SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તો અચિંત્ય, અનંત, અમાપ, અમૂલ્ય છે. પૂર્વસંચિત દેહાદિ દ્રવ્યકર્મમાં ઉદયકાળે ભાવકર્મનો રસ મળતો નથી તો દ્રવ્યકર્મને નિર્જરી મુક્ત થવું પડે છે. પાંચ ઈદ્રિય અને મન ચેતનના ઉપયોગ વગર જડ છે, તેને પોતાની કોઈ ક્રિયાનું જ્ઞાન નથી. દ્રવ્ય કર્મના સંયોગમાં ભાવમનની ચેષ્ટા પર પદાર્થમાં પોતાપણાનો ભાસ સેવે છે. ક્રમે કરીને એવા સંસ્કારોની પ્રબળતા આત્માને પરવશ બનાવે છે. અને ભાવમનની વૃત્તિઓ એવી પ્રબળ બને છે કે ક્ષણે ક્ષણે જીવ કર્મને ગ્રહણ કરે છે. શુદ્ધ ઉપયોગ, સતતુ જાગૃતદશા અવલોકન જ એ બંધનથી મુક્તિ અપાવી શકે. ઈંદ્રિયોના વિષયોનું આકર્ષણ : ચેતન ઉપયોગ દ્વારા મન અને પાંચ ઈદ્રિયોની સહાયથી વિષયોને જાણે છે. સ્પર્શના સંયોગથી પદાર્થના સુંવાળા કે ખરબચડા વગેરે ગુણને જાણે છે. રસના વડે પદાર્થના પરસને જાણે છે. ભાવ મન આ વિષયોમાં સારું ખોટું અનુભવે છે. સુખદ છે તે ફરી ફરીને મેળવવાની અને દુઃખદ છે તેનાથી ભાગી છૂટવાની વૃત્તિ સેવે છે. કોઈ પદાર્થ જીવમાં પેસી શકતો નથી. પણ મને તેમાં હર્ષ-શોક અનુભવે છે. અને કર્મથી બંધાય છે. વળી નાક વડે પદાર્થને સૂંઘે છે. સુગંધ, દુર્ગધ પારખવી તે ધ્રાણેન્દ્રિયનો વિષય છે. સુગંધ તરફ રુચિ અને દુર્ગધ તરફ અરુચિના ભાવો કરી મન સુખદુઃખ અનુભવે છે. ચક્ષુ તે દશ્યદર્શક ગુણ ધરાવે છે. ચેતનની પ્રેરણા વગર તે કેવળ કાચના ટુકડા સમાન જ છે. પરંતુ દેશ્યને જોવામાં પોતે કંઈક જાણે છે ગમતા દેશ્યને જોવા માટે ફરી ફરીને વૃત્તિ ઊઠવી તે બંધનો હેતુ છે. શબ્દનું, અવાજનું સાંભળવું તે શ્રવણેન્દ્રિયનો ગુણ છે. પોતાને પ્રિય એવા શ્રવણમાં આનંદ થવો અને પ્રારબ્ધયોગે કડવું વેણ સાંભળવાનો સંયોગ બને ત્યારે વિષાદ થવો તે બંધનો હેતુ છે. શબ્દો કાનમાં ભરાઈને બેસતા નથી. પણ અહમ્ મનને આવા ભાવોનું વેદન કરાવે છે. અને તેમાંથી કષાયો ઊઠે છે, તે કર્મબંધનો હેતુ છે. આમ પાંચે ઈદ્રિયો અને મને એ સાધનો છે. ઈદ્રિયો વિષય ગ્રહણ કરે ત્યારે સાક્ષીભાવ રહે તો આ સાધનો સાધનામાં સહાયક બને છે. પરંતુ વિષયોને આધીન થવાથી ઉપયોગ મલિન થાય છે. આવા શુભ અને અશુભ ઉપયોગ દ્વારા તેવા પ્રકારનાં સ્વરૂપ અવલોકન ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy