________________
છે. કૃષ્ણ જેવા મહાત્માના નામે પોતાનો સંસાર ફળદ્રુપ કરવા લીલા સ્વરૂપે વિચિત્ર પ્રસંગો યોજવામાં આવે છે. તેનું અનુકરણ કરી પૂજા જેવી વિધિમાં જૈનો વિવેક ચૂકવા લાગ્યા છે. અને રાત્રિએ નાચ, ગાન, રાગ, રાગિણી જેવા પ્રસંગોને ધર્મ માની ધર્મનું સ્વરૂપ બદલી ભ્રમમાં પડે છે. અને ધર્મનો મર્મ પામતા નથી. - વ્રત સાથે જ્ઞાન માટે સ્વાધ્યાય જેવાં અનુષ્ઠાનો આપ્યાં. પણ ધમાધમમાં પડેલા જીવો સ્વાધ્યાય કયારે કરતા હશે. જીવનમાં અનુકૂળતાઓ મળી તેમાં શું સંક્ષેપ કરવો ગમ્યો છે? એક રજમાત્ર ઊભું થાય તે ન ગમે. કાલ કોણે દીઠી છે? આજે ભોગવી લો. થોડું ઘણું પુણ્યકાર્ય કરી લે અને માને કે મહાવિદેહમાં જઈશું. પણ ખબર નથી કે કયાં જશે? મહાવિદેહમાં પણ ચાર ક્ષેત્ર સિવાય બીજે મોક્ષ ઉપલબ્ધ નથી. ત્યાં નિગોદથી માંડી દરેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થાય. તું કયાં જઈશ તે ખબર છે? મુક્તિ માટે મહાવિદેહ જવા તેની પૂર્ણ તૈયારી આ ક્ષેત્રે સાધવી પડે. આ જીવનમાં સમ્યગુપણે કરણી થાય તો તેવા પુણ્યક્ષેત્રે ઉત્પન્ન થઈ જીવ મુક્ત થાય. જે ગતિ થવાની હશે તે થશે એમ બેદરકાર થવા જેવું નથી. પરંતુ દેવગુરુના શરણથી નિશ્ચયપૂર્વક સ્વરૂપના લક્ષ્ય દેહ છૂટે તેમ જીવવા જેવું છે.
પ્રથમના મિથ્યાત્વ ગુણસ્થાનકે જે કર્મબંધ થાય તેમાં મિથ્યાત્વ, અજ્ઞાન વધતું જાય. ચોથે ગુણસ્થાને કર્મ બંધાય તે શુભ હોય, ત્યાં દેવ ગુરુ ધર્મનો રાગ વર્તે તે શુભ પરિણામ લાવે, તેથી ત્યાં વિવેક હોવો જરૂરી છે. કારણ કે પુણ્ય તે લપસણી ભૂમિ છે, મીઠું વિષ છે, તેનું પરિણામ ભ્રમણ છે. માટે પુણ્યથી બંધાઈ ન જવું. પણ સતત આત્મલક્ષે શુદ્ધતાએ વર્તવું. કોઈ રીતે ગોથું ખાવા જેવું નથી. ધર્માનુરાગ પણ વિવેકસહ જરૂરી છે. પ્રભુ મહાવીર સાક્ષાતપણે બિરાજતા હતા. જમાલી ધર્માનુરાગી હતો છતાં દાહજવર સમયે ધર્મ ભૂલ્યો અને પોતાના મતનો પ્રચાર કર્યો. આથી ધર્મી જીવોએ પૂર્ણતા પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાની અને જ્ઞાનીના વચનના આશ્રયે રહેવા જેવું છે. જમાલી સરળ હતો. પ્રભુનો સાક્ષાત યોગ હતો, તેથી ભૂલ સુધારી કાર્ય સાધી ગયો.
પરંતુ જયાં કર્મબંધ નિકાચિત હોય ત્યાં પ્રભુ પણ કર્મ પ્રકૃત્તિ ફેરવી ના શકે. છતાં જીવ ધર્મ પામીને કર્મ ખપાવી, ઊર્ધ્વગતિ પ્રાપ્ત કરવાનું
સ્વરૂપ અવલોકન
૨૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org