________________
જેવી ક્રિયા મહાશક્તિ મેળવવા કર્તવ્યરૂપ છે. દિવસ ચિંતન અને રાત યોગદશા માટે છે. પરંતુ દિવસની ક્રિયાથી થાકીને રાત નિદ્રાવશ પૂરી કરે તો તેવી તપશ્ચર્યા જીવનનું પરિવર્તન ન કરે. પરંતુ તપના એ આરાધન સમયે પણ રસ સંસારમાં રહ્યો હોય તેથી વ્રત પુરું થાય ત્યારે સાધકને સંસારમાં પાછા જતાં અરેરાટી ન છૂટે પણ હોંશભેર પાછા સંસારમાં જોડાઈ જાય. સંતોષ ખાતર થોડી આળવણ લઈ લીધે કામ ન સરે. ધર્મ સાધન તો શુભ હોય પણ શુદ્ધ અર્થે હોય. પણ મૂળમાં સમ્યફ રીત ન હોય તેથી બંધાતો જાય. નવકાર જેવા મહાપદનું સ્મરણ સંસારથી મુક્ત થવા માટે છે પણ જીવ ત્યાંય બંધાય છે. સુખી થવા માટે તેના જાપ જપે છે. આ મહાપદમાં પ્રથમ પદનું જ લક્ષ થાય તો ય કર્મથી હળવો થાય.
અરિહંતાણ-કર્મરૂપી અંતરંગ શત્રુઓ હણવાની વાત છે. જન્મથી જીવ કર્મ પર્યાયો સમયે-સમયે ગ્રહણ કરે છે. તેનો છેદ કેમ થાય ? સમકિતીમાં આ સમજ છે. પૂર્વકર્મ ઉદયમાં આવે ભોગવે પણ નવા ન બાંધે તેવી જાગૃતિ રાખે છે. નવકારપદમાં પંચપરમેષ્ટિની પાંચ દશાનું ચિંતન કરવાનું છે. તે ચિંતવતા જીવ સાધુ દશાને પામે. કેવળ મુખથી રટી જવાથી યંત્રવતતા આવે, જીવ પ્રમાદવશ બને. આ પદના આરાધનથી જ્ઞાનદશાનો ઉઘાડ થાય. કર્મ સાથે શત્રુતા એટલે કર્મનું દૂર રહેવું તે, ફરી તેની સાથે સંબંધ ન થાય. માર્ગાનુસારીપણાના ગુણો ગૃહસ્થમાં હોય તે જ આ મંત્ર જપનો અધિકારી હોય. ખરું પંચપરમેષ્ટિ સ્મરણ ચોથા ગુણસ્થાને જ ફળદાયી બને છે. અને દસમા અગિયારમાં સુધી એ આલંબન કામ આપે. બારમે પહોંચે ત્યાં પોતે જ સ્વયં જ્ઞાતા દ્વારા પૂર્ણ વિતરાગ થાય છે. આલંબન છૂટી જાય છે. શુદ્ધ રીતે કરેલો મંત્ર જાપ દીર્ઘસંસારીના સંસારને ટૂંકો કરે છે. મંત્ર જાપના ધ્યાન વડે દર્શન શુદ્ધિ થાય સમકિત નિર્મળ થાય.
પંચ પરમેષ્ટિના પદમાં (મંગમાં) પાંચ દશા દર્શાવી છે. સાધુ એટલે ક્રિયામાં શુદ્ધ ભાવ, ઉપાધ્યાય એટલે જ્ઞાન ભાવ. આચાર્ય એટલે જ્ઞાન સાથે આચાર શુદ્ધિ. અરિહંત એટલે ઘાતકર્મનો જય ક્રનાર સજીવન સિદ્ધ દશા. અને સિદ્ધપદ એટલે સાધનાની અત્યંત નિર્મળતાએ પૂર્ણતા. આવા મહાન પદની ભાવના ભાવતા જીવના
સ્વરૂપ અવલોકન
૧૧ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org