________________
કર્મોનું ઉપાર્જન થાય છે અને તેવા જ ફળના આપનારા થાય છે. આમ ગાઢ થયેલી અનાદિની પરિણતિ મહા પુરુષાર્થ વડે ફેરવી શકાય છે. સો મણ ઘાસની ગંજી એક જ દીવાસળી ચાંપવાથી બળીને ખાખ થાય છે. તેમ અનાદિના કર્મો આત્મભાન થતાં, સત્ દેવ, ગુરુધર્મની શ્રદ્ધાના બળે નાશ પામે છે.
આ કર્મોનો બંધ ચાર પ્રકારે થાય છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. તેમાં રસ મહત્ત્વનો ભાગ ભજવે છે. કષાયજનિત આ રસ મંદ પડે તો ચાર પ્રકારમાંથી સ્થિતિ અને બંધ બંન્નેમાં મંદપણું આવે. આત્મસુખના, મોક્ષના શાશ્વત સુખના કામીએ કર્મોનો સર્વ પ્રકારે નાશ કરવો પડે. પૂર્વ પ્રારબ્ધને તો ભોગવવું પડશે. પરંતુ સમભાવે ભોગવે તો તે પૂર્વક મુક્તિદાતા બની શકે. અજ્ઞાનદશામાં બંધાયેલાં કર્મો જ્ઞાનીઓને ભોગવવાં પડ્યાં છે. ઈદ્રિય વિષયોમાંથી મનને આત્મા ઉપયોગમાં વાળવાનું છે. શાસ્ત્રોમાં દર્શાવેલ કર્મના ગણિતાનુવાદનો શ્રદ્ધાપણે વિશેષ અભ્યાસ કરવો. કર્મની પ્રકૃતિને સમજી તેનાથી દૂર રહેવાનો પુરુષાર્થ કરવો.
ઈન્દ્રિયના વિષયોની આસક્તિમાં ક્રોધાદિ કષાયો ભળે છે. તે કર્મબંધનાં મુખ્ય કારણ છે. સર્વ કષાયોમાં ક્રોધ અગ્રસ્થાને છે. તેનું આવાગમન ત્વરિત હોય છે. ક્રોધની પ્રકૃતિ જદી જાણી શકાય છે. ક્રોધને શાંત કરવા ઉત્કૃષ્ટ ક્ષમાભાવ હોવો જોઈએ. અક્ષમ્ય એવા ઋણાનુબંધો જીવે પોતે જ ઉપાર્જન કર્યા છે. તેથી ઉત્કૃષ્ટપણે ક્ષમાવાન થવાનો પુરુષાર્થ કરવો. દરેક કષાયો સામે પ્રબળ પુરુષાર્થ કરવાનો છે. તપ, જપ ઈત્યાદિ તેના અનુષ્ઠાનો છે. ઉપવાસાદિ જેવા કઠિન તપથી જો કષાયો શાંત ન થાય તો સંશોધન કરવું અને કારણ જાણી લેવું. તપાદિ ક્રિયાઓને પુણ્યનું સાધન બનાવી સંસાર ચાલુ ન રાખવો. તપ નિજગુણ સાધ્ય અનુષ્ઠાન છે, તે આત્મસ્વરૂપની આરાધનામાં વેઠ કે કષ્ટ નથી. સ્વરૂપની વિસ્મૃતિને કારણે અઘરું થઈ પડ્યું છે. દેહાદિના વિષયોમાં સુખની કલ્પના કરી છે. પરંતુ તે સુખ ઈદ્રિયગમ્ય હોવાથી તેવાં જ ફળને આપે છે. જે ક્ષણિક અને પરાધીન છે. ઉપયોગ એ ધર્મ :
કર્મના ઉદયકાળે જીવ તે ફળવિપાકમાં પોતાના દોષને ન જુએ અને
સ્વરૂપ અવલોકન Jain Education International
૧૩. www.jainelibrary.org
For Private & Personal Use Only