SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા આત્મોન્નતિનું જ્ઞાન પ્રગટ થયેલું છે. આહારાદિની તીવ્રતા પશુયોનિનું લક્ષણ છે. જીવ તેવી ગતિમાંથી આવે અને તેવી જ ગતિમાં જાય. સરળ સ્વભાવી, સમભાવી જીવ મનુષ્ય ગતિમાંથી આવ્યો હોય અને ઉચ્ચગતિને પ્રાપ્ત કરે કે મુક્તિને પામે. પુણ્યભોગને પ્રાપ્ત કરનાર અને સુકૃત્યો કરનાર દેવગતિમાંથી આવે અને તેવી ગતિને પામે. અસંખ્ય હિંસાદિમાં કે અસત્ પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહેનાર જીવ નરકગામી બને. આવી ગણના કરીને જીવ પોતાની ગતિને જાણી શકે છે. ચારેય ગતિ સંસાર ભ્રમણ જ છે. ચારે ગતિથી નિવૃત્ત થવું તે પાંચમી ગતિ છે, મુક્તિ છે. આ કાળે આ ક્ષેત્રે ભવિજીવો જન્મ લેવા કેમ ઈચ્છે ? કારણકે જીવન નિર્વાહ માટે પણ તેઓને હિંસા અને અસત્યના ભાજન થવું પડે. છતાં પૂર્વ પ્રારબ્ધ આ કાળે આપણને જન્મ મળ્યો છે તો પ્રમાદ સેવવા જેવો નથી. અજ્ઞાનથી જીવતાં અનંત ભવો ગયા અને જશે તે આપણે જાણીએ છીએ. છતાં આપણે નિશ્ચિંત બેસી રહીએ તે મોટું આશ્ચર્ય છે. શ્વાસોશ્વાસની ગતિએ જીવે જાગૃત રહેવા જેવું છે. દરેક ક્ષણે શક્તિ અને સમય ઘટતા જાય છે. હંમેશ પ્રભાતે ઊઠીને વિચારવું જોઈએ કે તું કયાંથી આવ્યો, અને કયાં જવાનો છે ? પોતે શું કરી રહ્યો છે ? શું કરવાનું છે ? મૃત્યુથી નિશ્ચિત એવા આ જન્મને તું જીવિત માને છે ? માર્ગના નિર્ણય વગરનું જીવન પુરુષાર્થહીન છે. સત્ પુરૂષાર્થ વડે અંતર્મુખ થઈ સ્વરૂપ પ્રાપ્તિ કરવી તે જીવન કર્તવ્ય છે. ૩૦ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy