SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ જેવાં કર્મો કરે. આથી મનુષ્ય જન્મ મળે પુણ્યાનુબંધી પુણ્ય હોય તો કૃતાર્થ થવાય. સર્વ અનુકૂળતા મળતાં વિચારશક્તિ જાગે. મનુષ્ય ગુણનો ઉપાસક હોય. મનુષ્ય જન્મમાં પાપનો ઉદય હોય અને વળી પાપ બાંધે અને અધોગતિ મેળવે. કેટલાક જીવો તો અહીં જ નરકવાસ ભોગવી રહ્યા હોય છે. મનુષ્યદેહનો ઉદ્દેશ મુક્તિ છે. તે બહુ અલ્પ જીવો સમજે છે. મનુષ્યને પ્રાયઃ જીવનના ત્રીજા ભાગે આયુષ્યનો બંધ પડે છે. છેવટે અંત સમયે બંધ પડે છે. જ્ઞાનાદિ, સ્વાધ્યાય ધ્યાન જેવા સમયે શુભભાવે આયુષ્ય બંધ થાય તો ઉચ્ચગતિ મળે છે. આ કાળે મતિ-શ્રુતજ્ઞાન શુદ્ધ રહે તો શુભબંધ પડે. અને મનુષ્યપણાના આયુબંધને જાળવી રાખે. પ્રમાદમાં, કષાયભાવમાં આયુનો બંધ પડે તો અધોગતિ મળે. મનુષ્ય જન્મ મળે તો પણ પશુવત્ જીવન મળે. માટે જીવન-પર્યંત અને મરણ સમયે ચાર શરણને મંગળમય ગણ્યા. પ્રમાદ તો જીવને લાગેલો છે, કષાયો લાગેલા છે, પ્રવૃત્તિ લાગેલી છે, મહામુનિઓ પણ તેમાં ઘેરાઈ જાય, માનવપણું ચૂકી જાય. માટે ધર્મમાં ચિત્તને જોડેલું રાખવાનું જણાવ્યું. દેહભાવ સાથે ચિત્ત જડ જેવું થઈ જાય. અને તેથી જીવન સુખરૂપ ન લાગે, મૃત્યુ પણ કષ્ટ દાયક બને. સમયે સમયે આયુબંધની જવાબદારી મનુષ્યને માટે ઘણી મોટી છે. આ કાળે જીવ ક્ષયોપશમભાવમાં રહે તો ય તીવ્ર કષાયથી છૂટે. ઈચ્છિત આયુષ્ય ઘણી સાધના માંગી લે છે, તેને અંતે સમાધિમરણની શકયતા છે. તીર્થંકર ચરમ શરીરી છતાં સર્વ રિદ્ધિ સિદ્ધિ ત્યજી દેતાં, નિર્ધનતા, નિર્વસ્ત્રપણામાં સુખ માણતા અને જગતને તેવા માર્ગનો બોધપાઠ આપ્યો. ધર્મની દરેક ક્રિયામાં આનંદ આવવો જોઈએ. નાના સરખા વ્રતમાં પણ જીવને અશાતા લાગે છે. અને વ્રત કરીને પણ હાજતોને પોષે છે. આથી સમજ-સંયમપૂર્વક નાનું સરખું વ્રત પણ દુઃસાધ્ય બની ગયું. અને આહાર (સ્વાદ) સંયમ કેળવાયો નહિ. આયુકર્મની વિશેષતા : આઠે કર્મમાં આયુષ્યકર્મની મુખ્યતા છે. જીવનમાં તે એકવાર બંધાય છે. બધા મનોરથોનો આધાર આયુબંધ ઉપર છે. જે ગતિનો બંધ થાય ત્યાં જીવને જવું પડે છે. દેહ છોડે ત્યારે જીવ ગતિના બંધ પ્રમાણે કાર્મણ તૈજસ શરીર તેના સંસ્કાર પ્રમાણે તેને પકડીને યથાસ્થાને મૂકી દે છે. સામાન્ય રીતે આયુકર્મ કયારે બંધાય છે. તે ખબર ૧૭૨ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy