SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ઊભું રહે છે. માટે પુણ્યપાપ બંનેથી મુક્ત થવું. પાપાનુબંધી પુણ્યપ્રકૃતિ ચિંતા ઊભી કરે છે. અનાસક્ત રહેવું દુર્લભ થાય છે. શરીર સાથે વર્ણાદિની શુભ પ્રવૃતિઓ અનુકૂળ રહે છે. તે મુક્તિના સાધન માટે છે, ભોગ માટે નથી. ભોગમાં ગયા કે પુણ્ય પ્રકૃતિ નષ્ટ થશે. અતિ પુણ્ય હોયને દેવગતિમાં જાય તો ત્યાં અતિ ભોગથી અવિવેક ઊપજે છે. અતિપાપથી નરકગતિનો ઉદય થાય છે. ત્યાં પણ અવિવેક જ સેવાય છે. તિર્યંચદશામાં પરતંત્રતા છે, એક માનવજીવન જ સ્વાધીન છે. તેમાંય પૂર્વના અવિવેકથી અસતુ કર્મો નડે છે. છતાં સમ્યક વિચારણાને સાધી શકાય છે. મનુષ્ય થઈને અશુભ પ્રકૃતિને તો દૂર રાખવા જેવી છે. બંધ પડે તે ય શુભ અને મોક્ષમાર્ગમાં સહાયક થાય તેવો હોય, તે સમ્યગુદૃષ્ટિ જીવ કરી શકે. સામાન્ય જીવ તો પુણ્ય પ્રકૃતિને ભોગવીને પાપમાં પડશે. તેની સમજ માટે ગુરુગમે શ્રુતશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે. સંયમથી મનુષ્ય એવું શરીર પ્રાપ્ત કરે કે દેવોને વંદનીય હોય, પ્રકૃતિને સૂક્ષ્મ રીતે વિચારીને સુધારે તો તે સંસ્કૃત બને. પુણ્ય અને પાપ પ્રકૃતિ મિશ્ર હોય તો ય પુણ્ય કેટલું ટકશે તે વિચારવું. રૂપાદિ મળે તે ઉન્માર્ગનું કારણ બને. આહારમાં સાત્ત્વિકતા છોડી સ્વાદમાં જ વૃત્તિ જોડાયેલી રહે. શીલથી શરીરને શોભાવવાને બદલે શણગારથી શોભાવે. શરીરના પસીનાની દુર્ગધ દૂર કરવા સુગંધી પદાર્થ વાપરે. પણ આહાર વિહારના સંયમથી પુગલોના ફેરફાર કરતાં ન શીખે. આમ સત્કર્મ છોડી અહેમમાં પડે જીવ વિવેક ચૂકે. - શરીરમાં વર્ણાદિના જે પુદ્ગલ પરમાણુઓ ગ્રહણ થાય છે તેની ચિત્ત પર અસર પડે છે. આથી શ્વેતવર્ણને શુભ ગણ્યો. આત્માને તો વર્ણાદિ કંઈ છે નહિ. છતાં દેહની જે જે પ્રકૃતિ છે, અશુભ હોય તો બાધક થાય છે. સુખના સાધન સાથે સંયમ હોય તો વર્ણાદિ બાધક ન થાય. વ્યવહાર ધર્મે વર્ણાદિમાં શુભાશુભ ભેદ જણાવ્યા. બંને બંધનરૂપ છે. મિથ્યાત્વ બુદ્ધિને કારણે જીવ બંધનમાં પણ રાચે છે; તેમાં મોહનીયકર્મ ભળે અને સમયે સમયે જીવ અનેક પ્રકૃતિથી બંધાતો રહે છે. તે પ્રકૃતિ એકઠી થાય અને આયુષ્યનો બંધ થાય ત્યારે તે પ્રકૃતિની સાથે ગાઢપણે જોડાય છે. ભવાંતર થતાં ક્રમે ક્રમે ઉદયમાં આવે છે. અને વળી તેના સ્વરૂપ અવલોકન ૧૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy