SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સમજાવે છે કે પિતાને તારા પર કેવો રાગ હતો કે તારી આંગળી પાકી હતી, તને દર્દ થતું હતું, તું રડતો હતો. તારા પિતાએ તારા પ્રત્યેના રાગને કારણે એ દર્દવાળી આંગળી મોંમાં રાખીને તને સુખ ઉપજે તેમ કર્યું હતું. આ વાત સાંભળી કુમારને પુષ્કળ પ્રશ્ચાત્તાપ થાય છે. અને તરતજ ઊભો થઈ પિતાને બેડીથી મુક્ત કરવા હાથમાં હથિયાર લઈ દોડે છે. પૂર્વ જન્મના વૈરભાવથી રોજે ચાબુકથી મરાવતો. સંસારની વિચિત્રતા કેવી છે. અતિ પ્રેમ કે અતિ વેર સમીપના સંબંધથી ભોગવાય. માતા-પિતા પુત્ર જન્મ વખતે કેટલો આનંદ મનાવે. અને કર્મની ઘટના એવી છે કે તે જીવ પૂર્વનું વેર પૂરું કરવા જન્મ્યો હોય. વળી પુત્રપરિવાર માટે જગતમાં કેટલાક પ્રપંચ આદરે છતાં દુ:ખથી મુક્ત કોઈ કરાવી ન શકે. પોતાનાં કર્મો પોતેજ ભોગવવાં પડે. ચેલણારાણી ઘણી દુઃખી થતી. રાજાને રોજે મળવા જતી. તેમની સેવા કરતી પણ રાજાના દુઃખમાં ભાગ લઈ શકતી ન હતી. મહાવીર ભગવાનના ભક્ત રાજા શ્રેણિક ક્ષાયિક સમકિતી હતા. સમતાથી પોતાનો કારાવાસ ભોગવતા. એ દિવસે તેમણે પુત્રને હાથમાં હથિયાર સાથે દોડતો આવે છે તેમ સાંભળ્યું. તત્ક્ષણ તેમણે અનુમાન કર્યું કે રોજે ચાબુકથી મરાવે છે આજે જાતે જ હથિયાર લઈને મારવા આવ્યો છે. અને તેમની સમતા નષ્ટ પ્રાય થઈ તરત જ આંગળી પરની વીંટીનો હીરો ચૂસી મૃત્યુને શરણ થાય છે. તેમનો આયુબંધ નરકનો હતો એથી તરત જ મૃત્યુ સમયે મતિ ફરી ગઈ. સમતા છોડીને આત્મઘાત કર્યો. છતાં આખરે સમકિતી હતા તેથી પુત્ર પ્રત્યે ક્ષમા ચિંતવી તે સંબંધ પૂર્ણ કર્યો. સામાયિકાદિ ક્રિયામાં સુવિચારણાની ધારા ચાલુ રહે તેવો પુરુષાર્થ કરવો. એ સમયે જો આયુબંધ પડે તો ઉચ્ચગતિ મળે. અશુભ અધ્યવસાય રોકવા આવી ક્રિયાઓનું પ્રયોજન છે. આયુબંધ પહેલે, ચોથે, પાંચમે, છટ્ટે ગુણસ્થાન સુધી પ્રાયઃ બંધાય છે. બીજા ગુણસ્થાનનો કાળ ઘણો અલ્પ હોય છે. જીવ વધુ વખત ક્ષયોપશમભાવે રહે છે. કર્મથી મુક્ત થવાની તીવ્ર જિજ્ઞાસા જાગવી જોઈએ. ગૃહસ્થ કે સાધુ દરેક કર્તવ્ય આત્મકલ્યાણ અર્થે કરે, તો આયુકર્મ સુધરી શકે, અને મહાવિદેહ જેવા ક્ષેત્રે ઉત્પન્ન થઈ મુકતદશાને પામે. એને માટે સદૈવ અભ્યાસ ચાલવો જોઈએ. જીવનને છેડે કે અંતિમ સમયે જીવને કંઈક ભાન થાય તો સુધારણા થવી દુર્લભ છે. યોગાભ્યાસી, ૧૭૪ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy