________________
સમજમાં આવે છે. સમક્તિના સ્પર્શ પછી આત્માનું સામર્થ્ય વધે છે. પોતાના ધ્યેયને પહોંચવા પુરુષાર્થી બને છે. પૂર્વસંચિત કર્મોના ઉદયકાળે શિથિલતા કે પ્રમાદ આવે તોય લક્ષ છૂટતું નથી. સમ્યજ્ઞાનાદિના શુદ્ધભાવને કારણે ધર્મધ્યાનને આરાધી સ્વયં આત્મતત્વનો અનુભવ મેળવે છે.
જીવન સુધી સંસારના સુખદુઃખ જીવ અનુભવે છે. મૃત્યુ પછી શું થશે તે જીવ જાણતો નથી, છતાં જ્ઞાનીના આશ્રયે પુરુષાર્થ દ્વારા પોતાનો નિશ્ચિત માર્ગ પ્રાપ્ત કરી શકે છે. આવી શકયતા કેવળ મનુષ્યયોનિમાં જ સંભવિત છે. તીર્થકરાદિના સ્વરૂપનું ધ્યાન તે આલંબનરૂપ છે. જ્ઞાનીના સ્વરૂપના ચિંતનમાં આત્મસ્વરૂપના દર્શનની શકયતા છે. એવા અવલંબનના અભાવે
જીવ માર્ગથી વંચિત રહે છે. ભક્તિ એ શ્રદ્ધાનું અંગ છે. જીવનાં પરિણામો સ્થિર અને શુદ્ધ થવા માટે આધારભૂત છે. શુદ્ધ શ્રદ્ધા તે સમક્તિનું સાધન છે. ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન એ કર્મમુક્તિના ઉપાયો છે. તેમાં સાધકને કસોટી આવે છે, અંતરાયો ઊભા થાય છે. તેમાં સમભાવે, રહી જીવ વિકાસ સાધે છે. મનને અંતર્મુખ કરવાનું છે. જીવનમાં અનુકૂળ સાધનો મળ્યાં છે તેનો લાભ લઈ માર્ગસ્થ થાય તો અજ્ઞાનદશા મંદ પડે છે. આત્માનું અસ્તિત્વ :
કેટલાક જીવો આત્માના અસ્તિત્વને કે તેના સાતત્યને સ્વીકારતા નથી. દેહના નાશ થવા સાથે આત્માનો નાશ માની દેહના સુખભોગમાં જીવન પૂરું કરે છે. પણ સુખ દુઃખાદિ અનુભવનાર તેનું સ્મરણ રાખનાર તત્ત્વ કોણ છે. ? પદાર્થને જાણનાર તત્ત્વ જ ચૈતન્ય, આત્મા છે. વળી જીવનની સુખદુઃખાદિ વિચિત્રતા પૂર્વજન્મનાં સંચિત કર્મોનું ફળ છે તે આત્માનું સાતત્ય દર્શાવે છે. દરેક દર્શનમાં આ અંગે મતભેદ છે. જેને દર્શનના સિદ્ધાંતોમાં વ્યવસ્થિત પ્રરૂપણા જણાય છે. જીવ અનાદિથી છે. વર્તમાન પર્યાય અશુદ્ધ છે. દ્રવ્ય શુદ્ધ તત્ત્વ છે. તેથી મુક્ત થઈ શકે છે. સિદ્ધાંતોના અંતર્ગતભેદે કરીને દરેકના મતે આત્મતત્ત્વનો સ્વીકાર થયેલો છે. આત્મા છે કે નથી એવું વદનાર કોણ છે? હું છું તેમાં જ તેનો સ્વીકાર રહેલો છે.
આત્માના અસ્તિત્વને માનનાર આસ્તિક અને ન માનનાર નાસ્તિક તે સ્થૂળ અર્થ છે. સર્વ જીવમાં સમાનભાવે વર્તનાર ખરો આસ્તિક છે. કેવળ
૨ ૨ Jain Education International
સ્વરૂપ અવલોકન
www.jainelibrary.org
For Private & Personal Use Only