SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ શું છે ? : જીવનો કર્મ સાથે અનાદિ સંબંધ છે. ભવસ્થિતિ પરિપકવ થતાં સંસાર બંધનથી છૂટવાનો જીવને વિવેક જાગે છે અને તેને ચેતન તથા જડની ભિન્નતા સમજાય છે. જ્ઞાનીના પરિચયે જ્ઞાન અને તપ દ્વારા કર્મને મૂળથી નાશ કરીને શુદ્ધ સ્વરૂપને પ્રગટાવે છે. જે કર્મબંધનથી આત્માની આવી શક્તિનો હ્રાસ થયો છે તેની પ્રકૃતિ સમજી લેવી. તે માટે આવા કર્મગ્રંથનું અધ્યયન કરી જ્ઞાનની આરાધના કરવી. સામાન્ય રીતે કર્મનો અર્થ કાર્ય, કર્તવ્ય કે ક્રિયા થાય છે. અહીં કર્મપુદ્ગલની વ્યાખ્યા જુદી છે. આખા લોકમાં કર્મવર્ગણા તેના સ્વભાવ પ્રમાણે પડેલી છે. જીવ જયારે વિભાવદશામાં હોય છે ત્યારે તે વર્ગણા જીવને વળગે છે. અને પછી તે સત્તામાં રહે છે. જયારે તેનો વિપાક થાય છે ત્યારે તે કર્મ ઉદયમાં આવે છે. વૃક્ષ પર બેઠેલા ફળને તોડવામાં ન આવે તો તે પાકીને ખરી પડે છે, અને અંતે નાશ પામે છે તેમ સત્તામાં રહેલા કર્મ યોગ્ય સમયે ઉદયમાં આવે છે તેમાં નવો રસ ન ઉમેરાય તો તે ભોગવાઈને નાશ પામે છે. પરંતુ અનાદિનો અધ્યવસાય કર્મોને ઉદયમાં આવતાં જોઈ તેની સાથે ભળી તેમાં નવો રસ રેડી દે છે. આવા કર્મરસને દૂર કરવા મહાન પુરુષાર્થ જોઈએ. ઈશ્વર કર્મનું ફળ આપ્યા જ કરે તો કર્મની પરંપરા ચાલુ રહે, અને જગતના વેર આદિ ભાવનો અંત ન આવે. ઈશ્વર કેવળ શુદ્ધ સ્વભાવ છે. અને તેથી સૌ જીવો તેમના સાન્નિધ્યમાં વેરભાવ ભૂલી જાય છે. ખરેખર ઈશ્વરને ફળ આપવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. જીવ જેમ વિભાવથી કર્મબંધ કરે છે, તેમ સ્વભાવમાં રહે તો બંધ ક્ષીણ થાય છે. અનંત જન્મે ભોગવી ન શકાય તેવા પુણ્યનો પણ તીર્થંકર દેવો ક્ષય કરી નાંખે છે. અને જ્ઞાનાદિ અનંતગુણોમાં જ રમણ કરે છે. કર્મના ઉદયકાળે જાગૃતિ જોઈએ છે. પ્રમાદવશ સમકીતિ ગુણને વમીને અનંતકર્મોને નોતરે છે. ઉપયોગ એ જીવન બને તો ભવભ્રમણ ટળે. જ્ઞાનીઓએ જે સ્થિતિ પ્રાપ્ત કરી તેને અત્યંત કરુણાભાવે જીવોના કલ્યાણ માટે તે સ્થિતિ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે. તે માર્ગે ચાલવાથી તે માર્ગ જીવને મુક્તિ દાતા બને છે. ૩૪ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy