________________
પડે. પૂર્વે આરાધન ન કર્યું હોય તો વર્તમાનમાં ઉદય ન આવે અને વર્તમાનમાં ન કરે તો ભવિષ્યમાં એજ દશા થાય.
મન અને ઈંદ્રિયની ચપળતા ઘણી છે. મતિ શ્રુતના સમ્યભાવથી ઉપયોગ રાખવો. ક્રિયા ત્યજી દેવી કે અભાવ ન કરવો. વિષયાંતર થવાય તો ત્યાં અટકી, સ્થિર થઈ સંશોધન કરી વળી ફરી ક્રિયા ચાલુ કરવી. એ રીતે વારંવાર પુરુષાર્થ કરવાથી ધર્મધ્યાન સુધી પહોંચી શકાય. એ રીતે જ્ઞાનાવરણ દૂર થાય પરિણામ શુદ્ધ થતાં આનંદ આવે. ફકત શાસ્રના સ્મૃતિજ્ઞાનથી આનંદ ન આવે. પરંતુ દરેક પ્રકારની ક્રિયામાં મતિશ્રુતને સાકાર કરવા. તેથી વિભાવદશા છૂટે. અને મન વચન કાયાના યોગો સ્થિર થઈ શુદ્ધભાવમાં રહે. દહેરાસર જેવા સ્થાનમાં અન્ય વિધિ કરવા કરતાં ધ્યાનસ્થ થવાય તો તે ઉત્તમ દશા છે. જૂના દહેરાસરોમાં ધ્યાન માટે ભોંયરાની રચના હતી. વચમાં આવતાં વિચારોને દૂર કરવા. પ્રભુના મહાચરિત્ર અને જિનદશામાં સ્થિર થવું. આમ આલંબન લેવાથી દ્રવ્ય ભાવનું કારણ થાય અને દુસાધ્ય તેવું આત્મધ્યાન સાધ્ય બને.
મતિજ્ઞાનની વિશેષતા : મત્સ્યલક્ષવેધ કરતાં પણ કર્મવેધ ક્યૂરો છે. લક્ષવેધથી સંસારમાં ઉત્તમ સ્ત્રી પાત્ર મળે. કર્મવેધથી શિવલક્ષ્મી મળે. જિનબિંબનું આલંબન લઈ ઉપયોગને સ્થિર કરે, પુણ્ય-પાપનો ત્યાગ કરે, વચમાં આવતા વિષયોને અવાંતર કરે અને ચિત્તમાં શુદ્ધ અનુભવ સૃષ્ટિ ઊભી કરે. ઈંદ્રિયથી થતા જ્ઞાનને ભૂલી જઈ આત્મજ્ઞાનમાં લીન થવું. મુદ્રા, આસન, શ્વાસશુદ્ધિ, સ્થળ શુદ્ધિ સ્થિરતા માટે છે. પરંતુ જીવનના આહાર-વિહારમાં શુદ્ધિ અને સમ્યગ્ ઉપયોગ હોય તો જ ચિત્તની આવી ઉત્તમદશા નિર્માણ થઈ શકે. મૂર્તિમાં શું છે તે જડ છે તેવું કહેનારા ને માનનારા મિથ્યામતિને કારણે આત્મવંચના કરે છે. સ્ત્રી પુત્રાદિના રૂપરંગને ચાહનાર મોહથી બંધાય છે, અને ચારિત્ર મોહનીય ગાઢ થતું જાય છે. વિતરાગ જોતાં વિતરાગતા ન અનુભવે તો તે મિથ્યાશ્રુત છે. વિતરાગના સ્વરૂપમાં પોતાનું સ્વરૂપ જોવાનું છે. અનુષ્ઠાનો કારણ રૂપ છે તેમાંથી કાર્ય નિપજાવવાનું છે. વિતરાગ પાસે વિતરાગતા સિવાય કંઈ પણ યાચવું તે મિથ્યાત્વ છે. તીર્થમાં જઈને પ્રતિજ્ઞા છૂટે તેમ છૂટા ના થવાય. તીર્થની પ્રવર્તના શા માટે છે ? સંસારથી છૂટવા માટે છે પ્રતિજ્ઞાથી
૭૪
Jain Education International
For Private & Personal Use Only
સ્વરૂપ અવલોકન
www.jainelibrary.org