SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ભોગ લાલસાને સંક્ષેપે, તો દેશ વિરતિપણું પ્રાપ્ત થાય. શરીરની રચનાની પ્રાપ્તિ પૂર્વની શુભઅશુભ કરણી પ્રમાણે મળે, વળી લબ્ધિ વિશેષથી કેટલીક વિદ્યા, સિદ્ધિ પ્રાપ્ત થાય. શરીરની વિશેષ શક્તિ મેળવવાનું સાધન મનુષ્યદેહમાં છે. જ્ઞાન અને તપ વડે મુનિ આહારક શરીર ઉત્પન્ન કરી શકે છે. મનુષ્ય દેહે લબ્ધિ વડે વિવિધ રૂપોમાં પરિવર્તન કરી શકે છે. તેજસ શરીર ઉષ્ણ અને શત બંને પ્રકૃતિનો ઉપયોગ કરી શકે છે. જ્ઞાની આત્મા શરીરની આવી શક્તિનો ઉપયોગ કરતા નથી. સામાન્ય જ્ઞાન ધરાવતા જીવો એનો ઉપયોગ કરીને જ્ઞાનને આવરણ ઊભું કરે છે. જ્ઞાની શાસનની સેવા કે જીવોના કલ્યાણ માટે કવચિત્ આવી શક્તિનો ઉપયોગ કરે છે. તીર્થકર કોટિના જ્ઞાનીઓમાં તેમના પુણ્યાતિશયોથી જ સઘળી લબ્ધિઓ સહજ પ્રગટ થતી રહે છે. કોઈ પ્રયાસ કરવો પડતો નથી. સામાન્ય મનુષ્ય કે મુનિજનોએ તપ તથા જ્ઞાન વડે આવી લબ્ધિ-શક્તિ પ્રાપ્ત કરીને આત્માના રક્ષણ માટે તેને શમાવી દેવાની હોય છે. એ શક્તિઓ જ સાધનારૂપ ગણાય, તેનો અસદ્ ઉપયોગ ન થાય. કોઈને શાપ અને વરદાન આપવાથી શક્તિનો હાસ થાય છે. અને આત્મા ભ્રમણમાં પડે છે. જ્ઞાન સહિતનું તપ લબ્ધિઓ જીરવે છે. કેવળ કઠોર તપથી આત્મા શુદ્ધ બને છે અને પુદ્ગલના રસો શોષાઈને પુદ્ગલ શુષ્કબને છે. આવા તપથી તાપસી વૃત્તિ થાય છે. અને શાપ આપવા જેવી ક્રિયામાં ક્રોધ કરીને સઘળા તપને નિરર્થક બનાવે છે. જ્ઞાનમાર્ગવિરતિ માર્ગ છે. સાધુપણે સર્વ ક્રિયા થાય તો અસત્ ક્રિયાનું શોષણ થઈ સત્ પ્રગટ થશે. દેહભાવ છૂટે તેવું તપ કરે તેમાં આત્મગુણનો રસ મળે તો શુષ્કતા ન આવે અને નિત્ય આનંદ અનુભવાય. દેહ માટે રોજરોજ ઘણી મહેનત કરવા છતાં દેહશું આપી શકે છે? ચેતન વડે તો તેનું અસ્તિત્વ જણાય છે. માટે દેહ પ્રાપ્તિથી રાચી જવાનું નથી. માનવદેહે આત્મા પ્રગટ થવા દેવો તે સાર્થકતા છે. બાળપણથી જ આ સંસ્કારનું સિંચન થવું જોઈએ. તો જ યુવાની સંસારભોગમાં ખર્ચાઈ જવાને બદલે જાગૃત રહી જીવન સાર્થક કરે. કયારેય પણ પૂર્વની આરાધના કાર્યકારી થાય છે. કોઈ જન્મે તેની શરૂઆત થશે તો જ તે પૂર્વનું થશે. અને માતાના ઉદરથી જ સંસ્કારબળ મળશે. એ સંસ્કારબળને સિંચન મળતાં તેમાંથી પ્રાપ્ત થતી શક્તિ જીવનને બાધક સ્વરૂપ અવલોકન ' ૧૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy