SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ માટે જીવ પ્રપંચમાં પડે છે. જગતના મોટાભાગના લોકો યશકીર્તિ મેળવવામાં રાચે છે. જેમ જેમ મોટાઈ મળે તેમ તેમ લાલસા વધતી જાય છે. અને ધર્મનાં સાધનો, જ્ઞાન, ધ્યાન જેવી ક્રિયા ચૂકી જાય છે. અજ્ઞાની અને જ્ઞાનીની દશામાં અહીં અંતર પડે છે. તીર્થંક્વની યશકીર્તિ અપાર છે. છતાં તેઓ નિઃસ્પૃહ છે. અજ્ઞાની યશને અમર બનાવવા ઈચ્છે છે અને આત્માર્થ ચૂકી જાય છે. સદાચારી ગુણવાન સૌને યશ-કીર્તિની અપેક્ષા રહે છે. અનશન જેવી છેલ્લી કક્ષાના વ્રતમાં પણ આ અંગે અતિચારની ચેતવણી આપી છે. આ લોકમાં સુખ સંપત્તિ પરલોકમાં દેવનું સુખ ઈચ્છવું જીવન કે મરણ સમયે સુખ વાંછવું, વગેરે પ્રાયશ્ચિત કરવાનાં હોય છે. આથી કદાચ આછો બંધ થાય તોય પ્રદેશોદય હોય જેથી વિખરાઈ જાય રસ પડીને ચીકણો થવા ન દે. યશની સંજ્ઞા પશુમાં કયારેક જોવા મળે છે. ઘોડાની, કૂતરાની પીઠ થાબડો તો ખુશી વ્યકત કરે છે. દાન કરીને દાની, તપ કરીને તપસ્વી, ધર્મ કરીને ધર્મી, ગુણ વડે ગુણી કહેવડાવવાનું સૌને ગમે. યશ નામકર્મ આવું લોભામણું છે. રાજમાં, દેશમાં, સમાજમાં, કુટુંબમાં, વ્યવહારમાં, ધર્મમાં સર્વત્ર આ કર્મ વ્યાપક છે, સૌ યશને ઝંખે છે. યશ વધતો જાય તેમ તેની તૃષ્ણા વધતી જાય છે. દેખાવ કરે કે યશ ખાતર તો નથી, આમ જીવ પોતાને છેતરીને યશની પાછળ પડે છે. યશ વગરનું જીવન, મરણ જેવું લાગે છે. મનુષ્ય રાજપાટ ત્યાગી શકે છે. સ્ત્રી, પુત્રાદિ ત્યાગી શકે છે. આહાર વિહાર ત્યાગી શકે છે. તેને યશનામ ત્યાગવું ઘણું દુષ્કર લાગે છે. સંસારી કે સાધુ સૌ ઉપર ચશનામર્મનો ભરડો છે. બધું ત્યાગીને ઝૂંપડીમાં રહેવા જાય ત્યાં ત્યાગનું ભાન રહે છે. મોહનીયના પ્રકારમાં આ યશનો સમાવેશ થઈ શકે છે. મોહનીયકર્મની પ્રકૃતિમાં કેટલીક પ્રકૃતિની જીવને મીઠાશ વર્તાય છે. વૃત્તિ-રહિત થઈને પ્રકૃતિને શાંત કરવાને બદલે સારામાં સારી ગતિ, ગતિમાં સારી જાતિ, જાતિમાં સારા નામ, રૂપ, દેહ, તેને સાચવવા સંપત્તિ, તેના દ્વારા કીર્તિ, આમ એક વૃત્તિની ઝંખનામાં મોટું લશ્કર ખડું થાય છે. તેમાંય દેહનું પ્રાધાન્ય થઈ જાય છે. ધર્મને નામે શરીર સાચવવા પ્રયત્ન ૨૧૪ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy