SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સામર્થ્ય પ્રાપ્ત કરી શકે. કદાચ અધોગતિમાં જાય તો તે ગતિમાં સમતાભાવ ટકી રહે. સમતાએ મહાન ધર્મ છે. કોઈ જીવની હીનમતિ કે દોષ જોઈ ગુસ્સે ના થવું, અનુકંપા રાખવી. પ્રભુના પરિવારમાં શિષ્યવૃંદમાં બાળવૃદ્ધ, રંક-રાય સર્વ પ્રકારના જીવો હતા જ્ઞાન પ્રાપ્ત થવા પૂર્વે દોષ પ્રગટ થતાં પ્રભુ જોતા. પરંતુ કરૂણાથી કેવો અદ્દભૂત ઉપાય યોજીને જીવોને મુક્તિનું દાન દેતા? મેઘકુમારે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તે જ રાત્રે સંથારે ખૂબ પ્રતિકૂળતા રહી. સુકુમાર મેઘકુમારની વૃત્તિ શિથિલ થઈ. પ્રભાતે તે પ્રભુ પાસે આવ્યો અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને સંયમ છોડવા સુધીનો ભાવ ઊઠયો. પ્રભુએ તરત જ તેને પૂર્વ જન્મનું સ્મરણ કરાવ્યું કે જંગલમાં દવ લાગ્યો ત્યારે હાથીના ભવમાં ત્રણ દિવસ પગ ઊંચો રાખી પગ નીચે આવેલા સસલાને બચાવવા, કેવું કષ્ટ સહન કર્યું હતું? અને તેવા અભયદાનના પ્રતાપે તું આ જન્મમાં રાજકુમાર થયો, દીક્ષાનો યોગ થયો. મુક્ત થવાની સામગ્રી મળી હવે ક્યાં પાછો વળે છે? આ વૃત્તાંત સાંભળી મેઘકુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. વ્યાકુળતા શમી, આત્મદશા પ્રત્યે વળી ગયો. અંતે મોક્ષગામી થયો. આ મોક્ષ માર્ગ થોડી ધર્મ ક્રિયાથી પ્રાપ્ત થતો નથી. પુરું સામર્થ્ય પ્રગટ કરવું પડે છે. માન મૂકે મોક્ષ અહીં છે : ધર્મી કે ઉપદેશક તરીકે માન આદર સૌને રુચે છે. માન આદર મળવા તે આદેય નામકર્મની પ્રકૃતિ છે. તે પણ સતુ માટે થાય તેવું લક્ષ રાખવું. લોકો સારું કહે તેવો ધર્મ કરી માન મેળવનાર ઘણા છે. ઉત્તમ આદેય નામકર્મ તીર્થકરને હોય છે. તેમની પૂજા કરનાર તરી જાય છે. તેમના શુદ્ધ જ્ઞાનાદિનો પ્રભાવ જ એવો હોય છે કે તિર્યંચ પણ ધર્મ પામે છે. સર્પ “બુઝ' શબ્દથી બોધ પામી દેવ થયો. એ જન્મે મુક્ત થવાની પૂર્ણ સામગ્રી હાદિ ન હોવાથી વચમાં વિરામ લીધો. પણ એ બોધ એવો ગ્રહણ થયો કે મુક્તિ એ જ લક્ષ બની ગયું. મુનિ જેવાને, ઉગ્ર તપસ્વીને પણ કષાયથી તિર્યચપણું મળે છે. કર્મ પ્રકૃતિની વ્યવસ્થામાં બધું નિયમસર ચાલે છે. ઉદયકાળ ગમે તે ક્ષેત્રે તેનો પ્રભાવ પાડે છે. ચોથા આરામાં પણ મુનિઓ કષાયવશ થઈ અધોગતિ પામ્યા છે. માટે જીવે કાળનો ભરોસો સ્વરૂપ અવલોકન Jain Education International ૨૧૧ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy