાં સ્થિર રહેતો નિર્જરામાં જઈ કર્મભારથી હલકો થાય છે. જ્ઞાન-અજ્ઞાન, સ્વ-પર આત્મા-દેહના નિર્ણય કરવાનો વિવેક પ્રથમ ભૂમિકા છે. અજ્ઞાન પુદ્ગલજનિત પદાર્થની ઓળખાણ કરાવે, જ્ઞાનમય ઉપયોગ આત્માની ઓળખાણ કરાવે. સમકિતીને જેમ જેમ જ્ઞાન પ્રગટે તેમ તેમ ઋજુતા, સરળતા, સમતા જેવા ગુણો પ્રગટતા જાય. અજ્ઞાનીના હાથમાં જ્ઞાનનાં સાધન આવે તો ય તે તેને અહંકાર, માન, આડંબરમાં લઈ જાય. શાસ્ત્રનાં દષ્ટાંતોનો સાર ગ્રહણ ક્રવો. પડતી વૃત્તિને સ્થિર રવી. પણ એમ ગ્રહણ ન ક્રવું કે ચૌદ પૂર્વધર જેવાને માન થયું તો આપણે કોણ? જો એવા મહાજ્ઞાનીઓ જરા જેવા પ્રમાદથી ચૂક્યા તો આપણે સંસારી પ્રમાદનું જ સેવન કરીશું તો ભવ ભ્રમણથી ક્યારે છૂટીશું ? દષ્ટાંત એકાંતે ગ્રહણ કરવાથી અભિનિવેશ આવે. કાર્યક્રણ ભાવને શાસ્ત્ર અનુસાર ગ્રહણ ક્રવા. જ્ઞાની જ્ઞાનથી પડયા કે પ્રમાદથી તે વિચારવું. ચૌદ પૂર્વધર હતા એટલે પડયા કે અહંકારથી પડયા તે વિચારવું તો આપણો અહંભાવ મંદ થાય. અને નબળી વૃત્તિઓને પોષણ ન મળે. સમ્યગજ્ઞાન-આત્મજ્ઞાનનું માહાભ્યઃ એકવાર સમકિતની સ્પર્શના થાય પછી અર્ધપુદ્ગલ પરાવર્તન સમયની મર્યાદા આવે છે. તરતમતા પ્રમાણે ભવાંતર વધે-ઘટે. શ્રુતજ્ઞાન એ જ્ઞાની પુરુષનું સત્કથન છે, તેની શ્રદ્ધાથી, સમજથી દર્શનાવરણ મંદ થાય. જ્ઞાની પુરુષોએ રાગદ્વેષાદિ કર્મોનો અત્યંતપણે ક્ષય કર્યો હતો, તે તેમની મહાનતા છે. તીર્થકર પ્રભુનું અતિશયપણું તે અત્યંતશુદ્ધ પુણ્યબળ છે. સામાન્ય કેવળીને તેમ નથી. પ્રભુને અગિયાર તો ભાવાતિશય હોય છે. ઓગણીસ દેવકૃત હોય. આ ઉપરાંત વચનાદિના અતિશયો સહિત અનંત અનંત સામર્થ્ય પ્રગટેલું છે. બારમા ગુણસ્થાનક પછી આવી પૂર્ણતા આવે. તેરમાએ ચાર ઘનઘાતી કર્મોનો અત્યંતપણે ક્ષય થવાની સૂચકતા છે. પ્રભુના આ અતિશયો જગતને કલ્યાણકારી છે. જેમકે - - સ્વરૂપ અવલોકન ૧૦૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ તેમનો વચનાતિશય યોજન સુધી સંભળાય, સૌના હૃદયમાં સોંસરો પેસી જાય. દરેક પોતાની ભાષામાં સમજે. સૌ સમાનભાવે પર્ષદામાં બેસે. જિને કહેલી આજ્ઞા ધારણ કરે તે જૈન. અથવા જૈન માત્રે તે આજ્ઞા ધારણ કરવી જોઈએ. પ્રભુની ઉપદેશ શૈલી લાક્ષણિક અને વિલક્ષણ હોય. તેને અનુભવવી તે સપુણ્ય છે. તેનાથી શ્રુતજ્ઞાનના અધિકારી થવાય. જ્ઞાનમાં ગુરુત્વ હોય તે ગુરુ. તેમાં હેતુ, અર્થ અને સિદ્ધિની ગવેષણા હોય અને મન, વચન, કાયાની સ્થિરતા હોય. જેટલા ઉપયોગ, વિચારણા શુદ્ધ તેટલું દર્શન શુદ્ધ, તેની પરંપરા થતાં ક્ષાયિક ભાવે પહોંચાય. કામ અઘરું છે પણ પરિણામ મહાન છે. પંચેન્દ્રિયના વિષય સેવનથી પ્રકૃતિની જડ જીવમાં રહેલી છે. તે એક એકને સુધારવા જાય તો ઘણા ભવો જાય. તેને માટે સરળ ઉપાય એ છે કે માર્ગે ચઢવું, સ્વરૂપમાં સ્થિર થવું. જો દિશા જ ઊંધી હશે તો મહેનત નિરર્થક જશે. અંશે પણ હેતુ સિદ્ધ થાય તો અનુભવ થાય અને ઉલ્લાસ વધે. તેમાં શ્રદ્ધાની પ્રતીતિએ નિર્ણય થયો તો તે નિર્ણયની શક્તિ એ આત્માનો જ્ઞાન ગુણ છે. શબ્દકળા, વાક્ચાતુર્ય કે સ્મૃતિ એ જ્ઞાન નથી. ગ્રંથનું જ્ઞાન મેળવીને પણ આત્મની શ્રદ્ધા ન હોય તેવું જ્ઞાન ભ્રમ છે. જગત માયા છે એમ કહીને માયામાં પડે. બ્રહ્મસ્વરૂપ હોય તેને અવતરવાની શું જરૂર ? પોતે અવતરે તે બીજાને કેવી રીતે મુક્ત કરાવે ? જ્ઞાનીના માર્ગે કર્મમળને સ્વબળે નાશ કરે ત્યારે બ્રહ્મરૂપ થાય. સજ્ઞાન જ ભવાંતરમાં સાથે આવે. સઘળા વિષયો જીવનમાં ભજવાઈ ગયા. તેને પછી ફરી ગ્રહણ ન કરે, ત્યારે સત્જ્ઞાન પ્રગટે. ઘાતી કર્મો ક્ષય થતાં બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટે. એ જ્ઞાન સહેલાઈથી પ્રાપ્ત ન થાય. શાસ્ત્રાભ્યાસ માટે પણ વર્ષો જાય. તેમાં જ્ઞાન અજ્ઞાનનો નિર્ણય થાય. દર્શન શું ને આવરણ શું ? તેનો ભેદ સમજાય. અનુભવ વધે, નિર્ણય થાય. આ જ્ઞાનની મહત્તા એ છે કે એક આત્મજ્ઞાન થતાં સર્વજ્ઞાન પ્રગટે છે. જ્ઞાન સ્વયં પ્રકાશ છે. આઠ પ્રકારના કર્મ આવરણમાં દર્શન અને જ્ઞાનનું આવરણ ચેતનને થાય છે. બીજા છ પુદ્ગલ, જડના સંયોગી છે. અજ્ઞાન છોડવા માટે તેને જાણવાનું છે. જો તેનું ભાન ન હોય તો શાન સત્તાધન થવાને બદલે અહંકાર અને પાખંડમાં લઈ જાય. ૧૧૦ સ્વરૂપ અવલોકન Page #112 -------------------------------------------------------------------------- ________________ અરિહંતાદિનો અહોભાવ : વ્રત નિયમો નિવૃત્તિ માટે છે. ઉપવાસ આત્માના ચિંતન માટે છે. પૂજા ભાવ ઉલ્લાસની શુધ્ધિ માટે છે. દિવાળી જેવા નિર્વાણના તહેવારની ઉજવણી કયારે થાય? આમ તો પ્રભુનો વિરહ થયો. પ્રભુ સંસારથી છૂટી નિર્વાણ પામ્યા આપણે સંસારથી છૂટીએ ત્યારે આનંદ. એવા કર્તવ્યભાન વગર આનંદ માને તો તે પૌદ્ગલિક આનંદ છે. પ્રભુ નિર્વાણ પામ્યા તેનો આઘાત લાગે ત્યારે સંસાર છૂટે. ગૌતમ પ્રભુને કેવળ પ્રભુ પ્રત્યે રાગ હતો, તેય આઘાતથી ક્ષય થયો અને સર્વજ્ઞ થયા. પણ રૂઢિના બળે દિવાળીના તહેવાર કેવો મનાય છે? સમકિતી રંગરાગ કે હિંસા જેવી પ્રવૃત્તિમાં તહેવાર ન ઉજવે. પુલભાવ છોડવાનો ભાવ રાખે. વ્રત કરે, કાયોત્સર્ગ કરે. અને બંધનથી હળવો થાય. સમકિતી હોય છતાં સક્રિયા ન કરે તો સમકિત સત્તામાં પડયું રહે કે વમી જાય, વિકાસ ન કરે. જ્ઞાનદશા હોય તો જ ઈદ્રિયો આત્માને વશ વર્તે. દર્શનાવરણને કારણે વિષયમાં કુતૂહલ પેદા થાય છે. પછી તેમાં રસ આવે છે, અને તે પ્રમાણે ક્રિયા કરવાથી આવરણ ગાઢ થાય છે. પદાર્થ માત્રને સાક્ષીભાવે જુએ અને તેની હેય, ઉપાદેયતા સમજે તો વિષયોથી ભાવમન પાછું પડે. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય, દેવ નારક સર્વને આવરણ હોય. આત્મા સમયે સમયે સક્રિય છે. અજ્ઞાન એ આવરણ છે કે તેથી સમયે સમયે ઉપયોગ રહેતો નથી. કેવળજ્ઞાનીનું જ એ સામર્થ્ય છે. પુદ્ગલ સાથેનો સંબંધ અત્યંત શુદ્ધ હોવાથી જ્ઞાનીના આત્મપ્રદેશે ધક્કા લાગતા નથી. આથી કેવળી ભગવંતોના દેહ આત્મપ્રદેશથી છૂટા પડ્યા પછી પડી જતાં નથી છેલ્લી જેવી મુદ્રા હોય તેમ જ રહે છે. કેવળ આત્મપ્રદેશનો ધન સમૂહ એકજ સાથે નીકળી સીધો સિદ્ધશીલા ઉપર સ્થિત થાય છે. સંસારી જીવની વૃત્તિઓ ચંચળ, યોગ ચંચળ, ઉપયોગ અસ્થિર અને અશુદ્ધ હોવાથી આત્મપ્રદેશ છૂટતાં શરીર ખેંચાય કે પડી જાય છે. કે પહેલેથી પડેલું હોય છે. સંસારીની અને કેવળી ભગવંતોની સૂક્ષ્મ એવી દરેક ક્રિયામાં આવો ફરક હોય છે. સંસારી મોટો સમય ઓઘભાવે કે પ્રમાદથી ગાળે છે. અને ધાર્મિક ક્રિયા કરે છે તે પણ રૂઢિ પ્રમાણે અનઉપયોગ દશાએ કરે છે. ઉપધાન સ્વરૂપ અવલોકન ૧ ૧ ૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ જેવી ક્રિયા મહાશક્તિ મેળવવા કર્તવ્યરૂપ છે. દિવસ ચિંતન અને રાત યોગદશા માટે છે. પરંતુ દિવસની ક્રિયાથી થાકીને રાત નિદ્રાવશ પૂરી કરે તો તેવી તપશ્ચર્યા જીવનનું પરિવર્તન ન કરે. પરંતુ તપના એ આરાધન સમયે પણ રસ સંસારમાં રહ્યો હોય તેથી વ્રત પુરું થાય ત્યારે સાધકને સંસારમાં પાછા જતાં અરેરાટી ન છૂટે પણ હોંશભેર પાછા સંસારમાં જોડાઈ જાય. સંતોષ ખાતર થોડી આળવણ લઈ લીધે કામ ન સરે. ધર્મ સાધન તો શુભ હોય પણ શુદ્ધ અર્થે હોય. પણ મૂળમાં સમ્યફ રીત ન હોય તેથી બંધાતો જાય. નવકાર જેવા મહાપદનું સ્મરણ સંસારથી મુક્ત થવા માટે છે પણ જીવ ત્યાંય બંધાય છે. સુખી થવા માટે તેના જાપ જપે છે. આ મહાપદમાં પ્રથમ પદનું જ લક્ષ થાય તો ય કર્મથી હળવો થાય. અરિહંતાણ-કર્મરૂપી અંતરંગ શત્રુઓ હણવાની વાત છે. જન્મથી જીવ કર્મ પર્યાયો સમયે-સમયે ગ્રહણ કરે છે. તેનો છેદ કેમ થાય ? સમકિતીમાં આ સમજ છે. પૂર્વકર્મ ઉદયમાં આવે ભોગવે પણ નવા ન બાંધે તેવી જાગૃતિ રાખે છે. નવકારપદમાં પંચપરમેષ્ટિની પાંચ દશાનું ચિંતન કરવાનું છે. તે ચિંતવતા જીવ સાધુ દશાને પામે. કેવળ મુખથી રટી જવાથી યંત્રવતતા આવે, જીવ પ્રમાદવશ બને. આ પદના આરાધનથી જ્ઞાનદશાનો ઉઘાડ થાય. કર્મ સાથે શત્રુતા એટલે કર્મનું દૂર રહેવું તે, ફરી તેની સાથે સંબંધ ન થાય. માર્ગાનુસારીપણાના ગુણો ગૃહસ્થમાં હોય તે જ આ મંત્ર જપનો અધિકારી હોય. ખરું પંચપરમેષ્ટિ સ્મરણ ચોથા ગુણસ્થાને જ ફળદાયી બને છે. અને દસમા અગિયારમાં સુધી એ આલંબન કામ આપે. બારમે પહોંચે ત્યાં પોતે જ સ્વયં જ્ઞાતા દ્વારા પૂર્ણ વિતરાગ થાય છે. આલંબન છૂટી જાય છે. શુદ્ધ રીતે કરેલો મંત્ર જાપ દીર્ઘસંસારીના સંસારને ટૂંકો કરે છે. મંત્ર જાપના ધ્યાન વડે દર્શન શુદ્ધિ થાય સમકિત નિર્મળ થાય. પંચ પરમેષ્ટિના પદમાં (મંગમાં) પાંચ દશા દર્શાવી છે. સાધુ એટલે ક્રિયામાં શુદ્ધ ભાવ, ઉપાધ્યાય એટલે જ્ઞાન ભાવ. આચાર્ય એટલે જ્ઞાન સાથે આચાર શુદ્ધિ. અરિહંત એટલે ઘાતકર્મનો જય ક્રનાર સજીવન સિદ્ધ દશા. અને સિદ્ધપદ એટલે સાધનાની અત્યંત નિર્મળતાએ પૂર્ણતા. આવા મહાન પદની ભાવના ભાવતા જીવના સ્વરૂપ અવલોકન ૧૧ ૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ ઘણાં કર્મ ખપે. તેથી નવારમંત્રમાં સર્વ પાપનો ક્ષય દર્શાવ્યો છે. જે જ્ઞાનીને ગુણશ્રેણિએ જતાં સામાÁયોગમાં પ્રગટે છે. પ્રથમ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ વિષે વિચારણા કરી હતી. આહાર, સ્પર્શ કે અન્ય વિષય સુખમાં તીવ્રરસ લેવાથી ઈદ્રિયાસક્ત થાય. તેને આવી ત્યાનધ્ધિ નિદ્રા જેવા ગાઢ દર્શનાવરણનું કર્મ બંધાય. જ્ઞાન કે દર્શનનું કામ ઈદ્રિય દ્વારા ન થઈ શકે. દર્શન જ્ઞાન આત્માના ગુણો હોવાથી ઈદ્રિય ગમ્ય નથી. ગાઢ દર્શનાવરણવાળા જીવને રૌદ્રધ્યાન વધુ હોય. તેની સાથે હિંસા, મૃષા વગેરે દોષો હોય જ. અને આની પ્રબળતા સામાન્ય નિદ્રામાં ન ભોગવાય તે તો મ્યાનધ્ધિ નિદ્રામાં જ ભોગવાય. આવી નિદ્રાના આવેગમાં હાથી જેવા બળવાન પશુને મારવાનું બળ હોય છે. વળી નિદ્રામાં કોઈને મારીને આવે છતાં ખબર ન પડે. આવા જીવને અનંતાનુબંધી કષાયો છે. જીવ ગાઢ અજ્ઞાનદશામાં જીવે છે. આનિદ્રા દર્શનાવરણનું છેલ્લું આવરણ છે. અલ્પજીવોને જ ઉદયમાં આવે છે. પૂર્વે નિકાચિત કર્યું હોય તો સાધુ જેવાને પણ આ આવરણ આવે. આવા જીવ અવશ્ય નરકગામી હોય છે આ કર્મ જીવનસાથી જેવું હોય છે. તેથી પરિણામ અને ક્રિયામાં નિકાચિત રસ રહે અને બંધનમાં ઘેરાઈને જીવ જડતા પામે. અવિવેકી થઈને જીવે. ભોગવતી વખતે મોહનીય સાથે મળે એટલે મહા અવિવેક થાય. જો ઉપયોગમાં જ્ઞાનનો સહારો હોય તો જ કર્મથી છૂટાય. જ્ઞાન, તપ, ચારિત્રની દરેક ક્રિયામાં શુદ્ધ ઉપયોગની જરૂર છે. એકવાર સમક્તિ સ્પર્શે પણ જો વમી જાય તો પહેલે જઈને કેટલોય કાળ ભ્રમણમાં જાય. જ્યાર્થિનિદ્રા અતિ વિભાવને કારણે સ્થાનધ્ધિ નિદ્રાનું આવરણ થાય છે અતિ વેર, રાગ, કામ, ક્રોધ જેવા મહામોહનિયજન્ય કર્મથી આ નિદ્રાકર્મ બંધાય છે. ક્રૂરતાનો ભાવ હોય તેમાં વારંવાર રસ આવ્યા કરે તો કર્મગાઢ બને. તેને ભોગવવા તેવા જ સ્થાનોમાં જન્મ લેવો પડે ત્યાં આત્માની શક્તિ દબાયેલી રહે છે. એક કર્મ સાથે બીજાં કર્મો અંતર્ગત હોય છે. પ્રથમની ચાર નિદ્રા કરતાં આ નિદ્રા દોષ અતિ આવરણરૂપ છે. માનવદેહ મોક્ષ માટે છે, ધર્મ મોક્ષ માટે જ છે તેવી પ્રતીતિ હોય છે. તપાદિના ફળરૂપે સંસારસુખ મળે તો તે અશુદ્ધક્રિયા જ છે. તેથી તપ ન સ્વરૂપ અવલોકન ૧૧૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ કરવું એમ નથી. પ્રારંભમાં અશુદ્ધનયે ક્રિયા રહે તો પણ ધ્યેય કેવળ નિશ્ચયનું રાખવું. પુણ્યબળથી સુખ મળે પણ તેમાં મોહ થાય તો કર્મબંધનના પ્રસંગ ઊભા થાય, વળી તે કર્મો ખપી જાય પછી જ માર્ગ સરળ બને. દર્શનાવરણ થતું જ અટકાવવું. તે માટે આહાર, વિહાર અને આચારની પણ શુદ્ધિ જ જોઈએ. સામાન્ય (પ્રચલા) નિદ્રા સુધી તો પહોંચી વળાય. પણ ગાઢ સ્થાનધ્ધિ નિદ્રા નરકગામી બનાવે ત્યાંથી તિર્યંચમાં જઈ વળી કોઈ સાધુ જેવાનો યોગ થાય ને ભાન થાય તો મનુષ્યપણુ પામે. ત્યાં વળી જ્ઞાનીનો યોગ મળે, ધર્મ માર્ગ મળે. માટે વેરાનુબંધ સંબંધમાં પણ વૈરમુક્ત થવું. પ્રેમી થઈ કે સમભાવી થઈ છૂટા પડવું તેમાં મનુષ્યત્વ છે. સંસારમાં પુત્રાદિ પર રાગ હોય. પણ ત્યાં જ સંસારી અટકતો નથી. મોહનીયની પ્રકૃતિને કારણે પરિવાર માટે રાગ કરવો, કપટ કરવું, બીજાના પરિવાર કરતાં પોતાના પુત્રપુત્રીને સારા દેખાડવાં, સારું ખવરાવવું, અન્ય પર દ્વેષ કરવો. આમ અનંતાનુબંધી કષાયો વધતા જાય અને દર્શનાવરણ, જ્ઞાનાવરણ ગાઢ થઈ આત્મશક્તિનો હ્રાસ કરે. ધર્મમાર્ગમાં પ્રથમ પગથિયું સમ્યગુદર્શન છે. તેમાં ઉપશમભાવે ચઢેલો પણ છેક નીચે પડે છે. માટે સતત સતત જાગૃતિ રાખવી. ક્ષાયિક સમક્તિ થયા પછી આત્મા પોતે જ પોતાને સંભાળી લે છે. નિદ્રા એ આવરણ છે. પરંતુ તંદ્રાની જેમ નિદ્રા લે અને સ્વાધ્યાય આદિના ચિંતવનમાં રહે તો આરામ મળી જાય અને પ્રમાદ ન થાય. દર્શનનું આવરણ પ્રમાદરૂપે હોય ત્યારે જીવ મૂંઝાઈ જાય. પછી કર્મ કરીને ધર્મનો નિર્ણય કરવા નીકળે તો કયો માર્ગ ખૂલે? ધર્મ એ તો મહાપ્રશમનું સ્થાન છે. કોઈપણ પદાર્થને જીવ મોહથી સાચવી રાખે તો ય તે આયુષ્યપૂર્ણ થતાં છૂટી જશે. શરીરમાં દસમાણના સાધન વડે આત્મા દેહમાં કામ કરી શકે છે. અને આત્મા વડે તે સૌમાં ચેતન પ્રગટે છે. આયુને વાયુ (પ્રાણ) ભોગવે છે. વાયુને ઈદ્રિયો ભોગવે છે. વાયુ બંધ થયો, આત્મા નીકળી ગયો કે શરીર શબ થઈને રહે છે. આથી વેદમાં જીવને પ્રાણ-મહાપ્રાણ કહ્યો છે. અને છેવટે આત્મા સંચિતઆનુપૂર્વી કર્મ પ્રમાણે બીજો દેહ ધારણ કરે છે. દર્શનશુદ્ધિ : આ મનુષ્ય જીવનનો સાર જ્ઞાનદર્શન શુદ્ધિનો હોવો સ્વરૂપ અવલોકન ૧ ૧૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. જીવ ચાહે તો ઊર્ધ્વતમ-મોક્ષે જઈ શકે, ચાહે તો નીચેમાં નીચે નરકગતિમાં જઈ શકે છે. દરેક દ્રવ્યના વસ્તુ, ગુણ, ધર્મ તથા ક્રિયાને ક્ષાયિક સમકિતી જાણે છે, ભોગ્ય ન ગણે તેથી અભોગ્ય કરી પૂર્વ પ્રારબ્ધને પૂર્ણ કરે છે. અતિ પુણ્યનો પણ અભોગ્ય કરી ક્ષય કરે છે. દર્શન શુદ્ધ અનેક પ્રકારે થઈ શકે. જીવનના દરેક ક્ષેત્રમાં વ્યવહારમાં સામે આવતા પદાર્થ કે સંયોગની પૂર્ણ વિચારણા કરી વ્યવહારને સમભાવે નિભાવે. અશુભને સમજી લે અને પુણ્યને પણ સમજી લે. પુણ્યની સામગ્રી મળતાં વધુ લોભ કે કોઈની વસ્તુ મેળવવાની આસક્તિ થશે તો કોઈ જન્મે તેના સંયોગમાં પશુ બનીને પણ તે દેવું ચૂકવવું પડશે. અશુભયોગથી દેહને રોગ થાય ત્યારે હિંસાજન્ય ઉપાયો કરવાથી તાત્કાલિક રોગ મટે પણ તેમાંથી જે કર્મ ઉપાર્જન થયું તે તો વધુ ને વધુ આશાતાનું કર્મબંધન કરે. ઘેનની દવાથી નિદ્રાને ગાઢ કરવામાં આવરણ વધે. મતિશ્રુત શુદ્ધ હોય તો તેવે સમયે સમતા રહેવાથી કર્મની મંદતા થાય છે. ઉજાગરદશા ન થાય ત્યાં સુધી અશુભ સમયે આવરણ આત્મગુણને ભરખી ન જાય તે માટે જાગૃત થવું. - મતિ શ્રુતની શુદ્ધિ માટે સામાયિક એ સાધન છે પણ સમય પસાર કરવા મન બહાર ફરે અને હાથમાં માળા ફરે તો શુદ્ધિ ન થાય. દ્રવ્ય અને ભાવથી સામયિક થાય તો વિચારણા જાગે. પોતાના દોષો જોવા. આવરણ ક્યાં છે તેની વિચારણા કરવી. પહેલાં તો સમ્યગું સામાયિક, પછી વ્રતરૂપ કરવું અને ત્રીજું આસનસ્થ પ્રતિમારૂપ કરવું. આત્મગુણ તરફ જવાનું જ લક્ષ હોય, તો સાધુપણાનો અધિકાર પ્રાપ્ત થાય. શ્રાવકને સામાયિકના ભાવથી સંસાર ઘટતો જાય. જ્ઞાનીઓએ આવા સ્વતંત્ર માર્ગો બતાવ્યા છે. પણ આપણે આવરણને કારણે પરાધીનતા લાવીએ છીએ. સમકિતીએ ગુરુ અને શાસ્ત્રના અવલંબનનું નિમિત્ત લઈ પોતાના ઉપાદાનને ગ્રહણ કરવું. મતિ અને શ્રુતની શુદ્ધિથી ઉપાદાન શુદ્ધ થાય. શુદ્ધ દર્શનથી ઉપાદાનને જાણે અને જ્ઞાનથી સમજે તો વ્યવહાર શુદ્ધિ થાય અને નિશ્ચયમાં તો શુદ્ધતા રહે જ. પ્રતિકૂળતામાં પણ શુદ્ધ ઉપયોગ રાખે તો આવરણ ઘટે. ઈદ્રિયો નિદ્રા આગળ પરાધીન થાય છે. સુંવાળી તળાઈ હોય તો નિદ્રાની માત્રા સ્વરૂપ અવલોકન ૧ ૧૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ વધે, પણ સાધન બરાબર ન હોય માંકડ મચ્છરનો ઉપદ્રવ હોય તો શરીર તરફ ઉપયોગ જાય. પીડા અને ઉપદ્રવને વિચારી આર્તધ્યાન થાય. જો જીવન સ્વાધ્યાયમય હોય તો તેને આવરણ દૂર કરવાનું ક્ષેત્ર જાણી આરામ લે છતાંય નિદ્રામાં કર્મની મંદતા કરે. ઈદ્રિય અને મન દ્વારા થતાં આવરણ દૂર કરવાનાં છે, પણ દિવસ વિષયસુખના પ્રમાદમાં અને રાત્રી નિદ્રામાં પૂરી થાય તો મહિમૃતનું આવરણ કેમ દૂર થાય? ગમે તેવો શૂરવીર હોય પણ નિદ્રા આગળ લાચાર થઈ જાય. યોગીઓને જ નિદ્રા સ્વાધીન હોય છે. જો દેહરૂપી ઘરનો મોહ ન છૂટે તો માટી, ચૂનાના બંગલાનો મોહ થવાનો છે. દેહ જીર્ણ થતાં છૂટી જવાનો છે ત્યારે બંગલા છોડવા પડે છે. સમકિતી આવી કાર્મણવર્ગણાને જાણે છે સમજે છે તેથી સમભાવથી સાધનોને કર્મની ઉપાધિ જાણી ભોગવીને છૂટી જાય છે. જૈનકુળમાં જન્મેલો જૈન તો ખાસ વિચારે કે મારે કેવો આચાર કરવાનો છે ? દ્રવ્યથી જૈનકુળ મળ્યું. ભાવથી તે જીવવાનું છે. જૈન શાસ્ત્રમાં ગુણસ્થાનક કહ્યા છે તે ઉત્તરોત્તર ગુણ તરફ જવા માટે છે. | દર્શન અને જ્ઞાનનું આવરણ એટલે બુદ્ધિ અને ઈદ્રિયોનો વિપર્યાસ તથા શાસ્ત્રની આજ્ઞામાં શ્રદ્ધાને આવરણ આવે એટલે ક્રોધાદિ કષાયોનું રાજ્ય ચાલે તેમાં મોહનીય કર્મ પાકું થાય પછી અંતરાય કર્મ આવીને ઊભું રહે છે. આ બધા આવરણોમાં સર્વઘાતક રસ હોય પછી આત્માના ગુણોનો જ ઘાત થાય. મહામોહનો ઉદય થાય, તે અવિવેકનું કર્તવ્ય કરાવે. માટે દરેક ક્રિયામાં અભ્યાસથી વિચારણા કરવી. સમકિતીની ભાવદશાઃ સમકિત એ સાધન છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનો ગુણ વિકસે. આવા સાધન રહિત જીવ મહામોહનીય કર્મથી પીડાય. રાગાદિથી આવરણને નોતરે સમકિતી માધ્યસ્થભાવે ત્રણે યોગના સંબંધોને ગુણાભિમુખ કરે. અને જડ પદાર્થોમાંથી સુખની વૃત્તિને દૂર કરે. સંસારના સંબંધોમાં માન અપમાનના પ્રસંગો આવે. કોઈ અપશબ્દ બોલે ત્યારે શબ્દ શ્રવણ થતાં જ તેમાંથી દુઃખની લાગણી જન્મે છે. સામી વ્યક્તિ દર્શનગુણના આવરણને કારણે વચનનો આવો ઉપયોગ કરે છે. અને સાંભળનાર દુઃખી થાય તો તેને પણ દર્શને આવરણ હોય. પણ સમકિતી સમજે છે કે આ તો વચન અને બુદ્ધિના અવિવેકનું કારણ છે. સ્વરૂપ અવલોકન ૧૧૬ Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાવ આપવાથી આવરણ વધે તેથી તેવા અપશબ્દોને કેવળ વચનના પુદ્ગલોનો યોગ સમજી સહી લે છે. શબ્દોને અને વિચારને દૂર ચાલી જવા દે છે. તેના વિકલ્પોની ધારણા ન થાય તેથી કર્મનું આવરણ દૂર થાય છે. અપશબ્દ દેહધારી નામને માટે વપરાયા છે. તેની અસરથી જો શબ્દ પકડતાં દેહનું મમત્વ પકડાઈ જાય તો ચેતન દબાઈ જશે. અને મૂળ આત્મસાધન વિસરાઈ જશે તેમ તે જાણે છે. સામાયિકની વિધિમાં ગૂઢ રહસ્ય છે. તેનાં સૂત્રો સાથે ભાવ જોડાયેલો રહે તો ઉપયોગ શુદ્ધ થાય, અને બે ઘડીમાં તે તત્ત્વનો નિર્ણય થાય. સામાયિક પછી યોગની ક્રિયા બદલવી પડે પણ વિચારણા ચૂકી ન જવાય. ક્ષયોપશમ ભાવ હોવાથી કદાચ ચૂકી જવાય. પરંતુ વારંવાર પ્રયત્ન કરવાથી ક્ષાયિકભાવમાં પહોંચાય, કે જયાં કર્મનો ક્ષય થાય. આવરણ ગુણ પર લાગે છે ગુણી પર લાગતું નથી. પરંતુ ઈદ્રિયો અને મનના વિકલ્પોને કારણે અવગુણ પકડાઈ જાય છે. આથી દેહને સુખે સુખી અને દુઃખ દુઃખી થવાની લાગણી થાય છે. ઉપાદાન શુદ્ધ રહે તો ગુણ પ્રગટે. દર્શન અને જ્ઞાન તથારૂપ રહે તો આત્માર્થ થાય. અને ચારિત્રનું બળ વિકસે સમકિતી જીવને દર્શનાવરણઆદિ મંદ પડે. જિનપૂજા, સ્તવનાદિમાં ગુણોનું સ્મરણ ભાવ સાથે થાય તો જીવનમાં ગુણો વિકસે. કેવળ રાગરાગિણી તરફ લક્ષ હોય તો અજ્ઞાન ટળે નહિ. પુદ્ગલના સંયોગ વિયોગમાં સુખ દુઃખનું કારણ જાણે છતાં ધર્મના યોગે પુણ્ય બંધાય અને શુભયોગ ઉદયમાં આવે ત્યારે ધર્મ ન વિસરે. કથાઓમાં આવા પુણ્યની કથાઓ આવે. તે કેવળ નિશ્ચયવાદથી ઉપદેશ આપે તો લોકોને સમજાય નહિ, અને આચરણ ન થાય તેથી કથાને રસિક બનાવે, ત્યાં પણ વ્યવહાર ધર્મ જ જાણવો. તે વ્યવહારની શુદ્ધિ જ ઉપશમ ભાવને પ્રગટ કરે. આ જ પ્રમાણે દરેક ઈદ્રિયોના ગુણનું પૃથ્થકરણ થાય તો દરેક ઈદ્રિયોની શક્તિ વિકસે અને ધારણાશક્તિ વધે. એ ધારણાને જિનપૂજા, સામાયિક કે નવકારમંત્રના જાપ વગેરેમાં યથાયોગ્યપણે જોડે તો ચિત્તશુદ્ધિ થતાં દર્શનાવરણ અને જ્ઞાનાવરણ ક્ષીણ થતું જાય. આવી ક્રિયા એટલી ઝડપથી થતી હોય છે કે પ્રમાદવશ જીવને આવો ઉપયોગ રહેતો નથી. અને આઘે આઘે જીવનની ક્રિયાઓ થતી હોય છે. જેમ ઉદય માટે ઉપરના સ્વરૂપ અવલોકન ૧૧૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ ભેદ જોયા તેમ જયારે જીવને રાગાદિ થાય ત્યારે તે રાગ કેવા પ્રકારે થયો કેમ થયો, તેના ઊંડાણમાં ઊતરે તો કષાયની મંદતા થાય. શાસ્ત્રાભ્યાસ ચિંતન દ્વારા આચારમાં લેવાનો છે. વેદનીયકર્મ પહેલું જ્ઞાનાવરણ, બીજું દર્શનાવરણ અને આઠ કર્મો પૈકી વેદનીય ત્રીજું કર્મ છે. આ ત્રીજા કર્મનો સ્વભાવ તલવારની ધાર પરનું મધ ચાટવા સમાન છે. તેના બે ભેદ છે. ૧. શતાવેદનીય ૨. અશાતાવેદનીય. તલવારની ધાર પરના મધને ચાટવામાં સુખ ઉપજે છે તે શાતાવેદનીય છે. મધ ચાટવાની સાથે ધાર પર જીભ ઘસાય અને કપાય તે અશાતાવેદનીય કર્મ છે. જે કર્મના સંબંધથી જીવને વિષય સંબંધી સુખનો અનુભવ થાય છે તે શતાવેદનીય છે. જે કર્મના ઉદયથી જીવને વિષયની અપ્રાપ્તિ કે પ્રતિકૂળ વિષયની પ્રાપ્તિમાં દુઃખનો અનુભવ થાય તે અશાતા વેદનીય છે. મધના લેપવાળી તલવાર ચાટવામાં એમ સમજવું કે વૈષયિક કે પૌદ્ગલિક સુખ સાથે દુઃખ ભળેલું છે. આત્માને પોતાના સ્વરૂપના સુખનો અનુભવ થાય તેમાં કર્મનો સંયોગ નથી તે સ્વસ્વરૂપ છે તેથી તે સુખ પાછળ દુઃખ નથી. શાતા અશાતા તે વેદનીય કર્મના બે ભેદ છે. વેદનીય એટલે પીડા જ માત્ર નથી. યોગી અને જ્ઞાનીઓ અનુકૂળતા પ્રતિકૂળતા, શાતા-અશાતા બંનેને કર્મ ગણે. આ કર્મ અઘાતી છે. દેહ સાથે આયુષ્ય સુધી જોડાયેલું રહે છે. કેવળીને ફકત શાતા જ વેદનીય હોય છે. વેદનીયકર્મના ઉદયકાળે જીવને દેહની આકુળતા થવાથી જ્ઞાનાવરણીય કર્મ સાથે રહે છે આથી ઘાતકર્મ જેવું અનુભવાય છે. જ્ઞાન વડે આ કર્મ નિવારી શકાય. દેહના રોગાદિ જેવા અશાતાના ઉદય વખતે ધર્મધ્યાનમાં એકાગ્રતા રહેતી નથી. જીવ આર્તધ્યાનમાં પડી જાય છે. આથી આત્મજ્ઞાન વડે જ આ કર્મ દૂર થાય. અને ભય ટળે. પછી પાપ થવાનો સંભવ નથી. વેદનીયના ઉદય વખતે જીવ મૂંઝાઈ જાય છે. આથી કર્મોનો ધક્કો લાગે છે. અંતિમ સમયે જીવ પીડામાં પડ્યો રહે છે. અને મૂછમાં જીવ છૂટે છે. યોગીઓ સમાધિમરણથી દેહ છોડે છે. વાસ્તવિકપણે તો પુદ્ગલનો અનુભવ કર્મરૂપે એકાકાર છે છતાં સુખદુઃખ એમ બે પ્રકાર બતલાવ્યા છે. કારણકે તે જ્ઞાનનો ગુણ નથી. સ્વરૂપ અવલોકન ૧૧૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની તો તેને વેદનીયકર્મનો ઉદય સમજે છે. સુખ દુઃખનો અનુભવ તે જ્ઞાનાવરણીયકર્મનો ગુણ છે. શાતાવેદનીય હોય તો સુખ અનુભવે અને અશાતાવેદનીયનો ઉદય હોય તો દુઃખ અનુભવે. પુદ્ગલની અસરો સ્વતંત્ર નથી. જ્ઞાના-દર્શનાવરણનો સંયોગ હોય છે. પુદ્ગલની પીડામાં દર્શનાવરણ મુખ્ય છે. જ્ઞાન અને આવરણ બે અલગ અનુભવ છે. શ્રુતથી જ્ઞાનનો અનુભવ થાય. આવરણ કે અજ્ઞાનમાં મિથ્યાત્વ કે કષાયોની અસર હોય. ચોથે ગુણસ્થાનકે આવે ત્યારે કંઈક ઉઘાડ થાય. છટ્ટે સાતમે પહોંચે ત્યારે કષાયના વિષયો બદલાય, કષાયો મંદ પડે. પુદ્ગલ આશ્રયી અવસ્થા તે આત્માની નથી. પળપળમાં ઉપયોગ ફર્યા કરે તો જ્ઞાનાવરણ ખસે નહિ. દરેક પદાર્થનું જ્ઞાન આત્માના ઉપયોગ વડે થાય છે. જીવને આત્મગુણને અનુરૂપ ક્રિયાની સમજ નથી તેથી જ્ઞાનનો અનુભવ થતો નથી. કેવળ વૃત્તિઓ બદલાય તે અનુભવ નથી. ક્રોધ જાયને માન આવે કે માન જાય અને લોભ આવે, તેમાં ક્ષીણતા ન આવે, જ્ઞાનથી તેવી ક્રિયાને ઓળખે, તે કષાયો ટળે અને તે પછી સતક્રિયાથી ચારિત્રને ઓળખે તો ધર્મ અંતરમાં પરિણમે. સુખમાં શાતા અનુભવે અને તેમાં રાચે તો મિથ્યા જ્ઞાન ઉપજે. સુખમાં મૂંઝવણ અનુભવે તે મિશ્રશાન છે. પરંતુ સુખમાં પણ ચારિત્રના ગુણોને વિકસાવે તે સમકિતજ્ઞાન છે. કર્મને સમજી તેનાથી મુક્ત થવાનું છે. જ્ઞાનનું પ્રથમ લક્ષણ જ ઉપશમ છે. પ્રકૃતિ ઉદયમાં આવે, ઉપશમભાવ રહે તો અજ્ઞાન ક્ષીણ થાય, આવો અનુભવ ચોથે ગુણસ્થાનકે થાય છે. છટ્ટે સાતમે તે અનુભવ દૃઢ બને છે. તેનો સમય વધુમાં વધુ બે ઘડીનો છે. આઠે કર્મનું અનુભવ સ્થાન વેદનીય છે. ઘાતીકર્મો નાશ પામ્યા છે તેને શાતાવેદનીય છે. પુદ્ગલના ફેરફાર, હાવભાવ વગેરેને આ કર્મ ઉત્તેજન આપે છે. જેમ કે સ્વાદિષ્ટ ભોજન જોતાં સુખની લાગણી થાય અને મોમાં પાણી છૂટે. કોઈ સ્મૃતિ સુખ કે દુઃખની લાગણી જન્માવે. તેના અનુભવને લોકો જ્ઞાન માને છે. જ્ઞાનીઓ બંનેથી પર થવામાં જ્ઞાન માને છે. ધર્મ કરવાથી જગતમાં સુખ મળે તે આશ્રવ છે. સુખ મળવા છતાં ત્યાગ ભાવ રાખે તે સમક્તિ છે. મન, વચન, કાયાના યોગોનો સહકાર મેળવવો, તેનો વિરોધ થવા સ્વરૂપ અવલોકન ૧૧૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ ન દેવો. તેને અનુકૂળ કરી ચારિત્રધર્મ પાળવો. મન અને ઈદ્રિયોને હજારો પદાર્થોનો અનુભવ થાય, પણ તે પુલ જન્ય છે તેમ સમજવું. તે પદાર્થોમાં રચ્યા પચ્યા રહેનારને, કર્મના ઉદયની અને સત્તામાં રહેલા કર્મની જાણકારી નથી. આથી મોહવશ જીવન જીવે છે. કદાચ પુણ્ય કરી સુખ મેળવવાની અભિલાષા રહે સાચું સુખ પદ્ગલિક પદાર્થોની નિવૃત્તિમાં છે. અનંત પ્રકારનાં કર્મોમાં અઘાતી કર્મો દૂર કરવાં સહેલાં છે. પરંતુ સ્વરૂપઘાતક કર્મોની મંદતા થયે કે છૂટા થયે જ આત્મગુણ પ્રગટે. અઘાતી કર્મો તો મહેમાન જેવાં છે. ઘાતી કર્મો ખપ્યા કે અઘાતી તો મર્યાદામાં જ રહે છે. ઘાતકર્મને કારણે ચેતના સુષુપ્ત રહે છે. વેદનીય કર્મ જેની સાથે ભળે ત્યાં સુખદુઃખાદિ ઉપજાવે અને સુખદુઃખનો અનુભવ સત્યનો આભાસ કરાવે. જાણે કે સુખદુઃખ એ આત્માને જ થાય છે. આવા અનુભવ બદલવાનો યોગ મળે ત્યારે જ ભાન થાય છે કે સુખદુઃખ એ પૌદ્ગલિક લાગણીઓ છે. સુખ અને દુઃખને સમજે અને સમતાથી ધારણ કરે તો વેદનીયકર્મ ક્ષીણ થતું જાય છે. આત્મા સ્વયં સુખદુઃખને ગ્રહણ કરતો નથી. તે દ્રવ્ય અને ભાવમનના સહારાથી તેને જાણે છે. અને તેમાં આર્ત કે રૌદ્રધ્યાન થવાથી વિષયને પકડી લે છે. આત્મા સમકિતવંત હોય તો વેદનીય કર્મ જ્ઞાન સહિત હોય છે. ત્યારે પ્રાયઃ શાતાનો ઉદય હોય. વેદનીય કર્મ ભોક્તા પર આધારિત છે, ભોક્તા આંતર અને બાહ્ય સંયોગ પર આધાર રાખે છે. સંયોગનો ભોક્તા ન બને તો કર્મ નિર્જરા પામે છે, અથવા શાતારૂપે પરિણમે છે. અસંયમભાવ અશાતા લાવે છે. સંયમભાવ વિતરાગતા તરફ લઈ જાય છે. શ્રુતજ્ઞાનના કારણે વેદનીય કર્મના ઉદય વખતે સુખદુઃખનો અનુભવ થાય પણ તેને પરનો સંબંધ જાણે. કર્તા ભોક્તાભાવ ન હોવાને કારણે વેદનીયનો ઉદય શાંત થતો જાય છે. - સુધા એ વેદનીયકર્મની પ્રકૃતિ છે, તે સમયે આકુળ વ્યાકુળ ન થાય અને સમતા રાખે તો કર્મ હળવું રહે છે. તેવી રીતે આ કર્મની દરેક પ્રકૃતિ વિષે સમજવું. સમકિત મોહનીયના ઉદયમાં પોતાને આવો ગુણ છે તેનું માન થવાથી તે કષાયરૂપે પરિણમી સભ્યત્વને દાબે. અને મિથ્યાત્વ મોહનીય કામ કરે. ૧૨૦ સ્વરૂપ અવલોકન Page #122 -------------------------------------------------------------------------- ________________ વેદનીયકર્મના ઉદયમાં ભયથી દોડાદોડ કરે તો તે પ્રકૃતિ કેવી રીતે વેદાય? ઔષધ વગેરે નિર્જરા થવામાં સહાયક નથી. સંયમભાવે આવા કર્મને ભોગવવાથી કર્મની પરંપરા બંધ થાય છે. તેમાં જ્ઞાની ગુરુજનોની સહાય મળે તો આત્મસંયમ દેઢ રહે. પીડાનો અનુભવ ભાવકર્મ છે. અંગોને ઈજા થવી, રોગ થવો, તે દ્રવ્ય કર્મ છે. શરીરની નબળાઈ એ મહારોગ નથી. તેમાં ઈદ્રિયની શિથિલતા આવે પરંતુ ભાવરોગ (વ્યાકુળતા) ભળે તો અશાતા વેદનીય વધે તેમાં મોહનીય ભળે. સંયમ અને નિયમનથી કર્મને પરિવર્તિત કરવું. એમ કરતાં શાતા અનુભવાશે, પરંતુ જો તે સમયે કષાય ઉત્થાન થશે તો ધર્મભાવનું પણ ઉત્થાન થઈ જશે. તેથી શાતાના સમયમાં તપાદિ વડે આત્મબળ કેળવવું. સમ્યગુકૃતની વારંવાર વિચારણા કરવી. કેવળ બાહ્ય સાધન કે ક્રિયાથી ધર્મ કરવાની પ્રક્રિયા વધી પડી છે. એવા સાધનના ત્યાગરૂપ સમ્યગૃજ્ઞાનનો અનુભવ જોઈએ. વિનય હોય તો આચાર આવે. અનશન તે આત્માનો પાકૃત સ્વભાવ છે. અને તે તપાચાર છે. સાધનોમાં અટવાઈને આત્માર્થને ગ્રહણ ન કરતાં પુદ્ગલમાં જ આનંદ માને તે અજ્ઞાન છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પ્રભુ પાસે પ્રવજયા ગ્રહણ કરી. કાઉસગ્ગ ધ્યાને ઊભા છે. ઊંડાણમાં પડેલો મોહનો અંશ બળીને ભસ્મીભૂત ન થયો હોય તો કેવો જાગી ઊઠે છે? માર્ગે જતાં સુભટોના શબ્દો કાને પડયા કે, આ રાજર્ષિના પુત્રનું રાજ્ય પ્રધાનો પચાવી પાડ્યા છે અને મોહ જાગી ઊઠ્યો, ત્યાં દર્શનાવરણનું જોર આવી ગયું. અને વિચારવા લાગ્યા કે પુત્રને રાજ્ય પાછું અપાવું પછી દીક્ષા ગ્રહણ કરું. મહામોહનીયનો ઉદય થયો અને પછી તો જીવ રૌદ્રધ્યાનમાં સરી પડયો. ભાવથી યુધ્ધમાં મહાન હિંસાના કાર્યમાં પડયા. જ્ઞાન અને દર્શન ગુણો ઢંકાઈ ગયા. ધર્મધ્યાનથી ઊતરી સીધા રૌદ્રધ્યાનમાં સરી પડયા. ભાવ યુદ્ધમાં પણ તીવ્ર વેગ હતો. બધાં સાધનો ખૂટી પડયાં. માનસિક વેગથી લડયા. છેવટે કલ્પનાથી મુગટ ઉગામવા ગયા, ત્યાં શિર પર હાથ ગયો, અને લોચ સહિત શિરનો ખ્યાલ આવ્યો. વેગ હતો પણ હવે પ્રશ્ન થયો હું કોણ? કયાં છું? અને એ જ વેગ પ્રાયશ્ચિતમાં વળ્યો. સીધા ધર્મધ્યાનમાં આરૂઢ થઈ શુકલ ધ્યાનમાં પહોંચી ગયા. જેવા વેગથી ઊતર્યા હતા તેવા વેગથી ચઢયા. પ્રત્યક્ષ જ્ઞાનીનો આશ્રય હતો, સ્વરૂપનો ૧ ૨૧ સ્વરૂપ અવલોકન Page #123 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય હતો અને મુક્ત થયા. પુદ્ગલભાવમાં મહામોહનીયનો ઉદય હોય. ધર્મક્રિયાનાં સાધનો મુક્તિ માટે હોય તેને આશ્રવનાં સાધનો બનાવે, તેથી ધર્મ કરે તો ય રખડે. એક પુદ્ગલના મોહની પાછળ ધન, પુત્ર, પરિવાર, સત્તા, કીર્તિ કેટલાંય સાધનો ભેગાં કરી અસત્ કલ્પનામાં જીવે. શ્રુતજ્ઞાનની શુદ્ધિ હોય તો વ્યવહારમાં શુદ્ધિ રહે. રાગદ્વેષની પરિણિતને બળ આપનાર મોહનીય અને વેદનીય કર્મ છે. જાગૃતિ જ આ આવરણને કાઢી શકે. શાતા, અશાતા, વેદનીય દર્શનમોહનીયના આધારે હોય છે. તેના વેગને સમાવવો પડે. ચારિત્રમોહનીયના ઉદયથી શિથિલાચાર થાય. ચારિત્રમોહનીયથી ભ્રમિત થઈને પુદ્ગલના સુખને ઈચ્છે. ઈંદ્રિય નિગ્રહ કરીને કે તપશ્ચર્યા કરીને ચક્રવર્તીનાં સુખ ઈચ્છે. જ્ઞાન ન હોવાને કારણે આવો ભ્રમ થાય. અને સુખને બહાને કષાયો આવી ઊંડી જડ નાંખી જાય. ધર્મનાં સાધનો કષાયનાં સાધનો થાય. મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયા પછી કૈવલ્ય દશા પ્રાપ્ત થાય. તત્ત્વની સરૂપે પ્રતીતિ થવી તે આત્માનો ગુણ છે. તે પ્રતીતિનું આવરણ તે દર્શનમોહનીય છે. જ્ઞાન અને ચારિત્રરૂપ શુદ્ધિ તે આત્માનો ગુણ છે. તેનો ઘાત કરનાર ઘાતી કર્મો છે. ચારિત્રમોહનીયથી કષાયો જીવે છે. સાધનની શુદ્ધિથી ઉપશમભાવ સુધી પહોંચીને અગ્યાર ગુણસ્થાનેકથી પણ પડે છે. કષાયનો સંયોગ રહ્યો હોય અને જો આયુષ્ય તૂટે તો ભવાંતરમાં મિથ્યાત્વે જઈને અટકે છે. જ્ઞાનથી ચારિત્ર ઉત્પન્ન થાય તે સાતમે ગુણસ્થાનકે પહોંચે ત્યાંય મંદ કષાય રહે. દસમા ગુણસ્થાનક સુધી આવી દશા રહે છે. મોહનીયથી વિભાવમાં પડી જીવ ઘણું રખડે છે. અનાદિની વિભાવદશાને કારણે જીવને ઈંદ્રિય સુખની વાસના પ્રબળ હોય ત્યારે એક ઈંદ્રિયના વિષયમાં પાંચ ઈંદ્રિયના વિષયોને ભોગવી લે. અને પાંચેથી બંધાય તેવાં કર્મ જીવ એક જ ઈંદ્રિય દ્વારા ગ્રહણ કરે. મોહનીય કર્મની આ પ્રકૃતિ અભ્યાસ કરવા જેવી છે. દર્શનાવરણ ચોથેથી દૂર થતું જાય છે. મોહનીયનું આવરણ સંજ્વલનભાવે દસમે પહોંચે ત્યાં સુધી રહે છે. ક્ષાયિક સમ્યકત્વ પામે પછી બારમે શુકલધ્યાનને કારણે ઘાતીકર્મો નાશ પામે છે. આ કાળમાં આપણાં સાધનો, આપણા પ્રયત્નો ૧૨૨ સ્વરૂપ અવલોકન Page #124 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય છે. મહા મોહને કાઢવા મહા પ્રયત્ન જોઈએ. આપણા સામાન્ય પ્રયત્નોથી આવરણ ઘટે, કષાય મંદ પડે. જ્ઞાનદર્શનની વિશેષ શુદ્ધિ એકાવતારીપણા સુધી લઈ જાય. શાસ્ત્રના સિદ્ધાંતને પોતાની મતિ કલ્પનાએ સમજે તો તેમાંથી મતિજ્ઞાનાવરણ આવે. તે જ પ્રમાણે શ્રુતઆવરણ આવે અને પોતાની માન્યતા પ્રમાણે બીજાને પ્રેરે તો ચારિત્ર આવરણ આવે. મોહનીય કર્મના પ્રબળ ઉદયથી સંસારને અસાર સમજે તો પણ છોડી ના શકે. જો કર્મનો ઉદય હલકો હોય અને તે સમયે પુરુષાર્થ કરે તો જીવન પરિવર્તિત થઈ જાય. પ્રત્યેક કર્યાવરણની સમજ માટે કર્મને આઠ પ્રકારે જુદા પાડી સમજાવ્યા છે. તેમાંય મોહનીયથી ચૂક્યો તો બધાં કર્મો ઘેરી વળે. જીવ અવિરતિ હોય પણ કષાય મંદ પડે તો તો તેનું જોર બહુ ચાલતું નથી. ચંડકૌશિક જેવા સર્પને પ્રભુએ પ્રતિબોધ કર્યો અને કર્મ ખપી ગયું. જ્ઞાનીનો યોગ હતો. મહા સહનશીલ જીવ હતો, શરીર ચારણી જેવું થઈ ગયું. દેહાધ્યાસ અને અહમ્ ગયો પરિણામે શુભ ગતિને પામ્યો. કષાયની રમતો બાહ્ય રીતે કદાચિત શુભ કાર્ય કરાવે, કષાય મંદ પડે પણ ક્ષય ન થાય. જીવ મહારોગમાં જેમ મૂંઝાઈ જાય છે તેમ અઘાતી કર્મના જોરમાં મૂંઝાઈ જાય છે. જડતાભાવ તે જ બંધન છે. યોગમાં ગયેલા જીવ મોહની પ્રબળતાથી નિયાણું બાંધી સંસારમાં લાંબો કાળ ગાળે છે. મોહનીયનું આ કેવું રૂપ છે? યોગો કષાયના સંબંધમાં આવે છે ત્યારે જ્ઞાનગુણ અદૃશ્ય થઈ જાય છે, શતાવેદનીયથી સંસારમાં સુખ લાગે છે. જગતના પદાર્થનું ખરું સ્વરૂપ સમજાઈ જાય તો બંધન નથી થતું. શુભકર્મથી જ્ઞાનાવરણ દર્શનાવરણનો ક્ષયોપશમ થાય પણ ક્ષાવિકભાવ ન થાય. દર્શનમોહનીયનો ઉદય દૂર થાય ત્યારે સંસાર પ્રત્યે નિષ્ક્રિયતા થાય, પ્રવૃત્તિનો બોજો પણ ન હોય. તત્ત્વાર્થે તત્ત્વ નિરૂપણ પરગુણે કાર્યકારી નથી, સ્વગુણે છે. મરણ પછી જીવન મળે તે ધર્મ નથી. મરણ એ મરણ જ રહે તે નિર્વાણ છે. જૈનદર્શન કેવળ સામાયિક, તપ, વગેરેથી ખીલતું નથી. શાસ્ત્રબોધની એ પદ્ધતિ નથી. કષાય રહિતપણાથી દર્શન ખીલે છે. જ્ઞાનનું ફળ કોઈ બાહ્ય ક્રિયા નથી, તેમાં તો પરમશાંતિનો અનુભવ છે. કષાય રહિત જીવનની પ્રતીતિ સ્વરૂપ અવલોકન ૧૨૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ આવે છે. છતાં પણ જો માન, યશ જેવી પ્રવૃત્તિમાં જોડાય તો જ્ઞાનની ગતિ વધવાને બદલે જ્ઞાનાવરણ થાય કે મોહનીય કર્મ બંધાય. કારણ શેષ કર્મબંધનો સત્તામાં પડયા હોય છે. તે સર્વ પુગલ સંબંધોને દૂર કરવાના છે. જીવ એમ વિચારે કે હું કોઈના કે આ દેહના હિત માટે સંસારમાં નથી રહ્યો. પરંતુ કેવળ આત્માર્થે જ જન્મ્યો છું તેવા જ પુરુષાર્થમાં રહે તો ક્રમે ક્રમે ક્ષાયિકભાવ પ્રગટે. પરિહાર વિશુદ્ધિથી પુદ્ગલની શુદ્ધિ છે. જીવ સૂક્ષ્મ કષાયભાવથી છૂટે ત્યારે આત્મ સ્થિરતા તરફ વળે છે. દર્શનમોહનીયની મંદતા થાય ત્યારે મનની સંકલ્પ શક્તિ આવે. સામાન્ય સાધનથી પૂજા થાય પણ ભાવરૂપી સાધનથી મહાપૂજા થાય. વધુ સૂક્ષ્મ સાધનથી મહાપૂજા થાય પ્રથમમાં સાધનનો મહિમા વધે, પણ મહાપૂજા એટલે તો મહાયાગ અને મહાયોગ (વિધાન) તે મહાત્યાગ છે. એવો મહાયાગ અને ત્યાગ પ્રભુ કરતા. તે ત્યાગમાં મહાન ઉપકાર હતો. તે ત્યાગથી સંબંધો છૂટતા. પરપદાર્થ માટે થતી ક્રિયા ફળ નીપજાવે. બાહ્ય ક્રિયા ચિત્તની એકાગ્રતાનું સાધન ન બને. જ્ઞાની તેથી જ એકાંતમાં વસતા અને મધ્યરાત્રીએ એકાંતમાં ધ્યાનમાં રહેતા. દિવસે જગતના જીવોનું કલ્યાણ કાર્ય કરે. અને રાત્રિ સ્વસ્થતાથી ધ્યાનમાં ગાળે. દેવગુરુની અપૂર્વ શ્રદ્ધા ઃ દર્શનમોહનીયના કારણે જીવને દેવગુરુ ધર્મની સાચી શ્રદ્ધા થતી નથી. ગમે ત્યાં દોરવાઈ જાય. ગુરુ મળે, ધર્મ મળે પછી આત્મદર્શન કેમ ન થાય? વિકાર, દોષો ઓછા કેમ ન થાય ? ઈચ્છા શક્તિ કેમ છૂટે નહિ? શા માટે ક્ષાયિકદર્શન ન પામું? આવી પૃચ્છા થવી જોઈએ. જીવન સાથે જેવો પ્રાકૃત સંબંધ છે તેવો કર્મગ્રંથના અભ્યાસમાં રાખવો. અને સૂક્ષ્મ વિચાર વડે સ્વરૂપની દૃષ્ટિ કેળવવી. પ્રાચીનયુગમાં ગ્રંથો ન હતા ત્યારે સ્મૃતિ દ્વારા જ્ઞાનસંગ્રહ થતો. જ્ઞાન એ આરાધનારૂપે થતું, સરળતા હતી. એ આરાધના કરીને સંસારથી છૂટવાનું હતું. આત્માની ગુણ પ્રકૃતિ છે તે શા માટે અવગુણરૂપ થઈ ગઈ? ચારિત્ર લઈને પણ પુદ્ગલ સંબંધની ઈચ્છા રાખી? એવી આત્મવંચના કેમ થઈ ? અતિ ધર્મ પ્રવૃત્તિ કરે, પુણ્યને એકઠું કરે અને વ્યય કરે તેમાં જ્ઞાન ન પ્રગટે. આત્માર્થે જે ગુણની સ્થિતિ નથી થઈ તેનું વ્યવહારમાં પાલન ન થાય. શરીર પર આધાર રાખવાને બદલે આત્મઉપયોગ પર | સ્વરૂપ અવલોકન ૧ ૨૪ Page #126 -------------------------------------------------------------------------- ________________ આધાર રાખવો. વિવેક અને વિચારની વ્યવસ્થાના અભાવે આત્મા પાસે ઘણું કાર્ય કરાવવા છતાં આત્માની પરિણતિ શુદ્ધ કેમ નથી થતી ? ધર્મ ક્યાંથી મેળવી લેવો છે ? તીર્થમાંથી, પૂજામાંથી, સામાયિકમાંથી કે તપમાંથી ? વાસ્તવિક રીતે શુભભાવ માટે તે સર્વ બાહ્ય સાધનો છે. જો આત્મભાવમાં સ્થિરતા હશે તો બાહ્ય સાધનો સહાયક બનશે. શુદ્ધયોગ જ સદ્ધર્મ છે. એકાંતમાં બેસીને જીવ પોતાનું અવલોકન કરે તો તેમાં કયા સાધનની જરૂર પડે ? તે ન બની શકે તો શુભ નિમિત્ત લે એટલે શુદ્ધ ક્રિયા કરે. શુભભાવથી શુભ નિમિત્તે કરેલી ક્રિયાથી ગમે તેવા દેવલોક મળે તો ય ત્યાં આત્માને રોકાવું પડે છે. શુદ્ધ ઉપાદાન વડે આત્માને શુદ્ધ પરિણતિએ સ્થિર રાખવો. કર્મના ઉદયકાળે તેને આધીન ન થવું. તે ર્મના ભોક્તા થયા વગર કર્મને દૂર કરવાનું છે. ઈંદ્રિયની કોઈ તાકાત નથી કે તે ધર્મ રાવી દે. પરંતુ ક્રિયાકાંડ એટલા પ્રમાણમાં વિક્સ્ટ્રા છે કે આત્માનો વિચાર કરવાનો સમય જ નથી રહેતો, જો અવલોક્ત થાય તો તપને અંતે ર્મ બળવાને બદલે ક્રોધ જેવી પ્રકૃતિ કેમ ઊઠે ? મનુષ્યમાં એવો વિવેક આવે છે કે સુખ સંયમમાં છે. શુભ અશુભ બંને ક્રિયાથી નિવર્તવું તે મોક્ષ છે. કેવળ પ્રવૃત્તિથી ધ્યેય સિદ્ધ થતું નથી. પરભાવના નિવૃત્તિ ધર્મને મહાચારિત્ર કહ્યું છે. તેવા જ્ઞાનીનો મેળાપ થવો દુર્લભ છે. શાતા-અનુકૂળતાએ સુખ અને અશાતા-પ્રતિકૂળતાએ દુઃખ એવી કલ્પનાથી જીવે, તો પરિષહ કે ઉપસર્ગમા દુઃખ ઉપજે. સમભાવે તેનું પાલન ન થાય. પ્રભુ જેવા મહાન આત્મા તપની આગળ-પાછળ શું અનુકૂળતા જોતા હતા ? સહજપણે તપ થતું, તે પૂર્વ પ્રારબ્ધને ક્ષીણ કરતું. તેવા તપનું સ્મરણ કરતાં ભાવ નિર્જરા થઈ પુદ્ગલ તરફથી આસક્તિ દૂર થાય. વિતરાગની વાણીને શ્રુત કેવળીઓએ ગ્રંથોમાં ગૂંથી તેમાં દરેક જીવો ધર્મ પામી શકે તેવું રહસ્ય મૂકયું. પણ ઉપદેશકો સમૂહને વર્ષોનાં વર્ષો સુધી બાળક સમજીને, અપરિપકવ સમજીને બોધ આપે પણ ઉપદેશ સમજાય તો જીવ પરિપકવતા પામે. અતિમુક્ત કુમારે આઠ વર્ષની વયે સ્વરૂપ અવલોકન ૧૨૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર લીધું. પણ ભાવની કેવી નિર્મળતા, કેવી અપૂર્વતા કે કેવળ પ્રાયશ્ચિતના નિમિત્તથી જ્ઞાનદશાને પામ્યા. થોડો ક્ષયોપશમભાવ થાય તેમાં જીવ સંતુષ્ટ થઈ રાજી થઈ માનમાં આવી જાય તો આવરણ આવે. વ્યવહારમાં દાન પુણ્યનો વિષય છે, તે સાધન છે. ત્યાગ, સંયમ એ સાધ્ય છે. પુણ્ય પાપના ક્ષીણપણા માટે છે. અને અંતે તો બંને ત્યાગવા માટે છે. પુણ્ય છોડવાથી પાપ છૂટશે ? બંને મોહનીયના પ્રકારો છે. કર્તુત્વ મોહનીયનું છે અને ભોગતૃત્વ વેદનીયનું છે. ધર્મક્રિયાથી કર્મ ખપે છે તે ભાન ખોટું છે. ભાવક્રિયાથી જ ર્મ ખપે. જે તીર્થકર દેવો ચક્રવર્તીપણું પામ્યા હતા તેમણે કઈ રીતે તે પુણ્ય ભોગાવ્યું હશે. ભોગ ભોગવે અને કર્મ ન બંધાય? એક જ ભવમાં શાંતિનાથ પ્રભુ ચક્રવર્તીપણું પામી વળી અહંતપદને પામ્યા હતા. ભોગને કેવળ પૂર્વ પ્રારબ્ધ જાણી ભોગવી ઉકેલી નાખતાં, ત્યારે નિર્જરા થતી. ધર્મના નામે આટલી બધી મહેનત કરી જીવને પ્રશ્ન નથી થતો કે આ બધું કયા પુદ્ગલ મેળવવા માટે ? લોકો ધર્મ કહે તેનાથી પોતે ધર્મી છે તેવું માની લે છે. અંશતઃ પણ સાચી ક્રિયા કરે અને ભ્રાંતિમાંથી છૂટવાનો પ્રયત્ન કરે તો ધીરે ધીરે કર્મ પાતળાં પડે. દરેક કષાય પાછળ લોભની ઉત્તેજના છે. માન અને માયાને લોભ ટકાવી રાખે છે. ક્રોધી જીવ તિર્યંચગતિ પામે પણ લોભી જીવ તો નરકગામી જ બને. ધાર્મિક ક્રિયામાં પણ પુણ્યનો લોભ રહે છે ને ? વિચારીને વિરમવું. નરક એ દુઃખ અને સ્વર્ગ એ સુખ તે શાસ્ત્રિય સમજ થઈ. પરંતુ મિથ્યામતિ દેવો સ્પર્ધાદિથી પીડાય છે. તે સુખી છે? આત્મગુણનું અત્યંત દબાઈ જવું તે દુઃખ છે. મનુષ્ય સંયમમાં સુખ માની સુખને અનુભવે છે. ધર્મીને ધર્મની શું ક્રિયા કરવી પડે ? પૂર્વ પ્રારબ્ધને ક્ષીણ કરવા સંયમ કરવો તે તેમની ધર્મક્રિયા છે. લોભ અને લાલચ ધર્માભાસ છે. તપનાં અનુષ્ઠાનો સાધુતા કેળવવા માટે છે. કર્મ પુદ્ગલોથી સર્વ પ્રકારે ભિન્ન રહેવું તે પૂર્ણ બ્રહ્મચર્ય છે. સામાયિકની જો આવી મહત્તા હોય તો સાધુધર્મની કેવી મહત્તા હોય ! સામાયિક વ્રતની પરિપૂર્ણતાને કારણે પુણિયા અને આનંદ શ્રાવકો મહાશ્રાવક કહેવાયા. કષાયભાવથી આવરણ પર આવરણ ચઢતું જાય તો કેવલ્ય સુધી કયારે પહોંચાય ? જેવાં ગાઢ કર્મો હોય ૧ ૨૬ સ્વરૂપ અવલોકન Page #128 -------------------------------------------------------------------------- ________________ તેનાથી બળવાન પુરુષાર્થ જોઈએ. ત્યાં વ્યવહાર કે કોઈપણ ક્રિયા અશુદ્ધ ન ચાલે અશુદ્ધિને કારણે શુદ્ધ સમક્તિ પ્રાપ્ત ન થાય. આત્મભાવ એટલે શું? પુગલભાવથી વિરક્ત થવું તે આત્મભાવ. દ્રવ્ય શુદ્ધિ કરતાં ભાવશુદ્ધિમાં વધુ ઉઘાડ છે. ક્ષાયિક સમકિતીને કઈ વિધિ કરવી પડે છે. ? આત્મ સ્થિરતાના ભાવની પ્રબળતા હોય છે. ચિલાતી પુત્રે કન્યાનું ડોકું કાપ્યું, મોહને કારણે મહાન હિંસા કરી, છતાં તરત જ જ્ઞાનનો યોગ મળ્યો, તેના બોધને પામ્યો તેનું શું કારણ? પૂર્વ જીવનમાં મહાન સાધુપણું પામેલો. વિરાધનાને કારણે આ જન્મમાં પ્રારબ્ધ ઉદયમાં આવ્યું, તે અતિ તીવ્ર વેગે આવ્યું. જેવી વિષમતાની તીવ્રતા ક્ષીણ થઈ, તેવી સમતાની તીવ્રતા ઉદયમાં આવી. છ છ માસ સુધી ઉપદ્રવ સહ્યા, અને તેનાથી શુદ્ધ થઈ મુક્ત થયા. અનાદિનાં કર્મો નષ્ટ કરવા અનંતાળ જોઈએ અને ન પણ જોઈએ. જ્ઞાની સંક્રમણ કરીને ઘણાં કમોંને ભોગવી લે. આવા મહાશક્તિવાન આત્માઓને કઈ ક્રિયા કરવી પડતી હશે ? તેઓ ર્મના રસનું શોષણ કરી લે છે, આથી ર્મ લુડું પડી જતાં છૂટી જાય છે. કર્મથી શીધ્ર મુક્ત થવાની આવી રીત છે. શુદ્ધ આત્મધર્મને પુદ્ગલધર્મ સાથે જોડી દઈ ધર્મનો ભાસ સેવાય છે. રાત્રીએ ખાવ તો મહાપાપ લાગે અને દિવસે દસવાર ક્રોધ થાય તો શું થાય ! આત્મભાવમાં સ્થિર કરે તે સક્રિયા અને પુદ્ગલભાવને વધારે તે મિથ્યાક્રિયા. એની ભૂમિકા માટે જ્ઞાનીઓએ ચૌવિહાર, વિગઈ ત્યાગ, દાનભાવ વગેરે કર્તવ્ય મૂક્યા છે. તેમાં ઘણો વિપર્યાસ ઊભો થયો છે. | દર્શનશુદ્ધિ માટે દર્શનાચાર ઃ દર્શનાચારના આઠ આચાર છે, તે દર્શન મોહનીય જવા માટે છે, પહેલો આચાર નિઃશંકતા છે. દર્શન મોહનીયનું આવરણ ઘટે ત્યારે નિઃશંકતા આવે. કઈ ક્રિયાથી કયું કર્મ બંધાશે, ને કેવી ગતિ થશે તેની દશા ન સમજાય ત્યાં સુધી સામાન્ય દર્શન કે વિશેષ દર્શનના ભેદની સ્પષ્ટતા થાય નહિ. ક્રિયાનું ફળ શા માટે? પરધર્મની મહત્તા જુએ. ધાર્મિક ક્રિયાના લૌકિક લાભ જુએ. અને તેથી પોતાની ક્રિયામાં શંકા રાખે, કે મને ફળ મળશે કે નહિ? કાર્યથી કારણ શોધો. કે જીવ શાથી સુખી અને શાથી દુઃખી? અમુક દેવ દેવીને માનવાથી સંસારમાં સ્વરૂપ અવલોકન ૧૨૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ સુખી થવાય તે લૌકિક લાભ છે. સંહારક શક્તિવાળા દેવની માન્યતા રાખી હિંસાનાં કામો કરો, બીજાને મારીને સુખી કેવી રીતે થવાય ? આધ્યાત્મિક આચારવાળો જીવ અત્યંત દેવની આરાધના કરી પોતાના કર્મરૂપી શત્રુને મારે છે અને આત્મદશા પામવા ઈચ્છે છે. પોતાના અંતરમાં દ્વેષ ઉત્પન્ન થાય તેથી અન્ય જીવ પ્રત્યે અહિત બુદ્ધિ થાય. આથી દ્વેષ બુદ્ધિ જાય તો રણક્ષેત્રે પણ રાજાઓને સાધુતા-વૈરાગ્ય આવતો. શરીર મરવાનું કારણ જે કર્મો છે તેનો નાશ થવો જોઈએ. કેવળ દૈહિક સુખ માટે એવા દેવદેવીનું સ્થાપન કરી તેમને માનવા તે મિથ્યાત્વ છે. શત્રુભાવ નાશ પામશે ત્યારે જીવ કયા શત્રુનો સંહાર કરવા તપ્તર થશે ? તેને શત્રુ . મિત્રના ભેદ જ નહિ હોય. રણક્ષેત્રે જીવન ખોઈને યશ મેળવવો તે ક્ષત્રિયપણું કહેવાય છે. પરંતુ જીવનરૂપી સંગ્રામમાં મિથ્યાજ્ઞાનથી કર્મોનું આવવું તે રણ સંગ્રામ છે. તે રણક્ષેત્રમાં વીરતા દાખવવાની છે. તીર્થંકરદેવના સમોસરણમાં પશુઓ પણ જન્મવેર ભૂલી મિત્રભાવે બેસે છે, તે સમયનો નિર્મળ ભાવ ટકી જાય પછી શત્રુ સાથે રહેતો હોય તો પણ નિર્ભયતા આવે છે. મુનિદશા તે જીવન સંગ્રામ છે. અનેક વૃત્તિઓનો નાશ કરવા માટે જાગૃત થઈ જીવવું પડે છે. એવો ભાવ આવે ત્યારે નમો અરિહંતાણં જેવા મંત્રની સાધનાને યોગ્ય બની શકાય, તે સિવાય દર્શન મોહનીય કાઢી શકાતું નથી. સ્વયં પુરુષાર્થથી જીવન પરિવર્તન કરવું જોઈએ, ત્યારે કંઈક સત્યનો સાક્ષાત્કાર થાય. શાસ્ત્રમાં કથા આવે છે. લડાઈમાં જતાં ભક્ત રાજાઓ મૂર્તિને શરીરના કોઈ ભાગમાં બાંધી લેતા. લડાઈ નિવારી ન શકતા ત્યારે પોતાના શત્રુ સાથે લડવું પડતું. તેમાં શત્રુને વિસ્તૃત કરવા અહિંસક ભાવમય મૂર્તિ રાખતા. અને રણમાંથી નિવૃત્ત થતાં એ યુદ્ધમાંથી છૂટવાની ભાવના કરતા. જો કે યુદ્ધ કરી વધુ પ્રદેશો જીતવાની આસક્તિને રોકી ન શકવી એ ઘેલછા છે. ઈર્ષા સ્પર્ધાને દૂર કરવાની છે. તે મોહનીયનાં લક્ષણો છે. પૂર્વે પુણ્ય બાંધતાં ન આવડયું હોય તેથી પાપાનુબંધી પુણ્યમાં જાય. પુણ્ય ભોગવાઈ જતાં પાપની સીમા ન રહે. દરેક જીવ પ્રત્યે સમભાવ રાખવાનું અત્યંત પ્રભુએ સૂત્ર બતાવ્યું છે. જૈનધર્મ કે કુળ મળવા માત્રથી ૧૨૮ સ્વરૂપ અવલોકન Page #130 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન થતું નથી. ચૌદપૂર્વનો સાર નવકારમંત્ર છે. નવકારનો સાર અરિહંત છે અને તે પદના આરાધનનો સાર સિદ્ધ છે. એટલે અરિહંત સિદ્ધના અનંત જ્ઞાન દર્શન ગુણમાં ચૌદ રાજલોક સમાઈ જાય છે. બાહુબલીજી માનથી નીચે ન ઊતર્યા કેવળજ્ઞાન ન પગટયું. આપણે કેટલા કષાયથી ઘેરાયેલા છીએ. માન અંતરંગ હાથી છે. દ્રવ્યથી હાથી પરથી તો થાકીને મનુષ્ય ઊતરે. આ અંતરંગ માનરૂપી હાથી પરથી ઊતરવા માટે જ્ઞાનબોધ જોઈએ. પશુતાની વૃત્તિથી જેટલો હારતો નથી તેટલો માનવ માનમોહથી પાછો પડે છે. અહિંસાભાવથી દર્શનમોહ જાય છે. મમત્વ એ જ જંજાળ છે. દેવકૃત કંઈ શક્તિ કે સુખ મેળવેલું હશે તે નષ્ટ થવાનું છે. પણ સ્વયં પુરુષાર્થથી મેળવેલું સિદ્ધપદ અનંત અનંત અવ્યાબાધ સુખ છે, તે અવિનાશી છે. જીવ પોતાના વિભાવથી જ અજ્ઞાનનો સંગી છે. અને તે અજ્ઞાનની યુક્તિ વડે જીવે છે તે ભ્રાંતદશા છે. મિથ્યાચાર છૂટે અને પોતાને પોતાના સ્વધર્મનું ભાન થાય તો જીવને મિથ્યાત્વી કોણ બનાવે? પૂર્વ આરાધનાને યોગે કવચિત મોહનીયના ક્ષયોપશમથી પોતાનું કર્તવ્ય સમજે છતાં ચારિત્ર મોહનીયની પ્રબળતાએ આચરણ કરી ન શકે. એટલે ત્યાગને બદલે ભોગ તરફ વૃત્તિ જાય, મુનિ હોય તોય પોતે ઉપદેશ કરે પણ અંતરંગ વાસના ન છૂટે. અને જ્ઞાન અજ્ઞાનરૂપે પરિણમે, બાહ્ય સંયોગના સુખની વૃત્તિ છૂટતી નથી. આમ ચાર અનંતાનુબંધી કષાયો અને ત્રણ દર્શન મોહનીયની પ્રકૃતિ ચારિત્રાવરણ કરે છે. તેનો નાશ કરવા પરમ પુરુષાર્થ જોઈએ. બારમે ગુણસ્થાને સ્થિર ચારિત્ર આવે. શુભ આશ્રવ થાય ત્યાં સુધી પણ અધ્યવસાયના બદલા જેવું છે, સ્થિરતા ન આવે ત્યાં સુધી દ્રવ્ય ચારિત્ર કહેવાય. બારમે જ ભાવચારિત્ર સ્થિરતા પામે. ક્ષાયિક ભાવે થાય. કરકંડુ રાજા પોતાના ભાઈ સાથે યુદ્ધમાં જોડાય છે ત્યારે તેની માતા સાધ્વી તેને સમજાવે છે. હે પુત્ર! હિંસા કરી કયો જય પામીશ? પુણ્યનો ક્ષય થાય પછી પાપ જ ઉદયમાં આવશે. જિન ભગવંતોએ કોની સાથે યુદ્ધ કર્યું? કોની સાથે વિજય મેળવ્યો? પુણ્ય મળેલી રિદ્ધિ પુણ્યથી જ સચવાય. પાપાનુબંધી પુણ્ય થોડા સમયમાં નષ્ટ થાય. અંતરંગ કર્મોનો સમૂહ યુદ્ધ માટે છે. સ્વરૂપ અવલોકન ૧૨૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ આવો બોધ સાંભળી પુત્ર કહે છે. આવા રણક્ષેત્રના યુદ્ધમાં એવો ઉપદેશ ન ચાલે. હમણાં યુદ્ધ ત્યજી દઉં તો અપયશ મળે, પ્રથમ જીતું, પછી રાજ્ય પ્રેમથી ચલાવીશ. સાધ્વી માતાએ ફરી કહ્યું કે, હે ! પુત્ર પ્રભુએ કયું યુદ્ધ કરી ત્રણે લોકમાં આવું પ્રેમ-રાજય સ્થાપ્યું? કેવળ અહિંસાનો ભાવ! તે જ સાચું સામ્રાજય છે. છેવટે કરકંડ બોધ ન પામવાથી તે બીજા પુત્ર પાસે જાય છે. તેને સમજાવે છે હે પુત્ર! અંતરંગ શત્રુ મારવા તે તારો ધર્મ છે. તને ધર્મ પમાડવા આવી છું. બીજા પુત્રને માન નડે છે. છતાં બંનેને લાગ્યું કે યુદ્ધની પ્રવૃત્તિ ના કરવી પડે તો સારું. તેઓ વિચારે છે કે સામેથી પ્રવૃત્તિ થાય તો યુદ્ધ કરવું તેમ નિર્ણય કર્યો. પછી તો કોઈ યુદ્ધ ન ચઢયું. આમ સમાનભાવી થવાથી યુદ્ધ ખાળી શકાયું. માતાની ધર્મ શ્રદ્ધા અને નિર્ભયતાને કારણે આ બન્યું. આ પ્રમાણે બોધ પમાડવો તે સાધુજનોનો ધર્મ અને આચાર છે. આત્મા અનધ્યાસને કારણે વિચિત્ર પ્રકૃતિના સમૂહરૂપ બની ગયો છે, તેથી તેને વિભાવમાં રસ આવે છે. ધન-ઉપાર્જન સમયે નીતિ જેવો સદાચાર પણ વિસરાઈ ગયો છે. મોહનીયનો ઘેર્યો વધુ ને વધુ એકઠું કરે જાય છે, અને તેના ઉપયોગમાં પણ મોહને કારણે મહત્ત્વાકાંક્ષા, કીર્તિ જેવા ફંદમાં ફસાય છે. તીર્થંકરદેવોએ મહાપુણ્યને કારણે ઘણું ધન મેળવ્યું હતું પણ તેનો ત્યાગ કરી ચાલી નીકળ્યા. તે ધનનું દાન કરી લોકોનું કલ્યાણ કર્યું. સંસારી જીવો મહાપ્રવૃત્તિ કરી સુખ માને છે, જીવન જ એવું ઘડયું છે કે કંઈને કંઈ જીવ કર્યા જ કરે. છતાં તે તો પ્રમાદ છે તેમ જ્ઞાનીઓ કહે છે. અને આવા પ્રમાદનું કારણ ઘાતકર્મ છે. અને ઘાતકર્મનું કારણ દર્શનમોહનીય છે, તેની સાથે મિથ્યાત્વ તો લાગેલું જ છે. અનંતાનુબંધી કષાયો જાય તો પ્રમાદ ઘટે, તેમ કરતાં સમકિત પ્રગટે. બહારના વિરોધમાં જીવ પડે છે તેના કરતાં આ ઘાતકર્મો સાથે વિરોધ કરવાની જરૂર છે, જીવનો પુરુષાર્થ એવો હોય કે કર્મના ઉદયકાળે કર્મોનો ઉપશમ કરી શકીએ. તે માટે સમભાવ કેળવવો પડે. સામાયિક જેવા વ્રતથી મન વચન કાયાના બત્રીસ દોષ નાશ પામે. અને ઉપયોગ આત્મામાં સ્થિર રહે તો પ્રમાદ મંદ અતિમંદ થાય. આત્મા એક અને ૧૩૦ સ્વરૂપ અવલોકન Page #132 -------------------------------------------------------------------------- ________________ વિચારોની અનેક વણઝાર ચાલ્યા કરે છે. જ્ઞાનાદિ ગુણો અનંત હોવા છતાં એકાકાર છે. આત્મા ચારિત્રગુણ સાથે જોડાયેલો હશે તો તેની સર્વ ક્રિયા સત્ થશે. સામાયિકની વિધિને અંતે શું કહ્યું છે ? બત્રીસ દોષનું સંશોધન કહ્યું છે. સામાયિક હોવા છતાં શું ન કરવા જેવું કર્યું છે ? તેનું વારંવાર ચિંતન કરી સુધારણા કરવી. એથી દર્શનમોહનીય મંદ થશે. ઉલ્લાસ પરિણતિ રહેશે. અને પ્રમાદ સેવાશે તો અસંખ્યાતો કાળ નીકળી જશે. બંધન સમયે ચોથો કાળ હશે તો નીકળવાની બારી મળશે. વર્તમાનમાં કરેલો પુરુષાર્થ કયારેક કામ લાગશે. વર્તમાનમાં પરિણામ ન દેખાય તો નિરાશ ન થવું. સતત પુરુષાર્થ કરવો. જેથી ગાઢ થતાં દર્શનમોહનીયનું જોર શિથિલ થશે. ઘાતક રસનું પ્રમાણ ઘટશે. અર્જુન માળી જેવાએ એક દિવસમાં ઘોર હિંસા કરી હતી છતાં શુદ્ધ પ્રયત્નથી હિંસાનું મૂળ કારણ છેદી નાંખ્યું, અને અંદર રહેલી કરુણા જાગી ઊઠી. પ્રાયશ્ચિત કર્યું, અને નિર્ભય થઈ પરમ ભાવે પ્રભુ સન્મુખ થયો. તે પછીનું કાર્ય પ્રભુએ સંભાળી લીધું. માર્ગમાં તાડન પીડન સહન કર્યાં. અને સાથે શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત કર્યું પછી કેટલી ક્રિયા બાકી રહે ? અસાધ્ય એવાં કર્મોને પણ મહા સમભાવે, પ્રાયશ્ચિતથી ખપાવી દીધાં. આ પંચમકાળમાં તેવા શરીર અને મનનું બળ નથી. આથી ભવિ જીવો મહાવિદેહમાં જવાની ભાવના કરે. ત્યાં જ્ઞાનીનો સાક્ષાત યોગ હોવાથી પ્રમાદ કષાય ઓછા થાય, નષ્ટ થાય, વિવેક જાગે. મુક્તિ થવી બાકી છે તેથી તે ક્ષેત્રને ઈચ્છવો પડે. પરંતુ આ જન્મમાં યોગ્યતા થઈ હશે તો તે ક્ષેત્ર મળશે. જીવની દેહ પ્રકૃતિ (ભાવ) ઘટી કે નહિ, ન ઘટી તો શું કરીશ ? શક્તિને આત્માર્થે કેમ વાપરીશ ? દર્શન મોહનીયની એટલી વિચિત્રતા છે કે શક્તિશાળી જીવોને ભ્રમણા થઈ આવે છે કે જગતનાં સુખો ઈચ્છીશ ત્યારે મળી શકશે. નિદાનથી જગતનું ધાર્યું સુખ મેળવી શકીશ. આથી ઘણા કષ્ટ સહન કરે, ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં શુદ્ધ દર્શન પ્રાપ્ત ન થાય. દર્શનમોહનીય ઉદયમાં આવ્યું તે જાણી ન શકે. ભવાંતરથી છૂટવા તપ વગેરે કરે છતાં દર્શનમોહનીય આવા ભૂલાવામાં નાંખી દે. નિદાન કરીને સ્વરૂપ અવલોકન ૧૩૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ તરત જ પાછો વળે તો તે બંધ નિકાચિત ન થવાથી ફેર પડે. પણ જો પાર્ક નિદાન કરે તો તો ભોગવ્ય છૂટકો થાય. ધર્મમોહ તે પણ દર્શન મોહ છે. પહેલાં સ્ત્રી પરિવારાદિમાં મોહ હતો હવે મને ધર્મના સાધન, ઉપકરણમાં, દહેરાસરમાં તેના વિધિ નિષેધમાં મોહ થયો તો તે પણ આશ્રદ્વાર છે. શ્રુતજ્ઞાનને બદલે આર્તધ્યાન થઈ જાય તો ચિત્તની અસ્થિરતા આવે. કષાયબુદ્ધિને દૂર કરવી હોય તો વૃત્તિને સત્ય અને મૌનમાં ફેરવી નાંખો. અંતર ચારિત્ર ઉજળું હોય તો સ્વાર્થ ન સૂજે. ખરેખર દરેક ધર્મનો આશય તો આત્માની અંતરંગ શક્તિને પ્રગટ કરવાનો છે. છતાં ધર્મના મોહથી મારો સંપ્રદાય કે પંથ જ સાચો એવો આગ્રહ સેવાય. દરેક આત્મા, આત્મધર્મ જ સાચો તેવો આગ્રહ રાખે તો ધર્મને નામે થતા ઝઘડા શાંત થાય. ધર્મ એ એકાંત અને સ્થિર તત્ત્વ છે. તેની સ્થિરતા પોતાના ગુણો પર અવલંબે છે. આત્માએ કોઈપણ સંયોગોમાં અસ્થિર થવાની જરૂર નથી. પુણ્ય કે પાપની કોઈપણ ક્રિયામાં વિકલ્પ સંકલ્પ થાય છે. તેમાં સ્થિરતા કયાંથી રહે? દહેરે કે ઉપાશ્રયે ધર્મારાધન કરે અને વ્યવહારમાં અધ્યવસાય બગડે તો કષાય મંદ ન પડે. કોઈપણ ક્રિયાનું રૂપાંતર થાય પણ અધ્યવસાય ન બગડે તો દર્શનમોહનીયનો ઉપશમ થાય. માટે વ્યવહારની કોઈપણ ક્રિયામાં કષાયને દબાવવા પ્રયત્ન કરવા. પ્રમાદથી ભૂલ થાય તો પણ સુધારવી. વ્યવહારમાં ખોટા કર્મમાં જવું ન હોય તો પછી ખોટાં કર્તવ્ય શાને કરવાં? અને તેવા કર્તવ્યને શા માટે ફરજ ગણવી ? અકસ્માત કોઈ સંયોગો ઊભા થાય તો સંકેલી લેવા. વિચારની શુદ્ધતા ન હોય તેથી અટવાઈ જાય છે. શુદ્ધતાથી શુદ્ધ લશે જનાર વિકટ પંથને કાપે છે. તેવા સંયોગોમાં પૈર્ય રાખે છે. મોહનીયનું સ્વરૂપ એવું છે કે મોઢે મીઠા અને પાછળ અદીઠા, સ્યાદ્વાદની રીત છોડીને એક જ વિચારથી બંધાઈ જવું અને પોતે કરે છે તે સત્ય જ છે એવું માનવું તે મોહનીયની પ્રકૃતિનો એક પ્રકાર છે. - ભગવાન મહાવીરના શાસનમાં અહિંસા ભાવ ઘણો વિકાસ પામ્યો. તીર્થકરો ક્ષત્રિયકુળમાં જન્મ ધારણ કરતાં. ક્ષત્રિયો માંસાહારી હોય પણ (વરબોધિ) સમકિતી જીવો તેવો આહાર ન જ કરે. શ્રી નેમિનાથ પશુનો પોકાર સાંભળી પાછા વળ્યા. ત્રણ જ્ઞાન સહિત તેવા જ્ઞાની હોય તો ય જે ૧૩ર. સ્વરૂપ અવલોકન Www.jainelibrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ રીતે પ્રારબ્ધ ઉદયમાં આવે તેને તે રીતે પણ શુદ્ધ ઉપયોગથી પૂર્ણ કરે. અવધિજ્ઞાન હોવા છતાં તેનો ઉપયોગ કશું જોવા જાણવા માટે ન કરે. પશુનો પોકાર સાંભળી દીક્ષાનો સમય પરિપકવ થયેલો જાણી જંગલની વાટ લીધી અને રાજીમતીને પણ ભારે આંચકો આપી રાગની ગ્રંથિ તોડાવીને માર્ગની અધિકારિણી થવામાં સહાય કરી. જૈન ધર્મમાં આહારપાણીની સૂક્ષ્મતા છે. સાચો શ્રાવક એવા વજર્ય આહાર પાણી ન લે. માદક પીણાં, કંદમૂળ વિકાર ઉત્પન્ન કરવાવાળા છે. જંગલમાં રહેતા તાપસી કંદમૂળનો આહાર, ગાંજો, ચલમ જેવા પદાર્થોનો ઉપયોગ કરે છે. પરંતુ ઉત્તમ ઋષિઓ તેનો ઉપયોગ ન કરતાં. મન, વચન, કાયાના યોગને શુદ્ધ રાખવા આહારની સૂક્ષમતા ઉપયોગી છે. શતાવેદનીયના ઉદયમાં સમતા વર્તે છે. તેને એવી દઢ કરવી કે સાધુદશા સુધી લઈ જાય. પુદ્ગલમાં પોતાપણાની ભ્રાંતિ કાઢવી તે સમતા, પુદ્ગલભાવને સહજ રીતે શમાવ્યો તે શાતા. પુદ્ગલને સાચવવાનું વેદન તે પૌલિકભાવ છે. તેનાથી કેમ છૂટું તે મુખ્ય વિચારવાનું છે. શાતા વેદનીયમાં મોહનીયનો ભાવ છે તેથી પુલમાં સુખનો ભ્રમ થાય છે અને દેવગતિ જેવા નિયાણા કરવા જીવ લલચાય છે. માટે શાતામાંથી સમતામાં રૂપાંતર કરવું. દેવગતિમાં શાતાવેદનીય છે. મનુષ્યને શાતાની અશાતા બંને હોય છે. તિર્યંચમાં પ્રાય અશાતા છે. નિગોદ અને નારકમાં તો અશાતા વેદનીયનો જ ઉદય છે. સમકિતી સુખ-દુઃખમાં સમાનભાવે વર્તે. સમતાભાવ ધારણ કરી દઢપ્રહારી જેવા હિંસાભાવથી સર્વથા મુક્ત થઈ ઉચ્ચગતિને પામ્યા. શાતા અશાતાથી પર થાય તે સાધુ ઈદ્રિય વિષય, કષાયો જીતે, પરિષહ, ઉપસર્ગ સહન કરનાર. - શ્રુતજ્ઞાન એટલે સમજનું દ્વાર. જ્ઞાનની નિર્મળતાથી પુણ્ય ગૌણ થઈ જાય, સહજ ભાવે ભોગવાઈ જીવ મુક્ત થાય. પાર્શ્વનાથ પ્રભુ દેવભવમાં પોતાનાં ભાવિમાતાને જોવા ઉપયોગ મૂકી બાળસ્વરૂપે દર્શન આપે છે પણ માતા તો તે સમયે જિનદર્શનમાં લીન છે, તે જોઈ પ્રભુનો આત્મા આનંદ પામે છે. અને નમન કરે છે, અહીં મોહભાવ નથી, માતાની ધર્મભાવનાનું અનુમોદન છે. શાતા-અશાતા બંનેના વેદનમાં સમભાવ રહે ત્યારે સાચું શ્રાવકપણું સ્વરૂપ અવલોકન ૧૩૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ આવે. આવી યોગ્યતા અસંભવ નથી આપણા સમભાવથી આપણા મન, વચન, કાયાના યોગો અસર પામશે તો અન્યને તે લાભ કરતા થશે. પરંતુ સામાયિક જેવી ક્રિયાથી આપણા યોગો શુદ્ધ ન થાય તો બીજાને શું અસર થાય ? મિથ્યાત્વી જીવોની કેટલીક ક્રિયાઓ આકર્ષક હોય. પરંતુ તે સાધુતા નથી, પરભાવથી દૂ૨ રહેવું તે સાધુતા છે. લૌકિક ભાવથી કરેલી ધર્મની ક્રિયા કેવળપુણ્યના લોભે થાય તો જીવ મુક્ત ન થાય. જૈન ધર્મનો મહાન સિદ્ધાંત છે કે સર્વ જીવ મોક્ષનો અધિકારી છે. સાધક જીવના સૂક્ષમાતિ સૂક્ષ્મભાવ પણ ભોગ્યને યોગ્ય નથી. તેથી જીવન નિર્વાહની નાનામાં નાની ક્રિયામાં પણ અહિંસાને પ્રયોજી આહારાદિના સૂક્ષ્મ ભેદો દર્શાવ્યા. જીવમાં મારા-તારાપણાનો ભેદ છે તે જ્ઞાનીઓને દૂર કરાવવો છે. અને અભેદભાવ સ્થાપવો છે. દૃષ્ટપ્રહારી જેવા અત્યંત હિંસાયુક્ત પરિણામી જીવને એકાએક મહાવિરતિનો ભાવ કયા અભ્યાસથી ઉત્પન્ન થયો ? પૂર્વનું આરાધન સહાયરૂપ થયું. તે ઉદયમાં આવતાં પહેલા પૂર્વનું પાપ ખપાવી દીધું. અને આત્મ પરિણામ જાત્યાંતર પામ્યું. તેણે સમતાને દૃઢપણે આરાધી. સમતાભાવને એકે એક ઈંદ્રિયના વિષય સાથે જોડેલો રાખો. તે માટે સામાયિક જેવી ક્રિયામાં આસન, મુદ્રા જેવી ક્રિયા કરી ચિત્તશુદ્ધિ કરવી જેથી ચિત્ત અન્ય વૃત્તિમાં ન જાય. જે જે ઈંદ્રિય વિષયમાં ક્ષતિ થાય તેને શાંત કરી આગળ વધવું. તો સંસાર ટૂંકો થાય. અને થોડો કાલ બાકી રહે તો મહાવિદેહ જેવા ક્ષેત્રે જઈ પૂરો કરી જીવ મુક્ત થાય. મોહનીયકર્મ આઠ કર્મોમાં મોહનીયકર્મ ચોથા કર્મમાં છે. છતાં આ કર્મની સર્વ કર્મોમાં મુખ્યતા કહી છે. મોહનીયકર્મના પ્રભાવે કે પ્રતાપે બીજા કર્મો ટકી રહે છે. તેમાં પણ સમગ્ર સંસાર આ કર્મની જાળમાં ફસાયેલું છે. આ કર્મના ઉદયમાં જીવને પોતાના સ્વરૂપની શ્રદ્ધા કે ગુણો પેદા થતા નથી. આત્મામાં રહેલા વિવેકાદિ ગુણોમાં ભ્રમ પેદા કરાવી પરપદાર્થોમાં સુખબુદ્ધિ કરાવનારું આ કર્મ મહાબળવાન છે. મહા પરાક્રમી, આત્મબળવાળા જીવો જ તેને જીતી શકયા છે. સર્વ કર્મમાં મોહનીયકર્મ હણાયું કે બીજા કર્મો પણ નષ્ટ થાય છે. આત્મગુણોને આવરણ કે ઘાત કરનારું આ ઘાતીકર્મ સ્વરૂપ અવલોકન ૧૩૪ Page #136 -------------------------------------------------------------------------- ________________ છે. તેના રસ અને સ્થિતિ પણ બળવાન છે. આ કર્મના મુખ્ય બે ભેદ છે. (૧) દર્શનમોહનીય (૨) ચારિત્રમોનીય. દર્શન મોહનીય જીવના શ્રદ્ધા ગુણનો ઘાત કરે છે તેના ત્રણ ભેદ છે. દર્શનમોહનીચ ઃ દર્શનમોહનીય ત્રણ પ્રકારે છે. સમ્યકત્વ, મિશ્ર, અને મિથ્યાત્વ મોહનીય. સમ્યકત્વના કર્મદલ શુદ્ધ છે. મિશ્રમોહનીયના અર્ધશુદ્ધ છે. અને મિથ્યાત્વ મોહનીયના અશુદ્ધ છે. (૧) સમ્યકત્વ મોહનીય : મિથ્યાત્વમોહનીયનાં કર્મ પુલો શુદ્ધ થાય ત્યારે તે રસને સમ્યકત્વ મોહનીય કહે છે. કર્મ શુદ્ધ થવાને કારણે તત્ત્વરૂચિરૂપ સમ્યકત્વમાં બાધા નથી થતી પણ સમ્યકત્વ મોહનીયના ઉદયથી આત્મસ્વભાવરૂપ પથમિક સમ્યકત્વ કે ક્ષાયિક સમ્યકત્વ નથી હોતું. તત્ત્વના સૂક્ષ્મ વિચારોમાં શંકા રહેવાથી સમ્યકત્વ મલિન રહે છે, એવા દોષને કારણે સમ્યકત્વમોહનીય કહેવાય છે. (ર) મિશ્ર મોહનીય : કર્મનો કેટલોક ભાગ શુદ્ધ અને કેટલોક ભાગ અશુદ્ધ હોય તેવા મિશ્ર મિશ્રમોહનીયના છે. આ કર્મોના ઉદયથી જીવને તત્ત્વરુચિ નથી થતી. વળી અતત્ત્વરુચિ પણ ન હોય ત્યારે સમ્યક-મિથ્યા મોહનીય હોય છે. એમાં બે પ્રકારના રસ હોય છે. (૩) મિથ્યાત્વમોહનીય : મિથ્યાત્વ મોહનીય જીવનું હિત કે અહિત શું? જ્ઞાન કે અજ્ઞાન શું? તેના વિવેકને ચૂકી જવામાં મિથ્યાત્વ મોહનીય કારણભૂત છે, તેમાં સર્વઘાતી રસ છે. જીવ શુદ્ધ ઉપયોગ કે આત્મ શક્તિ દ્વારા તે કર્મ પુદ્ગલોના સર્વઘાતી રસને મંદ કરે છે. સર્વથા અશુદ્ધ તે મિથ્યાત્વમોહનીય છે, તે કર્મના ઉદયથી જીવને હિતમાં અહિત અને અહિતમાં હિત બુદ્ધિ થાય છે. આમાં અનંતાનુબંધી ચતુઃસ્થાનીય કષાયરસ હોય છે. કોઈવાર બે કે ત્રણ પ્રકારનો રસ હોય છે. એક સ્થાનીય રસ સહજ મંદ હોય છે. શેરડી કે લીમડાના રસને ઉકાળીને ગાઢો કરતાં જઈએ તો તે રસમાં ક્રમે ગળપણ કે કડવાશની તીવ્રતા હોય છે. તેવી રીતે શુભ અશુભ ફળ દેનારી કર્મની તીવ્રતમ શક્તિને ચતુઃસ્થાનીય, તીવ્રતર શક્તિને ત્રિસ્થાનીય, તીવ્ર શક્તિને સ્થિાનીય અને મંદ શક્તિને એક સ્થાનીય રસ હોય છે. આ રસ હોય ત્યાં સુધી ચારિત્રનો ઉદય ન થાય. સ્વરૂપ અવલોકન ૧૩૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ કર્મમાં જયાં જયાં રસ વધારે ત્યાં ત્યાં સ્વરૂપમાં ઘાતકતા વધારે હોય. મોહનીય કર્મને તોડવા પ્રથમ મિત્થાત્વમોહનીયના ઘાતક રસને તોડવા પડે. આ કર્મ સત્ત્નું ભાન થવા દેતું નથી. જેમ કે દરેક ધર્મને સરખા ગણે. શુદ્ધ ધર્મનો નિર્ણય થવા ન દે. દેહમાં આત્મબુદ્ધિ રાખે. સદેવ ગુરુધર્મની રુચિ ન થાય, કુદેવ ગુરુધર્મને માને. સ્વરૂપ દૃષ્ટિને બાધક થાય. મિશ્રમોહનીયના દર્શન મોહનીયના ઉદયથી શ્રુત સરૂપે ન સમજાય, તેથી તે શ્રુત સમ્યગ્રૂપે સહાયક ન બને. સમ્યક્ત્વ છતાં સાથે મોહનીયનો ઉદય રહે, કારણકે બીજા ગુણો ખીલ્યા નથી. તેથી તે ઓઘ સમકિત રહે, પૂર્વની આરાધના ઉદયમાં આવે પણ જીવ આગળ ન વધે. જ્ઞાન હોય પણ અહમ્ રહે, દર્શન હોય પણ મોહ રહે, ચારિત્ર હોય પણ દંભ રહે. અંતરંગ સ્પર્શ ન થાય. સ્વરૂપદૃષ્ટિ ન થાય. આ ત્રણે મોહનીયમાંથી જીવ કઈ દશામાં છે, અને તેનાથી છુટકારો થઈ શકે કે નહિ તે વિચારવું. સમ્યક્ત્વમોહનીય હોવા છતાં ઉદયમાં આવતાં કર્મોને ખાળવાની શક્તિ હોય છે, આત્મા ગુણને જોઈ શકે છે. તે જેમ શુદ્ધ થતું જાય તેમ દર્શન, જ્ઞાન ગુણ પ્રગટતા જાય, સત્ય સમજાતું જાય. જેમ જેમ શુદ્ધિ થતી જાય ચારિત્ર નિર્મળ થતું જાય. તેમ જીવ ક્ષાયિક ભાવ તરફ વધતો જાય. આત્મા નિત્ય છે, શુદ્ધ છે તેવા ભાવ સાથે ક્ષાયિકભાવનું જોડાણ થઈ શકે. મોહનીયકર્મ શુદ્ધ ઉપયોગથી ખપાવી શકાય. પંચમ કાળનું બહાનું ન લેતાં, જૈન ધર્મ મળ્યો છે તો કર્મના વેગને મંદ કરવાથી ધર્માધિકારી થઈ શકાય. આવો મંદ રસ તો દશમા, અગિયારમા ગુણસ્થાનક સુધી રહે છે. કારણકે છેલ્લે લોભ દસમે જાય છે. મને આવા ગુણો છે તેનું માન, આવા દર્શનમોહથી સાધુ પણ આવરણમાં પડે છે. એવા બંધ સમયે મોહનીયનો રસ હોય છે. આ ચારિત્રમોહનીયને કારણે હિંસામાં રસ આવે જીવને એવા સમયે જો કંઈક ભાન આવે કે આ હિંસા કોના માટે ? શા માટે ? તો આયુબંધમાં ફરક પડે, અને તેમ કરતાં કરતાં જીવ વિકાસક્રમથી આગળ વધે. શાસ્ત્રમાં પારંગત હોવા છતાં શાસ્ત્રના અતિઈદ્રિય કથન કે ૧૩૬ સ્વરૂપ અવલોકન Page #138 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મનિગોદાદિ યોનિમાં સૂક્ષ્મ વિવેચનમાં પોતાને શ્રદ્ધા ન થાય તે મિથ્યા મોહનીય છે, અને તેથી શાસ્ત્રનો બોધ આચરણરૂપ ન બને. તીર્થકર દેવની વાણીમાં શ્રદ્ધા રાખી જીવે પોતામાં શ્રદ્ધા રાખવાની છે. આત્મા વર્તમાનમાં બંધનમાં છે પણ તે મુક્ત થઈ શકે છે તે શ્રદ્ધા થઈ. કર્મ સમભાવે ભોગવવાથી ખાપી શકે છે, તે શીઘ પૂરા થાય તેવો માર્ગ લેવો. સુખદુઃખની અસર થાય છે ત્યાં સુધી બંધન છે. સ્વસ્વરૂપની શ્રદ્ધા રાખી તેમાંથી મુક્ત થવાનું છે. નહિ તો પૂર્વે શ્રમ કરીને પુણ્યયોગે મેળવેલાં સાધનો જ ઠોર મારશે. જયાં સુખભોગની લાય લાગી છે ત્યાં સમ્યક્ ઉપયોગ કેમ રહે? દોષ જોતાં જોતાં ઘડપણ આવ્યું પણ એકે દોષ ઘટયો નહિ, તો કેમ છૂટાશે ? મોહનીયર્મથી છૂટવાનો બોધ આ જીવને અનંત જન્મથી પુદ્ગલની આરાધના કરવાથી આત્મારાધન કઠણ થઈ પડયું છે. આત્માની અનંત શક્તિ પ્રગટ થાય તેવી આરાધના કરે, આત્મા પ્રગટે. તે માટે પ્રથમ દર્શનાવરણ ઘટાડવું જોઈએ. જ્ઞાનારાધન બદલે ક્રિયારાધન વધી પડયું છે. મન, વચન અને કાયા એ ત્રણે યોગોને સ્થિર કરવાના છે. આત્માનું મુખ્ય ધ્યેય મોક્ષ-સાધના છે. તે માટે તેને યોગ્ય સક્રિયા જ કરવી જોઈએ. ઉદયકર્મ પ્રમાણે પુરુષાર્થ કરે તેમાં આત્મશક્તિ ન પ્રગટે. સચેત અવસ્થામાં ધર્મ કરવા લાયક છે. આ જીવ પાસે શું નથી? અને શું મેળવવા પ્રયત્નો કરી રહ્યો છે ? ક્ષાયિક સમકિત મેળવવાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ જોઈએ. ક્ષયોપશમ સુધી તો ધર્મમાં ભ્રાંતિ થવાની સંભાવના છે. ધર્મક્રિયામાં આત્મા શુદ્ધભાવથી જોડાયેલો જોઈએ, નહિ તો પુદ્ગલ ક્રિયા કરે અને ઉપયોગ પરમાં હોય તો ક્રિયા પૌદ્ગલિક ફળ આપે. ધર્મ ચિંતનરૂપ છે તેમાં હાલ કેવળ ઉત્સવ પ્રિયતા રહી છે, પણ ચિંતન વગર ઉત્સવ શું ફળ આપે? દેહની મહેનત જડ છે તે શું પરિણામ આપે ? તે આત્મા પાસે કેમ પહોંચાડે ? જે વસ્તુ ત નિકટ છે તેની પાસે પહોચવું છે તેને પ્રથમ જાણો, તેનો નિર્ણય કરો, તેને અનુરૂપ આચરણ કરો. પ્રથમ નિર્ણયમાં જ ભ્રાંતિ હશે, તો કરેલી મહેનત શું ફળ આપશે? જ્ઞાનગુણને પ્રગટાવવા માટે સતત સત્યાસત્યના નિરીક્ષણમાં રહેવું. ત્યાં જ્ઞાનને ધારણારૂપ કરવું. તો દેહમાં રહેલા આત્માની શકિતનું ભાન થશે. સ્વરૂપ અવલોકન ૧૩૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશની શુદ્ધિ સાથે યોગોની શુદ્ધિ થશે. જયાં સુધી પોતાને સુખ પ્રિય છે ત્યાં સુધી બીજાના સુખનો વિચાર કરવો. સુખથી પર થવા માટે સર્વસંગ પરિત્યાગ કરવો, નિવૃત્ત થવું. ત્યારે સાધુતા, મુનિપણું પ્રગટે. ધર્મનું આરાધન સહેલું છે, પણ ધર્મનો સમાર્ગ મળવો દુર્લભ છે. ક્ષયોપશમ સમકિતી પણ શુદ્ધિકરણ ન કરી શકે. ત્યાં વિવેક હોય છે, પણ મર્યાદિત બોધ હોય છે. તેમાંય ઉદયકાળ નબળો હોય તો ભાવનામાં શિથિલતા આવવા સંભવ છે. ગાઢ મિથ્યાત્વમાં તો વળી ધર્માધર્મનો કંઈ વિવેક જ નથી થતો. મોહનીયના ઉદયથી ઘાતકતા નડે છે. તપથી કર્મ નિર્જરા થાય તો આત્મશક્તિ વિકસે છે. શરીરને રોગ થયો તો સૌ ખબર પૂછે છે, પણ ર્મના મારથી આત્મા ભવરોગમાં પિડાય છે તેની જ્ઞાની સિવાય કોઈ ખબર પૂછતું નથી. મોહનીયનું જોર ઘટે તો આત્મા શુદ્ધ ઉપયોગમાં રહી શકે, અને જ્ઞાન, દર્શન, ચારિત્રને મુખ્ય કરી ધર્મ પામે. આવો મૂળધર્મ પામે તે નિર્વાણ પામી શકે. ચારિત્રમોહનીય ઘટવાથી કષાયો મંદ થવા માંડે. કર્મના ઉદય કાળને નિરર્થક કરતાં આવડે તો શ્રુતજ્ઞાન પ્રગટે. આત્મ શ્રદ્ધા વધે. વિચારહીન દશાથી જ્ઞાનદશાને અવરોધ થાય. જે પોતાને ધર્મ પમાડી શકે તે અન્યને ધર્મ પમાડી શકે. આજે જગતમાં સૌને ધર્મના નામે નામના પ્રિય થઈ પડી છે. પણ ફરીને નામ જ ન મળે, દેહ જ ન મળે તેવું કરવું પ્રિય નથી. તીર્થમાં જઈને શુદ્ધાચાર કરી શુદ્ધ થવાને બદલે ત્યાં પણ નામના સૂજે. કર્તવ્યદશા તીર્થમાં ન સૂજે તો કયાં સૂજશે? ભવભ્રમણ ઘણું બાકી છે તેવું ભાન થાય તો જીવ માર્ગસ્થ થઈ ધર્મ પામી જાય, સંસાર ટૂંકો થવો તે જ બોધિદુર્લભ ભાવના છે. એ મૂળ કર્તવ્ય છોડી જીવ ઘણી મહેનત કરે તોય ભવભ્રમણ ન ઘટે. ઘાતકર્મરૂપી ડુંગર કયાં નડે છે તે ન વિચારે, તો દર્શન કયાં પામશે? દરેક કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આધારિત છે. બાહ્ય કર્મ એટલે બાહ્ય સંયોગ અને અંતરંગ ભાવના એટલે અહિંસાદિ ભાવ, તે સ્વ-પર કલ્યાણરૂપ હોય. દરેક ક્રિયા આત્મા સાથે સમયવર્તી છે. માટે સમયે સમયે ઉપયોગ રાખવા જ્ઞાની ભગવંતો આદેશ આપે છે. પરિષહ આદિને મૌન રાખી સહવા. મૌનની શક્તિ અંત સુધી કામ આપે છે. આત્મગુણોનો સ્વરૂપ અવલોકન ૧૩૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ વિકાસ તે આત્માની સેવા છે, તે જેમ જેમ વધે તેમ અવગુણનો સંગ છૂટે. અવગુણો કષાયથી ટકયા છે. કષાયોનો ઘેરાવો હશે તો અંતર-બાહ્ય બધી સાધના કષાયરૂપ થશે. નિશ્ચયનયથી કોઈ માને કે આત્માશુદ્ધ છે. અન્ય પ્રયોજનમાં આત્માને કંઈ લેવા દેવા નથી. અને વર્તમાન રે દશા છે તેનો વિચાર ન કરે કે હાલ આ દેહ અને સંસાર કેમ મળ્યા છે? તેનો પોતે જ્ઞાતા, દ્રષ્ટા છે તે સ્વભાવગત સાચું છે, પણ સ્વભાવથી કયાં ચૂક્યો છે, તેનો વિચાર કરી જ્ઞાન માર્ગે જવાનું છે. પ્રમાદને કારણે અહિંસાદિ કેટલા રહ્યા છે? ત નજીકનો જે ધર્મ છે તે છોડી આગળ જશો તો મૂળ અહિંસાધર્મ છૂટી જશે. એકેન્દ્રિયાદિ સૂક્ષ્મ જીવોની જયણા રાખવી તે સારું છે. પણ જગતના પદાર્થોમાં સુખભાવ રાખી, તેનો સંક્ષેપ ન કર્યો તો જગતમાં થતી હિંસામાં તારો હિસ્સો રહેવાનો છે. કારણકે જીવને જગતના પદાર્થોમાં સુખનો ભાવ છે. - મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિના ઘરની વ્યવસ્થા અલગ હોય. બાહ્ય રીતે ઘર સરખાં લાગે. પણ જીવવાની કળા જુદી હોય. શ્રાવકને તો ઉપયોગ એ જ ધર્મ છે. જેણે ઘરમાં ઉપયોગને સ્થાન આપ્યું તેણે બહાર પણ ઉપયોગ વર્તે. વાદવિવાદથી તત્ત્વનો નિર્ણય નથી થતો. અનાગ્રહ બુદ્ધિથી સમયનો ઉપયોગ કરે, વિનિયોગ કરે તો સત્સંગ પામે. શક્તિ વિકસાવવા શકિત વાપરવી. આ જીવનના સુખદુઃખ પૂર્વકર્મોને આધારિત છે. ભૂતકાળને જે ન સ્વીકારે તે વર્તમાનમાં શું કરે? આ લોકમાં પરલોકને આરાધે, ભોગવટો ભૂતકાળનો કરે તેથી વર્તમાનને ઓળખી શકે નહિ. જ્ઞાની ભગવંતો જે માર્ગે ગયા તે માર્ગને અનુસરવું. તેનું જીવન ઉપયોગી છે. એ માટે વર્તમાનમાં સમયે સમયે ઉપયોગ રાખવો અને પ્રમાદ રહિત થવું. નવ તત્ત્વોમાં સંવર તથા નિર્જરા ક્ષાયિક સમકિત તરફ લઈ જનારા છે. તે આત્માના ગુણો છે. પુણ્ય પાપ આદિ આશ્રવો તેને બાધક તત્ત્વો છે. સમકિતમોહનીય ઉદયમાં હોય ત્યારે મિથ્યાત્વમોહનીય સત્તામાં પડયું રહે. આત્મા તત્ત્વાદિને જાણે પુલનો વ્યવહાર શુદ્ધભાવે કરે તો સુખદુઃખથી નિવૃત્ત થાય. સ્વરૂપ અવલોકન ૧૩૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વના પાંચ ભેદ : (૧) ક્ષાયોપશિમક સમ્યકત્વ ઃ જે કર્મના ઉદયથી જીવને નવતત્ત્વો પર શ્રદ્ધા થાય છે તેને સમ્યકત્વમોહનીય કહે છે. જેમ આંખ પર ચશ્મા લગાવવાથી જોઈ શકાય છે. નજરને અવરોધ નથી આવતો. તેમ આ કર્મ આવરણરૂપ હોવા છતાં શુદ્ધભાવ હોવાને કારણે જીવની તત્ત્વાદિ શ્રદ્ધામાં બાધક થતું નથી. વ્યવહાર શ્રદ્ધા તે સમ્યકત્વમોહનીય છે. વ્યવહારથી છૂટી નિશ્ચયધર્મથી સ્વયં શ્રદ્ધા પ્રગટે ત્યારે ક્ષાયિક સમ્યકત્વ થાય. ચાર અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વમોહનીયના ક્ષય ઉપશમથી તથા સમ્યકત્વમોહનીયના ઉદયથી આત્માને જે પરિણામ થાય છે તે ક્ષયોપથમિક સમ્યકત્વ છે. ઉદયમાં વર્તતાં કર્મોનો ક્ષય અને જે ઉદયમાં નથી આવ્યાં, સત્તામાં છે તેનો ઉપશમ, તેથી તે મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ કહેવાય. મિથ્યાત્વના ઉદયકાળ પ્રદેશબંધ હોવાથી તે કર્મોનો પ્રદેશોદય હોય છે તેથી ઉદયમાં આવતાં પહેલાં ખરી પડે છે. આત્મગુણને ઘાતક નથી. રસોદય આત્માને અસર કરે છે. પ્રદેશોદયને સામાન્ય સમકિતી દબાવી શકે, રસોઇયને ક્ષાયિક સમકિતી દબાવી શકે. ક્ષાયિક સમ્યકત્વ ઃ સમ્યકત્વના ઘણા ભેદ પૈકી મુખ્ય બે ભેદ છે. વ્યવહાર સમકિત અને નિશ્ચય સમકિત. નિશ્ચય સમકિત કેવળ ક્ષાયિક સમ્યકત્વ છે. બીજા વ્યવહાર સમકિત છે. જેમકે કુદેવ-ધર્મનો ત્યાગ કરી સતુદેવ, ગુરુ ધર્મની શ્રદ્ધા અને માર્ગમાં પ્રવર્તવું તે વ્યવહાર સમકિત છે. તેના ઉત્તરોઉત્તર વિકસતા પરિણામોથી આત્મજ્ઞાન સ્થિર થાય તે નિશ્ચય સમકિત છે. વળી મિથ્યાત્વાદિ ત્રણ મોહનીયનો ક્ષય થતાં જે પરિણામ વિશેષ તે ક્ષાયિક સમ્યકત્વ છે. (૩) ઔપશમિક સમ્યકત્વ : અનંતાનુબંધી ચાર કષાય અને ત્રણે મોહનીયની પ્રકૃતિઓના ઉપશમથી આત્માને જે પરિણામ થાય તે ઔપશમિક સમ્યકત્વ છે, તે જીવને અગિયારમે ગુણસ્થાન સુધી હોય છે. અને ચોથા ગુણસ્થાનકથી વર્તે છે. આખા ભવભ્રમણમાં ચાર પાંચ વાર આ સમ્યકત્વ સ્પર્શે, તે પછી તો જીવ અવશ્ય મોક્ષગામી થાય. આ સમ્યકત્વનો ઉદય હોય ત્યારે બે ઘડી કે અંતર્મુહૂર્ત ૧૪૦ સ્વરૂપ અવલોકન Page #142 -------------------------------------------------------------------------- ________________ જીવ પોતાના સ્વરૂપમાં ટકે છે. દેહભાવથી નિવૃત્ત રહી શકે. બે ઘડી કે અંતરર્મુહૂર્ત પછી ઉપયોગ પલટો લે. ત્યારે પોતાના પરિણામ અને પુરુષાર્થ પ્રમાણે જીવ આગળ વિકાસ કરે, કયારે નીચે પણ ઉતરે માટે બારમા ગુણ સ્થાનક સુધી જીવે સતત જ્ઞાનીના બોધના આશ્રયે પુરુષાર્થ રાખવો. (૪) વેદક સમ્યક્ત્વ ઃ ક્ષયોપશમ સમ્યક્ત્વમાં રહેલો જીવ જયારે સમ્યક્ત્વ મોહનીયના અંતિમ પુદ્ગલના રસનો અનુભવ કરે છે તે સમયના પરિણામને વેદક સમ્યક્ત્વ કહે છે. આ સમ્યક્ત્વ પછી ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. વેદક સમ્યક્ત્વ કર્મના અનુભવને જલ્દી વેદી લે છે, તેમાં અનુભવ પ્રધાન રહે છે. (૫) સાસાદન સમ્યક્ત્વ : ઉપશમ સમ્યક્ત્વથી ચૂકીને મિથ્યાત્વ સન્મુખ જતો જીવ જયાં સુધી મિથ્યાત્વને પૂરેપુરું ગ્રહણ નથી કરતો ત્યાં સુધી વચ્ચેના સમયના પરિણામને સાસાદન સમ્યક્ત્વ કહે છે. નવતત્ત્વનું સંક્ષિપ્ત સ્વરૂપ ઃ જગતમાં જીવ અને અજીવ બે મુખ્ય તત્ત્વ છે. વિસ્તારથી નવ ભેદ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. જીવ : (૧) પ્રાણોને ધારણ કરે તે જીવ, તેના બે ભેદ છે. દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. પાંચ ઈદ્રિયો, મન, વચન અને કાયા એ ત્રણ બલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દસ દ્રવ્ય પ્રાણ છે. જ્ઞાન, દર્શનરૂપ ઉપયોગ તે ભાવ પ્રાણ છે. સંસારી જીવને અલ્પ અધિક બંન્ને ભાવ છે. મુક્ત જીવને ભાવપ્રાણ છે. (૨) અજીવતત્ત્વ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ તથા કાળ તે અજીવતત્ત્વના ભેદ છે. પરમાણુ, સ્કંધાદિ પુદ્ગલાસ્તિકાયના ભેદ છે. કુલ પાંચ ભેદ છે. (૩) પુણ્ય : જે કર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય તે દ્રવ્યપુણ્ય છે. જીવના શુભ પરિણામ દયા, અનુકંપા આદિ ભાવપુણ્ય છે. (૪) પાપ ઃ જે કર્મના ઉદયથી જીવ દુઃખનો અનુભવ કરે તે દ્રવ્યપાપ છે. અને તે સંયોગોમાં જે પરિણામ થવા તે ભાવપાપ છે. સ્વરૂપ અવલોકન ૧૪૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ (૫) આશ્રવ : શુભપુદ્ગલ મેળવવા તે શુભાશ્રવ છે અશુભપુદ્ગલ મેળવવા, દુઃખ ઉપજે તેવા પુદ્ગલનો યોગ થવો તે અશુભાશ્રવ છે. સુખનાં સાધનો મેળવવા જે પ્રવૃત્તિ કરવી તે દ્રવ્યાશ્રવ છે. તે માટેનાં જે પરિણામો થવા તે ભાવાશ્રવ છે. શુભ અશુભ તત્ત્વોનું જીવ સાથે સંયોગમાં આવવું તે આશ્રવ છે. શુભાશુભ પરિણામ તે ભાવાશ્રય છે. તે પરિણામોને નિમિત્ત આપતી પ્રવૃત્તિઓ દ્રવ્યાશ્રવ છે. (૬) સંવર : શુભ અશુભ કર્મોને રોકનાર પરિણતિ તે ભાવસંવર છે. કર્મપુલોનું જીવના સંયોગમાં ન આવવું તે દ્રવ્યસંવર છે. ઉદયમાં આવેલાં કર્મોને વિફળ બનાવે તે સંવર છે. જયાં સુધી શુભાશુભ ક્રિયા કરવાની રુચિ થાય છે ત્યાં સુધી સંસાર ઊભો છે. તેની ક્રિયામાંથી છૂટી નિવૃત્ત થવું, અકર્તાભાવે રહેવું તે જીવનો ધર્મ છે. (૭) નિર્જરા કર્મોનું એક પ્રકારે આત્મપ્રદેશોથી જુદું થવું તે દ્રવ્ય નિર્જરા છે. તેમાં આત્માનાં શુદ્ધ પરિણામોનું રહેવું તે ભાવ નિર્જરા છે. સામાન્ય રીતે જીવો દ્રવ્ય નિર્જરા કરે છે. જ્ઞાની મુનિઓ ભાવનિર્જરા કરે છે. જ્ઞાનાદિ ગુણમાંથી જે ભાવ જન્મે તે ભાવ નિર્જરા છે. સમકિતી જીવની સકામ નિર્જરા હોય છે. સકામ નિર્જરા ક્રમે કરી જીવને મુક્ત કરે છે. અકામ નિર્જરાથી પૂર્વનાં કર્મો ખરી પડે પણ નવા બંધ ચાલુ રહે. સકામ નિર્જરાથી પૂર્વનાં કર્મો ખરે અને નવા ગ્રહણ ન થાય. (૮) બંધ : કર્મપુદ્ગલોનું જીવપ્રદેશોની સાથે ક્ષીર અને નીરના ન્યાયે ભળી જવું તે દ્રવ્ય બંધ છે. તે બંધ પ્રવૃત્તિમાં થતી પરિણતિ તે ભાવબંધ છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારે બંધ થાય છે. પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ તે દ્રવ્યબંધ છે. ભાવબંધ રસથી છે. (૯) મોક્ષ કર્મપુલોનું સંપૂર્ણપણે આત્મપ્રદેશથી મુક્ત થવું તે દ્રવ્ય મોક્ષ છે. આત્માના સર્વાશે શુદ્ધ પરિણામો તે ભાવમોક્ષ છે. શુભ આશ્રવમાંથી પણ નીકળી જીવ સંવરભાવમાં આવે તો મોક્ષ તરફ જવાય. જ્ઞાનના પ્રકાશથી ચાલે તો મોક્ષનો માર્ગ મળે. આત્મધર્મ જ્ઞાનગ્રાહી છે. તે સ્વયં પ્રકાશી શકે છે. જૈનધર્મના સિદ્ધાંત પ્રમાણે બુદ્ધને ૧૪૨ સ્વરૂપ અવલોકન Page #144 -------------------------------------------------------------------------- ________________ = * * * * * * * આત્મા ક્ષણિક છે તેવો ભ્રમ કયાં થયો ? જીવને કર્મોથી સર્વ પ્રકારે છૂટવાના સમયે નિષ્ક્રિયાવસ્થા આવે છે. જ્ઞાની ગુરુના આશ્રય વગર તે કક્ષાએ ટકવું દુર્લભ છે. પૂર્વના પ્રબળ આરાધને જીવ ટકી જાય. નિષ્ક્રિયાવસ્થામાંથી જીવ શૂન્યતા અનુભવે છે. અને મુક્તિ સુધી પહોંચી શકતો નથી. શૂન્યતા ક્ષણિકતામાં લઈ જાય. જ્ઞાનનો સતત પ્રકાશ પૂર્ણતા તરફ લઈ જાય. વિતરાગદેવોમાં કર્તાપણું નથી. તેથી પ્રગટપણે દર્શન દેતા નથી તેમના ભક્ત વૈક્રિય દેવો દર્શન આપે આથી જગતના જીવોની સ્કૂલ દૃષ્ટિ વૈક્રિય દેવો સુધી પહોંચી. જૈનેતરમાં પરમાત્મા એ અવતારધારી છે. મનુષ્ય-જીવમાત્ર તેનો અંશ છે. તેવી માન્યતા સેવાવા લાગી. જૈનદર્શનમાં જીવ માત્રને પરમાત્માપદની પ્રાપ્તિનું વિધાન છે. સર્વ જીવ મુક્ત થવા માટે સ્વતંત્ર છે. આ નવતત્ત્વોની શ્રદ્ધા અને બોધ તે સખ્યત્વનું લક્ષણ છે. ઈષ્ટને ઈષ્ટ અને પ્રિય ને પ્રિય સૌ માને. અનિષ્ટમાં ઈષ્ટ, અપ્રિયમાં પ્રિય માનવું તે પુરુષાર્થ છે. કષાયનો ઉદય આવે ત્યારે ઉપશમાવે નહિ તો કષાય શાંત ન થાય. અનુકૂળતામાં પ્રમાદ સેવે કોઈ ધર્મી ન થાય. પ્રતિકૂળતામાં દુઃખી થાય તે ધર્મી ન થાય. સમ્યકત્વના ક્ષાયિક વગેરે ભેદ છે. નવતત્ત્વની શ્રદ્ધા તે વ્યવહાર સમકિત છે, આત્મામાં દર્શનાદિ ગુણોનું પ્રગટવું તે નિશ્ચય સમકિત છે. રત્નત્રયરૂપ પરિણતિ રમણતા તે નિશ્ચય સમકિત છે. રૂઢિથી કે માન્યતાથી દેવાદિને માને અને તે મતને જ સાચા ઠરાવે તે અભિનિવેશ છે. ધર્મબુદ્ધિથી પણ જો એવું વિચારે કે મને સંસારનાં સુખ જોઈએ, અને તે તે પ્રકારના દેવોની ઉપાસના કરે, કે ભક્તિ કરે, તો તે વિતરાગદેવની ભક્તિને ન પામે. શ્રાવક શુદ્ધ દેવ ગુરુની ભક્તિ કરે તે દ્રવ્યભકિત છે. મુનિઓ ભાવથી ભક્તિ કરે છે. મિથ્થામતિને કારણે લૌકિક ભકિતમાં જાય તો આત્મા ભક્તિ દ્વારા સ્થિરતા ન પામે. વિતરાગની આજ્ઞા એ જ ધર્મ, તે વડે અંતર-બાહ્ય બંને મિથ્યાભાવ ટાળી શકે. દર્શનમોહનીયના ત્રણ પ્રકાર છે. મિથ્યાત્વમોહનીયમાં જડમાં આત્મ બુદ્ધિ સંસારમાં સુખબુદ્ધિ માને. ત્યાંથી આગળ મિશ્રમોહનીયમાં જાય, સ્વરૂપ અવલોકન ૧૪૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ જડમાંથી, સંસારમાંથી વૃત્તિઓ કંઈક ઢીલી પડે પણ નિર્ણય શક્તિ ન હોય છતાં સંશોધન કરે અને પછી સમ્યકત્વમાં આવે, આત્માને આત્મભાવે ઓળખવા પ્રયત્ન કરે. નિર્ણય પણ પાકો હોય છતાં શંકા રહે તે સમ્યકત્વમોહનીય છે. સમકિત એટલે સત્ વિચાર, સત્ આચાર. સમકિત એ ચોથું ગુણસ્થાન છે. તે પછી ઉદ્યમ ન કરે. જાગૃત ન રહે તો સમકિત સત્તામાં પડયું રહે. જીવ આગળની શ્રેણિએ ન ચઢે. સમકિતી સંસારમાં ઉદય આવેલા પ્રારબ્ધને ભાવપૂર્વક ન ભોગવે. ઉદયકર્મને નિષ્ઠયોજન કરે. તપ ઈદ્રિયના વિકારોનું દમન-શમન છે કરે છે. પુદ્ગલ નિવૃત્તિરૂપ ધર્મ આદરે ત્યારે સાચું તપ થાય. કોઈ પણ પદાર્થની વાસના એ જ સંસાર છે. પુદ્ગલના પર પદાર્થનું ભોકતાપણું એ સંસાર છે. કષાય રહિત આચરણ તે સમ્યગું આચરણ છે. કષાય ભાવ હોય તો ઉદયકાળે વિપરીત બંધ થાય. તપ દ્વારા મતિ-શ્રુત જ્ઞાન શુદ્ધ થાય. તપથી પોતે તપતો નથી, બીજાને તાપ આપતો નથી. કષાયના ઉદયને શાંત કરે. આથી આત્માના આનંદને ભોગવે. પૌગલિક ક્રિયા કરવી પડે તો યે સમતા ભાવે કરે. આથી કર્મ તપે અને તેનો નાશ થાય. તપના આરાધનમાં આગળ પાછળના સમયમાં કર્મ પ્રકૃતિના રસત્યાગનો અનુભવ કરે. આવા રસથી આત્માને જુદો પાડે તો અંશે અંશે આત્માનો અનુભવ થાય. આપણે શ્રમણ ધર્મના પથિક છીએ, આપણે કેવળ બાહ્ય તપનું અનુકરણ ન કરવું જોઈએ, કષાયનું શમન ન થાય ત્યાં સુધી તપ તપરૂપે પરિણામ ન પામે, પુદ્ગલ તપે અને અશુદ્ધિ દૂર ન થાય. કાઉસગ્ગ, (કાયોત્સર્ગ) એ ધ્યાન પ્રેરક છે, તે વડે કર્મક્ષય થઈ શકે છે. દર્શનમોહનીયનો નાશ થતાં જીવને આત્મરુચિદૃઢ થાય છે. સંસારપ્રવૃત્તિ સુખરૂપ નથી લાગતી. સાચો તપસ્વી તપ વડે પોતાના કર્મને બાળે બીજાને શાપ ન આપે. મુનિ આશીર્વાદ ન આપે પણ “ધર્મલાભ આપે. તપની સાચી ક્રિયા આઠમે ગુણસ્થાને શરૂ થાય તે પહેલાં અભ્યાસ થઈ શકે. પાંચ મહાવ્રતનું પાલન એ જ તપ છે. તે વડે મહાન સકામ નિર્જરા થાય. એકાસન-(એકાસણું) જેવા વ્રતમાં પણ નિયમપૂર્વક આહાર લેવો અને જાગૃતિ રાખવી. તે દિવસે અનુકૂળ આહાર અને રસવૃદ્ધિ થાય તો તે તપ નથી. સારો અને પૌષ્ટિક આહાર લેવાથી સારી ધર્મક્રિયા થશે તે ૧૪૪ સ્વરૂપ અવલોકન Page #146 -------------------------------------------------------------------------- ________________ માન્યતા રસ પોષક છે. આહારમાં સ્પર્શ અને રસનું સુખ લાગે તો ધર્મક્રિયામાં સ્થિરતા ન આવે. આહારના વિકલ્પો ઊઠે અને ચિત્ત ચંચળ બને. સમ્યગુ તપ સાથે સંયમમાં સામર્થ્ય છે. નહિ તો સુખની લાલસાથી કરેલા તપ-સંયમથી અગિયાર ગુણસ્થાન સુધી ચઢે અને પહેલે આવીને પડે. જો આયુષ્ય પૂર્ણ થયું તો દેવલોકમાં જાય અને કેટલોય લાંબો સમય ત્યાં ભોગમાં ગુમાવવો પડે. એ સમયે અલ્પ સમય મળ્યો હોય અને પરિણતિ બદલાય તો ઉપર ચઢે. અલ્પ સમયના અભાવે સાગરોપમનો લાંબો કાળ ગાળવો પડે. છતાં સંસારમાં જીવો કેવા નિશ્ચિત થઈને ફરે છે. આત્મભાવ ઉદ્યોગી તે યતિ, કર્મોને દૂર કરવાનો અને ગુણોને પ્રગટ કરવાનો ઉદ્યમી તે યોગી, મહાપાપની વૃત્તિથી છૂટવું અને મોક્ષ માર્ગે ચાલવું તે યાત્રા છે. આરાધના એ સંગમ સ્થાન છે. આત્મ સંશોધન સ્વરૂપજ્ઞાને જીવ અજીવને ભિન્ન જાણવા તે નિર્જરાવસ્થા છે. કયારેય ખંડિત ન થાય તે તત્ત્વ છે, પર્યાય પરિવર્તિત થાય છે. આત્મા તત્ત્વ દર્શનથી જ્ઞાનમય પરિણમે, અને તેનો અનુભવ તે ચારિત્ર. શુદ્ધ ચારિત્ર તે સિદ્ધપણું. આત્મજ્ઞાનમાં આવું સુખ મળે છે તો પછી જે સુખ પછી દુઃખ મળવાનું છે તેવું સુખ જીવ શા માટે ઈચ્છે ? જીવનું લક્ષણ ચેતન છે. તે લક્ષણ બહારની ક્રિયા કરે તે દ્રવ્ય ચેતન છે. આત્મભાવમાં સ્થિર રહે તે ભાવચેતન છે. આવી બંનેની સમજ આવે તત્ત્વને યથાર્થ જાણી શકાય. કષાયથી ભરેલા મોહનીયકર્મનો ક્ષણે ક્ષણે ઉપશમ કરવો, જેથી મિથ્યાત્વ શિથિલ થાય અથવા તેનો ઉદય રોકાય. સંસારથી નિવૃત્ત થઈ આરાધના કરવાથી આ કર્મ મંદ થાય છે. આથી તીર્થયાત્રાનું પ્રયોજન દર્શાવ્યું. આજે તો ત્વરિત ગતિવાળાં સાધનો દ્વારા યાત્રા કરવામાં આવે છે તેમાં નિવૃત્તિની ભાવના હોતી નથી. નિવૃત્તિની ભાવનાથી તીર્થમાં જાય તો ત્યાં આત્મસાધકોનો સત્સંગ થાય. દોષની શુદ્ધિ થાય. મુનિઓનો સહવાસ મળે, સહેજે કષાયો ટળે. યાત્રાળુએ આધિ, વ્યાધિ અને ઉપાધિને સાથે લઈને જવાનું નથી. વ્યાધિ હોય તો ય દેહનું મમત્વ છોડી એકાંતમાં તીર્થની પવિત્રતાનો અનુભવ કરવાનો છે. જ્ઞાન, દર્શન, તપનું આરાધન કરે. ત્યારે પ્રભુપૂજનનો સાચો અધિકારી બને. અને પરમપદની પ્રાપ્તિનું સ્વરૂપ અવલોકન ૧૪૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ખૂલે. દેશકાળ પ્રમાણે સંપૂર્ણ મોક્ષ ન થાય પરંતુ તેની દિશા મળે. અને ગાઢ કર્મોનો નાશ થાય. તીર્થયાત્રા કરીને જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. દેહભાવ શિથિલ થાય, આત્મભાવ દઢ થાય તે યાત્રાનું પરિણામ છે. સુખ સગવડ રસાસ્વાદનું પોષણ ઈત્યાદિમાં વૃત્તિ રહે તો યાત્રાજીવન સાર્થક ન થાય. તેમાં કેવળ મનોરંજન કે ગમન થયું તેમ જણાશે. તીર્થો પણ જો હવા ખાવાનાં કે દવા મેળવવાનાં સ્થાનો થશે તો જીવ કયાં જઈને આરાધના કરશે ? - ધર્મમાં મનના દુરાગ્રહથી મુક્તિ નથી. રાગ દ્વેષથી મુક્ત થવું તે મુક્તિ છે. દર્શનમોહનો ક્ષય થયે આત્મબોધ થાય. આત્મભ્રાંતિ ટળે, દેહમાંથી આત્મબુદ્ધિ ટળે. તત્ત્વની શ્રદ્ધા થાય, આત્મા અને દેહમાંથી મિશ્ર ભાવ ટળે, અને તત્ત્વ શંકા દૂર થાય ત્યારે દર્શનમોહ ટળે. મત એ ધર્મ નથી આત્મ સંશોધન એ ધર્મ છે, ગ્રંથમાંથી જ્ઞાન મળે પણ તે અનુભવાય ત્યારે આત્મજ્ઞાનરૂપે પરિણમે, પોતાની વૃત્તિ અને પ્રકૃત્તિનું નિરીક્ષણ કરવું, તેને દૂર કરવા ગુરૂગમે પ્રયત્ન કરવો. સામાયિક એ સાધુપણાની ભૂમિકા છે. શ્રાવક અને શ્રમણ બંને તેના આરાધક છે. અપૂર્ણતા છે તે સામાયિક ભાવથી પૂર્ણ થાય છે. ત્યારે આત્મા જ્ઞાનરૂપે પ્રકાશે છે. દર્શનમોહ દબાયો ન હોય ત્યાં સુધી ધર્મીએ અન્ય ધર્મના સંપર્કમાં ન આવવું. ગૃહસ્થને પોતાના પરિવારમાં સુખ લાગે છે તેમ ધર્મના ક્ષેત્રમાં પણ સુખ મેળવવાની લાલસા રહે છે. બાહ્ય ચારિત્ર કે આચાર સાથે મન અને વચન તે પ્રમાણે હોવા જોઈએ. ક્ષાયિક સમ્યકત્વ ન હોય ત્યાં સુધી પરિણામોની ચંચળતા રહેવાની. માટે ધર્માધર્મની તુલનામાં પડવાનું છોડી મધ્યસ્થભાવ કેળવવો. ધર્મ પામીને બોધિબીજનું સ્થાપન થવું દુર્લભ છે. આત્મધર્મને નિભાવતાં ન આવડે તો ખાડામાં પડવા જેવું થાય છે. નીકમાં પાણી ભરાય અને ઠલવાય તેમ કષાયના દ્વારથી કર્મ આવે અને જાય. ઉદય સમયે કેમ રહેવું તેની આવડત જોઈએ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની શુદ્ધિ આ ક્ષેત્રે, આ કાળે સહાયક છે. શ્રુતજ્ઞાન માટે ઉપયોગ જરૂરી છે. મનુષ્યને સંજ્ઞીશ્રુત કહ્યો છે. કારણ કે તેને વિચારશક્તિવાળું મન મળ્યું છે, તેથી તે શાસ્ત્રશ્રુત પ્રાપ્ત કરી શકે છે. અને સમ્યક્ શ્રુતની પ્રાપ્તિ કરી શકે, કુશ્રુત ટળી સુશ્રુત Jain Eqxen International સ્વરૂપ અવલોકન'.Org Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થાય, તેને સિદ્ધ કરી જ્ઞાનરૂપે પરિણમન થઈ શકે. તીર્થંકરો કેવળજ્ઞાન પ્રગટાવે છે. ગણધરો અતિઈદ્રિય જ્ઞાન પ્રાપ્ત કરી આગળ વધે છે. શ્રુત કેવળી પૂર્વના જ્ઞાન આરાધન તથા વર્તમાન લબ્ધિયોગે જ્ઞાનને પામે છે. આવા શ્રુતજ્ઞાનની આરાધના કરવી. શ્રુતજ્ઞાનથી તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. સમ્યગ્ જ્ઞાની કર્મને ભોગવે અને નિર્વેદપણે રહે. પુણ્યપ્રકૃતિ નિર્જરામાં સહાયક છે. અશુભ ઉદયકાળે જીવ વ્યાકુળ થઈ જાય છે. સપુણ્ય હોય તો પુણ્યનો ક્ષય કરવાનું સામર્થ્ય પ્રગટે છે. ભરત ચક્રવર્તી હજારો રાણીઓ અને અનંત ઐશ્ચર્ય છતાં સપુણ્યને કારણે નિર્વેદપણે રહેતા હતા. મેથીના કડવા લાડુમાં ગળપણ નાંખવાથી રસમાં ફેરફાર થાય છે તેમ પ્રકૃતિમાં ફેરફાર થઈ શકે. બાહ્ય સામગ્રીની વિપુલતા હોય પણ મનના ભાવ તેમાં તદાકાર ન થાય. ભોગાવળી કર્મ મોટું હોય તોય જ્ઞાની પુરુષ તેનાથી નિર્વેદ રહે. તેનો વ્યવહાર શુદ્ધ હોય. અશુદ્ધ વ્યવહારમાં મિથ્યાત્વ છે, જીવનને શ્વાસોચ્છવાસની જેમ નિયમિત રાખવું. મન, વચન, અને કાયાના ત્રણે યોગનું સંશોધન કરવું. મિશ્રમોહનીય : જેવી રીતે કેવળ નાળિયેરના દ્વીપમાં વસતા મનુષ્યોને અન્નાદિ આહાર પર રાગદ્વેષ નથી થતો તેવી રીતે મિશ્ર મોહનીયના ઉદયે કોઈ નિર્ણાયકભાવ ન હોવાથી સ્વધર્મમાં જીવને રાગ-દ્વેષ થતો નથી, રુચિ અરુચિ થતી નથી.મિથ્યાત્વ મોહનીયના ઉદયથી જેવી રીતે રોગીને પથ્યની ચીજો રુચતી નથી અને અપથ્ય રુચે છે તેમ સ્વધર્મ-જૈનધર્મઆત્મધર્મ પર શ્રદ્ધા થતી નથી, અને દ્વેષ થાય છે. અને પરધર્મમાં, પરભાવમાં રાગ વર્તે છે. તેના ભેદ નીચે પ્રમાણે છે. (૧) સંસાર ત્યાગીને સાધુ માને (૨) બાહ્ય વેશધારીને સાધુ માને (૩) ક્ષમાદિ ધર્મના દશ ભેદમાં ધર્મબુદ્ધિ ન રાખે (૪) હિંસા આદિ પ્રવૃત્તિમાં ઉદ્યમ કરે (૫) જડમાં ચેતનબુદ્ધિ અને (૬) ચેતનમાં જડ બુદ્ધિ રાખે (૭) ઉન્માર્ગને સન્માર્ગ માને (૮) સન્માર્ગને ઉન્માર્ગ માને (૯) વિતરાગને દેવ ન માને (૧૦) સરાગીને દેવ માની ભક્તિ કરે. મિથ્યામતિથી અસને સત્ માને. મિશ્રમાં અસત્ સત્નો નિર્ણય ન થાય. જ્ઞાન મુખ્ય અને ક્રિયા (પછી) ગૌણ કરે તો સમ્યક્ દૃષ્ટિ મળે. સ્વરૂપ અવલોકન ૧૪૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ સમકિત મોહનીયમાં મિથ્યાભાવ છૂટી જતો નથી પણ વિવેક રહે છે. આથી પુદ્ગલકર્મમાં રસની મંદતા રહે, આથી કર્મો શુષ્ક બને છે. દર્શનમોહનીય મોહનીય કર્મની જડ છે. જ્ઞાનની શુદ્ધતા ન હોય તેથી દર્શનમાં-દૃષ્ટિમાં મોહ ઉપજે. શરીરમાં રહેલા આત્માને ભૂલીને શરીરમાં જ મોહ ઉપજે, તપ કરે, ઉપવાસ કરે અને આહાર સંજ્ઞા જોર કરે, કારણકે જીવની સંજ્ઞા અંતરાય ઊભા કરે છે. આથી તપમાં ભાવ સ્થિર ન રહે. તપને અંતે કર્મભાર હળવો થઈ આત્મપરિણામ કુણાં થવાને બદલે તપસ્વી તાપસ બની જાય છે. ક્ષયોપશમભાવને કેળવવા. જેથી ઉદયમાં આવેલી પ્રકૃતિ દૂર થાય અને અન્ય પ્રકૃતિ સત્તામાં રહે. એક દિવસના વ્રતથી ઈદ્રિયો, સંજ્ઞા, પ્રકૃતિઓ બદલાઈ જતી નથી. તે તો આહાર ઝંખે છે. અને પછી વિકૃતિ પેદા થાય છે. વિવેક પૂર્વ અંતર બાહ્ય ઉપયોગની સ્થિરતા, જાગૃતિ એ તપ છે, તે પછીનું તપારાધન સહજ બને છે. કોઈ જીવો ધ્યાનનું આરાધન કરે છે. પણ જીવનમાં આર્ત અને રૌદ્ર ધ્યાનની પ્રક્રિયા ચાલુ હોય તો આત્મધ્યાન થાય નહિ. આથી તે પ્રક્રિયામાં જતાં પ્રકાશાદિ દેખાય તો તેને જ આત્મા માની લે છે, અને કહે કે આત્મા સૂર્ય જેવો તેજસ્વી છે. ચંદ્ર જેવો શીતળ છે. જ્ઞાનીઓએ તો અનુભવથી કહ્યું છે કે આત્મા અરૂપી છે. નિરાકાર છે. આ દશ્યો પૌલિક છે. પણ દર્શનમોહનીયના બળે જીવ આવાં અનુષ્ઠાનોમાં ફસાય છે. જડમાં ચેતનનો એક પણ ગુણ નથી. છતાં તેમાં આત્મભાવ થાય તે દર્શનમોહનયનો મિથ્યાભાવનો ઉદય છે. કષાય શાંત થયા ન હોય અને દયા પરોપકાર આદિ કાર્યો કરવા નીકળે તો ત્યાંય માનાદિથી પિડાય અને ઉપદેશ કરવા નીકળે તો અભિનિવેશમાં જાય. ' ઉપશમભાવથી દર્શનમોહનીય રોકાય. આશ્રવભાવથી છૂટે સંવર ભાવ જન્મે. સંવરમાં સ્થિર થયે નિર્જરા થાય ત્યારે ધર્મનો સાચો વિવેક જન્મે. જરા ચૂકે ને બે ઘડી જાય તો મિથ્યાત્વભાવ આવીને ઊભો રહે. પૂર્ણપણે મિથ્યાભાવ જાય ત્યારે ક્ષાયિકભાવ ઉપજે. મંદ કષાય હોય. ધર્મનો કંઈક વિવેક જન્મ્યો હોય તોય જીવનો ઘણો સમય ક્ષયોપશમભાવમાં જાય. ઉપશમભાવ બે ઘડીથી વધુ ટકતો નથી. ઉપશમભાવ ટકી જાય તો જીવ પૂર્ણજ્ઞાન પામે. ચીલાતી પુત્રે ઉપશમભાવથી શુદ્ધિપૂર્વક ક્ષાયિકભાવે ૧૪૮ સ્વરૂપ અવલોકન Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિ માંડી અને બે ઘડીમાં કેવળજ્ઞાન પામ્યો. પૂર્વની આરાધનનો ઉદયકાળ અને મુનિનો યોગ મળ્યો. ફકત ત્રણ શબ્દ સાંભળ્યા. ઉપશમ, સંવર, વિવેક. તેમાંથી આત્મબોધ જન્મ્યો ત્રણ શબ્દો મુક્તિ-દાતા બન્યા. પૂર્વનું અસત્ કર્મ બાકી હતું તે ઉદયમાં આવ્યું. હિંસા કરી, પરંતુ શુદ્ધયોગ મળતાં આત્મા તીવ્રવેગે ઈહાપોહમાં પડયો અને દુષ્કૃત્યનું સંશોધન કરી શુદ્ધભાવથી તે જ ભવમાં મુક્ત થયો. શ્રાવધર્મ : ધર્મી શ્રાવક કેવી રીતે આરાધના કરે. દિવસ ઊગવાના બે પ્રહર પહેલાં ઊઠે, યોગ્ય સ્થાને પ્રમાદ રહિત થઈ યોગ્ય આરાધન ક્રિયા કરે. રાત્રીમાં જાગૃતિમાં રહે, શકય તેટલું આત્મ ચિંતન કરે. દિવસે જાગૃતિપૂર્વક પોતાનો વ્યવહાર ચલાવે, અને સતત પોતાનો ભાવ સ્વરૂપમય થવાનો રાખે. સંધ્યા થાય તે પહેલા ભોજન વગેરે પતાવી સ્વાધ્યાય, ધ્યાન વગેરે ક્રિયામાં લાગી જાય. દિન ચર્યા પર નજર નાંખી જાય, થયેલા દોષોનું પ્રાયશ્ચિત કરે. અને તેમાં પરિવર્તન કરે. જેથી તે દોષો ફરીને ન થાય. સંયમ અને નિયમને પાળે. શ્રાવક જીવનને પ્રતિકૂળ સર્વ પ્રવૃત્તિ છોડે. આવી જાગૃતિથી સમ્યક્ત્વ પ્રગટ થાય. સાચો શ્રાવક સંધ્યાથી સવાર સુધી કોઈ સંસારી કે દૈહિક ક્રિયા ના આચરે, દિવસે નિર્વાહ ચાલે તેટલો જ વ્યવસાય અને વ્યવહાર કરે. દેહની ક્રિયા દેહ વડે થવા દે અને મનને સમતાભાવમાં જોડેલું રાખે. ભાષા પણ સરળ અને મધુર બોલે. પ્રતિકૂળતાઓ શાંતિથી સહન કરે. શ્રાવક આવું જીવન જીવે તે સાધુપણા તરફ સહેજે જઈ શકે. સાધુ જ મોક્ષે જાય તેમ નથી, પણ સાધુતા વગર મોક્ષ નથી. પોતાના સ્વરૂપની સ્મૃતિ માટે પરમાત્માની શાંત મૂર્તિનું ધ્યાન અને પૂજન દર્શાવ્યું. પરમાત્માના સ્વરૂપને ચિંતવવાને બદલે તેની શોભા રવામાં જીવો પૂજા માનવા લાગ્યા. અને ધ્યેય બાજુ પર રહી ગયું. શ્રાવકને જે કંઈ શુભયોગ મળ્યા છે તે પૂર્વ કર્મના યોગે મળ્યા છે. દાનાદિ કાર્યો રાગની લોભની માત્રા ધટાડવા માટે છે. અને નિસ્પૃહભાવે કરવાથી અંતરાય કર્મ તૂટે છે. દેવોને માટે દાનાદિ કાર્યો દુર્લભ છે. મનુષ્યને એવો યોગ મળ્યો છે ત્યારે પ્રમાદ અને લોભવશ તેનું સેવન કરી શકતો નથી. અને અંતરાયકર્મ એવું ગાઢ બનાવે છે, કે સામગ્રી મળવા સ્વરૂપ અવલોકન ૧૪૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ છતાં કૃપણ રહી મોહનીય કર્મને જોડી દે છે. અને જગતના ભૌતિક સુખો માટે અમૂલ્ય માનવ દેહ વેડફી નાંખે છે. પૂર્વ પુણ્યને પુરું કરી ખાલી હાથે ચાલ્યો જાય છે. દાનાદિ જેવાં સુકૃત્યો પણ શ્રાવક કરી ન શકે તો પછી સમ્યક્ત્વ જેવો ગુણ તો કયાંથી પ્રગટે ? દાનાદિ તે શ્રાવક ધર્મ છે તેનાથી અંતરાયકર્મ શિથિલ થાય, પણ તે જ ધર્મ છે, તે વડે તરાય તેમ નથી, એવા સત્કાર્યથી ભૂમિકા બંધાય અને આખરે તો દર્શન મોહ ટળે આત્મને બોધ પ્રાપ્ત થાય. કેવળ શરીરને કષ્ટ આપે, વચન અને મનનો પૂર્ણ સંયમ સાધ્ય થતો નથી. ત્રણે યોગ એકાકારે પ્રભુ આજ્ઞામાં વર્તે ત્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય. દર્શનમોહ અને ચારિત્રમોહનીયની પ્રકૃતિ શિથિલ થયે તેની સંભાવના છે. તે પછી સતત્ પુરુષાર્થ અને વિતરાગમાર્ગનું આરાધન ક્ષાયિકભાવ સુધી લઈ જાય. પુણ્યયોગે બધી સામગ્રી મળી અને જીવ પ્રમાદ સેવે તો પાછો પડે. વીતરાગ ધર્મની રુચિવાળા જીવને સંસારના સંતાપનું પ્રયોજન ન હોય. શ્રાવક સામાયિક જેવા ભાવને શુદ્ધિપૂર્વક પાળે તો ધર્મ પામે. અશુદ્ધ વ્યવહાર સહજપણે છૂટી જાય. જીવના કષાયભાવ એવાને એવા હોય અને પોતાને શ્રાવક માને તો તે જ્ઞાની સ્વીકારતા નથી. દરેક ધર્મક્રિયામાંથી પોતાની ઉન્નતિનો અનુભવ થવો જોઈએ. દરેક ક્રિયા સાથે પાપ સંબંધ રહેવાનો પણ પરિણતિની નિર્મળતા, જાગૃતિ તે બંધને મંદ કરે. શ્રાવકને ગૃહસ્થધર્મનો, નિભાવ કરવાનો છે. આહારાદિમાં હિંસાની પ્રવૃત્તિ રહેવાની, એવી ક્રિયાઓ અનિવાર્ય છે. પરંતુ ત્યાં શક્ય તેટલો સૌમ્ય ઉપયોગ જરૂરી છે. આહારાદિ ક્રિયામાં વાસના કે લોલુપતા તે વિભાવ ઉપયોગ છે. શકય તેટલી હિંસા નિવારવા રસત્યાગ, વનસ્પતિ ત્યાગ આદિ નિયમોની પ્રરૂપણા થઈ, તેવા વ્રત પાલનથી અહિંસા જેવાં વ્રતોનું સેવન થાય અને ઉપયોગની નિર્મળતા રહે. ક્રમે કરીને ઘાતક રસો મંદ થતાં થતાં દૂર થાય અને જ્ઞાનાવરણ જેવી પ્રકૃતિઓ અત્યંત મંદ પડે. મતિ-શ્રુત-જ્ઞાનની ક્રમિક નિર્મળતા પણ જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓને શિથિલ કરે છે. ઉત્તમ શ્રાવકને સાધુની ઉપમા આપવામાં આવી છે. સત્સંગ, સ્વાધ્યાય વડે શ્રાવક ઘણું કાર્ય કરી શકે છે. ક્રોધાદિ કષાયમાં રસ રેડી પરિણામોને પુષ્ટ કર્યાં હોય તે ત્રણે યોગ ૧૫૦ સ્વરૂપ અવલોકન Page #152 -------------------------------------------------------------------------- ________________ સાથે એકાકાર થઈ જાય છે. નિમિત્ત મળતા બિન ઉપયોગ દશામાં ગાઢ કર્મને નોતરી લે છે. સમકિતી જીવ એવા ઉદયકાળે ઊર્ધ્વ કર્મને ભોગવી દૂર કરે છે અને નવા કર્મને નોતરતો નથી. બંધનનો છેદ કેવી રીતે થાય તેનું સ્મરણ રાખવું. ક્ષયોપશમભાવને પ્રગટેલો રાખવો. તેના પ્રકાશથી તેની પરિણતિથી જીવ ઉદયકર્મના કાળે સમતાથી માર્ગ કરી લે છે. આ શ્રાવક ધર્મનો વિકાસ છે. શાસ્ત્રમાં સમકિતીનું વર્ણન આવે, જીવ પોતાને સમકિતી માની લે તો ભ્રમ સેવાય. અનુભવે તે સિદ્ધ થવું જોઈએ. તો જ અર્ધપુદ્ગલ પરાવર્તનની મર્યાદામાં આવે. એકવાર સાચા પુરુષાર્થમાં લાગે પછી સહજ રીતે આગળ વધતા જવાય. દાન, શીલ, તપ ભાવ, ઉત્તમ પ્રકારે સેવે, ધ્યેય તો મુક્તિનું જ હોય. ધન ઉપાર્જન નીતિથી કરે, તો લેનાર અને આપનાર બંનેના ભાવ ઉત્તમ રહે. ભોગવાસના છોડી સદાચાર સેવવો. વ્યવહારમાં ઉચિત ધર્મને પાળવો. દયાને ધર્મનું મૂળ કાં, જીવને પરિભ્રમણના દુઃખથી છૂટવાની પોતાની દયા આવવી જોઈએ, તેમાંથી સર્વ જીવ પ્રત્યે સમભાવ પ્રગટે. ઈચ્છાનું વારણ થાય દાનાદિ કરીને પોતાના દોષો, અહમ્, ઈર્ષા ન ટળે તો લેનારનું શું ભલું થાય? મિથ્યાત્વ મંદ પડે સમકિત સન્મુખ થવાય. મોહનીયકર્મના ઉદયે જીવ પરાધીન બની જાય છે. સાક્ષાત તીર્થકરનો યોગ મળે પણ ધર્મ ન પમાય. દર્શનમોહ કરતાં ચારિત્ર મોહનું જોર વધુ છે. મિથ્યાત્વભાવ હોય ત્યારે જીવે સંશોધન રાખ્યું હોય તો સમ્યગુભાવનો સંયોગ મળી રહે. મિથ્યાભાવ ટળવાનો પુરુષાર્થ થાય. આત્માને તારવો હોય તો દૈહિક સુખ પાછળ આટલા ફાંફાં શા માટે મારવા ? આવા ઊહાપોહથી મિથ્યાત્વ મોળું પડે છે. શુભ ભાવ વડે પ્રાથમિક નિર્જરા કરવાની છે. જ્ઞાનના ઉપયોગથી શુદ્ધ ભાવ ઉપજે અને સકામ નિર્જરા થાય. સમકિત અને મિથ્યાત્વ જીવની જેમ અનાદિથી છે. મિથ્થામતિને સંસારભાવની મોકળાશ છે. બાહ્ય ક્રિયામાં સ્વચ્છંદ છે. ધાર્મિક ક્રિયામાં લોકેષણા છે. દેવો પાસે લૌકિક માંગ છે. આ સર્વ ક્રિયા મિથ્યામતિની છે. આત્માની અરુચિ તે અનંતાનુબંધી કષાય છે, તે સમકિતને રોકે છે. જીવને વિવેક જ થવા ન દે. અપ્રત્યાખાની કષાય જીવને બેહોશ રાખે છે. પ્રત્યાખાની સ્વરૂપ અવલોકન ૧૫૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ કષાય મિશ્રભાવ જેવો છે. સંજવલનભાવનો ઉદય પણ ભાન ભૂલાવી અનંતાનુબંધી સુધી પાછો ખેંચી જાય. નિર્જરા ભૂલીને આશ્રવભાવમાં જાય. અને ગુણશ્રેણિથી ઉતરી જાય. સમકિત પ્રાપ્ત થવાથી વિભાવ મંદ પડે છે. ક્ષયોપશમભાવ ચૂકયો કે મિથ્યાત્વ ચઢી બેસે છે. આશ્રવ પ્રધાનતા ભોગવે છે. પછી તો જયાં જયાં જીવનો ઉપયોગ જોડાય રસ પડે કે કર્મબંધનની જાળ પ્રસરતી જાય છે. બાહ્ય વ્યવહારથી ધર્મી દેખાતો જીવ અંતરમાં કષાયોને દબાવે પણ વૃત્તિઓ નષ્ટ થતી નથી. ઉપશમભાવ આવે જ વૃત્તિઓ નષ્ટ થાય છે. ઉપશમ મોહનીયનો થાય ત્યાર પછી જીવ સદ્ધર્મ પામે છે. મતિજ્ઞાનથી ઉપશમ કરવો હોય તો મન તથા ઈંદ્રિયોને જીતવી પડે. તેનો જ્ઞાનમય ઉપયોગ થવાથી ઉપશમભાવ રહે છે. કષાયોને ૨સ મળતો નથી અને અંતર્મુખતા રહે છે. ભાવથી પુદ્ગલકર્મનું દમન થાય. દ્રવ્યથી કર્મો છૂટાં પડે. અનુપયોગ દશામાં જીવ ભોગ પરાયણ બને છે. ઉપયોગ જ વિભાવરૂપે પરિણમી શક્તિનો હ્રાસ કરે છે. ત્રણે યોગનો સંયમ ઉપયોગની શુદ્ધિ, સાધુતા લાવે છે. ધર્મશાસ્ત્રમાં તેનો ક્રમ આપ્યો છે તે પ્રમાણે કષાયાદિનો નાશ કરી આગળ જવાય. ચારિત્ર મોહનીયના ઉદયમાં સમકિતી જીવ તે ઉદયને શાંત કરી શકે. નિકાચિત હોય તો ભોગવીને અને પાતળા કષાય હોય તો ભાવથી, સમતાથી દૂર કરે. ગમે તેવા કષાયોના ઉદયકાળે મૌન રહેવું, તેમ ન થાય તો સ્થળાંતર કે ક્રિયાંતર કરવું, એમ કષાયને ટાળી શકાય. કષાયના ઉદયકાળે મધ્યસ્થભાવ રાખી તેનું નિરીક્ષણ કરવું. અપ્રમત્તદશાના ભાવ કેળવવાના છે. ભાવધર્મ વગર દ્રવ્યધર્મનો પરિશ્રમ નિરર્થક જશે. પૂર્વના પુણ્યથી ઉદયમાં આવેલાં કર્મોને-વિષયોને પ્રેમથી સમજથી ત્યજી દો. શુભભાવ હોય તોય આશ્રવ દૂર નથી થતો. અશુભભાવથી બચવા, વિષયવૃત્તિઓને શાંત કરવા પૂજન વગેરે બતાવ્યાં. મતિ-શ્રુતજ્ઞાનમાં સત્તામાં કષાય છે તેથી તે અજ્ઞાનરૂપ વર્તે છે. સંસારની સર્વ ક્રિયામાં જાગૃતિ અને ઉપશમભાવ રાખી ક્ષાયિકભાવ સુધી જવાનું છે. ચારિત્ર અંગીકાર થયે સંજ્વલન ભાવ હોય જ તેવું નથી. શ્રાવક ઉત્તમદશાએ રહી સંજ્વલનભાવ સુધી જઈ શકે. છતાં સંજ્વલન એ કષાય ૧૫૨ સ્વરૂપ અવલોકન Page #154 -------------------------------------------------------------------------- ________________ છે, ત્યાં ભ્રમ થાય અને જીવ અનંતાનુબંધી સુધી ચાલ્યો જાય, અધિકારી હોય તો તરત જ પાછો વળે, બે ઘડીના સામાયિકનો કાળ મહત્ત્વનો છે. તેમાં ક્રિયા શુદ્ધ થવી જોઈએ. પ્રતિક્રમણમાં કષાયોનું સંશોધન થવું જોઈએ. મને કયાં આવરણ છે તે વિચારવું. નવકાર મંત્રનું પણ મહાફળ છે. આ સર્વ ક્રિયા શુભભાવે થાય ત્યારે ઉચ્ચ ગતિ થશે અને સમ્યગુભાવે, આત્મલક્ષે થાય તો કર્મથી મુક્તિ થઈ જાય. સમતા એ આત્માની વિભૂતિ છે. આત્મબળથી શરીર પાસે કામ લેવાય છતાંય શરીર વિનાશી છે, આત્મા અવિનાશી છે. ચારિત્ર મોહનીયની જાળ : મોહનીયકર્મના બે પ્રકાર છે. (૧) દર્શન મોહનીય અને (૨) ચારિત્ર મોહનીય. ચારિત્ર મોહનીયના સોળ કષાય અને નવ નોકષાય તેવા બે ભેદ છે. કુલ પચીસ ભેદ છે. કષાય કષ - એટલે જન્મમરણરૂપ સંસાર આય-આવવું, સંસારની પ્રાપ્તિનો લાભ. નોકષાય- કષાય જેવા. કષાયના ઉદયની સાથે તેનો ઉદય હોય, અથવા કષાયને ઉત્તેજિત કરે. કેવળ નોકષાયનું કંઈ બળ નથી. કષાય સાથે તેનું બળ ટકે છે. ક્ષાયના પ્રકાર અને સ્વભાવ : (૧) જે કષાયના પ્રભાવથી જીવ અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરે. સ્વરૂપની અને સંત દેવ, ગુરુ, ધર્મની રુચિ ન થાય. ક્રોધ, માન, માયા, લોભની તીવ્રતાને અનંતાનુબંધી કષાય કહે છે. (૨) જે કષાયના ઉદયમાં કંઈક મંદતા છે. પણ દેશવિરતિરૂપ અલ્પ વ્રતાદિ નથી તે અપ્રત્યાખાની કષાય છે. શ્રાવક ધર્મની પ્રાપ્તિ થતી નથી. આ કષાય ક્રોધાદિ ચારે ભેદે છે. (૩) જે કષાયના ઉદયથી સર્વવિરતિરૂપ દશા રોકાય છે સાધુધર્મની પ્રાપ્તિ થતી નથી તેને પ્રત્યાખાનાવરણ કષાય કહે છે. આ કષાય ક્રોધાદિ ચાર ભેદે છે. (૪) જે કષાય પરિષહ કે ઉપસર્ગના આવવાથી સાધુ પણ ચળે તેને સંજવલન કષાય કહે છે. તેના ક્રોધાદિ ચાર પ્રકાર છે. સંજવલન સ્વરૂપ અવલોકન ૧૫૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ લોભવૃત્તિ દસમા ગુણસ્થાને આખર સુધી રહે છે, અંતે જાય છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, દુગંછા, ભય, સ્ત્રી, પુરુષ, નપુંસક વેદ નવ નોષાય છે. હાસ્ય, રતિ, સ્ત્રી, પુરુષવેદમાં શુભનો અનુભવ થાય છે તે પુણ્યના કારણે છે. સાંસારિક સુખ ઉપજવું તે પણ પુણ્યબંધનું કારણ છે. અરતિ, શોક, દુગંછા, ભય, નપુંસકવેદ અશુભબંધનું કારણ છે. - કષાય જયારે જ્ઞાનમાં ઉપયોગમાં ભળે છે ત્યારે જીવ અજ્ઞાનદશામાં રહે છે. ત્રણે યોગ અજ્ઞાનપણે વર્તે છે. મિથ્યાત્વનો ઉદય રહે. કષાયના રસ બળવાન હોય છે જે કષાયરૂપે નાંખે તે પ્રમાણે પરિણમે. આથી સંયમ, નિયમની રીત બતાવી. રોજે વ્રત લેવાનો હેતુ અભ્યાસ દઢ થાય, અનુપયોગ ન રહે. અને ઉપયોગ શુદ્ધ થતાં થતાં આ ક્ષેત્રેથી પણ મહાવિદેહ જેવા ક્ષેત્રે જવાની પાત્રતા કેળવાય, આ કાળ અનુકૂળ જ છે. ભાવ ક્ષાયોપથમિક છે. અનુકૂળ ક્ષેત્રે જઈ ક્ષાયિકભાવમાં જવાની શકયતા રહે. કષાયનું ખરું ક્ષેત્ર ઈદ્રિયોના વિષયો છે. જીવન સંગ્રામ તેમાંથી ઊભો થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ઉપયોગથી શુદ્ધિ રહે તો મન કષાયમાં ન જોડાય. ખાવું, પીવું, ફરવું, જોવું વગેરે ઉપયોગ દ્વારા જ થાય. છતાં મન કષાય પ્રેરિત ન હોય તો તે સર્વ ક્રિયાનો સંબંધ નિર્દોષ રહે છે. રાત્રે દિનચર્યાથી નિવૃત્ત થઈ ચિંતન કરવું. રાત સૂવા માટે જ નથી. મોક્ષનો માર્ગ વિકટ છે. વ્યવહારના ખાસ પ્રસંગમાં રાત દિવસ જીવ મંડયો રહે છે. જયારે આ તો લાંબો માર્ગ કાપવાનો છે. દિવસે વ્યવસાય અને રાત્રે ઊંઘ તો ધર્મ કયારે થાય? ધર્મની એકાંતે વિચારણા માટે જ રાત છે. દિવસે કર્મ ઘેરી લે અને રાત્રે ઊંઘ કે વિષયો ઘેરી લે તો ધર્મ કયારે થાય? રાત્રે વિચારેલો, ભાવેલો ધર્મ દિવસની ક્રિયામાં કામ લાગે. ઉપયોગ સિવાય આત્માને બીજું કરવાનું શું છે? પરંતુ એવો સમભાવપૂર્વકનો ઉપયોગ ન રહેવાથી મોહનીય કર્મની સત્તા ચાલે છે. જડ માટે થઈને ચૈતન્ય કષાયમાં પડે છે. ગૃહસ્થ અનીતિનું ધન ભેગું કરે અને સમજે કે થોડું ધન પુણ્યકાર્યમાં વાપરીશ એટલે પુણ્ય થશે, પરંતુ એ ધનમાં આત્મલક્ષ નથી હોતું કીર્તિમાન વગેરેનું લક્ષ હોય છે. આથી તેવી ક્રિયા કષાયજન્ય બને છે. પુદ્ગલનું સુખ, ભૌતિક સુખ ક્લાયમાં છે. ધનનું સુખ માન છે, સત્તાનું સુખ ક્રોધ છે. માયાનું સુખ કુઆવડત છે. લોભનું સુખ સંગ્રહ છે. આમ સર્વત્ર ષાય છે. છતાં જીવ ૧૫૪ સ્વરૂપ અવલોકન Page #156 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનવશ તેમાં સુખ માને છે. એવા સુખના ભાસમાં જિંદગીનો ઘણો સમય જાય. દેહ અશક્ત થાય અને ધર્મ કરે, નિવૃત્ત થવામાં વિલંબ રાખવો તે નપુંસક ભાવ છે. કષાયના કડવા રસ જેવો સંસારમાં બીજો કોઈ વિષયરસ નથી. આંખે વસ્તુ દૃષ્ટિગોચર થાય અને તેમાં રૂપ વગેરેનો રસ ન આવે તો મન એ દેશ્યથી કંટાળે છે. ઈંદ્રિયોને ઉત્તેજના નથી મળતી તો જીવ કંટાળે છે. એવા નીરસપણામાં બોધ થાય તો દર્શનાવરણ મંદ પડે છે અને દૈહિક ક્રિયામાં આનંદ મળતો નથી. માત્ર કષાયરૂપ સંસ્કારો મંદ પડે જીવની દશા સુધરતી નથી. એથી દેહ બદલાયા કરે. એક સમયે સાત કે આઠ પ્રકૃતિનો બંધ કેવે પ્રકારે થાય છે તે વિચારવું જોઈએ. ધાર્મિક ક્રિયામાં થોડો ઉત્સાહ આવે તે ધર્મ નથી. જાગૃતિ એ ધર્મ છે. આહાર સમયે ઉપયોગ ન રહે અને સ્વાદ પોષણ થાય તો ત્યાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય વગેરે પ્રકૃતિ જોડાય. મંદ કષાયનો અનુભવ નગદપણે થવો જોઈએ. મોહનીય કર્મના ઉદયથી અજ્ઞાનદશા રહે. શાસ્ત્રો શ્રુત માટે વાંચે અને ભાવ મિથ્યાતવનો હોય તો જ્ઞાનનું અહમ્ આવે. તે અજ્ઞાન છે. સામાયિક : કષાયજન્યભાવ ધાર્મિક ક્રિયાને નિષ્ફળ બનાવે છે. કષાય, અપેક્ષા, કે આસક્તિ રહિત અને ઉપયોગ સહિતની ક્રિયા સાર્થક છે. સામાયિકના ચાર ભેદ છે. શ્રુત સામાયિક, સમ્યગ્ સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક. સામાયિકમાં સત્ત્શાસ્ત્રનું શ્રવણ, મનન કરવું. વળી દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા તે શ્રુત સામાયિક છે. સામાયિકમાંથી સમત્વ અને વિવેક જન્મે તે સમ્યક્ત્વ છે. બે ઘડીનું શુદ્ધ સામાયિક તે દેશવિરતિ છે. અને ચારિત્રરૂપે પરિણમે તે સર્વવિરતિ સામાયિક છે. જેમાં મોહનીયનું બળ ઘટે છે. સામાયિક શ્રુતને ઉપજાવે તે વિવેક છે, સમતા ઉપજે-રહે તે સમ્યક્ત્વ છે. સ્થિરતા રહેવી તે દેશવિરતિ છે. સ્વભાવરૂપ થાય તે સર્વવિરતિ છે. સામાયિક ઉપાદેય છે. જ્ઞાનની શુદ્ધિ અને સંશોધન કરે છે. શ્રાવક માટે સામાયિક કાલિક છે. સાધુ માટે આજીવન છે. સામાયિકના છેદોપસ્થાપનીય આદિ બીજા અન્ય ભેદ છે. સમાયિકભાવ અને કષાયભાવ બંને સામ સામા છેડા છે. કષાયનું દમન સ્વરૂપ અવલોકન ૧૫૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ શમન સામાયિકથી થાય છે. સામાયિકથી ચારિત્ર શુદ્ધિ છે. નીતિ ધર્મથી જીવનની શુદ્ધિ થાય છે તેનાથી વિશેષ શુદ્ધિ સામાયિકવ્રતથી થાય છે. ધનદાનથી પુણ્યના બદલાની ભાવના કષાયને નોતરે છે. દાનમાં ત્યાગવૈરાગ હોય તો જ સંસાર ટૂંકો થાય. કષાયને તેના ઉદયકાળે તેના વેગમાં જોઈ લેવો પણ મનોરથો ન સેવવા કે તેની વિરોધમાં ન જવું. સમ્યગુષ્ટિ ન ખૂલે ત્યાં સુધી આત્માને સ્વ-પરનું ભાન ન થાય. સમ્યગુજ્ઞાન દ્વારા આત્માના ગુણો અનુભવવાના છે. સાંસારિક ક્રિયામાં ખેદ રહેશે તો જ સ્વભાવનું સુખ મળશે. પરમાંથી મળતા સુખની લાલસા ઘટશે. કષાયોનો રસ ઘાતક છે. અનંતાનુબંધી કષાયો જીવને આજીવન સુધી ઉદયમાં રહે છે. તેથી જીવ પ્રાયઃ નરકગતિ પામે છે અને આ કષાય સમ્યગુણનો ઘાત કરે છે. અપ્રત્યાખાનાવરણ કષાયો એક વરસ રહે છે, આ કષાય વડે તિર્યંચગતિનું આયુષ્ય મેળવે. દેશવિરતિ-શ્રાવકપણું પ્રાપ્ત થતું નથી. પ્રત્યાખ્યાનાવરણ કષાય ચાર માસ રહે છે. મંદ કષાયને કારણે મનુષ્યગતિ મળે છે. પરંતુ સર્વવિરતિ ચારિત્રપણું પ્રાપ્ત થતું નથી. સંજવલન કષાય એક પખવાડિયું રહે છે. અતિશય (કષાયનું) મંદપણ હોવાથી દેવગતિ પ્રાપ્ત થાય છે. પરંતુ યથાખ્યાત ચારિત્ર-સંપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતું નથી. આવા પ્રકારે પ્રાયઃ કષાયનો ઉદય રહે છે. આમ છતાં કષાયના રસમાં ફેર હોય, આયુષ્યના બંધ સમયે કષાયની તીવ્રતા મંદતા પ્રમાણે કષાયના ઉદય અને ગતિમાં ફેરફાર થાય. જેમ કે બાહુબલિજી સાધુદશામાં હતા, સંજવલન કષાય નિયમથી એક પખવાડિયું જ રહે છતાં એક વર્ષ માન કષાયમાં નીકળી ગયું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ચારિત્રદશામાં હતા હિંસાના ભાવોથી અનંતાનુબંધિ કષાયમાં જીવના ભાવો પરિણમ્યા. શીઘતાએ પાછા શુદ્ધ ધર્મમાં આવ્યા ત્યાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામ્યા. મિથ્યાદેષ્ટિ જીવ નવરૈવેયક જેવી દેવગતિમાં ઉત્પન્ન થાય છે. પરંતુ પરિભ્રમણ ચાલુ રહે છે. કારણે નવપૂર્વ ભણ્યો પણ આત્માને જાણ્યો નહિ. પરિણામની આવી વિચિત્રતા છે. જેમ કષાયોની મર્યાદા આપી તેમ ધર્મક્રિયાની મર્યાદા આપી કે બારે માસ ધર્મઆરાધન ક્રવું, તેમ ન બને તો ચારમાસ ધર્મ આરાધન કવું તેમ ન બને તો પાક્ષિક પ્રતિક્રમણરૂપે પ્રાયશ્ચિત કરવું, અને ૧૫૬ સ્વરૂપ અવલોકન Page #158 -------------------------------------------------------------------------- ________________ છેવટે સંવત્સરી પ્રતિક્રમણની મહાન ક્ષમાપના બતાવી. છેવટે અંત સમયે સર્વ પદાર્થોની મમતા છોડી સર્વક્રિયાથી વિરામ પામવાની વિધિ બતાવી. દરેક જીવે પોતાનું સંશોધન કરવું જોઈએ. જીવના કષાય ભાવ કેવા પ્રકારે છે? જેમકે ધનનો લોભ જીવને અંત સમય સુધી ન છૂટતો હોય તો સમજવું કે તે અંનતાનુબંધી લોભ છે. શ્રાવક ભાવથી સંજવલન ભાવમાં રહી શકે. પૂર્વ પુણ્યના ઉદયે ધન મળે પણ તેમાં પ્રીતિ ન હોય, આથી દાનાદિ કરીને હળવો થાય, વળી માન-કીર્તિની સ્પૃહા વગર ગુપ્તદાનનો રાગી હોય. ધનથી જ ધર્મ થશે તેવો વિકલ્પ ન હોય. આથી મોહનીય કર્મના કષાયોના ઉપશમ થાય. ઉપયોગ દશામાં હીનતા ન આવે. કેવળ ધનથી જ ધર્મ થાય તેવું કરનાર અને કરાવનાર બંને કષાયભાવે વર્તે છે. એક સામાન્ય મનુષ્ય હતો. તેને એકવાર ભાવ થયો કે સ્વામી વાહ્ય કરવાની મારી શકિત નથી, તો શું કરવું? મારું એવું પુણ્ય કયારે જાગશે ! આવા વિચારોથી દુઃખી થતો. તેની પાસે ફકત બે પૈસા જ હતા. આથી પોતાનો આવો ભાવ કોઈને કહેતાં તેને સંકોચ થતો હતો. અને કહે તો પણ લોકો તેને મૂર્ખ કહે. છતાં એક વાર તેણે એક સાધુ મહારાજને પોતાના ભાવ જણાવ્યા. સાધુ મહારાજ તેના ભાવને જાણી ગયા અને તેના ભાવને ઉત્તેજન આપ્યું. તરત જ ઉકેલ કરી આપ્યો કે બે પૈસાનું મીઠું લાવી દાળમાં નાંખી દે. અને સ્વામીવાત્સલ્ય કરનારને પણ સૂચના આપી. વળી પંગત બેઠી ત્યારે તે માણસના હસ્તે દાળ પીરસાવી. આમ તેના ભાવને પૂર્ણ કર્યો. કેવળ ધનથી ધર્મ ન થાય ભાવથી ધર્મ થાય. છતી શક્તિ ગોપવ્યા વગર અને ભાવપૂર્વક જે કંઈ કાર્ય થાય તે સાર્થક છે. જીવ જો કષાયની સૂક્ષ્મતા સમજે તો એક વિચાર કરતાં કે એક શબ્દનો ઉચ્ચાર કરતાં, કે દૈહિક ક્રિયા કરતાં જાગૃત રહે તે માટે કષાયોનું સ્વરૂપ જાણવું જરૂરી છે. સોળ કષાય અને નવ નોકષાયની મર્યાદા બતાવી, તેના અંતર્ગત ભેદ તો અસંખ્ય છે. તેથી તો જીવ સમયે સમયે કર્મબંધન કરે છે. માટે પ્રકાણ્યું કે “સમય ગોયમ મા પમાયે.” પ્રમાદ રહિત આત્મા આત્માપણે રહે તે સ્વરૂપદશા છે. એક ક્ષણનો પ્રમાદ ન લેવો. પ્રભુની આજ્ઞાના આરાધક બનો. સ્વરૂપ અવલોકન ૧૫૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ ક્રોધનું સ્વરૂપ ઃ (૧) અતિ મંદ એવો સંજવલન ક્રોધ કષાય, પ્રાયઃ સાધુમુનિઓ તેના અધિકારી છે. આ કષાયની તરતમતા જેમ પાણીમાં લીટી ખેંચીએ તે તત્પણ ભૂંસાઈ જાય તેવા પ્રકારની છે. (ર) પ્રત્યાખ્યાન કષાય-મંદ ક્રોધ કષાયનું પરિણામ છે. શ્રાવક તેનો અધિકારી છે. ધૂળમાં લીટી ખેંચીએ અને હવાથી ભૂંસાઈ જાય તેમ આ કષાય તરત શાંત થાય છે. (૩) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ તીવ્ર કષાય છે. તળાવની માટીમાં લીટી ખેંચીએ અને પાણી ફરી વળતા ભૂંસાઈ જાય તેવા પ્રકારનો આ ક્રોધ કષાય છે. શ્રાવક તેનો અધિકારી છે. (૪) પર્વત ફાટવાથી પડેલી તિરાડ સાધી શકાતી નથી તેવો તીવ્ર અનંતાનુબંધી કષાય છે. ઘણા તીવ્ર કષાયવાળો છે. હિંસકભાવ પ્રેરિત છે. માન કષાય ? • સંજવલન માન-અતિ મંદ પરિણામી છે. સાધુમાં જોવામાં આવે છે. નેતરની સોટિ અલ્પ પ્રયાસે વાળી શકાય છે તેમ મંદ પરિણામી માન કષાયને વાળી શકાય છે. પ્રત્યાખાની માન-મંદ પરિણામી છે. સૂકી લાક્કીને જેટલી મહેનતથી વાળી શકાય તેમ આ મંદ કષાયવાળો જીવ માનને શાંત કરી શકે છે. અપ્રત્યાખાની માન, કંઈ તીવ્ર પરિણામવાળો છે. હાડકાંને વાળવામાં જેવી મહેનત પડે તેમ ઘણા પુરુષાર્થથી આવા માન પરિણામને શાંત કરવો પડે છે. અનંતાનુબંધી માન-તીવ્ર પરિણામી છે. પથ્થરનો સ્તંભ ઘણા પ્રયત્ન પણ વાળી શકાતો નથી તેમ આ માનના પરિણામ જીવ વાળી શકતા નથી. માયા ક્યાય : (૧) સંજવલન માયાનો પ્રકાર વાંસની છાલ સહેલાઈથી વાળી શકાય છે તેવો છે. અતિ મંદ પરિણામવાળી માયા છે તે અતિ અલ્પ પ્રયાસ શાંત થાય છે. પ્રત્યાખ્યાની માયા-મંદ પરિણામવાળી હોય છે. ચાલતા બળદની મૂત્રની ધાર જમીન પર વાંકીચૂંકી થઈ હોય તે થોડા સમયમાં નષ્ટ થઈ જાય ૧૫૮ સ્વરૂપ અવલોકન Page #160 -------------------------------------------------------------------------- ________________ છે તેમ આ પરિણામવાળી માયા થોડા સમયમાં શાંત થાય છે. અપ્રત્યાખ્યાની માયા-કંઈક તીવ્ર પરિણામવાળી હોય છે ઘેટાંનાં શિગડાંને ઘણા ઉપાયે વાળી શકાય છે તેમ આ પ્રકારનાં પરિણામોને ઘણા પ્રયાસે શાંત કરી શકાય છે. અનંતાનુબંધી પરિણામવાળી માયા. કઠણ વાંસની ગાંઠનું વાંકાપણું કોઈપણ ઉપાયથી દૂર થતું નથી. તેમ આ માયાનાં પરિણામો ઘણા પ્રયત્ન શાંત થઈ શકતાં નથી. માયાથી કપટરૂપે વ્યવહાર થાય છે. લોભ ક્યાય : (૨) ધન, કુટુંબ, શરીરાદિ પદાર્થોમાં મમતા થવી તે લોભનું કારણ છે. સંજવલન પરિણામ હળદરના રંગ જેવો છે તરત દૂર થઈ શકે છે. પ્રત્યાખ્યાની પરિણામ દીપકથી થતા કાજળ જેવો છે થોડા પ્રવાસે દૂર થાય છે. અપ્રત્યાખ્યાની પરિણામ ગાડાના પૈડાની મેંશ જેવો છે ઘણા પ્રયત્ન શાંત થાય છે. • અનંતાનુબંધી પરિણામ કિરમજીના રંગ જેવો છે જે કોઈ ઉપાય દૂર થતો નથી. આ કષાયોનું પરિણામ : કર્મબંધ થવામાં જ્ઞાનાવરણ અને કષાયરસ આપવામાં મોહનીય કર્મની પ્રબળતા છે. સતુશાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છતાં તત્ત્વની શંકા રહે તેવું સમકિત મોહનીય છે, તે સત્યનું ભાન થવા ન દે. ગુરુગમે આ અસત્ય ટળે. દર્શન શુદ્ધ થાય, શ્રુત જ્ઞાનરૂપે પરિણમે. સતુશાસ્ત્ર કે ગુરુનો યોગ મળે મિથ્યાત્વનું શોધન થયે રાગાદિ મંદ પડે. પરપદાર્થો સાથેના સંબંધોની નિવૃત્તિ થાય. ઈદ્રિય નિગ્રહ થયે ક્રમે કરીને જીવ સમ્યકત્વમાં આવે. મોહનીયનો ઉદય હોય તો સમકિત સત્તામાં રહે માટે જાગૃતિ રાખવી. અને મોહનીયના ઉદયને દૂર કરવા અભ્યાસ કરવો. માનવદેહમાં જ્ઞાનધ્યાનના આરાધન માટે સાધન મળ્યાં છે. તે સાધનો વિષયોના રસમાં પડે તો જ્ઞાન આવરાઈ જાય. પરંતુ જ્ઞાન ધ્યાનમાં રસ રહે તો ઈદ્રિયો પણ નિયમથી ચાલે. સહજ શુદ્ધિ થાય. ઈદ્રિયાદિથી દોષો થતા અટકે. ઉપયોગમય દષ્ટિ તે દર્શન શક્તિ છે. તે સત્ય અસત્યની પરીક્ષા કરી શકે. કષાયનો સ્વરૂપ અવલોકન ૧પ૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ રસ ઉપયોગને વિભાવમય કરે છે. દેવને અને મનુષ્યને પ્રાયઃ શાતાવેદનીય હોય છે. અશાતા વેદનીયના ઉદયમાં મનુષ્ય ઉપયોગથી વર્તે તો શાતાવેદનીય જ અનુભવે. એકાંતે સુખની અભિલાષા હોય તો અશાતા જણાય છે. આહારનો રસ અને લોલુપતા દેહમાં વિક્રિયા ઉત્પન્ન કરે છે. ભોજનમાં રસ નીરસ તે સર્વ પરિચિત છે. કડવો રસ ન ગમે અને મીઠો કે ખાટો ગમે, વળી ગમે તે પદાર્થનું વધુ સેવન થાય. તે માટે રસાસ્વાદનું વ્રત બતાવ્યું. એકાસન જેવા વ્રતમાં પણ નિયમ આપ્યા છે. અનિવાર્ય સંયોગોમાં છૂટ આપી તે ભોગવવા માટે નહિ, ખેદ સહિત ઉપયોગ રાખવા માટે છે. કાઉસગ્નમાં કે નવકાર મંત્રના જપમાં શ્વાસોચ્છવાસથી પદ સાથે અનુસંધાન બતાવ્યું. એક શ્વાસોચ્છવાસમાં એક પદ બોલાય. તે ક્રિયા એકાગ્રતા માટે છે, ક્રિયા કહે કે હું થઈ ગઈ. મને કહે કે હું ફરી આવ્યું પછી કાઉસગ્ગ ધ્યાનની કે મંત્રજપની સિદ્ધિ શું થઈ? ઉપયોગદશા સ્થિર રહે તે માટે આવા પ્રકાર બતાવ્યા. આત્માનું તત્ત્વ તો ચૈતન્ય છે, સામાન્યપણે શ્વાસ સાથે તે પ્રગટતું રહે છે. માટે મનને શ્વાસ સાથે બાંધવાનું કહ્યું જેથી ઉપયોગ સ્થિર રહે. શ્વેતાંબર અને દિગંબર બંને જૈનધર્મ સ્વીકારતા હોવા છતાં ધર્મક્રિયાના વ્યવહારમાં ફરક છે. દિંગબરના સાધુના નિયમો કડક છે. સાધુના નિયમો શિથિલ થાય કે આચાર શિથિલ થાય તો શ્રાવકો શું આચરશે? શ્રાવકે પૂર્ણ પણે શ્રાવકાચાર પાળવાનો છે, જેથી સાધુધર્મ સહેજે રુચે. બંને પંથ તીર્થકરના-વીતરાગધર્મના છે તે લક્ષ મુખ્ય રાખવું. એક બીજાની પદ્ધતિને મિથ્યાત્વ ગણીને મોહનીય કર્મમાં ન જોડાવું. કષાયો ઓળખાય તેવા હોય છે. અભાવ, બહુભાવ વગેરે કષાયો છે. સદેવ ગુરુધર્મમાં મોહાદિ કષાય હોય તો તેને સરોગસંયમ કહે છે. સંયમથી ભવિષ્યમાં સુખ મળશે તે સરાગસંયમ છે. માત્ર સંયમ જ સકામ નિર્જરાનો હેતુ છે. અનશન જેવી ક્રિયા કરી આહારના કર્મ સાથે આયુકર્મને પણ પૂરું કરે. અનાદિકાળના કર્મ સંબંધોના યોગને પૂર્ણ કરવા આવી ક્રિયા કરે. ધર્મધ્યાન અને શુકલધ્યાનને યોગ વડે સાધે. છેવટે અયોગદશામાં પલટાવે. સંયમના ફળની આકાંક્ષા માટે એટલે વીતરાગસંયમના ભાવમાં ૧૬૦. સ્વરૂપ અવલોકન Page #162 -------------------------------------------------------------------------- ________________ આવે. પુણ્યનો ક્ષય થવો તે નિકટ મોક્ષગામી જીવને માટે સંભવિત છે. વીતરાગ સંયમ પૂર્ણપણે ન પ્રગટે ત્યાં સુધી ઈદ્રિયાદિનો સંયમ ઉપદેશ્યો. તેમાં સતત જાગૃતિ અને પુરુષાર્થ હોય તો જ ઉત્તરોત્તર ગુણશ્રેણિ ચઢે. પણ જો વળી કષાયનો ઉદય થાય તો ચઢ ઉતર કર્યા કરે. માટે ધર્મની ક્રિયાઓ અને ભાવધર્મનું આરાધન બતાવ્યું. ક્રિયા સાથે આત્મભાવ સ્થિર ન રહે તો જે કંઈ સાધન થાય તે નિરર્થક થાય અને જયાં જાય ત્યાં સર્વ નવેસરથી કરવાનું થાય, તે બાળભાવ છે. ધર્મક્રિયા ન કરે તો ખેદ થાય પણ તે ક્રિયામાં મન ફરતું જ રહે કે સંકલ્પ વિકલ્પમાં જોડાયેલું જ રહે તો દુઃખ ન થાય. તપસ્વીનો પુરુષાર્થ તપ કરવા કરતાં આહારના સંયમમાં વધુ જોઈએ. અયોગી દશા ન આવે ત્યાં સુધી કંઈ ને કંઈ ક્રિયા કરવી પડે છે. ધર્મધ્યાનમાં પણ પ્રભુની આજ્ઞા વિષે ચિંતવન કરવું પડે છે. મનુષ્યભવમાં જ આ યોગ મળે છે કે સમયે સમયે ઉપયોગ રાખી શકાય. માત્ર કાયયોગ કામે લગાડવાથી કાર્ય સરતું નથી. ત્રિવિધ યોગથી ક્રિયા થાય ત્યારે તે સાર્થક થાય. સમતા એ મુખ્ય ધર્મ છે. ભાવ સમતાથી કર્મ ક્ષય થાય છે. અને આત્મગુણ પ્રગટે છે. બાહ્ય સમતા તો લોકભયથી કે સારા દેખાવાની ઈચ્છાથી રહે છે. ભાવ સમતાવાળો જીવ સ્વ-પર હિત જુએ છે. સામા જીવના કષાયનો ઉદય જુએ છે. પોતાના ઉદયકર્મના સંયોગને જુએ છે અને સમભાવે રહી ઉદયકર્મને ખાળે છે. કર્મના ઉદયનો અસ્ત કરી કર્મબંધનો ઉકેલ કરી લે છે. બે ઘડીના શુદ્ધ સામાયિકથી જ્ઞાન શુદ્ધ થાય. પણ સામાયિકનું કાર્ય કેવળ દેહ કરે તો જ્ઞાન ન થાય, ત્રણે યોગ સામાયિકના ભાવમાં રહે તો શુદ્ધિ થાય. યોગો જડતામાં રહે તો ચૈતન્યનું કાર્ય ન થાય. જ્ઞાની આહાર ગ્રહણ કરીને તે તે કર્મનો ક્ષય કરે છે. અજ્ઞાનીને આહારકર્મનો ઉદય હોય ત્યારે તેમાં તદાકાર થઈ નવા કર્મને ગ્રહણ કરે છે. જ્ઞાનની ભ્રાંતિથી યોગોને ક્ષીણ કરવાના નથી. પણ તે યોગોની ગતિને શુદ્ધ કરવાની છે. જ્ઞાનમય ઉપયોગને કારણે પુલના સંબંધનો ક્ષય થઈ પુગલ પરમાણુરૂપે પરિણમે છે તે જ કષાય કર્મની નિવૃત્તિ છે. અને આત્મા શુદ્ધપણે રહે છે. શુદ્ધધર્મ : આત્મા સહજભાવે રહે તો અજ્ઞાન ટકતું નથી. પરમાં કે ધર્મક્રિયામાં પોતાપણાની લાગણી શા માટે? મહાવીર ભગવાને એક સ્વરૂપ અવલોકન ૧૬૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ વર્ષ સુધી અઢળક દાન દીધું. તોય મૂળધર્મ (શુદ્ધધર્મ) તો બાકી રહ્યો, તે સાધુદશા, નિગ્રંથ દશામાં જ પૂર્ણ થયો. દાનાદિ જેવા પરોપકારના કાર્યમાં મારાપણાનો ભાવ વિસ્તૃત કરવાનો છે. આત્માએ ત્યાં મૂંઝાઈ જવાની જરૂર નથી અને પ્રમાદ સેવવાની જરૂર નથી. નિસ્પૃહભાવે થતી ક્રિયામાંથી ધર્મ નિષ્પન્ન થાય છે. તત્ત્વની શ્રદ્ધા તે સમ્યગ્દર્શનજ્ઞાન છે. તત્ત્વનો અર્થ એ કે આત્મા આત્મરૂપ છે. પર તત્ત્વ તેના સ્વભાવે છે. તેમાં બાધક શું અને સાધક શું તેની સમજ તે વિવેક છે. ભ્રાંતિ ટળી જાય છે. સમકિતનું વમી જવું તે બીજ ઉખેડીને ફેંકી દેવા જેવું છે. હું અજ્ઞાન સેવું છું તેનું ભાન નહિ તે આત્માની અનુપયોગ દશા છે. કર્મના ઉદય વખતે વિષમ દશામાં સમકિતી થાકતો નથી. પોતાનાં જ કર્મોનો આ વિપાક છે તે જાણી સમભાવે કર્મ ભોગવીને ક્ષીણ કરે છે. અને દૃઢ પુરુષાર્થથી ક્ષાયિકભાવ પામે. સંસાર ઓછો હોય ત્યારે આવી પ્રજ્ઞા ખીલે. છતાં સામાન્ય સમકિતીને સ્ત્રી પુત્રાદિમાં રાગ હોય, તે સમયે સમકિત સત્તામાં રહે અને કર્મ ઉદયમાં હોય. પૂર્વ પુણ્યના યોગે સાધન સામગ્રી મળે જીવ ભોગલાલસામાં પડે તો અંતરાય કર્મ પાછું ઉત્પન્ન થાય. ધર્મીને ભોગવિલાસ શા માટે જોઈએ ? ધન વગર ધર્મ ન થાય તેવી ભ્રાંતિ ઊભી થઈ છે. તે એક વિટંબણા છે વાસ્તવમાં જ્ઞાન વડે ધર્મ પમાય છે. આત્મા જ્ઞાતા છે, પદાર્થ જ્ઞેય છે. ઉપયોગ દ્વારા આત્મા પદાર્થનું જ્ઞાન કરે છે. આત્મા જાણવા જોવા સિવાય કંઈ કરી શકતો નથી પણ પરવૃત્તિના અભ્યાસના કારણે દૃશ્ય નજરે પડયું કે વિકલ્પ ઊઠે છે. દૃશ્યમાન થયેલ પદાર્થની રુચિ અરુચિના ભાવમાં જોડાય છે. અને સુખ દુઃખની લાગણી અનુભવે છે. અહીંથી બંધન શરૂ થાય છે. પાંચે ઈંદ્રિયના વિષયમાં આ પ્રમાણે બને છે. જો જોવા જાણવાથી કાર્ય પતી જાય તો બંધન નથી. એ વાત ઘણી દુર્લભ છે. પદાર્થને જીવ જાણે જુએ તે મેળવવાની ઈચ્છા કરે અને બંધાય. દરેક શાસ્ત્ર ષડરિપુને જીતવાનું તો કહે છે. જૈન શાસ્ત્રમાં કર્મ પ્રકૃતિના ઘણા ભેદ દર્શાવ્યા છે. કર્મપુદ્ગલરૂપે સંયોગમાં આવે છે. સમિકતીને પ્રાયઃ શુભ પુદ્ગલનો યોગ થાય છે અને ક્ષાયિક ભાવ થતાં અપુદ્ગલભાવ ૧૬૨ સ્વરૂપ અવલોકન Page #164 -------------------------------------------------------------------------- ________________ રહે છે. તેથી જીવને કાળની ગણતરી, ભવની ગણતરી આવી જાય છે. આથી સામાન્ય સમકિતીને સ્વાધ્યાયાદિમાં ઉપયોગવંત રહેવાનું કહ્યું. વિષયવાર અભ્યાસ કરવો. તપથી કર્મને બાળી શકાય છે. પરંતુ તપ સાથે સમતા, સ્વાદજય જેવાં પરિણામોની શુદ્ધિ જોઈએ. જેથી અનાહારક દશાના અંશો પ્રગટે. તે વીતરાગત્વ છે. પુદ્ગલ માત્ર જડ છે. ચેતનના સંયોગે ચેતનપણે ભાસે છે. છતાં તે તે પદાર્થોમાં મોહ કેમ ઉપજે છે ? વળી પ્રતિકૂળતા મળે જીવ આકુળવ્યાકુળ થઈ જાય છે, ચિંતામાં દટાઈ જાય છે. અને સમકિત હોવા છતાં તે સત્તામાં પડયું રહે છે. માટે પ્રકૃતિના ઉદયને ઓળખવો. તે માટે ચિંતન કરવું. તેમ કરવાથી પ્રકૃતિનું શોધન થશે. આવરણ હોય અને શોધન થાય તેમ બને નહિ માટે જ્ઞાનાવરણ-દર્શનાવરણની પ્રકૃતિનો અભ્યાસ કરી પ્રકૃતિને શુદ્ધ કરવી. ઉપયોગની ચંચળતા (સ્ખલના) અને અશુદ્ધિ જ્ઞાનાવરણકર્મને બાંધે છે. નિદ્રા સેવનનું સુખ દર્શનાવરણ કર્મને બાંધે છે. શાતા અશાતારૂપે વેદનીય કર્મ ઉદયમાં આવે છે. મિથ્યાત્વ અને કષાયને કારણે મોહનીય કર્મનો વિપાક થાય છે. પ્રકૃતિ રસની ગતિ પ્રમાણે આયુષ્યનો બંધ થાય છે. શરીર અને તેની સાથે બીજી અનેક પ્રકૃતિને નામકર્મનો ઉદય છે. જીવના અનેક પ્રકારના અવરોધો તે અંતરાય કર્મ છે. પોતાપણાના ઉચ્ચનીચતાના ભાવથી ગોત્રકર્મ બંધાય છે. આ દરેક કર્મની ઉત્તર પ્રકૃતિ હોય અને કર્મવર્ગણા અનંત પ્રકારની હોય, છતાં જીવ પ્રમાદી રહે તો કર્મ તેના સ્વભાવ પ્રમાણે પરિણમે. તે કર્મો ગાઢ અને નિકાચિત હોય તો ચેતન જડતા અનુભવે. આ કાળે મતિ-શ્રુતજ્ઞાન સાધ્ય છે. બીજા ત્રણ જ્ઞાનના ગુણની ભાવના કરવી. ખરેખર તો મનુષ્ય જેને પોતાની પ્રકૃતિ કે સ્વભાવ માને છે તે વિભાવ છે. પ્રકૃતિ-જન્ય વ્યવહાર તે વિભાવદશા છે. સ્વભાવ તો સહજ અને જ્ઞાનાદિ ગુણવાળો છે. કષાય જન્ય પ્રેરણા અને વિકલ્પો તે વિભાવ છે. જીવ જયાં સુધી આ વાત સમજે નહિ તો ધર્મ શું કરશે ? શરીરની ક્રિયા કરવી પડે પણ કષાય મંદ હોય તો ક્રિયા રસવતી થતી નથી. મનને રસ ન મળે એટલે મૂંઝાઈને અંતર્મુખ થાય. તે પહેલાં ઘણા જીવો થાક સ્વરૂપ અવલોકન ૧૬૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ અનુભવી અટકી જાય છે. સામાયિક જેવી વિધિમાં જીવને આનંદ પ્રાપ્ત થતો નથી. કષાય રસ મંદ પડે ક્રિયા સમ્યગુ પ્રકારે થાય. અનશન તે કોઈ ક્રિયા નથી, સહજ દશા છે. અનાહારક દશાએ જવાના અભ્યાસ માટે તે તપ બતાવ્યું. જ્ઞાનીને વેદનીય નિરંતર શાતારૂપે હોવાથી સુધાવેદનીયનો ક્ષય થયો હોય છે. અનશનમાં સ્કૂલ આહારનું સેવન હોતું નથી. યદ્યપિ ચારે આહારનો ત્યાગ હોય છે. સૌ કહે છે કે અમે જાણીએ છીએ કે ક્રોધાદિ કષાયો છે. તે શા કારણથી થાય છે તેનું સંશોધન કરવું જોઈએ. પોતાની કલ્પના મિથ્યા હોય તો સંશોધન શું કરે? સમકિતી નિર્ણય કરે કે આ કષાયો જ મારા શત્રુ છે. તેને મંદ કરી, ક્ષય કરી આગળ વધતો જાય. વૃત્તિ સંક્ષેપ કરીને ચાલે તો ગૃહસ્થ સાધુતા પામે. મોહનીયકર્મ બળવત્તર હોય તો એવું માને કે મળ્યું છે ને ભોગવો. થોડી ધાર્મિક ક્રિયા કરી સંતોષ માને. કષાયવૃત્તિ મોળી ન પડે. સંસારભાવ એ જ કષાય છે, તેમાં રસપૂર્તિ તે મહાદોષો છે, સમ્યગુજ્ઞાન જ એ દોષોને દૂર કરે. એકનું એક કર્મ સતત ટકતું નથી. ઉદયથી બંધ અને બંધથી ઉદય તેમ ચાલ્યા કરે. પુગલનું રૂપાંતર તે અનિત્યતા છે. જન્મ ધારણ કરેલો આ દેહ છોડવાનો છે છતાં ભ્રમિત થઈ જ્ઞાની, ધ્યાન, અભ્યાસી સુખ શોધવાના ફાંફાં મારે છે. ક્ષાયિક સમકિતી અનાદિના પુગલ સંબંધોનો છેદ કરે છે. ચોથા ગુણસ્થાનથી તે ક્રિયાનો પ્રારંભ થાય છે. રાગદ્વેષને જીતવા તે જૈનધર્મનું પર્વ છે. જે પુદ્ગલ-દૈહિકભાવ આત્માને ભૂલાવે તેના સંશોધનમાં પડવાને બદલે આત્માનું સંશોધન કરવું. દૈહિક ભાવે તપ જપ કરવાથી ઉત્તમ દેહ મળે. દેહનાં સુખ સગવડ મળે. અને અંતે તેનો ક્ષય થતાં પરિશ્રમ નિરર્થક જાય. તીર્થકર કે કેવળીના જીવોએ અગાઉના જન્મોમાં સત્ આરાધન કર્યું હોય, એકાંત સેવન કર્યું હોય, સંયમ ધર્મ પાળ્યો હોય ત્યારે જ અંતિમ ભવે આવો મહાન પુરુષાર્થ ઉદયમાં આવે. કોઈ પણ જન્મે મુક્તિની દશા તરફ જવા પુરુષાર્થ કરવો પડશે. જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું પડશે. વીતરાગધર્મને યોગ્ય માર્ગે ચાલવાથી સિદ્ધિ છે. સાધુ સાધુતાથી શોભે છે. અરિહંતાદિ પાંચે પદ કોઈ અનુક્રમે સાધ્ય કરે છે, કોઈ સીધું ચઢાણ કરી પરમ દશાને પામે છે. ૧૬૪ સ્વરૂપ અવલોકન Page #166 -------------------------------------------------------------------------- ________________ મનાદિ યોગસાધનાથી કરેલી પુગલશુદ્ધિ તે આત્મા-શુદ્ધિ નથી. પાત્ર થવા માટે સહાયક છે. ધ્યાનથી ધ્યેય સાધ્ય થાય પણ કષાયને કારણે ધ્યાનમાં ભળતું જ્ઞાન આવે. સમ્યગુદશાધારી ધ્યાનનું અવલંબન લઈને ક્રમે વિકાસ કરે. અમુક સ્થાનમાં અમુક કાળે અમુક ક્રિયા કરવી તે સ્થિરતા માટે છે. છતાંય તેનો દુરાગ્રહ રાખી પ્રમાદ ન કરવો. જેમ અંતિમ સમયે પથારી શરણ જીવની શરીરાદિની શુદ્ધિ ન હોય તો પણ નવકારમંત્ર સંભળાવવામાં આવે છે ત્યાં સ્થળ અને સમય જોવાતાં નથી. આ રીતે જીવને જેટલી સ્વાધ્યાય-રમણતા રહે તે રીતે પ્રયોજન રાખવું. કારણકે સત્સંગ જેવા યોગમાં પણ જીવને અવધાન કે સ્મૃતિ રહેતી નથી તેને માટે પણ જીવે પુરુષાર્થ કરી રસ અને જિજ્ઞાસાને બળવાન રાખવા પ્રયત્ન કરવો પડે છે. માટે હવે સમય થઈ ગયો એવા બહાને પ્રમાદ ન કરવો. મોહનીય કર્મમાં સોળ કષાય અને નવ નોકષાય કહ્યા છે તેમાંના છ નોકષાય આ પ્રમાણે છે. નોકષાય એટલે કષાય જેવા કષાયના સાથી. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા, જેના નિમિત્તથી આ કર્મ ઉદયમાં આવે તે તે તે મોહનીય કર્મ કહેવાય છે. વગર નિમિત્તે પણ મનના ભાવો કે વિચારોથી આ નો-કષાયો ઉદયમાં આવે છે. જેમકે કોઈ હસવાનો પ્રસંગ વિતી ગયા પછી તેના સ્મરણથી જીવને હસવું આવે. વળી અન્ય પ્રસંગથી રતિ એટલે સુખ ઉપજે. અરતિ એટલે અસુખ-દ્વેષ ઉપજે, દુગંછા એટલે ધૃણા ઉપજે. ભય ઉપજે તે ભય સાત પ્રકારે છે. આલોક, પરલોક, ચોરી, અકસ્માત, આજીવિકા, અપયશનો ભય જીવને સતાવે છે તે નોકષાયનો પ્રકાર છે. કષાયના રસ સાથે નોકષાય પોષાય છે. તે પોતાનાથી, પરથી કે ઉભયથી ઊભા થાય છે. હસવું કે સુખ ઉપજવું તે પુણ્યનું કારણ હોવા છતાં હાસ્ય મોહનીય કષાયની પ્રકૃતિ છે તેથી બંધનરૂપ છે. તેમાં સુખનો ભાવ તે ભ્રાંતિ છે. હું આવા સુખને ભોગવવા લાયક છું તેમ માનીને સુખમાં પ્રીતિ ઉપજે. તેથી આત્મગુણો ઢંકાય છે. અને પદાર્થોમાં વ્યામોહ થાય છે. કે અમુક વય થયા પછી, પાછળથી ધર્મારાધન કરશું. તેમ કરતાં જન્મો નીકળી જાય છે. કેટલાક પ્રકારનાં સુખનાં કારણોને લોકો નિર્દોષ સુખ માને છે જેમકે નાટક ચટક જોવાં, પાનાબાજી રમવી. પરંતુ તેમાં રુચિ અરુચિ, હાર-જિતનો ભાવ, સ્વરૂપ અવલોકન ૧૬૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ સુખ-દુ:ખની લાગણી અનુભવવી તે કષાયો પૈકીનો પ્રકાર છે અને તેથી જીવ તે પ્રકારોથી બંધાય છે. કર્મની પ્રકૃતિને સંકેલવાની ક્રિયા જાણવાની જરૂર છે. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના અને ક્રિયા એ જ નિર્દોષ ક્રિયા છે. સહજ ચારિત્ર આનંદરૂપ છે. વિપર્યાસ મતિ છૂટે ચારિત્રદશા આવે. જન્મે જૈન થવા મળ્યું તે ચારિત્રદશાએ પહોંચાડવું જોઈએ. પાંચે ઈંદ્રિયો અને છઠ્ઠું મન તેની સાથે ભળતા કષાયો-નોકષાયો દ્વારા બંધનની ઘટમાળ ચાલ્યા કરે છે. અપ્રમાદ તે બંધનથી છૂટવાનો ઉપાય છે. ત્રણવેદ : જે કર્મના કારણે પુરુષ પ્રત્યે સ્ત્રીને અને સ્ત્રી પ્રત્યે પુરુષને એમ બંનેને અરસપરસ ભોગની અભિલાષા થાય તે કર્મ અનુક્રમે સ્ત્રીવેદ અને પુરુષવેદ છે. સ્ત્રી અને પુરુષ બંને પ્રત્યે અભિલાષા જાગે તે નપુંસક વેદ છે. પુરુષ વેદ : જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રી સાથેના ભોગની અભિલાષા થાય તે પુરુષ વેદ છે. તે ઘાસના તૃણાગ્નિ જેવો છે. જેવો પ્રગટે તેવો સળગીને પાછો બુઝાઈ જાય. પુરુષની ભોગ અભિલાષા શીઘ્ર ઉત્પન્ન થાય અને સ્ત્રી સેવન પછી તરત શાંત થાય. સ્ત્રી વેદ : જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરુષ સાથે ભોગની ઈચ્છા થાય તે સ્ત્રીવેદ છે. આ વેદમોહનીય સૂકા છાણાંની અગ્નિ જેવો છે જેમ જેમ છાણાંને પેટાવો કે સંકોરો તેમ બળે તેમ પુરુષ તરફની સ્ત્રીની અભિલાષા વધતી જાય છે. શીઘ્ર શાંત થતી નથી. નપુંસક વેદ : જે કર્મના ઉદયથી સ્ત્રી પુરુષ બંને સાથે ભોગની અભિલાષા થાય તે નપુંસકવેદ કર્મ છે તે નગરના દાહ સમાન છે. નગરનો દાહ ઘણા લાંબા સમય સુધી ચાલે છે અને નગરને બાળે છે, તેવી રીતે નપુંસકવેદકર્મના ઉદયથી મનુષ્ય કામવાસનાથી લાંબો સમય પીડાય છે. મહાવિકારથી આવો બંધ થાય છે. આ ત્રણે પ્રકારના વેદકર્મના ઉદય અને ફળને સમજી જીવે તેનાથી નિવર્તવા કે નિયમમાં રહેવા પ્રયત્ન કરવો. કારણકે જીવને ભોગની સ્મૃતિ લાંબો કાળ રહે છે. ધાર્મિક ક્રિયા કરે અને મનમાં સ્મૃતિ ઉપજે તો જે ધર્મક્રિયાથી નિર્જરા થાય તેને બદલે તેવી ક્રિયામાં સમય ગાળવા છતાં ૧૬૬ સ્વરૂપ અવલોકન Page #168 -------------------------------------------------------------------------- ________________ સાર્થક ન થાય. કેવળ સ્પર્શ સુખના ત્યાગનો અર્થ બ્રહ્મચર્ય નથી. પાંચે ઈંદ્રિયનો વિષયભોગ તે પણ અબ્રહ્મ છે. પુદ્ગલ-પરપદાર્થની મન અને ઈંદ્રિય દ્વારા ભોગવૃત્તિ તે અબ્રહ્મ છે. દરેક ઈંદ્રિયના સુખનો ત્યાગ તે બ્રહ્મચર્ય છે. પરંતુ તેની પૂર્ણતા પાંચે ઈંદ્રિયનો ઉપશમ કે વિષયોના ક્ષયથી છે. બ્રહ્મચર્ય માટે નવવાડ દ્વારા કંઈક સૂક્ષ્મતા દર્શાવી દરેક ઈંદ્રિયના વિષયને તેના સ્વભાવરૂપ વાડ કરીને બાંધે તે પૂર્ણ વ્રત છે. બ્રહ્મચર્ય તે શ્રેષ્ઠ વ્રત છે. તેની સાથે બીજા વિષયો શાંત પડે છે. છતાં પાંચે ઈંદ્રિયના વિષયને જીતવા વાળા કોઈ વિરલા જ હોય છે. પર પદાર્થ માત્રનો તેના તરફના ભાવનો સંબંધ છૂટે તેવા વિચારશીલ અને પ્રયત્નશીલ રહેવું. જે જીવનને ખાવા પીવા અને ભોગ વિલાસ માટે ખર્ચે છે તેના જીવનમાં નિયમ જેવું કંઈ હોતું નથી, કર્મભાર વધી જતાં પોતે જ પરાધીન બને છે. મનશુદ્ધ થાય, ચિત્તશુદ્ધ થાય તેવી ક્રિયા જ જાણતો ન હોય અને દેહને જ સ્વચ્છ રાખે, શણગારે તો શું સાર્થક થાય ? ધર્મક્રિયા કરીને સુખ ઈચ્છે તો તે પણ વેદોદય જ છે. કોઈપણ ધર્મક્રિયાથી મનશુદ્ધિ ન થાય અને ચૈતન્ય ન પ્રગટે તો તે ક્રિયા નિરર્થક છે. રાવણ ભક્ત હતો, શક્તિશાળી હતો. ભક્તિવાળો હતો. અષ્ટાપદ પર્વત પર પ્રભુની ભક્તિ કરવામાં પૂર્ણ એકાકાર થયો ત્યારે તીર્થંકર નામકર્મનું ઉત્તમ કર્મ બાંધ્યું. તેવા ભક્તને પણ વેદનો ઉદય થતાં સીતા પ્રત્યે આકર્ષણ થયું. કથાનક પ્રમાણે સીતા રાવણની પુત્રી હતી. તેના જન્મ સમયે જયોતિષીઓએ ગ્રહો જોયા તેમાં ખરાબ ગ્રહોનું મિલન હતું. જે નાશને સૂચવતું હતું. રાવણ અહિંસાની રુચિવાળો હતો. કન્યાને મારી ન નાંખતાં જમીનમાં દાટી દીધી. કર્મની વિચિત્રતા કેવી કે વેદોદયના પરિણામે કાળ ક્રમે તે કન્યા તરફ જ તેની કામના જાગી. છતાં વ્રતી હતો. કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ તે સ્ત્રીભોગ ન કરતો. સીતાને રોજે પોતાની રાણીઓ દ્વારા સમજાવતો. જો સીતા ઈચ્છે તો જ તેને તે પોતાની રાણી બનાવે. નહિ તો ઉપવનમાં જ રહે. અને રામની તાકાત હોય તો મુક્ત કરી ને લઈ જાય. નિયમથી મનુષ્ય કંઈક અંશે ચારિત્રગુણને વિકસાવે છે. કોઈ પણ કર્મ સદાસર્વદા સાથે રહેવાવાળું નથી. ઉદયમાં આવે ખરી પડે. જીવ કષાયથી મુક્ત રહે તો ફરી ન બંધાય. સ્વરૂપ અવલોકન ૧૬૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યના વતની અપૂર્વ સિદ્ધિ માટે સ્થૂલિભદ્રનું દૃષ્ટાંત ચોવીશ ચોવીશી સુધી પ્રાતઃસ્મરણીય રહેશે. આ સિવાય ઘણા શ્રાવક અને શ્રાવિકાએ બ્રહ્મચર્ય સિદ્ધ કર્યાનાં દૃષ્ટાંતો છે. પરંતુ જે સંયોગોમાં સ્થૂલિભદ્ર આ વ્રત સિદ્ધ કર્યું તે એક ચરમસીમા છે. સાધુદશામાં પણ ત્રિવિધ યોગે આ વ્રત પાળવું દુષ્કર છે. બીજા વિષયોના કષાય ન જાય ત્યાં સુધી આ વ્રત પરિપૂર્ણ થતું નથી. આ વ્રતની સિદ્ધિ માટે આહાર વિહાર સર્વ પ્રક્રિયામાં પરિવર્તન લાવવું પડે. સંયમ તપ વગેરેનું આરાધન સહાયક છે. આજે સંસારમાં વિષયસુખને જ સુખ ગણવામાં આવે છે. કોઈ ઉત્તમ જીવ કે જ્ઞાની જ આ સુખ પછીના દુઃખનો વિચાર કરી શકે છે. બાહ્યકર્મનું નિરીક્ષણ કરતાં ઈદ્રિયો દ્વારા કેવા વિષયોનો અનુભવ થાય છે તે સમજાય અને વૃત્તિઓ શાંત થાય તો મતિ તથા શ્રુત જ્ઞાનરૂપે પરિણમે, નહિ તો આવરણ આવે. ક્ષયોપશમભાવ આત્મિક ગુણો સાથે સંબંધ ધરાવતું નથી. તે મન સુધી રહે છે. ઉપશમભાવ આત્મગુણને સ્પર્શે છે. ક્ષયોપશમથી દુન્યવી જ્ઞાન ઘણું પ્રાપ્ત કરે. તે જ્ઞાનનો સદુપયોગ કરે તે મતિ-શ્રુત જ્ઞાનરૂપે પરિણમે, પછી ઉપશમભાવમાં જીવ સ્થિર થાય. કષાયોનો ચતુઃસ્થાનીય એટલે તીવ્રરસ જે પ્રાયઃ ક્ષય થતો નથી. યોગ્ય ક્રિયા વડે તે દૂર કરી શકાય. કોઈ મહામુનિના યોગે તેવા તીવ્રરસવાળાં કર્મો નષ્ટ થાય. જયાં સુધી એ રસો દૂર ન થાય ત્યાં સુધી પ્રયત્ન કરવો જ પડે. ઈદ્રિયોના વિષયો વારંવાર ઉત્તેજના કરે. સુધા લાગે આહારથી તેની તૃપ્તિ કરી હોય અને વળી અમુક કલાક જાય અને પાછી ક્ષુધા લાગે. કોઈની સાથે સંઘર્ષ થયો. વ્યક્તિ દૂર થતાં તેવો રસ શાંત પડે પણ પાછું કંઈ નિમિત્ત મળતાં સંઘર્ષનો ભાવ જાગી ઊઠે. આમ દરેક કર્મ ઉદયમાં આવ્યા જ કરે છે. માટે ઉપશમભાવનો અભ્યાસ કરવો. ધીરજથી ધર્મનાં અનુષ્ઠાનો કરવાં. આજે નિરતિચાર સામાયિક ન થાય તો પણ તેનો અભ્યાસ ચાલુ રાખવો. જીવને હજી એકાગ્રતા નથી થતી પણ અભ્યાસથી તે થશે. હજી સુધી સક્રિયા જ થઈ નથી. જો તેવું થયું હોત તો અનંતકાળ જાય નહિ. અને આજે પણ વિશ્વાસ નથી કે કેટલો કાળ જશે. સાધન સંપન્ન મનુષ્યને દાન પરોપકારનાં કાર્યો સહેલાં લાગે છે પણ માન અને લોભ મૂકવાં મુશ્કેલ લાગે છે. આમ સંસારમાં આવા સ્વરૂપ અવલોકન ૧૬૮ Page #170 -------------------------------------------------------------------------- ________________ ભાવરસની ઘણી રેલછેલ છે, જીવ તેમાં અટવાય છે. વેદ એટલે પીડા નહિ, કામના, વિષયની ઈચ્છા તે વેદ છે. દરેક ઈદ્રિયના વિષયો અલગ અલગ છે, એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધી તરતમતા પ્રમાણે વેદનો ઉદય છે. સંયોગથી જીવોત્પત્તિ થાય છે. જયાં સુધી પર દ્રવ્ય સાથે સંબંધ છે ત્યાં સુધી વેદકર્મનો ઉદય રહેવાનો, નવમા ગુણસ્થાનકે આ કર્મ નષ્ટ થાય છે વાસનાને વસ્તુ નથી ભોગવતી ભાવ ભોગવે છે. આથી ભાવ શુદ્ધિને પ્રધાનતા આપી. પુરુષવેદ કરતાં સ્ત્રીવેદનો આવેગ વધુ છે. નપુંસકવેદમાં તેનો આવેગ તીવ્ર હોય છે, અને ભાવથી તે તીવ્રતા ભોગવે છે. વળી વેદોદય સાથે મોહનીય કર્મ હોવાથી આત્મા મૂંઝાઈ જાય છે. કષાય નોકષાયને આકર્ષે છે. તેમાં વેદ બળવાન છે. ચોથે ગુણસ્થાને મંદ પડે. આઠમે ગુણસ્થાને ભાવથી શમે. અને નવમે નષ્ટ થાય. ચોથા પછી તીવ્ર રસ ભળતો નથી. છતાં નિર્વેદપણું સાધવા સુધી સતત અભ્યાસ રાખવો પડે છે. તપ કામને જીતે છે. અંતર તપ વેદ પ્રકૃતિને શાંત કરે છે. છતાંય આ પ્રકૃતિનું બળ ઘણું હોય છે. સતત જાગૃત ન રહે તો ઘડીવાર લાંબા કાળના તપસ્વી પણ ભોગને ઈચ્છે છે. આત્મા સ્વભાવે નિર્વેદ છે પરંતુ જીવની વિભાવદશા આત્માના બ્રહ્મને આવરણ લાવે છે. અને વેદકર્મ ઉદયમાં આવે છે. વૃત્તિ અને વાસનાના જય માટે ઘણા પ્રકારની ક્રિયા બતાવી એક જ ક્રિયામાં માણસ લાંબો સમય ટકી ન શકે એટલે વિવિધતા બતાવી. તેમાં જયાં જે ક્રિયા યોગ્ય છે તે કરવામાં આવે તો જીવ કર્મથી હળવો થાય. અને પુરુષાર્થ કરી મહાવિદેહ જેવા ક્ષેત્રમાં જાય અને ત્યાં પરમપદને સાધી મુક્ત થાય. પુણ્યાનુબંધી પુણ્યની પરંપરા ચાલુ રહે તો જીવને અશુભ તત્ત્વો રુચે નહિ. ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ કાળ, ઉત્તમ માનવદેહ મળે તેવી કરણી ન કરે તો લઘુ કર્મી કેમ થવાય? લોખંડનો ગોળો શરીરને વાગે અને ફૂલનો દડો વાગે તેમાં ફરક હોય છે. અશુભ કર્મપુદ્ગલોનો માર જીવને વધુ પડે છે અને શુભ કર્મયુગલોનો ભાર હળવો હોય છે, છતાં શુભભાવથી મુક્ત થઈ કેવળ શુદ્ધ એવા નિજ સ્વરૂપનું ધ્યેય રાખવાનું છે. માટે ઉપશમભાવના ઉદ્યમમાં રહેવું. અને મહાવિદેહ જેવા ઉચ્ચ ક્ષેત્રે ગમન સ્વરૂપ અવલોકન ૧૬૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ થાય તેવા પ્રયત્ન કરવા. ઈંદ્રિયોનાં વિષયસુખ આત્મા ભોગવી શકે છે તેવો અભિલાષ થવો તે અજ્ઞાન છે. આત્મા શાશ્વત સુખનો ભોગી છે, ક્ષણિક સુખ તે તેનું સ્વરૂપ નથી. હાલ આત્મા ક્ષયોપશમભાવમાં લાંબો કાળ રહી શકે તેમ છે. ક્ષાયિકભાવે જે કર્મની નિર્જરા થાય તે ક્ષયોપશમથી ન થાય. માટે ક્ષયોપશમભાવને પણ દઢ કરવો. ઉપયોગમાં જાગૃત રહેવું, તો ક્ષાયિકભાવની યોગ્યતા મળે. સત્તામાં પડેલા કષાયો નષ્ટ થયા જેવા જણાય પણ જીવનો ક્ષયોપશમ ન ટકે અને મિથ્યા કે ઔદાયિકભાવ આવી જાય તો જીવ કર્મમાં બંધાઈ જાય. વેદકર્મના ઉદયમાં ઈંદ્રિયોની વાસના પ્રધાન છે. રાગદશામાં માયા અને લોભ આવે છે અને દ્વેષમાં ક્રોધ અને માન આવે છે. કષાયમાં વારંવાર ૨સ પૂરવાથી પ્રકૃતિ સઘન થતી જાય છે. અને તેમાં જ આત્મભાવનો હ્રાસ થાય છે. માટે સત્તામાં પડેલાં કર્મો તરફ પણ જાગૃત રહેવું. દરેક વસ્તુના સ્વભાવધર્મની મર્યાદા હોય છે. પ્રત્યક્ષ જ્ઞાનીના સાન્નિધ્યમાં તેમના ચારિત્રની જીવને અસર થાય છે. કષાયો મંદ પડે છે. સાક્ષાત તીર્થંકર અને ગણધરની વાણીમાં ફ૨ક રહે. વળી તેમની ગૂંથાયેલી વાણી આચાર્યો દ્વારા શ્રવણ થાય તેમાં ફરક રહે. કારણકે તીર્થંકરને પુણ્યાતિશયની વાણી દિવ્યપણે સ્ફુરે છે. આચાર્યો તેના વાચક હોય છે. તેમના પ્રવચનનું શ્રવણ કરી જીવે પુરુષાર્થ કરવાનો છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યજવાનું છે. ધર્મધ્યાનનું આરાધન કરી શુકલધ્યાનની ભાવના રાખવાની છે. ધર્મધ્યાનનો અર્થ ધર્મક્રિયા નથી. ધર્મધ્યાન એ અંતરસાધન છે. વૃત્તિઓનો જય કરવાનો છે. તત્ત્વનું ચિંતન કરી પ્રકૃતિના ઉદયનો છેદ કરવાનો છે. ધર્મક્રિયામાં પણ ધર્મનો મર્મ સમજવાનો છે. બળવાન એવા મોહનીયકર્મના ભેદ, પ્રભેદ જાણી, તેના આત્મગુણોના ઘાતક પરિણામો સમજવા ખૂબ પ્રયત્ન કરવો. આપણે ચારે બાજુથી મોહનીયના કષાયના વાદળોથી ઘેરાયેલા છીએ. તેને કારણે અન્ય કર્મોનો વિપાક થાય છે. જીવ અનાદિકાળથી આ કર્મોવશ દુઃખ પામ્યો છે. આ જન્મમાં સદ્ગુરુની કૃપા અને બોધ દ્વારા વિવેક પૂર્વક આજ્ઞાનું આરાધન કરી આ બળવાન શત્રુ ૧૭૦ સ્વરૂપ અવલોકન : Page #172 -------------------------------------------------------------------------- ________________ જીતવા મહાપ્રયત્ન કરવો. આખરે કર્મ કરતા સ્વરૂપ-ચૈતન્ય બળવાન છે. એટલે તે પ્રગટ થશે, અને પૂર્ણતા પામશે. અપૂર્ણ દશા છતાં લક્ષ પૂર્ણતાનું રાખવું, જીવન તે રીતે જીવવું. આરાધનામાં પવિત્રતાનું બળ વધારવું. આત્મશુદ્ધિથી આત્મસિદ્ધિ છે. આયુષ્યકર્મ તે પાચમું છે, તેના ચાર પ્રકાર છે. સુર-દેવનું, નર-મનુષ્યનું, તિર્યંચ તથા નારકીનું આયુષ્ય એમ ચાર પ્રકારે આયુષ્ય-કર્મ છે. તેનો સ્વભાવ કારાગૃહ જેવો છે. ન્યાયાધીશ અપરાધીને તેના ગુના પ્રમાણે જેલમાં રાખે છે તેમ આયુષ્યકર્મ તેના કાળ સુધી દેહમાં રહે છે. અપરાધી વહેલો કે મોડો છૂટવા ઈચ્છે તો પણ તે છૂટી શકતો નથી. તેની સમય-મર્યાદા તેણે પૂરી કરવી પડે છે. તેમ આયુષ્ય કર્મનું છે. આયુષ્યકર્મ હોય ત્યાં સુધી આત્મા સ્થૂલ શરીરને છોડી શકતો નથી. આઘાત વિઘાત કે અકસ્માતથી, અગ્નિથી, શસ્ત્રથી આયુષ્ય પૂર્ણ થાય છે તે અપવર્તનીય આયુષ્ય છે, “અકાળ મૃત્યુ તે જીવોનું તેવા નિમિત્તથી મૃત્યુ થયું નિર્માણ હોય છે. જેનું આયુષ્ય કોઈપણ કારણથી ઘટે નહિ તે અનપવર્તનીય આયુષ્ય છે. દેવ, નારક, ચરમ શરીરી, તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, કેટલાક તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય અનાવર્તનીય હોય છે. આઘાત વિઘાતથી તૂટતું નથી. આયુષ્યબંધ જે પ્રકારે થયો હોય તે પ્રકારે તે ભોગવાય છે. મનુષ્યનું આયુષ્ય મેળવીને પણ તેમાં બીજી ઘણી પ્રકૃતિઓ ભળે છે. તેથી રૂપ, બાંધો, શાતા, અશાતા વગેરેનો ફેરફાર હોય છે. મનુષ્ય જન્મ પામીને પણ બુદ્ધિ-શક્તિમાં અંતર હોય છે. એક બાળક બેડોળ જગ્યું. થોડું મોટું થયું. દાસીની સાથે મહેલમાં જતું. મોટું થતાં હાસ્યજનક દેખાવ જોઈ રાજાએ કુમારના આનંદ માટે લઈ તેને મહેલમાં રાખ્યો. કુમાર તો તેને રમકડાની જેમ રમાડે. મનુષ્ય છતાં, મારે, ફેંકે, વળી મહેલમાં રહેવાનું મળવા છતાં સુખ ન હતું. મનુષ્ય જન્મ છતાં નિરર્થક હતો. ત્યાંથી છૂટે પણ શી રીતે? પરવશ હતો. પણ મનમાં વેરભાવ બંધાતો ચાલ્યો. મનુષ્યદેહ મળીને પુણ્ય હોય તો શરીર અને બીજા યોગ સારા મળે. સૌને પ્રિય લાગે. તીવ્ર વેરભાવ લઈને જન્મે તો ચોર, ડાકુ સ્વરૂપ અવલોકન ૧૭૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ જેવાં કર્મો કરે. આથી મનુષ્ય જન્મ મળે પુણ્યાનુબંધી પુણ્ય હોય તો કૃતાર્થ થવાય. સર્વ અનુકૂળતા મળતાં વિચારશક્તિ જાગે. મનુષ્ય ગુણનો ઉપાસક હોય. મનુષ્ય જન્મમાં પાપનો ઉદય હોય અને વળી પાપ બાંધે અને અધોગતિ મેળવે. કેટલાક જીવો તો અહીં જ નરકવાસ ભોગવી રહ્યા હોય છે. મનુષ્યદેહનો ઉદ્દેશ મુક્તિ છે. તે બહુ અલ્પ જીવો સમજે છે. મનુષ્યને પ્રાયઃ જીવનના ત્રીજા ભાગે આયુષ્યનો બંધ પડે છે. છેવટે અંત સમયે બંધ પડે છે. જ્ઞાનાદિ, સ્વાધ્યાય ધ્યાન જેવા સમયે શુભભાવે આયુષ્ય બંધ થાય તો ઉચ્ચગતિ મળે છે. આ કાળે મતિ-શ્રુતજ્ઞાન શુદ્ધ રહે તો શુભબંધ પડે. અને મનુષ્યપણાના આયુબંધને જાળવી રાખે. પ્રમાદમાં, કષાયભાવમાં આયુનો બંધ પડે તો અધોગતિ મળે. મનુષ્ય જન્મ મળે તો પણ પશુવત્ જીવન મળે. માટે જીવન-પર્યંત અને મરણ સમયે ચાર શરણને મંગળમય ગણ્યા. પ્રમાદ તો જીવને લાગેલો છે, કષાયો લાગેલા છે, પ્રવૃત્તિ લાગેલી છે, મહામુનિઓ પણ તેમાં ઘેરાઈ જાય, માનવપણું ચૂકી જાય. માટે ધર્મમાં ચિત્તને જોડેલું રાખવાનું જણાવ્યું. દેહભાવ સાથે ચિત્ત જડ જેવું થઈ જાય. અને તેથી જીવન સુખરૂપ ન લાગે, મૃત્યુ પણ કષ્ટ દાયક બને. સમયે સમયે આયુબંધની જવાબદારી મનુષ્યને માટે ઘણી મોટી છે. આ કાળે જીવ ક્ષયોપશમભાવમાં રહે તો ય તીવ્ર કષાયથી છૂટે. ઈચ્છિત આયુષ્ય ઘણી સાધના માંગી લે છે, તેને અંતે સમાધિમરણની શકયતા છે. તીર્થંકર ચરમ શરીરી છતાં સર્વ રિદ્ધિ સિદ્ધિ ત્યજી દેતાં, નિર્ધનતા, નિર્વસ્ત્રપણામાં સુખ માણતા અને જગતને તેવા માર્ગનો બોધપાઠ આપ્યો. ધર્મની દરેક ક્રિયામાં આનંદ આવવો જોઈએ. નાના સરખા વ્રતમાં પણ જીવને અશાતા લાગે છે. અને વ્રત કરીને પણ હાજતોને પોષે છે. આથી સમજ-સંયમપૂર્વક નાનું સરખું વ્રત પણ દુઃસાધ્ય બની ગયું. અને આહાર (સ્વાદ) સંયમ કેળવાયો નહિ. આયુકર્મની વિશેષતા : આઠે કર્મમાં આયુષ્યકર્મની મુખ્યતા છે. જીવનમાં તે એકવાર બંધાય છે. બધા મનોરથોનો આધાર આયુબંધ ઉપર છે. જે ગતિનો બંધ થાય ત્યાં જીવને જવું પડે છે. દેહ છોડે ત્યારે જીવ ગતિના બંધ પ્રમાણે કાર્મણ તૈજસ શરીર તેના સંસ્કાર પ્રમાણે તેને પકડીને યથાસ્થાને મૂકી દે છે. સામાન્ય રીતે આયુકર્મ કયારે બંધાય છે. તે ખબર ૧૭૨ સ્વરૂપ અવલોકન Page #174 -------------------------------------------------------------------------- ________________ પડતી નથી. એક સમયથી માંડી બે ઘડીમાં તેનો બંધ પડે છે. શુભ અશુભ પરિણામ સમયે સમયે બદલાય છે. સમતાના કે કષાયના અધ્યવસાયો ઝડપભેર પ્રગતિ કરે છે. તેથી આત્માએ વિચારવાનું છે કે આયુબંધનો કાળ કયારે પડશે, કેવો પડશે, પ્રાયઃ કરીને જીવનના ત્રીજે ભાગે આયુબંધ પડે છે. અથવા છેલ્લે અંત સમયે પડે. આથી શાસ્ત્રમાં જણાવ્યું કે બીજ, પાંચમ, આઠમ એમ ત્રીજે દિવસે ખાસ ધર્મ આરાધન કરવું. જ્ઞાનચારિત્રમય રહેવું. જ્ઞાનપૂર્વક આરાધના થાય તો સંસારીજીવ શુભ અધ્યવસાયમાં રહી શકે. આયુબંધ માટે સતત જાગૃતિની જરૂર છે. નવાં નવાં કર્મો બંધાયા જ કરે તો રખડવાનુ જ રહે. આયુકર્મ જીવન દરમ્યાન એકજવાર બંધાય તે નિકાચિત બંધાય, ફેરવી ન શકાય. જે ગતિનું હોય તે પ્રમાણે ભોગવવું પડે. શ્વાસોચ્છવાસ સાથે તેનો સંબંધ છે. વાયુ ઉતાવળો થાય તો આયુ જલ્દી ભોગવાઈ જાય. આ એક અંતર ચકરાવો છે. છતાં જીવ તેનાથી અજ્ઞાન છે. વૃત્તિઓની ઉદયકર્મની સમજ આવે તો આયુકર્મમાં સુધારણા થાય. એક સમયથી માંડીને બે ઘડીમાં પલ્યોપમ સાગરોપમ જેવા અતિ લાંબાકાળના આયુષ્યનો બંધ પડે છે. તેમાં કર્મોની હળવાશ હોય તો આયુકર્મ શાતાપૂર્વક ભોગવાય. આયુકર્મ ટૂંકું હોય તો દરેક ક્રિયા વેગથી ભોગવે, તે સમયે જીવ પરાધીન દશામાં રહે. સુખ કે દુઃખમાં સ્વાધીન ન રહે. જાતિ સ્મરણ જેવા જ્ઞાનથી જ સમજાય કે જીવે, કેવા કર્મથી કેવું આયુષ્ય બાંધ્યું હોય છે. આજે તો તેવું જ્ઞાન પણ દુર્લભ છે. શ્રેણિક જેવા પણ હિંસાના આનંદથી નરકગામી થયા. જ્ઞાની ભગવંતનો યોગ મળ્યો. ક્ષાયિક સમ્યકત્વપ્રગટયું પણ આયુ બંધ પડી ગયો તેનું નિવારણ ન થયું તે તો ભોગવ્યેજ છૂટકો થાય. ક્ષાયિક સમકિતી હતા સમતાભાવે ભોગવે પણ ગતિમાં કે દુઃખમાં ફેર ન પડે. પ્રભુએ સમજાવ્યા કે તું ક્ષાયિક સમકિતી છું તને ડર શા માટે? પરિણામે સમતા રાખીશ તો તને નરકયાતના ભારે નહિ લાગે. દુઃખથી પર થઈ શુદ્ધ થઈને ઉચ્ચગતિ પામીશ. અંતિમ સમયે ગતિ પ્રમાણે મતિ ફરે છે. શ્રેણિક રાજાને પુત્ર સાથે પૂર્વના વૈરભાવને કારણે અશુભયોગ ઉદયમાં આવે છે. પુત્ર પિતાને જેલમાં પૂરે છે. રોજે કોરડાથી મરાવતો. એકવાર માતા તેને બાળપણની વાત સ્વરૂપ અવલોકન ૧૭૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ સમજાવે છે કે પિતાને તારા પર કેવો રાગ હતો કે તારી આંગળી પાકી હતી, તને દર્દ થતું હતું, તું રડતો હતો. તારા પિતાએ તારા પ્રત્યેના રાગને કારણે એ દર્દવાળી આંગળી મોંમાં રાખીને તને સુખ ઉપજે તેમ કર્યું હતું. આ વાત સાંભળી કુમારને પુષ્કળ પ્રશ્ચાત્તાપ થાય છે. અને તરતજ ઊભો થઈ પિતાને બેડીથી મુક્ત કરવા હાથમાં હથિયાર લઈ દોડે છે. પૂર્વ જન્મના વૈરભાવથી રોજે ચાબુકથી મરાવતો. સંસારની વિચિત્રતા કેવી છે. અતિ પ્રેમ કે અતિ વેર સમીપના સંબંધથી ભોગવાય. માતા-પિતા પુત્ર જન્મ વખતે કેટલો આનંદ મનાવે. અને કર્મની ઘટના એવી છે કે તે જીવ પૂર્વનું વેર પૂરું કરવા જન્મ્યો હોય. વળી પુત્રપરિવાર માટે જગતમાં કેટલાક પ્રપંચ આદરે છતાં દુ:ખથી મુક્ત કોઈ કરાવી ન શકે. પોતાનાં કર્મો પોતેજ ભોગવવાં પડે. ચેલણારાણી ઘણી દુઃખી થતી. રાજાને રોજે મળવા જતી. તેમની સેવા કરતી પણ રાજાના દુઃખમાં ભાગ લઈ શકતી ન હતી. મહાવીર ભગવાનના ભક્ત રાજા શ્રેણિક ક્ષાયિક સમકિતી હતા. સમતાથી પોતાનો કારાવાસ ભોગવતા. એ દિવસે તેમણે પુત્રને હાથમાં હથિયાર સાથે દોડતો આવે છે તેમ સાંભળ્યું. તત્ક્ષણ તેમણે અનુમાન કર્યું કે રોજે ચાબુકથી મરાવે છે આજે જાતે જ હથિયાર લઈને મારવા આવ્યો છે. અને તેમની સમતા નષ્ટ પ્રાય થઈ તરત જ આંગળી પરની વીંટીનો હીરો ચૂસી મૃત્યુને શરણ થાય છે. તેમનો આયુબંધ નરકનો હતો એથી તરત જ મૃત્યુ સમયે મતિ ફરી ગઈ. સમતા છોડીને આત્મઘાત કર્યો. છતાં આખરે સમકિતી હતા તેથી પુત્ર પ્રત્યે ક્ષમા ચિંતવી તે સંબંધ પૂર્ણ કર્યો. સામાયિકાદિ ક્રિયામાં સુવિચારણાની ધારા ચાલુ રહે તેવો પુરુષાર્થ કરવો. એ સમયે જો આયુબંધ પડે તો ઉચ્ચગતિ મળે. અશુભ અધ્યવસાય રોકવા આવી ક્રિયાઓનું પ્રયોજન છે. આયુબંધ પહેલે, ચોથે, પાંચમે, છટ્ટે ગુણસ્થાન સુધી પ્રાયઃ બંધાય છે. બીજા ગુણસ્થાનનો કાળ ઘણો અલ્પ હોય છે. જીવ વધુ વખત ક્ષયોપશમભાવે રહે છે. કર્મથી મુક્ત થવાની તીવ્ર જિજ્ઞાસા જાગવી જોઈએ. ગૃહસ્થ કે સાધુ દરેક કર્તવ્ય આત્મકલ્યાણ અર્થે કરે, તો આયુકર્મ સુધરી શકે, અને મહાવિદેહ જેવા ક્ષેત્રે ઉત્પન્ન થઈ મુકતદશાને પામે. એને માટે સદૈવ અભ્યાસ ચાલવો જોઈએ. જીવનને છેડે કે અંતિમ સમયે જીવને કંઈક ભાન થાય તો સુધારણા થવી દુર્લભ છે. યોગાભ્યાસી, ૧૭૪ સ્વરૂપ અવલોકન Page #176 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની જ જાગૃત રહી શકે. અને અંતિમ ઘડીએ પણ સભાનતા સહિત સર્વ જીવને ખમાવી અંતરમાં અરિહંતાદિનું શરણ ગ્રહણ કરી લે. અશુભ આયુષ્યકર્મથી મુક્ત થવું હોય તેણે આ વિચારણા કરવાની છે. મનુષ્યગતિમાં દુઃખ સહન નથી થતાં અને સમતા રહેતી નથી, તો નરક જેવા ક્ષેત્રે અપધ્યાન થઈ કર્મની પરંપરા ચાલુ રહેશે. મનુષ્ય પચાસ સાઠ વર્ષ ગૃહસ્થજીવન ગાળે, તેમાં સમયસર વિચારે કે હજી મારું સદ્ભાગ્ય છેકે મને સર્વ સામગ્રી મળી છે. તો આત્મકલ્યાણ કરી લઉં. અને વ્રતી થઈ સાધુતા પ્રત્યે રુચિ રાખે. કષાયવૃત્તિને મંદ કરે. જો આયુષ્યનો બંધ ન પડયો હોય તો સુધારો કરી શકે, અને બંધ પડયો હોય તો ય પછી જીવનમાં આરાધનનો યોગ મળે. જોકે વૃદ્ધાવસ્થામાં યોગોની શિથિલતા હોય તેથી ધાર્યું કાર્ય સાધ્ય ન થાય. યૌવન તો સંસારના કાર્યમાં પૂરું થતું હોય. તે કાળે ભોગને ગૌણ કરી જો આત્મરુચિ થાય તો આત્મ કલ્યાણ શીઘ્રગતિથી થાય. સૌને શુભગતિ જોઈએ છે. લૌકિક વ્યવહારમાં તો ગતઆત્માને સ્વર્ગસ્થ આત્મા કહેવામાં આવે છે. પણ તેવી શુભ ગતિ થાય તેવાં કાર્યો જીવ કરતો નથી. જો કે દેવગતિમાં આત્મવિસ્મૃતિનાં ઘણાં ભયસ્થાનો છે. અને લાંબો કાળ પસાર કરવાનો છે. મનુષ્ય ગતિમાં સુખદુઃખનો ક્રમ હોય છે. છતાં મુક્તિનું દ્વાર હોવાથી ઉત્તમ ગતિ કહી છે. ધર્મી દેવલોકની સ્પૃહા નથી કરતો. ઉત્તમ ગતિની ચિંતાવાળો જીવ ધર્મી કહેવાય. સરળતા અને આત્માર્થની ઈચ્છાવાળો (સમકિતી નથી) મનુષ્યના આયુષ્યનો અધિકારી છે. દાનાદિભાવવાળો દેવાયુની ગતિનો અધિકારી છે. હિંસાદિ ક્રૂર કર્મવાળો નરકાયુષ બાંધે છે. ધર્મની ક્રિયામાં પણ જે સુખની લાલસા અને માયા કપટાદિ આચરે છે તે તિર્યંચનું આયુષ્ય બાંધે છે. આત્મા સુખ ઈચ્છે છે પણ સુખ મળે તેવી ક્રિયામાં બેદરકાર રહે છે. મનુષ્યગતિથી પાછી મનુષ્ય ગતિ મળે અને આત્મ કલ્યાણ કરી શકે તે માટે માનવે આત્મિક ભાવે સર્વ કાર્ય કરવાં પડે. તેને સંસારનાં સુખ મળશે તો પણ તેને લોલુપતા નહિ હોય. મંદ પરિણતિ હોય. ચારિત્ર ઉજ્જવળ હોય. સાધુતાના ગુણો હોય તેવું માનવજીવન જીવવું. કેવળ અંધશ્રદ્ધા અને ફળની અપેક્ષાએ, કઠિન તપ કરીને દેવગતિમાં સ્વરૂપ અવલોકન ૧૭૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ જાય ત્યાં સમ્યગુદૃષ્ટિ ન હોવાથી વિર્ભાગજ્ઞાન હોય અને વ્યંતર જેવી ગતિમાં જઈ દ્વેષ અને સ્પર્ધાથી કાળ નિર્ગમન કરે, છેવટે તિર્યંચગતિ પામે. મોટે ભાગે જીવો આહારાદિ સંજ્ઞામાં પડયા રહે છે. કોઈવાર થોડી જાગૃતિમાં રહે પણ પ્રાયઃ સંજ્ઞાના બળે જ જીવન વ્યતીત કરેઅજ્ઞાન અને કષાયથી પર વસ્તુમાં આકર્ષાયેલો રહે. હું ધર્મ કરું છું તેમ પણ માને, મારે હવે કંઈ કરવા જેવું નથી તેમ માને, આયુષ્યકર્મની ચિંતા ના કરે. પાછળની વયમાં તીર્થયાસ કરીશ, નિવૃત્ત થઈશ, ધર્મ કરીશ, તેમ માને પણ તેમ થવું દુર્લભ છે. આપણે ઈચ્છીએ કે નહિ, આપણે જાણીએ કે નહિ પણ દરેક જીવની માનસિક ક્રિયા ચાલુ હોય છે. તે ક્રિયા સાથે કર્મ તો લાગે જ છે. વળી કોઈ જીવ એવું પણ ઈચ્છે કે આ પંચમકાળ દુઃસહ છે. તપાદિ કરી દેવગતિમાં જઈએ તો દુ:ખનો કાળ પૂરો થઈ જાય. અને તીર્થક્રના સમયમાં જન્મ થશે તો ત્યારે મુક્તિ ધર્મ આરાધશે. અનંતકાળમાં એવો સમય મળવા છતાં આજના આપણા જન્મ પરથી એમ લાગે છે કે જે કંઈ કરવાનું હતું તે બાકી રહી ગયું છે. જીવન એટલે શું? જીવવું એટલે શું ? ક્ષણે ક્ષણે બંધ પડે છે. જીવને આજે આ વિષયમાં રસ પડે છે તો કાલે બીજા વિષયમાં રસ પડે છે. જો પરભવ જોઈતો નથી તો એક ક્ષણ પણ પ્રમાદી ન બન. પરભવને અવકાશ જ ન આપવો. વિતરાગી જીવો દરેક વિષયના જ્ઞાતા હોવા છતાં કેવા અપ્રમાદી હોય છે. પરભવનો આટલો મોટો ભય છતાં આપણે નિરાંતે ફરીએ, સૂઈએ, ખાઈએ, પીએ અને તેમાં અનુકૂળતા ન મળે તો દુઃખ થાય. બીજા ભવના બંધન ન જોઈએ તે માટે પ્રભુ મહાવીર સાડા બાર વર્ષ મૌન અને અનિદ્રામાં રહ્યા. કઠિન તપ કર્યું. અને જગતના જીવોનું કલ્યાણ કર્યું. લોકો ભયભીત થાય તેવી એકાંત જગાએ તેઓ સુખપૂર્વક જાગૃત દશામાં રાત્રિ ગાળતા. આ વિષે ગહન વિચારણા કરશું તોજ આપણું પરિવર્તન થશે. પરદ્રવ્યની સુધારણામાં, રક્ષણ કરવામાં, આત્માનું કંઈ કલ્યાણ નથી. કેવળ આત્માને આરાધવો અને આત્માર્થ સેવવો. જગતમાં લોકોને નામ બહુ પ્રિય છે. તીર્થકર નામ ઉત્કૃષ્ટ નામકર્મ છે. એ નામ દેહ જાય તો ય અમર રહે છે. તે પછી શરીર ધારણ કરવું પડતું નથી. ગણધરાદિના ૧૭૬ સ્વરૂપ અવલોકન Page #178 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ ઉત્તમ અને નિર્દોષ છે. તેવા નામકર્મ મેળવવા ઘાતીકર્મનો નાશ કરવો પડે. ઉત્તરોત્તર ઉત્તમ માનવજન્મ પામવો જોઈએ. જગતમાં નામની પ્રતિષ્ઠા માટે સૌ શક્તિ વેડફે છે. સમકિતીને યશનામ કર્મ હોય છે. તેનો સંસાર વધે નહિ, આત્મસુધારણા થાય. મનુષ્યગતિમાં ધર્મપ્રિય માણસને માનવ ગણ્યો. સમમિકતી તથા ઉપરના દેવોની ગતિ ઉત્તમ ગણી. જેમાં કંઈ પણ ધર્મનું અનુસંધાન રહે. આજે તો ધર્મ કરતાં આગળ વધવાને બદલે ધર્મમાં અનુકૂળતાએ સ્થાન લીધું. તિર્યંચ શરીર મળીને દુઃખ છે. અને નારકીમાં તો દુઃખ જ દુઃખ છે. ત્યાં જ્ઞાનગુણ ઢંકાઈ જાય છે. મનુષ્યગતિ માટે વિશિષ્ટ સરળતા જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, ઉચ્ચકુળ અને ભવ આ ચાર કારણોનો યોગ પામી મનુષ્યને શું લાભ છે ? જયારે એ ચારે કારણો સાથે ઉપયોગમાં શુદ્ધ રીતે સંબંધમાં હોય ત્યારે સફળતા છે. ધર્મશાસ્ત્રોમાં ધર્મની મર્યાદા રહી છે. જીવનનો ઉપયોગ તેમાં પ્રવર્તે ત્યારે શાસ્ત્રો ભાવશ્રુતરૂપે પરિણમે. જેનો ઉપયોગ પુદ્ગલ સાથે ભળતો નથી. રસ રૂપાદિ સાથે આકર્ષાતો નથી. જેને તેનાથી ભોગનું સુખ ઈચ્છયું નથી, તે મનુષ્યનું આયુ બાંધનાર જીવ ગણતરીના ભવમાં સફળ થાય છે. આયુ ને ગતિ સાથે છે, મતિ અને ગતિ કાર્ય કારણરૂપે હોય છે. મુક્તિ સહજ પ્રગટે તેવું આયુ બાંધવું. નાગકેતુ આગળના ભવના આયુ બંધ સમયે પ્રતિકૂળ સ્થાન અને સંયોગમાં હતો. પરંતુ ભાવ નિર્દોષ વ્રતનો હતો. અક્રમનો સંકલ્પ નિમિત્ત હતું. આપણે તે પ્રસંગને કેવળ અટ્ટમનો પ્રભાવ માની લઈએ છીએ. વિષમ પરિસ્થિતિમાં પણ તેણે ભાવને દઢતાથી પકડી રાખ્યો. તે ભાવ સંસ્કારરૂપ બની આગામી જન્મ સાથે ઉદયમાં આવ્યો. અને જન્મતાંની સાથે અઠ્ઠમ તપની આરાધના થઈ. દેહ તો એક બે દિવસનો હતો. આત્માનો સંસ્કાર પુરાણો હતો. સંકલ્પની શક્તિમાં આત્માની નિત્યતા છે. ત્યાં પુદ્ગલ ગૌણ રહે છે. તેથી જન્મતાંની સાથે અઠ્ઠમ તપ ઉદય પામ્યું. પ્રયત્નશીલ આત્મા ઉપયોગપૂર્વક જીવે અને આયુબંધ પડે તો આગામી જન્મમાં તેવાં સાધનો મળે. દેવગુરુ મુક્તિ આપી દેતા નથી. તે માર્ગે કેમ જવાય તે શિખવાડે છે. પણ બુદ્ધિ ઉતાવળી થાય છે કે કોઈ તારી દેશે. જીવન એટલે કર્તવ્ય અને ફળની સમતુલા, આયુકર્મ જીવન દરમ્યાન સ્વરૂપ અવલોકન ૧૭૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ એક જ વાર અંતર્મુહૂર્તમાં બંધાઈ જાય છે. તે માટે જ્ઞાન અને ચારિત્રમય જીવનની આવશ્યકતા છે. અનુભવમય જીવન તે જ્ઞાન છે. જીવનનો અંતિમકાળ નજીક આવે જીવ મૂંઝાય અને કેટલાક નિયમો લે. અંતરમોહ ન છૂટે તો એ નિયમો કાર્યકારી થતા નથી. નવકારમંત્રના શ્રવણથી સર્પ ધરણેદ્રદેવ થયો. આપણે મનુષ્ય છીએ નવકારમંત્ર સાંભળવાની સમર્પણ શક્તિ ધરાવતા નથી. સર્પને તો પ્રભુ પ્રત્યે મહા અહોભાવ પ્રગટ થયો. વેદનામાં પણ સમ્યક્ભાવે નવકારમંત્રનું સ્મરણ કર્યું. એકબાજુ દેહભાવ અથવા મૂર્છિત અવસ્થા હોય અને બીજીબાજુ નવકારમંત્રનો ઉચ્ચાર થતો હોય છે. જયારે સર્પને દર્શનાવરણ હતું છતાં સાક્ષાત પ્રભુનું નિમિત્ત મળતાં દૃષ્ટિ ખુલી ગઈ ને સંયમી બની દેવપણું પામ્યો. આયુબંધ ૨સ પ્રમાણે પડે છે. ચારિત્ર મોહનીય ખાસ કરીને દુર્ગતિ દાયક છે. શુદ્ધ ચારિત્ર અગતિદાયક છે. સંજવલન અતિ મંદ કષાય છે તે ભાવમાં આયુકર્મ દેવગતિનું પડે. ચઢતા ઉતરતા પરિણામમાં અનંતાનુબંધીનો રસ હોય ત્યારે આયુબંધ થાય. તે સમયે અઘાતી, ઘાતી કર્મોની પ્રકૃતિ સાથે હોય. અનશન જેવા કાળમાં પણ શુભભાવનો મોહ રહ્યો તો દેવાયુ બંધાય. લોભ અને ક્રોધવશ બંધ પડે તો નરકાયુનો બંધ થાય. માયાની પ્રકૃતિ તિર્યંચ ગતિમાં લઈ જાય છે. સંયમી અને સમતાવાળો જીવ મનુષ્યાયુ બાંધે છે. સરળ જીવો દેવાયુ બાંધે છે. શુભભાવ એ નિશ્ચયના હેતુએ બાળભાવ છે. શુભપુદ્ગલો મેળવવાની ભાવનાથી ધર્મ કરે તો દેવગતિ પામે. તેવો ધર્મ કરતાં અનંતકાળ જાય તોય સંસાર છૂટે નહિ. સંયમી જીવો કયાંય વિસામો લેવા ખાતર દેવાયુ બાંધી લે છે. ઉત્કટ વૈરાગ્ય હોય. પુરુષાર્થ હોય છતાં દ્રવ્ય ક્ષેત્રાદિની પૂર્ણ સામગ્રીના અભાવે કે કાળ ખૂટે આવો વિસામો વચમાં થઈ જાય છે. તેમાં અનુત્તરવાસી દેવનું સ્થાન પ્રાયઃ હોય છે. બંધ સમયે ચેતો : આયુષ્યકર્મ એ એક જન્મની જોખમદારી છે. આયુષ્યબંધની તૈયારી શુભાશુભ બંને રીતે થાય છે. અસત્ કર્મ કરનાર જીવ સુધારણા કરે તો આયુષ્યનો શુભબંધ પડવા સંભવ છે. છતાં અસત્ પળોમાં બંધ પડયો હોય તો અશુભગતિ મળે પણ પાછળથી સત્ સુધારણા થઈ હોય તો તે અશુભ ગતિમાં સુધારણા થઈ શકે. સુખ કે દુઃખનું એકાંતે ૧૭૮ સ્વરૂપ અવલોકન Page #180 -------------------------------------------------------------------------- ________________ બંધન થતું નથી. મનુષ્યમાં મધ્યમતા છે. ઉપરના દેવલોકમાં સુખ છે. અધોગતિમાં દુઃખના અંગારામાં જીવન વીતે છે. તિર્યંચમાં પરાધીનતા છે. કોઈપણ ગતિમાં મિથ્યાભાવે થયેલું આયુબંધને મિથ્યાભાવે ભોગવે, સમ્યગુભાવે હોય તો સમ્યગુભાવે ભોગવે, ક્ષયોપશમ હોય તો મિથ્યાભાવમાં જાય. ક્ષાયિક સમકિતી સમ્યફભાવે ભોગવે. શુભભાવથી કરેલી ધર્મઆરાધના મંદ કષાયને કારણે દેવાયુમાં લઈ જાય. ત્યાં સંયમનું સુખ નથી, એટલે એ સુખ પછી પણ ભવભ્રમણ ઊભું છે. મોક્ષનો હેતુ સ્પષ્ટ હોય તો સુખ દુઃખદાયક લાગે. કોઈ વિષમ પરિણામે તિર્યંચનું આયુ બાંધી લે તો તે ગતિમાં પણ સંસ્કારબળે જાતિસ્મરણ જેવું જ્ઞાન મેળવી સંયમને આરાધે અને મનુષ્યગતિમાં જાય. કોઈપણ ગતિમાં કષાયનો રસ મંદ થાય એટલે મનુષ્યગતિની યોગ્યતા થાય. મનુષ્યગતિમાં મુક્તિને અનુરૂપ જીવન ગાળે તો તેવી યોગ્યતા પ્રાપ્ત થાય. અને નિયાણું કરે તો તેવાં સ્થાન પ્રાપ્ત થાય. મનુષ્પાયુ મધ્યમ ગણાય છે છતાં મુકિતનું મહાન કાર્ય આ દેહે થાય છે. મનુષ્યાય સાથે જાતિ, ક્ષેત્ર ઉત્તમ હોય તો સરળતા રહે છે. કેવળ મનુષ્યાકાર પામીને રાજી થવાનું નથી. મનુષ્યને કરવા લાયક ઘણાં કાર્યો હોય છે. પરંતુ મુખ્ય ધર્મકાર્ય મુક્તિ માટેનું છે. દેવાયુનો કાળ દીધું છે. સુખ ભોગ છે, પણ સાધનાનો સુયોગ નથી. અને પુદ્ગલભાવ વધી પડે છે. તેથી દેવાયુ શુભ હોવા છતાં અશુભમાં પરિણમે છે. ક્ષાયિક સમકિતી માટે અનુત્તર વિમાનવાસીનું દેવાયુ અંતિમ ભવ છે, છતાં લાંબો કાળ નિર્ગમન કરવો પડે છે. કદાચ અધોગતિમાં હોય તોય સમભાવે મહાન નિર્જરા કરે છે. નરકાયુ દુઃખમય છે. મિથ્થામતિ ત્યાં અત્યંત દુઃખ પામે છે. પરંતુ સમકિતી આત્માઓ અનેક જીવનમાં જે કર્મો ન ખપ્યાં હોય તે ત્યાં ખપાવી નાંખે છે. એવા જીવો અલ્પ સંખ્યામાં હોય છે. મનુષ્ય જીવન એજ ઉદયકાળ છે. કર્મોને નિયમિતપણે ઉકેલી શકાય છે. અને ઉદીરણા કરવાની શક્તિવાળો આત્મા અનેક જીવનનાં કાર્યો એક જીવનમાં કરી લે છે. વ્યવહારથી એમ કહેવાય કે આ આયુ ઉત્તમ કે હલકું, તેના બંધનનો કાળ એક સમયથી માંડીને બે ઘડીનો છે. તેમાં સમવિષમ કર્મોનો સમાવેશ થાય છે. તેથી પળે પળે જાગૃતિ અને શુદ્ધ ઉપયોગનો ઉપદેશ આપ્યો છે. છતાં પ્રમાદવશ આત્માને સ્વરૂપ અવલોકન ૧૭૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ એ ભાન રહેતું નથી. શુભ આયુના બંધ માટે જ્ઞાન ઉપયોગની જરૂર છે. તીર્થંકરના આત્મા દેવલોકમાંથી આવે અને નરકમાંથી પણ આવે. આગળના ભવોની આરાધના નિકાચિત કર્મમાં પણ સહાયરૂપ થાય અને મુક્તિના લક્ષને વિસ્તૃત થવા ન દે. જ્ઞાનીવ્રતીને દરેક આયુની ગતિ પુદ્ગલ સંબંધથી છૂટવા માટે છે, તે ક્ષાયિક ભાવે શીઘ્ર શકય છે. વર્તમાનમાં ક્ષયોપશમનો ઉપયોગ પણ ટકતો નથી. ભવભ્રમણમાં ઘેરાયેલો આત્મા ઉદયકાળે સુખદુઃખથી અલગ રહી ઉપયોગમાં તટસ્થ રહે છે. ત્યારે પુદ્ગલભાવથી જુદો પડે છે. નામકર્મ ક્રમમાં છઠું છે. તેના શુભ-અશુભ બે ભેદ છે. નામકર્મને ચિત્રકારની ઉપમા આપી છે. ચિત્રકાર પોતાના માનસિક વલણ પ્રમાણે સુંદર કે અશ્લીલ ચિત્રો દોરી શકે છે. તેમ જીવ પોતાના મનના ભાવ પ્રમાણે શુભ કે અશુભ નામકર્મ બાંધે છે. તે પ્રમાણે તેને ગતિ, જાતિ, શરીર વિગેરે શુભ કે અશુભ મળે છે. તે તેને ભોગવવા પડે છે. દરેક કર્મનો સ્પષ્ટ ઉદય કરાવનાર આ નામકર્મ છે. કેમકે તેમાં ગતિ, જાતિ, શરીર વગેરેનો સમાવેશ થાય છે. જીવને કર્મ પ્રમાણે શરીર મળે છે પછી બીજાં કર્મો તેના દ્વારા સ્થાન લઈ લે છે એ શરીરમાં મનાદિ યોગો પણ હોય છે. વળી સંસારી તમામ ક્રિયાનું મુખ્ય સાધન આ શરીર છે. તેથી તેની પ્રકૃતિના ઘણા ભેદ છે. શરીર નથી તો સંસાર નથી. સંસાર નથી તો કર્મોજન્ય ઉપાધિ નથી. આ નામકર્મ ચાર ભાગમાં છે. (૧) પિંડપ્રકૃતિ-૧૪ (૨) પ્રત્યેક-૮ (૩) સ્થાવર-૧૦ (૪) ત્રસદસક-૧૦ સમૂહમાં નામકર્મના ૪૨ ભેદ છે. જુદા ભેદ જોતાં ૧૦૩ છે. અન્યોન્ય સમાવેશ કરતાં ૬૭ કે ૯૩ પણ થાય છે વિશેષ માહિતી કર્મગ્રંથમાંથી મેળવી લેવી. નામ કર્મની પિંડપ્રકૃતિના ભેદ : પિંડપ્રકૃતિ એટલે સમૂહ હોય. જેમકે કેળાંની લૂમ. ગતિ, જાતિ, શરીર, ઉપાંગ, બંધારણ, સંઘયણ, સંહનન, સંસ્થાન, વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ, અનુપૂર્વી અને વિહાયોગતિ, પિંડપ્રકૃતિ આ ચૌદ ભેદ નામ કર્મ પ્રકૃતિના છે. દરેકની સાથે નામકર્મ જોડવું. જેમ સ્વરૂપ અવલોકન ૧૮૦ Page #182 -------------------------------------------------------------------------- ________________ કે ગતિનામ કર્મ. ૧. જે કર્મના ઉદયથી જીવ દેવાદિ ગતિને પ્રાપ્ત કરે તે ચાર ગતિ નામકર્મ. ૨. જે કર્મના ઉદયથી જીવએકેન્દ્રિયદિપાંચ જાતિ પ્રાપ્ત કરે તે જાતિ નામકર્મ. ૩. જે કર્મના ઉદયથી જીવ ઔદારિક આદિ પાંચ શરીર પ્રાપ્ત કરે તે શરીર નામકર્મ. ૪. જે કર્મના ઉદયથી જીવ શરીરના અંગ, શિર, હાથ-પગ પ્રાપ્ત કરે તે અંગ ઉપાંગ નામકર્મ. ૫. જે કર્મના ઉદયથી જીવને દારિક વગેરે શરીર સાથે ગૃહ્યાણ પુદ્ગલોનું મળવું તે પાંચ પ્રકારે બંધન નામકર્મ. ૬. જે કર્મના ઉદયથી જીવને શરીર યોગ્ય પુગલો સાથે વ્યવસ્થિત રૂપ વગેરે મળવું તે પાંચ પ્રકારે સંઘાતન નામકર્મ. ૭. જે કર્મના ઉદયથી જીવને શરીરમાં હાડકાં વગેરે સંધિ દઢ થાય તે છ પ્રકારે સંહનન નામકર્મ. ૮. જે કર્મના ઉદયથી જીવને શુભાશુભ આકૃતિ મળે તે છે સંસ્થાન નામકર્મ. ૯. જે કર્મના ઉદયથી જીવને શરીરના શ્યામ શ્વેત વગેરે વર્ણ મળે તે - પાંચ વર્ણ નામકર્મ. ૧૦. જે કર્મના ઉદયથી જીવને સારી કે ખરાબ ગંધ મળે તે બે ગંધ, ગંધનામકર્મ. ૧૧. જે કર્મના ઉદયથી જીવને ખાટા-મીઠા રસો ઉત્પન્ન થાય તે પાંચ રસ નામકર્મ. જેમકે આંબલી, શેરડી વિગેરે. ૧૨. જે કર્મના ઉદયથી જીવને શરીરમાં કોમળ રૂક્ષ સ્પર્શ ઉત્પન્ન થાય તે આ સ્પર્શ નામકર્મ. ૧૩. જે કર્મના ઉદયથી જીવ વિગ્રહગતિમાં પોતાના ઉત્પન્ન થવાના સ્થાન પર પહોંચે તે ચાર આનુપૂર્વી નામકર્મ. દેહ છૂટયા પછી જીવ આકાશ શ્રેણિએ જાય છે તે આનુપૂર્વી નામ કર્મ તેને જે ગતિમાં ઉત્પન્ન થવાનું છે ત્યાં લઈ જાય છે. ૧૪. વિહાયોગતિઃ શરીરની ચાલ શુભ અશુભ હોય તે બે વિહાયોગતિ નામકર્મ. પ્રત્યેક પ્રકૃતિ જેમાં એકનો સમાવેશ થાય. જેમકે કેરી જેવા ફળ તેના આઠ ભેદ છે. ૧. પરાઘાત : જે પ્રકૃતિથી સામા બળવાનને પણ હરાવી શકે. સ્વરૂપ અવલોકન ૧૮૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ ર. ૩. ૪. ૫. ૬. ૭. ઉચ્છ્વાસ : શ્વાસ લેવો મૂકવો તે નામકર્મના ઉદયથી છે. આતપઃ પોતે શીત હોય અને બીજાને ઉષ્ણતા આપે જેમકે સૂર્યનાં કિરણ. ઉદ્યોતઃ પોતે શીત હોય અને અન્યને શીતળતા આપે જેમકે ચંદ્રનાં કિરણ. અગુરુલઘુ : જે કર્મથી પુગલ ભારે હલકું થાય. નિર્માણ ઃ શરીરની રચના થાય. : ઉપઘાત ઃ આ કર્મના ઉદયથી પોતાના જ અવયવોથી પોતે જ હણાય અને દુઃખી થાય. જેમકે લાંબા દાંત. તીર્થંકર : તીર્થંકર નામ કર્મના અતિશયાદિ યોગ મળે. ત્રસ દસક : જેમાં દસ પ્રકૃતિનો સમાવેશ થાય છે. પ્રયોજનથી હલન-ચલન કરે તે જીવો ત્રસ કહેવાય. ૮. ૧. ત્રસ ૨. બાદર ૩. પર્યાપ્ત ૪. પ્રત્યેક ૫. સ્થિર ૬. શુભ ૭. સુભગ ૮. સુસ્વર ૯. આદેય ૧૦. યશ. પાયઃ શુભ પ્રકૃતિ છે. ત્રસ દસકથી વિરોધી પ્રકૃત્તિ સ્થાવર દસકની છે. જેના ઉદયથી જીવ અન્યત્ર ખસી ન શકે. દસક જેમાં દસ પ્રકૃતિનો સમાવેશ થાય છે. ૧. સ્થાવર ૨. સૂક્ષ્મ ૩. અપર્યાપ્ત ૪. સાધારણ ૫. અસ્થિર ૬. અશુભ ૭. દુર્ભાગ ૮. દુઃસ્વર ૯. અનાદેય ૧૦. અપયશ. પાયઃ અશુભ પ્રકૃતિ છે. શરીરને લગતી તમામ ક્રિયામાં, નામકર્મની પ્રકૃતિ છે. અને તે તે પ્રકારે તેનો ઉદય બંધ રહે છે. ત્રસ નામકર્મના આધારે અગ્નિ અને વાયુની ગતિ થાય છે. તેને વ્યક્ત થવાની સામગ્રી નથી. ઝાડ પાન સ્થિર છે. પ્રાણી માત્રને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ ચાર સંજ્ઞા જન્મથી જ હોય છે. એક જ જમીનમાં એકબાજુ આંબો અને એક બાજુ લીમડો વાવ્યો હોય બંનેને સરખાં જ હવાપાણી મળે છતાં કડવી મીઠી પોતાની પ્રકૃત્તિ પ્રમાણે લીમડો અને આંબો રસનું પરિવર્તન કરે છે. વળી મૂળમાંથી જયાં સુધી ૨સ પહોંચે ત્યાં સુધી વૃક્ષ લેફાલે છે. અને કેટલીક જગાએ કરમાય છે એક વૃક્ષમાં અનંત જીવો છે આ સમૂહ કર્મનું કારણ છે. કેટલાંક વૃક્ષો એવાં હોય છે કે કોઈ પશુ કે માનવ નજીક આવે તો બાથ ભીડી તેનો આહાર કરે છે. આવાં વૃક્ષો ગાઢ જંગલમાં હોય છે અને તેમનું આયુષ્ય સેંકડો વર્ષોનું હોય છે. દરેક જીવમાં સંજ્ઞાબળ હોવાથી સુખદુઃખની લાગણી અનુભવે છે. ૧૮૨ સ્વરૂપ અવલોકન Page #184 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિયથી માંડીને મનુષ્ય સુધી દરેકને સુખદુઃખની લાગણી હોય છે. મનુષ્યનો શરીર નિર્વાહ એકેન્દ્રિ જીવોના ભોગથી ચાલે છે. જીવની જેટલી લોલુપતા તેટલી જરૂરિયાત વધુ અને તેટલી હિંસક ક્રિયા વધારે. આવા લોલુપ૫ણાથી બચવા જ્ઞાનીઓ વ્રત અને મર્યાદા આપે છે. વિજ્ઞાનીઓ પ્રયોગ દ્વારા જે સિદ્ધ કરી બતાવે છે તેમાં હિંસાત્મક પ્રયોગો હોય છે. જ્ઞાનીઓ જ્ઞાનદ્વારા તત્ત્વની પ્રરૂપણા કરે છે તેમાં હિંસા હોતી નથી. પણ રુણાભાવ હોય છે. વિજ્ઞાનીઓ અને જ્ઞાનીઓના સંશોધનમાં આવો મોટો ફરક છે. આહારાદિ ચાર સંજ્ઞામાં વિચાર શક્તિ નથી આથી જીવ દેહભાવમાં પ્રેરાયેલો રહે છે, વિચાર દ્વારા સંયમ થાય છે. કષાય અને સંજ્ઞાને સંબંધ છે. તેથી જીવ કષાયને આધીન થઈ વર્તે છે. આઠે કર્મનું અનુભવસ્થાન શાતા અશાતારૂપ વેદનીય કર્મ છે. ઘાતીકર્મોનો નાશ થતાં આ કર્મ શેષ રહે છે તે પાયઃ શાતારૂપ હોય છે. જગતના સામાન્ય જીવો સુખદુઃખના અનુભવને જ્ઞાન માને છે. ધર્મીજનો ધર્મથી સુખ મળે તેમ માને છે. જ્ઞાની સુખદુઃખ બન્નેથી મુક્ત દશાને આત્મસુખ માને છે. જ્ઞાનીજનો કહે છે કે મતિશ્રુત જ્ઞાન વડે જોતાં આ ધરતી પર પગ મૂકવાનું મન નથી થતું. જયાં જુઓ ત્યાં જીવોની હિંસા જ છે. માટે શરીરની ક્રિયાને એવી બનાવો કે જીવ હિંસા ઓછામાં ઓછી થાય. આજે યંત્રવાદની મહત્તા છે. તે ભાવિભાવ જાણીને હજારો વર્ષ પહેલાં જ્ઞાનીઓ ઉપદેશ આપતા ગયા કે મહા-આરંભ શ્રાવક ન કરે. નામકર્મ શરીરના જ બંધારણ માટે છે. કષાયરસ પ્રમાણે પુદ્ગલ પરમાણુ જીવ ગ્રહણ કરે છે. આ વર્તમાનનું શરીર તો ઘડાઈ જ ગયું છે. હવે તેના વડે જે ફેરફાર થાય તે કરવાનો છે. માનવદેહની સ્વતંત્રતાનો ઉપયોગ કરો ને કર્મનો ભાર હળવો કરી નાંખો. પ્રમાદ આવરણ લાવે છે. કર્મ એટલે જીવનો પુરાણો અવળો પુરુષાર્થ છે. પૂર્વ જીવે જ કંઈ માણ્યું છે કે ઈચ્છયું છે તે વર્તમાનમાં ઉદય આવે છે. તે ઋણાનુબંધ મધ્યસ્થભાવે પૂરા કરવા જોઈએ. વળી વર્તમાનમાં જીવ જેવો ઉપયોગ કે પરિણતિ રાખશે તેવું ભાવિ ઘડાશે. નામકર્મની પ્રત્યેક પ્રકૃતિમાં જાગૃત રહે તો પિંડ પ્રકૃતિનો સુધારો સ્વરૂપ અવલોકન ૧૮૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ થાય. આ પ્રકૃતિમાં કષાય ભળે, નોકષાય સહાય કરે. અને કર્મો ગાઢ થતાં જાય. નામકર્મ અઘાતી કર્મ હોવા છતાં તેની વિવિધ પ્રકૃતિ જોતાં વિટંબણારૂપ તો છે જ. વળી ઘાતકર્મની સાથે હોય ત્યારે તો જીવને પરવશ બનાવી દે. આ ક્ષેત્રે મનુષ્ય જન્મ મળ્યો છે તેને સાર્થક કરો : સંસારના પરિભ્રમણમાં ચારે ગતિનું મુખ્ય સ્થાન છે. એકવાર ગતિ પ્રમાણે યોનિમાં પહોંચ્યો કે બીજી પ્રકૃતિઓ ગોઠવાઈ જાય છે. ગતિમાં સુધાર થાય તેમ જીવીશું તો મુકત થવાનો અવકાશ રહેશે. કષાયરસ વધતો જ ગયો તો અનંતોકાળ તેને કારણે ગયો અને બીજો અનંતો કાળ જશે. અલ્પરસ હોય તો ઉદયમાં આવતાં પહેલા શાંત થઈ શકે. સમતા જેવા ગુણથી ઘણાં કર્મો એકી સાથે ખરી પડે છે. પરપદાર્થમાં સુખની કલ્પનાએ અભોગી એવા આત્માને ભોગી બનાવી દીધો છે. આત્માની વિભાવ દશા કેટલાયે અનર્થ કરે છે છતાં અજ્ઞાનવશ સમજ પડતી નથી. ઉચ્ચ ગતિ અને ઉચ્ચ. ક્ષેત્ર મળવાથી જીવને ધ્યેય સિદ્ધ કરવું સરળ પડે છે. મહાવિદેહ જેવા ક્ષેત્રમાં શાશ્વત ધર્મ મળે. તીર્થકર ભગવંતનો યોગ મળે. આ ક્ષેત્રે કાલિક ધર્મ મળે. સાધુસંતોનો યોગ મળે છતાં મુક્તિનું ધ્યેય રાખીએ તો ઉત્તરોત્તર ઉચ્ચશ્રેણિ પ્રાપ્ત થાય. ઉચ્ચગતિના દેવો પ્રમાદ છોડી પ્રભુના કલ્યાણકોમાં આવી આત્મભાવને ટકાવે છે. નારક જીવો અતિશય દુઃખ સહન કરી કર્મની અકામ પણ નિર્જરા કરી ગતિ ફેરવે છે. ક્ષાયિક જીવ ત્યાંય સમભાવે દુઃખ સહન કરે છે. શરીર અને મન અનેક આઘાતો સહન કરે છે. તે જો વાણીમાં વહન થાય ત્યારે વાણી આઘાત અનુભવે છે. શરીર ધૂલ હોવાથી તેના પર પડતા આઘાતો સ્પષ્ટ જણાય છે લાંબો સમય ચાલે છે. મન સૂક્ષ્મ છે અસર થાય વળી શમે. ઉત્તમ આત્માઓ શરીરના આઘાતને સુખદુઃખ રૂપે અનુભવતા નથી. શરીરની ક્રિયાને મન સાથે જોડી ન દેતાં મનને પણ ત્યાંથી દૂર રાખે છે. આમ આત્માના ચેતનગુણ અને પરના જડનું ભેદ-જ્ઞાન કરી લે છે. તેમનાં શરીર સ્વસ્થ હોય છે અને આયુષ્ય લાંબાં હોય છે. પ્રભુ મહાવીર ઉપર સંગમે કાળચક્ર મૂક્યું તેની અસર પ્રભુના શરીરને થઈ નહિ. કારણકે દેહભાવથી ઉપયોગમાં ભિન્નતા વર્તાતી હતી. આથી ૧૮૪ સ્વરૂપ અવલોકન Page #186 -------------------------------------------------------------------------- ________________ મનોયોગ દ્વારા જ તેવાં ઉદયકર્મો શાંત થઈ ગયાં. ચક્રના પ્રભાવથી શરીર થોડું જમીનમાં ઊતરી પડયું પણ આઘાત ન પામ્યું, પડી ન ગયું. આત્મભાવ સહનશક્તિને સહાયક થાય છે. આવેગથી બંધાયેલી પ્રકૃતિ ઉદયમાં વેગથી આવે, તે પહેલાં જીવે સમભાવ કેળવ્યો હોય તો તે પ્રકૃત્તિ પાકા પાનની જેમ ખરી પડે. કષાય રસો મંદ પડે તો ઘણી સરળતા રહે. અને જયાં કષાયનો રસ જ નથી ત્યાં તો કાળચક્ર પણ પાછું પડે. કર્મનો કાળ પૂરો થાય તો તે પ્રકૃતિ પણ ઊભી રહેતી નથી. જીવની અજ્ઞાન દશાને કારણે તેની પરંપરા ચાલે છે. તીર્થંકર ભગવંતોની પાપ પ્રકૃતિ નાશ પામી હોય છે પણ પુણ્ય પ્રકૃતિઓના ઉદયને ભોગવવું પડે છે. પણ તેમાં નીરસતા હોય છે. એથી પૂર્વની પુણ્ય પ્રકૃતિ ફળ આપી ખસી જાય છે. તેઓ પ્રત્યે કોઈ અશુભ પ્રકૃતિ સામી વ્યક્તિમાં રહી હોય તો વ્યક્તિ દ્વેષથી વર્તીને અતિ કુકર્મ ઉત્પન્ન કરે છે. પણ ભગવંત તો કરુણામય હોવાથી અત્યંત શાંત ચિત્તે તેને સહી લે છે. આત્માને કોઈ શત્રુ નથી, મિત્ર નથી. જે સંયોગથી અધ્યવસાય મલિન થાય ત્યાંથી ખસી જવું. અને નજીક રહેવું પડે તો સમભાવે પૂરા કરવાં. દૂર ગયા પછી તે જીવો પ્રત્યે દ્વેષબુદ્ધિ ન રાખવી, સૌનું હિત ચિંતવવું. તો દૂર રહીને પણ કર્મનો સુધાર થઈ શકે. ક્ષેત્રાંતરથી ભાવના બદલાય છે, કષાય મંદ પડે છે. ગતિ વિષે : સંસારી જીવોની દ્રવ્ય ઈંદ્રિયોને અનુસરીને તેની ગતિ બતાવી. જેમકે એકેન્દ્રિાયાદિ. તે પ્રમાણે ભાવ ઈન્દ્રિયો હોય. શરીરના સંસ્થાન અને કાળને અનુસરીને બળમાં મંદ તીવ્રપણું હોય છે. આ કાળે કષાયો અતિ તીવ્રતમ થતા ન હોવાથી સાતમી નારકી સુધીનું ગમન પણ થતું નથી. તેવી રીતે જીવ નિયમથી મુક્ત થઈ શકે તેવી યોગ્ય શક્તિ પણ નથી. વળી ઉત્કૃષ્ટ દેવગતિ પણ પ્રાપ્ત થતી નથી. કર્મપ્રકૃતિ આઠે બંધાય અને ભોગવાય, પણ રસ પ્રમાણે ફરક રહે. જેમ લાકડાનો, છાણાનો કે તૃણ અગ્નિ હોય તે પ્રમાણે ગરમીમાં તીવ્રતા મંદતા રહે છે તેમ કષાયોના રસ પ્રમાણે કર્મની તીવ્રતા-મંદતા રહે છે. ગતિ સંસ્કારને અનુસરે છે. શુભ સંસ્કારથી શુભ અને અશુભ સંસ્કારથી અશુભ અને નિકાચિત કર્મબંધ થાય છે, અને તેને યોગ્ય ગતિમાં સ્વરૂપ અવલોકન ૧૮૫ Page #187 -------------------------------------------------------------------------- ________________ તે ભોગવવા પડે. સમકાતિ ગમે તે ગતિમાં સમભાવે વેચે છે. અને નવો કષાયરસ ન ઉમેરાય તે માટે જાગૃત રહે છે. કર્મ નિરસ છે, રસભોગથી વિકૃતિ પેદા થાય છે. શરીરભોગની વાસના શરીરનો બંધ આપે છે. નારકીમાં દુઃખ ભોગવવાની અગાધ શક્તિ છે. આ કાળે માનવ શરીરની શક્તિને ઘણી મર્યાદા છે. છતાં માનવદેહનું મૂલ્ય છે. કારણકે સમ્યગુદૃષ્ટિ ધારણ કરીને ઊર્ધ્વગતિએ જઈ શકે છે. સંસારમાં દરેક જીવ સુખને માટે પ્રયત્ન કરે છે. પરંતુ તે ક્રિયાઓ અજ્ઞાનજન્ય હોવાથી ક્ષણિક સુખ મેળવે છે. અને એ સુખ પાછળ દુઃખ ડોકાતું જ હોય છે. જીવ બોધપૂર્વક જીવન જીવે તો તે પુણ્યના હેતુરૂપ થાય આર્ત અને રોદ્રધ્યાનમાં પડે તો પ્રતિકૂળતા સાંપડે, અને મનુષ્ય દેહથી કંઈ સાર્થક ન થાય. આમ સંસારમાં આવાગમન હજી સુધી ચાલુ છે. મોહ અને અજ્ઞાનવશ આત્મા ધર્મ પામતો નથી, પામવાની યોગ્યતા મેળવતો નથી. ઉત્તમ ગતિ મનુષ્યની છે તે મેળવીને સંવર નિર્જરા ધર્મ આરાધવો જોઈએ. બીજી કોઈપણ ગતિમાં આ ક્રિયા સમજપૂર્વક થતી નથી. આત્મા પોતાને જ ભૂલ્યો છે તે ધર્મ-વિમુખતા છે. દેહમાં સુખ એટલે બંધનમાં સુખ માને છે, અને સર્વ અનુકૂળતા મળે, ભ્રાંતિમાં પડે છે. સદાય સંસારને ભજે છે. સંસારમાં તેને કોઈ બંધન જણાતું નથી. અધર્મ આચરે છે તેથી પુગલનો અને અને અધર્મ બંનેનો બંધ કરે છે. આથી મનુષ્યદેહ મળવા છતાં આત્માને પ્રગટ કરી શકતો નથી અને દેહ ઈદ્રિયાધીનપણે રહે છે તેથી દેહથી આત્માનું ભલું થતું નથી. કર વિચાર તો પામ : આત્મા પોતાની ભૂલ સંસારમાં રખડયો છે. આત્મબળ જાગતું નથી ત્યાં સુધી પોતે કર્માધીન છે. જેમ એક ઘર બાંધવામાં કેટલાંય પ્રકારનાં સાધનો જોઈએ છે તેમ કષાયરૂપી સંસારની ઉત્પત્તિ માટે ઘણા પ્રકારની સામગ્રી જોઈએ છે. અને ઘરમાં રહીને સુખી થવાની ઈચ્છા રહે છે તેમ સંસારમાં સુખ મેળવવાની ઈચ્છા રહે છે. ઈચ્છાઓ ફરે તેમ ભોગ સામગ્રી ફેરવે. અને સંસારના આવાગમનનું પુનરાવર્તન થયા કરે. વિચારવાનને સંસારના સ્વરૂપનો બોધ હોવાથી સુખદુઃખના ભેદ ના પડે, બંનેથી છુટકારો ઈચ્છે. કર્મ જડ છે, દેહ જડ છે, ફળ આપવાની તેમની તાકાત નથી. ૧૮૬ સ્વરૂપ અવલોકન jainelibrary.org Page #188 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય સદ્ગણ દ્વારા કે વિવેક દ્વારા કર્મ અને ધર્મનો ભેદ કરે. જડ અને ચેતનની ભિન્નતા જાણે, એમ કેવળ મધ્યસ્થભાવે ઉદયકર્મને વિવેકપૂર્વક દૂર કરે, જીવના સમભાવથી કર્મ સહજપણે પૂર્ણ થાય. શ્રાવક શ્રાવકધર્મને પાળે તો બંધન ઓછાં થાય. તપની પદ્ધતિ દ્વારા સ્વાદનો જય કરે. અને પ્રકૃતિમાં ફેરફાર કરે. તપ કેવળ ઉજવણી માટે નથી પણ એકાંતે આત્મવિચારના સંશોધન માટે છે. માખી-મચ્છરનું ટોળું પવન આવતાં ઊડી જાય તેમ મંદ કષાયના ભાવો આત્મસંશોધનમાંથી પ્રગટતા ગુણોરૂપી પવન દ્વારા ઊડી જાય, ક્સ વગરના કષાયરસનું આત્મા આગળ કંઈ જોર ચાલતું નથી. ગતિનો આત્મા સાથે સંબંધ છે, તેને ત્યાં જવું પડે છે. તેમ જાતિ સાથે એવો સંબંધ છે. આવા સામાÁવાળો આત્મા પણ કર્મજન્ય એકેન્દ્રિય જેવી જાતિ મેળવી જાતિને આધીન જીવે અને એકેન્દ્રિયના વિષયને પાંચે ઈદ્રિયના રસ-સેવનની જેમ ભોગવે. દરેક જીવને ભાવમન હોય છે તે ભાવમનની સંજ્ઞા વડે જાતિને યોગ્ય વિષય-સેવનમાં પડે. એકેન્દ્રિયાદિ જીવો તાડન માર સહન કરી અકામ નિર્જરા કરતા આગળ વધે છે. તેમાંય એકેન્દ્રિય જીવો બીજા જીવો વડે જ ભોગવાય છે. મત્સ્ય ગલાગલ ન્યાયે. અતિ આર્તધ્યાન, જગતના સ્થલ પદાર્થોથી અતિ આકાંક્ષા આવી જાતિમાં લઈ જાય છે. સંસારની ક્રિયામાત્ર હિંસા વડે જ ચાલે છે. પોતાનો દેહ પણ દેહમાં રહેલા જીવાણુની હિંસાથી જ નભે છે. સંસારના નિભાવમાં રાગદ્વેષ મુખ્ય કારણ છે. ઈદ્રિયોથી મળતા સુખમાં દેહનો રાગ વધે છે. એકાદ ઈદ્રિયની ઊણપ મનને કેવું દુઃખ આપે છે? સંસાર-સુખનાં સાધન ઘટતાં જાય અને કષાય વધતા જાય. આર્તધ્યાન વધતું જાય. અને એ ઈદ્રિયની ઊણપ પૂરી કરવા કેટલાય પાપનાં સાધન યોજે છે. કવચિત્ સમકિતી જીવ એમ માને છે કે એ ઈદ્રિયની ઊણપથી એક વિષય ઓછો થયો. અને વધુ જાગૃત રહી જીવન જીવે છે. સંયમથી મેળવેલી શક્તિમાં સુખ છે. મુનિજનો એ કારણે સુખી છે. અસંયમી, અન્ય કરતાં વધુ સુખ મેળવવાની ઝંખનામાં જ જીવ્યા કરે છે અને દુઃખ ઊભું કરે છે. ગતિ અને જાતિ વિષે જીવને મોહ નથી પણ સ્વરૂપ અવલોકન ૧૮૭ Page #189 -------------------------------------------------------------------------- ________________ ઈંદ્રિયના વિષયોમાં મોહ છે. આમ અજ્ઞાનવશ જીવ દર્શન-જ્ઞાન અને ચારિત્રના આવરણમાં ઘેરાઈ જાય છે. દ્રવ્યમન દ્વારા પૌદ્ગલિક કર્મને આકર્ષી લે છે. ભાવમન તરફ લક્ષ ટકતું નથી તેથી જ્ઞાનાવરણાદિ કર્મને આકર્ષે છે. સંયમ દ્વારા પ્રકૃતિનો ફેરફાર થઈ શકે. અંતરમાં આહારના રસ પડયા હોય અને તપ કર્યા જ કરે તો તપ દરમ્યાન અને તપ પછી જીવ આહાર લાલસામાં ગૂંચાઈ જાય. માટે સ્વાદનો જય કરવા વૃત્તિને સંકોચવી. શરીર અનુકૂળ હોવા છતાં મન અનુકૂળ નથી આથી આત્મા બંધન ભોગવે છે. અને આત્મા શરીરને અનુકૂળ થઈ વર્તતો જણાય છે. આત્માનો ગુણ ખાવાનો, પીવાનો નથી છતાં વચમાં આ મનના કારણે એ ક્રિયામાં અટવાયો છે. આત્મા પોતાના ગુણ સિવાય કોઈ વસ્તુ ભોગવી શકતો નથી, એવા શ્રદ્ધા જ્ઞાન દ્વારા જ મનને જીતી શકાય. પ્રકૃતિ સૌમ્ય બને અને પૂર્વનાં બંધનો શિથિલ થાય. જીવ આવું ભેદ જ્ઞાન જાણતો ન હોવાથી જ્ઞાનની અને જ્ઞાનીના માર્ગની અવહેલના કરે છે. અનંતકાળમાં અનંતવાર મનુષ્ય જન્મ મેળવી જીવે ધર્મ-આરાધન બાકી રાખ્યું નથી. છતાં પરિભ્રમણ ટળ્યું નથી તે આજની આપણી સ્થિતિ દર્શાવે છે. અને હજી તે જ પ્રક્રિયા ચાલુ રહી તો અનંતકાળ ઊભો જ છે. મનુષ્યને પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન મળ્યાં છે. વિચારશક્તિ મળી છે તો વિચારવાનને પ્રશ્ન થવો જોઈએ કે હું સર્વ સાથે કેવી રીતે વર્તુ ? આવો દેહ અને સામગ્રી મળ્યાં છે તે શું ત્યાગ કરવા માટે કે ભોગવવા માટે ? એમ વળી કોઈ જીવને પ્રશ્ન થાય. આત્મા સ્વરૂપને ઈચ્છતો હોય તેણે જ્ઞાની-ચીંધ્યા માર્ગે જવું પડશે. ઈંદ્રિયને દેહ નિભાવવા જેટલું કામ સોંપી તે સ્વસ્થતાથી પૂર્ણ કરી તે વિષયોનો ત્યાગ અને સિદ્ધપદના આરાધન માટે કરવો જોઈએ. મનુષ્યને આવાં ઉત્તમ સાધન મળ્યાં છે, મનુષ્યપણું અત્યંત વિકાસનું સાધન છે. તિર્યંચમાં પાંચ ઈંદ્રિયો મળે તોપણ મનની વિચારશક્તિ નથી. જો મનુષ્ય આત્મસાધન ન કરે તો તેનામાં અને તિર્યંચમાં ફેર શું રહેશે ? ભાવમન અને ઈદ્રિયો આત્મભાવમાં લીન થાય છે ત્યારે તેને બહારના કોઈ સાધનની જરૂર રહેતી નથી, તેવી પરિસ્થિતિના નિર્માણ માટે જીવે આહારાદિ સર્વ પ્રક્રિયા બદલવી પડશે. કારણકે ઈદ્રિયોના રસો ચાલુ રહે ૧૮૮ સ્વરૂપ અવલોકન Page #190 -------------------------------------------------------------------------- ________________ અને ઉપયોગ આત્મભાવમાં ઠરે તેમ બને નહિ. ઈદ્રિયોને રસ મળ્યો કે વિષય શોધી લેશે. અને તેમાં બીજા રસો ભળે, આત્મા જ મૂંઝાઈ જાય. જેમ કે જિહ્વા સ્વાદિષ્ટ ભોજન ઈચ્છે, કે નાક સુગંધ લેવામાં પડે. કાન તેને ગમતા અવાજમાં સુખ માને. આંખને પણ સુંદર પદાર્થનું આકર્ષણ થાય. પદાર્થ પોચો કે કડક હોવો જોઈએ તેમાં સ્પર્શ પોતાનું સુખ શોધી લે. એક જ ઈદ્રિયના રસમાં આમ પાંચે ઈદ્રિયો લોભાય. મન તેમાં મસ્ત બને, અને આત્મા તેમાં અટવાઈ જાય. માટે કહ્યું કે “એક વિષયને જીતતાં જીત્યો સૌ સંસાર” મનુષ્યનો દેહ મળ્યા પછી શું ક્રવાનું છે? શરીર ધારણ કરીને જીવ તેને સારું રાખવામાં, રક્ષણ કરવામાં રાચી રહ્યો છે. મોટી પદવી મળે, માન મળે ત્યારે વિભાવદશાએ જીવ રાજી થાય છે. અસાર પુદ્ગલો ગ્રહણ કરીને આ શરીર બન્યું છે. પૂર્વના પુણ્ય પ્રમાણે માન કીર્તિ મળવાનાં છે. હવે આ શરીર ધારણ કરી શું કરવા જેવું છે તે વિચારવાનું છે. તીર્થકર કોટિના જીવોએ અગાઉના ભવમાં સદ્ગુરુ દેવ ધર્મની નિસ્પૃહભાવે ભક્તિ અને આત્મ સાધન કરી આત્મદશાને એવી વિશુદ્ધ બનાવી હતી કે તેમના શરીરના પુદ્ગલોમાં ગર્ભથી જ પરિવર્તન થઈ જતું. તે જીવો શુભ જ પુગલો મેળવે, સપ્રમાણ અંગોપાંગ, શરીર સ્વાથ્ય, ઉત્તમ સંઘયણ વગેરે સહેજે પ્રાપ્ત થાય. છતાં તે આત્માઓ દેહને ભિન્ન જાણે છે. અને તે પ્રત્યે મોહ રાખતા નથી, તે તેમનું સત્પુણ્ય છે. આપણે પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરી રાજી થવાનું નથી. કેટલાક તિર્યંચોનાં, ફળ ફૂલના શરીર આકર્ષક અને સુંદર હોય છે. ઘોડા હાથી જેવાં પ્રાણીઓ માન પામે છે. તેમનું પૂજન થાય છે. આથી મનુષ્યદેહ ધારણ કરી સુંદરતા, માન, કીર્તિ વગેરે મળવા તેમાં મહત્તા નથી. - સુશ્રાવકે વિતરાગમાર્ગને યોગ્ય ઉચિત કરણી રાખવી જોઈએ. તે માર્ગ પ્રત્યે અરુચિ રાખી કે શુષ્ક થઈ જીવવાનું નથી. ગૃહસ્થજીવનને એવી રીતે નિભાવવું કે શ્રાવકપણું પ્રગટતું રહે. દરેક ક્રિયામાં, પ્રસંગમાં કે વ્યવહારિક પ્રસંગોમાં અહિંસાભાવ રહે, ઉપયોગની જાગૃતિ રહે. સમભાવે વર્તે અને ગુરુગમ પ્રમાણે વિશેષ તિથિ જેવા દિવસોનું ધ્યાન રાખી તે દિવસે વિશેષ આરાધના કરે. રોજ પ્રત્યેના વ્યવસાયમાંથી વધુ નિવૃત્તિ સ્વરૂપ અવલોકન ૧૮૯ Page #191 -------------------------------------------------------------------------- ________________ લે. ભોગ લાલસાને સંક્ષેપે, તો દેશ વિરતિપણું પ્રાપ્ત થાય. શરીરની રચનાની પ્રાપ્તિ પૂર્વની શુભઅશુભ કરણી પ્રમાણે મળે, વળી લબ્ધિ વિશેષથી કેટલીક વિદ્યા, સિદ્ધિ પ્રાપ્ત થાય. શરીરની વિશેષ શક્તિ મેળવવાનું સાધન મનુષ્યદેહમાં છે. જ્ઞાન અને તપ વડે મુનિ આહારક શરીર ઉત્પન્ન કરી શકે છે. મનુષ્ય દેહે લબ્ધિ વડે વિવિધ રૂપોમાં પરિવર્તન કરી શકે છે. તેજસ શરીર ઉષ્ણ અને શત બંને પ્રકૃતિનો ઉપયોગ કરી શકે છે. જ્ઞાની આત્મા શરીરની આવી શક્તિનો ઉપયોગ કરતા નથી. સામાન્ય જ્ઞાન ધરાવતા જીવો એનો ઉપયોગ કરીને જ્ઞાનને આવરણ ઊભું કરે છે. જ્ઞાની શાસનની સેવા કે જીવોના કલ્યાણ માટે કવચિત્ આવી શક્તિનો ઉપયોગ કરે છે. તીર્થકર કોટિના જ્ઞાનીઓમાં તેમના પુણ્યાતિશયોથી જ સઘળી લબ્ધિઓ સહજ પ્રગટ થતી રહે છે. કોઈ પ્રયાસ કરવો પડતો નથી. સામાન્ય મનુષ્ય કે મુનિજનોએ તપ તથા જ્ઞાન વડે આવી લબ્ધિ-શક્તિ પ્રાપ્ત કરીને આત્માના રક્ષણ માટે તેને શમાવી દેવાની હોય છે. એ શક્તિઓ જ સાધનારૂપ ગણાય, તેનો અસદ્ ઉપયોગ ન થાય. કોઈને શાપ અને વરદાન આપવાથી શક્તિનો હાસ થાય છે. અને આત્મા ભ્રમણમાં પડે છે. જ્ઞાન સહિતનું તપ લબ્ધિઓ જીરવે છે. કેવળ કઠોર તપથી આત્મા શુદ્ધ બને છે અને પુદ્ગલના રસો શોષાઈને પુદ્ગલ શુષ્કબને છે. આવા તપથી તાપસી વૃત્તિ થાય છે. અને શાપ આપવા જેવી ક્રિયામાં ક્રોધ કરીને સઘળા તપને નિરર્થક બનાવે છે. જ્ઞાનમાર્ગવિરતિ માર્ગ છે. સાધુપણે સર્વ ક્રિયા થાય તો અસત્ ક્રિયાનું શોષણ થઈ સત્ પ્રગટ થશે. દેહભાવ છૂટે તેવું તપ કરે તેમાં આત્મગુણનો રસ મળે તો શુષ્કતા ન આવે અને નિત્ય આનંદ અનુભવાય. દેહ માટે રોજરોજ ઘણી મહેનત કરવા છતાં દેહશું આપી શકે છે? ચેતન વડે તો તેનું અસ્તિત્વ જણાય છે. માટે દેહ પ્રાપ્તિથી રાચી જવાનું નથી. માનવદેહે આત્મા પ્રગટ થવા દેવો તે સાર્થકતા છે. બાળપણથી જ આ સંસ્કારનું સિંચન થવું જોઈએ. તો જ યુવાની સંસારભોગમાં ખર્ચાઈ જવાને બદલે જાગૃત રહી જીવન સાર્થક કરે. કયારેય પણ પૂર્વની આરાધના કાર્યકારી થાય છે. કોઈ જન્મે તેની શરૂઆત થશે તો જ તે પૂર્વનું થશે. અને માતાના ઉદરથી જ સંસ્કારબળ મળશે. એ સંસ્કારબળને સિંચન મળતાં તેમાંથી પ્રાપ્ત થતી શક્તિ જીવનને બાધક સ્વરૂપ અવલોકન ' ૧૯૦ Page #192 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વોથી દૂર રાખે છે. મનુષ્યદેહ અનેકવાર મળ્યો, હવે એમ થવું જોઈએ કે આ દેહ આંટા ખાવા માટે નથી, કાર્ય-સાધના માટે જ છે. દોષોનો નાશ કરી આગળ વધતા જવું. આયુષ્યબંધ ન પડયો હોય તો હજી ઘણો સુધાર થઈ શકે તેમ છે. શરીરનાં કાર્યો તરફ અનાસક્ત રહેવું, ને વૃત્તિ બળવત્તર હોય તેને ક્ષીણ કરવા પુરુષાર્થ કરવો. ભયભીત રહેવાની જરૂર નથી. પરંતુ જાગૃત રહેવાની જરૂર છે. સાધકે હંમેશાં ઉપયોગશીલ રહેવું જોઈએ. પોતાને ઉત્તમ માનવ થવું છે એમ વિચારી તે પ્રમાણે આચરણ કરવું. અદલા-બદલાની અપેક્ષાએ કર્તવ્ય ન કરવું. બુદ્ધિ સ્વચ્છ રાખવી. અસારભૂત તત્ત્વમાંથી પણ સારવસ્તુ મેળવે ત્યારે વાસના હારી જાય છે. અને જીવ શાંતદશા, ઉદ્યોત, આતપ જેવી પ્રકૃતિઓ પ્રાપ્ત કરે છે. માતા પિતા દ્વારા શરીર મળ્યું, તેમાં પૂર્વના સંસ્કાર હોય. છતાં માનવ તેમાં પરિવર્તન કરી શકે છે. બહારના વાતાવરણની શુદ્ધિ સાધકને સહાય કરે છે તેમ આંતરશુદ્ધિ માટે વિતરાગદેવના વચનને અનુસરવાનું છે. ધર્મનાં સાધનો સહાયક થાય ઉપાદાન તો પોતે જ શુદ્ધ રીતે કરવાનું છે. અંતરમાં આકાંક્ષા હોય કે માનવ મટીને દેવ બનું. રોગી મટી નીરોગી બનું. ટૂંક મટી રાજા બનું. ધર્મ સાધનથી કદાચ એવું બને તો પણ વીતરાગદેવે કહેલો માર્ગ આરાધ્યા વગર મુક્તિ નથી. આત્માને સ્પર્શે તે ધર્મ છે. શુભ પણ વાસના હોય તો તેની તૃપ્તિ ન થતાં દુ:ખ ઊપજે. તેમાંથી આર્તધ્યાન થાય, પછી પ્રમાદ, અવિવેક આવે, જીવ આવરણમાં ડૂબે. આજે આપણી પાસે જે સાધન ઉપલબ્ધ છે તેમાં શું થઈ શકે ? સત્ દેવ, ગુરુ, ધર્મ નિમિત્ત છે. ઉપાદાન પોતાનો આત્મા છે. આટલું મળે છતાં ઉદયકર્મની સામે જોઈ બેસી રહીએ તો શું થાય ? આત્મા સ્વરૂપે શુદ્ધ છે. શુદ્ધ દશા તે જ આત્મા છે. છતાં જીવ અનુકૂળતા અને પ્રતિકૂળતામાં પડે છે. જો જીવ દોષો દૂર કરવા પ્રયત્ન કરે અને શુદ્ધિ ન થાય તેમ બને નહિ, શું ક્ષતિ છે તે શોધ. બેસતાં, ઊઠતાં, હરતાં-ફરતાં, ખાતાં, પીતાં, એક જ રટણ કે હું શુદ્ધ આત્મા છું. વર્તમાનમાં કયા દોષમાં અટવાયો છું તે જો. એક આત્મરુચિ જાગ્યા પછી દેહ ધારણ કરવા ગમશે નહિ, તે જ સ્વરૂપ અવલોકન ૧૯૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ જીવ ધર્મ કહેવાય. જીવ પુરુષાર્થ વડે પ્રકૃતિને અધ્યાત્મમાર્ગે દોરે પછી ઈદ્રિયોની વિકૃતિ દૂર થવા લાગશે. વિચારબળ અને સ્વાધ્યાયાદિ ધ્યાન વડે જીવ પુદ્ગલકર્મોનું પરિવર્તન કરી શકે છે. મુખ્યત્વે મોહનીય કર્મ પ્રકૃતિના ઉદયથી જ્ઞાન અને દર્શન શક્તિને આવરણ આવે છે. ઉદયકાળ સમયે જીવ મધ્યસ્થ રહે તો કર્મ જડ છે, તે ટકી શકતું નથી. પોતાનાં કર્મોના ઉપાર્જન વડે આપણે પાંચમા આરામાં છેવટ્ટે સંઘયણ લઈને આવ્યા છીએ, તે પૂર્વના પુરુષાર્થની ખામી છે. છતાં અહીં વળી પાંચમાં આરાનું બહાનું લેવું છે. આ કાળમાં પણ મતિ શ્રુતજ્ઞાનની શુદ્ધ આરાધના થઈ શકે છે. અહીં ઉદ્યમ કરતો નથી તો ભાવિમાં કયાંથી કરવાનો છે ? સઘળો સુયોગ મળે તેમાં ચોથા આરાની જ ભાવના કરે અને સાધક બને તો ઉત્તમ ક્ષેત્ર પામે છે. મહાવીર ભગવાને ગૃહસ્થદશામાં શું કર્યું? દાન, કાયોત્સર્ગ, ધ્યાન જ્ઞાન વગેરે સત્ ક્રિયા કરતાં. શારીરિક ક્રિયા વગેરે જરૂર પૂરતી જ હોય. આપણે ગૃહસ્થ છીએ, વિષયોથી વિરકત થાય તે પછી ગતિ સુધરે. કંઈ પુરુષાર્થ જ ન કરું તો કર્મો પહાડ જેવાં જ લાગશે. અને પુરુષાર્થ કરે આત્મબળ અજમાવે તો સુરંગથી પહાડ તૂટે તેમ કર્મો તૂટી પડશે. ભવભીરુ થવું, એટલે પરસંગનો ભય. સુંદર સાધનો, સુદઢ, સુરૂપ શરીર જીવનને ભૂલી જવા માટે નથી. ક્ષણે ક્ષણે પ્રકૃતિને જાણવી જોઈએ. ધર્મ એ કેવળ કોઈ પ્રક્રિયા નથી, મનની અરાજકતા દૂર કરી વ્યવસ્થિત થવા માટે તે ક્રિયાઓ છે. કેવળ શરીરની સમગ્ર પ્રકૃતિ સારી મેળવવા માટે પણ પુણ્યસાધન કરવું પડે છે. વ્યવહારધર્મમાં તે ઉપયોગી છે. જેને મોક્ષસાધન કરવું છે તેણે શરીરની શુભ પ્રકૃતિ મેળવવી પડતી નથી. તેવા જીવોને તે સહજ પ્રાપ્ય છે. શરીર પાસે સાધનાનું કાર્ય લેવાનું છે. અને તેને સુદઢ બનાવવાનું છે. શક્તિને સંકોચ્યા વગર પુરુષાર્થ કરવાનો છે. ઉપરના ગુણસ્થાનકે જતાં પરિષહ કે ઉપસર્ગ જેવા પ્રસંગે જીવની શક્તિ કાર્યકારી થઈ શકે. કેવળ સુખની ભાવનાથી જીવ પ્રતિકૂળ ઉદય સમયે ટકી શકતો નથી અને કષાયના સંબંધમાં પડી જાય છે. નબળા દેહથી મોક્ષ ન મળે તે ઔપચારિક કથન છે. જો દેહભાવ ૧૯૨ સ્વરૂપ અવલોકન Page #194 -------------------------------------------------------------------------- ________________ ન હોય કે મંદ હોય તો મોક્ષનો ઉપાય તો મળે જ. નબળું કે સબળું શરીર, છોડવાનું જ છે. દેહમાંથી આત્મભાવને સંકેલી આત્મભાવમાં ઠારવાનો છે. આત્મભાવનું અત્યંતપણે સ્થિર થવું તે જ મોક્ષનો ઉપાય છે. નિશ્ચયમાર્ગના કથનથી શરીર માત્ર ફેંકી દેવા જેવું છે. અધર્મનું કારણ છે તેમ ન માનવું. આ શરીર દ્વારા જ શરીરના બંધનને દૂર કરવાનાં છે. તે માટે આત્મા શરીરના અને અન્ય સંબંધોથી દૂર રહે તેવો સંયમ માર્ગ તેનું સાધન છે. તે માટે આત્માનું લક્ષ થવું જરૂરી છે. વૃદ્ધાવસ્થામાં સંયમ પાળશું તે સમ્યક વિચારણા નથી. આપણને જેટલી પાપપકૃતિનો ઉદય છે તેટલો પુણ્યપ્રકૃતિનો ઉદય ભાગ્યે જ હોય છે. શાસ્ત્રમાં તેનો માર્ગ બતાવ્યો છે. સરળતાદિ ગુણો દ્વારા પુણ્યપ્રકૃતિ મળે છે. જૈનધર્મનો માર્ગ ભોગપરાયણ નથી. સર્વબંધનથી મુક્ત થવાનો સંયમ માર્ગ છે. પુણ્યપ્રકૃતિ આ માર્ગને સહાયક છે. તે અશુભ તત્ત્વોથી દૂર રાખે છે. દરેક જીવને પોતાની પ્રકૃતિ પ્રમાણે ઉદય કર્મ ભોગવટામાં આવે. પણ તેને દૂર કરવાનો માર્ગ એક જ છે. સાક્ષીભાવે કર્મને ભોગવી મુક્ત થવું. નામકર્મની પ્રકૃતિથી બોધ ગ્રહણ કરવો. શરીરની સુદઢતા સાત્ત્વિક ક્રિયાને સહાયક છે. શરીરની શાતા વેદનીય અનુકૂળ રહે છે. ગજસુકુમાર જેવા ઉત્કૃષ્ટ જીવો અશાતા વેદનીયના સમયે દેહભાવથી મુક્ત રહી અંતર્મુહૂર્તમાં જ્ઞાન દ્વારા સિદ્ધપદને વર્યા. માનવ શરીર મોક્ષ સાધનામાં સાધન છે તે ખરું પણ તેથી તેને સાચવવાથી હેતુ સરે નહિ. શરીરની વૃત્તિઓને સૌમ્ય રાખવાથી એક વાતાવરણ બને છે. જ્ઞાનીઓ અતિરસ વડે પ્રકૃતિઓનું બંધન થવા દેતા નથી. અને શરીરની શક્તિને વેડફતા નથી. છતાં શરીર એ પરદ્રવ્ય છે તેનો નિશ્ચય છે તેથી આખરે અનશન જેવી ક્રિયા કરી તેને ત્યજી દે છે. સામાન્ય રીતે શરીરમાં નવા પુદ્ગલો કયારે આવ્યા અને ક્યારે નીકળ્યા તેનો ખ્યાલ નથી આવતો. પરમાણુઓ પ્રવાહરૂપે બહાર નીકળે છે અને સુયોજિત રીતે આવે છે. ત્યારે આત્મા શું કરે છે? મન દ્વારા સ્થૂલ વસ્તુ જણાય છે. આપણી સામે પચાસ વસ્તુઓ પડી છે. તેમાંથી ભાવમન દ્વારા ઈદ્રિયો પોતાના વિષયો ગ્રહણ કરે છે. આમાં આત્માના ' ૧૯૩ સ્વરૂપ અવલોકન Page #195 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગની વિભાવદશા દ્વારા પ્રકૃતિ સાથે સંયોગ રચાય છે અને પરમાણુઓનું આવાગમન ચાલે છે. આવો ઈંદ્રિયજન્ય દેહભાવ પુદ્ગલનો વધારો કરે છે અને આત્મા જડરૂપે વર્તતો જણાય છે તે જ આત્મવિસ્મૃતિ છે, સુખની ભ્રાંતિ છે. સૂક્ષ્મ કે સ્થૂલ એકેન્દ્રિય જીવો સાથે આપણો વ્યવહાર કોમળ અને અહિંસામય રહે તો જડભાવમાંથી બહાર નીકળાય. જગતમાં મોટા ઉત્પાદ આ જીવોદ્વારા રચાય છે. ભૂકંપ વગેરે ઉત્પાદો આ એકેન્દ્રિય જીવોના સમૂહના હોય છે, તેમની તરફના હિંસક ભાવનું આ પરિણામ છે. જગતના લોકો તેને કુદરતનો કોપ કહે છે. પરંતુ સૂક્ષ્મ હિંસાનો અતિરેક આ રીતે વિસ્ફોટ થાય છે. શરીરની રચનાને ચલાવવા તેને અનુરૂપ પુદ્ગલો ગ્રહણ થાય છે. પ્રકૃતિઓના બંધનનું બીજરૂપ કાર્યણ શરીર છે. તે શરીરની રચના કાયમ રહે તેવો ગુણ ધરાવે છે. તેમાં આત્મા રોકાય છે. આખા લોકમાં કાર્પણ વર્ગણા ઠાંસી ઠાંસીને ભરેલી છે. તે આત્મપ્રદેશો સાથે જોડાય છે. આ વર્ગણાનું છેદન-ભેદન થતું નથી. તે જીવને બંધ પ્રમાણે ફળ આપી સમય થતાં ખરી પડે છે. નામર્મની પ્રકૃતિ ઘણી બતાવી. સંસારનો મોટો ભાગ દેહભાવમાં નામકર્મની પ્રકૃતિમાં જ રોકાયો છે. નામના વધુ પ્રિય લાગે છે. દોષને દોષરૂપે જાણી સુધારો રે નહિ અને હાથ ભાંગે ત્યારે વિચારે કે પગ ભાંગ્યો હોત તો સારું, પણ હાથનું દર્દ તે ર્મરૂપે છે તેનો સુધાર કરવાની જરૂર છે પગને ભાંગવાની જરૂર નથી. સર્વ કર્મનો આધાર ત્રણે યોગ છે. ઘાતીર્મ બળવાન અને ઉત્તેજિત કરનારા છે. માટે તે તરફ જાગૃત રહેવું. આત્મા પરનો અર્થી થઈ પરદયા અને પરોપકાર વિચારે તો તેમાં નામકર્મનો મોહ છે. તેથી યશ વગેરે મળે તેવું ઈચ્છે છે અને મૃત્યુ પછી પણ તે રહે તેવી ગોઠવણ કરે છે. સર્વ મૂકીને જવાનું છે તેમ જાણે છે છતાં આવી આકાંક્ષા ત્યજી શકતો નથી ધર્મમાં આત્મલાભને ભૂલીને આવા લાભના લોભમાં પડે છે. કર્મ ચાર પ્રકારે બંધાય છે. તેમાં રસ પ્રધાન છે, તે ભાવ છે. ઉપયોગ એક સમયે એક જ હોય છે. પણ એક સમયમાં ક્રિયા ઘણી થાય ૧૯૪ સ્વરૂપ અવલોકન Page #196 -------------------------------------------------------------------------- ________________ છે. એક સમયમાં સાતથી આઠ પ્રકૃત્તિનો બંધ પડે. તેના ઉત્તરભેદ ઘણા થાય. આત્માની શક્તિ વિલક્ષણ છે. શારીરિક સંબંધો શરીરથી ભોગવાય પણ ભાવ દૂરથી ભોગવાય. ચિંતા કરે, સુખદુઃખ અનુભવે. કર્મ કે ધર્મમાં અસદ્ સંબંધો છોડતા જવું. સત્ સંબંધ જ આત્મા ભોગવી શકે છે તે જ્ઞાનાદિગુણ છે. માનવદેહે પ્રથમથી ગોઠવણ કરવાની છે. ચોથે ગુણસ્થાનકે પહોંચવાનું છે. ત્યાં સુધી ઘણી અથડામણ છે. એક અંતર્મુહૂર્ત ભાવના સ્થિર કરવાની છે. ઉપયોગ સ્થિર થતાં ઝડપી વિકાસ થાય છે. ભાવાંતર થતાં ક્રિયાંતર થઈ જ જવાય છે. કષાયમય જીવનમાં કષાયબળથી જીવ આગળ વધવા ચાહે છે. સંસારના સંબંધો બંધનરૂપ હોવાથી મોહજન્ય પ્રકૃતિ વધુ ને વધુ મૂંઝવે. અને સ્વાર્થ સાધવા ઈચ્છે. જીવ જો જ્ઞાનમય માર્ગ લે તો જીવન સરળ બને. પૂર્વ પુણ્યથી ધનાદિ મળે તોય તેનો ઉપયોગ કરે. પુણ્ય પણ આવરણ છે તેમાંથી છૂટવા પરિગ્રહ ત્યાગ અને દાન જરૂરી છે. બંધન નામકર્મની વિશેષતા : બંધનનામકર્મનું કામ શરીરમાં પુદ્ગલો પૂરાં પાડવાનું છે. સંઘાતન પુગલોને એકઠા કરે પછી બંધન તેનું જોડાણ કરે. નવા પુલો ન મળે તો બંધન ઘસાતું જાય છે. કેવળ આહારથી આ શરીર ટકે છે તેવું નથી. પરંતુ દેહની અન્ય પ્રકૃતિ વ્યવસ્થિતપણે મળે તેથી શરીર ટકે છે. સામાન્ય જીવોને બંધનનો કાળ જણાતો નથી. ઉદયકાળે કર્મ સાકાર લે છે, ત્યારે પણ જીવ કર્માધીન રહે છે. ઉદયના પરિણામે જો શુદ્ધ પુરુષાર્થ રહે તો કર્મનું રૂપાંતર કરી શકાય. કર્મ પરિણામનો વિચાર કરે તો ઉદીરણા અને સંક્રમણ ક્રિયા કરી શકે. તે પછી કર્મને રૂપાંતર કરી શકે. આત્માની શક્તિ અનંત છે. થાકે નહિ, શક્તિનો સંચય કરે, યોગ્ય સ્થાને તેનો ઉપયોગ કરે, તો કર્મનો સામટો ઉકેલ થઈ જાય. આને માટે ધર્મધ્યાનની પ્રક્રિયા ઉત્તમ સાધન છે. રુચિ, અનુપ્રેક્ષા અને આલંબનની પ્રક્રિયા દ્વારા જે ક્રિયા થાય તે ધર્મ ક્રિયા છે. વિભાવથી થતી ક્રિયા કર્મ ક્રિયા છે. કર્મ તે સ્વતંત્ર વિષય છે. આઠે કર્મની પ્રકૃતિ એકબીજાને આકર્ષી લે છે. તેમાં મુખ્ય મોહનીયની પ્રકૃતિ દરેકનો રાજા છે. શુદ્ધ સમકિત દ્વારા જ એ રાજા હણાય છે. તે પછી સક્રિયા કરવાની શક્તિ આવે છે. દરેક સ્વરૂપ અવલોકન ૧૯૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ સાધન તેને સ્થાને ઉપયોગી છે. સાધન સેવતાં સેવતાં મોક્ષ થશે તેમ માની સાધનને જ વળગી ન રહેવું. સૂકમ પણ કષાય લઈને ફરીએ ત્યાં સુધી રોકાણ છે. સુખના સાધનને વાપરવાનો વિવેક જોઈએ. તપ, જપ, ધ્યાન આત્મલક્ષી હોય તો પ્રયત્ન નિષ્ફળ ન જાય. આપણને ઔદારિક શરીર મળ્યું છે તેમાં કષાય-નોકષાય ભળ્યા છે. તેના વધારે પડતા રસો શરીરને હાનિ કરે છે. અને આત્મગુણોને ઢાંકી છે. માટે આત્મગુણો વિકસે તેવો પુરુષાર્થ કરવો. પાપપ્રકૃતિ-દોષજનિત વ્યવહાર ચાલુ રહે અને સાત્વિકતા વિકસે તેવું બને નહિ. પાપપ્રકૃતિ જેમ જેમ દૂર થાય તેમ તેમ પુણ્યપ્રકૃતિ વિકસે. કોઈ એવી પાપ પ્રકૃતિથી નીચગોત્ર કે વર્ણ મળે પણ અન્ય પ્રકૃત્તિ શુભ હોય તો ગોત્ર કે વર્ણની બાધા નથી આવતી. મેતારજ મુનિ નીચગોત્રી હોવા છતાં મહામુનિ થઈ શક્યા. પુણ્યપ્રકૃતિ સાધનામાં અનુકૂળ છે આદેય હોવા છતાં ત્યાજ્ય છે. જે પ્રકૃત્તિ પુણ્યમય હોય તેનું મોક્ષાર્થે પ્રયોજન જોઈએ. જો પુણ્ય વડે સંસાર ભોગવાય તો સંસારનો જ વિસ્તાર થાય. ધર્મના માર્ગથી કે ક્રિયાથી ધર્મનો લોપ થવો ન જોઈએ. તીર્થકરના શરીરવર્ણ સૌને આકર્ષિત કરે. અને તીર્થકર દેવો જગતના સર્વ જીવોને ધર્મનો માર્ગ ચિંધે પોતે ઔદાસીન્ય ભાવે વિચરે. બોધ ઃ શરીર એ સાધન છે. દરેક ઈન્દ્રિયના વિષયોના પોષણનું સાધન નથી. માટે શુભ પ્રકૃતિને વીણી વીણીને ગ્રાહ્ય કરવાની છે. તેથી વિષયરસથી દૂર રહી જીવ સાધ્યને પામે. તે માટે જ્ઞાનીઓએ શુભ અને અશુભ પ્રકૃતિઓના ભેદ આવી વિશદતાથી સમજાવ્યા. બંને પ્રકૃતિ જીવને રોકવાવાળી છે. અતિશય દુઃખથી ટેવાયેલાને અલ્પ સગવડ પણ સુખ આપે છે. તેમ જીવને શરીરના સંગથી સુખનો આભાસ થયા છે. કેવળ પુણ્યાનુબંધી પુણ્યની પ્રકૃતિથી આત્મા પુણ્યનો ક્ષય કરવાનું સામર્થ્ય ધરાવે છે. લોભાઈ જતો નથી. અતિરસમાં ગૂંચાતો નથી. માનવદેહમાં જ આવી ઉત્તમ પ્રકૃતિ મેળવી શકાય છે. સુખ-સાધનોથી જીવ મહામોહમાં પડે છે. અને વધુ સુખ મેળવવાના પ્રયત્નો કરે છે. પુણ્યાનુબંધી પાપ પ્રકૃતિ ભય ઊભા કરે છે. દાન કરી પુણ્ય ઉપાર્જન કરે પણ મુક્ત થતો નથી. પુણ્ય પૂરું થતાં પાપ આવીને ૧૯૬ | સ્વરૂપ અવલોકન Page #198 -------------------------------------------------------------------------- ________________ ઊભું રહે છે. માટે પુણ્યપાપ બંનેથી મુક્ત થવું. પાપાનુબંધી પુણ્યપ્રકૃતિ ચિંતા ઊભી કરે છે. અનાસક્ત રહેવું દુર્લભ થાય છે. શરીર સાથે વર્ણાદિની શુભ પ્રવૃતિઓ અનુકૂળ રહે છે. તે મુક્તિના સાધન માટે છે, ભોગ માટે નથી. ભોગમાં ગયા કે પુણ્ય પ્રકૃતિ નષ્ટ થશે. અતિ પુણ્ય હોયને દેવગતિમાં જાય તો ત્યાં અતિ ભોગથી અવિવેક ઊપજે છે. અતિપાપથી નરકગતિનો ઉદય થાય છે. ત્યાં પણ અવિવેક જ સેવાય છે. તિર્યંચદશામાં પરતંત્રતા છે, એક માનવજીવન જ સ્વાધીન છે. તેમાંય પૂર્વના અવિવેકથી અસતુ કર્મો નડે છે. છતાં સમ્યક વિચારણાને સાધી શકાય છે. મનુષ્ય થઈને અશુભ પ્રકૃતિને તો દૂર રાખવા જેવી છે. બંધ પડે તે ય શુભ અને મોક્ષમાર્ગમાં સહાયક થાય તેવો હોય, તે સમ્યગુદૃષ્ટિ જીવ કરી શકે. સામાન્ય જીવ તો પુણ્ય પ્રકૃતિને ભોગવીને પાપમાં પડશે. તેની સમજ માટે ગુરુગમે શ્રુતશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે. સંયમથી મનુષ્ય એવું શરીર પ્રાપ્ત કરે કે દેવોને વંદનીય હોય, પ્રકૃતિને સૂક્ષ્મ રીતે વિચારીને સુધારે તો તે સંસ્કૃત બને. પુણ્ય અને પાપ પ્રકૃતિ મિશ્ર હોય તો ય પુણ્ય કેટલું ટકશે તે વિચારવું. રૂપાદિ મળે તે ઉન્માર્ગનું કારણ બને. આહારમાં સાત્ત્વિકતા છોડી સ્વાદમાં જ વૃત્તિ જોડાયેલી રહે. શીલથી શરીરને શોભાવવાને બદલે શણગારથી શોભાવે. શરીરના પસીનાની દુર્ગધ દૂર કરવા સુગંધી પદાર્થ વાપરે. પણ આહાર વિહારના સંયમથી પુગલોના ફેરફાર કરતાં ન શીખે. આમ સત્કર્મ છોડી અહેમમાં પડે જીવ વિવેક ચૂકે. - શરીરમાં વર્ણાદિના જે પુદ્ગલ પરમાણુઓ ગ્રહણ થાય છે તેની ચિત્ત પર અસર પડે છે. આથી શ્વેતવર્ણને શુભ ગણ્યો. આત્માને તો વર્ણાદિ કંઈ છે નહિ. છતાં દેહની જે જે પ્રકૃતિ છે, અશુભ હોય તો બાધક થાય છે. સુખના સાધન સાથે સંયમ હોય તો વર્ણાદિ બાધક ન થાય. વ્યવહાર ધર્મે વર્ણાદિમાં શુભાશુભ ભેદ જણાવ્યા. બંને બંધનરૂપ છે. મિથ્યાત્વ બુદ્ધિને કારણે જીવ બંધનમાં પણ રાચે છે; તેમાં મોહનીયકર્મ ભળે અને સમયે સમયે જીવ અનેક પ્રકૃતિથી બંધાતો રહે છે. તે પ્રકૃતિ એકઠી થાય અને આયુષ્યનો બંધ થાય ત્યારે તે પ્રકૃતિની સાથે ગાઢપણે જોડાય છે. ભવાંતર થતાં ક્રમે ક્રમે ઉદયમાં આવે છે. અને વળી તેના સ્વરૂપ અવલોકન ૧૯૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ ભોગવવાનો આધાર વર્તમાન પરિણતિ પર છે. વર્ણાદિ શુભ મેળવવાની વૃત્તિ અસદ્ છે. દેવગતિમાં જઈને પણ વાસનાની ઉત્તેજના એવી હોય છે કે પોતાના સ્થાનમાં ટકી શકતા નથી. પાંચે ઈદ્રિયોના આ ત્રેવીસ વિષયો, તેની સાથે ભળતી બીજી પ્રકૃતિઓ જોડતાં અસંખ્ય થાય. તે દરેકનો સંયમ તે બ્રહ્મચર્ય છે. પૂર્ણ રીતે જીતે તેની પૂર્ણ સિદ્ધિ ગણાય. જેમકે સતીધર્મ અનેક સ્ત્રીઓએ પાળ્યો છતાં સોળ સતીની ગણના કરી. કારણકે તે સિવાય સતીધર્મના અમુક વિષયને જીતીને પાળ્યો હોય. અને ચંદનબાળાદિ સતીઓએ આત્મધર્મને જ પૂર્ણાંશે પાળ્યો. તેથી સોળજ સતીઓની ગણના થઈ. શુભ કે અશુભ કોઈપણ પ્રકૃતિ ભોગવવા કે ઉપાર્જન કરવા લાયક નથી. સમકિતી હોય તે તો વૃત્તિનું નિરીક્ષણ કરે અને બંધનને છોડવા જ પ્રયાસ કરે અશુભ છોડે, શુભ ગ્રહે અને સક્રિયા દ્વારા શુભને પણ છોડે. રાગાદિનો નાશ કરે. શરીર મળ્યું તે સ્વરૂપ પામવા માટે. જ્ઞાન મળ્યું તો આત્માને ઓળખવા માટે, પ્રતિકૂળતા મળી તો જાગૃત થવા માટે. આમ આત્માર્થે જ લક્ષ હોય. બંધન તોડવા સાહસ જોઈએ, ભય નહિ. દુઃખરૂપ છે માટે છોડે તેમ નહિ. શરીર ક્ષણે ક્ષણે ગળે છે તેમ આયુષ્ય ક્ષણે ક્ષણે ઘટે છે. આયુષ્ય, કાળ લઈને જશે. જીવનનો વર્તમાન આધાર આયુષ્ય પર છે. દેહ છોડતાં દુઃખરૂપ દશા થાય તે પહેલાં આપણે આત્મ સન્મુખ થવું. જેથી મૃત્યુ ટાળી શકાય. જીવન-મૃત્યુનું પુનરાવર્તન નભે છે અને ટકે છે આ પ્રકૃતિઓ ઉપર. તે પ્રકૃતિને વર્તમાનમાં પુરુષાર્થથી ફેરવી શકાય. પ્રતિકૂળતામાં વિવેકી મનુષ્ય સૌમ્ય રહે છે. પરવસ્તુની આકાંક્ષા ઓછી તે સુખી. ધર્મી ધનાદિથી સુખ મળે તેવી કલ્પના કરે નહી, મુક્તિ તરફના પ્રયાણને સુખ ગણે છે. તેને માટે સાધુ દશા જ યોગ્ય છે. સાધુતા વગર એ માર્ગે પ્રયાણ થતું નથી. પુણ્ય કે પાપ એ માન્યતાના ભેદ છે. પરમપદના માર્ગમાં બંને અંતરાયરૂપ છે. જીવ જ્ઞાનપૂર્વક વર્તે તો ઉદય અને ઉદીરણાના ક્રમમાં સુધારો થઈ શકે. પ્રકૃતિના ઉદયથી મૂંઝાવાનું નથી. તે સમયે વિવેકપૂર્વક ઉપયોગથી કાર્ય સાધ્ય કરવું. પૂર્વકર્મના ઉદયમાં સુધારો કરવાનો પુરુષાર્થ ન કરે તો તે કર્માધીન થઈ જાય. રોગ આવે પીડા સહન ન થાય તો ૧૯૮ સ્વરૂપ અવલોકન Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉપચાર ભલે કરે પણ પીડામાંજ મન મૂંઝાઈ જાય, તો દેહભાવ જ પ્રધાન થાય અને આત્મભાન વિસરાઈ જાય. મતિ અને શ્રુતજ્ઞાનના સહારે ગુરુગમે આત્મા અને દેહની ભિન્નતાનું નિરંતર ભાન રહેવું જોઈએ. સાધુતા પતિતને પાવન કરે છે. સાધુ મુનિના સમાગમમાં આવનાર કર્મ બંધ રોકવાનો ઉપાય મેળવે છે. મુનિપણાથી સહજ બંધ રોકાય છે. જીવ ધર્મ કરવા ઈચ્છે પણ અનાદિકાળનાં કર્મોની વિષમતા તેને પાછો પાડે. અજ્ઞાન દૂર થાય તો દર્શન અને જ્ઞાનગુણ કાર્યકારી થાય છે. ક્રોધાદિની પ્રકૃતિના ઉદયમાં વાણી, મન અને શરીર તે પ્રકૃતિમય થઈ જાય છે, છતાં જાગૃત જીવ તેનો ઉકેલ કરશે. જો વિભાવદશા રહી તો જીવ તે પ્રકૃતિમાં ગૂંચાતો જશે. અને ત્યાં વિર્યંતરાયનો ઉદય ભળશે. પ્રકૃતિ, કર્મનો વિચાર કે નિરીક્ષણ એટલે જીવન પદ્ધતિનું પરિવર્તન. જીવન વિષેની પુખ્ત વિચારણા. શાસ્ત્રના અર્થ મને બોધરૂપે પરિણમવા જોઈએ. માત્ર જ્ઞાનના મોહમાં ન જવું કે ઘણું વાંચ્યું, ઘણું વિચાર્યું. જ્ઞાન જ બોધરૂપે પરિણમવું જોઈએ. પાપપ્રકૃતિના ઉદયનો સીધો ઉકેલ ન આવડે તેથી પુણ્ય તરફ જવાનો માર્ગ બતાવ્યો. તે વડે પાપપ્રકૃતિ દબાય. પાપપ્રકૃતિ ફરી ઉદય આવે ત્યાં સુધી તેનો ઉકેલ આવડયો હોય, તેથી બળ વાપરી ઉદયકર્મને ભોગવી મૂળથી ઉડાવી દે. પાપપ્રકૃતિ જ અધર્મ છે તેવો નિશ્ચય થતાં સાત્ત્વિક સદ્વિચારની ધારા પ્રગટે છે. પુણ્ય પ્રકૃતિ પરમાર્થમાર્ગને સહાયક છે માટે શુભ કહી. સમતા જેવા ગુણોથી અજ્ઞાન દૂર થાય છે અને રાગદ્વેષ પ્રત્યે મધ્યસ્થભાવ રહે છે. વ્રતાદિથી અશુભ પ્રકૃતિ દૂર થાય છે, વ્રતનો સાચો મહિમા ન સમજે તે પુણ્ય પ્રકૃતિ મેળવવામાં લોભાય છે. વ્રતાદિ લઈને પરિગ્રહ કે વ્યવસાય ઘટે નહિ. અને ધર્મના પ્રતાપે વધશે તેવી આશા સેવે તો સંસારભાવ દૂર કેવી રીતે થાય ? નામકર્મની શ્રેષ્ઠ પ્રકૃતિ : ન તીર્થંકર નામકર્મ : જે શુભકર્મના ઉદયથી તીર્થંકરપદ મળે તે પ્રકૃતિને તીર્થંકરનામ કર્મ કહે છે. તે જીવ કેવળજ્ઞાની હોય છે. આ પ્રકૃતિ સાથે અતિશય પુણ્યનો યોગ હોવાથી કેટલાક પ્રભાવિકયોગો અને રિદ્ધિ સ્વરૂપ અવલોકન ૧૯૯ Page #201 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. છતાં આ આત્માઓ તેનાથી નિર્લેપ હોય છે. દિવ્યવાણી દ્વારા જગતનું કલ્યાણ કરે છે. માનવો, દેવો, ઈન્દ્રો સૌ તેમની પૂજા કરે છે. પુણ્યાતિશયોનું સહજ પ્રગટપણું છે. તીર્થંકર નામકર્મની પ્રકૃતિનો બંધ સમકિત પ્રગટયા પછી જ થાય છે. જ્ઞાન દર્શનાવરણનો ક્ષયોપશમ થયે સામાન્ય શુદ્ધિ રહે. પૂર્ણજ્ઞાન પ્રગટે જ કૃતકૃત્ય એવા તીર્થકર નામકર્મના ઉદય થાય છે. સમક્તિ પ્રગટયા પછી આ નામકર્મધારી આત્મા ઉત્તરોત્તર આગળ વધે છે. આવા નામકર્મની પ્રાપ્તિ માટે રાત્રિદિવસ સમ્યગુ રીતે યોગોની વર્તના હોવી જોઈએ. પોતાના આત્માની શક્તિ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. તેમાં મુનિદશાનું આરાધન પૂર્વની પ્રબળપણે હોય છે. તીર્થકર નામકર્મ અત્યંતપણે જગતના જીવોની કલ્યાણની ભાવનાથી પ્રગટે છે, તેથી આ પ્રકૃતિની નિકાચના કરે છે. તે આત્મા તેને અનુરૂપ પ્રક્રિયામાં રહે છે. તેને યોગ્ય વ્રતાદિ સંયમ અને ભાવનાનો સમન્વય કરે છે. તીર્થંકરપદ ધારણ કરીને તે મહાન આત્માઓ જગતના કલ્યાણની ભાવનાએ તીર્થની એટલે શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વી એવા ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરે છે. તેમની પ્રથમ દેશનાને યોગ્ય ગણધર હોય છે. ગણધર શ્રુતમાર્ગની પ્રરૂપણા કરે છે. તીર્થંકરદેવની દિવ્યવાણીની ગુંથના કરે છે. તીર્થંકર પદ અતિશુદ્ધ વૈરાગ્યમય હોવા છતાં રિદ્ધિ સિદ્ધિયુક્ત હોય છે. તેના વિતરાગત્વનો સ્પર્શ થવો જોઈએ. તેનો સ્પર્શ ન થાય તો જીવો તેમની પૂજાદિ કરતાં તેમના બાહ્યરૂપને વળગી મોહિત થાય. અને ધનાદિ સંપત્તિને મેળવવા ઉપાસના કરે. વીતરાગ પ્રભુની પૂજના વીતરાગત્વ માટે જ હોય. તે જ સીધો મુક્તિનો માર્ગ છે. તે માટે પ્રથમ સમક્તિ પ્રાપ્તિને અગ્રિમતા આપી. જેથી ધર્મક્રિયા કરતાં કોઈ વક્ર માર્ગે ચઢી ન જવાય. દેવ ગુરુની મમતા કે તત્ત્વની શંકામાં પડે તોયે જીવ સમકિત મોહનીયમાં જતો રહે. દેવગુરુ ભૂલેલા જીવને માર્ગ બતાવે. પ્રત્યક્ષ ધર્મ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધનામાં છે. આ ક્ષેત્રે પ્રત્યક્ષ તીર્થકર દેવનો યોગ નથી. તેથી તીર્થનો મહિમા આપ્યો. તીર્થમાં જઈએ અને તીર્થકર દેવનો સંબંધ કે સ્પર્શ ન થાય અને કેવળ બાહ્ય ક્રિયામાં પડીએ તો ફરીને આટલોયે યોગ પ્રાપ્ત ન થાય. ૨૦૦ સ્વરૂપ અવલોકન Page #202 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે જીવો સમવસરણમાં જઈને પણ ધર્મ પામ્યા નથી. બોધ : જગત આજે પોતાનાં કર્મોના અશુભ પરિણામોથી ભાગી છૂટવા પ્રયત્ન કરે છે. તેને જ્ઞાન માને છે. શરીરનું બળ વધારવા, વધુ જીવવા માટે ઔષધોનાં સંશોધનો થાય છે. મહા હિંસા વડે આ વસ્તુઓ શોધાય છે. તે જ્ઞાન કહેવાય કે અજ્ઞાન ? મતિજ્ઞાનની તરતમતા ખરી પણ તેને જ્ઞાનીઓએ કુમતિ કહી. જે જ્ઞાન વડે અન્ય જીવો દુ:ખ પામે તે શ્રુત હોઈ ન શકે, કુશ્રુત હોઈ શકે. ન ત્રસકાયમાં મનુષ્યદેહે આત્મા મુક્તિ સાધી શકે છે. તેમ ન બને તો ત્રસપણાનો શો ઉપયોગ છે ? સ્વતંત્ર રહી પરમપદ આરાધવા માટે સંજ્ઞીપણું છે. સંસારમાં ત્રસનામકર્મની ઉપયોગિતા છે. જેમ સાધન સારા તેમ મોહનીય વધુ જોર કરે અને પરવસ્તુમાં પોતાપણાનો ભાવ રાખી ભોગવૃત્તિમાં પડી જાય તો તે સુખાભાસ, અંતે તો દુઃખરૂપ જ નીવડવાના. તેથી ધર્મજીવ માટે ત્રણે યોગનો સંયમ અને ત્યાગ તથા નિરોધ બતાવ્યા. સાથે તપ સ્વાધ્યાય બતાવ્યા. કોઈપણ કર્મ તેની પ્રકૃતિ સાથે જ ઉદયમાં આવે. વિભાવ પરિણામથી આત્મા તેનો કર્તા થઈને રહે છે, અને બીજા વિપરીત રસો ભળવાથી કર્મની પરંપરા સરજાય છે. અને જીવ સંસારી જ રહે છે. ખરેખર તો આત્માનું સ્થાન સંસાર નથી પણ સિદ્ધાચલ છે. અને ત્યાં પહોંચવા માટે માનવદેહ મળ્યો છે. આ કાળે શુદ્ધ મતિ-શ્રુતજ્ઞાનને આરાધે તો સુખ પામે અને ભય વગેરે મંદ પડે. સામાન્ય રીતે દરેક જીવ કંઈને કંઈ ભયમાં જીવે છે. મનવાળા સંજ્ઞી જીવો ભયને શબ્દ દ્વારા વ્યકત કરે છે, તેના પર વિચાર કરી શકે છે તેનામાં મતિ-શ્રુતનો ઉપયોગ છે. અસંશી જીવો સંજ્ઞાથી પોતાનું રક્ષણ શોધી લે છે. પણ સમકિતી આત્મા ચેતનનો અવિનાશી ગુણ જાણે છે તેથી ભય પામી મૂંઝાતો નથી. ભય પામવાનું મૂળ કારણ જ દૂર કરે છે. અને કદાચ શંકા થાય તો ય તે ગુણરૂપ હોય છે. શંકા દ્વારા દોષનું નિરીક્ષણ કરે છે. મિથ્યાત્વી શંકા કરીને દોષમાં પડે છે. જેમકે દોરડીને સર્પ ગણે, પછી ખબર પડે તો ય એમજ વિચારે કે સર્પ હોત અને પગ પડયો હોત તો શું થાત ? સમક્તિી એમ વિચારે દોરડીમાં સર્પની શંકા થઈ તે ખોટી હતી. ધર્મક્રિયા એ દોડધામ માટે નથી. જીવના અધ્યવસાયોના પરિવર્તન સ્વરૂપ અવલોકન ૨૦૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ માટે ક્રિયા છે. કર્મક્રિયાથી પર થવું તે ધર્મ છે. કર્મની હેરફેર જ થયા કરે અને નવી આકાંક્ષાઓ વધે તે ધર્મ નથી. આત્મા અક્રિયાવાન છે. પણ વિભાવદશા તેની પાસે કેટલી ક્રિયા કરાવે છે? શ્વાસોશ્વાસ ચાલે છે ત્યાં સુધી ક્રિયા રહેવાની. સંસારી જીવે અશુભ ક્રિયાનો ક્રમ તોડવાનો છે. જ્ઞાનીના યોગો અને આત્મપ્રદેશો અત્યંત સ્થિર હોવાથી ક્રિયા કર્મરૂપ થતી નથી. એક શરીર સારું રાખવા જીવ કેટલી ચિંતા કરે છે છતાં તે રહેતું નથી. કેટલાક વ્રત, તપ કરી શરીર ગાળી નાંખે. જે શરીર મળે તે આત્મહિત માટે છે, તેમાં વૃત્તિનો ફેરફાર કરવાનો છે. ઉદયકર્મથી છૂટવાની રીતિ શોધવી. કોઈપણ પ્રકૃતિબંધ આત્મલાભકારી નથી, પ્રકૃતિનો અસંગ કલ્યાણરૂપ છે. સત્તામાં પડેલાં કર્મો અગિયાર ગુણસ્થાન સુધી ભયરૂપ છે. જીવ આઠમેથી ઊર્ધ્વશ્રેણિએ ચઢયો તો ઘાતી પ્રકૃતિઓ વિખરાઈ જવા માંડે છે, અને બાર, તેર ગુણસ્થાને પહોંચી કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. ચૌદમું ગુણસ્થાન પ્રગટ થઈ આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધદશા પ્રાપ્ત કરે છે. શરીર પ્રાપ્તિ જડતારૂપ છે. વાણી વડે રાચીએ છીએ તે વાણી જડ છે. વિચાર તેનાથી પણ વેગવાન છે. શરીરથી કે વચનથી ન ભોગવે તેટલું જીવ વિચાર વડે ભોગવે છે. વિચારમાં કંઈ લાજ નહિ કે દાઝ નહિ પણ કર્મવર્ગણા એવી વિચિત્ર છે કે વિચારથી જ ચોંટી પડે છે. માટે વિચારવાન જીવે પ્રકૃતિનું સંશોધન કરવાનું છે. કર્મવિપાકના ઉદયકાળે જીવે જાગૃત રહેવાનું છે. તો ચપળતા, ભય વગેરે ઓછા થાય. કર્મપ્રકૃતિ અનંત અને જીવના વિકલ્પો, ક્રિયાઓ અનંત, તે સર્વનિયમબદ્ધ થાય તો ક્રિયા સપ્રમાણ થાય કેવળ પુગલોનું ગ્રહણ થવું તે જડતા છે. તીર્થકરને અતિશય પુણ્યબળે શરીરના એક હજારને આઠ લક્ષણ હોય છે. સામાન્ય પૂર્ણ અવયવવાળા શરીરને બત્રીસ લક્ષણવાળો કહેવામાં આવે છે. તે નામકર્મની પ્રકૃતિ છે. જ્ઞાન વડે આ પ્રકૃતિનો સદુપયોગ થાય. બંધન અને મુક્તિ માટે જીવ સ્વતંત્ર છે. આત્માનું જ્ઞાન હાલ અદેશ્ય થયું છે તે કેમ પ્રગટે ? દેહના સાધન વડે, મનાદિયોગ વડે સંયમ સાધી જ્ઞાનગુણ પ્રગટ કરવાનો છે. દેહમાં પુરાયેલા આત્માને અજ્ઞાનવશ સ્પૃહાઓ થાય છે. આત્મા સર્વથી પર હોવા છતાં કેમ બંધાયો ? પ્રતિક્રમણ જેવી ક્રિયા કરી પાપથી મુક્ત કેમ ન થયો? બાહ્ય ક્રિયાની આશાતનાનો ભય ૨૦૨ સ્વરૂપ અવલોકન Page #204 -------------------------------------------------------------------------- ________________ સેવે પણ પરિણતિની શુદ્ધિ ન કરે, ત્યાં સુધી આત્માની આશાતના ઊભી જ રહેવાની છે. ધર્મસ્થાનોમાં ચિત્ત કલેશ અને કષાયો સેવે, ક્રિયાના વિધિ-નિષેધમાં રહી સંઘર્ષ કરે તો તે આશાતના જ છે. જ્ઞાનનું પ્રથમ સાધન આત્મા જ છે તેની વિસ્મૃતિ તે આશાતના છે. આત્માનો સ્વભાવ સક્રિય છે. છતાં મનુષ્ય કંઈ કરી લેવાની કેવી દોડધામ કરે છે? ભોગની ક્રિયા મૂકીને ત્યાગ કરી લેવાની વૃત્તિ સેવે છે. યોગો સ્થિર કરવા તે ક્રિયા છે. શુભક્રિયા કરીને પણ તે છોડવાની છે. શુભક્રિયાને અંતે નિમિત્તથી થતી શુદ્ધ આત્મભાવના મુક્તિ છે. બાહ્યક્રિયા કયારેય પૂરી ન થાય તો તેમાં આડંબર આવે. ક્રિયા અંતરને ભીંજવે ત્યારે તે ધર્મરૂપ બને. આત્મધ્યાન તે અંતિમ ક્રિયા છે. તીર્થકર ગણધરાદિના સુસ્વરાદિ ત્રસનામકર્મ આત્મહિત માટે છે. અપ્રતિબદ્ધરૂપ હોય છે તેમના વચનથી પુરુષાર્થ જાગે છે. સમકિત સાથેના આવા નામકર્મજ ઉપકારક છે. નહીં તો શુભ હોવા છતાં પ્રતિબંધવાળા બને છે. કોઈપણ કર્મ એવું નથી જે કેવળ શુભ જ હોય. શુભાશુભ એ કર્મની પ્રકૃતિ છે. તેથી સમગ્રપણે કર્મથી મુક્ત થવાનું ધ્યેય રાખવું. શુભ બંધ તપ સંયમાદિ વડે થયો હોય તો છૂટવાનું બળ રહે છે. નિયાણાપૂર્વકનાં તપ નિષ્ફળ જાય છે. પંચમકાળમાં શું કરીએ તેમ વિચારવું તે હીનપુરુષાર્થ છે. ચોથા આરે પણ નથી થયું તે આજની દશા દર્શાવે છે. શુભના ઉદય સમયે જીવ શુભ કરતો રહે તો શુભયોગ મળતાં તેને હેયપણે જોતાં તેમાંથી મુક્ત થાય છે. ઈદ્રિયોના શુભ યોગ તો જીવને ભ્રમ કરાવે છે. હરણ મોરલીના અવાજે મૃત્યુ મેળવે છે. કસ્તુરી મૃગ સુગંધ મેળવીને શિકારીનો ભોગ બને છે. જો કે સિંહ વગેરે તે ગંધથી દૂર જતા રહે છે. છતાં આ સુસ્વર કે સુગંધ જેવા લક્ષણ મોહને આધીન થઈને મેળવેલા હોવાથી આવી ગતિમાં પ્રાપ્ત થાય છે અને દુઃખદાયક નીવડે છે. મનુષ્ય આજે વિવેક ચૂકી સુસ્વરનો રાગરાગિણી દ્વારા લોકમાં સારું લગાડવા લોકને આકર્ષવા તેનો ઉપયોગ કરી આવું કર્મ ઉપાર્જન કરે છે. - ઋષિમુનિ, સંતોને આવા શુભ ઉદય હોવા છતાં તેના વડે પ્રતિબંધ થતો જાણી તેને પ્રગટ કરતા નથી. ધર્મમાં ભ્રમ ઉત્પન્ન કરી કર્મને નોતરવા જેવું કરીને લોકો ધર્મપૂજામાં પણ લોક આકર્ષિત એવા રાગરાગિણી નૃત્ય સ્વરૂપ અવલોકન ૨૦૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ વગેરે યોજે છે. આ ઈદ્રિયજન્ય પ્રિયતા છે. તેના વડે થાય કર્મ અને માને ધર્મ. આવી ભુલ ભુલામણી ચાલી રહી છે. જેની પૂજા કરી ગુણગાન ગાઈ કર્મ હળવાં કરવાનાં છે, તે જ સ્થાનમાં જીવ વિવેક ભૂલી જાય છે. રાત્રિ એ એકાંતમાં જિનભાવમાં લીન થવાને બદલે એ સ્થાનોને વાજિંત્રના નાદથી ધમધમાવે છે. મોહનીયને મંદ કરવાને બદલે મોહમાં પડે છે. નામકર્મની પ્રકૃતિનો હેતુ કેવળ આત્મલક્ષે શુભપરિણામ જાણવો. જો તે ઈદ્રિય-જન્ય હશે તો ઈદ્રિયસુખ મેળવીને પણ દુઃખ જ ઊભું થશે. શરીર મુક્તિનું સાધન બને તે ધ્યેય ન ચૂકવું. કોઈનો સુસ્વર જોઈ જીવને એમ થાય કે મને આવો કંઠ મળે તો કેવું સારું? લોકોમાં સારું લાગે. આમ જીવ મોહમાં પડે છે. સંસારમાં રહે તો શ્રાવક મુમુક્ષુ સાધુતાનું લક્ષ રાખે તો ચારિત્ર આવરણ-કષાય મંદ રહે. અને ક્રમે કરી કર્મ મોળાં પડી જઈ આત્માર્થ પ્રગટ થતો રહે. મોહનીયકર્મના જોરે થોડી શિથિલતા આવે તો પણ ત્રણે યોગ જોર કરી ન જાય. એકાદ યોગને આવરણ આવે અને બીજા યોગમાં સાવધાની રહે. સંસારી જીવને શરીર સારું રહે અને મળે તેવી વાસના રહ્યા કરે, વાણીનો વિલાસ ચાલ્યા કરે. માનસિક વૃત્તિઓ તો અસંખ્ય ઊઠે. શ્રાવકને મન-અંતરમાં આવા વિકાર ઊઠે ત્યારે સમાવવાની તાકાત કેળવવાની છે. સાધુમાં પ્રાયઃ હોય. વ્રત નિયમ સંયમ વગેરે બાહ્યાચાર શ્રાવકને રક્ષણરૂપ છે. તપેલા લોઢાને જેમ ઘાટ આપવો હોય તેમ આપી શકાય, તેમ વ્રતાદિથી શુદ્ધ થયેલા શ્રાવકને સાધુતા સહજ બને છે. શરીરને વિકૃત આહારથી બચાવવું જોઈએ. વાણીનો મર્યાદિત સત્ય અને મિત ઉપયોગ કરવો. મનની વિશુદ્ધિ કેળવવી. આ ત્રણે યોગના વિકારોથી બચવું દુષ્કર છે. છતાં યૂલિભદ્રનો ઉત્તમ આદર્શ આપણને મળેલો છે. જે કોશાને ત્યાં બાર વર્ષ સુધી સર્વ પ્રકારના ભોગ ભોગવ્યા છે તે કોશાને ત્યાં સ્થૂલિભદ્ર ચાતુર્માસ રહે છે. ગુરુકૃપાએ ત્રણે યોગની શુદ્ધિ કેવી પ્રખર છે. કોશાએ તેમને રીઝવવા શું નહીં કર્યું હોય? છતાં સ્થૂલિભદ્રના એક રોમમાં કિંચિતમાત્ર ભોગનો રોગ પ્રવેશ પામી ન શકયો. ભૂતકાળનું એક સ્મરણ ઉપસી ના આવ્યું. કેવળ આત્મભાવની શુદ્ધતા, પરમ વૈરાગ્યદશાનો આવિર્ભાવ ત્યાં પ્રગટ થયો. આવા પવિત્ર આત્માની ૨૦૪ સ્વરૂપ અવલોકન Page #206 -------------------------------------------------------------------------- ________________ નિશ્રામાં કોશા વેશ્યા મટી શ્રાવિકા બની. જ્ઞાનગુરુએ સ્થૂલિભદ્રને બિરદાવ્યા અને તેમના સંયમને “દુષ્કર દુષ્કર” કહ્યું. બીજા શિષ્યો આ રહસ્ય સમજી ન શકયા. અજ્ઞાનવશ સ્પર્ધા, ઈર્ષા જામી અને ગુરુજી પાસે આદેશ માંગી એક શિષ્ય કોશાને ત્યાં ઉપડયા. કોશા તો હવે શુદ્ધ શ્રાવિકા હતી. સાધુના પગલાથી જ પ્રયોજન પામી ગઈ. અને સાધુ જે ગુમાનથી આવ્યા હતા તે તો કોશાની સામે કેવળ જોવાથી જ સરી પડ્યું અને ભોગની વાસના બળ ક્રી ગઈ. કોશાના વિચક્ષણ બોધ દ્વારા સાધુ ઊગરી ગયા. સાધુ પાસે બાહ્ય સંયમ હતો. અને બોધ મળતાં પાછો ભાવ સંયમને સંભાળી લીધો. આમ મોહનીય ભૂલથાવ આપી દે છે. મોહનીયની બળવત્તરતા કેવી છે? સ્થૂલિભદ્રએ દુષ્કર કાર્ય કર્યું, અને જ્ઞાન આગળ કુતૂહલવશ ઝૂકી ગયા. સિંહનું રૂપ ધરી બેઠા બે પાંચ મિનિટનું આવું કુતૂહલ જ્ઞાનને અંતરાયરૂપ થયું. સત્તામાં પડેલાં કર્મો આત્મ જાગૃતિની જરા જેવી અસાવધાનીથી ઉદયમાં આવી જીવને પાછો ધકેલી દે છે. માટે જયાં સુધી પૂર્ણજ્ઞાનદશા, શુદ્ધિ પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાની ગુરુનું શરણ જ તારણ છે. ગોત્રકર્મ આ કર્મના ઉચ્ચ અને નીચે એમ બે ભેદ છે. આ કર્મ સાતમું છે. ગોત્ર કર્મ કુંભારના કાર્ય જેવું છે. કુંભાર ઘડા, કલશ જેવાં પાત્રો બનાવે કોઈ પાત્રમાં મદિરા ભરાય તેવા અને કોઈ પાત્ર ચંદન, અક્ષત જેવા ઉત્તમ પદાર્થો ભરાય તેવા બનાવે. તે પ્રમાણે જીવ ઉચ્ચ ગોત્રનું કે નીચ ગોત્રનું કર્મ બાંધે છે. જે કર્મના ઉદયથી જીવ નિર્ધન, કુરૂપવાળો, કુસંસ્કારકુળમાં જન્મે તે નીચ ગોત્ર કહેવાય. જે કર્મના ઉદયથી જીવ ધનવાન, રૂપવાન, ઉચ્ચ સંસ્કારવાળા કુળમાં જન્મે તે ઉચ્ચગોત્ર કહેવાય. છતાં સંયમ જેવા ધર્મની પ્રાપ્તિ થતાં ગોત્રકર્મ ગૌણ બને છે. ઉચ્ચ ગોત્ર પામવાનો હેતુ ધર્મને ઉપયોગી એવા સાધન સંપત્તિની પ્રાપ્તિ હોય. ઉચ્ચ ગોવાળો સંપત્તિ મળે બાહ્ય સુખભોગમાં પડે તો મિથ્યાત્વમાં જાય અને ઉચ્ચગોત્ર મેળવીને પણ કંઈ સાર્થક ન થાય. ઉચ્ચ ગોત્ર પામનારને બાહ્ય સાધન સંપત્તિ હોય છે પણ તે નિરહંકારી હોય છે. વિષયાનંદી સ્વરૂપ અવલોકન ૨૦૫ - Page #207 -------------------------------------------------------------------------- ________________ હોતો નથી. તેનું અંતરંગ મુક્તિ માર્ગ પ્રત્યે વળેલું હોય છે. ઉચ્ચગોત્રનો અહંકાર નીચગોત્રના કર્મ તરફ ખેંચી જાય છે. ઉચ્ચ ગોત્ર એ જોખમદારીનું સાધન છે. અજ્ઞાન આવ્યું કે ગોત્રનો અહંકાર પ્રદીપ્ત થાય છે. ઉચ્ચગોત્ર પામી મિથ્યાત્વી પુણ્યપ્રાપ્તિની ઘણી ક્રિયા કરે છે. પરંતુ મૂળમાર્ગે આગળ વધાતું નથી. સાધન સંપત્તિ વડે ઉચ્ચ ગોત્રી કહેવાય નહીં. સંસ્કારનો ઉચ્ચગોત્ર સાથે સંબંધ છે. જાતિ પ્રમાણે ઉચ્ચતા આપવી તે કૃત્રિમ છે. તેમાંથી અસ્પૃશ્યતા જેવા પ્રશ્નો ઉપસ્થિત થયા, આજે તેના માટે મંદિર પ્રવેશ વગેરેનો ઉપાય છે તે અપૂર્ણ છે. તેમાં જાતિભેદ અને જાતિમદ વધ્યા. ધર્મનો અધિકારી ઉચ્ચગોત્રવાળો થાય તે એકાંત છે. ઉચ્ચગુણવાળો ઉચગોત્રી છે. ઉચગોત્ર મળે અને સંસ્કારશુદ્ધિ કરે તો તે ધર્મનો અધિકારી છે. કર્મશત્રુને જીતવા ઘણા સામર્થ્યની જરૂર હોવાથી તે માટે ક્ષત્રિયકુળને ઉચ્ચતા આપી. જૈનધર્મના તીર્થકરોનો જન્મ ક્ષત્રિયકુળમાં થાય છે. જ્ઞાનારાધનમાં બ્રાહ્મણને ઉચ્ચસ્થાન મળ્યું છે, તે ભક્ષાવૃત્તિને કારણે નીચું કુળ ગયું છે. છતાં તે કુળમાં આત્મજ્ઞાન દ્વારા ઉચ્ચ આત્માઓએ ઉત્તમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેન એ કોઈ જાતિ નથી. શુદ્ધકર્મ માર્ગનું સ્થાન છે. બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ સમાઈ ગયો, જનસમુદાય જ્ઞાનનો શુદ્ધમાર્ગ છોડી ક્રિયામાર્ગમાં પ્રવૃત્ત થયો. એવા પ્રવૃત્તિશીલ ધર્મમાં જેન આચાર્યોએ ખૂબ ફાળો આપ્યો છે, તેમાં જૈનશાસનનું હિત મનાયું. પાછળથી જૈનધર્મને એક જાતિના કુંડાળામાં આવરી લીધો. ઉત્તમ કુળનું મૂલ્ય ધર્મ આરાધન અર્થે જ છે. તેને બદલે દાનાદિથી માનને અર્થે થાય તો તે અજ્ઞાન છે. ઉત્તમ સંસ્કારમય પુરુષાર્થ જ આત્માનું ઉત્થાન કરે છે, તે ઉચ્ચકુળવાળો જ કરી શકે અને નીચ કુળવાળો ન જ કરી શકે તેવો એકાંત નથી. ઉચ્ચકુળ માન-મદ માટે ઉચ્ચ કહેવાયું નથી. ધર્મ પામવાનું તે એક નિમિત્ત છે. ખાસ કરીને જૈન અને બ્રાહ્મણ પોતાના કુળને ઉત્તમ માને છે. કોઈ જાતિએ કે વ્યક્તિએ કોઈને ઊંચા નીચા માનવા તે દોષ છે. ધર્મ, વિવેક અને સંસ્કાર વડે ઉચ્ચ ગોત્રનું મૂલ્યાંકન થાય. ઉંચ ગોત્ર મળવા છતાં કુળમદથી મરીચિ કરોડો વર્ષ સંસારમાં ભમ્યો. આજે સંત સંન્યાસી સૌ માનના મદમાં પડયા છે. આઠે પ્રકારના મદ ત્યાજય છે. મદ નશા જેવો છે. એકવાર માન સત્કારની ૨૦૬ સ્વરૂપ અવલોકન Page #208 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષા થઈ કે તેમાં રસ આવે છે. અને ઉચ્ચકુળના સાધન વડે ધર્મ પામવાને બદલે જીવ કર્મ બાંધે છે. આ કાળે શુદ્ધધર્મની આરાધના ન થઈ શકે તેવા ખ્યાલથી પુણ્યકર્મની પ્રધાનતા વધી ગઈ છે. શુદ્ધધર્મ કેવળ સ્વરૂપ-રમણતા છે તે શાસ્ત્રનો અલંકાર હોય તેવું જણાય છે. પૂર્વે હીન આરાધના કરી હોય તેથી આ કાળે પણ તેવા સંયોગો મળે. સત્યધર્મની ભ્રાંતિ સેવાય અને મિથ્યાધર્મની ઉપાસના થાય. ધર્મક્રિયા એ સાધન છે. તેમાં જ્ઞાનની પ્રધાનતા જોઈએ. ધર્મ પ્રચાર સંત-સાધુઓનું કર્તવ્ય છે. રાજા, શ્રાવક કે અન્ય ધર્મપ્રચાર કરી ન શકે. ધર્મ ત્યાગ અને સંયમમૂલક છે. જેમની પાસે ત્યાગ સંયમનો અનુભવ છે તે તેનો પ્રચાર કરી શકે. સંત જે કાર્ય જ્ઞાન વડે કરે તે રાજા કંઈક અંશે સત્તા દ્વારા કરી શકે. જેમ કે હિંસાનો પ્રતિબંધ કરવો. રાજયાધિકાર સંત-ઋષિધર્મનો પોષક નથી. સાધુઓને તેમાં ઘણું સહન કરવું પડે છે. મરણાંત ઉપસર્ગ સહન કરવા પડયા હતા. પ્રાચીનકાળમાં આચાર્યોએ રાજયના સહકાર વડે ધર્મપ્રવર્તન કર્યું હતું. અહિંસા જેવા ધર્મને રાજાઓ સ્વીકારતા અને જનતાને તે માર્ગે વાળતા. આવું ઉપકારી કાર્ય કરવા આચાર્યો રાજાઓ સાથે સંપર્કમાં રહેતા. હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજાની સહાય વડે જૈનધર્મની ઉત્તમ રક્ષા કરી. જૈનશાસન તથારૂપ પણે ટકાવી રાખ્યું હતું. શાસન અને શાસક તે લૌકિક હેતુ નથી. બંને આગમ અનુસાર હોય છે. શાસન જ્ઞાનરૂપ છે. શાસક જ્ઞાનને ધારણ કરનાર હોય છે. સ્વસ્વરૂપના જ્ઞાતા તીર્થંકર-જિનવરોએ જિનશાસન પ્રવર્તાવ્યું છે. તે જિનવરોની સાચી ભક્તિ ક્ષાયિક સમકિતી કરે છે. માર્ગાનુસારી કે સમકીતી તેમાં પ્રવેશ કરી શકે છે. ભક્તિ એટલે અમુક સમયની ક્રિયા ન સમજવી. ભક્તિ ભાવે રંગાયેલું ચિત્ત નિર્દોષતા અને સરળતા ગ્રહણ કરે છે. ઢંકાયેલા ગુણોને ભક્તિ પ્રગટ કરે છે. આત્માનો દર્શન ગુણ પ્રગટ થતાં ચારિત્રનો માર્ગ ખુલ્લો થાય છે. કષાય મંદ થાય છે ત્યારે બંધ તો પડે છે પણ તે પુણ્યાનુબંધી પુણ્ય હોવાથી, કર્મના ઉદય સમયે વિવેક હાજર થાય છે. ઉચ્ચ ગોત્રના યોગે સાધનો સારા મળવા છતાં આત્મા સંયમમાર્ગને આરાધવાની રુચિવાળો રહે છે. અને પૂર્વની પવિત્ર આરાધનાનો ઉદય થતાં વિશુદ્ધિ વધતી જાય સ્વરૂપ અવલોકન ૨૦૭ Page #209 -------------------------------------------------------------------------- ________________ છે. કોઈ વિષમ ઉદય હોય તો ધીરજથી, સમતાથી તેને વેદી લે છે. નીચગોત્રના યોગે કોઈ જીવો ક્રોધી લોભી કે માયાવી વલણવાળા હોય છે તે પૂર્વ જન્મના સંસ્કારનું બળ છે. દરેકને પ્રકૃતિ ઉદયમાં આવે છે. તેની સાથે રહેનાર જો તેવા દોષથી વર્તે તો અન્યોન્ય હાનિ થાય છે. ધર્મમાર્ગમાં શ્રદ્ધા હોય છતાં નિશ્ચળતા ન હોય તો ઉદયાધીન થઈ જવાય છે. ઉદયકાળ દરેકને માટે સ્વાધીન સમય છે. સમતા રાખી સમય પસાર કરવાથી સંબંધોમાં પવિત્રતા આવે છે. શરીર સુખ સૌ ઈચ્છે છે પરંતુ તે જેનાથી પ્રાપ્ત થાય તેવા દયા અને અહિંસાના તત્ત્વને જીવ સમજપૂર્વક આચરતો નથી. પોતાના સુખ માટે તે અન્ય જીવોના દુઃખનો વિચાર કરતો નથી. આથી શરીરસુખ પામી શકતો નથી. દાન કરીને ધન પામે પણ અહિંસા જેવા આચારથી શરીર સુખ મળે, અને શરીરને મુક્તિનું સાધન માને તો કાયમ માટે શરીર ધારણની પીડામાંથી મુક્ત થાય. મનાદિ યોગ શુભપણે હોય તો શુભકાર્ય થાય, અને અશુભ ઉદયમાં આવે ત્યારે તો શુભભાવ ટકાવવો અઘરો પડે છે. માટે અસત્કર્મને દબાવી સત્ને વિકાસવવું. કર્મ કઠિન છે તેમ માની નિર્બળ ન થવું, તેની સામે પુરુષાર્થને કામે લગાડવો. કર્મને એકેન્દ્રિયથી માંડી સર્વ જીવો ભોગવે છે. તેમાં સુખ અને દુઃખની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. કોયલનો કંઠ મીઠો લાગે પણ તિર્યંચપણું દુઃખરૂપ લાગે. પતંગિયાંના રંગરૂપ આંખને ગમે પણ તે જીવન દુઃખરૂપ લાગે. છતાં જીવ કેમ આવો નીડર થઈને વર્તે છે. કેમ દયાદિને વિસારીને જીવે છે ? અનુકૂળતાએ સુખ અને પ્રતિકૂળતાએ દુઃખ એવી સમજ સુખદુઃખથી ઉપર ન લઈ જાય. તીર્થંકર જેવા ચરમશરીરીને રાજ્ય હતાં. સુખનાં સાધનો હતાં. દેવો સહાયક હતા. છતાં સુખદુઃખની સમજમાં ભેદ હતો. અવ્યાબાધ સુખ એજ સત્ય હતું. વધારે સાવધાન થઈ પૂર્વકર્મને ખપાવી દેતા. સુંદર અને સુદૃઢ શરીર મળવા છતાં તેનાથી ઉપસર્ગો સહીને, નિર્વાણનું કાર્ય સાધી લીધું. નિર્વાણનું સ્થાન એવું જૈનદર્શન પામી હજી જીવને રખડવાનું કેમ બને ? જૈનકુળમાં જૈન કહેવડાવવાની વૃત્તિએ જીવે અંતરાય ઊભો કર્યો છે. તે દૂર કરવા ઉત્તરોત્તર શુભભાવને સેવી સર્વ ભાવથી મુક્ત ૨૦૮ સ્વરૂપ અવલોકન Page #210 -------------------------------------------------------------------------- ________________ થવાનું છે. એવા ઉત્તમ આચારવાળા ગૃહસ્થો સાધુ સમાન ગણાતા. તેમનું જીવન મૂક ઉપદેશ આપી જતું. ભોગનાં સાધન છતાં સંયમ, સંતોષનું જીવનમાં પ્રાધાન્ય હતું. તેમનું જીવન અન્યને માટે પ્રેરણારૂપ બનતું. ધર્મી કહેવડાવવાનો મોહ છૂટે સાચું ધર્મપણું પ્રગટે. આત્મા મોહવશ થાય છે. ત્યારે વેદનીયાદિ અઘાતી કર્મપ્રકૃતિ ઘાતીકર્મ જેવી ગાઢ બંધાય છે. આથી નામ ગોત્ર કે વેદનીય કર્મથી ઘેરાઈ જાય છે. અશુભ પ્રકૃતિને સુધારવાનું જીવનું સામર્થ્ય છે. પરંતુ આત્મા કર્મવશ પડયો કે ઉદયકાળે વિવેક રહેતો નથી. ધીરજ રહેતી નથી જેવું કર્મ તેવી સામે પ્રતિક્રિયા કરી, કર્મને વધુ અશુભ કરે છે. સહન તો કરે છે, કર્મ તો ભોગવે છે પણ વિવેક ચૂકી જવાથી વધુ દુ:ખનું ભાજન બને છે. મુક્તિની ઈચ્છા શબ્દ સુધી હોવાથી પુરુષાર્થ થતો નથી. રોગાદિ, ભોગાદિ કે કષાયાદિના ઉદય સમયે તેનાથી ભાગી છૂટવા ગમે તેવા પ્રકારો યોજી છૂટવાને બદલે બંધાય છે. એની એને સમજ નથી. એટલે ધર્મની ક્રિયા કરે પણ જ્ઞાનને પાછળ મૂકી દે છે. જયારે જ્ઞાનીઓએ એમ કહ્યું કે “પ્રથમ જ્ઞાન પછી ક્રિયા' જીવ અનંતકાળથી અજ્ઞાનવશ શુભાશુભના ઝુલે ઝુલી રહ્યો છે. ક્રિયા કરવાની શક્તિ છે તેવી જ્ઞાન અને ધ્યાનની શક્તિ છે અનાભ્યાસે તેનું વિસ્મરણ થયું છે. ક્રિયા ન નુિં દુઃખ માને પણ અજ્ઞાનનું દુઃખ ન માને. આ પંચમકાળ છે દુઃષમકાળ છે, જીવને જાગ્રત રહેવા અને અધોગતિમાં જતાં ચેતાવવા માટે જ્ઞાનીઓએ ઉપદેશ આપ્યો છે. મોહાંધ થઈ જીવ પુરુષાર્થ જ ન કરે તો ચોથા કાળે રખડયો તેમ હજી રખડવાનું રહેશે. મહા ધુરંધર હેમચંદ્રાચાર્ય આ કાળે કલિકાલસર્વજ્ઞ કહેવાયા. તેમણે પંચમકાળે કાર્યસિદ્ધ કર્યું. કુમારપાળને જૈનધર્મ પમાડી મુક્તિનું રહસ્ય આપ્યું. તેમ કરવામાં તેમણે તે કાળના પરિબળે કેટલાંક વ્યવહારકાર્યો કરવાં પડયાં. અને જૈન શાસનના તત્ત્વને ટકાવી રાખ્યું. આજે તેવા સમર્થ આચાર્યોની શાસનને મોટી ખોટ છે. માનવે મોહમાં પડીને પુણ્ય-સુખ પ્રત્યે રુચિ રાખી છે તેવી મુક્તિ પ્રત્યે કેળવી નથી. મોક્ષ શબ્દથી બોલે પણ એક ક્ષણ માટે મોહસુખ છોડવા તૈયાર નથી. તેમાંય કોઈ સ્થળે તો મોહમાં પણ વિકાર મેળવ્યો સ્વરૂપ અવલોકન ૨૦૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ છે. કૃષ્ણ જેવા મહાત્માના નામે પોતાનો સંસાર ફળદ્રુપ કરવા લીલા સ્વરૂપે વિચિત્ર પ્રસંગો યોજવામાં આવે છે. તેનું અનુકરણ કરી પૂજા જેવી વિધિમાં જૈનો વિવેક ચૂકવા લાગ્યા છે. અને રાત્રિએ નાચ, ગાન, રાગ, રાગિણી જેવા પ્રસંગોને ધર્મ માની ધર્મનું સ્વરૂપ બદલી ભ્રમમાં પડે છે. અને ધર્મનો મર્મ પામતા નથી. - વ્રત સાથે જ્ઞાન માટે સ્વાધ્યાય જેવાં અનુષ્ઠાનો આપ્યાં. પણ ધમાધમમાં પડેલા જીવો સ્વાધ્યાય કયારે કરતા હશે. જીવનમાં અનુકૂળતાઓ મળી તેમાં શું સંક્ષેપ કરવો ગમ્યો છે? એક રજમાત્ર ઊભું થાય તે ન ગમે. કાલ કોણે દીઠી છે? આજે ભોગવી લો. થોડું ઘણું પુણ્યકાર્ય કરી લે અને માને કે મહાવિદેહમાં જઈશું. પણ ખબર નથી કે કયાં જશે? મહાવિદેહમાં પણ ચાર ક્ષેત્ર સિવાય બીજે મોક્ષ ઉપલબ્ધ નથી. ત્યાં નિગોદથી માંડી દરેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થાય. તું કયાં જઈશ તે ખબર છે? મુક્તિ માટે મહાવિદેહ જવા તેની પૂર્ણ તૈયારી આ ક્ષેત્રે સાધવી પડે. આ જીવનમાં સમ્યગુપણે કરણી થાય તો તેવા પુણ્યક્ષેત્રે ઉત્પન્ન થઈ જીવ મુક્ત થાય. જે ગતિ થવાની હશે તે થશે એમ બેદરકાર થવા જેવું નથી. પરંતુ દેવગુરુના શરણથી નિશ્ચયપૂર્વક સ્વરૂપના લક્ષ્ય દેહ છૂટે તેમ જીવવા જેવું છે. પ્રથમના મિથ્યાત્વ ગુણસ્થાનકે જે કર્મબંધ થાય તેમાં મિથ્યાત્વ, અજ્ઞાન વધતું જાય. ચોથે ગુણસ્થાને કર્મ બંધાય તે શુભ હોય, ત્યાં દેવ ગુરુ ધર્મનો રાગ વર્તે તે શુભ પરિણામ લાવે, તેથી ત્યાં વિવેક હોવો જરૂરી છે. કારણ કે પુણ્ય તે લપસણી ભૂમિ છે, મીઠું વિષ છે, તેનું પરિણામ ભ્રમણ છે. માટે પુણ્યથી બંધાઈ ન જવું. પણ સતત આત્મલક્ષે શુદ્ધતાએ વર્તવું. કોઈ રીતે ગોથું ખાવા જેવું નથી. ધર્માનુરાગ પણ વિવેકસહ જરૂરી છે. પ્રભુ મહાવીર સાક્ષાતપણે બિરાજતા હતા. જમાલી ધર્માનુરાગી હતો છતાં દાહજવર સમયે ધર્મ ભૂલ્યો અને પોતાના મતનો પ્રચાર કર્યો. આથી ધર્મી જીવોએ પૂર્ણતા પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાની અને જ્ઞાનીના વચનના આશ્રયે રહેવા જેવું છે. જમાલી સરળ હતો. પ્રભુનો સાક્ષાત યોગ હતો, તેથી ભૂલ સુધારી કાર્ય સાધી ગયો. પરંતુ જયાં કર્મબંધ નિકાચિત હોય ત્યાં પ્રભુ પણ કર્મ પ્રકૃત્તિ ફેરવી ના શકે. છતાં જીવ ધર્મ પામીને કર્મ ખપાવી, ઊર્ધ્વગતિ પ્રાપ્ત કરવાનું સ્વરૂપ અવલોકન ૨૧૦ Page #212 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્ય પ્રાપ્ત કરી શકે. કદાચ અધોગતિમાં જાય તો તે ગતિમાં સમતાભાવ ટકી રહે. સમતાએ મહાન ધર્મ છે. કોઈ જીવની હીનમતિ કે દોષ જોઈ ગુસ્સે ના થવું, અનુકંપા રાખવી. પ્રભુના પરિવારમાં શિષ્યવૃંદમાં બાળવૃદ્ધ, રંક-રાય સર્વ પ્રકારના જીવો હતા જ્ઞાન પ્રાપ્ત થવા પૂર્વે દોષ પ્રગટ થતાં પ્રભુ જોતા. પરંતુ કરૂણાથી કેવો અદ્દભૂત ઉપાય યોજીને જીવોને મુક્તિનું દાન દેતા? મેઘકુમારે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તે જ રાત્રે સંથારે ખૂબ પ્રતિકૂળતા રહી. સુકુમાર મેઘકુમારની વૃત્તિ શિથિલ થઈ. પ્રભાતે તે પ્રભુ પાસે આવ્યો અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને સંયમ છોડવા સુધીનો ભાવ ઊઠયો. પ્રભુએ તરત જ તેને પૂર્વ જન્મનું સ્મરણ કરાવ્યું કે જંગલમાં દવ લાગ્યો ત્યારે હાથીના ભવમાં ત્રણ દિવસ પગ ઊંચો રાખી પગ નીચે આવેલા સસલાને બચાવવા, કેવું કષ્ટ સહન કર્યું હતું? અને તેવા અભયદાનના પ્રતાપે તું આ જન્મમાં રાજકુમાર થયો, દીક્ષાનો યોગ થયો. મુક્ત થવાની સામગ્રી મળી હવે ક્યાં પાછો વળે છે? આ વૃત્તાંત સાંભળી મેઘકુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. વ્યાકુળતા શમી, આત્મદશા પ્રત્યે વળી ગયો. અંતે મોક્ષગામી થયો. આ મોક્ષ માર્ગ થોડી ધર્મ ક્રિયાથી પ્રાપ્ત થતો નથી. પુરું સામર્થ્ય પ્રગટ કરવું પડે છે. માન મૂકે મોક્ષ અહીં છે : ધર્મી કે ઉપદેશક તરીકે માન આદર સૌને રુચે છે. માન આદર મળવા તે આદેય નામકર્મની પ્રકૃતિ છે. તે પણ સતુ માટે થાય તેવું લક્ષ રાખવું. લોકો સારું કહે તેવો ધર્મ કરી માન મેળવનાર ઘણા છે. ઉત્તમ આદેય નામકર્મ તીર્થકરને હોય છે. તેમની પૂજા કરનાર તરી જાય છે. તેમના શુદ્ધ જ્ઞાનાદિનો પ્રભાવ જ એવો હોય છે કે તિર્યંચ પણ ધર્મ પામે છે. સર્પ “બુઝ' શબ્દથી બોધ પામી દેવ થયો. એ જન્મે મુક્ત થવાની પૂર્ણ સામગ્રી હાદિ ન હોવાથી વચમાં વિરામ લીધો. પણ એ બોધ એવો ગ્રહણ થયો કે મુક્તિ એ જ લક્ષ બની ગયું. મુનિ જેવાને, ઉગ્ર તપસ્વીને પણ કષાયથી તિર્યચપણું મળે છે. કર્મ પ્રકૃતિની વ્યવસ્થામાં બધું નિયમસર ચાલે છે. ઉદયકાળ ગમે તે ક્ષેત્રે તેનો પ્રભાવ પાડે છે. ચોથા આરામાં પણ મુનિઓ કષાયવશ થઈ અધોગતિ પામ્યા છે. માટે જીવે કાળનો ભરોસો સ્વરૂપ અવલોકન ૨૧૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ ન રાખતાં સતત જાગૃત રહેવું. બાળ વૃદ્ધ સૌને આદર ગમે છે. પણ તે પુણ્યથી જ મળે છે, માંગે મળતું નથી. ઉચ્ચકૂળ પામીને સદાચાર, ન્યાય, નીતિ એ ધર્મ માર્ગે જવાનાં પ્રાથમિક પગથિયાં છે પણ ધર્મ તેમાં સમાઈ જતો નથી. સદાચાર, ન્યાય, નીતિ સાથે ધર્મનો મુકાબલો ન થાય. બંનેનાં પરિણામ વિપરીત છે. ખૂન કરનારને ન્યાયાધીશ ન્યાયના ધર્મે ફાંસી આપે, તે ધર્મ નથી જાય છે. અને જ્ઞાની સમતાથી ગુનેગારને પણ બોધ આપે. હિંસામાંથી અહિંસામાં લઈ જાય તે ધર્મ છે. જ્ઞાનીના ન્યાયે આખું જગત જીવોથી ખદબદી રહ્યું છે. એક શ્વાસ લેવામાં હિંસા છે. એ જાણવામાં કયું જ્ઞાન કામ લાગે? માટે સદુપયોગ રાખવો જેથી સૂક્ષમ હિંસાથી સહજ બચી જવાય, એક સત્યને પૂર્ણપણે પાળવાથી તેમાં ચાર વ્રતોનો સમાવેશ થાય છે. કોઈપણ જીવને દુભવવો તે ત્રણે યોગની અસત્ ક્રિયા છે. અસત્ય બોલવું, કહેવું કે વિચારવું તે અસત્ય છે. પરિગ્રહાદિની બુદ્ધિ તે અસત્ય અને ચૌર્ય છે. ક્રિયાનું પુનરાવર્તન એ સંસાર છે. સંસાર ટૂંકો હોય તેની ક્રિયા ઘટતી જાય. કેવળ દેખાવ માટે કે માન મેળવવા ક્રિયા ન થાય. માન મેળવવા થતી ક્રિયા સ્વ-પર હાનિરૂપ છે. બાળક હસી કે રડીને માન મેળવવા ઈચ્છે. યુવાન શક્તિના જોરે માન મેળવે. વૃધ્ધો પોતાની સત્તા દ્વારા માન ઈચ્છે. આમ જુદી જુદી અવસ્થાએ સૌને માન જોઈએ છે. જ્ઞાની કહે છે કે માન મૂક તો મોક્ષ અહીં છે. થોડું જ્ઞાન પ્રાપ્ત થયું કે જ્ઞાની થવાની આકાંક્ષા જન્મે. જ્ઞાનનો ક્ષયોપશમ હોય તો ય તે અપૂર્ણ છે. કેવળજ્ઞાનીનું જ્ઞાન કેટલું? અને આડંબર ખરો? આકાંક્ષા નથી છતાં આયનામકર્મના ઉદયે આદર સહજ પ્રાપ્ત થાય છે. તેમાં સ્વાર કલ્યાણ થાય છે. કોઈને બંધન થતું નથી. ક્ષયોપશમવાળો માન ઈચ્છે, માન મળે, અહીં આપનાર લેનાર બંનેમાં રાગ હોવાથી દષ્ટિરાગ વડે બંધન થાય. વ્યવહાર અને ધર્મ બંનેમાં માનાદિથી જીવે જાગૃત રહેવાનું છે. મનુષ્યપણું દસ દેખાતે દોહલું કહ્યું છે. છતાં મનુષ્ય તો સ્વચ્છંદપણે જીવતો જણાય છે. બંધનપ્રિય આત્માને મનુષ્યની ગતિ ઉત્તમ છે એમ સમજાવ્યું તે પ્રથમ ભૂમિકા છે. એ ગતિ ઉત્તમ હોય કે ગોત્ર ઉંચુ તો ૨૧૨ સ્વરૂપ અવલોકન Page #214 -------------------------------------------------------------------------- ________________ પણ તે ગતિમાં આવરણો દૂર કરી ગતિમુક્ત થવાનું છે. આત્મશક્તિના પૂર્ણ ઉપયોગનો અહીં અવકાશ છે. તે સિવાય કોઈ દુર્લભતા નથી. કર્મને વશ થઈ પાપવૃત્તિ વધારવાની નથી. દ્રવ્યાદિની શુદ્ધિ રાખી રત્નત્રયની આરાધનામાં પ્રયત્નશીલ રહેવું. સુખ સાધનમાં પણ વિરક્તિ આવે સંસાર ટૂંકો થયે મહાન કષ્ટ વેઠે પણ સમ્યજ્ઞાન ન થયું તો નવ ત્રૈવેયક સુધી જઈ પાછો ફરે, ક્રિયાનો વિસામો લઈ સંસારમાં ભમે. ગોત્રકર્મ કરતાં પણ નામકર્મ જીવને મૂંઝવે છે. નામકર્મમાં આદેય નામકર્મ ઘણી ભૂલથાપ આપે છે. તેના શુભ ઉદયને કારણે લોકેષણામાં જીવ ચૂકી જાય છે. આદર માનની મધુરપ લાગે છે. ભણેલા અભણ સૌને માન પ્રિય છે. પોતાના દોષને જાણી શકતા નથી. ત્યાગ કરીને પણ માન મળે તો મીઠાશ અનુભવે. જયારે સ્વકાળ પરિપકવ થાય છે. ત્યારે જીવ ચમકે છે કે અહો, આ જીવે માનપાનમાં કેવો સમય ગુમાવ્યો ? બાહુબલિજીનું દૃષ્ટાંત સૌ જાણીએ છીએ. તેના વડે બોધ પામી માન મૂકી દેવું. ધર્મના વ્યવહાર કાર્યમાં માન મેળવવા મંત્ર, તંત્ર જેવી વિદ્યાનો ઉપયોગ થઈ રહ્યો છે. નામકર્મની પ્રકૃતિ જીવનચર્યાનું મહત્ત્વનું અંગ છે. તેની વિષમતા કોઈક જ નિવારી શકે છે. માન મેળવવા ધર્મને નામે ઘણી માયા રચે છે. બાહ્ય ચારિત્ર અને જ્ઞાનનો ક્ષયોપશમ હોય પણ દર્શન શુદ્ધ ન હોવાથી જીવ આદેયનામ કર્મના ઉદયમાં ગૂંચાઈ જાય છે. અન્યના ઉપકાર માટે એવી પ્રવૃત્તિ કરે છે તેમ માને છે પણ પોતાના મનમાં પ્રસિદ્ધિની ઝંખના હોય છે. ચારિત્રનું કષ્ટ વેઠીને પણ જીવ આમ બંધનમાં ફસાય છે. યશ કીર્તિનામકર્મમાં જીવને એક પ્રકારની લાલસા હોય છે. યશમાં ક્ષેત્રનું મહત્ત્વ છે. કીર્તિમાં ક્રિયાનું મહત્ત્વ છે. આમ તો બંને સાથે રહેવાવાળા છે. વ્યવહાર ક્રિયા હો કે ધર્મની ક્રિયા હો સૌને યશ-કીર્તિ પ્રિય છે. કોઈ પ્રશંસા ન કરે તો પોતે પોતાની પ્રશંસા કરી લે છે. અને જે કર્યું હોય તેના કરતાં અનેકગણું વધારીને યશ મેળવવા પ્રયત્ન કરે. યશ ન મળે તો જીવને વ્યાકુળતા થાય છે. ધર્મકાર્યમાં વિવેક ગૌણ થઈ જાય છે અને યશ મેળવવા માટે બાહ્ય ક્રિયા પ્રધાન થાય છે. જ્ઞાન કરતાં નામનો પ્રચાર મુખ્ય બને છે. એક દેહને એક નામથી બોલાવાય છે છતાં તેની પ્રસિદ્ધિ સ્વરૂપ અવલોકન ૨૧૩ Page #215 -------------------------------------------------------------------------- ________________ માટે જીવ પ્રપંચમાં પડે છે. જગતના મોટાભાગના લોકો યશકીર્તિ મેળવવામાં રાચે છે. જેમ જેમ મોટાઈ મળે તેમ તેમ લાલસા વધતી જાય છે. અને ધર્મનાં સાધનો, જ્ઞાન, ધ્યાન જેવી ક્રિયા ચૂકી જાય છે. અજ્ઞાની અને જ્ઞાનીની દશામાં અહીં અંતર પડે છે. તીર્થંક્વની યશકીર્તિ અપાર છે. છતાં તેઓ નિઃસ્પૃહ છે. અજ્ઞાની યશને અમર બનાવવા ઈચ્છે છે અને આત્માર્થ ચૂકી જાય છે. સદાચારી ગુણવાન સૌને યશ-કીર્તિની અપેક્ષા રહે છે. અનશન જેવી છેલ્લી કક્ષાના વ્રતમાં પણ આ અંગે અતિચારની ચેતવણી આપી છે. આ લોકમાં સુખ સંપત્તિ પરલોકમાં દેવનું સુખ ઈચ્છવું જીવન કે મરણ સમયે સુખ વાંછવું, વગેરે પ્રાયશ્ચિત કરવાનાં હોય છે. આથી કદાચ આછો બંધ થાય તોય પ્રદેશોદય હોય જેથી વિખરાઈ જાય રસ પડીને ચીકણો થવા ન દે. યશની સંજ્ઞા પશુમાં કયારેક જોવા મળે છે. ઘોડાની, કૂતરાની પીઠ થાબડો તો ખુશી વ્યકત કરે છે. દાન કરીને દાની, તપ કરીને તપસ્વી, ધર્મ કરીને ધર્મી, ગુણ વડે ગુણી કહેવડાવવાનું સૌને ગમે. યશ નામકર્મ આવું લોભામણું છે. રાજમાં, દેશમાં, સમાજમાં, કુટુંબમાં, વ્યવહારમાં, ધર્મમાં સર્વત્ર આ કર્મ વ્યાપક છે, સૌ યશને ઝંખે છે. યશ વધતો જાય તેમ તેની તૃષ્ણા વધતી જાય છે. દેખાવ કરે કે યશ ખાતર તો નથી, આમ જીવ પોતાને છેતરીને યશની પાછળ પડે છે. યશ વગરનું જીવન, મરણ જેવું લાગે છે. મનુષ્ય રાજપાટ ત્યાગી શકે છે. સ્ત્રી, પુત્રાદિ ત્યાગી શકે છે. આહાર વિહાર ત્યાગી શકે છે. તેને યશનામ ત્યાગવું ઘણું દુષ્કર લાગે છે. સંસારી કે સાધુ સૌ ઉપર ચશનામર્મનો ભરડો છે. બધું ત્યાગીને ઝૂંપડીમાં રહેવા જાય ત્યાં ત્યાગનું ભાન રહે છે. મોહનીયના પ્રકારમાં આ યશનો સમાવેશ થઈ શકે છે. મોહનીયકર્મની પ્રકૃતિમાં કેટલીક પ્રકૃતિની જીવને મીઠાશ વર્તાય છે. વૃત્તિ-રહિત થઈને પ્રકૃતિને શાંત કરવાને બદલે સારામાં સારી ગતિ, ગતિમાં સારી જાતિ, જાતિમાં સારા નામ, રૂપ, દેહ, તેને સાચવવા સંપત્તિ, તેના દ્વારા કીર્તિ, આમ એક વૃત્તિની ઝંખનામાં મોટું લશ્કર ખડું થાય છે. તેમાંય દેહનું પ્રાધાન્ય થઈ જાય છે. ધર્મને નામે શરીર સાચવવા પ્રયત્ન ૨૧૪ સ્વરૂપ અવલોકન Page #216 -------------------------------------------------------------------------- ________________ કરે. અંતરમાં મોહ હોય. આમ જીવ અનંતકાળથી ભ્રમિત થઈને સ્વરૂપનું વિસ્મરણ કરી રહ્યો છે. સાધુ અને શ્રાવક યશ નામકર્મમાં ભૂલા પડયા છે. તેમાં રસની પૂર્તિ કરી મોહમાં પડે છે. યશથી મનુષ્ય શ્રેષ્ઠ ગણાય છે તેવી માન્યતામાં અશુદ્ધિ ભળે છે. યશની વાંછા મૂકી, જેણે સત્યશીલ આદિ વ્રત આત્માર્થે સાધ્યા છે તેવા સુદર્શન કે શાલિભદ્ર જેવાનાં ગુણગાન પ્રાતઃ સ્મરણીય છે. ચાર દિવસના ચાંદરણા જેવા ઈચ્છેલા યશગાન વ્યક્તિના જવા સાથે સમાપ્ત થાય છે. અથવા જીવતાં પણ અપયશમાં ફેરવાઈ જાય છે. લોકોને ખુશ કરવા કે વાહવાહ કરાવવા થતી ક્રિયાનું એ પરિણામ છે. ધર્મ પામવા વ્રતો કરી, સમય પસાર કરવા, લોકોને ભેગા કરવા ઉત્સવ અને રાત્રીભાવના ગોઠવે. તેને બદલે રાત્રી સ્થિરતા અને ધર્મ આરાધનમાં કે કાઉસગ્ગ ધ્યાનમાં સમય ગાળે તો તેને બાહ્યક્રિયાની જરૂર ન પડે. આપ્તવચનનું રહસ્ય સમજે તો વિચાર થાય. રાત્રીજગા કરીને થાકે, રાત પડે નિદ્રાવશ, દિવસે નોતરાં મોકલવાની ધમાલ આમાં ધર્મ કયાં પ્રગટે? સામુદાયિક યશકીર્તિના લોભે જીવ કશું વિચારી શકતો નથી. આત્મદર્શન માટે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની પ્રકૃતિને દૂર કરવી પડે છે. આ પ્રકૃતિઓ મને કેમ દિશા ભૂલાવે છે તેનો તપ જેવા દિવસોમાં વારંવાર ઊહાપોહ કરવો જોઈએ. બાહ્ય આંતર સર્વ ક્રિયા મુક્તિ માટે હોવા છતાં મને બંધન શા માટે થાય છે ? ધર્મક્રિયાના દિવસોમાં પણ સારાં કપડાં પહેરી દેહ શોભાવ્યો. વાણીને રાગ રાગિણી સાંભળવા કે બોલવામાં જોડી. અને મનને તેની રુચિમાં રોકી, નિરંકુશ બનાવ્યું. પછી ધર્મ વડે સત્ત્વ કેમ પ્રગટે ? પ્રથમ મનોયોગને સ્થિર કરવાને બદલે શું કરું અને કેમ યશ મેળવું તેમાં રોકાઈ જવાનું કર્યું. અને વચન તથા કાયયોગની પાસે શ્રમ કરાવે આમાં આત્મસ્વરૂપ કયાં સમજાય ? આમ ત્રણે યોગની ચંચળતાને કારણે આત્મપ્રદેશમાં કંપન રહે છે, તે જ કર્મ બંધ છે. છઠ્ઠા સુધી આવી દશા રહે છે. શુભબંધ પણ બંધન છે. જિનદેવની ઉપાસના કરે, જિનદેવ થવાને બદલે ફક્ત દેવ જ કેમ થાય છે તેનો વિચાર કરવા જેવો છે. નામકર્મ મુખ્યત્વે ગતિ, જાતિ, શરીર, યશ, અપયશ જેવા પ્રકારો સ્વરૂપ અવલોકન ૨૧૫ Page #217 -------------------------------------------------------------------------- ________________ વાળું છે. તેથી તેના શુભાશુભ ઘણા ભેદો છે. ગોત્રકર્મ નામકર્મ જેવા વિવિધ ભેદોવાળું નથી. જો કે શરીર પ્રાપ્તિ પછી ગોત્ર એ મહદ્અંશે વ્યવસ્થા છે. છતાં ઉચ્ચ ગોત્રીને જન્મથી ધર્મના સંસ્કાર મળવા કે ભાવિમાં મળવાની ઘણી શકયતા છે. ઉચ્ચગોત્ર મળીને પણ જો જીવ આત્મકલ્યાણ ન કરે તો તે કહેવા માત્રથી ઉચ્ચ ગોત્રવાળો છે. અને પરિણામે અનુબંધ નીચ ગોત્રનો થાય છે. માટે ગોત્રકર્મને પણ સમજવા જેવું છે. પૂર્વ કર્મને યોગે નીચ ગોત્રમાં જન્મેલા જીવો પણ પરમાત્માનું શરણ પામીને તરી ગયા તેમને ગોત્ર નડયું નહિ. અને ઉચ્ચગોત્ર પામી જીવો મોહવશ આત્મકલ્યાણ સાધી ન શકયા તેવા દષ્ટાંતો મળે છે. બોધઃ ગોત્રધર્મને સમજીને જીવે ઉચ્ચકુળનું માન અભિમાન કરવા જેવું નથી પણ ધર્મમાર્ગને આરાધી ગોત્રકર્મને જ નષ્ટ કરવાનું છે. નીચકુળમાં જન્મેલા જીવે આ જીવનમાં ગુણોને અપનાવી સદ્ગુરુના સાન્નિધ્યમાં રહી ધર્મ સંસ્કારનું સિંચન કરીને આ જન્મને જ ઉચ્ચગોત્રી બનાવવાનો છે. વાસ્તવમાં આત્મના મૂળસ્વરૂપમાં કશું ઉચું નથી કે નીચું નથી. હલકું નથી કે મારે નથી. આ કેવળ પૂર્વકર્મનો ઉદય અને વર્તમાનની વ્યવસ્થા છે. જીવ, સ્વરૂપલક્ષે ઉચ્ચકુળને નિમિત્તે પરમાર્થને સાધી લે, અને નીચકુળને ગૌણ કરી સુસંસ્કારના બળે પરમાર્થ સાધી લે તેમ વિચારવું. સાધકે કોઈને ઉંચ કે નીચપણે જોવાના નથી પણ સમાનભાવે જોવાના છે. ચારે ગતિના માધ્યમથી વિચારતા નરકગતિ નીચ ગોત્ર યુક્ત છે તિર્યંચમાં હાથી જેવા પ્રાણી ઉચ્ચગોત્રમાં ગણાય છે. અને સર્પ જેવા પ્રાણી નીચગોત્રમાં ગણાય. મનુષ્યમાં ઉચ્ચ અને નીચ ગોત્ર બંનેનો ઉદય હોય છે. દેવ લોકમાં ઉચ્ચ ગતિરૂપ છતાં નીચેના દેવલોકમાં માત્ર ભોગવૃત્તિવાળા જીવો નીચ ગોત્રી જેવા છે. જયાં ગોત્રભેદ નથી તે તો માત્ર પંચમગતિ છે. અંતમાં જન્મમરણના ફેરા ટળવા સાથે આ ઉંચનીચની શ્રૃંખલા પણ સમાપ્ત થાય છે. આપણે જૈનધર્મના અનુયાયીઓ છીએ. કર્મશુદ્ધિ કરવાના ધ્યેયમાં આવી ભૂલ ન થાય. તીર્થકરો અસહ્ય સ્થિતિને આત્મસામર્થ્ય અને સમતારસ વડે સહ્ય બનાવતાં. આત્માને અસહ્ય જેવો કોઈ ભેદ નથી. પોતાની કરણીના ફળનો ઉદય છે. જેવી કર્મ બાંધવાની તાકાત છે તેવી છોડવાની છે. તે સ્વરૂપ અવલોકન ૨૧૬ Page #218 -------------------------------------------------------------------------- ________________ જાણવું જરૂરી છે. ઉંચ કે નીચ ગોત્રને આગળ કરી હીનપુરુષાર્થી બનવું નહિ. પરંતુ આત્મવીર્ય-શક્તિને શાસ્ત્ર કે ગુરુજનોના યોગે જાણવી, પ્રયોજવી અને ઉદય કર્મને દૂર કરી પરભાવને ત્યજી પરમતત્ત્વને પ્રાપ્ત કરવું. અંતરાયકર્મ આઠમું કર્મ છે. જે કર્મના ઉદયથી લાભાદિ હણાય તે અંતરાય કર્મ છે તેના પાંચ પ્રકાર છે. (૧) લાભાંતરાય (૨) દાનાંતરાય (૩) ભોગાંતરાય (૪) ઉપભોગાંતરાય (૫) વીર્યંતરાય. અંતરાયકર્મ જીવ સ્વયં પોતે જ અન્યને હાનિ, ઈર્ષા કે અંતરાય કરીને બાંધે છે. લાભાંતરાય : લાભ મળે તેવી વસ્તુ હોય, આપનાર હોય પરંતુ આ કર્મના ઉદયથી લાભ ન મળે. રાજાના આદેશ છતાં ભંડારી લાભ લેનારને વસ્તુ ન આપે, તેવી ઉપમાવાળું છે. પરમાર્થથી જીવને પોતાની જ શક્તિ પરમસ્વરૂપને પ્રાપ્ત કરવાની હોવા છતાં પોતે જ તેવું વીર્ય ફોરવે નહિ. તે લાભાંતરાય છે. દાનાંતરાય : દાન દેવા યોગ્ય વસ્તુ હોવા છતાં, સામે દાનની જરૂરિયાતવાળા જીવો હોવા છતાં આપવાની ઈચ્છા ન થાય. સુપાત્ર હોવા છતાં અંતરમાં ભાવના ન જાગે, તેમાં આ કર્મનો ઉદય છે. પરમાર્થથી આત્મા અનંત ગુણનો સ્વામી છતાં ગુણની પ્રાપ્તિ આ કર્મ થવા ન દે. ભોગાંતરાય : જે કર્મના ઉદયથી સંપત્તિ, શાતાયોગ હોવા છતાં ભોગવી ન શકે જે વસ્તુ એક જ વાર ભોગવાય તે ભોગરૂપ છે. જેમકે આહાર વગેરે, પરમાર્થથી આત્મામાં અનંત સુખ છે પરંતુ પરમાર્થ દૃષ્ટિના અભાવે પૂર્ણજ્ઞાનના અભાવે પોતે પોતાના આત્મિક અનંત સુખને ભોગવી શકતો નથી. તે અંતરાયકર્મ છે. ઉપભોગાંતરાય : જે વસ્તુ પુનઃ પુનઃ ભોગવાય તે જેમકે વસ્ત્ર, અલંકાર, તે આ કર્મના ઉદયથી ભોગવી ન શકે. પરમાર્થથી આત્મા અનંતગુણોનો સ્વામી છતાં ગુણની, સુખની ઊપજતી અવસ્થાઓ ભોગવી શકતો નથી. તે આ અંતરાય કર્મ છે. વીર્યાન્તરાય કર્મ : પુરુષાર્થ ફોરવવા સમર્થ ન બને. નીરોગી, યુવાન, બળવાન હોય પણ આ કર્મના ઉદયથી કોઈ કાર્ય કરવાને સમર્થ સ્વરૂપ અવલોકન ૨૧૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ ન થાય. પરમાર્થથી આત્મા સ્વયં સ્વશક્તિમાન છે. આ કર્મના ઉદયે તે શક્તિ પ્રગટ થતી નથી. મોક્ષમાર્ગે પુરુષાર્થહીન થાય છે. આત્માના અનંતગુણો પરસ્પર સહાયક થાય છે. દાન કરે છે તે પ્રમાણે લાભ પણ પ્રાપ્ત કરે છે. પોતાના જ અસંખ્યાત પ્રદેશ ઉપજતી અનંત સુખની અવસ્થાઓને સ્વાધીનપણે ભોગવે છે. તે પ્રમાણે અનંતગુણોનો ઉપભોગ કરે છે. એટલે આ અંતરાયકર્મ નાશ પામી અનંત લબ્ધિપણે પ્રગટ થાય છે. આ પાંચે લબ્ધિમાં વીર્યની મુખ્યતા છે. આ વીર્યગુણ જ્ઞાનાદિ સર્વ ગુણોને જાણવાની શક્તિમાં પ્રેરક બને છે. તે જ પ્રમાણે જ્ઞાનાદિ અનંતગુણો પરસ્પર સહાયક દાન કરે છે, અને પરસ્પર લાભ મેળવે છે. વળી આત્મા સ્વયં આનંદ અને સુખનો સ્વામી છે તે પ્રતિ સમય નવી નવી અવસ્થાઓને ભોગવે છે. અને ગુણોનો પુનઃ પુનઃ ઉપભોગ કરે છે. આ પ્રમાણે આત્માના અસંખ્ય પ્રદેશે સુખ અને આનંદ નિરંતર સ્વાધીનપણે રહેલાં છે. પરંતુ સંસારી જીવ ઈન્દ્રિયજન્ય જ્ઞાન ધરાવતો હોવાથી ઈન્દ્રિયને મળતા અનુકૂળ પદાર્થોમાં સુખ માની અંતે તો દુઃખ જ અનુભવે છે. વળી જીવ માત્રને જ્ઞાનનો, દર્શનનો, અંતરાયનો ક્ષયોપશમ છે, કંઈ ઉઘાડ છે પરંતુ મિથ્યાત્વ જેવા દોષને કારણે તે સંસારવૃદ્ધિનું કારણ બને છે. જીવ મિથ્યાત્વથી મુક્ત થાય અને સમકિત પ્રાપ્ત કરે તો જ્ઞાનાદિ સમ્યગુપણે પરિણમે છે. અને જીવ અંતરાયકર્મનો ક્ષય કરી ક્રમે ક્રમે અનંત લબ્ધિને પ્રાપ્ત કરે છે. જીવનસાધક માત્રની ભાવના આત્મિક સુખની હોવી જોઈએ. તો પુરુષાર્થ પણ તે પ્રમાણે કરી શકે. વાસ્તવમાં આત્મા ચેતનસ્વરૂપ છે તે જડને ભોગવી શકતો નથી પરંતુ નિમિત્ત સંબંધોને મુખ્ય કરી પૌદ્ગલિક પદાર્થોમાં ભોગબુદ્ધિ કરે છે અને સુખાદિ ભોગવવાનો ભ્રમ સેવે છે. ધર્મ ભાવાત્મક છે : દરેક ધર્મમાં પાંચવ્રતનું શીલરૂપે અગત્યનું સ્થાન છે. અહિંસાદિ વ્રતો ઉપરાંત શ્રાવક માટે બારવ્રતની પ્રરૂપણા છે. તે વ્રતોનું પાલન જીવનશુદ્ધિ માટે છે. પંચ પરમેષ્ઠિમાં પાંચ મહાવ્રતોનું પાલન કરનાર સાધુ છે, ઉપાધ્યાય ૨૧૮ સ્વરૂપ અવલોકન Page #220 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્ય પરાયણ છે. આચાર્ય શુદ્ધ આચારનું પાલન કરીને સમાજને જ્ઞાનદાનઉપદેશ કરે છે. અરિહંત અતિશયો અને પૂર્ણજ્ઞાન દ્વારા જનકલ્યાણ કરે છે. સિદ્ધ સર્વ કર્મથી રહિત મુક્તિને વર્યા છે. પ્રાણી માત્રની એ યોગ્યતા છે. માનવ દેહનું ધ્યેય તે જ છે. મુનિઓના શરીર ટાઢ, તાપ અને પરિષહો જેવાં કારણોથી સહિષ્ણુ હોય છે. સંસારીનાં શરીરો સુખશીલતાને કારણે, વધુ સાફ રાખવાને કારણે કોમળ બને છે. તેથી પ્રતિકૂળતામાં શરીર ટકતું નથી. દેહભાવમાં જીવ એકાકાર થઈ જાય છે. પ્રાચીન કાળમાં મુનિઓના આહાર નિર્દોષ હોવાને કારણે મળમૂત્રમાં દુર્ગંછા થવા જેવું પ્રાયઃ ન હતું. યોગ વડે શરીરની શક્તિને વિકસાવવામાં આવે છે કે ગમે તેવો માર પડે તોય સહી શકે. જ્ઞાનીઓએ એવું બળ પોતાની સંયમ શક્તિ અને દેહભાવની અમૂર્છાને કારણે મેળવ્યું હોય છે જેથી કઠોર પરિષહ સમયે પણ ચલાયમાન થતાં નથી. દેહભાવથી પ્રકૃતિની શક્તિ મળે તેનો કોઈ હેતુ નથી. મગર અને કાચબાના શરીરની પીઠ ઢાલ જેવી મજબૂત હોય છે અને તેથી તેઓ તેવા ઉપયોગના ભોગ બને છે, એટલે મજબૂત પીઠ મળવા છતાં તે તે જીવો માટે અનઉપકારક છે. ધર્મનું મૂળ કર્મવાદ કે અણુવાદ નથી ભાવવાદ છે. ભાવનાબળ પર શુભાશુભભાવ પર જગત નભે છે. ભાવ પ્રમાણે કર્તવ્ય થાય છે. કુંભાર માટીમાંથી શું બનાવવું તેનો વિચાર-ભાવ કરે છે અને પછી કોડિયું કે નળિયા જેવા ઘાટ ઘડે છે. તેમ પ્રાણીમાત્ર ભાવ કરે છે તે પ્રમાણે પુદ્ગલપરમાણુ આકર્ષાય છે. અને વાતાવરણમાં તેની અસર પડે છે. આવા વાતાવરણ વિચારબળથી ઉત્પન્ન થાય છે. મનુષ્ય જેટલા શુદ્ધભાવો રાખશે તેટલું વાતાવરણ શુદ્ધ બનશે. કેવળ બાહ્ય ધર્મક્રિયા કરે અને શુદ્ધભાવ રહે તેમ બનતું નથી. સમ્યક્ સમજ વગર શુદ્ધભાવ સેવાતો નથી. ધર્મ કોને કરવો છે. ધર્મસ્થાનો તો થોડે થોડે અંતરે આવે પણ ધર્મ કયાં છે ? ધર્મ આત્મામાં છે બહાર નથી. જીવનશુદ્ધિ તે ધર્મનું પ્રથમ સોપાન છે. અંતરાયકર્મ દૂર કરવાની વિશેષતા છે. ધર્મસ્થાનો જીવશુદ્ધિ માટે મહત્વના છે. આજના યંત્રવાદે માનવને ભાવનાહીંન અને કૃત્રિમ બનાવ્યો છે. સ્વરૂપ અવલોકન ૨૧૯ Page #221 -------------------------------------------------------------------------- ________________ યંત્રવાદે હિંસાનું તાંડવ સજર્યું છે. જ્ઞાનીઓ ત્રિકાળવર્તી હતા. તેમણે ઉપદેશ દ્વારા જનતાને ચેતવણી આપી અને હિંસક સાધનોનો ધંધા વગેરેનો નિષેધ દર્શાવ્યો. પણ અર્થલોભવશ જૈનો વિવેક ચૂકયા છે. જૈનધર્મી કહેવડાવનાર યંત્રવાદમાં પડયા છે. અને ચર્મઉદ્યોગ જેવા ધંધા કરીને રાજી થાય છે. વળી થોડા દાનાદિ કરી સંતોષ માની લે છે. રોજે પ્રભુમૂર્તિનાં દર્શન કરે અને જીવમાં કરુણા દયા ન સ્ક્રૂ. પછી અંતિમ સમયે મહાવેદના પામે ત્યારે જીવને ભાન ન હોય. સ્વજનો બૂમો મારી નવકારમંત્ર સંભળાવે અને શાસ્ત્રના ઓઠાં લે કે કોઈ જીવ મહાપાપી હતો પણ અંતિમ સમયે નવકારમંત્ર પામી દેવ થયો. દેવ થનાર જીવની પરિણતિ તો જ્ઞાની જાણે છે, કર્મ ભૂલ થાપ ખાતું નથી. એક બાજુ નવકારમંત્ર ચાલે બીજી બાજુ મૃત્યુને ઠેલવા છેક સુધી સોયા લગાવે. નવકારમંત્રની શ્રદ્ધા વગર સોયાની શ્રદ્ધા ઉપર કોઈ દેવ થયું નથી કે થતું નથી. અને થશે નહીં. જીવ ભાનમાં હોય તો ય જીવનકાળ દરમ્યાન સેવેલા મોહનાં કારણોની સ્મૃતિ થાય. જે સમકિત દૃષ્ટિ છે તે જીવો તો મૃત્યુ પહેલાં જ પોતાને દેહથી અલગ પાડી દે છે. પોતે સ્વતંત્ર આત્મા છે, નિત્ય છે તેવા ભાવનું સતત્ ભાન રાખે છે અને આત્મધર્મ પામીને વિદાય લે છે. સંસારી જીવને સંસારના વ્યવહારોમાં સુખદુઃખના ભાવો ઊઠયા જ કરે છે. ખરું દુ:ખ શું છે તે હજી તે સમજતો જ નથી. આત્મધન એળે જાય છે તેનું દુઃખ તેણે કયારેય અનુભવ્યું નથી. પોતાના કરેલા કર્મનું ફળ હાજર થાય ત્યારે તેને નિજદોષ માની સહી લે તો ભાર હળવો થાય, પછી ધર્મરુચિ થાય. અંતરાયકર્મ ખપતું જાય. ધર્મમાં પ્રવેશ કરતાં પહેલાં નીતિમય ધન કમાવું જોઈએ. અને નૈતિક ગુણો પણ જોઈએ. ગમે તે માર્ગે ધન મેળવી ધર્મમાર્ગે વાપરીને જીવ ધર્મ થયો માને છે તે મહાભ્રમ છે. વળી એવા દાન પાછળ સુખ અને યશ મેળવવાની ભાવના જીવને ધર્મથી દૂર ધકેલી દે છે, તેના કરતાં વધુ ધનોપાર્જન કરવું નહીં અને ધર્મ માર્ગે ધન વાપરવું નહિ તે સારું છે. પાપનું ધન વાપરે અને પુણ્ય ઈચ્છે, કદાચ તે ફળે તો પણ સંસારની ભોગતૃષ્ણા વધે છે. બાળક ઝેર માંગે તો કોઈ આપે ? જ્ઞાની કહે છે કે જીવો આવો ધર્મ કરી બંધને ગ્રહણ કરે છે. ૨૨૦ સ્વરૂપ અવલોકન Page #222 -------------------------------------------------------------------------- ________________ મુનિઓના કે શ્રાવકના તપ પછી જે રીતે પારણાં અને ઉત્સવ થાય છે તેમાં વૃત્તિઓ પોષાય છે. તપ પહેલાં અત્તરવાયણા અને પછી પારણાં કરી, માને કે સાધર્મીકની ભક્તિ કરી, ભક્તિ કરવી તે એક શુભભાવ છે. પરંતુ જે પ્રકારે આ વ્યવસ્થા થાય છે તેમાં તો વૃત્તિને પોષણ મળે તેવું થાય છે. ધર્મના નામે આવો વ્યવહાર જ કોઈ વાર કષાયમય થાય છે તેમાં કયાં તો લોભ હોય કે મોહ હોય. બાળપણથી જ બાળકોને લોભલાલચથી ધર્મ સમજાવવામાં આવે છે. પાઠશાળાએ જઈશ તો ગોળી આપીશ. નિશાળે જતાં તેવી લાલચ આપવામાં આવતી નથી. સંસ્કાર લાલચની શરૂઆતથી થાય પછી સમજ આવે કયાંથી? ધર્મની કોઈપણ ક્રિયામાં લાલચ અને ફળની આશા બતાવવામાં આવે છે, તેમાં વિચારવા જેવું છે કે જીવ ધર્મમાં આગળ વધે છે કે લાભ અને લોભમાં આગળ વધે છે. વળી શ્રીમંત હોય ને દાનધર્મ કરે તો ધર્માધિકારી થઈ જાય છે. તીર્થકરનું દાન અને ધર્મઆરાધના કેટલી? તેમણે ધર્માધિકાર કેવી રીતે મેળવ્યો તે વિચારવા જેવું છે. તેમનું નામ લેવાથી જીવ ધર્મ પામે એવા એ જન્મસિદ્ધ આત્માઓ કેવળજ્ઞાન થતાં પહેલાં સ્વયં ક્યારેય પ્રસિદ્ધ થયા નથી. અપ્રગટપણે વિચાર્યા છે. અને ગૃહસ્થાવાસ પણ તે રીતે સેવ્યો છે. તેનું અનુકરણ ન હોય. અહોભાવ હોય. જયાં સુધી જીવને શાતાની અભિલાષા છે ત્યાં સુધી અશાતા સાથે રહે છે. કર્મનો સંબંધ માત્ર બંધ છે. બંધનો શુભયોગ સુખરૂપે હોવાથી જીવે શાતાવેદનીય સુખરૂપ માન્યું. આથી શાસ્ત્રમાં તેને પુણ્યબંધ કહ્યો, જે અંતે ત્યાજય છે. કોઈપણ પ્રકૃતિ કષાયજન્ય હોય તેનાથી મુક્ત થવું, તે મુક્તિ છે. ક્રોધ કષાયને જીતીને જીવ સમાદિ પામ્યો હોય. પરંતુ તે ક્ષમા આત્મસ્વરૂપતા પામે ત્યારે કષાયનું મૂળ છેદાય. પરપદાર્થનો અસંબંધ તે સમભાવ-ક્ષમાભાવ છે. આપણે દુઃખભીરુ છીએ તેથી એમ માનીએ કે પ્રભુને બહુ દુઃખ પડ્યું. પ્રભુના ઉપસર્ગમાં આત્માનું સામર્થ્ય જોવાનું છે. પ્રભુ મહાવીર કેમ થયા? તે મહા દુર્જય ઉપસર્ગમાં અજેય રહ્યા. પૂર્ણજ્ઞાન પામ્યા અને શાતા-અશાતા બને કર્મથી મુક્ત થઈ નિજ સુખને પામ્યા. સંસારરૂપી બંધનમાં કષાય-ચારિત્ર મોહનીય બળવાન પ્રકૃતિ છે. સંસાર પ્રત્યે અરુચિ એ કષાયજય છે ત્રણે યોગ સંસારભાવમાં વર્તે છે સ્વરૂપ અવલોકન ૨૨૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ તેથી કષાયજય થતો નથી. એક મનોયોગને જીતવાથી કષાયજય સરળ રહે છે. સમ્યક્ત્વ તરફ જતા આત્માને શુદ્ધ કર્તવ્યની જરૂર પડે છે. કષાયનો જય થતો જાય તેમ તેમ આત્મગુણ પ્રગટ થાય છે. સર્વત્ર સૃષ્ટિમાં અર્થાત્ ચૌદ રાજલોકમાં કર્મવર્ગણા ઠાંસીને પડી છે. તેનો જીવ સાથે ક્ષીરનીરવત્ સંયોગ તે કર્મબંધ છે. મિથ્યાત્વાદિ પાંચ પ્રકારે તે બંધાય છે. અનંતાનંત કર્મપુદ્ગલ પરમાણુઓ એકઠા થઈ આત્મપ્રદેશ સાથે જોડાય છે. તે નજરે જોઈ શકાતા નથી. શુભાશુભ સંયોગ પરથી તે સમજાય છે. ગંધનામ તત્ત્વનો ઉદય હોય ત્યારે તે વર્ગણાઓ તે રૂપે નાકને સ્પર્શીને ચાલી જાય. તે પ્રમાણે રૂપનો વિષય હોય ત્યારે આંખને સ્પર્શી લે. પુદ્ગલ સંચય આકૃતિ ગ્રાહક છે, જેટલો સંચય તેટલી માનસિક ક્રિયા થાય, વેદાય અને ખરી જાય. ભાવમન દ્વારા પ્રકૃતિનું સ્વરૂપ આત્મા સામે પ્રતિબિંબિત થાય છે, અને ભાવ વડે જ જીવ કર્યાં ભોક્તા બને છે. ભોક્તાપણાનો આરોપ જીવને થાય છે. જો તે સમયે ઉપયોગ પદાર્થના વિષય સાથે જોડાય નહિ તો પુદ્ગલ પરમાણુઓ વિખેરાઈ જાય છે. આત્મા દ્રષ્ટાપણે રહે છે એ અબંધદશા છે. કષાયના ઉદયે જાગો : કષાય જયની કસોટી થાય છે. મનને વ્યાકુળ કરે તેવા સંયોગો હોય, ઈંદ્રિયોને ક્ષોભ આપનાર કારણો ઉદયમાં હોય. વચનને ઉત્તેજિત કરે તેવાં સાધનો હોય. તે સમયે ધર્મ વિચારણા કરી હોય તો ઉપયોગ રહે અને તેવી પરિસ્થિતિમાં મધ્યસ્થભાવ ટકે. ધર્મક્રિયામાં કષાયનું સ્વરૂપ ખડું થાય છે. માન-લોભ જેવા કષાયો ઉપરની દશા સુધી રહે છે. આઠમેથી ઉપરની શ્રેણિએ કષાય વિજય થાય છે. અગિયારમે ગુણસ્થાનકે મંદ કષાયની દશામાં પણ જ્ઞાનાદિ રત્નત્રયનો ઉપયોગ અને જ્ઞાનીનો આજ્ઞારૂપ આશય રાખવો પડે છે. નહિ તો સંજ્વલન જેવો મંદ કષાય લોભવશ તીવ્ર રસોદયમાં પડી જાય છે અને જીવ પાછો ફરે છે. ચોથે ગુણ સ્થાનકે સમકિતીને શાતા અને સમતા વર્તતાં હોવાથી મીઠાશ લાગે છે, કષાય જયનો મોહ રહે છે. માટે પ્રથમથી જ શુદ્ધ વિચારણામાં જવું. મુનિદશામાં પણ માન જેવા કષાયનો અનંતાનુબંધી તીવ્ર કષાય વર્તતો હોય છે. કષાયની મંદતાની આવી વિચિત્રતા છે. મંદ કષાયનું પરિણામ શુભ ગતિ છે. અને ૨૨૨ સ્વરૂપ અવલોકન Page #224 -------------------------------------------------------------------------- ________________ તેમાં લાંબો કાળ વ્યતીત થાય છે. કષાય જન્ય દાનાદિનું શુભ પરિણામ આવે પણ બંધનમુક્તિ ન થાય. પરમાર્થથી અંતરાયકર્મનો ક્ષય થઈ દાનાદિ સહજ લબ્ધિઓ પ્રગટ ન થાય. કષાયજય માટે તેના ઉત્પત્તિસ્થાન વિચારવા. જ્ઞાન સહિત ક્રિયા ન હોય તો તે ક્રિયાથી કષાય જય થતો નથી. કષાયની લીલા વિચિત્ર છે. કષાયનો જય થયો કે પરાજય થયો તે ધર્મની બાહ્ય ક્રિયામાં સમજાતું નથી, એવી ભ્રાંતદશા થાય છે. લોક સમુદાયમાં પોતે ધર્મી કહેવાતો હોય તેથી કોઈનું અપમાન સહી લે, અને મનમાં અહમ્ સેવે કે લોકોમાં કેવી સારી છાપ પડી? વળી મનમાં તે જીવ પ્રત્યે દુઃખ સેવે, આવો કષાયજય તે પરાજય છે. જીવ કષાયની આવી લીલામાં ફસાય છે. દાન કરીને માનનો ભાવ રહે તે કષાય છે. તીર્થકરને ગૃહસ્થાવાસમાં અતિશય પુણ્યયોગ હતો. ધન ભેગું કરી દાનધર્મ કરી શક્યા હોત, પરંતુ તે દાનકર્મ સહજ ન હોય. તેમના પુણ્યાતિશયને કારણે તેઓને દાન માટે જે ધન દેવકૃત મળતું તેના વડે કોઈ જીવ દુભાતો નહિ કે આસક્ત થતો નહી. ઉપચારથી દાન આપ્યું કહેવાય, આજે ગૃહસ્થ મહા કર્માદાન અને કૂટરીતિ કરી ધન મેળવે પછી માન-યશ મેળવવા થોડું દાન કરે તે આત્માને શું બળ આપે? ધનથી ધર્મ શા માટે ? મોટાઈનો મોહ નથી છૂટતો તે માટે. પ્રભુએ સર્વસંગે પરિત્યાગ કર્યો અને આપણે તેના ભક્ત બની તેને નામે પુણ્યકાર્ય કરવા બધું ભેગું કરીએ. પછી તેની વ્યવસ્થામાં ગૂંચાઈએ. તેમાં ધર્મ ક્યાં રહ્યો ? આત્માના ગુણો પ્રગટ કરવામાં ધનની જરૂર કયાં પડે છે ? ધન છોડીને તો મહાત્માઓ નીકળી પડે છે. આત્મધર્મમાં આપણે વિશ્વાસ મૂક્યો ? ધર્મ પામવાની તારવણી આપણને આવડવી જોઈએ. દષ્ટાંતોનું રહસ્ય જાણવું જોઈએ. દષ્ટાંતો કષાયજય થવા માટે છે. જે તીર્થકરના ભવમાં જેમને યોગ હતો તે પ્રમાણે પરણવા ગયા અને પરણીને આવ્યા. નેમિનાથ પરણવા ગયા તો પાછા શું કામ ફર્યા? તેમને ત્રણ જ્ઞાન હતાં. આવો યોગ જાણતા નહિ હોય? ત્યાં સુધીની ક્ષેત્ર સ્પર્શના હતી, તે પૂર્ણ કરી. પશુનો પોકાર સાંભળી પશુતા દૂર કરવાનો માર્ગ ચીંધવા ચાલી નીકળ્યા. રાજુમતિ આ નિમિત્તથી જ મોહકષાયને જીતી શકયા. ધારો કે . . સ્વરૂપ અવલોકન ૨૨૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ જો નેમકુમાર પરણવા જઈને પાછા ફરી મુનિ ન થયા હોત અને પોતાના રાજયમાંથી સીધા ચાલી નીકળ્યા હોત તો રાજમતિને આટલો ઊહાપોહ ન થાય તેવું બને. નેમકુમારને જોયા. પૂર્વની પ્રીતથી આકર્ષાયાં. અને નેમકુમાર ચાલી જતાં, તેના દુઃખમાંથી જાગૃત થઈ મુક્તિમાર્ગે જવા કટિબદ્ધ થયાં. જે જે યોગો નિર્માણ થયા હોય તે પ્રકારે તેનો ઉદય થાય. માટે કર્તા અને ભોકતાપણાના ભાવથી જીવે નિવૃત્ત થવું. પ્રારબ્ધને સ્વીકારીને વિવેકપૂર્વક તે સંયોગોમાંથી બહાર નીકળી મૂળ માર્ગને પકડવો. ત્યારે અંતરાયકર્મ ક્ષીણ થાય. દરેક ધર્મભાવના નિર્મળ ચિત્તથી સેવવી જોઈએ તો અંતરાયકર્મ ક્ષીણ થાય. આત્મશકિત પ્રગટ થાય. અંશે જ્ઞાન વૈરાગ્ય પ્રગટ થતાં કષાયનાં કારણો દૂર થતાં રહે છે. સંસારીને વિભાવદશા અનાદિની છે. સંસાર રહે ત્યાં સુધી કર્મની બંધનમુક્તિ ચાલ્યા કરે છે. કેવળજ્ઞાની ભગવંતોને અઘાતી ચાર કર્મો આયુષ્ય સુધી સાથે રહે છે. પણ તે જીવન સ્વરૂપમય છે. પૂર્વાવસ્થામાં તે જીવોએ પૂર્વે કરેલી ભૂલો ઉદયકાળે હાજર થઈ ત્યારે તેને પૂર્ણ પુરુષાર્થ વડે સમભાવે ભોગવી લીધી. તે ભોગવટામાં ફરક હોય છે. કર્તા અને ભોક્તાભાવ નથી. અબંધ દશા વર્તે છે. કર્મો તેના સ્વભાવે પરિણમે છે અને આત્મા જ્ઞાન સ્વરૂપમાં લીન રહી પોતાના જ્ઞાનદર્શનાદિ ગુણને ભોગવે છે. વૈરાગ્યદશા આવતાં આ વાત સ્પષ્ટ થઈ જાય છે, કે ભોગ્ય શું અને અભોગ્ય શું? નિત્ય-અનિત્ય, કર્તા-હર્તા, ભોક્તા-અભોક્તા વગેરેનું જ્ઞાન વર્તે છે. આત્મા નિત્ય છે પણ પરિણામના પર્યાયંતરને કારણે વર્તમાનદશા અનિત્ય છે. પર્યાય વડે જ્ઞાન-અજ્ઞાન ઉત્પન્ન થાય છે. અજ્ઞાન વડે કર્મનો કર્તા થાય છે. અને જ્ઞાન પ્રગટ થતાં કર્મથી મુક્ત થાય છે. અંતરંગપણે સમયે સમયે કર્મબંધનમાં જીવને કંઈ નવરાશ જ નથી. આ કરું તે કરે તેવી ક્રિયામાં મૂંઝાયેલો રહે છે. મહા આરાધક એવા જીવોએ શુદ્ધ ક્રિયા છતાં ભાવથી લોકકલ્યાણ ઈચ્છયું તેથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. તેનો સંબંધ પૂર્ણ કરી તે સિદ્ધપદને પામ્યા. તે નામકર્મને આપણે પ્રતિમા રૂપે ગ્રહણ કર્યું. પૂજાદિનો ભાવ કર્યો. પ્રભુને તેમાં કંઈ બાધકતા ન રહી. પણ જો આપણે લોભ લાલચમાં પડીએ તો અસત્ નામકર્મનું ઉપાર્જન થાય. દહેરાસરનાં રખવાળાં કરવા ઝઘડા થાય. સ્વરૂપ અવલોકન ૨૨૪ Page #226 -------------------------------------------------------------------------- ________________ માનાદિની ઈચ્છા થાય. આમ વિતરાગને ભજતાં રાગ ઉત્પન થવો સંભવ નથી છતાં આવા અંતરાય ઉપાર્જન કરીએ છીએ તે આશ્ચર્ય છે. આપણે વીતરાગના મુક્તિધર્મને માનીએ છીએ તેથી પ્રથમ અજ્ઞાન દૂર કરવું જોઈએ. તે પછી શુદ્ધ આરાધના થાય. કષાય છોડવા ન હોય અને આ માર્ગ આરાધવો તે શકય નથી. અનુભવજ્ઞાન સ્વસંવેદનરૂપ છે, તે ઉદયપ્રકૃતિને જાણે પણ તેમાં તદાકાર ન થાય. કર્મવાદને ઉદય અને અનુદય બંને પ્રકારે જાણવો. નયવાદથી શંકા સમાધાન થાય. ધર્મ કર્મને મિશ્રણ કરવાથી નિશ્ચય માર્ગનો લોપ થાય અને વ્યવહારશુદ્ધિ ટળી જાય. જે ક્રિયા નિવૃત્તિ તરફ લઈ જાય તે ધર્મ. ધર્મક્રિયા જ છે કે જે કર્મમુક્તિ કરાવે. પ્રમાદી થઈ સુખબુદ્ધિ રાખી શુભભાવમાં અટકયો તો દેવગતિમાં જઈ દીર્ઘકાળ વિતાવવો રહ્યો. આ કાળના દુઃખ કરતાં દેવલોકનાં સુખ સારાં એમ વ્રતધારી ન ઈચ્છે. વ્રતધારી સિવાય સામાન્ય જીવો માટે દેવગતિ સહેલી નથી. અને દેવગતિ એટલે ભોગભૂમિ. સાચો વ્રતધારી એવી દેવગતિમાં જવા ન ઈચ્છે. એટલે વ્રત સંયમાદિ શુદ્ધભાવે મુક્તિ લક્ષે પાળે. વચ્ચે વિસામો લે તોય મહાવિદેહ જેવા ક્ષેત્રમાં લે. આપણને સમકિત છે તેનો વિશ્વાસ ખરો? આપણે ભ્રમમાં રહીએ એટલે મિથ્યાત્વ હાજર રહે. જે આત્મા આવા મિથ્યાત્વને જાણે છે તે તેનું શોધન કરી સમક્તિ પામી શુદ્ધિ પ્રત્યે વળે છે. પ્રથમ સમકિતમાં ઉપયોગ સ્વાધીન રહે છે. ક્ષાયિકમાં સહજ સ્થિતિ રહે છે. પ્રથમ વ્રતાદિ કરી લઉં પછી સમક્તિ પ્રાપ્ત થશે તેવા ભ્રમમાં ના રહેવું. તેમ કરવાથી વ્રતાદિનું કષ્ટ નિષ્ફળ જશે. માટે પ્રથમ શુદ્ધિમાર્ગ લેવો. ઉપલમિક કે ક્ષયોપથમિક સમક્તિ પછી જીવે ઘણો વિકાસ કરવાનો બાકી રહે છે. લાંબો કાળ સમક્તિ અને મિથ્યાત્વની વચમાં નીકળી જાય છે. આત્માએ કષાયજય કરી જ્ઞાનદશા તરફ આગળ વધવાનું છે. સંસારભાવની રુચિ કે ઉદય હોય તો પણ મનને પાછું વાળવું. જેથી આત્મભાન પ્રગટતું રહે. સંસારભાવ એ મારું કાર્ય નથી. તેમ વિચારે વિરસ થવાથી કર્મ પાછાં વળશે. મને સમકિત દશા વર્તે છે કે શું? તેવું વિચારવા ગુણ અવગુણને તપાસવા. મન, વચન, કાયાના યોગોની ચંચળતા સ્વરૂપ અવલોકન ૨ ૨૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ વિચારવી. સ્વ-પર-ઉભય ભાવો તપાસવા. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભાવિનાં કાર્યોનું અવલોકન કરવું. વળી જ્ઞાની પુરુષોનાં ચારિત્રોનું અવલોકન કરી, આપણી દશા વિષે વિચારવું. તેમના શુદ્ધિક્રમનું અવગાહન કરવું. અને પોતાની દશાની ક્ષતિનો વિચાર કરી તેને ટાળવા પ્રયત્ન કરવો. પરમ તત્ત્વોમાં અચલ શ્રદ્ધા રાખવી. ધર્મની હરેક ક્રિયામાં આત્મગુણનું વિસ્મરણ ન થવા દેવું. વિતરાગ પ્રતિમાની સામે બેસીને આજુબાજુથી રૂપ રસ ગંધાદિને ગ્રહણ ન કરવા. પરમસ્વરૂપની વિચારણા કરવી. એથી કર્મગ્રંથિ શિથિલ પડે. ઘણા વખતના તેવા અભ્યાસથી ઉદયકાળે કર્મનો રસોદય છતાં કર્મો વિરસ થશે અને જ્ઞાન-દર્શન ગુણના અંશો પ્રગટ થશે. પૂર્ણજ્ઞાન પહેલાંના બધાં સ્થાનકોમાં જ્ઞાનાવરણ રહે છે. તેથી મૂર્તિપૂજન માટે અરિહંત સિદ્ધની કે ચૌદમાગુણસ્થાનકની પ્રતિમાની સ્થાપના કરવી. તે પ્રથમના જીવન વૃત્તાંતમાં ગુણદોષોનું મિશ્રણ હોય તેથી શેયરૂપ કહ્યા. આરાધના અરિહંત અને સિદ્ધ ભગવાનના આલંબનથી કહી છે. દરેક આત્મામાં સત્તાગત સમ્યકત્વ હોવા છતાં મિથ્યાત્વની ભૂલ ટળ્યા વગર તે પ્રગટ થાય નહિ. પુદ્ગલ જીવને રખડાવે છે અને આત્મભાવને વિસ્મૃત કરે છે પુલભાવને વિરસ કરી નાંખી ખપાવી દો. વગર થાકયે આગળ વધો. પુદ્ગલસ મિથ્યાત્વને રસ આપે છે, પણ સમકિત પ્રગટ થતાં તે રસો ઊડી જાય છે. પ્રમાદ ઘટતો જાય છે. આહારાદિની ક્રિયામાં સ્વાદનો જય થતાં આહારનો જય થાય છે. પ્રથમ બળવાન કર્મપ્રકૃતિને શિથિલ કરો પછી તેની આજુબાજુની પ્રકૃતિ શિથિલ થશે. નિયમિત ઉપયોગ સહિતની ક્રિયાથી પુલભાવ ઘટે છે. દરેકમાં આંતરશોધન જરૂરી છે. ધર્મકથા શ્રવણમાં રસ આવે અને બોધ પરિણામ ન પામે, કરતો કંઈ દેખાય અને હોય કંઈ, એવી ભ્રાંતદશાથી વિકાસને બદલે વિકાર ઉત્પન્ન થાય. ત્યાગી ઉપદેશકનો સંગ કરે અને રાગમાં પડે. તેથી તેને દૃષ્ટિરાગ કહ્યો. દરેક ઈદ્રિયમાં પ્રથમ આંખ વસ્તુનું આકર્ષણ ઊભું કરે છે. તેનાથી દર્શનાવરણ ઊભું થાય છે. ઈદ્રિયભોગો સારા લાગે કામરાગ થાય. તે તે વિષયો મેળવવાની આકાંક્ષા, તે પ્રત્યેનો ભાવ સ્નેહરાગ થયો. ત્રિદોષ ટાળવાના છે. કામરાગ અને સ્નેહ રાગ સંસારીભાવ છે. સમાજમાં ૨૨૬ સ્વરૂપ અવલોકન Page #228 -------------------------------------------------------------------------- ________________ આવે ને આત્મા ત્યાંથી પાછો વળે છે. પણ દૃષ્ટિરાગમાં ધર્મનો ભાવ છે તેથી જીવ ભ્રાન્તિ સેવે છે. ગૌતમ જેવા ગણધર પ્રભુ પ્રત્યેના પ્રશસ્ત રાગમાં અટકયા હતા. તો આપણું શું ગજું? આપણું પ્રશસ્ત રાગનું જ ગજું ક્યાં છે ? દૃષ્ટિમાં સમતુલા ન હોવાથી રાગદ્વેષના ભાવે દુનિયા અવગુણમય જણાય છે. ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ હોય અને રાજય કારભાર સંભાળે તોય આત્મા સભાન છે કે આ મારું કર્તવ્ય નથી. પૂર્વનો ભાર પૂરો કરવાનો છે. ભગવાન વિચરતા હતા ત્યારે ઈદ્ર તેમની સ્તુતિ કરી અને સંગમે મહા-ઉપસર્ગ કર્યો તો ય સમાનવૃત્તિ ધારણ કરીને રહ્યા, ન પ્રેમ, ન તિરસ્કાર. પોતાની વૃત્તિઓ જય કરીને મહામનોજયી થયા હતા. વ્રતધારી હોય, બાહ્ય સંયમ હોય છતાં પ્રતિકૂળતા થતાં શાપ આપી દે તે ઋષિમુનિ નથી. જૈનધર્મના મુનિ કે સતીએ કોઈને શાપ આપવાનાં ઉદાહરણો મળશે નહિ પોતે મરણાંત ઉપસર્ગ સહન કરી લેશે. કોઈ જીવ મોહાધીન પ્રમાદી થયો તો નિયાણું કરીને અધોગતિ પામ્યો છે. આવો સિદ્ધાંત જૈન માર્ગનો છે. સતીને માથે કલંક આવતાં તે દૂર કરવા દેવો સહાય કરતાં અને તે સાધકોને જીવ છૂટી જાય તો ય ભય ન હોતો. બીજાના લ્યાણ માટે સતીઓ કલંક-રહિતપણુ પુરવાર કરતી. પણ શાપ ન દેતી. કષાયોથી બચવા સમતારૂપી મૂળ ગુણ સામાયિક છે. તેને બદલે કાલિક વિધિ સામાયિકની રૂઢિ થઈ, તેવી બાહ્ય ક્રિયા સાધીને જીવની દશાનું પરિવર્તન ન થયું. મનની ચંચળતાનો મોટો ભાગ ચક્ષુ રોકી લે છે. પ્રથમ ચક્ષુ પદાર્થને ગ્રહણ કરે છે. મન તેમાં રસ લઈને બીજી ઈદ્રિયોને લલચાવે છે. પદાર્થને જાણે પણ લોલુપ ન થાય તો ધર્મની લાયકાત વધે છે. પુદ્ગલ પરાસ્તનો છેડો શુદ્ધ ચારિત્ર છે. વાંછના રાખી પુદ્ગલભાવને પોષે તો ચારિત્ર દૂર રહે. ઉપયોગને સ્વભાવમાં ફેરવ્યા વગર આગળ ન જવાય. ઉપશમભાવમાં બે ઘડી સ્થિર રહી જાય તો અપ્રમત્તદશા પ્રગટે. તે બે ઘડી ટકે અને કાળાદિની સામગ્રી હોય તો ઊર્વશ્રેણિ માંડી પૂર્ણજ્ઞાનદશા પામે. બે ઘડીમાં અપ્રમત્ત દશામાંથી પાછો વળે તોય આત્મદશાને સ્થિર કરવાની ક્રિયામાં રહે. આત્મશક્તિને ફોરવ્યા વગર અને ર્મ પ્રકૃતિને ફેરવ્યા વગર સ્વરૂપ અવલોકન ૨૨૭ Page #229 -------------------------------------------------------------------------- ________________ આગળ ન વધાય. સ્વભાવથી પાછો ફરે એટલે ચારિત્ર મોહનીયનો ઉદયકાળ ભોગવવો પડે. તેમાં અંતરાયકર્મ હાજર હોય. કર્મને છેદવાની તીક્ષ્ણતા તે વ્રત છે, એવા વ્રતને ધારણ કરે તે વ્રતધારી. જગતની અલ્પ પણ સુખેચ્છા રહે તો વ્રતનો ભાર વહન કરનાર થાય. નિર્મળ દૃષ્ટિ પ્રાપ્ત થતાં દર્શનના અંતરાયો દૂર થાય, ત્યાર પછી કષાયરસ મંદ પડે. વર્તમાનમાં ઉપયોગ જાગૃત રહે જેથી કર્મબંધ શિથિલ થાય. પુદ્ગલ સંબંધના ત્યાગમાં દુઃખવૃત્તિ ન રહે. ગુણસ્થાનક એ ભાવ અનુભવની જાગૃત સ્થિતિ છે. પ્રથમ ગુણસ્થાનકે વિભાવદશા હોય અને બાહ્ય ક્રિયાથી સ્વભાવગત માને તો મહા અધર્મ થાય. શ્રાવકને જાગૃતિ કે સાધુતા કેળવવા પૌષધ જેવી શુદ્ધ ક્રિયા આપી, પોષધમાં અંતરશોધન કરે, દોષોને ત્યજે, કયારે પૌષધ પૂરો થાય અને સંસારના અધુરાં કાર્યો પૂરાં કરું તેવું ન ઈચ્છે. પૌષધ છોડી સંસારના વ્યવહારમા જતાં ક્ષોભ પામે, કે આ વ્રત લાંબો સમય ટકી શકતું નથી. વળી કયારે ફરી આવું વ્રત કરું તેવી ભાવના રાખે. દુઃખથી ઘેરાયેલા જીવોને સુખ જોઈએ છે તેથી ધર્મને લાલચનું સ્થાન બનાવી દીધું છે. ધર્મ તો શુદ્ધતત્ત્વ છે. દેહ છે ત્યાં સુધી ઈદ્રિય અને મન સાથે રહેવાના, અને તે તેના વિષયો સાથે રહેવાના, પરંતુ ભોગ ભોગ્ય સંબંધનો ભાવ ન રહે તો ઈંદ્રિયગત્ વિષયોનું તાદાત્મ્ય તૂટે. કંઈક ભોગવવાની ઝંખના થઈ તો આર્તધ્યાન રહેશે. યાત્રાએ જનારા ફરી યાત્રાએ આવે ત્યાં સુધી કોઈ પદાર્થનો ત્યાગ કરે છે. એકવાર આવા ત્યાગની રુચિ થઈ પછી યાત્રા કરીને ત્યાગમાં વધુ દેઢ થાય. અંતરમાંથી તે પદાર્થ છૂટયો ન હોય તો ફરી યાત્રાએ જાય અને વ્રતી રહેવાને બદલે અવ્રતી થાય. પદાર્થ છોડવાને માટે આવા નિયમો અભ્યાસ માટે આપ્યા, અભ્યાસ દેઢ કરવાને બદલે પદાર્થની છૂટ થતાં બરાબર રસ લઈને તેનો ભોગ કરે તો વિષયોથી દૂર ન જવાય. સંયમ ગ્રહણ કર્યા પછી પરિગ્રહ ભેગો કરવાની શી જરૂર ? ચારિત્ર ગ્રહણ નિષ્પરિગ્રહી થવા માટે કર્યું છે. પદાર્થની આસક્તિ એવી રહે અને ચારિત્ર ગ્રહણ કરે તો સ્થાન કે સાધનો બદલાય, વૃત્તિ ન બદલાય. ચારિત્રનો હેતુ ભોગનો અભાવ છે. દેહ અને ઈંદ્રિયોને દમે પણ બાહ્યક્રિયામાં કશું કરી માન મેળવવાની વૃત્તિ ન છૂટે તો ભાવસંયમ ન આવે. ઉપદેશ કાર્ય ૨૨૮ સ્વરૂપ અવલોકન Page #230 -------------------------------------------------------------------------- ________________ કરે છતાં જ્ઞાન દર્શનની આરાધના પ્રથમ કહી, જેથી અજ્ઞાન દૂર થતાં શુદ્ધ ચારિત્ર ભાવ પ્રગટે. જગતમાં આવો શુદ્ધ ચારિત્રનો ઘણો અલ્પ અંશ જોવા મળે છે. આંતર રીતે ક્રોધ, માન, માયા, લોભ જેવી પ્રકૃતિનું સેવન ન છૂટે તો દ્રવ્યસંયમીને પણ ભાવ સંયમ દુષ્કર થઈ જાય. બાળ બ્રહ્મચારી હોય કામને જીત્યો હોય પણ માનને ન જીતે. સ્ફુલિભદ્ર જેવા પ્રાતઃ સ્મરણીય કામ વિજેતા જ્ઞાનના અહમ્ આગળ ઝૂકી ગયા. પોતે બાળ બ્રહ્મચારી છે તેવું ભાન-માન ઉપજાવે. નામ આગળ તેવો શબ્દ પ્રયોગ કરવામાં ૨સ આવે, નામ આગળ કેટલીય ઉપાધિનાં નામો લખાય, તો દુષ્કર એવું ચારિત્ર અને બ્રહ્મચર્ય જેવા મહાન તપને અંતે પણ જીવ તેની સમગ્રતા ન પામે. બ્રહ્મ એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાનમય દશા, એ જ્ઞાનદશા એવી સ્થિર હોય કે પહાડને કંપાવે પણ જ્ઞાની ન કંપે. પૂર્વથી ચાલી આવેલી પ્રકૃતિનો સુધાર કરીને આગળ ચાલે તો યોગીજીવન પ્રગટે. આજે મતિજ્ઞાનની શુદ્ધતાનો અભ્યાસ જોવામાં આવતો નથી, મતિ એટલે મન અને ઈંદ્રિયોની સહાયતથી થતું જ્ઞાન. એક મકાન દૃષ્ટિગોચર થયું, તે મતિજ્ઞાન છે તે ઘર કે મકાન છે તેમ સ્પષ્ટ થયું તે શ્રુતજ્ઞાન થયું. તેમાં મારાપણું, સારા ખોટાપણું થયું તે મતિઅજ્ઞાન થયું. તેવું મેળવવાની પ્રાપ્તિના વિચારો તે શ્રુત અજ્ઞાન થયું. આવું અજ્ઞાનનું દુઃખ ઊભું કરનાર અનાદિકાળનો અભ્યાસ જીવે કરેલો છે. માટે પદાર્થનો મોહ છોડી જીવે જ્ઞાન આરાધન કરવું જોઈએ. જ્ઞાન અજ્ઞાન જીવના બે પાસાં છે. એકની અનુપસ્થિતિમાં બીજાની ઉપસ્થિતિ હોય છે. માટે ઉપયોગપૂર્વક જ્ઞાનને હાજર રાખવું. ધની, જ્ઞાની, ત્યાગી સૌને લોકો માન આપશે. અજ્ઞાનથી કોઈ બચાવશે નહિ અજ્ઞાનથી બચાવનાર કેવળ સત્ દેવ, ગુરુ અને ધર્મ છે. સંસારના કાર્યમાં વિઘ્ન આવે, અંતરાય આવે ત્યારે તે દૂર કરવા કેવો મથે છે ? અને પરમાર્થમાર્ગે બધો જ યોગ છતાં અંતરાયને માનીને પ્રમાદ સેવે છે. સારાંશ : આ કાળે મોક્ષ નથી, તેમ જે નિર્ધાર કરે તે મોક્ષમાર્ગનું આરાધન કરી ન શકે. ખરેખર તો જેને સંસારનું કાર્ય ઘણું ગમ્યું છે. તેનો મોક્ષ ન હોય. આ ક્ષેત્રે ન હોય તો ક્ષેત્ર બદલવા જેવું કાર્ય કર, અને મોક્ષની સ્વરૂપ અવલોકન ૨૨૯ Page #231 -------------------------------------------------------------------------- ________________ સાધના કર. મોક્ષ નથી તેમ માની પુણ્યના મોહમાં ન પડ. સૌને પરિગ્રહની મૂછ થઈ છે. શ્રાવક-સાધુ સૌને એમાં પ્રિયતા લાગી છે. ધનોપાર્જન એવી રીતે થાય છે કે તેમાં જીવ જડતા પામે છે, સંયમનો ભાવ ઊડી જાય છે. સૌને દેવલોક પ્રિય થઈ પડ્યો છે તેથી વ્યવહારમાં મૃત્યુ પછી એવી ભાષા વપરાય છે કે દેવલોક થયા. દેવપદને મોટું પદ માને છે. સધર્મમાં તો તે એક સંસાર મનાયો છે. સુખની, શાતાની, ભોગની આસક્તિ ટળી નથી તે સુખ ઈચ્છે છે. ગમે તે સાધન કે સંયોગમાં આસકિત ઘટવી જોઈએ. સુખ અને દુઃખ, પુણ્ય અને પાપથી અભેદભાવ આવવો જોઈએ. પુણ્ય પણ ત્યાગ માટે છે. ભગવાન જેવા પુણ્યાત્માનું અનુકરણ ન હોય. ભગવાને વરસીદાન દીધું. તેમ દીક્ષાર્થી હાલ દાન આપે છે, એક હાથે દેવા માંડે અને બીજે હાથે લેવા માંડે તો પરિગ્રહની મૂછ જાય નહિ સાધનો અને ઉપકરણોનો ફેરફાર થાય. ઈચ્છાનો નાશ ન થાય જ્ઞાનીઓએ કરેલી ક્રિયાના બાહ્યસ્વરૂપ સાથે અંતરસ્વરૂપ ગ્રહણ કરવું. મનને જીતવું દુર્લભ છે તેથી તેવો પ્રયત્ન જ થતો નથી. ક્રિયાધર્મથી તે સાધ્ય થતું નથી. કેટલાક જીવો વિષયોને જીતવાની વિચારણામાં કેવળ આત્મધર્મને અનુસરીને ક્રિયા ધર્મને ગૌણ કરે છે. શ્રાવકને માટે દાનાદિ બાહ્ય ક્રિયા જરૂરી છે, અને સાથે અંતરશુદ્ધિ જરૂરી છે. સધર્મ આરાધન સમ્યકત્વ સાથે હોય છે. અજ્ઞાનવશ શુગાંરિક રસમય ક્રિયાઓ યોજાય છે. તે સધર્મ નથી. જીવન અપ્રમાદી બને તે દશાનો અનુભવ જાગૃતિ દ્વારા થઈ શકે છે. સંસાર ભ્રમણથી થાકેલો જીવ પ્રવૃત્તિનું પરિવર્તન કરે છે. અને પ્રથમ સમ્યકત્વ સાધે છે. દેવગતિમાં જાય તો ય ત્યાં સત્ની રુચિને જાગૃત રાખે છે. દેવાયુ મિથ્યાત્વી અને અભિવ્ય પણ પામે છે. પરંતુ તે જીવો મિથ્યાત્વ સેવે છે. અંતે અસદ્ગતિ પામે છે. સમકિતી દેવગતિમાંથી છૂટવાની વૃત્તિ રાખે છે. જૈનધર્મના કર્મોના સિદ્ધાંતોમાં આત્મા અને પુદ્ગલની સમજ વિષે ઘણી સ્પષ્ટતા છે. દેવ, ગુરુ, ધર્મ, તત્ત્વની શ્રદ્ધાનું પ્રાધાન્ય છે. દેવ, ગુરુ, ધર્મ, પ્રત્યેની શ્રદ્ધાએ જીવ સતુ પામી શકે છે. સમ્યકુદૃષ્ટિ પ્રાપ્ત થતાં તત્વના હેય, ક્ષેય અને ઉપાદેયના આચારને સમજે છે. જેનપણું આરાધે અને અનંત સંસાર રહે તેવું બને નહીં. સંસારમાં રખડતો મિથ્યાત્વી પણ સ્વરૂપ અવલોકન ૨૩૦ Page #232 -------------------------------------------------------------------------- ________________ આત્મ શુદ્ધિથી મુક્ત થાય છે. સંસારમાં સુખ બુદ્ધિવાળા જીવો ગાઢ મિથ્યાત્વમાં જાય છે. તેવું અનાદિકાળથી ચાલે છે. અશુદ્ધિને કારણે તેનો નાશ થતો નથી. અસત્કર્મોનું ઉપાર્જન જીવ પોતે જ કરે છે, ધર્મની ક્રિયા કરે છે તેમાં ક્રિયાઓ બદલે છે પણ એકમાં આત્મ અનુભવ થતો નથી અને એમ જીવનો સમય ચાલ્યો જાય છે. સત્ સાધન પકડીને થોડું પણ ધીરજથી આગળ વધવું. હું એક અવિનાશી આત્મદ્રવ્ય છું, જૈનકુળ અને અનુકૂળ ક્ષેત્રાદિ મળ્યાં છે. મારે પહાડો ઉથલાવવાનું પરાક્રમ કરવાનું નથી. કેવળ આ દેહમાં રહેલા મન અને બુદ્ધિના વલણનું પરિવર્તન કરવાનું છે. જ્ઞાનીઓએ તે માર્ગ બતાવ્યો છે. તેનું લક્ષ કરે આગળ વધાય. તેને બદલે અનેક પ્રકારના તપ, ક્રિયાદિમાં પડે. સુધારણા પછી કરીશું તેમ વિચારે તો બધી ક્રિયાઓ લક્ષ સાધ્ય ન થાય. આ મનુષ્યજન્મ પૂર્વે, અનંત વાર મનુષ્યજન્મ ધારણ થયા છે. બાળચેષ્ટાએ હજી જન્મ મરણ ચાલુ છે. મૈને કેળવવાનાં નથી, કાળને કેળવવાનો છે. મનુષ્ય થઈને સમાર્ગ ન પામું તો બીજી કોઈ ગતિમાં તેની શક્યતા નથી. આ કાળ એક અવસર છે મહા પુરુષાર્થની જરૂર છે. અહીંથી એવે પ્રકારે છૂટું કે ફરી અહીં આવવાનું જ ન થાય અને ભ્રમણ ટળે. સુખ મેળવવા મથે છે. દુઃખ આવીને ઊભું રહે છે આમ કર્મની ઘટમાળ ચાલે છે. ધર્મ કેવળ ધાર્મિક ક્રિયામાં જ સમાઈ જતો નથી. આહાર સમયે લોલુપતાથી અલિપ્ત રહેવાનો ઉપયોગ, જરૂરિયાત પ્રમાણે અલ્પ હિંસા થાય તેવો ઉપયોગ, વાણીમાં સત્ય, વર્તનમાં સમભાવ આ સર્વે ધર્મક્રિયાઓ છે. સંસાર પ્રયોજનોમાં સુખબુદ્ધિ રહે, અસત્યાદિ થાય તો તે આર્તધ્યાન છે. ધર્મધ્યાન માટે કોઈ મુક્ટર સ્થાન નથી. આત્માનું ઉપયોગમય નિયમથી રહેવું તે ધર્મધ્યાન છે. તે કઠણ લાગે છે. એથી આર્તધ્યાન હાજર રહે છે. આત્માની અનંત શક્તિ છે તેના સામર્થ્યનો અનુભવ પુરુષાર્થ વડે થાય છે. આયુષ્યકર્મ જીવમાત્ર ભોગવે છે. શાસ્ત્રમાં ધર્મકૃત વિષયો દર્શાવ્યા છે. અને સંસારનું સ્વરૂપ દર્શાવ્યું છે. આયુકર્મનો બંધ ક્ષાયિક સમકિતી સિવાય પ્રાયઃ મિથ્યાત્વમાં પડે છે. સમકિતી હોય તો પણ આવું બનવા સંભવ છે કારણકે ક્ષયોપશમ ભાવદશાની ચડ-ઉતરમાં મિથ્યાત્વ જોર સ્વરૂપ અવલોકન ૨૩૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ કરી જાય છે. ક્ષાયિકને જવલ્લે જ બંધ હોય છે. આયુબંધ પછી ક્ષાયિક દશા પ્રગટે એ જીવ બીજે-ત્રીજે ભવે મુક્ત થાય છે. મિથ્યાત્વમાં પણ શુભભાવમાં બંધ પડે સદ્ગતિ પ્રાપ્ત થાય છે. મુક્તિ એ સ્વતંત્ર ધર્મ છે. તેને પ્રાપ્ત કરવા સમ્યગુ જ્ઞાન દર્શનની આવશ્યકતા છે. શુદ્ધ ચારિત્ર તે આત્માનુભવ છે. તે પ્રગટ થતાં આયુપૂર્ણ થયે નિર્વાણ પ્રાપ્ત થાય છે. આઠે કર્મમાં મુખ્ય બળવાન પ્રકૃતિ મોહનીય કર્મ છે. મોહનીય કર્મ આત્માના જ્ઞાનાદિ ગુણોને ગાઢ આવરણ કરે છે. આ કર્મને જીતે કર્મોનું સઘળું બળ હીન થાય છે. મોહનીય કર્મ સઘળા કર્મોનો સેનાપતિ છે. જીવને ભ્રમમાં રાખે છે. જયાં સુખ નથી સુખનો ભ્રમ પેદા કરી મૂંઝવે છે. જયાં સુખ છે ત્યાં તો જીવને દૃષ્ટિ જ કરવા દેતું નથી. છતાં પરમાર્થ પામવાના જિજ્ઞાસુ જીવો આત્મજ્ઞાન વડે મોહનીય કર્મનો ક્ષય કરી મુક્ત થાય છે. મનુષ્યજન્મમાં જ આ કાર્ય સિદ્ધ થાય છે. આયુબંધ એક જીવનમાં એક જ વાર થાય છે. તે માટે સાધકે સતત વિચારણા કરવી કે હું સંસારના પદાર્થમાં રસપૂર્વક વર્તુ છું કે રસહીન વતું છું. રસહીન થવામાં પ્રવૃત્ત રહેવું. આવો અભ્યાસ સતત કરવો, તેમ કરતાં જીવનમાં મહા ક્રાંતિ થશે. મનુષ્યદેહે ચૈતન્યનો મહાવિકાસ થઈ શકે છે. સમયે સમયે જાગૃત રહેવાનું મહાબળ રાખવું પડે છે. એવો મહાયોગ પ્રાપ્ત કરવા એકાંતે સાધના કરવી અનાભ્યાસે કઠણ લાગે. પણ હવે આટલે આવેલા સાધકે ધીરજપૂર્વક આગળ વધવાનું છે. સમકિતની સિદ્ધિ શું છે ! તેમાં શું તત્ત્વ સમાયેલું છે? તે તત્ત્વ આત્મશુદ્ધિમાં કેવું સહકારી થાય છે? અનંતકાળથી જે કાર્ય સિદ્ધ ન થયું તે સમકિતથી થાય છે. ભણેલા કે અભણ વિનયશીલ થતાં આ તત્ત્વ પામતો જાય છે. ભાવ વિનય સમકિતમાં ઉપજે છે. મુક્તિની આરાધનાનો પ્રારંભ એ સમકિતનું તત્ત્વ છે. અને મુક્તિ તે તેની સિદ્ધિ છે. સમકિતી કર્મના ઉદય સમયે સુધારણા કરતો જાય છે. તે સકામ નિર્જરાનો અધિકારી થાય છે. વિષમ પરિસ્થિતિનો ઉદય હોય તો ય મંદ પરિણામમાં કે સમતાભાવે સહી લેવાથી, જ્ઞાનદશા જાગૃત હોવાથી, સકામ નિર્જરા થાય છે. સમકિત પ્રાપ્ત થયા પછી પૂર્વ કર્મ ઉદયમાં આવે, અશાતાદિ ઉદયમાં આવે ત્યારે તે વેદનાને સમતાથી સહી લે, મનથી દેહભાવને અલગ કરે. વચનમાં સ્વરૂપ અવલોકન ૨૩૨ Page #234 -------------------------------------------------------------------------- ________________ મૌન રાખે. કદાચ અસહ્ય વેદનામાં બૂમ પડી જાય, ઔષધ લેવું પડે, તે શરીરધર્મ છે. પરંતુ ભેદજ્ઞાનને આવરણ ન આવે, તે આત્મા સકામ નિર્જરાનો અધિકારી છે. કર્મયોગ એટલે સંસારમાં કેવળ પરોપકારનો કર્મ કે અન્ય ક્રિયાઓ કરી વ્યસ્ત રહે તે કર્મયોગી એવો અર્થ નથી. તે એકાંત અર્થ છે. કર્મયોગી એટલે મન, વચન, કાયાના યોગને મધ્યસ્થ રાખી, શુદ્ધિ રાખી, ઉપયોગપૂર્વક કાર્ય કરે તે કર્મયોગી છે. માતા-પિતાની સેવા હોય, જનતાની સેવા હોય. સહુમાં માનવતાપૂર્ણ અને ધર્મરૂપ ભાવના હોવી જોઈએ. બીજી રીતના ઉપકાર એ લેવડ દેવડ છે. ગીતાના કર્મયોગ અને સમકિતના કર્મયોગમાં અંતર છે. કેવળ કર્મયોગમાં માનવાવાળા બાહ્ય કર્મયોગમાં પડી જશે. સમકિતી કર્મને વિવેકપૂર્વક કર્તવ્યરૂપે ક્રિયા માને છે. અને મોહને ત્યજે છે. જાતિ મદ જેવા ભાવને ત્યજે છે. સમકિતષ્ટિ એટલે જ નિષ્કામ ભાવવાળો આરાધક, તેનું ગૃહસ્થ જીવન ધર્મમય હોય છે. પરોપકાર જેવાં કાર્યો સહજભાવે કરે છે. સ્વઆરાધના તેનું લક્ષ છે. તે આરાધના એટલે જીવનની શુદ્ધિ, તેને અનુરૂપ સાધકના વ્યવહારમાં સમતુલા હોય છે. આખરે તે મુક્તિગામી થાય છે. એ કર્મ કે ધર્મનો આખરી ન્યાય છે. સ્યાદ્વાદધર્મની વિશાળતા સમજાય. કાર્યકારણની સમજ આવે. ત્રણે યોગની સમતુલા જળવાય તો સાચી ધર્મ-આરાધના સરળ બને. તેની ફળશ્રુતિમાં સંસાર ટૂંકો થાય, અને સમીપમુક્તિનો અધિકારી બને, અનાદિ કાળના અનાભ્યાસે જ્ઞાનનું અને સ્વરૂપનું વિસ્મરણ થયું છે, છતાં માનવદેહ મળ્યો છે. હવે ચૂકવા જેવું નથી. આવી વિચારણાથી પ્રથમ ધર્મભાવ પ્રગટે છે. તે પછી સમજ કેળવાય છે. ઉપદેશ અને ધર્મકથાની રુચિ વધે છે. આમ આત્માનો ઉત્તરોત્તર વિકાસ થતો જાય છે. જીવ-અજીવના કર્મના ક્ષીરનીરવત્ સંયોગથી મોટો ઉત્પાદ મચ્યો છે. સંસારમાં મુખ્ય ચૌદ ભેદવાળા જીવો છે. માનવદેહ એ ભેદમાં ટોચે છે. માટે તેને મુક્તિધર્મની યોગ્યતા આપી. પણ જો પૌલિકભાવમાં જાય તો ચૌદ રાજલોકમાં ફરવાની લાયકાત મળે. માટે જીવ-અજીવનું ભેદજ્ઞાન જરૂરી છે. પુદ્ગલપરમાણુઓ રૂપી કર્મવર્ગણાને અલગ અલગ પ્રકારે પરિવર્તિત કરવાનું કાર્ય જીવના ભાવ કરે છે, તે અજ્ઞાનજન્ય છે. સ્વરૂપ અવલોકન ૨૩૩ Page #235 -------------------------------------------------------------------------- ________________ આત્માને સ્વકાળે બોધ જન્મે છે ત્યારે જાગૃત થઈ જ્ઞાનીનો આશ્રય શોધી સંસારની માયા પ્રપંચ વગેરેના શમનમાં પુરુષાર્થ કરે છે. જગતમાં જે ઉત્પાદો થાય છે તે સામૂહિક કર્મ અને સંઘર્ષમાંથી ઉત્પન્ન થાય છે. લોકો તેને ઈશ્વરકૃત માને છે. એથી તેમાં રહેલા હિંસાદિભાવોમાંથી ઉપજેલા વેરાનુબંધ સંબંધોને તે સમજી શકતા નથી, એથી ઉદયકાળે બીજા નવા બંધ કરી સંસારમાં રખડે છે. અથવા કુદરત સામે બાથ ભીડે છે. પણ કર્મવ્યવસ્થા ખૂબ નિયમિત અને વ્યવસ્થિત છે. તેમાં કેવળ આત્મનિંદાનો ભાવ ન લેવો, પરંતુ અભ્યાસ દ્વારા કર્મ-કુદરતની વ્યવસ્થાને સમજવી અને માનવતા વિકાસાવવી. ધર્મવ્યવહારમાં જુદાઈ જણાય છે તે જ્ઞાનનો ભ્રમ છે. સાપેક્ષતા સમજાય તો ધર્મમાં વિરોધનું કંઈ કારણ નથી. ધર્મની સાધનાના વિવિધ પ્રકારો હોઈ શકે, તેમાં અનેકાંત પદ્ધતિ સરળ છે. તેના ભેદ-ઉપભેદના શાસ્ત્રાર્થમાં ન ઉતરવું. તેના સિદ્ધાંતબોધને ગ્રહણ કરવો. અજીવ તત્ત્વોને જાણી તેની અનિત્યતાને સમજી લેવી. પુદ્ગલમાં પરિવર્તન કરવાની દોડમાં આત્મશક્તિની હાનિ ન કરવી. દરેક તત્ત્વ સ્વતંત્ર છે. જીવ-અજીવ સંયોગી તત્ત્વ છે. અલગ થઈ શકવાની સ્વતંત્રતા છે. તેની સમજ એ સમિત છે. શાસ્ત્રના વાદવિવાદ એ સમિત નથી. વાદ વડે સીધા અને સરળ તત્ત્વને વક્રરૂપ આપી જ્ઞાનથી વંચિત થવાય છે. ન જીવ અને અજીવનું ભેદજ્ઞાન થતાં મિરાજાએ ઈંદ્રને શું જવાબ આપ્યો ? ઈંદ્ર રાજાને લલચાવે છે કે આવું સારું મિથિલાનું રાજય, લશ્કર, રાણીવાસ વગેરે સુખ શા માટે છોડો છો ? રાજા કહે છે કે “મારું છે તે છોડતો નથી. જે મારું નથી તે મારું થવાનું નથી.” માટે રાજય વગેરે સર્વ ત્યાજય છે, તેનું છૂટી જવું એ જ સ્વધર્મ છે. રાજાએ ઈંદ્રને પણ મહાત કર્યા, અને સર્વસંગ પરિત્યાગ કરી ચાલી નીકળ્યા. શુદ્ધદર્શનના અનુભવે ચારિત્રનો નિર્ણય થાય. વર્તમાન પુરુષાર્થ જાગ્યો તે પૂર્વના જ્ઞાનદશાનાં લક્ષણો છે. તેનું એક સાધન જિનદર્શન છે, શ્રદ્ધા છે. હાલ તે દર્શનને કેવળ ક્રિયારૂપ મનાવ્યું છે. દર્શનથી સુખ ઉપજે, અને અનુભવ ઉપજે ત્યારે દર્શન શુદ્ધ થાય. લાભ અને લોભ વૃત્તિ થવાથી શુભભાવમાં જ અટકી પડે. સંસાર પ્રત્યે ઉદાસીનતા આવે, બંધન ઘટે. સંસારી મુનિને દુઃખી ૨૩૪ સ્વરૂપ અવલોકન Page #236 -------------------------------------------------------------------------- ________________ જાણે છે, મુનિ પર સંબંધો તોડવા વ્રતો, આતાપના કરે છે, તે દુઃખી નથી. તેમને નિજસ્વરૂપનું સુખ છે. તેમના વ્રતાદિ પછી આહાર આપવામાં વિવેક રાખવો. તેઓ દુઃખી છે માનીને આહાર-ગોચરીનો વિવેક ચૂકી ન જવો. જો મુનિ દુઃખી હોય તો આપણને સુખનો માર્ગ કેવી રીતે આપશે? મુનિ પ્રત્યે સદ્ભાવ શ્રદ્ધા હોવા જોઈએ. શ્રાવકોની રાગાદિ બુદ્ધિ અને મુનિજનોમાં શિથિલતા આવી તેથી અન્યોન્ય ધર્મનો શુદ્ધ સંબંધ ટકયો નહીં. એક પથ્થર પહાડથી છૂટો પડી અફળાઈ-અથડાઈ ઘસારો વેઠી ગોળાકારે આકાર પામે છે તેમ સંસાર ભાવથી છૂટવાનો કામી આત્મા અજ્ઞાનથી છૂટો પડી વળી જ્ઞાન અજ્ઞાનમાં અથડાઈ રઝળી ભવી તરીકે છૂટો પડે છે તે પછી શુદ્ધ શ્રદ્ધા વડે સમકિતનો આકાર પામે છે. તે પછી ધર્મમાર્ગનો સાચો અધિકારી થાય છે. અને ભવચક્રની ગણતરીમાં આવી જાય છે. આત્માની કેવળ નિંદા ના કરવી તેના દોષોની નિંદા કરી તે દોષોથી મુક્ત થવું. તે પછી આત્માની અનંત શક્તિનો ઉપયોગ કરી જે સિદ્ધિ થાય તેનો આનંદ અનુભવવો. તે સિદ્ધિ એટલે પ્રારંભમાં સંતોષ સમતા જેવા ગુણોનું પ્રગટ થવું. કર્મની પ્રકૃતિઓ શુભાશુભ છે. એટલે શુભને અશુભમાં અને અશુભનું શુભમાં પરિવર્તન થતાં વાર લાગતી નથી. ક્રોધ, માયા, લોભની પ્રકૃતિમાં અશુભ તત્ત્વ છે. માનમાં શુભાશુભ છે. માન થવું તે અશુભ છે. માન મળવું તે શુભ યોગ છે. જયાં જયાં જીવ શુભમાં લોભાયો કે અશુભ તત્ત્વ તેમાં પ્રવેશી જાય છે. શુભભાવ દોષથી મૂકાવે તેવો ભાવ છે. તેથી સત્ પ્રગટ થાય છે. આત્મા સક્રિય ચૈતન્ય છે. તેથી જ્ઞાનક્રિયા દ્વારા મુક્તિ તરફ જઈ શકે છે. બાહ્ય ક્રિયા કરવાના અને ભોગવવાના બહાને સંસારમાં રખડે છે. પહેલે ગુણસ્થાનકે અસત્ પ્રવૃત્તિની બાહ્ય ધમાધમ છે. સાતમે અને આઠમેથી અનંત નિર્જરાની તીવ્રપણે ક્રિયા થાય છે, અને સમશ્રેણિએ એક અંતર્મુહૂર્તમાં તો તેરમે પહોંચી સર્વજ્ઞાતા દ્રષ્ટાપણું પામે છે. ધનસંપત્તિ, સિદ્ધિ, રિદ્ધિ હોવી તે દોષ કે ગર્વ નથી. તેમાં પોતાપણું, તે વડે પોતે મોટો તેવું અભિમાન, ગર્વ છે તે દોષ છે. તે પ્રમાણે ધર્મસ્થાનમાં કે ક્રિયામાં મોટો ગણાય ત્યારે અભિમાન સેવે તે અવિવેક છે. સંસારમાં વિષય સુખનાં સાધનો-સંપત્તિ હોવાથી વ્યવહારમાં ઉન્મત્તતા આવે છે. સ્વરૂપ અવલોકન ૨૩૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામીની કેટલી લબ્ધિ ? શાલિભદ્રની કેટલી સંપત્તિ ? અભયકુમારની કેટલી બુદ્ધિ ? સુદર્શન શેઠનું કેવું શીલ ? તેમની સાથે સરખામણીમાં ધર્મભાવે તારો વિચાર કર. અને વિનયી થા તે મહાત્માઓનું સ્મરણ કર અને સત્ પુરુષાર્થ કર. તે જ્ઞાની મહાત્માઓએ બાહ્ય સંપત્તિનો ત્યાગ ક્ષણમાત્રમાં કર્યો હતો. તેનો વિચાર કર. જીવાદિ નવ તત્ત્વમાં જીવ અને અજીવ બે મુખ્ય તત્ત્વ છે. જીવ અને પુદ્ગલના સંબંધમાં બીજા આવતા હોવાથી તેને તત્ત્વ ગણ્યા. બીજા સાત તત્ત્વોમાં મૂળ તાત્વિકતા નથી. જીવ તત્ત્વ મુખ્ય છે. સંસારથી મુક્ત થઈ શકે છે તે તેનું તત્ત્વ છે. શાસ્ત્રો દ્વારા આ તત્ત્વને તથારૂપે જાણે અનુભવે તો શાસ્ત્ર બોધદાયક થાય. નવ તત્ત્વનાં નામ ભેદની જાણકારી કે સ્મૃતિ તે શ્રદ્ધા નથી. નવ તત્ત્વની તથારૂપ શ્રદ્ધા તે સમકિત છે. તે તત્ત્વનું સ્વરૂપ જાણી પુરુષાર્થ કરે તો સમકિત પ્રગટે. રિદ્ધિ-સિદ્ધિનું ગૌરવ તે અંતરાય છે. કોઈ શાની મળે, પૂર્વના આરાધનનો આ વર્તમાનનો શુભ ઉદય દર્શાવે તો જીવને ખ્યાલ આવે કે કેવા ત્યાગ સંયમના ભોગે જીવે આ બધું મેળવ્યું છે. રિદ્ધિ આદિ સાધન છે તેની ઉન્મત્તતા તે ગૌરવ છે. પુણિયા શ્રાવક્ની ઝૂંપડીમાં આત્મ સિદ્ધિ કેવી હતી ? ફક્ત એક સામાયિક્તા ફળ વડે નરકાસુ નાશ પામે. છતાં ગૌરવ કેટલું શૂન્ય ? ધન, માન, શક્તિ, સર્વ દૈહિક છે. રિદ્ધિ સિદ્ધિ દૈહિક છે. લબ્ધિ અતિન્દ્રિય શક્તિ છે. તે વડે સત્ સાધનનો અનુભવ થાય છે. સમિકતીની દૃષ્ટિમાં પરિપકવતા છે, વિવેક છે. તે જાણે છે કે પરસેવનથી પરનો ઉત્કર્ષ થશે. તેથી રિદ્ધિ-સિદ્ધિમાં અટવાતો નથી. આજે ઉપદેશકો સાધકોને મૂંઝવે છે તેથી પરક્રિયા છોડતાં ભય પામે છે. ધર્મમાં ભય અને લાલચનું મહત્ત્વ વધી ગયું છે. ધર્મ ન કરનાર કરતાં ધર્મસંમ્મોહનવાળા વધુ રખડે છે. પુણ્ય ઉપાર્જન કરીને પરાધીન બને છે. સમજણ વધતી જાય તેમ આવી પરાધીનતાથી છૂટે. સંપત્તિ ગૌરવરૂપ નથી લાગતી, ત્યારે વિપત્તિ ભયરૂપ નથી લાગતી. સંપત્તિની ઘેલછા ટળતાં વિપત્તિનો ભય ટળી જાય. ધર્મ એ કેવળ સુખનું કારણ છે. તેમાં પ્રમાદરૂપી અંતરાય અન્ય સુખ ભણી ખેંચી જાય છે. ધર્મવ્યામોહ કોઈવાર સમકિતી આત્માને પણ ૨૩૬ સ્વરૂપ અવલોકન Page #238 -------------------------------------------------------------------------- ________________ થાય છે. વિવેક ધર્માધર્મનો ભેદ કરાવે છે. આત્મસુખ નિરુપાધિક છે. જયારે રિદ્ધિ વગેરેનું ગૌરવ મનમાંથી ખસે છે ત્યારે સ્વધર્મનું આરાધન થાય છે. વિચારશુદ્ધિના બળે પર પદાર્થો સાથે સુખદુઃખનો ભાવ શાંત થાય. આત્મ સુખ શું તેનું મૂલ્ય આત્મા સમજતો થાય. સાધુને જ્ઞાન અપેક્ષાએ નિસુખ વર્તે છે. મન, વચન, કાયાના યોગોનું રાગાદિમાં પ્રવર્તવું તે માયિક ભાવનો પ્રકાર છે. અપ્રતિબદ્ધપણે ઉદયકર્મને ભોગવવાં તે અમાયિકભાવ છે. ભૂલ સમજાવનાર ન હોય અને ભૂલ સમજતો ન હોય એટલે બાળભાવ સેવે તે અજ્ઞાન છે, તે આત્મા પંડિતમરણ કે સમાધિમરણ સુધી કેમ પહોંચે? બાહ્ય ક્રિયાના આધારે ધર્મી થનાર જીવ કષાયભાવમાં રહીને ઠગાય છે. લૌકિક ધર્મ વડે લોકોત્તર ધર્મ પામી શકાય નહીં. ધર્મ પામવા આ કાળમાં મતિ-શ્રુતજ્ઞાનની શુદ્ધિ માટે પુરુષાર્થ કરવો. જેથી જીવ લૌકિક અને લોકોત્તર ધર્મની અલગતા સમજી શકે. ઉપયોગ વડે આત્મા ઓળખાય છે તેમ શ્રુતજ્ઞાન વડે સમજ કેળવાય છે. જયારે અનંતાનુબંધી કષાયનો ઉદય હોય છે ત્યારે જીવ અજ્ઞાનરૂપી અંધકારમાં આવી પડે છે. દર્શનમોહનીયની પ્રકૃતિ શિથિલ થાય તો ચારિત્ર મોહનીય શિથિલ થાય. બંધન અને વેદનથી જીવ અળગો રહે તો આત્મભાન જાગૃત રહે. દ્રવ્ય સંયમ હોય ત્યારે પણ પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ ન થાય અને બંધન કે વેદન ચાલુ રહે તો ચારિત્ર મોહનીયનો ઉદય રહે. સંયમથી જ્ઞાની મહાસુખ પામે છે. અપૌદ્ગલિક અનુત્તર વિમાનવાસી, દેવો કરતાં પણ મુનિસંયમીનું નિજ સુખ વિશેષ છે. કષાયનો જય કર્યા પછી નિર્વિકલ્પ દશાનો અનુભવ આનંદ સ્વરૂપ છે. ક્રિયાધર્મ પ્રવૃત્તિપ્રધાન છે. એકાંત ધર્મમાં ઉપયોગની શુદ્ધતા છે. જ્ઞાનમય ક્રિયા તે ચારિત્ર છે. કષાયની મંદ દશામાં જ્ઞાન શ્રદ્ધા હોય, સત્ પુરુષાર્થ હોય. સદેવ ગુરુ ધર્મનું આલંબન હોવા છતાં આત્મનું સ્વાવલંબન પ્રગટતું રહે છે. મુકિત માટે જ સમગ્રપણે ચારિત્ર પળાવું દુર્લભ છે. તદ્ભવ મોક્ષગામી થઈ શકે તેવા કાળમાં પણ શુદ્ધ ચારિત્રનું પ્રમાણ અલ્પ હતું. ચારિત્ર એ શુદ્ધિ છે, જ્ઞાન તેને ઉત્પન્ન કરવાનું સાધન છે. દર્શન માર્ગ સૂચક છે. ત્રણેની એકતા તે સ્વરૂપ રમણતા છે. સ્વરૂપ અવલોકન ૨૩૭ Page #239 -------------------------------------------------------------------------- ________________ દર્શનની ક્ષતિથી ચારિત્રમાં કષાય વેદાય છે. અને માન સત્કારની વાસના જાગે છે. પોતે ચારિત્રમાં શિથિલ થઈ અન્યને પરવસ્તુમાં ધર્મનો ઉપદેશ આપે છે. પ્રભુ ઉપદેશ આપતા ત્યારે અતિશયને કારણે તેમનું અંગ સ્થિર રહેતું. હલન-ચલન ન થાય. તેમને હાવભાવ કરવા ન પડે. તેમની મુદ્રામાં સહજ જ્ઞાન, કરુણા પ્રગટ થાય. દિવ્યધ્વનિમાં એવી દિવ્યતા હોય કે સાંભળનારને બોધ પ્રાપ્ત થાય. હાલ તો ઉપદેશમાં અન્યને ઉત્તેજના લાવવા માટે હાવભાવ ઉત્પન્ન કરવા પડે છે. હાસ્યરસ જેવો વાર્તાલાપ થાય છે. આમ કષાયજન્ય ઉપદેશથી આવરણ આવે છે. જૈનધર્મનો માર્ગ શુદ્ધ હોવાથી આવી સૂક્ષ્મતા વિચારવી પડે છે. પૂર્ણ વિકાસની માનવદેહમાં સંભાવના દર્શાવી છે. ચારિત્ર-સંયમની શિથિલતા એકાંતમાં આત્માનો શું અનુભવ કરે ? સંસારીને સંસારભાવમાં કષાયના પૂર્વ સંબંધો એવા ઉદયમાં વર્તે છે કે તેમાં તદાકાર થઈ જાય છે. શાસ્ત્રજ્ઞાનને જ્ઞાન કે ચારિત્ર કેમ મનાય? અંતર ઉલ્લાસ વગર ચારિત્રમાં તદાકારવૃત્તિ થતી નથી. ધર્મભાવનો સતત અભાવ નથી. કષાય અંગ છૂટયો હોય તો ધર્મરુચિ પ્રગટ થાય. મુક્તિને પ્રાપ્ત એવી આત્મ શક્તિ પ્રગટ થવી દુર્લભ છે. બારે કષાયનો જય કરે તો પણ શેષ અલ્પ અંશ કષાય શુદ્ધ ચારિત્રને પ્રગટ થવા દેતું નથી. અતિ શુદ્ધ એવા આ મોક્ષમાર્ગમાં અલ્પ કષાયનો પણ નાશ કરવો પડે છે. ગૃહસ્થને કષાયના ઉપશમની શક્તિ પ્રાપ્ત ન થાય તો દર્શનને લાયક થઈ શકતો નથી. કષાયના ઉપશમને બદલે સૌને ક્રિયામાં રસ વર્તે છે. શ્રાવક કે સાધુ સંવર ક્રિયામાં જાય તો કર્મનો બોજો ઓછો થાય. આઠમે ગુણસ્થાનકે ટકે ત્યારે કેટલીક કર્મ પ્રકૃતિનો સત્તાગત્ સંબંધ નાશ પામે. ત્યાં સુધી ઉદય સંબંધને છોડવાની ક્રિયા છે. પુરુષાર્થના બળ પ્રમાણે શ્રેણિએ ચઢી જાય. ઉપશમ દ્વારા કષાયનો જય કરે ક્ષાયિકભાવમાં કષાયનો પૂર્ણ નાશ કરવાની શક્તિ આવે તે ભાવ સાધવા શ્રાવકને પૌષધ જેવાં વ્રત આપ્યાં. સાધુને તો તેનો અધિકાર આપ્યો. તેમાં ઈદ્રિયોના વિષયોનું દમન થાય, કષાયનું શમન થાય અને ઈદ્રિયો શાંત થઈ આત્માને બળ આપે. આત્મા પુગલભાવથી મુક્ત છે તેનું આવરણ છે તે ખસે. કર્મગ્રંથ જેવા શાસ્ત્રના ૨૩૮ સ્વરૂપ અવલોકન Page #240 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતમાં આવો અધ્યાત્મવાદ ઉપદેશ્યો છે. આત્મા સ્વરૂપે શુદ્ધ હોવા છતાં વર્તમાન દશા કેવી છે તે આ સિદ્ધાંતો દર્શાવે છે. પૌદ્ગલિકભાવ દૂર થતાં ચૈતન્ય કેવું પ્રગટે છે, અને મુક્તિનું શું રહસ્ય છે તેનો આ અધ્યાત્મ ગ્રંથમાં અભ્યાસ થાય છે. કષાયની ઓળખાણ ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહનીયની પ્રકૃતિ સમજાતી નથી. નિમિત્ત પ્રમાણે કષાય ઉગ્ર થાય તો સાધુપણું કે દર્શનશુદ્ધિ ટકે નહીં. કષાયજય વગર છૂટકો નથી તેમ સમજાય ત્યારે આત્મા સમતુલા જાળવી શકે. નિશ્ચયથી કેવળ ચોથામાં રહી ક્ષાયિકભાવની કલ્પના કરે તો સમતુલા ન રહે. ચોથા ગુણસ્થાનકે વ્યવહારનો ઉદય હોય તો ય આત્મદશા અલિપ્ત રહે. જીવ માતા, પિતા, પુત્ર, મિત્ર, સ્ત્રીભાવનો રાગી થાય નહીં. ધર્મસ્થાનમાં બાળભાવને ત્યજે છે. દરેક ક્રિયામાં ભાવશુદ્ધિ રહે છે. ધનથી ધર્મ થશે, તેવી લૌકિકભાવના ઉભવતી નથી. જિનદર્શન દર્શનશુદ્ધિ માટે છે. જિનપૂજામાં સારી સામગ્રીના મોહમાં રહે તો દર્શનમોહ થાય. કર્તવ્યધર્મ કરવા છતાં પણ જીવ હતો ત્યાંને ત્યાં રહે. પોતાના દોષો ઓછા કરવા તે જ સાચી ક્ષમાપના છે. ધર્મનો મૂળ હેતુ સમ્યગદર્શન છે, ત્યાં જ મોહ ઊભો રહે તો પાછું મિથ્યાત્વ હાજર થઈ જાય. દર્શનમોહ દબાય, ચારિત્ર-મોહ દબાય, ત્યારે અનંતાનુબંધી કષાયોનો વેગ હાસ્યાદિ નોકષાયને સહાય કરે છે તેવી વૃત્તિ સુધરે, વ્યવહાર સુધરે. જ્ઞાન અને દર્શનથી ધર્મ પમાય છે, તે પછી ચારિત્ર ઉદયમાં આવે છે. કષાયનું શમન તે ચારિત્ર્ય છે, કષાયજય થયેલી સાધુની મુદ્રા અન્યને મૂક ઉપદેશ આપે છે. ભગવાન મહાવીરની મુદ્રાનાં દર્શન કરી ગૌતમ ઈન્દ્રભૂતિનો શાસ્ત્રવાદ કરવાનો મદ શાંત થઈ ગયો અને નજીક જતાં વચન સાંભળતાં જ અજ્ઞાન ખસી ગયું અને સર્વાશ સમર્પણ થયું. શાસ્ત્રજ્ઞા ઈદ્રભૂતિ પ્રભુના શિષ્ય બન્યા. આત્મરૂપ સમભાવની સળંગ ધારા વહે ત્યાં પ્રાયશ્ચિત્ત કરવા જેવાં કાર્યો સહજ હોય છે. કષાય અને નોકષાયનો સંબંધ મિથ્યાત્વ વડે પ્રાયઃ ગાઢ થાય છે. તેનો સરવાળો દર્શન-ચારિત્ર મોહનીય છે. આત્મ ઉપયોગ જેવો રસપ્રધાન થાય તેવું બંધન થાય. પૂર્વના કોઈ આરાધનના ઉદયે વિરાગભાવ પ્રગટે તો નવાં જૂનાં કર્મો નિર્જરા પામે. અને મોહનીયનું સ્વરૂપ અવલોકન ૨૩૯ Page #241 -------------------------------------------------------------------------- ________________ બળ ઘટતાં સમક્તિ શુદ્ધ થાય. તે પછી પૂર્વનાં કર્મો ભોગવાઈ પૂરાં થાય, નવો બંધ અલ્પ હોય તે શુદ્ધતાના બળે નાશ પામે. કષાયનાં બંધન શા માટે તેવો ઊહાપોહ થવો જોઈએ. કર્મ-પ્રકૃતિ બે ઘડીમાં બંધાય છે. તે પછી કર્મ-પ્રકૃતિના પ્રકારોમાં વહેંચાઈ જાય છે. નિમિત્ત બદલાતાં પ્રકૃતિ રૂપાંતર પામે છે. અને કાળ પ્રમાણે અલ્પાઅધિક સમયે ઉદયમાં આવે છે. કર્મ બંધનના બે ઘડીના કાળ દરમ્યાન આત્મા ભાવરસ શિથિલ કરે તો કર્મબંધ શિથિલ પડે છે. અનાદિથી થયેલો કર્મનો સંયોગ આત્મશક્તિ, પૂર્ણજ્ઞાન, પૂર્ણ પવિત્રતા વડે ક્ષય થઈ જીવ સિદ્ધદશા, સ્વરૂપદશાને પામે છે. આવા વિતરાગ વચનનું શ્રવણ, મનન, ચિંતન કરી સ્વરૂપનો આશ્રય કરવાથી સમ્યક્ દર્શનાદિ પ્રાપ્ત થાય છે. પછી જીવનો આધ્યાત્મિક વિકાસ થઈ પૂર્ણતા પ્રગટ થાય છે. આ સ્વાધ્યાયનો સાર આત્મધર્મ, શુદ્ધધર્મ પામવાનો છે. ૨૪૦ સ્વરૂપ અવલોકન Page #242 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા અને કરૂણાનું સ્વરૂપ (શ્રી પર્યુષણપર્વનો ક્ષમાધર્મ) ક્ષમા કોઈ આત્માને દુભવવો તે અધર્મ છે. અને ક્ષમા રાખવી તે ધર્મ છે. આત્મા જ્ઞાતા દેષ્ટા છે, જાણે છે અને જુએ છે. નિમિત્તથી એમ જણાય કે કોઈએ મને દુઃખ આપ્યું. તેમાં પૂર્વ સંચિત કર્મનો દોષ છે તેવું સમજી સહી લેવું તે ગુણ છે. પ્રતિક્રિયા થવી તે કષાય છે. ક્ષમા રહેવી તે સ્વભાવ છે. તે કોઈ શ્રીમંત સબળ કે કહેવાતા ધર્મજનોનો ઈજારો નથી. જે ક્ષમા રાખે છે તે ધર્મ પામે છે. તેના ત્રણે યોગ સમતારૂપ છે. વિભાવથી બચવા માટે સ્વ-પર ક્ષમા ધર્મ આપ્યો. પૂર્ણપણામાં તે સ્વભાવરૂપ થવાથી ત્યાં તેના આચારનો વિકલ્પ નથી, ક્ષમા સહજ ધર્મરૂપ હોય છે. શરીરથી કોઈને મારવું નહી તે શારીરિક ક્ષમા છે, વચનમાં ગાંભિર્ય, સરળતા, સૌમ્યતા તે વચનની ક્ષમા છે. વિચારોની નિર્મળતા તે માનસિક સ્વક્ષમા છે. કર્મના ઉદયકાળે પરવૃત્તિમાં તાદાત્મ્ય ન થવું તે માટે તપરૂપ ક્ષમા છે. માનસિક ઉત્કટતામાં ન જવું તે સમજજ્ઞાનરૂપ ક્ષમા છે. સ્વનો આદર તે દર્શન છે. સહિષ્ણુતાથી વિભાવ શાંત થાય છે. માતા-પિતામાં ક્ષમા પ્રેમ-વાત્સ્યયરૂપે હોય છે. પુત્ર-પુત્રીમાં વિનયરૂપે હોય છે. રાજા-પ્રજામાં કૃપારૂપે હોય છે. ગુરૂ-શિષ્યમાં આત્મજ્ઞાનરૂપે હોય છે. મિત્રોમાં સરળતારૂપે હોય છે. આ રીતે ક્ષમા ધર્મ જગતમાં સંબંધોને નિરપેક્ષભાવે નિભાવી શકે છે. પહેલા ગુણસ્થાનકે જીવને જે ક્ષમાભાવ હોય તે ચોથામાં ખૂબ વિકાસ પામે. તેમ ઉત્તરોત્તર વિકસતા ક્ષમા સ્વભાવરૂપ થાય. આથી દરેક ભૂમિકાએ ક્ષમા આદરણીય છે. તે વડે અન્ય અવગુણ દબાય છે અને ગુણ વિકાસ થાય છે, વળી જ્ઞાન પ્રગટ થાય છે. ક્ષમા એ સ્વભાવનો અંશ છે. બીજાને ક્ષમા કરું કે આપું તેવો ભાવ નથી. બહાર ક્ષમા અને અંદર ઉકળાટ તેવું અજ્ઞાન નથી. કોઈ અજ્ઞાનના દોષે અન્ય તરફથી વેરભાવ ઉત્પન્ન થાય તો ય તેમાં પોતાનો દોષ જોઈ સહી લે અને ક્ષમા ગુણ બંને પક્ષમાં સ્થાપિત થાય તેવું વર્તન કરે. આર્તરૌદ્રધ્યાનથી બચે છે અને અન્યને પણ વારે છે. જો વેરભાવ સાથે વેર ઉત્પન્ન સ્વરૂપ અવલોકન ૨૪૧ Page #243 -------------------------------------------------------------------------- ________________ થયું તો શક્તિશાળી ક્ષમારૂપ આત્મા પુદ્ગલ સાથે જડતા પામે છે. તેથી જ્ઞાનીઓએ મહાન ક્ષમા ધર્મની દેશના આપી પૌદ્ગલિક સંબંધોમાં ક્ષમા એ આંતરશાંતિ માટે છે. અન્યને ક્ષમા આપવી તે ઉપચાર કથન છે. પ્રથમ આત્માને ક્રોધાદિ વિભાવથી મુક્ત થવાનું છે. પછી ક્ષમાના અદલા-બદલાના ઉપચારની જરૂર રહેતી નથી. દોષો સંવરરૂપ થયા હોય ત્યારે આત્માને આવરણ ટળે છે. અહિંસા વ્રતના સૂક્ષ્મ આચરણથી ક્ષમા અંતર્ગત રહે છે. દરેક ધર્મમાં અને જગતના વ્યવહારમાં ક્ષમાનું સ્થાન મુખ્ય છે, છતાં વ્યવહાર પ્રમાણે મર્યાદા છે. રાજનીતિમાં ગુનાની સજા તે રાજધર્મ છે, ત્યાં ક્ષમાનો વિકલ્પ મર્યાદિત છે. શક્તિથી મેળવેલી લબ્ધિ પ્રાપ્ત કરનાર સમય આવે અક્ષમ્ય બની તેનો ઉપયોગ વેર બાંધવામાં કરી શ્રાપ જેવા વિભાવમાં પડે છે. જે જીવોમાં વિવેક નથી જન્મ્યો તે તો ‘શઠં પ્રતિ શાઠયમાં માને છે. કદાચ બાહ્યપણે ક્ષમા ધારણ કરે પણ સમયની રાહ જોવામાં વેરને મનમાં સંગ્રહી રાખે, તેને ક્ષમા ગુણરૂપે નથી. ક્ષમાવાન તો વેરને આગળ વધવા દેતો જ નથી. ઉગ્ર તપશ્ચર્યા પછી ક્રોધ પ્રગટ થઈ જાય છે તે માટે પ્રારંભથી જ આંતર અને બાહ્યતપનું બંને પ્રકારે આરાધન બતાવ્યું. આંતરતપ ક્ષમા વડે જ વિકસે છે. ચારિત્રમાં ક્ષમા આવે છે ત્યારે આત્મામાં નિર્દોષતા પ્રગટે છે. પૌદ્ગલિક ક્ષમા પૂર્ણતા સુધી લઈ જતી નથી. જેમ કે વ્યવહારિક સ્વાર્થમય સંબંધોનો પ્રેમ કોઈ પ્રતિકૂળ નિમિત્ત મળતા વેરમાં પરિણમે છે. માટે ક્ષમાને સાધુતાનો ગુણ કહ્યો, તે ગુણસહ તપ ચારિત્રને પ્રગટ કરે છે. તેવા ચારિત્રગુણવાળા ગુરૂ શિષ્યના દોષો સહેજે દૂર કરાવે છે. સાધુજનોના પરિષહ ઉપસર્ગ સહન કરવામાં ક્ષમાગુણની શિક્ષા છે, કસોટી છે. ક્ષમા ગુણનું ભાજન પ્રાયઃ માનવ છે. એકેન્દ્રિયાદિ જીવમાં અજ્ઞાનરૂપી અંધકાર હોવાથી તેઓ ક્ષમા જેવો ધર્મ આચરી શકતા નથી. ત્યાં એવી વિચાર શક્તિ નથી તેથી વેરભાવે મૃત્યુ પામી તેવા દોષોનું પુનરાવર્તન કરે છે. મનુષ્યમાં સાધુ ઉત્તમ ક્ષમા ધર્મને આરાધી બે ઘડીમાં મુક્ત થયાના દૃષ્ટાંતો છે. દરેક પદાર્થ સ્વભાવે સમસ્થિત છે. જો પદાર્થ તેનો સ્વભાવ છોડે તો પૃથ્વી ટકી જ ન શકે. ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય, ગતિ-સ્થિતિરૂપ ૨૪૨ સ્વરૂપ અવલોકન * Page #244 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ પોતાના સ્વભાવમાં ક્ષમાવાન છે પરંતુ મનુષ્યો મહામોહમાં પડીને તે સ્વભાવ ધર્મોને પણ મહાત્ત ફરવા માગે છે, અને પ્રલય જેવા પરિણામ આવે છે. દરેક પદાર્થ સ્વગુણમાં વર્તે તેમાં જગતનું કુશળ છે. તેને માટે અહિંસા જેવો મહાધર્મ મહાત્માઓએ આચર્યો, અનુભવ્યો અને ઉપદેશ્યો. ધર્મ એ કોઈ અમુક ક્રિયા નથી. ધર્મ એ વિશાળ તત્વ છે, પરિવર્તનનું રહસ્ય છે. વિધર્મ એટલે અન્યનો ધર્મ સમજી અસમતા લાવવાની નથી. પૌલિકભાવ, તેનો મોહ તે જ પ્રથમ વિધર્મ છે તે સમજાય તો જગતના ઘણા ધર્મને નામે થતાં સંઘર્ષો ટળે. વ્યવહાર ક્ષમાના ધર્મમાં બે પાસા છે, અપકારી પર ઉપકાર કરવો અને અપકારીને અપકારી ન માનવો, જ્ઞાનપણે ક્ષમાનો વિચારપૂર્વક આદર કરી કદાચ મનમાં દુર્ધ્યાન થયું હોય તો ફરી તેમ ન થાય તેવી જાગૃતિ રાખે. ઉપયોગરૂપે ક્ષમાભાવથી એમ વિચારે કે દરેક જીવ કર્મ પ્રકૃતિને આધીન વર્તે છે, કષાયના ઉદયથી કોઈ જીવ અવિષમપણે વર્તે ત્યારે ક્ષમાભાવ ધારણ કરે. અને અન્ય જીવ પ્રત્યે અનુકંપા રાખે. દ્રવ્યથી આત્મભાવે, ક્ષેત્રથી વિષમ સંયોગમાં, કાળથી ઉદય સમયે, ભાવથી ઉપયોગ વડે સર્વ પ્રકારે ક્ષમાવાન રહેવું. પ્રારબ્ધ કર્મને આધિન ન થતાં જ્ઞાની સદ્ગુરૂનો યોગ મેળવી સમાધાન જાણી લેવું અને કર્મ મુક્તિનો સફળ ઉપાય કરવો. મનાદિ યોગોના અવિષમ ભાવોનું શમન કરવું તે ક્ષમાભાવ છે. તેના પરિણામથી ઉભયપક્ષમાં સંવાદિતા રહે છે. વિષમતા આવતી નથી. ગુનો થવા જેવા અક્ષમ્ય સંયોગો દૂર થશે. વાતાવરણ ક્ષમામય બનશે. કારણકે ક્ષમા ઉભયપક્ષી છે. “ખામેમિ સવ્વ જીવે સવ્વ જીવા ખમંતુ મે'' મિત્તિમે સવ્વ ભૂએસુ સવ્વ વેરું મઝ ન કેણ ઈ’ જૈનધર્મનું શિક્ષણ જ એ છે કે મૈત્રીભાવે જીવવું. કોઈ જીવ પ્રત્યે વેરભાવ ન હો. આવું ક્ષમાનું શિક્ષણ તે સાધુતા છે. પરમ જ્ઞાની પુરૂષો પોતા પર ઉપસર્ગ કરનાર જીવો પ્રત્યે પરમ ક્ષમા રાખી તેને પણ જ્ઞાનમાર્ગે વાળતા. ક્ષમાવાન આત્મા પ્રથમ પોતે સહી લે છે, આથી અન્ય પ્રત્યે મિત્રતા ઉત્પન્ન થાય છે. સાધુઓ પરિષહ ઉપસર્ગ સહન કરીને વાતાવરણમાં નિર્દોષ પરમાણુઓને વિખેરતા, તેથી સર્પ જેવો ચંડકૌશિક દ્વેષરૂપી ઝેરથી સ્વરૂપ અવલોકન ૨૪૩ Page #245 -------------------------------------------------------------------------- ________________ વિરામ પામ્યો. સર્પ મટી દેવ થયો. ક્ષમા ધર્મ કેવળ સંવત્સરી પૂરતો મર્યાદિત નથી. તે ઉત્સવ કે નિમિત્ત ધર્મ નથી. એવું પર્વ ઉજવીને આત્મવિકાસ કેટલો થયો ? પર્યુષણપર્વમાં મહાવીર પ્રભુના પાંચ કલ્યાણક સાંભળીને, ઉજવીને આપણે શું સાધ્ય કર્યું? પવિત્ર પુરૂષોના જીવનના પ્રસંગે પ્રસંગે ગાથા ગૌરવ રહેલું છે, તેને ઉત્સવપ્રિય બનાવી આપણે મોહમાં પડવાનું નથી. પ્રભુ મહાવીરે સંસારવાસ કયા પ્રકારે ગાળ્યો? શાંતિનાથ પ્રભુ ચક્રવર્તીપણું પામ્યા, તે કયા પ્રકારે પૂર્ણ કર્યું? યુધ્ધો કર્યા, સ્વકાળે દીક્ષા ગ્રહણ કરી સાંજે કેવળજ્ઞાન પામ્યા, કેવા મનોજયી હશે? સંસારીને એક સિક્કો છોડવામાં, એક વિચારનો આગ્રહ છોડવામાં, પરિવારના મોહનો અંશ છોડવામાં કેટલું કષ્ટ પડે છે? છૂટતું નથી. અને આવા મહાન સંપત્તિવાન, ઐશ્વર્યવાન આત્માઓ સર્વસંગ પરિત્યાગ એક ક્ષણમાં કરતા હતા. પૂર્વની આરાધાનું બળ કેવું ચાલ્યું આવતું હશે ? જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં ભોગકાળનો પશ્ચિમ પૂર્વ જેવો ફરક છે. જ્ઞાની પૂર્વ પ્રારબ્ધને ખપાવે, અજ્ઞાની નવું ગ્રહણ કરતો જાય. ક્ષાયિક સમ્યકત્વનો એ પ્રભાવ છે કે અનંતા કર્મો નિર્જરી જાય. ક્ષમાભાવની ત્યાં ચરમ સીમા છે. પોતાના અને અન્યના કર્મો-દોષો પ્રત્યે ક્ષમાવાન, અવિષમ ભાવની પરાકાષ્ઠા એ જ્ઞાનીનું લક્ષણ છે. તપસ્વી કર્મને નિર્બળ બનાવવા સમભાવે આરાધના કરે તો ક્ષમા પ્રગટે છે. આત્મવૃત્તિ કેળવવી તે ભાવક્ષમા છે. લોકરૂઢિમાં વાણીની ક્ષમા હોય. તેણે ભાવ ક્ષમા સુધી જવું પડે. બાહ્યતપ વડે સૂક્ષ્મ જીવો પ્રત્યે આચારમાં ક્ષમા કેળવાય છે. આંતર તપ વડે આત્મા ક્ષમાવાન થતો જાય છે. તપ સમયે એકાંતમાં ધ્યાન વડે શાંતિ-ક્ષમા વિષે વિચારણા કરે, પોતાની આત્મવૃત્તિને શમાવે, અને ઔદાસીન્યતા કેળવે. આવી સાધના સાધુ પ્રાયઃ કરી શકે. શ્રાવકને સ્થૂલભાવે સરળ છે પણ જેમ પરિગ્રહાદિની મૂછ ઘટે તેમ તેમ સૂક્ષ્મ ક્ષમાભાવમાં પ્રવેશ કરી શકે. ક્ષમાવાન અન્યને સુધારવાનો પ્રયાસ નથી કરતો. પોતે ક્ષમાધારણ કરીને રહે છે, તેમાં 'ઉભયપક્ષને લાભ થાય છે. ક્ષમાસ્વરૂપ થયેલા આત્મા અથાગપણે જગતને ક્ષમાનું સ્વરૂપ બતાવે છે. ૨૪૪ સ્વરૂપ અવલોકન Page #246 -------------------------------------------------------------------------- ________________ જીવનના પ્રારંભથી જયારથી ક્ષમાનું સ્વરૂપ સમજમાં આવ્યું ત્યારથી અંત સુધી તેને પૂર્ણપણે આચરવું પડે છે. કુંદકાચાર્ય જેવા ક્ષમાવાન આચાર્ય આખરી ક્ષમા ચૂકી ગયા ત્યાં કર્મ ભૂલથાપ ખાતું નથી. એ કાળના રાજપરિબળોમાં ધર્મ પાળવો કેવો દુષ્કર હતો? સ્કંદકાચાર્ય સહિત પાંચસો મુનિને કુરપણે ઘાણીમાં પીલવાનો રાજયાદેશ છે. વિધર્મની આ અક્ષમતા હતી. આચાર્યે ધર્મની શોભા અને સાધુતા માટે એ ઉપસર્ગ સહી લીધો, ૪૯૮ શિષ્યો ક્રમસર ઘાણીમાં પલાઈ ગયા છે. દરેક શિષ્યને આત્માની અમરતાનું ભાન કરાવી સમાધિમરણની આરાધના કરાવી છે. અંતે ૪૯૯નો નંબર છે. બાળમુનિ એવો પુત્ર, તેને બચાવવો નથી. પણ તેના પહેલા પોતે સમાધિ લે તેવી તેમણે વિનંતી કરી. પૂર્વના વૈરભાવથી ભાન ભૂલેલા રાજાને તો આથી વધુ વેરરસ ઉત્પન્ન થયો. તેથી તે વિનંતીની અવગણના કરી. અને બાળમુનિને પ્રથમ પીલ્લા આચાર્યને આ ખુલ્લી આંખે જોવાનો આદેશ હતો. ૪૯૮ શિષ્યો પીલાયા ત્યાં સુધી આચાર્યે કર્મ તત્ત્વ પર શ્રદ્ધા રાખી ક્ષમા ધારણ કરી. પોતાનો બચાવ પણ ચિંતવ્યો નથી. ફકત બાળમુનિ એવા પુત્રની સમાધિ જોવા પહેલાં પોતે મૃત્યુ સમાધિ લે, તો એ કુરકર્મ તેમને જોવું ના પડે તેવો વિકલ્પ હતો. - રાજાએ તેમની વિનંતી અવગણી અને બાળમુનિનું મૃત્યુ જોતાં તેમની ક્ષમા ચલિત થઈ. અક્ષમ્યભાવ ચરમસીમાએ પહોંચ્યો. સમાધિને વિસરી ગયા અને રાજા સાથે વૈરભાવનું નિયાણું બાંધી, વ્યંતર જેવી યોનિમાં જન્મ ધારણ કરી રમ્ય દેશને અરણ્ય બનાવ્યો. વળી સંયમની આરાધના હતી તેથી પાછો ક્ષમાધર્મ પામવાનો યોગ મળ્યો. કર્મનો સિદ્ધાંત આવો છે. ૯૯ પળ શાંતિ-ક્ષમા, સમતા હોય અને એક પળ ન હોય તો શું બાધ આવે? અરે આયુબંધ ન પડ્યો હોય તો અધોગતિ જ થાય. એક પળનો દોષ મુકિતમાં નભતો નથી. ત્યાં તો સો ટચનું સોનું શુદ્ધ ગણાય છે તે પરમાર્થયાત્રા પ્રારંભથી અંતિમ અખંડિત હોય છે. રામ-લક્ષ્મણ અને રાવણ ત્રણે સમકિતી હતા. રામ અસત્ ક્રિયા ખપાવવા યુદ્ધ ચઢયા. રાવણના મૃત્યુ સમયે રામે સમાધિ મરણની સાધના કરાવી પણ આયુબંધ થયેલો તેથી તેમાં ફેરફાર ન થઈ શકયો. રાવણ નરકગામી થયા. છતાં સમકિતી હોવાથી ત્યાં મહાનિર્જરા કરી પછીના સ્વરૂપ અવલોકન ૨૪૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ ભવે મુક્ત થશે. રામે રાજનીતિને કારણે આપદધર્મ સમજી યુદ્ધ ખેલ્યું, અંતરમાં ખેદ હતો. તે જ ભવે કર્મ ખપાવી મુક્ત થયા. એટલે મહાન સુધારણા કરી શકયા. આપણે મૃત્યુ કઈ રીતે સુધારીશું? તે માટે ઉત્તમ ક્ષમાભાવ ધારણ કરવો. મૃત્યુ સમયે ચેતના જાગૃત ન હોય ત્યારે સુધારણા થઈ ન શકે અને સ્નેહીજનો તો જડનો ઉદ્ધાર કરવામાં પ્રવૃત્ત હશે, ત્યારે કોણ બચાવશે અને મૃત્યુ થતાં સી ફૂંકી દેવા ઉતાવળ કરશે. માટે જીવ ભાવના કરવી. ચત્તારિ શરણં પહજજામિ. એકાંતમાં સાધકે ક્ષમા ધર્મનું ચિંતન કરવું. સાધુનું પ્રથમ પગથિયું જ ક્ષમા છે. ઉચ્ચ કોટિના સાધકો-સાધુની ક્ષમા સહજ હોય છે. હું ક્ષમા કરું છું તેવો ભાવ પણ નથી હોતો. ક્ષમાને સ્વધર્મ જાણ્યો છે. જેનશાસનનું બીજું નામ આપવું હોય તો સ્વ-પર ક્ષમાશાસન આપી શકાય. દર્શન-જ્ઞાન અંતર્ગત ક્ષમાનું સ્વરૂપ સમાયેલું છે. ભાવ ક્ષમાના પૂર્ણ અધિકારી કેવળી ભગવંત છે. અક્ષમાનું પરિણામ સંસાર ભ્રમણ છે. આથી જ્ઞાનીઓએ કરૂણાવંત થઈ બાળ, વૃદ્ધ, ગ્લાન, જ્ઞાની, અજ્ઞાની સૌને સમકિત સાથે આવા ધર્મોનું સહજ પાલન દર્શાવ્યું. તેના વડે મુક્તિની સાધના સરળ બને. સહજ ક્ષમાભાવમાંથી કરૂણાનો જન્મ થાય છે. બાહ્ય કરૂણામાં કંઈક અપેક્ષા રહે છે. ભાવ કરૂણા દરેકનું આત્મકલ્યાણ ચાહે છે. કરૂણામય જ્ઞાની વિચારે છે કે સુખ ચાહનારા આત્માઓ શા માટે પરવાદ અને પરભાવમાં પડયા છે? તેમને નિદ્રામાં પણ સુખ નથી. ભય, ચિંતા તેને ઘેરી વળે છે. જાગૃત અને નિદ્રાવશ બંને આત્માઓને જ્ઞાનીઓએ કરૂણારૂપ જોયા છે. આત્મા પરભાવથી દુઃખી છે તે જાણી સર્વભાવથી ઔદાસીન્ય થઈ જ્ઞાનીઓએ સ્વરૂપે પ્રગટ કર્યું છે. અને સર્વ જીવો દુઃખથી મુક્ત થાય તેવી ભાવના કરી છે. તેવી ઉત્કૃષ્ટ ભાવના તે “સવી જીવ કરૂં શાસન રસી એવી ભાવદયા મન ઉલ્લસી” આવા ભાવે તિર્થંકરપણે દેશનાનું વહન થાય છે ત્યારે દરેક જીવ સુખ અનુભવે છે, બોધ પામે છે, નિર્ભયતા અનુભવે છે. તે સમયે કરૂણામય દેશનાવૃષ્ટિને કારણે જીવોના દુષ્ટ પરિણામો શાંત થાય છે. એ માર્ગના આપણે યાત્રીઓ છીએ તેવો ભાવ પેદા કરવા અભ્યાસ કરવો. ધર્મધ્યાન વડે વિકાસ કરવો, નિજ સુખ માટે તો ધર્મધ્યાન ૨૪૬ સ્વરૂપ અવલોકન Page #248 -------------------------------------------------------------------------- ________________ છોડી શુકલ ધ્યાન સુધી ચઢવું પડે છે. ધર્મ મોહને ત્યજવો પડે છે. કોઈપણ પ્રવૃત્તિ કર્મપોષક ન હોવી જોઈએ. કરૂણાભાવની સૂક્ષમતા માટે વ્રત પચ્ચખાણ ઉપદેશ્યા. તે અનુષ્ઠાનો કેવળ ક્રિયા નથી. કરૂણા પોતાના દેહ કે સ્વજન પુરતી રહે તે મોહ છે, શિષ્યમાં રહે તો તે પણ મોહ છે. આત્મા ધર્મ વગર દુઃખી થઈ રહ્યો છે તેવો ભાવ આવે ત્યારે સ્વકરૂણા પ્રગટે, તેવો આત્મા અન્યને કરૂણાભાવમાં લઈ જવા નિમિત્ત બને છે. અને સાચી દુઃખમુક્તિ અપાવે છે. મુનિઓના કરૂણાભાવથી તિર્યંચો પણ સમકિત પામ્યા છે તેવા દષ્ટાંતો પ્રેરણાદાયી છે. તિર્યંચો ભયમુક્ત થઈ જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરતા, અને ઉચ્ચગતિ તરફ પ્રયાણ કરતાં. મુનિને કરૂણાભાવ પ્રગટ કરવા પૂરી જીદંગી આપવી પડે છે, તે પછી કરૂણા સિદ્ધ થાય છે, નિમિત્ત કરૂણા બાહ્ય પરિસ્થિતિ પલટાતા શ્રાપરૂપે પરિણમે છે. દયા અને મોહભાવને ભેળસેળ કરવામાં આવે તો સંસાર વધતો જાય. કરૂણામય પરમાત્મા વીતરાગદેવોએ જગતમાં સાચા માનવધર્મની સ્થાપના કરી છે. કેવળ શાસ્ત્ર પુરતું મર્યાદિત ન રાખ્યું. જેઓ શાસ્ત્રની વ્યાખ્યામાં રાચ્યા તેઓ કરૂણા પ્રગટ ન કરી શકયા, શ્રાપને પ્રગટ કરી સ્વપર અકલ્યાણ કર્યું. સાચી કરૂણા ભાવમય થઈ પ્રગટ થતી રહે છે. કહેવાતા ધર્મગુરૂઓ અંધભક્તિમાં લોકોને દોરવી માનવ-માનવ વચ્ચેના સમાનભાવને ભૂલાવી દે છે. ધર્મ એ દ્વેષનું સાધન બની જાય છે. સાધર્મીને જમાડીને પ્રભાવના કરીને ફળની લાલચને પોષે છે અને ધર્મગુરૂને ચરણે પણ હિંસામય સાધનો ધરવામાં આંચકો લાગતો નથી. કર્મથી ક્રિયા અને ક્રિયાથી કર્મ ઉત્પન થતાં રહે છે. એવા કાર્યકરણને સમાવવા કરૂણા એ જ સમતાનું લક્ષણ છે. એ વાત સ્પષ્ટપણે સમજાય અને આચરણ થાય તો આત્મા વિનયી થઈ સરળ બને. ધર્મના નામે ધમાધમ કરે ધર્મ પ્રાપ્તિ ન થાય. પ્રભુ મહાવીર અત્યંત કરૂણાશીલ હોવા છતાં પૂર્ણજ્ઞાન પ્રગટ થયા પછી સંયતિધર્મની દેશના આપી. સાડાબાર વર્ષનું મૌન તે સ્વકરૂણા હતી. પૂર્ણ વિકાસ તરફની યાત્રા હતી. અંતિમ સમયે કાળ થોડો હતો. કરૂણાભાવના પૂર્ણ હતી. ભાષાવર્ગણાનો યોગ હતો તેથી ૪૮ કલાકની સતત ધારા છૂટી, તે દેશના આ પાંચમા કાળમાં મહાન ઉપકારરૂપ થઈ શાસ્ત્રમાં ગૂંથાઈ. સ્વરૂપ અવલોકન ૨૪૭. Page #249 -------------------------------------------------------------------------- ________________ સંસારીનો દયાભાવ તે દુઃખપૂર્તિ છે. જ્ઞાનીની કરૂણા આત્મપૂર્તિ હોય છે. પૌદ્ગલિક સુખદુ:ખ બંને ભાવથી પર હોય છે. ભાવમાં કરૂણાઅનુકંપા, કર્તવ્યમાં સહજ ફરજ હોય છે. જગતના જીવો સ્વાર્થ ખાતર અન્યોન્ય પ્રેમ રાખે છે. દયાભાવ રાખે છે, તેમાં મોહ હોય છે અને અદલા બદલાની આશા છે તે અજ્ઞાન છે. જ્ઞાની જગતના અસંખ્ય જીવો સાથે સંબંધમાં આવે પણ કોઈની સાથે મોહથી બંધાતા નથી. જે કર્મ કે ભાવ વડે સંસારનું ઉપાર્જન થાય તેમાં કોઈ કરૂણા નથી. કોઈ રોગીની સુશ્રુષા કરવી તે અનુકંપા છે. પણ મોહભાવે ગમે તેવા હિંસક ઉપાયો યોજવા તે અજ્ઞાન છે. નિશ્ચયભાવે કોઈ એવો અર્થ લે કે કોઈ કોઈની દયા કે અનુકંપા રાખી શકતું નથી, તે ભૂલ છે. કરૂણાભાવમાં જીવમાત્રની શાંતિની ભાવના છે. જેમ પોતાને કોઈ સહાયક થાય તો ગમે છે તેમ અન્ય માટે વિચારવું, લાગણીવશ થઈ દેહના મમત્વમાં ન પડવું. જીવને જે પ્રકારે પોતાના દેહનું સુખ વહાલું છે તે પ્રકારે એકેન્દ્રિય જીવોથી માંડી સર્વ જીવો પ્રત્યે ભાવ રાખવો જોઈએ. લાગણીવશ થઈ મોટા જીવનું ભલુ કરવામાં નિરપરાધી જીવોનો ભોગ ન લેવો. તેમ કરવાથી શરીરની અશાતા ઉભી થાય છે. એકેન્દ્રિયાદિ જીવો પાસે રક્ષણના સાધનો ઓછા છે. તેની અને આપણી વચ્ચે પુણ્ય પાપનો સરવાળો વધતો ઓછો છે, તેમ લાગે છે, પણ સમ્યગ્ વિચાર રહિત કાર્યોની પ્રવૃત્તિ થાય છે ત્યાં આ સરવાળો બાદબાકીમાં પરિણમશે. મોટા જીવને બચાવવા નાના જીવોનો ભોગ લેવામાં પાપ છે તેવી મનોવૃત્તિ આજે નષ્ટ પ્રાય થઈ રહી છે, તે જીવો શું સુખ મેળવશે ? શરીરની શાતા અને નિરોગીતા માટે જ્ઞાનીઓએ વ્રતાદિનો સાચો માર્ગ બતાવ્યો. પૂર્વની ભૂલ સૂધરે અને ભાવિ પણ સુધરે. તે વસ્તુતત્વ આજે વિસરાઈ ગયું છે. મનુષ્ય વધુ શક્તિવાળો તેમ નિર્દય બનતો ગયો, અને ચોથા આરાનું વિસર્જન કર્યું. જે ધર્મથી જીવ સદા માટે ભય, ભવ અને રોગમુક્ત થતો તે ધર્મ વિસરાઈ ગયો. દેહ સંભાળવાની દોડમાં, ભાવિની ચિંતામાં જીવ ભૂલો પડયો છે. જૈન એટલે દુઃખ મુક્ત થાય અને અન્યને દુઃખ મુક્ત કરે. દેહ સંબંધ છૂટે ત્યારે આત્મસંબંધ પ્રગટે છે. ગુણયાત્રા પરમાર્થ પ્રેરક છે. મનાદિ ત્રણે યોગો ચંચળ છે, કારણ કે તે પૌલિક છે. તેથી તેનું ૨૪૮ સ્વરુપ અવલોકન Page #250 -------------------------------------------------------------------------- ________________ પરિવર્તન કાળકૃત નથી પરંતુ પુદ્ગલકૃત છે. યોગો શુભભાવ સાથે જોડાય તો શુભ ગણાય. અને અશુભભાવ સાથે જોડાય તો અશુભ પરિણામી થાય. આત્મા સંવરભાવમાં રહે તો યોગનો વ્યાપાર રોકાય. યોગોનું બળ વિષયો પરત્વે વધે છે ત્યારે આત્મા પાછો પડી જાય છે. તે વિષયો સાથે મનાદિયોગને આધીન ન થાય અને જ્ઞાન-દર્શન-ચારિત્ર યોગમાં આવે તો જીવકર્મથી નિવૃત્ત થાય છે. જ્ઞાનયોગને બદલે ક્રિયા યોગ વધી જવાથી આત્માભાવ શૂન્ય થઈ જાય છે. ક્રિયાથી આત્મઅવલોકન ન થાય. યોગનું શોધન તે સાચું અવલોકન છે. પ્રવૃત્તિ નિવૃત્તનું સાધન હોવી જોઈએ. જેમકે સ્વાધ્યાય ધ્યાન વિગેરે. જ્ઞાન સહિતની ક્રિયા નિર્જરારૂપ છે. તેવી ક્રિયાથી શુદ્ધિ ટકી રહે છે. પૂર્વબંધના સંબંધો ગળતા જાય છે, તેવી ક્રિયા તે ધર્મ છે. એમાં આત્માનું શ્રેય છે. કેવળ શુભભાવમય ક્રિયા શાતા અને અશાતાના દ્વંદ્વનું કારણ બને છે. યોગનું શુદ્ધ થવું એટલે પરભાવથી મુક્ત થવું. સમકિતી આત્માને યોગો સહાયક બને છે. જેમ જેમ પુદ્ગલોના વિપરિત સંબંધો હળવા થાય છે તેમ તેમ મુક્તિ સમીપ જણાય છે. પુદ્ગલના સંબંધો હળવા થાય છે, પછી આત્માની શક્તિ વિકસિત થવાથી ઉપયોગ યોગોની સાથે જાગૃત રહે છે. સંયમ એ નિર્જરાનો હેતુ છે. ધર્મનું લક્ષ દરેક કાળે એક જ હોય છે. આરાધનાના પ્રકારોમાં થોડો ફેરફાર થાય. જેમ શ્રી પાર્શ્વનાથના સમયમાં દોષ થાય ત્યારે તત્ક્ષણ પ્રતિક્રમણ હતું. પ્રભુ મહાવીરના સમયમાં નિત્ય બે વાર કરવાનું અનુષ્ઠાન કહ્યું. દેશ કાળ પ્રમાણે આવા ફેરફાર થતાં રહે. જ્ઞાન સહિત ક્રિયારૂપ ધર્મ વિષહારણ છે. દર્શનશુદ્ધ થતાં પ્રવૃત્તિમાં શુદ્ધિ આવે છે. આત્મા દુ:ખભીરૂ હોય તો શુભક્રિયાનો આધાર આપી અશુભના ફળથી બચાવે છે, તેને ધર્મ માનવા લાગે તો લોભાદિ કષાયોમાં બંધાઈ જાય. આજે ધર્મમાં લાલચનું પ્રાધાન્ય છે. સુખાભિલાષી જીવો એને ધર્મ માની લે છે. એવો ધર્મ કરીને સંતોષ માને છે. એવી ધર્મ પ્રવૃત્તિથી દૂર રહેનાર અધર્મી મનાય છે. નિવૃત્તિ અને એકાંતને ધર્મ માનવામાં આવતો નથી. તેને ધર્મક્રિયા માનવામાં આવતી નથી. નિવૃત્તિમાં આત્મ શુદ્ધિ કરીને જીવ દોષોથી હળવો થાય છે. વિચારોના વમળ શાંત થવાથી યોગો સ્થિર થાય છે. પ્રવૃત્તિયોગ ચાલુ રહે ત્યાં સુધી આત્માને સ્વરૂપ અવલોકન ૨૪૯ Page #251 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનમાં જવાની સંભાવના છે. ધર્મધ્યાનમાં પહોંચવા માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિની સાચી સમજ કેળવવી. કોઈપણ ક્રિયાથી યોગ પ્રવૃત્ત થવાથી આશ્રવ થાય છે. યોગ શુદ્ધિ નિવૃત્તિથી થાય છે. તેથી મનુષ્ય ધર્મ માટે વિશેષ અધિકારી ગણાયો. મનુષ્યને ધર્મયોગ પ્રાપ્ત થાય છે. યોગ શબ્દ ઘણા પ્રકારે સૂચક છે. અષ્ટાંગ યોગ, જ્ઞાન, કર્મ, ભકિત યોગ, પારમાર્થિક છે. મન, વચન, કાયાના પૌલિક યોગ છે. અંતે અધ્યાત્મ મોક્ષ હેતુ યોગ છે. કર્મબંધની અનેક પ્રકૃતિઓ હોવાથી યોગ અસંખ્ય કહ્યા છે. મનુષ્ય શરીરનો સંયોગ સુધારણા માટે છે. દરેક ક્રિયાયોગ મોક્ષયોગના લક્ષે થાય તો આ દેહે મુક્તિ સાધ્ય છે. જ્ઞાન વડે પુણ્ય પાપની હેયતા સમજવી. તે પછી ગુણસ્થાનકમાં આગળ વધાય છે. સમ્યફ સમજને કારણે કર્મ પ્રકૃતિમાં રસ સુકાઈ જવાથી કર્મ ખરી જાય છે. પુદ્ગલ અને રસનું પૃથ્થકરણ એ ધર્મ છે, તેવી સમજ આવે જ્ઞાનાવરણ વગેરે કર્મો મંદ થાય છે. અનુક્રમે અપ્રમત્તદશા સુધી આત્મા પહોંચે છે. સાધુધર્મની ક્રિયા તે મહાસંયમ સૂચક છે. તેમાં શુદ્ધ પંચાચારનું સહજ પાલન છે. જ્ઞાન અને ક્રિયા ચેતનવંત હોય છે. એથી મુક્તિનો અનુભવ થાય છે, તે આત્માઓ નિજ સુખમાં વર્તે છે. તે પછી બંધ દશા નિવર્તતી જાય છે. આવા ધર્મનું આત્માએ સેવન કરવાનું છે. કેવળ આર્ય ક્ષેત્ર, કુળ આદિ મળવાનું મહાભાગ્ય ગણી ન લેવું. ધર્મઆલોક કે પરલોકના સુખ માટે છે તેમ માનીને અટકી ન જવું. ઘણા ઉપદેશકો એવો માર્ગ બતાવે છે કે જુઓ આવો ધર્મ કરવાથી કોઈ ધનપતિ થયું કોઈ સ્ત્રી પુત્રવતી થઈ. માટે ધર્મ કરો, તો સુખી થશો. સંસારના દુઃખ અને ચિંતાથી મૂંઝાયેલા આત્માઓ આ વાતને અનુસરે છે અને ભય લાલચના મિશ્રિતભાવથી ધર્મ કરી ધર્મના દ્વાર જ બંધ કરે છે, અને હનપુરૂષાર્થમાં પડી શાતા અશાતા ભોગવતા થઈ જાય છે. જે ધર્મ બંધને જાળવી રાખે તે ધર્મ નથી. જીવે સમ્યગુવાન થઈ સાચો ધર્મ ઉપાસવો. યોગનો અર્થ છે જોડાવું. તેમાં વિવેકની જરૂર છે. અસંખ્ય યોગમાં શુભ, અશુભ અને શુદ્ધ યોગો છે. તેમાં હેય ઉપાદેય અને શેય ત્રણ કારણોથી વિવેક કરવો. જે યોગથી સંસાર વધે તેવા પાપપુણ્ય યોગ હેય ૨૫૦ સ્વરૂપ અવલોકન Page #252 -------------------------------------------------------------------------- ________________ ત્યાજય છે. મોક્ષમાર્ગેને અનુરૂપ યોગ ઉપાદેય છે. અને ૫૨૫દાર્થના સર્વ યોગ જ્ઞેય છે. જાણીને છોડી દેવાના છે, આત્મા કેવળ જ્ઞાતા રહે તો તમામ યોગ છૂટી જાય છે. માટે યોગદૃષ્ટિનું માહાત્મ્ય છે. માનવદેહે કર્મબંધનની પરંપરા ચલાવવી તે અધર્મ છે. અને બાંધેલા કર્મ છોડવા, નવાની પરંપરા ન ચાલે તે ધર્મ છે. મનુષ્યને મન, વચન, કાયાના યોગો મળ્યા છે. વાચા સહિત વિચારશક્તિ મળી છે. કેવી ક્રિયા કરીએ તો મનુષ્ય અન્ય પ્રાણી કરતાં જુદો પડે અને મનુષ્ય જન્મને સાર્થક કરે. શ્રાવકનું જીવન નિયમિત અને નીતિમય જોઈએ. વળી ચિત્તની એકાગ્રતા માટે, કષાયની નિવૃત્તિ માટે, વિષયોની મંદતા માટે કેટલીક આવશ્યક ધર્મપ્રવૃતિ કરવી જોઈએ. અને તે પ્રવૃત્તિ સાચી દષ્ટિથી સમ્યક્ પણે થાય તો સાર્થક છે. શ્રાવકે પોતાનો વ્યવહાર રાગદ્વેષ રહિત તટસ્થભાવે કરવો જોઈએ. દુઃખ સમયે ક્ષણિક વૈરાગ્ય જણાય તે મધ્યસ્થતા નથી. જીવન કંટાળારૂપ લાગે તે વૈરાગ્ય નથી તે અજ્ઞાન છે. અને જ્ઞાનારાધન પ્રત્યેનો પ્રમાદ છે. સતત્ જાગૃતિ તે જ્ઞાનમાર્ગ છે. છતાં શ્રાવક સતત જ્ઞાનદશામાં ન રહી શકે તો તેણે સવારથી રાત સુધીની નિયમિત પ્રક્રિયા યોજવી. વહેલી સવારથી પ્રાતઃક્રિયા ધ્યાન, પ્રતિક્રમણ, સામાયિકથી કરવી. નવકારસી જેવા નાના વ્રતથી, પ્રભુસ્મરણ પછી આહાર જેવી ક્રિયાનો પ્રારંભ કરવો. પૂજા વિધિ કરી, દાન જેવા કાર્યો યોજવા, જરૂરી વ્યવસાય કરી સાંજે રાત્રિ પહેલા ભોજન વિધિ પતાવી પ્રતિક્રમણ જેવી ક્રિયા કરી રાત્રિ પણ ધર્મમય ભાવનાથી ગાળવી. આ કોઈ ક્રિયામાં સુખભોગની વાસના ન રાખવી પણ કર્મમળ નાશ પામે તેવી રીતે ક્રિયા કરવી. ક્રિયા પૂરી થઈ ગઈ તેમ ન માનવું. આત્મસંશોધન કેટલું થયું તે વિચારવું. શ્રાવક જિનપૂજા વિધિસર, ઉલ્લાસપૂર્વક શુદ્ધચિત્તે કરે તો પણ અજ્ઞાનજ્ઞાનવરણ દોષો દૂર થાય. જિનપૂજા માટે જે સામગ્રી બતાવી છે તેમાં તો ઘણું રહસ્ય છે. જીવનમાં જે જે ચીજોની જરૂર છે તે પૈકી ઉત્તમ ચીજોનો ત્યાગ જિનપૂજા દ્વારા શીખવા મળે છે. કેવળ ભાવપૂજા પર એકાગ્ર રહી ન શકાય જે મુનિધર્મમાં મુખ્ય છે. શ્રાવકને માટે અંગપૂજા અને અગ્રપૂજા બતાવ્યા. જિનપૂજાના નિમિત્તથી પોતાનું ઉપાદાન શુદ્ધ થાય. ફળની અપેક્ષા સ્વરૂપ અવલોકન ૨૫૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ વગર વિતરાગભાવની ભાવના કરવાની છે. અને શ્રાવકે સંયમ સાધવા પુરૂષાર્થ કરવાનો છે. શરીર અશક્ત થાય. ઈદ્રિયો શિથિલ થાય ત્યારે નિવૃત્તિ લઈશું. સાધના કરીશું તેમ માને તો સાર્થક ન થાય. અને વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ લઈને પણ પુત્રાદિ પરિવારમાં જ વૃત્તિ દોડયા કરે તો નિવૃત્તિ સાર્થક ન થાય. તે ધર્મધ્યાનનો અભ્યાસ યુવાવયથી જ શરૂ કરવો. મહાવીર ભગવાન ગૃહવાસમાં રહ્યા પણ રાજસુખ ભોગવ્યા નથી. કોઈ વ્યવસાય ક્ય નથી. દાન, શીલ અને સંયમમાં પ્રવૃત્તિ અને પછી નિવૃત્ત રહેતાં. એવા વીતરાગદેવની પૂજા ક્રવા માટે આપણા ભાવ કેવા સંયમમય હોવા જોઈએ ? ત્યાગ માટે બાહ્ય સામગ્રીની જરૂર છે. પણ વીતરાગતાના ધ્યાવન માટે વૈરાગ્યભાવનું ધ્યાન કરવાનું છે. મારા જીવનમાં શું દોષો છે તે શોધવાનું છે. તેને દૂર ક્રવાના છે. જિનપૂજા શ્રેષ્ઠ અવલંબન : જિનપૂજા વિધિપૂર્વક કરીએ ત્યારે પ્રભુતા આવે. હું શા માટે પૂજા કરું છું અને કોની પૂજા કરું છું તેની વિચારણા કરવી જોઈએ. પૂજા મૂર્તિની નથી કરતો. જેની મૂર્તિ છે તેના ગુણોની પૂજા કરું છું. પૂજાની સામગ્રીની ગોઠવણીમાં હૃદયનો ઉમંગ રહે. પક્ષાલ આદિ ક્રિયામાં શુભભાવ રહે. મૂર્તિની કોઈ અશુદ્ધિ ન થાય. વળી તીર્થંકરના પુણ્યાતિશયથી જન્મ સમયે અશુચિ નથી હોતી. શ્રાવકે ગુણ ગ્રહણ કરવા આવી ક્રિયા કરવાની છે. અને તે દ્વારા ગુણ ગ્રહણ થાય. કષાયનું શમન થાય. ૧. જળપૂજા : જળપૂજા કરવાથી મને સુખ મળે તેવો ભાવ આવે તો આત્મનું હિત ન થાય. જળપૂજા કર્મના મેલનો નાશ કરવા માટે છે. એટલા માટે જળના કળશને જ્ઞાનકળશ કહ્યો. જીવે વિષમતા ત્યજી સમતા ધારણ કરવાની છે. ૨. ચંદનપૂજા ચંદનપૂજાથી શીતળતાનું ભાન આવે. આશ્રવનું શમન થાય અને સંવર ભાવ પ્રગટે. ચંદનપૂજા કરતાં મન, વચન, કાયાના યોગો શાંત થતાં શીતળતાનો (ઉપશમ) અનુભવ થાય અને સ્થિરતા આવે. ૩. પુષ્પપૂજા પુષ્પો કોમળ અને સુગંધીવાળા હોય છે. તેના તરફ આકર્ષાઈ લોકો તેનો ભોગપભોગ માટે ઉપયોગ કરે છે, ત્યારે તેના તરફ જીવની પરિણતિ કોમળ રહેતી નથી. અને ભોગની વૃત્તિથી વેરભાવ સ્વરૂપ અવલોકન ૨૫૨ Page #254 -------------------------------------------------------------------------- ________________ બંધાય છે. પુષ્પ ખીલે ત્યારથી કરમાય ત્યાં સુધી શોભા અને સુગંધ આપે છે. તેને ભોગ માટે લેવા જરૂરી નથી. તેના જેવા ગુણો લઈ મનુષ્ય અન્ય જીવોને આનંદ આપવો જોઈએ. કોઈ સાથે વેરભાવ ન થાય. વીતરાગદેવે અહિંસા જેવા આચરણથી જગતના જીવો પ્રત્યે કોમળતા દાખવી. કોઈ જીવ પૂર્વના સંબંધે ઉપસર્ગ કરે દુઃખ પહોંચાડે તો ય તે જીવો પ્રત્યે ક્ષમાભાવ રાખતા. તે વીતરાગદેવોની પૂજા કરતા આપણે તેવા ગુણો કેળવવાનો ભાવ રાખવો. પુષ્પોને ખૂબ કોમળભાવે જરૂર જેટલા જ લઈ પ્રભુચરણમાં વ્યવસ્થિત પૂજાની ગોઠવણી કરવી. જીવાતવાળા અધખીલેલા પુષ્પો ન લેવા. વૃક્ષો પર પુષ્પો શોભા આપે છે. અને પ્રભુ ચરણે તે જીવો રક્ષણ અને શાતા મેળવે છે. પુષ્પ પૂજા કરી તે જીવોના ભોગે શ્રાવક કંઈ ફળની આશા ન રાખે કેવળ અહોભાવથી પૂજા કરે. પુષ્પ જાણે નિર્જીવ હોય તેમ કાતરથી કાપે, સોયથી વિધે, પાણીમાં ઝબોળે, અને મૂર્તિની શોભા કરવાનો પ્રયાસ કરે, તો તે અવિવેક છે. પોતાના કોમળ પરિણામ કરવાને બદલે વીતરાગની મૂર્તિની કેવળ શોભા માટે પ્રયત્ન કરે તો પુષ્પપૂજાનું કંઈ પરિણામ ન આવે. પોતાના ભોગને બદલે ત્યાગ કેળવવાનો છે. વીતરાગદેવો વીતરાગભાવને કારણે અને તીર્થંકરપણાને કારણે અતિશયવાળા હોય છે. પોતાના આત્મગુણથી એવા હળવા પુગલવાળા હોય છે કે દેવો તેમને ચાલવા માટે કમળની રચના કરે પણ કમળને ઈજા ન થાય. જીવ માત્ર સાથે પ્રભુનો કરૂણા ભાવ હોય છે, અને સાતિશયનું પુણ્ય હોવાથી કુદરતી એવી રચના થાય છે. ૪. ધૂપ પૂજા: પ્રભુની અંગપૂજા એ પ્રથમ પ્રકાર છે. અગ્રપૂજા એ બીજો પ્રકાર છે. તેમાં ચોથી ધૂપ પૂજા છે. ગર્ભદ્વાર એટલે પવિત્ર સ્થાન. અશુદ્ધિ દૂર કરવા, ધૂપપૂજા કહી. વળી ધૂપનો ધૂમાડો ઉર્ધ્વગતિએ જાય છે તેમ જીવે ઉર્ધ્વગતિએ જવાનું છે. અશુભ અધ્યવસાયોની ગુરૂતા ત્યજી શુભભાવ વડે લઘુતા-વિવેક ગ્રહણ કરવાનો છે. અગ્નિના સંગથી જેમ ધૂપ બળે છે તેમ જિનદર્શન અને ધૂપપૂજાના સંગથી ઈચ્છાઓનું દહન થાય છે, કર્મો બને છે. અગ્રપૂજામાં ભાવને અગ્રભાગે રાખવાનો છે. જેથી નવા કર્મોનો પ્રવેશ ન થાય. સ્વરૂપ અવલોકન ૨૫૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૫. દીપક પૂજા : દીપક જેમ અંધકાર દૂર કરે છે તેમ જ્ઞાન અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. કર્મના આવરણથી આત્માની શક્તિ આવરાઈ ગઈ છે તેની સુધારણા થાય છે. આત્માએ દીપકના પ્રકાશ સાથે ભાવથી આત્માના જ્ઞાનગુણનો પ્રકાશ કરવાનો છે અને અંતે કેવળજ્ઞાન સુધી પહોંચવાનું છે. આ દીપકપૂજામાં પણ અહિંસાનો ઉપયોગ રાખવાનો છે. આપણને પૂજાથી ફળ મળે અને દીપકના નિમિત્તે કૂદા જેવા જીવોની હિંસા થાય તેવો પ્રમાદ ન કરવો. દીપકને ફાનસ જેવા સાધનમાં મૂકવો. દીપક પૂજા કરતાં જીવે સંશોધન કરવું કે પોતે કેવો અંધકારમાં છે. જ્ઞાન મળ્યા પછી જીવ સંસારમાં રખડે તેવું બનતું નથી. જ્ઞાન સાથે ત્યાગ સહજ હોય છે તેની કોઈ સ્મૃતિ રહેતી નથી ત્યાગ એટલે કષ્ટ કે દુ:ખ નથી. પાંચે ઈન્દ્રિયોના વિષયો પર જાગૃતિ રાખીખે તો તેનો વેગ ઓછો થાય. તે માટે પ્રથમ આહાર-ઈંદ્રિયનો જય કરવો. પરપદાર્થના સંબંધને ઘટાડવા આ પ્રક્રિયા કરવાની છે. દુ:ખથી કે સમય પસાર કરવા પૂજન કરે તો પરીણામ પણ તેવું આવે. જ્ઞાનમય પ્રવૃત્તિ થાય તો સંસાર ટૂંકો થાય. દીપક જેમ બીજા પદાર્થોને પ્રકાશિત કરે છે તેમ દીપક પૂજા કરતાં આત્મભાવરૂપી જ્ઞાન પ્રગટ થાય. વિભાવભાવ દૂર થાય. આત્મા જ્ઞાનરૂપી પ્રકાશવાળો છે તેના આંશિક ભાવો પ્રગટે. પુદ્ગલભાવ હેય બને અને આત્મભાવ ઉપાદેય બને. જ્ઞાનજયોતથી જીવન પ્રકાશિત થાય. ૬. અક્ષત પૂજા ઃ અગ્ર પૂજામાં અક્ષત પૂજા તે અક્ષય-ક્ષાયિકભાવ માટે છે. સાથિયા દ્વારા ચારગતિનું સ્વરૂપ વિચારી તેનાથી મુક્ત થવાના ભાવ કરવાના છે. વળી ઉર્ધ્વગતિ એ જીવનો સ્વભાવ છે તેથી ભાવના કરવી. જિનપૂજાનો ભક્ત અધોગતિએ ન જાય. સંસારમાં મારું શ્રેય નથી. તેમ વિચારી અક્ષયપદની ભાવના કરવી. ૭. ફળ પૂજા : ફૂલ અને ફળ બંનેની પૂજામાં ફરક છે. ફૂલ પૂજા અંગ પૂજા છે. ફળ પૂજા અગ્ર પૂજા છે. ફૂલ કોમળ છે સુગંધિત છે તેથી તે અંગ પર મૂકાય છે. ફળ સઘન છે. તેમાં પાકવાની સડવાની ક્રિયા છે. પકવ થયા પછી વિકૃતિ થવા સંભવ છે. ફૂલમાં સૂકાવાની ક્રિયા છે. ૨૫૪ સ્વરૂપ અવલોકન Page #256 -------------------------------------------------------------------------- ________________ તેથી તેના વ્યવહારમાં આવો ફ૨ક રહ્યો. અંગપૂજા દ્વારા જીવે પ્રભુના ગુણોનું ગાન કરી કષાય મંદતા કરવાની છે. ફૂલ, ફળ, એકેન્દ્રિય જીવો છે તેના તરફ કોમળભાવ અને ત્યાગભાવ કેળવવા માટે આ પ્રકારે પ્રભુ પુજનમાં તેનો ઉપયોગ બતાવ્યો. પોતાની જરૂરિયાત ઓછી કરવાનો ભાવ કેળવવો તે આ પૂજાનું રહસ્ય છે. વળી ઋતુ અનુસાર તેનો ઉપયોગ જણાવ્યો જેથી સંયમ કેળવાય. પૂજા દ્વારા અહિંસાની ઉપાસના કરવાની છે. મુકત થનારા સૌ જીવોએ ક્રમિક વિકાસ સાધ્યો છે. તીર્થંકરના જીવને જન્મથી ત્રણ જ્ઞાન કોણે શીખવ્યા ? પુરૂષાર્થ અને આત્મબળનું તે રહસ્ય છે. તેવા જ્ઞાનને કારણે બાળ અવસ્થા જ બદલાઈ જાય. આપણો આત્મા આવી પૂજાના પ્રકારોમાંથી મંથન કે અવલોકન કરે કે મારામાં સાધુતા કયારે આવે ? પ્રભુ પૂજનની સામગ્રીના નિમિત્તે ઉપયોગ વડે જીવ કષાયમુક્ત થાય છે. તે નિમિત્તે પ્રભુના સાનિધ્યમાં જીવને સમાધિભાવ રહે છે. સમભાવ રહે છે. ૮. નૈવેદ્ય પૂજા : આહાર તેવો વિચાર, અને તેવું વર્તન. આહાર ઉત્તેજિત તો મન ઉત્તેજિત રહેશે. પ્રભુ પૂજામાં નૈવેદ્ય ધરીને સ્વાદ જય કરવાનો છે. અનાહારક તે આત્માનો સ્વભાવ છે. છતાં આહાર લેવો પડે છે, અને તેમાં પણ સ્વાદ માણવાની વૃત્તિ થાય છે અને આ વૃત્તિ મનુષ્યમાં બળવત્તર હોય છે. અન્ય યોનિમાં તો આહારના કેવા પ્રકારો સેવ્યા છે તેનો વિચાર કરે. અને મનુષ્યપણામાં આહાર લોલુપતા માટે શું કરી રહ્યો છે તે વિચારે. તેમાંય પુણ્ય હોય તો સારો આહાર અને પાચન શક્તિ મળે છે. આહાર શરીરને ધારણ કરવા માટે લઉં. અને શકય તેટલા તપ કરું. પણ જો તપ કરીને પણ આહાર કે સ્વાદવૃત્તિ બળવત્તર રહે તો નૈવેદ્યપૂજાનું પરિણામ ન આવે. નૈવેદ્ય ધરીને પદાર્થોના સંયમ અને ત્યાગની ભાવના કરવાની છે. પૂજન સમયે આહારના વિચાર આવે તો પૂજા કરીને પણ અનાહારકદશા ન કેળવાય. પોતાની વૃત્તિ પ્રમાણે જીવને સંતોષ આપવા ફળ નૈવેદ્ય પૂજામાં રાખે તો વૃત્તિસંક્ષેપ ન થાય. સમકિતી પૂજા વિધિમાં જાગૃત રહે અને પૂજાને અંતે આત્મભાવે પ્રસન્ન થાય. સ્વરૂપ અવલોકન ૨૫૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ ભાવ પૂજા : સંસારી જીવ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય. પૂજા કરવા જાય ત્યારે સ્થિરતા માટે પ્રથમ અંગપૂજાનો પ્રકાર આપ્યો. તે પછી ત્યાગ સંયમ માટે અગ્રપૂજાનો પ્રકાર આપ્યો. આ બંને પૂજા દ્વારા સમભાવ આવે, પછી ભાવ પૂજા માટે ચૈત્યવંદનાદિ વિધિ બતાવી. બંને પૂજામાં સ્થિરતા થયા પછી ભાવપૂજામાં જાય ત્યારે આત્મા પરમાત્માના ગુણોમાં એકાકાર થાય અને જેવી સ્થિરતા તેવો આત્મભાવનો આવિર્ભાવ થાય. જો ચિત્ત અન્ય વિચારમાં જાય તો મુખ દ્વારા શબ્દોનું જ રટણ રહે અને જીવના પરિણામ રૂપાંતર ન થાય. ભાવપૂજા દ્વારા જીવ મહાન નિર્જરા કરી શકે એજ જિનપૂજાનો મહિમા છે. વીતરાગની પૂજાની ફળશ્રુતિ વીતરાગતા છે “ભ્રમર ઈલિકા ન્યાયે પ્રભુજી થઈશું તુમ સમ નાથ” એવી ભાવના કરવી. જિનપૂજાનો સારાંશ : વીતરાગદેવનું અહંતપદ પૂજનીય છે. તેમાં અમુક જ ભગવાનની પૂજા કરવી તેવો આગ્રહ અસ્થાને છે. દરેક પ્રતિમા વીતરાગત્વ સૂચવે છે. તેમના નામના વિશેષ અર્થ હોઈ શકે. જેમકે પાર્શ્વ એટલે સમીપનું, પાસેનું જ્ઞાન, તેનું આરાધન કરવા પૂજા કરવાની છે. જિનપૂજા સમયે આપણા ચિત્તમાં આપણી આસપાસ જિનની ઉપસ્થિતિનો આપણને ભાસ થાય. વિતરાગદેવનું સદેહે પ્રત્યક્ષ દર્શન નથી. પણ સાધક ભાવથી પ્રતિમાની અંદર દર્શન પામે છે. માટે પ્રતિમા દર્શન શ્રેષ્ઠ અવલંબન છે. કોઈ જીવો એવું માને છે કે મૂર્તિના દર્શન, પૂજનની શું જરૂર છે? નામસ્મરણ કરીએ તો તે દર્શનસમાન છે, નામસ્મરણ સાથે શાની એકાકારતા છે ? વીતરાગતાને સમજવા તેમના ગુણનું અવલંબન લેવા પ્રતિમાના દર્શન અને પૂજનની પ્રરૂપણા કરી છે. નામસ્મરણ અને પૂજન બંને ક્રિયામાં ભાવનું અધિષ્ઠાન મુખ્ય છે. બંને ધર્મ સાધન છે. તેમાં જળ કે પુષ્પપૂજાનો શ્રાવકને દોષ નથી. શ્રાવકના સંયમ માટેની આ ક્રિયા છે. જિનદેવની અષ્ટપ્રકારી પૂજામાં ઉત્તમ વર્ણાદિવાળી સામગ્રી લેવી. સંસારના ક્ષણિક સુખને ત્યાગીને પ્રભુએ સર્વોત્તમ પુદ્ગલો, વર્ણાદિ પ્રકૃતિના નિયમથી મેળવ્યા હતા. અને તેમના શુભપુદ્ગલાદિ પણ જગતને માટે કલ્યાણરૂપ હતા. આપણે તેવા ગુણો મેળવી વર્ણાદિની પ્રકૃતિથી નિવૃત્ત થવાનું છે. તેમાં ધૂપ, સ્વરૂપ અવલોકન ૨૫૬ Page #258 -------------------------------------------------------------------------- ________________ દીપ જેવી પૂજાઓનું અનુષ્ઠાન છે. તેનો નિષેધ તે અવરોધ છે. જિનપૂજા કે દર્શનના ભાવ સાથે દર્શનાવરણ મંદ થવું જોઈએ. તે સમયે જીવ જો યંત્રવત ક્રિયા કરે અથવા શંકા સેવે કે પૂજા કરો કોને ખબર ફળ મળશે કે નહિ, સૌ કરે છે માટે લોકવ્યવહારથી કરે તો દર્શન મોહનીય પ્રકૃત્તિમાં જાય. જિનદર્શનમાં ભાવ એવા હોય કે ચક્ષુથી દર્શન થાય અને અંતરચક્ષુ ખુલે. અંતર બાહ્ય બંને ચક્ષુ આવરણ દૂર થાય. અને કષાય મંદ થતાં ચારિત્ર મોહનીય પણ મંદ થાય. જિનપૂજા સમયે ત્રણે યોગની સ્થિરતા થાય. સ્થિરતા વગર આત્મ સિદ્ધિ નથી. પાપપ્રવૃત્તિથી દૂર થવા ત્રણે યોગોની સ્થિરતા જરૂરી છે. જિન પ્રતિમાની અંગપૂજા સમયે કાયયોગની, અગ્રપૂજા સમયે વચનયોગની અને ભાવપૂજા સમયે મનોયોગની એમ ત્રિયોગની સ્થિરતા અત્યંત નિર્જરારૂપ છે. મતિજ્ઞાનના પ્રકાશમાં દર્શન-પૂજામાં સ્થિરતા આવે અને શ્રુતજ્ઞાનના પ્રકાશથી શબ્દ સાથે ભાવ સ્થિર થાય. આમ આ બંને જ્ઞાન વડે આત્મત્વ પામી શકાય. આ પ્રકારે દર્શન થાય તો શ્રદ્ધા દેઢ થાય, તે જ સમકિત છે. આત્મ શ્રદ્ધાએ સદેવ ગુરૂ ધર્મનો નિર્ણય તે ક્ષયોપશમનો અનુભવ છે. સદર્શનનો પ્રારંભ છે. સમકિત દ્વારા ચિંતન કરે કે પ્રભુએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે પહેલાના ભવોમાં તેઓની સકિત દશા કેવી ઉત્તમ હતી. અતિશય પુણ્ય પ્રકૃતિનો ઉદય હતો ત્યારે પણ કેવા અસંગભાવે સંયમથી રહેતા તેઓનું તે સ્વરૂપ ધ્યાનમાં લેવું. દર્શન-પૂજા દ્વારા અસત્ પ્રવૃત્તિમાંથી સત્પ્રવૃત્તિમાં જવાય અને અક્રિયદશાનો અંશે અનુભવ થાય. મનુષ્યજીવન દર્શન, જ્ઞાન, ચારિત્રની સાધના માટે છે. દર્શન શુદ્ધ થતાં ઉપયોગની સમતુલા રહે. દેહમાં ભરાઈ બેઠેલો આત્મા પ્રમાદને કારણે દૂર જતો અટકે, દેહભાવથી મુકત રહે. પ્રભુના ગુણગાનથી ગુણ કેળવાય, પ્રભુની મુદ્રામાં અંતર ભાવો સુંદર રીતે અંકિત થાય તે પ્રણિધાન છે. ચિંતનધારામાં વિકલ્પો અદૃશ્ય થઈ જાય. શાંતિ અશાંતિના દબાણથી જીવનો પુરૂષાર્થ ખીલતો નથી. કર્મના ઉદય ઓછા થાય તે શાંતિ છે. અનંતજ્ઞાનાદિ માટે શબ્દજ્ઞાન કે બુદ્ધિની જરૂર નથી. આ યુગમાં બુદ્ધિવિકાસના સાધનો વધતા જાય છે. પોતાની પાસે આત્મસુધારણાનું કેટલુંયે સ્વરૂપ અવલોકન ૨૫૭ Page #259 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્ય પડયું છે. તેને માટે સમય નથી અને સંસારનો સંગ રખડાવનાર છે તે માટે પૂરી જીદંગી દાવમાં મૂકી દે છે. જપ, પૂજા, ભક્તિ માટે સમય નથી. વીતરાગની પૂજા કરતાં વિચારે કે દીપના પ્રકાશની જેમ મારો આત્મા જ્ઞાન પ્રકાશ પામે. દાહકતાથી કર્મને બાળે. ધૂપની જેમ મારું ચારિત્ર સુવાસિત રહે. ફૂલના જેવી મારામાં કોમળતા હોય. જળના જેવી શીતળતા હોય. જો આવા ભાવ ન રહે તો પૂજાના સાધનોના પરમાણુઓ પરમાણુમાં ભળી જશે અને આત્મા કોરો રહી જશે. મનની ચંચળતા ઘટશે નહિ. પ્રભુ દર્શન, પૂજન સમયે જીવ એમ બોલે છે કે મને તારું દર્શન ભવોભવ હજો. એનો અર્થ એવો ન લેવો કે દર્શન મળે અને સંસાર ચાલુ રહે. જયાં સુધી સંસાર રહે ત્યાં સુધી તારું દર્શન મળો જેથી ભવ ઘટવા માંડે, ક્રમે કરી મુક્તિ મળે. કારણ કે સંસારમાં તો ચાર ગતિ છે તેમાં નરક તિર્યંચમાં તો દર્શન આવરણ ગાઢ વર્તે છે. દેવગતિમાં ત્રીજા દેવલોક સુધી દેવપણું છે પણ દિવ્યતા નથી. તેથી ભોગ-તૃષ્ણામાં સમય વેડફાઈ જાય છે. અનુત્તર દેવલોકમાં તો માત્ર મનુષ્યભવ લેવાનું કાર્ય જ બાકી રહ્યું હોય છે. ઈદ્રિય વિષય રમણતાનો અભાવ છે. માનસિકપણે દિવ્ય સુખ ભોગવી મોક્ષાભિલાષાએ કર્મ પૂર્ણ થાય છે. અંતે મનુષ્યપણું પામી મુક્ત થાય છે. પ્રકૃતિના પરિવર્તન માટે રસ ઓછા કરવા. ઉદય સમયે જ્ઞાનદર્શન કાર્યકારી રાખવા. તો બંધ છૂટે જીવ મુકત થાય. કેવળ બાહ્ય ક્રિયા અને બાહ્ય સાધનથી શુદ્ધિ થતી હોય તો અન્ય અવલંબનની શી જરૂર રહે? નિમિત્ત સારા હોય પણ ઉપાદાન શુધ્ધ હોય તો પુરૂષાર્થ સાર્થક થાય. ઉપાદાન જ (આત્મા) વિભાવમાં પડયો હોય અને નિમિત્તને પકડી રાખે તો આવરણ ટળે નહિ. શુદ્ધ નિમિત્ત ગ્રહણ કરીને ઉપાદાનને શુદ્ધ કરવાનું છે. તો પુદ્ગલ સંગ છૂટે. વાસ્તવિક રીતે ગુણોનો વિકાસ તે આત્મ સિદ્ધિ-આત્મ શુદ્ધિ છે. હઠયોગ જેવા સાધનો શુદ્ધ નથી તેથી જીવ ત્યાં અટકીને દેહાધ્યાસી બને છે. પૂજા, પ્રતિક્રમણ, ભક્તિ જેવી ક્રિયાના આગ્રહમાં અટકી જીવ પુલાનંદી બને છે. લબ્ધિઓ પ્રાપ્ત થતાં જીવ લોભમાં પડે છે. માટે ધર્મક્રિયામાં ઉપાદાનની શુદ્ધિ જોઈએ. હાલ આપણે ક્ષયોપશમભાવ સુધી પહોંચી શકીએ માટે જાગૃતિ અને નિરંતર અભ્યાસ કર્તવ્ય છે. તીર્થયાત્રા ૨૫૮ | સ્વરૂપ અવલોકન Page #260 -------------------------------------------------------------------------- ________________ તે માટે કહી છે. ત્યાંનું વાતાવરણ શુદ્ધ હોય. સિદ્ધ થયેલા આત્માઓના પરમાણુના આંદોલનો શુદ્ધ હોય. આપણે યાત્રા શબ્દ પકડયો પણ તીર્થમાં શુદ્ધિને ચૂકી ગયા. ત્યાં રહેવાની સ્વચ્છતા સગવડ સાધનો જોઈએ. પણ આત્માની શુદ્ધિ ગૌણ થઈ ગઈ. દેહ એ વિકાસનું સાધન છે, પણ મન, ઈંદ્રિયો વિગેરે સ્વસ્થ અને નિયમિત હોય તો. તે બધા ભેગા મળીને કર્મ કરાવે તો જીવ પરાધીન થાય. ભાષા કર્મની વર્ગણા જલ્દી ભોગવવા ક્રોધાદિ કષાયો અને ઉત્કટતા રહે. મનથી વિષયો જલ્દી ભોગવવા તીવ્ર રસોનું સેવન થાય. મનની શુદ્ધિ વગર ઈદ્રિયો શુદ્ધ વ્યવહાર ન કરે. એકેન્દ્રિયમાંથી ક્રમે નીકળી પાંચ ઈંદ્રિયો અને મનુષ્યદેહ મળ્યો. તે સાધન આત્મહિત માટે ન થયું. અને ભોગવટો કર્યો તો આખરે ધક્કા ખાઈને શરીરમાંથી નીકળવું પડશે. શરીરને સુખી કરવાના સાધનમાં કાળ કાઢી નાખ્યો તો પછી મનુષ્યદેહથી કાર્ય ન સરે. મોહ વધતો ગયો અને કાળ પસાર થયો. જીવે વિચાર કરવો જોઈએ કે સંસારમાં આટલું બધું રઝળવું શા માટે ? તો બાહ્ય અને આંતર જીવનનું પરિવર્તન થાય, મનુષ્ય જન્મ પામીને તે શ્વાસથી માંડીને ભાષા ઈત્યાદિ આત્માર્થે કયારે વાપર્યા ? એ પછી મનનું તો પુછવું જ શું ? હું સત્સંગ એટલે આત્માનો સંગ, જીવ પોતાની ભૂલો ન સમજે એટલે સાધનો કંટકરૂપ થઈ પડયા. જ્ઞાન અને જ્ઞાની સત્સંગ છે. સ્વાધ્યાય અને ભક્તિ વડે જીવ જ્ઞાની થાય. પૂર્ણજ્ઞાન વગર સ્થૂલિભદ્ર જેવા કુતૂહલમાં જઈને ચૂક્યા. હું ધર્મી છું તેવી માન્યતા અહમ લાવે. સાચો ધર્મી એમ વિચારે કે હું ધર્મની નજીક કેટલો પહોંચ્યો ? મોહનીયકર્મની ગ્રંથિ ભેદે ત્યારે ધર્મી ગણાય. આ કર્મના ઉદયે કહેવાતા ધર્મી જીવો ધર્મસ્થાને પણ કષાયમાં રહે છે. તેમાં ક્રોધ એ પ્રથમ સ્થાને છે, તેની સાથે બીજા કષાયો ભળે. અને જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ ગાઢ થાય. આત્મવિકાસને આડે અંતરાય આવીને ઉભું રહે. મનુષ્યપણુ પામી આનંદ માણવાનો નથી. માનવતાને પૂર્ણપણે પામીને, મોક્ષમાર્ગ સાધીને આનંદ માણવાનો છે. જીવ એમ માને કે સંસાર નિભાવવો તે મારી ફરજ છે. તે વાત તો ઠીક છે. પણ સંસારના પદાર્થોમાં રસ મંદ કરવો કે ક્ષીણ કરવો તેમાં જીવ સ્વાધીન છે. રસ ઓછો કરીને ફરજ બજાવી શકાય. તેને અનાસક્તિ સ્વરૂપ અવલોકન ૨૫૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ કહેવાય. સંસારના ભોગ-ઉપભોગમાં સૌ સાથે રહે છે. વેદનીય કર્મના ઉદયમાં કોઈ સાથે રહેતું નથી. સેવા સુશ્રુષા કરે પણ કોઈ વેદના લઈ શકતું નથી. જીવ આમ તો ઘણી ધર્મક્રિયાઓ કરે છે છતાં મુક્ત થતો નથી આપણું ભાવિ આપણે જાણી ન શકીએ તે આપણા જ્ઞાનનું આવરણ છે, દોષ છે. પુણ્યનો મોહ સૌને વળગ્યો છે, અને સુખ ભોગવવા પાપ કરીએ છીએ. જ્ઞાની પુરૂષોએ પાપપ્રકૃતિનો આત્યંતિક છેદ કર્યો, કાઢી જ મૂકી. પુણ્ય પ્રકૃતિને પણ અનાસકતભાવે પૂર્ણ કરી દાનાદિ ક્રિયા કરી ભોગવી લીધી. આ કાળમાં વરસીદાનનું લોકો અનુકરણ કરે છે. તેનો સાચો મર્મ એ છે ગૃહસ્થે જીવનમાં જે પરિગ્રહ કર્યો હોય તેનો ત્યાગ થાય અને પુણ્યસંચય પૂર્ણ થાય. ધર્મક્રિયા કરે અને જીવ ધર્મ ન પામે, ત્યારે પોતાના યોગોની શુદ્ધિ અશુદ્ધિને તપાસવી. વાણી હિત-મિત સાથે સત્ય હોવી જોઈએ. જેથી આપણા નિમિત્તે બીજા જીવો પણ વિકલ્પમાં પડીને બંધન ન કરે. કોઈ જીવે આપણું અપમાન કર્યું ત્યારે ધર્મી વિચારે કે એનો ઉદયકાળ એવો છે. તે ખસી જશે. કષાય રસ રેડીને સ્વ-પર અહિત ધર્મી ન કરે. સમતા ધર્મને આચરે તે ધર્મ. જિન પ્રતિમાના દર્શન કે પૂજનમાં જીવે ભાવ વડે જિનભાવમાં લીન થવાનું છે. આ મારા પરમદેવ છે તેવું સમર્પણ જોઈએ. પરમદેવે પલકમાત્રમાં વિકટ પ્રકૃતિને જીત લીધી છે. મારે પણ તેમ જ કરવું છે તેમ દર્શનમાંથી દર્શન શક્તિ મેળવવાની છે. જો તેવું દર્શન ન પ્રગટે તો શુભભાવનું ફળ મળે પણ આ દેહ છૂટયા પછી ફરી દેહ ધારણ કરવો પડે. શાસ્ત્રના દૃષ્ટાંતોનો એકાંત અર્થ ન કરવો. જેમકે સંપ્રતિ રાજાએ પૂર્વજન્મમાં સંયમ લેવાથી રાજયસુખ મેળવ્યું. તે તો શુભભાવનું ગૌણ પરિણામ હતું. મુખ્ય વાત તો તેણે સદ્ગુરૂના બોધ દ્વારા સત્ પ્રાપ્ત કર્યું હતું તેથી ભવભ્રમણ ટુકું થઈ ગયું. જિનપૂજામાં ત્યાગનું મહત્વ છે. પરપ્રત્યેના સર્વભાવ ત્યજી સમર્પણ થવાનું છે. તેને બદલે તે સ્થાને પણ જો મન અને ઈદ્રિયોને જ તૃપ્તિ થાય. આંગી દર્શનથી તૃપ્તિ મેળવી ચક્ષુ વિષય સુધી પહોંચે. પણ પોતાના દોષોનું સંશોધન કરી જિનપૂજા વડે હળવો ન થાય તો પ્રકૃતિની સુધારણા ૨૬૦ સ્વરૂપ અવલોકન Page #262 -------------------------------------------------------------------------- ________________ ન થાય. પૂજન, સમકિત શોધન માટે છે. પરમદેવ પાસે જઈ ગુણ વિકાસ કરે. ગુરૂ પાસે જ્ઞાન પ્રાપ્ત કરે. શાસ્ત્રના સ્વાધ્યાયથી કષાયોને શાંત કરે તો રત્નત્રયીની આરાધના થાય, જીવ ધર્મ પામે. દેવદર્શન કેમ થાય તેની સમજ જરૂરી છે. દેવદર્શનમાંથી મનુષ્યમાં દિવ્યતા પ્રગટ થવી જોઈએ, તે મૂર્તિપૂજનનું રહસ્ય છે, તેને બદલે પૂજા વડે મૂર્તિપૂજક કહેવાયા. ધર્મના અસ્તિત્વના સ્વીકારનું આલંબન જોઈએ છીએ. મનની રચના જ એવી છે કે તેને આલંબન જોઈએ. શુદ્ધ આલંબન ન મળે તો અશુદ્ધ આલંબનમાં પડે છે. તેમાં મોહ માયા ભળે છે. અને ભ્રમમાં જીવન વ્યતીત થાય છે. વિતરાગદેવની મૂર્તિ તે શુદ્ધ આલંબન છે. પત્થરના મોટા પહાડો હોય તો ય કોઈ પૂજા ન કરે પણ ત્યાં મહાન આત્માઓએ એકાંતવાસી થઈ મુક્તિ મેળવી છે. તેથી પહાડોનું સ્થાન ઉત્તમ ગણાય છે. તેની પવિત્રતા જીવને એકાગ્ર થવામાં સહાય કરે છે. આજે દ્રવ્ય પૂજાનો વિસ્તાર અને આડંબર ખૂબ વધી ગયા છે. એટલે ભાવ વડે જે પરમાત્મ સંબંધ થવો જોઈએ તે સ્પર્શતો નથી. દ્રવ્યપૂજાનો મૂળ આશય ત્યાગભાવ હતો. દેવને તો કંઈ આવશ્યકતા નથી. અહિંસાનો ઉત્તમ સાધક પ્રભુને ફૂલપૂજા કરવાનો વિશેષ ભાવ થાય તે સાધક તે દિવસે વનસ્પતિનો ત્યાગ કરે. જો કોઈ તીર્થમાં પુષ્પ સસ્તા હોય તો વધુ પુષ્પ ચઢાવવામાં તેને રસ આવે. એટલે પુષ્પ પૂજામાં પણ ધનનું સ્થાન નહિ પણ યતના રાખવી. આવી ક્રિયા કેવળ મનની ઈચ્છા પ્રમાણે કે અંધશ્રદ્ધાથી કરવામાં પરિણામ શૂન્ય આવે છે. દ્રવ્યપૂજન વડે વસ્તુના ઉપભોગનો ભાવ છોડવાનો છે. પરિગ્રહ ઓછો કરવા દાનાદિ કરું છું, નહિ કે વધુ ધન મેળવવા માટે. તેમ કરવાથી દાન કરીને પણ જીવ તો બંધનમાં જ આવે છે. છૂટવાના દરેક સ્થાનો આ રીતે બંધનરૂપ નીવડે છે. કારણ કે મૂળમાં સાચો ધર્મ, જૈનધર્મનો મર્મ જીવો સમજયા નથી. જિનેશ્વર પરમ નિસ્પૃહ છે તેની પાસે સ્પૃહા રાખવી તે મહા અવિવેક છે, તે જ આશાતના છે. તેનો વિધિ નિષેધોમાં આશાતનાને મોટું રૂપ આપી પૂજકો સક્રિયા ચૂકી જાય છે. જિનને જિન ભાવે ન ભજવા તે આશાતના છે. નિગ્રંથ એવા જિનેશ્વરને રાજાના રૂપમાં ભજવા તે પૂજાનું સાચું સ્વરૂપ નથી. પ્રભુનાં ધ્યાનની કે ચૌદમા ગુણ સ્થાનકની મુદ્રા રાજા કે ચક્રવર્તીના સ્વરૂપ અવલોકન ૨૬૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ રૂપમાં નથી. પરમ ત્યાગસંયમની અવસ્થા છે. તે રૂપે તેમને ભજવાથી તેવા ભાવોની પ્રેરણા મળે. પ્રભુવંદના ત્રિકાળ શા માટે? વિભાવદશાનો અભ્યાસ છોડવા વારંવાર ચારિત્રદશાનો અભ્યાસ કરવા ત્રિકાળ વંદના દર્શાવી. ભાવધર્મ આત્મારૂપ છે વારંવાર અભ્યાસ કરવાથી શુદ્ધભાવની અસર ટકી રહે. આત્મામાં ઉત્તમ ભાવ ન જાગે તો જડતા આવે. જિનેશ્વર દેવો પરમ વૈરાગ્યદશાવાળા છે. કર્તા ભોકતાભાવ રહિત છે. તેમના આવા વિતરાગસ્વરૂપનો મહિમા સમજ્યા વગર જો જીવ એમ વિચારે કે જિનેશ્વર દેવ તો કંઈ આપતા નથી. સદેહે દર્શન દેતા નથી. અને કોઈ કાર્ય કરવાનો ભાવ કરતા નથી. આ હકીકત સાચી છે. વીતરાગદેવોમાં કર્તાભાવ નથી પણ સિદ્ધાલયમાં વિરાજેલા પરમાત્માનું શુદ્ધ તત્વ શુદ્ધ ચૈતન્યરૂપે પ્રગટ છે. તે પ્રગટપણાનો પ્રભાવ ભક્તની નિસ્પૃહ ભક્તિ પર પડે છે, અને ભક્ત તેમના જેવા શુદ્ધ તત્વનો અનુભવ કરવા સમર્થ થાય છે. કરોડો માઈલ દૂર સૂર્યના કિરણો ગરમી આપે છે, પ્રકાશ આપે છે, જીવસૃષ્ટિના જીવનમાં સહાયક થાય છે. આપણે તે મેળવવા બારી બારણા ખુલ્લા રાખવા પડે છે. પરમાત્માનું શુદ્ધ તત્ત્વ વધુ વ્યાપક છે. વધુ પ્રતિભાવંત છે. શુદ્ધ ચિત્તે કરેલી ભક્તિના ભાવને પરમાત્માના સ્વરૂપનો પ્રભાવ સહાયક થાય છે. માટે આ પંચમકાળમાં જિનપૂજા અને જિનવાણી શ્રેષ્ઠ અવલંબન કહ્યા છે. ક્રોધાદિ કષાયો મંદ પડે જીવને આત્મદશા તરફ વળવું સરળ પડે છે. કર્મની કાળપરિણતિ પૂરી થયે તે તો જાય છે. પણ ધર્મની અજ્ઞાનતા તેમાં પુનઃ ગૂંચ ઉભી કરે છે. તીર્થંકરાદિ પવિત્ર આત્માઓને પાપસંબંધો ન હોય કદાચિત ઉપસર્ગ થાય તેમાં દુઃખની લાગણી ન અનુભવે તેથી તે પાપસંબંધો નથી. પુણ્યસંબંધો અતિશય-અનુકૂળતારૂપે હોય છતાં તેમાં પણ તેઓની નિરસતા હોવાથી ફળ આપીને ખસી જાય. પૂર્વના અશુભયોગે પ્રતિકૂળ સંબંધોનો સંયોગ થાય ત્યારે તે સમભાવે ભોગવી લેવા, છતાં અધ્યવસાય વધુ વિકળ થાય તો તે સંયોગોમાંથી દૂર ખસી જવું. પણ તેના વિકલ્પમાં પડીને કર્મને વધુ ને ગૂંચવવું. વળી દૂર રહીને પણ સભાવ રાખવો. જેથી બંનેના ભાવો કોમળ થાય. સ્વરૂપ અવલોકન ૨૬૨ Page #264 -------------------------------------------------------------------------- ________________ સાચી સમજવાળો સમકિતી જીવ કર્મના ઉદયકાળે કંઈક દુઃખ અનુભવે પણ તરત જ સરળભાવે વિચારણા સુધારી લે. શુદ્ધભાવને આરાધવા શુભભાવનું શરૂઆતમાં અવલંબન લે અને તે પ્રમાણે વ્યવહારધર્મ આચરે. શરીરથી થતું કર્મ જો શુદ્ધભાવ નહિ હોય તો તે સંસારનું જ ફળ આપશે. સુખ, સાધન, વૈભવાદિ પુણ્યપ્રકૃતિ મળે પણ અશુભમાં ફેરવાય ત્યારે જીવ હારીને સંયમ કરે. અને જો ચિત્તમાં કલેશ રહે તો સંયમનું ફળ મુક્તિ ન આવે. સાત્વિક ક્રિયા કરવા સગુરૂની સમીપતા જોઈએ. જેથી ક્લેશભાવ દૂર થાય. જો કે બહારની અને શરીરની અનુકૂળતા હોય તો જ ધર્મ થાય તે લૌકિક માન્યતા છે. શરીર સાધન જરૂર છે. પણ ભાવમનની પ્રધાનતા છે, ચિત્ત સૌમ્ય રહે તો શુદ્ધ ક્રિયા થાય. ચિત્તની ચંચળતા હોય તો ક્રિયા નિષ્ફળરૂપ બને. સદ્ગુરૂના પ્રભાવથી સહજ શુદ્ધિ થાય. આવી બધી અથડામણ ચોથે પહોંચવા સુધી વધુ હોય છે. ચોથે પહોંચ્યો કે શક્તિનો વિકાસ થાય છે. ભવાંતર થતાં આત્મસાધન તદ્ન વિસ્મૃત થતું નથી. અને મળેલા સાધનોનો ઉપયોગ કરે છે, પરિગ્રહ ત્યજે છે. અને ક્રમે સંસારભાવથી છૂટતો જાય છે. શુદ્ધિ દ્વારા સમકિતભાવને ક્ષાયક-પૂર્ણભાવ સુધી પહોંચાડે છે. અને તેના પુરૂષાર્થમાં જ લાગેલો રહે છે. ક્ષાયિકભાવને કારણે ઉપસર્ગાદિ સહન કરવાનું બળ મળે છે. કર્મની આત્યંતિક નિર્જરા થાય છે. પ્રમાદ છૂટી જાય છે. ક્ષયોપશમ ભાવ ટકે ત્યાં સુધી તો કંઈ જ્ઞાન ટકે પણ એ ભાવ શમે જીવ અજ્ઞાનદશામાં ચાલ્યો જાય. કોઈ પ્રકૃતિ મંદ પડે, કષાયનો રસ મંદ પડે પણ તેથી કંઈ જ્ઞાની કે ધ્યાની ન થવાય. ચિત્ત સમાધિમાં રહે, બાહ્યનો સંગ છૂટે. આત્મા અને તેના ગુણનું જ સંવેદન રહે, ત્રણે યોગની શુદ્ધિ હોય, ત્યારે જીવ અજ્ઞાનથી ત મુક્ત થાય છે. આપણો ઉપયોગ મન ચાલે તેમ ચાલે છે. લબ્ધિ, શક્તિ ઈદ્રિય સાથે કામ કરે છે. સમકિત ગુણને કારણે લબ્ધિ અને ઉપયોગ એકત્વથી કાર્ય કરે છે. આગળ વધી ક્ષાયિકભાવે સર્વ પદાર્થને જાણે છે. એથી દુઃખનું વેદન સતાવતું નથી. શ્રેણિક રાજાને પ્રભુએ એ જ આશ્વાસન આપ્યું કે તું ક્ષાયિક સમકિત પામવાનો છું. તારે નરક શું કે સ્વર્ગ શું? સુખ શું કે દુઃખ શું? ત્યાં પુદ્ગલો સંયોગમાં આવશે ખરા તેનું ફળ આપી સ્વરૂપ અવલોકન ૨૬૩ Page #265 -------------------------------------------------------------------------- ________________ દૂર થશે, અને કર્મની અત્યંત નિર્જરા થશે. અશુભ ત્યજી શુભતરફ જવાનો આશય ગુણભોગી થવાનો છે. આત્મા પોતાના દર્શનાદિ ગુણો સિવાય કશું જ માણી શકતો નથી. બાહ્ય સાધનનો મોહ ત્યજે અંતર સાધન પ્રાપ્ત થાય. અંતરસાધનનું ઉપાર્જન કરવું જોઈએ. શરીર સુખ માટે મેળવીએ છીએ પછી તેમાં દુઃખ ઉભુ થવું ન જોઈએ. અને થાય છે તો સમજવું તે સુખ ન હતું પણ સુખાભાસ હતો. કર્મના સંયોગ આવે અને નિર્બળ થઈ તેમાં ટેવાઈ જઈએ તો કર્મો જ આપણા સ્વામી થઈને વર્તે. કર્મ તેની પ્રકૃતિએ સ્વતંત્ર છે, તેના કરતાં આત્મા અનેકગણો સ્વતંત્ર છે. તે શા માટે કર્મોનો ગુલામ બને છે તે વિચારવું. શ્રાવક થઈને માર્ગાનુસારીના ગુણમાં આવ્યો કે નહીં તે ગુણો ન પ્રગટે તો સાધુતા કયાંથી આવે? દરેક ધર્મક્રિયા તેને સ્થાને ઉપયોગી છે. સાધન સેવતા સેવતા મુક્ત થઈશું તેમ માની સાધનમાં પરાધીન ન થવું. પણ બાહ્ય સાધન ત્યજી આંતર સાધન તરફ વળવું. તે સાધન સમભાવ વિવેક, મધ્યસ્થતા છે. આત્મા પરનો અર્થી થઈ પરોપકાર કે પરદયા કરે તો આંતર ગુણો ન વિકસે. પરંતુ યશ કીર્તિનું લક્ષ થાય. સઘળું મૂકીને જવાનું છે તેમ જાણે છે છતાં આવો વ્યામોહ સતાવે છે. ધર્મમાંથી પણ બાહ્ય લાભમાં લોભાય છે. અને સંતોષ ક્ષણિક રહે છે. વાસનાનું સમાધાન થાય તે આત્મધર્મ નથી. દરેક ધર્મક્રિયામાં કર્તવ્ય-અકર્તવ્ય. કર્તૃત્વ-અકર્તૃત્વનો વિવેક જોઈએ. પોતે આત્મા છે તેવો પ્રથમ નિર્ધાર કરી સર્વ જીવ પોતાના આત્મા સમાન છે તેમ જીવવું જોઈએ તો શ્રાવક સાધુતા પામે. આ પાંચમો આરો છે શું કરીએ? સાધુઓ પણ અધોગતિ પામવાના છે, આવો વિચાર કરી નિરાશ ન થવું. પાંચમાં આરામાં વ્રત, તપ, નિયમ, પૂજા ભક્તિ, અભ્યાસ થાય અને આત્મ અવલોકન ન થાય ? કપાયરસ ઓછા ન થાય? જેમાં બહારની કોઈ વસ્તુની જરૂર નથી. મોહને પરવશ થવાથી આત્મવંચના થાય છે. એક પ્રકૃતિ સાથે બીજી પ્રકૃતિ ઉદયમાં આવે માટે તેના સંબંધોમાં જ જાગૃત રહેવું. જેથી બંધમાં પરિવર્તન થાય. ઉપદેશક ઉપદેશ આપે અને શ્રોતા શ્રવણ કરી પોતાને ધર્મ માને, દાતા દાન ક્રી પોતાને દાની માને, ક્રિયા વિધિ નિષેધક પોતાને ધર્મી માને, તપ ક્રનાર પોતાને ધર્મી માને, અને છતાં ધર્મ તો રહી સ્વરૂપ અવલોકન ૨૬૪ Page #266 -------------------------------------------------------------------------- ________________ જાય, આત્મા ને ધર્મના પરિણામ સ્પર્શે નહિ તો શું થાય ? સાચી સમજપૂર્વક્નો અંગે પણ પુરૂષાર્થ થાય તો સાચો માર્ગ મળે. ઉપદેશક પોતે જે માર્ગથી તર્યા નથી, અને તેવા માર્ગનો ઉપદેશ કરે તો તે અબુધ કહેવાય. જે માર્ગ પામ્યા છે અને પમાડે છે તે જ્ઞાની છે. અનંત જીવન સુધી સતત પુરૂષાર્થ થાય. મન અત્યંત શુદ્ધ થાય, ત્યારે અંતિમ જીવનમાં પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત થાય. એથી કંઈ મૂંઝાવાની જરૂર નથી. હાલ મતિ અને શ્રુતજ્ઞાન શુદ્ધ થાય, સમકિત દષ્ટિ વિકસે અને મુક્તિનો અભ્યાસ સાધ્ય બને, ત્યાં સુધી એ માર્ગને છોડવા જેવો નથી. આ કાળે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે જે રીત મુક્તિ સાધ્ય છે, તે કરી લેવી. તો કાળક્રમે સંપૂર્ણ મુક્તિ સાથે થશે. માટે શુભકર્મના ઉદયકાળે ભોગમાં પડી જવાને બદલે જાગૃત રહી કર્મથી મુક્ત રહેવું. સતુ, દેવ, ગુરૂ, ધર્મની યથાયોગ્ય શ્રદ્ધા ન હોવાથી જીવ ઉન્મા જાય છે. એ ઉન્માર્ગના બે અર્થ છે. એક તો અસતુમાં સત્ની બ્રાંતિ અને સતુમાં અસતુની ભ્રાંતિ. અસત્ અસત્ રૂપે દેખાય તેથી તેની ભ્રાંતિ દૂર થાય. પરંતુ સતું ચક્ષુગોચર નથી તેની ભ્રાંતિનો નિર્ણય થતો નથી. તેથી સતુ-આત્માના અસ્તિત્વ વિષે તેના નિત્યપણા વિષે મતભેદ થયા. આત્મા સ્વતંત્ર તત્વ છે. નિત્ય છે. એક દેહમાં બાળાદિ અવસ્થા બદલાય છે અને આત્મા નિત્ય રહે છે. તે ત્રણે અવસ્થાને જાણે છે. આત્મા કોઈ ઈશ્વરનો અંશ નથી. તેની મુક્તિ સ્વતંત્ર છે. વિભાવદશામાં આત્મા સંસારી કહેવાય છે. વિભાવથી મુક્ત થતાં સ્વભાવ પ્રગટે. અકામ નિર્જરા કરી મનુષ્યભવ આવ્યો, આ દેહ સમ્યગૃષ્ટિ પ્રાપ્ત કરે તો સકામ નિર્જરા થાય. એ દશા મનુષ્યદેહે સાધ્ય છે. આ કાળે ક્ષયોપશમથી શકય તેટલી સ્વભાવદશા સાધવાની છે. જીવ કેવળ વિભાવમાં જ રહે છે તેવું માની હનપુરૂષાર્થી ન થવું. આત્માની શક્તિ અનંત છે. જગતમાં કર્મ રચના વ્યવસ્થિત છતાં સર્વ અનિયમિત છે. જે આજે સુખીયો છે તે કાલે દુઃખી થાય છે. દુખીયો છે તે કાલે સુખીયો થાય છે. યુવાન મૃત્યુ પામે છે અને વૃદ્ધ આયુષ્ય ભોગવે છે. કર્મની આવી વિચિત્રતા જાણી અબંધદશાના સુખનો વિચાર કરવો. ઉપાદાનની શુદ્ધિ માટે શુદ્ધ નિમિત્ત શોધવા. બંધનમાં મુક્તિ નથી મુક્તિને માર્ગે મુક્તિ મળે. જે સ્વરૂપ અવલોકન ૨૬૫ Page #267 -------------------------------------------------------------------------- ________________ આત્મા કે મુક્તિને માનતા નથી તેમણે તો કંઈ વિચારવાનું નથી. માર્ગે ચાલવું છે તેને જ્ઞાનની જરૂર છે નહિ તો ઉન્માર્ગ કે ભળતો માર્ગ બતાવનારા, સાચા માર્ગથી વિમુખ માર્ગદર્શક મળી જતાં જીવ ભ્રાંતિમાં પડશે. વર્તમાનની દશાના ભાન વગર કેવળ નિશ્ચયમાર્ગ બતાવવો તે એકાંત માર્ગ છે. જેમકે જિનપૂજા જ મુખ્ય સાધન છે અથવા સત્સંગ મુખ્ય સાધના છે બીજા સાધન ન કરવા. આ સત્ય છતાં અસત્ય છે. કારણકે એકાંત ક્રિયા સૂચક છે. પૂજામાં કે સત્સંગમાં આત્મભાવ મુખ્ય કારણ છે. માટે અનેકાંત રીતે ગુરૂગમે વિચારણા કરવી. સાધનદશાને સિધ્ધિદશા માને તો ઉન્માર્ગે જાય. ક્રિયાનો અભાવ નહિ અને ક્રિયાજડપણું નહી તેવો આ ધર્મ છે. સત્યના આગ્રહના નામે કષાય કેળવે તો તે ઉન્માર્ગ છે. દૃષ્ટિ કેળવવાને બદલે દૃષ્ટિ વિપર્યાસ થાય. અને તેના વાદવિવાદ થાય. જૈનધર્મ અનેકાંતવાદ છે એટલે સર્વ પાસાથી વિચારણા કરીને સમાધાન કરે તેવો વાદ છે. ગણધરવાદની દેશના સમાધાન માટે છે. ગણધરો કંઈ વાદવિવાદ કરતાં ન હોતા. સર્વજ્ઞ પ્રભુ દ્વારા શંકાનું સમાધાન તે ગણધરવાદ. સર્વજ્ઞ અને ગણધરોના જ્ઞાનનો મહિમા એમાં સમાયેલો છે વળી ક્રિયામાત્ર કે પુણ્ય-શુભક્રિયા એ પાપ છે તેમ કેવળ નિશ્ચયરૂપે એકાંત ગ્રહણ ન કરવું. સ્યાદ્વાદ શૈલીરૂપ જૈન ધર્મ અન્ય ધર્મને હલકો ન માને તે ધર્મના તત્વની જેટલી તથારૂપતા હોય તેટલી જણાવે. કોઈને અધર્મી ન માને. ધર્મી કોઈને હલકા ન માને. દરેક જીવ ધર્મ પામવાને યોગ્ય છે તેવી ઉદારતા રાખે. રાગ દ્વેષને જીતે તે જૈન છે. દીગંબર હોય શ્વેતાંબર હોય કે સ્થાનકવાસી હોય જેનામાં સાચું જૈનપણું છે તે મહાવીરના માર્ગનો યાત્રિક છે. ન ઉપદેશનો અર્થ છે, ઉપ એટલે પાસે દેશ-બોધ જે વિષયનો ઉપદેશ તે જ વિષયની પાસે લઈ જાય તે ઉપદેશ. તપ, સંયમ, ત્યાગ કે વૈરાગ્ય જે વિષય હોય તે બોધ તે રૂપે પરિણમે તે ઉપદેશ છે. મોક્ષમાર્ગના આરાધકને પુણ્યની લાલચમાં પાડવા તે ઉપદેશ નથી. કોઈ આ કાળે શીઘ્રગતિએ જઈ શકે તો પણ માર્ગ તો નિર્જરાનો જ લેવો. માર્ગમાં ભ્રાંતિ થાય એટલે દિશા બદલાઈ જાય. પ્રભુ પાસે જઈ સ્તવનાદિમાં પ્રભુના ગુણ ગાઈએ છીએ અને આપણા દોષ પણ ગાઈએ છીએ. આત્મનિંદા કરી પાછો જો એવો ને એવો રહે ૨૬૬ સ્વરૂપ અવલોકન Page #268 -------------------------------------------------------------------------- ________________ તો કેવળ નિંદા થઈ પણ સુધાર ન થયો. સાધુ જેવા ગુણીજનોની નિંદા તે દર્શન મોહનીય છે. મોહવશ ગુણ ન હોય અને ગુણનો આરોપ કરવો તે પણ મોહનીય છે. મન એવું ચંચળ છે કે કોઈની નિંદામાં તેને રસ પડે છે. પ્રભુ પાસે આત્મનિંદા કર્યા પછી અવગુણો દૂર થાય તો પ્રભુના ગુણોના અંશો ગ્રહણ થાય. રાત્રીએ એકાંતમાં પોતાના દોષોને જોવા જોઈએ. પ્રભુ સાથે તેમના સ્વરૂપમાં લીનતા આવે સહેજે ગુણો પ્રગટ થાય. દોષો દેખાય ત્યારે હે પ્રભુ હવે મારું શું થશે? તેવી વ્યાકુળતા થાય તો પ્રભુનું થયું તે તારું થાય. પ્રભુ અનાદિકાળના દોષોને દૂર કરી મુક્ત થયા તેમ તું પણ મુક્ત થાય. વાદવિવાદ તે નિંદા છે. માટે એકાંત સાધના એ જ સાચો માર્ગ છે. આંતરતપનો હેતુ કષાયની અનુદયદશા કેળવવી. સોળ પ્રકારના કષાયમાંથી આઠ પ્રકારના કષાય જાય ત્યારે દેશવ્રતમાં જીવ દેઢ થાય છે. બાર કષાય જાય ત્યારે સર્વવિરતિ થાય છે. અપ્રમત્ત દશા પછી બારમે ગુણે પહોંચે ત્યારે સોળ કષાય નષ્ટ થાય છે. તેરમે અનુદ દશા પ્રાપ્ત કરે છે, ત્યાં શુદ્ધ ચારિત્ર વર્તે છે. ક્ષયોપશમભાવવાળો ચઢ ઉતર કરે, ક્ષાયિકભાવવાળો ઉત્તરોત્તર ઉર્વશ્રેણિ માંડે. ક્ષયોપશમદશામાં વ્રતાદિ સંયમનું પરિણામ શાતાવેદનીય છે. સાધક માને કે વ્રત કરું છું તેથી કષાયની નિર્જરા થાય છે, તેથી વિશેષ વ્રતનું મહત્વ તો અપુનબંધક દશા તરફ જવું તે છે. આત્મશક્તિ તે પછી પૂર્ણપણે પ્રગટ થાય છે. પરિગ્રહાદિ છોડવા તે વ્રતનો એક ભાગ છે. પણ નિવૃત્તિભાવ આવે તે અપરિગ્રહ છે સંસાર પ્રયોજન છોડીને જો ઉપાશ્રય કે પુસ્તકનો પરિગ્રહ કરે તો એકાંત આરાધના કયાં થાય? સર્વ વિરતિને સઘળા પરિગ્રહ ત્યાજય છે. ધારણા શક્તિ મેળવી હોય તેને પુસ્તકનો આધાર છૂટી જાય છે. અને જ્ઞાનની શુદ્ધતા થતાં અવધિ, મન:પર્યવ જેવા શુદ્ધ જ્ઞાન પ્રગટે છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી ક્ષાયિકભાવ પ્રગટતા વચ્ચેનો કાળ ક્ષયોપશયનો છે. અશુદ્ધ કરતા તે સારા છે. ચોથે, પાંચમે, તેની વધુ સ્થિરતા હોય છે. અસંખ્ય યોગમાં સંયમ એ એક યોગ છે. શુદ્ધ ઉપયોગ એ મુખ્ય યોગ છે. આત્માના અસંખ્ય પ્રદેશો છે. અનંતાઅનંત કાર્મણવર્ગણા ભેગી સ્વરૂપ અવલોકન ૨૬૭ Page #269 -------------------------------------------------------------------------- ________________ થાય ત્યારે એક એક પ્રદેશે સમયે સમયે સંબ ગમાં આવે છે. તેથી શુદ્ધિનો ક્રમ પણ સમયે સમયનો જોઈએ. અનંતા ત કાર્મણવર્ગણાથી ઘેરાયેલા આત્મપ્રદેશના એક એક પ્રદેશને મુકત કરવા પુરૂષાર્થની દઢતા જોઈએ. આઠ રૂચક પ્રદેશ ખુલ્લા છે. તેથી ગમે તે યોનિમાં દરેક જીવનો શ્રુતનો અંશ ખુલ્લો રહે છે. અસંખ્ય પ્રદેશોને આવરણ હોય ત્યાં આઠ રૂચક પ્રદેશો આવરણ રહિત હોય તો ય જીવની દશા બદ્ધ છે. અનંતાનંત કાર્મવર્ગણા ચોંટેલી હોય અને શુદ્ધિનું બળ તેથી ઉણું હોય તો પૂર્ણ શુદ્ધિ થવી સંભવ નથી. અને જીવ ભવચક્રમાં ફર્યા જ કરે. માટે તે કર્મવર્ગણાથી છૂટવાનો ક્રમ દર્શાવ્યો. પ્રથમ ગ્રંથિભેદ માટે, પ્રથમની જડ અને અજ્ઞાન દશાને તોડવા શુદ્ધિનો ક્રમ સેવવો. ત્યાર પછી વર્ગણાઓની પકડ શિથિલ થાય છે અને અનુક્રમે તેનું બળ ઘટે છે. થાકયા અને હાર્યા વગર સતત આ કાર્ય અવિરતપણે સદ્ગુરુના પ્રભાવમાં એક જ લક્ષે કરવાનું છે. અપ્રમત્તભાવ વગર કષાયના મૂળિયા નષ્ટ થતાં નથી. સાધુ દશામાં કર્મપ્રકૃતિ અને જીવનો સંયમ બે જ દશા બાકી રહે છે. બીજા પરિગ્રહની જરૂર રહેતી નથી. પ્રકૃતિ છે, તેને દૂર કરવા આત્માનું સામર્થ્ય છે, તે કર્મને ખપાવ્યા કરે. જો બીજા સાધનો કે ક્રિયાઓનો મોહ થશે તો કર્મ નિર્જરાની સકામતા મંદ થશે. પુગલ વડે આત્માનું સંશોધન સંભવ નથી. વ્રતનું અનુષ્ઠાન જ એકાંત સંશોધન માટે છે. માત્ર ઉત્સવ માટે નથી. ગુરૂ પાસે પરિગ્રહ પરિમાણનું વ્રત લે પછી બાહ્ય પ્રવૃત્તિ ઘટવી જોઈએ. કેવળ અમુક મૂડીનો પરિગ્રહ કરે અને પૂરો દિવસ દુકાને બેસી પુત્ર પરિવાર માટે તેને નામે ધંધો પૂરા રસથી કરે તો વ્રતમાંથી સત્ય ન પ્રગટે. આવું વ્રત લઈ શ્રાવકે વધુ સમય સામાયિક, પોષધ જેવા વ્રતમાં રહી આત્મસંશોધન કરી મોહ-મૂછ ઘટાડવાના છે. ધંધાની ધમાલ છોડી, દહેરા ઉપાશ્રયનો ટ્રસ્ટી બને અને તેમાં પણ ધન કેમ વધે, તેવા ભાવ સેવે તેથી શુદ્ધિ દૂર રહે. એકાંત જ શુદ્ધિ માટે ઉત્તમ સાધન છે. વિચાર શ્રેણિની શુદ્ધતા કર્મનીવર્ગણાને ખેરવી નાંખે છે. પૂર્વની મોહવાસનાથી જે આ કાળે મળ્યું છે તે કાળના પરિણામ પ્રમાણે પૂર્ણ પુરૂષાર્થ કરી માર્ગ ટૂંકો કરવાનો છે. - જે પ્રકૃતિનો ઉદય છે તેને ઉત્તેજન મળે તેવી ક્રિયાથી દૂર રહેવું. અનંતાનુબંધી કષાય સમકભાવ વડે શમે. તે કષાયો દૂર કરવા વતની સ્વરૂપ અવલોકન ૨૬૮ Page #270 -------------------------------------------------------------------------- ________________ જરૂર નથી વ્રત કરે તો ય આ કષાયો દૂર ન થાય. મિથ્યાપ્રકૃતિ બીજું એક કર્મને છોડે અને ગ્રહણ કરે. તેને પૂર્વસંચિત ગમે તેવા સાધનો મળે સંતોષ ન થાય. સમકતી સંયમી હોય. તેનો પૂર્ણ અનુભવ ક્ષાવિકભાવે થાય. કેવળજ્ઞાન પછી અતિસૂમ કર્મ બાકી હોય તો જ્ઞાની આયુ પૂર્ણ થતાં પહેલા સમુઘાત જેવી ક્રિયા કરી આત્મપ્રદેશને ફેલાવી તે કર્માણનો સંબંધ પૂર્ણ કરે. આવી ઉત્તમ ક્રિયા તે સ્વભાવ રૂપ છે. એક જીવના પરિણામના આધારે એક કર્મ બે ઘડીમાં બંધાય છે. પછી તેમાં રસપૂર્તિ થઈ, તે કર્મનો કાળ નક્કી થાય છે, તે અનુક્રમે યોગ્ય સમયે ઉદયમાં આવે છે, તીવ્ર રસોદય હોવાથી આત્મા તેને વિખેરી દેવામાં પહોંચી વળતો નથી. કર્મનું જોર વધુ અને આત્મબળ ઓછું, આવી દશાને જાણીને વિભાવ દશાને મંદ કરવી. આત્મવીર્ય પ્રગટે તેવી ક્રિયામાં રહેવું. કાળનું બહાનું ન લેવું. જિનેશ્વરના નિર્વાણ બાદ કેટલાક ઉચ્ચ આત્માઓએ શુદ્ધ ચારિત્ર પાળી માર્ગ ખુલ્લો રાખ્યો. આજે તે જ્ઞાનીઓ પ્રત્યે આપણે રાગ રાખ્યો અને સંયમ મૂકી દીધો. તેમની પાસે માગે મુક્તિ અને ક્રિયા કરે કર્મની એટલે પાંચમા આરામાં સ્થાન મળ્યું. જયાં મુક્તિનું કાર્ય દુર્લભ થઈ પડયું છે. મહેનત ઘણી કરે પણ અજ્ઞાન ન છોડે, તેવી દશા વર્તે છે. પછી આત્મ વિકાસ કેવી રીતે થાય? ઘરમાં રહીને ગૃહસ્થ ઉપયોગ શૂન્ય બને ત્યારે સામાયિક વ્રતાદિ દેહરૂપે થઈ જાય. સામુદાયિક ક્રિયામાં ઉત્તેજના વધી પડી, જ્ઞાનની શિથિલતા આવી, તેથી ચારિત્ર પણ નબળું થયું. ધર્મ કરવો સહેલો થઈ પડયો, ધર્મી કહેવડાવવું સહેલું થઈ પડ્યું, આવો ધર્મ પૂર્વે અનંતવાર સેવ્યો, જ્ઞાનીનો યોગ અનંતવાર મળ્યો. છતાં આજે આ કાળે આપણે જન્મ ધારણ કરી જ્ઞાનમાર્ગે નહિ જઈએ તો કાળ લંબાતો જશે. માટે એકાંત સાધના માટે પ્રવૃત્ત થવું, આ કાળે કેટલીક પ્રકૃતિની નિવૃત્તિ શકય છે. જે મુક્તિમાર્ગને અનુસરે છે, તે બાહ્ય ક્રિયાથી નિવૃત્ત થઈ અંતર તપાદિમાં વધુ સમય ગાળે છે. ધર્મધ્યાન જેવી ક્રિયામાં સ્થિર થતો જાય છે, તે ક્રમે કરીને પરમાર્થ પંથને સાધે છે. માટે આત્મ અવલોકન કરી સન્માર્ગે પ્રવર્તવું. પંચમ કાળ છતાં શાસનનો યોગ છે. આપણને ગુરુજનોના યોગ મળે છે. રૂડા જીવો આ કાળે તેવા યોગને પ્રાપ્ત કરી આરાધન કરે છે. તેવા જીવોની સ્વરૂપ અવલોકન ૨૬૯ Page #271 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના કરી આપણે તેવું આરાધન કરવા પ્રયત્ન કરવો. યદ્યપિ આજે પણ શાસનના સાચા રખેવાળા જિનવર પ્રણિત મૂળ તત્ત્વના બોધને પ્રગટ કરતા રહે છે તે શાસનનું સદ્ભાગ્ય છે. સ્વરૂપદૃષ્ટિની રૂચિવાળા જિજ્ઞાસુઓને તેવા ઉપદેશકો દ્વારા પોષણ અને સાચો રાહ મળી રહે છે તેવો પુણ્યયોગ પામીને સૌ પરમાર્થની કેડી કંડારી સ્વરૂપસુખને પ્રાપ્ત કરીએ તેવી ભાવના કરીએ. - મેં પહેલાં પણ કહ્યું હતું કે અનુભવનો અણસાર કેટલો મળ્યો : છે એનો આપણને ખ્યાલ નથી પરંતુ એ વાત નક્કી છે કે જે : : લોકો અનુભવની ધારા પર ચાલ્યા છે, બહુ દૂર સુધી, એમના : શબ્દોને પકડીને આપણે ચાલી રહ્યા છીએ અને એટલે એ : શબ્દોને બરાબર પકડીશું તો આપણા માટે પણ અનુભવની : ધારા પર જવું એ અશક્ય ઘટના નથી. જવું છે ને? જવું : હોય તો માર્ગ તૈયાર છે. આટલો સરસ માર્ગ સામે હોય : ત્યારે આપણે ન ચાલીએ તો જ નવાઈ. - પૂ. આચાર્યશ્રી યશોવિજયસૂરી : (‘દરિસન તરસીએ.') LT L ૨૭૦ Page #272 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ અવલોકન વાચકની નોંધ ૭ ૨૦૧ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ વાચકની નોંધ સ્વરૂપ અવલોકન Page #274 -------------------------------------------------------------------------- ________________ દિવ્યાશીષ સંસારના તાપ, ઉતાપ અને સંતાપ એ ત્રિવિધ દુ:ખથી મુક્ત કરાવનાર એક માત્ર આત્મજ્ઞાન છે. આત્મા તે જ્ઞાન રહિત છે નહિ, પણ જીવને હું આવો સુખસંપન્ન, દુઃખરહિત કોઈ અચિંત્ય પદાર્થ છું તેવું ભાન નથી. ગુરુગમ વડે જિજ્ઞાસુ એ નિધાનને જાણે છે. અને શુદ્ધભાવ વડે તેનો અનુભવ કરે છે. ગુરુગમ પ્રાપ્તિનો ઉપાય વિનય છે. - પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણસૂરિજી Jain Education Intemational