________________
આર્તધ્યાનમાં જવાની સંભાવના છે. ધર્મધ્યાનમાં પહોંચવા માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિની સાચી સમજ કેળવવી.
કોઈપણ ક્રિયાથી યોગ પ્રવૃત્ત થવાથી આશ્રવ થાય છે. યોગ શુદ્ધિ નિવૃત્તિથી થાય છે. તેથી મનુષ્ય ધર્મ માટે વિશેષ અધિકારી ગણાયો. મનુષ્યને ધર્મયોગ પ્રાપ્ત થાય છે. યોગ શબ્દ ઘણા પ્રકારે સૂચક છે. અષ્ટાંગ યોગ, જ્ઞાન, કર્મ, ભકિત યોગ, પારમાર્થિક છે. મન, વચન, કાયાના પૌલિક યોગ છે. અંતે અધ્યાત્મ મોક્ષ હેતુ યોગ છે. કર્મબંધની અનેક પ્રકૃતિઓ હોવાથી યોગ અસંખ્ય કહ્યા છે. મનુષ્ય શરીરનો સંયોગ સુધારણા માટે છે. દરેક ક્રિયાયોગ મોક્ષયોગના લક્ષે થાય તો આ દેહે મુક્તિ સાધ્ય છે. જ્ઞાન વડે પુણ્ય પાપની હેયતા સમજવી. તે પછી ગુણસ્થાનકમાં આગળ વધાય છે. સમ્યફ સમજને કારણે કર્મ પ્રકૃતિમાં રસ સુકાઈ જવાથી કર્મ ખરી જાય છે. પુદ્ગલ અને રસનું પૃથ્થકરણ એ ધર્મ છે, તેવી સમજ આવે જ્ઞાનાવરણ વગેરે કર્મો મંદ થાય છે. અનુક્રમે અપ્રમત્તદશા સુધી આત્મા પહોંચે છે.
સાધુધર્મની ક્રિયા તે મહાસંયમ સૂચક છે. તેમાં શુદ્ધ પંચાચારનું સહજ પાલન છે. જ્ઞાન અને ક્રિયા ચેતનવંત હોય છે. એથી મુક્તિનો અનુભવ થાય છે, તે આત્માઓ નિજ સુખમાં વર્તે છે. તે પછી બંધ દશા નિવર્તતી જાય છે. આવા ધર્મનું આત્માએ સેવન કરવાનું છે. કેવળ આર્ય ક્ષેત્ર, કુળ આદિ મળવાનું મહાભાગ્ય ગણી ન લેવું. ધર્મઆલોક કે પરલોકના સુખ માટે છે તેમ માનીને અટકી ન જવું. ઘણા ઉપદેશકો એવો માર્ગ બતાવે છે કે જુઓ આવો ધર્મ કરવાથી કોઈ ધનપતિ થયું કોઈ સ્ત્રી પુત્રવતી થઈ. માટે ધર્મ કરો, તો સુખી થશો. સંસારના દુઃખ અને ચિંતાથી મૂંઝાયેલા આત્માઓ આ વાતને અનુસરે છે અને ભય લાલચના મિશ્રિતભાવથી ધર્મ કરી ધર્મના દ્વાર જ બંધ કરે છે, અને હનપુરૂષાર્થમાં પડી શાતા અશાતા ભોગવતા થઈ જાય છે. જે ધર્મ બંધને જાળવી રાખે તે ધર્મ નથી. જીવે સમ્યગુવાન થઈ સાચો ધર્મ ઉપાસવો.
યોગનો અર્થ છે જોડાવું. તેમાં વિવેકની જરૂર છે. અસંખ્ય યોગમાં શુભ, અશુભ અને શુદ્ધ યોગો છે. તેમાં હેય ઉપાદેય અને શેય ત્રણ કારણોથી વિવેક કરવો. જે યોગથી સંસાર વધે તેવા પાપપુણ્ય યોગ હેય
૨૫૦ Jain Education International
સ્વરૂપ અવલોકન
www.jainelibrary.org
For Private & Personal Use Only