________________
સમકિત મોહનીયમાં મિથ્યાભાવ છૂટી જતો નથી પણ વિવેક રહે છે. આથી પુદ્ગલકર્મમાં રસની મંદતા રહે, આથી કર્મો શુષ્ક બને છે.
દર્શનમોહનીય મોહનીય કર્મની જડ છે. જ્ઞાનની શુદ્ધતા ન હોય તેથી દર્શનમાં-દૃષ્ટિમાં મોહ ઉપજે. શરીરમાં રહેલા આત્માને ભૂલીને શરીરમાં જ મોહ ઉપજે, તપ કરે, ઉપવાસ કરે અને આહાર સંજ્ઞા જોર કરે, કારણકે જીવની સંજ્ઞા અંતરાય ઊભા કરે છે. આથી તપમાં ભાવ સ્થિર ન રહે. તપને અંતે કર્મભાર હળવો થઈ આત્મપરિણામ કુણાં થવાને બદલે તપસ્વી તાપસ બની જાય છે. ક્ષયોપશમભાવને કેળવવા. જેથી ઉદયમાં આવેલી પ્રકૃતિ દૂર થાય અને અન્ય પ્રકૃતિ સત્તામાં રહે. એક દિવસના વ્રતથી ઈદ્રિયો, સંજ્ઞા, પ્રકૃતિઓ બદલાઈ જતી નથી. તે તો આહાર ઝંખે છે. અને પછી વિકૃતિ પેદા થાય છે. વિવેક પૂર્વ અંતર બાહ્ય ઉપયોગની સ્થિરતા, જાગૃતિ એ તપ છે, તે પછીનું તપારાધન સહજ બને છે.
કોઈ જીવો ધ્યાનનું આરાધન કરે છે. પણ જીવનમાં આર્ત અને રૌદ્ર ધ્યાનની પ્રક્રિયા ચાલુ હોય તો આત્મધ્યાન થાય નહિ. આથી તે પ્રક્રિયામાં જતાં પ્રકાશાદિ દેખાય તો તેને જ આત્મા માની લે છે, અને કહે કે આત્મા સૂર્ય જેવો તેજસ્વી છે. ચંદ્ર જેવો શીતળ છે. જ્ઞાનીઓએ તો અનુભવથી કહ્યું છે કે આત્મા અરૂપી છે. નિરાકાર છે. આ દશ્યો પૌલિક છે. પણ દર્શનમોહનીયના બળે જીવ આવાં અનુષ્ઠાનોમાં ફસાય છે.
જડમાં ચેતનનો એક પણ ગુણ નથી. છતાં તેમાં આત્મભાવ થાય તે દર્શનમોહનયનો મિથ્યાભાવનો ઉદય છે. કષાય શાંત થયા ન હોય અને દયા પરોપકાર આદિ કાર્યો કરવા નીકળે તો ત્યાંય માનાદિથી પિડાય અને ઉપદેશ કરવા નીકળે તો અભિનિવેશમાં જાય. ' ઉપશમભાવથી દર્શનમોહનીય રોકાય. આશ્રવભાવથી છૂટે સંવર ભાવ જન્મે. સંવરમાં સ્થિર થયે નિર્જરા થાય ત્યારે ધર્મનો સાચો વિવેક જન્મે. જરા ચૂકે ને બે ઘડી જાય તો મિથ્યાત્વભાવ આવીને ઊભો રહે. પૂર્ણપણે મિથ્યાભાવ જાય ત્યારે ક્ષાયિકભાવ ઉપજે. મંદ કષાય હોય. ધર્મનો કંઈક વિવેક જન્મ્યો હોય તોય જીવનો ઘણો સમય ક્ષયોપશમભાવમાં જાય. ઉપશમભાવ બે ઘડીથી વધુ ટકતો નથી. ઉપશમભાવ ટકી જાય તો જીવ પૂર્ણજ્ઞાન પામે. ચીલાતી પુત્રે ઉપશમભાવથી શુદ્ધિપૂર્વક ક્ષાયિકભાવે
૧૪૮
સ્વરૂપ અવલોકન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org